ઘરઘર – કીર્તિકાન્ત પુરોહિત

[ ‘ભીનાશના હસ્તાક્ષર’માંથી સાભાર.]

તટ પર મનવા બેસું તો વરસોના વરસો વીતે,
ઘરઘર રમવા બેસું તો વરસોના વરસો વીતે.

ડાળો ગૂંથી છાંયો કરતાં પરિવારો જ્યાં વસતાં,
તડકો ભરવા બેસું તો વરસોના વરસો વીતે.

દરિયા સાથે દુશ્મની ને સૂરજના ઘર મોઘમ,
વાદળ બનવા બેસું તો વરસોના વરસો વીતે.

જીવતર ઘેલું એવું કે રડવાની રસમો ભૂલ્યો,
અવસર ગણવા બેસું તો વરસોના વરસો વીતે.

નકલી સિક્કા ઉછળતા લાગે કિસ્મત ચમક્યું,
ધરપત ધરવા બેસું તો વરસોના વરસો વીતે.

‘કીર્તિ’નો લીસ્સો ઢોળાવ પટ દઈ નીચે લાવે,
પગથી ચણવા બેસું તો વરસોના વરસો વીતે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નસીબદાર – કિંજલ શાહ
એક હતો ઢીંગો, એક હતી ઢીંગી – પ્રવીણ કે. મહેતા ‘બાલપ્રેમી’ Next »   

6 પ્રતિભાવો : ઘરઘર – કીર્તિકાન્ત પુરોહિત

 1. સુંદર

  “‘કીર્તિ’નો લીસ્સો ઢોળાવ પટ દઈ નીચે લાવે,
  પગથી ચણવા બેસું તો વરસોના વરસો વીતે.”

 2. Rakesh Thakkar, Vapi says:

  સરસ ગઝલ.

 3. harkant says:

  મનોજ ખંડેરિયાની ગઝલ ‘વરસોના વરસ લાગે’ની લોકપ્રિયતા એટલી છે કે નવા ગઝલકારોને એ પ્રકારનો રદીફ લઈ લખવાનીની પ્રેરણા આપે. પ્રયત્ન સારો છે. શબ્દો ગોઠવ્યા હોય એવું લાગે છે એટલે ધારી અસર ઊભી થતી નથી.

 4. ' સંતોષ ' એકાંડે says:

  આજીવનનાં સ્નેહસંબંધો આંખોમાં પાણી લાવે
  નવા બાંધવા બેસું તો વરસોનાં વરસો વીતે

  સરસ
  વંદે માતરમ્

 5. nayan panchal says:

  ખૂબ સુંદર રચના.

  નયન

  જીવતર ઘેલું એવું કે રડવાની રસમો ભૂલ્યો,
  અવસર ગણવા બેસું તો વરસોના વરસો વીતે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.