ગઝલ – ‘નાઝ’ માંગરોલી

મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સમંદર લાગે છે;
નૌકાને ડુબાવી દેવાનો આ સુંદર અવસર લાગે છે.

શંકાનું નિવારણ થઈ જાયે જો ચાંદ પધારે ધરતી પર,
બાકી તો હંમેશાં છેટેથી રળિયામણા ડુંગર લાગે છે.

દિવસે આ પ્રભાકર ચમકે છે ને રાતે શશી ને તારાઓ,
પણ વિરહી હૃદયને દુનિયામાં અંધકાર નિરંતર લાગે છે.

આશાઓ કુંવારી રહી જાશે, ઓ મોત ! જરા તું થોભી જા,
નયનોમાં ખુમારી બાકી છે, દુનિયા હજી સુંદર લાગે છે.

ખરતો હું નિહાળું છું જ્યારે આકાશથી કોઈ તારાને,
ભૂતકાળનાં સ્વપ્નો જાગે છે એક ચોટ જિગર પર લાગે છે.

દુ:ખદર્દ જીવનનાં ભૂલી જવા હું ‘નાઝ’ મદિરા પીતો નથી,
છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હૃદય પર લાગે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમ તણી પાટી – મોરાર સાહેબ
ત્રણ લઘુકથાઓ – ડૉ. ચારૂતા એચ. ગણાત્રા Next »   

13 પ્રતિભાવો : ગઝલ – ‘નાઝ’ માંગરોલી

 1. બહુ સરસ શબ્દો ઉચા અને વિશેષ્ટ છે.

 2. ખુબ સુંદર ગઝલ ….

  મક્તો ખાસ ગમ્યો…

 3. kantibhai kallaiwalla says:

  I loved and enjoyed this Ghazal. It is one of the best Ghazals which I have read so far.My salute to Ghazalkar and my Pranam to Mrugesh bhai for this best ghazal.

 4. દુ:ખદર્દ જીવનનાં ભૂલી જવા હું ‘નાઝ’ મદિરા પીતો નથી,
  છલકાવું છું પ્યાલા નયનોના જો ભાર હૃદય પર લાગે છે

  વાહ !

 5. nayan panchal says:

  ખૂબ સુંદર રચના.

  આશાઓ કુંવારી રહી જાશે, ઓ મોત ! જરા તું થોભી જા,
  નયનોમાં ખુમારી બાકી છે, દુનિયા હજી સુંદર લાગે છે.

  નયન

 6. Malay Bhatt says:

  કદી ઉંચેરા મોજાં ઉછાળી ને, પછાડી ને,
  મઝધારે અણધાર્યું તોફાન જગાડી ને,
  સાગર થઈ ગયો શાંત કોઇ સંત ની પેઠે,
  જાણે નથી કર્યું કોઈ પાપ નૌકા ડુબાડી ને.

 7. Kunjal says:

  આ ખરેબર બહુ જ સરસ ગઝલ

 8. binita patel says:

  nice gazal…………..pl. send tomy emial id. thank you

 9. Miheer shah says:

  વાહ નાઝ ખુબ સુન્દર ગઝલ છે…..

 10. Ketan Halpati says:

  સારી ગઝલ…….શન્કાનુ નિવારણ થઇ જાય જો ચાન્દ ધરતી પર પધારે………..જગતની વાસ્તવિકતા પરથી પદો હટાવે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.