પ્રેમ તણી પાટી – મોરાર સાહેબ

પડી આવી ભરી આંટી રે,
ભણ્યો નહીં પ્રેમ તણી પાટી,

અવિદ્યા તારા અંતરમાં પેઠી,
તેની ગાંઠ પડે ગાઢી.

ચેતન પુરુષ તો ચાલી જાશે,
તારી પડી રહેશે માટી રે,

મહાસુખ ભોગવીને માયા મેળવી,
તેને ઊંડી રાખી દાટી.

ખાધું નહીં, ખવરાવ્યું નહીં,
પછી જાતાં કૂટે છાતી,

અંતકાળ વેળા આવી અચાનક,
મોઢું રહ્યું છે ફાટી.

જમના દૂતનો જોખમ ઘણો તુજને
વચ્ચે લીધો વાટી,

મીઠપ દેખી માયા તણી,
પછી તેને રહ્યો ચાટી,

દાસ મોરાર કહે દુગ્ધા નવ ટળી,
તેનું શું ખાટી રે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક હતો ઢીંગો, એક હતી ઢીંગી – પ્રવીણ કે. મહેતા ‘બાલપ્રેમી’
ગઝલ – ‘નાઝ’ માંગરોલી Next »   

7 પ્રતિભાવો : પ્રેમ તણી પાટી – મોરાર સાહેબ

 1. Hitesh Mehta says:

  શંકાનું નિવારણ થઈ જાયે જો ચાંદ પધારે ધરતી પર,
  બાકી તો હંમેશાં છેટેથી રળિયામણા ડુંગર લાગે છે.

  khub j saras…

 2. બહુ સુંદર તત્વજ્ઞાનની વાત કરી.

  અવિદ્યા, અસ્મિતા, રાગ , દ્વેષ અને અભિનિવેશ આ પાંચ ક્લેશ ટળે નહીં ત્યાં સુધી માયાનો આ ખેલ ચાલતો રહે છે. કોઈ કોઈ વિરલા આ ક્લેશને પાર કરવા માટે મહેનત કરે છે, બાકી તો ખાધું – પીધુને રાજ કર્યુ.

 3. nayan panchal says:

  આ સમજાય જાય તો બેડો પાર.

  આભાર,
  નયન

 4. hemangi.dave says:

  hi,

  Frst of all Jai Shri Krishna. Its d gud one to hear a gujju poem on net.but i would ask for a seperate department , for new poets also, where we can keep our own wrotten poems.Rather a best try to make new generations aware frm gujju sahitya and its depth.

  Thank You
  JSK

 5. ashish jain says:

  i m totally agreed with hemangini’s opinion…
  thnx

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.