ધી બ્લેક-બોર્ડ – ગૌરાંગી પટેલ

[ રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2009માં પ્રાપ્ત થયેલી આ કૃતિનો વિષય ગુજરાતી સાહિત્યમાં કંઈક અનોખા પ્રકારનો છે. કૃતિના સર્જક શ્રીમતી ગૌરાંગીબેન (વડોદરા) અભ્યાસે એમ.ફીલ થયેલાં છે અને હાલમાં પોતાનું ‘પ્લે સેન્ટર’ તેમજ ‘કે.જી. સ્કૂલ’નું ટ્રસ્ટી તરીકે સંચાલન સંભાળી રહ્યા છે. કાવ્યલેખન તેમની મુખ્ય મનગમતી પ્રવૃત્તિ છે અને તેઓ ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજીમાં સર્જન કરતા રહે છે. તેમ છતાં, ટૂંકીવાર્તા ક્ષેત્રે આ તેમની પ્રથમ કૃતિ છે તેમજ તેમના સ્વાનુભવની સત્યઘટના પણ છે. આપ તેમનો આ નંબર પર +91 265 2784589 અથવા આ સરનામે gaurangi_patel2000@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

ગરમી હોય કે ગરમીનો બાપ હોય, પણ પચ્ચાસ વર્ષની ઉંમરે પહોંચેલા મૃગાક્ષીબેનને બપોરની ચા તો જોઈએ જ જોઈએ. ભલે એ અરધો કપ હોય…. પણ એ ચા પેટમાં પડવી જ જોઈએ. ચારેક વાગ્યાનો સુમાર હતો. એમણે પોતાના સ્વાદ પ્રમાણેની ચા બનાવી, કપમાં ગાળી, કપ રકાબીમાં મુક્યો અને બહાર ઓશરીના હીંચકામાં આવીને બેઠા. પગની ઠેસથી હીંચકો ભલે ધીમે ધીમે ચાલતો હતો પણ એમના મનમાં જુદા જુદા વિચારો અને નાની મોટી ચિંતાઓ બહુ જોર જોરથી ફુંકાતી હતી. સૌથી વધારે એમને ચિંતા થતી હતી એમના બોંતેર વર્ષના પિતાની.

આ બાપ દીકરી વચ્ચે સ્નેહની ગાંઠ બહુ મજબુત હતી. અલબત્ત, જગતની બધી દીકરીઓ, કોઈ અપવાદ બાદ કરતા, બાપને બહુ જ ચાહતી હોય છે. તેમ છતાં આ બાપ-દીકરી વચ્ચેનો સ્નેહ તો કંઈક અનેરો હતો. એ એક બીજાનાં પરમ મિત્ર હતાં. સામસામે બેસીને કેરમ રમવું, પાના રમવા, ચેસ રમવી, ક્યારેક સાથે ઘરકામ કરવું, રાજકારણની ચર્ચાઓ કરવી, સમાજના રીતરિવાજોની ઉગ્રતાથી છણાવટ કરવી – આ બધું સમોવડીયા મિત્રની જેમ એ કરતાં.

ત્રણ સંતાનોમાં મૃગાક્ષીબેન સૌથી મોટાં હતાં એટલે પહેલા સંતાનને મળતો વધારે પડતો પ્રેમ અને લાડ પિતા તરફથી મળ્યો હતો. પોતાના બે નાના ભાડરડાં સાથે મધ્યમ વર્ગના નાના બંગલામાં એ ઉછરેલાં. પહેલા-બીજા ધોરણમાં ભણતાં ત્યારે પોતાના શિક્ષકોની નકલ કરી પોતાના ભાંડરડાંને ભણાવવાની રમત રમવામાં એમને ભારે આનંદ આવતો. બંગલાની ઓશરીમાં ભાંડરડાંને બેસાડતાં. પડોશનાય એક બે છોકરાં પણ રમવા આવતાં. બધાંને સામે બેસાડી, હાથમાં ફુટપટ્ટી લઈ, પોતાના માનીતા શિક્ષક કે શિક્ષિકાની અદાથી, આ છોકરીને ભણાવવાની રમત એ રમતાં. એમનાં પિતાજી છાની રીતે પોતાની દીકરીનો આ ખેલ જોઈને મલકાતાં. પછી એમણે જ એક દિવસ આ ઓસરીની દીવાલનો થોડો ભાગ કાળો રંગી એક ‘બ્લેક બોર્ડ’ બનાવી આપેલું. આ બ્લેકબોર્ડ જોઈને દીકરી મૃગાક્ષીનો હરખ માયો ન્હોતો. ત્યારથી આ ઓસરીને ઘરઘરની રમતને બદલે ‘શાળા-શાળા’ની રમતનું સ્વરૂપ મળી ગયું હતું.

ધીમે ધીમે મૃગાક્ષીબેન અને છોકરાં મોટા થઈને કૉલેજમાં ભણતાં થયાં. તો પણ પિતાજીએ એ બ્લેકબોર્ડ એમની નાનકડી મૃગાક્ષીના બાળપણની યાદગીરીમાં એમ ને એમ જ રહેવા દીધું હતું. પછી તો એ બ્લેક બોર્ડ બાપ-દીકરી વચ્ચે વાતચીત કરવાનું સાધન બની ગયું હતું. કોઈ સારી કવિતાની પંક્તિ કે કોઈ સારું પ્રેરણાત્મક સુવાક્ય મૃગાક્ષીબેન એના ઉપર ખાનગીમાં લખતાં. બાપુજી ઘરે આવે ત્યારે એ વાંચતા અને નીચે બીજું કંઈક લખી નાખતાં. આમ એ બ્લેક બોર્ડ બાપ દીકરી વચ્ચે આનંદ, ગમ્મત અને એક બીજાને સંદેશા પહોંચાડવાનું રમુજી માધ્યમ બની ગયું હતું.

આજે ચા પીતાં પીતાં મૃગાક્ષીબેન પોતાના બાળપણના એ બધા દીવસો વાગોળતાં હતાં અને સાથે સાથે એ બ્લેક બોર્ડને પણ યાદ કરતાં હતાં… 28 વર્ષ પહેલાં એમનું લગ્ન શહેરના એક બાહોશ વકીલ સાથે થયેલું. ઘરની પ્રતિષ્ઠા અને પૈસા બંને રીતે ખુબ સુખ હતું. એમની સાસરીના ઘરેથી વચમાં બે સોસાયટીઓ છોડો એટલે એમનું પિયર – પપ્પાનો નાનો બંગલો – જ્યાં બાળપણ વીત્યું હતું એ બાબુલનું ઘર આવી જાય છે. પેલું બ્લેક બોર્ડ હજુ પણ ત્યાં છે. ઘસાઈને થોડું ઝાંખું થઈ ગયું છે. લગ્ન પછી વિદાય લઈને એ ઘર છોડવાની આગલી રાતે મૃગાક્ષીબેન ઊંઘી શક્યાં નહોતાં. આખી રાત ભારે અજંપામાં ગઈ હતી. આખી રાત છટપટાતા રહ્યાં. આ ઘરમાંથી બાપુજીની વિદાય લઈને સાસરીના નવા બંગલામાં જતાં પગ ઉપડતો નહોતો. એમને ખબર હતી કે એમના વિના બાપુજી બહુ જ એકલતા અનુભવશે. એ બાપુજીને એવું આશ્વાસન, એવી ધરપત આપવા માંગતાં હતાં કે પોતે આ ઘર છોડીને જાય પછી બાપુજીએ ‘હું એકલો પડી ગયો છું….’ એવી નિરાશા સહેજે અનુભવવાની નહીં. હું ક્યાંય જતી નથી રહી બલ્કે સદા એમની પાસે જ છું અને હોઈશ, માત્ર પાંચ-છ ઘર દૂર જઈ રહી છું…એમ તે કહેવા માંગતાં હતાં. મૃગાક્ષીબેને ભારે હૈયે ચોકનો ટુકડો લીધો અને આંસુ નીતરતી આંખે બ્લેક બોર્ડ પર લખ્યું : ‘પપ્પા, મારી જુદાઈનું રખે તમે દુ:ખ લગાડતાં… જુઓને, હું તો તમારી નજીકમાં જ છું. બસ.. તમે એકલું ના લગાડતાં. હું અહીં આટલામાં જ છું એમ માનજો…’

સવારે એમને તેડવા સાસરીમાંથી ગાડી આવી ગઈ હતી. બાબુલનું એ ઘર છોડવાની વસમી ઘડી આવી ગઈ હતી. મમ્મી અને પપ્પાની આંખો આંસુથી છલકાતી હતી. મૃગાક્ષીબેન પણ આંસુ ખાળી શકતાં નહોતા. ગાડીમાં બેસતાં બેસતાં ગળગળા અવાજે, કંપતા હોઠે, એમણે પપ્પાને કહ્યું : ‘પપ્પા, તમારી એક ટપાલ બ્લેક બોર્ડ ઉપર લખાઈ ગઈ છે. મારા ગયા પછી વાંચી લેજો….. હોં ને !’ ધ્રુસકું ખાળતાં, મૃગાક્ષીબેન ગાડીમાં ગોઠવાયાં હતાં અને સાસરીના આ નવા ઘરમાં આવ્યા હતાં.

પિતા સાથેના ભુતકાળના આ બધા દીવસો યાદ કરવામાં મૃગાક્ષીબેન ડુબી ગયાં હતાં. એટલામાં સ્કુટર ઉપર એમની નાની બહેન અંજલી આવી. એણે સ્કુટર પાર્ક કર્યું. ગરમીથી બચવા દુપટ્ટાથી મોં ઉપર વીંટેલો બુરખો અને હાથનાં લાંબાં મોજાં ઉતાર્યા. અને પગથિયાં ચઢી ઓશરીમાં આવી. દીવાલ પાસે પડેલી પ્લાસ્ટિકની ખુરશી ખેંચી એ મૃગાક્ષીબેન સામે ગોઠવાઈ.
‘મૃગાક્ષી, આ બધું તેં શું માંડ્યું છે ? મને અથવા આપણા નાના ભાઈને કે કોઈ સગાસંબંધીને પૂછવું તો હતું ? આ પગલું ભરતાં પહેલાં બધાં સાથે વિચારણા તો કરવી હતી….’ અંજલી અકળાયેલી હતી.
‘અંજલી, તું શેની વાત કરું છું ?’
‘ખોટી અજાણી ના થઈશ. છેવટે બાપુજીને તો તે પૂછ્યું છે કે નહીં ? કે પછી એમની જાણ બહાર જ બધો ખેલ શરૂ કરી દીધો છે ?’
‘ઓહ ! પેલા મેરેજ બ્યુરોમાં બાપુજીનું નામ લખાવ્યું છે એની વાત કરે છે ?’ મૃગાક્ષીબેને પૂછ્યું.
‘તો બીજા શેની હોય ? બાપુજીની ઉંમર તને ખબર છે કે નહીં ? હવે આ ઉંમરે લગ્ન બ્યુરોમાં એમનું નામ લખાવવું શોભે ?’ અંજલીનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો.
‘અંજલી, સાંભળ…. પોતાના બાપને માટે દીકરી યોગ્ય જીવનસાથી શોધે એમાં કાંઈ જ અજુગતું નથી. જુનવાણી લોકોના વિચારોમાં પરિવર્તન લાવવાની જરૂર છે અને એનો સમય પાકી ગયો છે. એટલે મેં જે કર્યું છે તે વિચારીને જ કર્યું છે.’
‘ના… તેં વધારે પડતું ડહાપણ કર્યું છે. આપણા ફેમિલિને સમાજમાં હાસ્યાસ્પદ બનાવવાનું આ પગલું તેં ભર્યું છે. પડોશમાં, ઑફિસમાં કે સમાજમાં કોઈ પૂછે તો કેવું લાગે ? સહેજ વિચાર તો કરવો’તો !’ અંજલી થોડા ગુસ્સામાં આવી ગઈ હતી.
‘અંજલી, તારો અવાજ કાબુમાં રાખ. અકળાવવાની કોઈ જરૂર નથી. તમે કોઈ મારી સાથે સંમત નહીં થાવ એની મને ખબર હતી. માટે જ મેં મારી રીતે આ નિર્ણય લઈ લીધો છે. અને એમાં મેં કશું ખોટું નથી કર્યું.’
‘તને આપણા સમાજની, આપણાં સગાંની કે નાતીલાઓની સહેજે પડી જ નથી, એમ ને ? અમારી પણ નહીં ?’
‘એવું નથી. તમે બધાં ડરપોક છો. સમાજની બીકમાં જીવો છો. મેં બાપુજી માટે જે પગલું લીધું છે એમાં હું સમાજથી કે કોઈથી ડરતી નથી. મારો નિર્ણય બધી રીતે યોગ્ય છે, સમજી ?’ મૃગાક્ષીબેને મક્કમતાથી જવાબ આપ્યો.

અંજલી ચુપચાપ સાંભળી રહી. બન્ને વચ્ચે મૌન છવાઈ ગયું.
‘અંજલી, અહીં આવ. હીંચકા ઉપર મારી પાસે બેસ.’ અંજલી ઊઠી અને ચુપચાપ હીંચકા પર બેઠી. મોટીબેન તરીકે મૃગાક્ષીબેને વ્હાલથી એના માથે હાથ ફેરવ્યો : ‘સાંભળ અંજલી, બાને ગુજરી ગયાને પાંચેક વર્ષ થવા આવ્યાં છે. બાપુજીની ઉંમર ભલે બોંતેર વર્ષની હોય પણ એ ખૂબ જ તંદુરસ્ત અને સશક્ત છે એ તને ખબર છે ને ? કેવું નિયમિત જીવન જીવવાવાળા છે ! સ્વભાવે પણ હજુ એવા જ કામઢા, સતત વ્યસ્ત રહેવાવાળા, આનંદી અને રમુજી છે. પણ બાના ગયા પછી એમની ગતિ ધીમી પડી ગઈ છે. એમના એ હાસ્યમાં મને નરી એકલતા સંભળાય છે. એમની એ નિયમિતતા પણ બાની સાથે ચાલી ગઈ છે. પોતાનું ધ્યાન રાખી શકતા નથી. આપણને ત્રણે છોકરાને એ ઘરમાં એમણે ઉછેર્યા. આપણે મોટાં થઈને એ ઘરની બહાર નીકળી ગયાં છીએ. એ ઘરમાંથી હવે બા પણ ચાલી ગઈ છે. એટલે એ ઘર એમને ખંડેર જેવું ભયાનક લાગતું હશે…. મને ખબર છે. બધો જ કલરવ એ ઘરમાંથી ચાલ્યો ગયો છે. કોઈ વાતનું ગુંજન હવે ત્યાં નથી. નર્યો સુમસામ ખાલીપો છે. અંજલી, સંસારનો આ ક્રમ છે એ પણ હું સમજું છું. અહીં આ ધરતી ઉપર કશું જ કાયમનું નથી. આપણે પણ ઘરડાં થવાનાં. આપણાં છોકરાં પણ પોત પોતાના સંસારમાં ખોવાઈ જવાનાં અને આ જ રીતે આપણે પણ એકલાં પડવાનાં. આ બધું હું જાણું છું. અમેરિકા જેવા દેશોમાં એટલે જ તો વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન ભણાવવામાં આવે છે. સાઈઠ, સિત્તેર, એંસી કે નેવું વર્ષ….. ગમે તે ઉંમરે પણ માણસને હૂંફ અને સથવારાની જરૂર હોય છે. એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એમને એકલતા કોરી ખાતી હોય છે. એકલતાથી ડિપ્રેશનમાં સરી પડતા હોય છે. નિરાશા અને નિરાધારપણું અનુભવવા લાગે છે. એમાંથી માનસિક અને શારીરિક રોગોના ભોગ બની જતા હોય છે. વહેલા મરણને શરણ થઈ જાય છે. આ બધું અત્યારની વૈજ્ઞાનિક શોધો કહે છે….હું નથી કહેતી.

હવે તું જ કહે, સમાજની બીકે બાપુજીના આનંદ અને સુખને સળગાવી દઈ તારે એમને ડિપ્રેશનમાં ડૂબતા જોવા છે ? કે સદા પ્રફુલ્લિત જોવા છે ? સમાજ આ બધું ના સમજે એમાં બાપુજીનો વાંક ? મારો વાંક ? કોનો વાંક ? અન્ય દેશોમાં જીવનસાથી ગુજરી ગયેલા વૃદ્ધો હૂંફ અને પ્રેમથી જીવવાનું ચાલુ રાખવા માટે બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડનો સહારો પોતાની મેળે શોધી લેતા હોય છે. એવી ‘મિત્રતા’ પોતે જ શોધી લે છે. એ સમાજમાં આ રીતની મિત્રતા સહજ હોય છે. એ બધું સ્વાભાવીક રીતે જ સ્વીકારાય છે. વૃદ્ધોના ભલા માટે થઈને પણ આપણે હવે શંકરાચાર્યના ‘મોહમુદગર’ સ્તોત્રમાં લખેલી ઘડપણની વ્યાખ્યા બાજુમાં મુકીને આ નવી રીત-રસમ અપનાવવી પડશે. ‘આપણી સંસ્કૃતિ’ના નામે વૃદ્ધોને એમના પાછલા દિવસોમાં એકલતામાં ટળવળવા ના દેવાય. માટે જ બાપુજીને હૂંફ આપી શકે, પરસ્પર એકબીજાની હૂંફ અને આનંદ માણી શકે એવું પાત્ર એમને માટે વહેલી તકે શોધવું પડશે. હું એ કામમાં લાગી ગઈ છું. તમને બધાંને કે આપણાં નાતીલાંને એ ગમે કે ના ગમે એની મને ચિંતા નથી. પપ્પાના જીવનની મને વધારે પડી છે, નાતીલાં કે સગાંની નહીં.

અંજલી, તું તો તારાં ચાર છોકરાં અને તારા પતિના બિઝનેસ સાથે તારા સંસારમાં ગળાડુબ છું. આપણો ભાઈ રહે છે મુંબઈમાં. વર્ષે બે વર્ષે એકાદ આંટો મારવા આવે છે. હું અહીં એમની બાજુમાં જ રહું છું અને દિવસમાં એકાદ આંટો મારી આવું છું. તેથી મને એમની હાલત નજરે દેખાય છે. એમની એકલતા હું અનુભવું છું, એમનું એ જિંદગીભરનું ઘર છોડીને એ મારે ત્યાં કાયમ માટે રહેવા કદી આવે નહીં. મેં આડકતરી રીતે પુછી પણ જોયું હતું. હું પણ મારાં છોકરાં, મારું ઘર, મારો સંસાર અને મારી જવાબદારીઓ છોડીને એ ઘરમાં એમની સાથે ચોવીસે કલાક રહેવા જઈ શકું તેમ નથી. તને ખબર છે ને કે મારા પતિની તબિયત પણ હમણાંની વધારે નરમ થતી જાય છે. મારા માથા ઉપર એ પણ મોટી ચિંતા છે. આ બધાનો વિચાર કરીને અંતે મેં મેરેજ-બ્યુરોમાં એમનું નામ લખાવ્યું છે. એમાં મેં શું ખોટું કરી નાખ્યું છે ? બોલ !’
‘પણ આપણાં સગાં…..’
‘એ વાત જ ના કરીશ. લોકોની ચિંતા છોડ. આપણું જોઈને ઉલ્ટાના લોકો પણ શીખશે. હિંમત કરશે. સમાજમાં સુધારો આમ જ થાય. કોઈકે તો પહેલ કરવી જ પડે. અને જે સગાં કે લોકો ટીકા કરશે એ એમને ઘેર રહ્યાં ! ટીકા કરવાવાળા, ટૂંકી સમજણવાળા, પરદુ:ખ નહીં સમજી શકવાવાળા, સ્વાર્થી, અદેખા અને ઈર્ષ્યાળુ હોય છે. માટે લોકોની વાત છોડ.’
‘પણ બાપુજીના જીવનમાં આ રીતે બીજી સ્ત્રી લાવીને આપણી બાને તું અન્યાય નથી કરી રહી ?’
‘ના, બીજી સ્ત્રી આવવાથી બાપુજી બાને ભુલી જશે એવો છીછરો પ્રેમ એ બંને વચ્ચે નહોતો. માટે એવું ના માની લઈશ. જે બા હવે આ ધરતી ઉપર નથી એની પાછળ ઝુરતા બેસી રહેવાનો કોઈ અર્થ નથી. માણસે જિંદગી આગળ ધપાવવાની હોય છે. અંગ્રેજીમાં કહે છે… A person should move on…’

મૃગાક્ષીબેનની વાત અંજલીને ગળે ઉતરતી હતી. ચુપચાપ બધું સાંભળ્યા કરતી હતી. થોડીવાર વિચાર કરી અંજલીએ પૂછ્યું :
‘કોઈ સ્ત્રીઓ આ રીતનું લગ્ન કરવા તૈયાર થાય છે ? એ લગ્ન બ્યુરોમાંથી કોઈ સ્ત્રીઓના જવાબ આવ્યા છે ? કોઈ રિસ્પોન્સ મળ્યા છે ?’
‘હા… જુદી જુદી ઉંમરની ચાર-છ સ્ત્રીઓ તૈયાર છે. એ સ્ત્રીઓ પણ આમ જ એકાંતવાસથી ગુંગળાયેલી છે. સારા ઘરની છે. પણ ઘરનાં કોઈ પાસેથી હુંફ કે લાગણી મળતી નથી. દીકરા-વહુ કે બીજા સગાંના મેણાટોણાંથી દાઝેલી છે. બે મીઠા શબ્દો અને આનંદની ભૂખી છે. પપ્પાના આનંદી સ્વભાવથી આ સ્ત્રીઓનું જીવન પલ્ટાઈ જાય એની મને ખાત્રી છે. પપ્પા સાથે એક પછી એક એમની મુલાકાતો ગોઠવવાના પ્રયત્નમાં છું… પણ…’
‘પણ શું ?’
‘એ મુલાકાતો પહેલાં ફરી લગ્ન કરવાની આ વાત બાપુજી આગળ કેવી રીતે મુકવી એની ભારે મૂંઝવણ મને થઈ રહી છે. એમને રૂબરૂ વાત કરવાની મારે હિંમત કરવી કે પેલા આપણા જુના બ્લેક-બોર્ડ ઉપર આ સંદેશો લખવો ? બાપુજી એ વાંચશે ? વિચારશે ? આ બધી ગડમથલમાં છું….’

હવે બંને બહેનો પપ્પાને આ વાત કેવી રીતે કરવી એનો માર્ગ શોધવાની વિમાસણમાં પડી ગઈ. બંને ઊંડા મૌનમાં ઉતરી ગઈ….
‘આપણે એવું કરીએ…..’ થોડી વારે અંજલી એકદમ ઊત્સાહથી બોલી ઊઠી.
‘શું ?’ મૃગાક્ષીબેને પુછ્યું.
એટલામાં બાપુજી એમના સ્કૂટર ઉપર ત્યાં આવી પહોંચ્યા. સ્કૂટર બંધ કરીને એ ઉતર્યા. બહેનોની વાત અટકી પડી.
‘શું કરવા માગો છો તમે બંને જણીઓ ભેગી થઈને ?’ શાકભાજી ભરેલી થેલી સ્કૂટર ઉપરથી ઉતારતાં બાપુજીએ પૂછ્યું અને પગથિયાં આવ્યા. હરખઘેલી બનેલી અંજલીને બોલી ઉઠવાનું મન થયેલું કે તમારું લગ્ન… બાપુજી… તમારું લગ્ન… પણ મૃગાક્ષીબેને એને ચુપ રાખી. એ યોગ્ય સમય નહોતો. યોગ્ય તક નહોતી. ચોક્કસ મોકો નહોતો. સચોટ ઘડી નહોતી. કદાચ બધું હસવામાં કાઢી નાખે તો ?… કોને ખબર ?

પણ મૃગાક્ષીબેનને મન આ હસવાની કે ગુસ્સે થવાની વાત નહોતી. એ તો એમના મનથી આ અંગે બહુ ગંભીર હતાં. પપ્પા માટે એક સમઉમ્ર, સમદુ:ખી અને મિલનસાર સ્વભાવની સંગીની શોધવા માટે એ મક્કમ હતાં. ફક્ત એક જ મૂંઝવણ હતી કે પપ્પાને પોતાના અંતરના ઊંડાણની આ ઈચ્છા અસરકારક રીતે વ્યક્ત કરવા માટે એમની પાસે અત્યારે યોગ્ય બ્લેક બોર્ડ કે ચૉક નહોતાં !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પહેલાં દર્દ, પછી દવા – સુધા મૂર્તિ
નિમ્મેસભૈ ને ગનપટ હુરટી – નિર્મિશ ઠાકર Next »   

47 પ્રતિભાવો : ધી બ્લેક-બોર્ડ – ગૌરાંગી પટેલ

 1. HM says:

  really good story..
  dikri j pappa nu dard samjhi shake..i dint mean to say that dikrao nathi samjahta but dikri jetla ma baap ne sachvi shake tetlo bhog dikrao kyarey na aapi shake..apvad badhe hoi che..
  and i am also dikro of my parents but when i compare my self with my younger sister i bow to her..

 2. Megha Kinkhabwala says:

  મૃગાક્ષીબેનનુ પગલુ આવકારદાયક છે. પાછલી ઉંમરે પણ માણસને હૂંફ અને સથવારાની જરૂર હોય છે. સમાજ મા આવા હકારાત્મક પરિવર્તન માટે કોઇકે તો પહેલ કરવી જ પડે ને. જોકે ઢળતી ઉંમરે લગ્ન ના કિસ્સાઓ હવે સમાજ મા બને છે અને લોકો એને સ્વીકારતા પણ થયા છે.

  Nice story written by Gaurangiben.

 3. kumar says:

  Topic of the story is common, but the way of writing is new, nice style.

 4. Balkrishna Shah,Vile Parle says:

  આના જેવી વાર્તાઓ અને પ્રસંગો અવાર નવાર વાંચવામાં અને સાંભરવામાં આવે છે એટલે આ વાર્તામાં ખાસ વિશિષ્ઠતા છે
  એમ ન કહેવાય પરંતુ સાહિત્યમાં લેખકની શૈલીનું પણ મહત્વ છે. વિશેષમાં વિચારોને તરોતાજા રાખવા માટે અને સ્થિરતા
  બક્શવા માટે અવાર નવાર આવા વાંચનની જરુર છે જ. વળી બધુ સાહિત્ય બધાં સુધી પહોચતું નથી એટલે સમાન વિચારોનો
  ફેલાવો પણ થાય છે.

 5. જય પટેલ says:

  …ગમે તે ઉંમરે પણ માણસને હૂંફ અને સથવારાની જરૂર હોય છે.

  સાવ સાચી વાત.
  વાર્તામાં નાવિન્યતા છે. અને સમાજની એક અછૂત સમસ્યાનો પડઘો પાડે છે.
  વૃધ્ધોની એકલતા ભયાવહ હોય છે. લગ્નના માધ્યમથી આ સમસ્યા કંઈક અંશે હળવી કરી શકાય.

  કંઈક નવા સ્વરૂપની અને સામાજિક ચેતના જગાવનારી વાર્તા.
  આભાર.

 6. amol says:

  સરસ વાર્તા…
  અભિનદન્……..

 7. nayan panchal says:

  માણસને હૂંફની જરૂર પાછલી જિદંગીમાં વધુ પડે છે. સંતાનો બધા પોતાની લાઈફમાં વ્યસ્ત હોય, જીવનસાથી હોય તો સારી વાત છે, મિત્રો પણ ધીમે ધીમે ઓછા થતા જાય…

  મૃગાક્ષીબેનનુ પગલુ આવકારવા લાયક તો ખરૂ જ. વૃધ્ધો કે વિધવાઓના પુનર્લગ્નને સ્વસ્થ સમાજ માટે પ્રોત્સાહન આપવુ જ જોઈએ.

  ગૌરાંગીબેનને આટલી સરસ વાર્તા લખવા બદલ અભિનંદન. આ વાર્તાનો બીજો ભાગ લખવા પણ વિનંતી. વાર્તા હજૂ અધુરી છે.

  નયન

 8. Amrut Swami says:

  વાર્તા સારિ છે, પરન્તુ આ ઉમ્બરે ભગવાનના ભજન કરવાનુ હોય. સન્સારના બન્ધનોમાથિ મુક્ત થવાય તેવા પ્રયત્નો કરવા જોઇએ નહિ કે બન્ધન થાય તેવા. જેને ભગવાનના ભજનમા રસ પડે તેને એકલપણુ લાગતુ જ નથિ.

  • nayan panchal says:

   લગ્ન કરવાથી બંધનમા નથી પડાતુ. બંધન એ તો માણસની માનસિક અવસ્થા છે. મોરારીબાપુ સંસારી જ છે. નરસિંહ મેહતા કંઈ પત્નીના મૃત્યુ પછી જ મુક્ત થયા હતા એવુ નથી.

   કદાચ, જીવનસાથીની સાથે રહીને વધુ સારી રીતે વૈરાગ્ય પ્રાપ્ત કરી શકાય છે. (pun not intended)

   નયન

  • જય પટેલ says:

   શ્રી સ્વામીજી

   સંસારને ફક્ત આપણી જ સિમીત દ્રષ્ટિથી જોવો એ બંધિયારપણાની નિશાની છે..!!
   આપે વૃધ્ધાશ્રમમાં વૃધ્ધોની દયનીય સ્થિતી નિહાળી છે ?

   સાંપ્રત સમાજની સમસ્યાને વાચા આપતી આ વાર્તા કંઈક અંશે એકલવાયું જીવન જીવતા
   વૃધ્ધજનોની સ્થિતી હળવી કરવાનો એક સરાહનીય પ્રયાસ છે.

  • કલ્પેશ says:

   તો એવા યુવાનોને શુ કહેશો જે નાની ઉંમરમા પ્રભુભક્તિ અને સેવા તરફ દોરાયેલ છે?
   “આ ઉંમરે લગન કરવાના હોય અને સંસાર વધારવાનો હોય, પૈસા કમાવાના હોય”?

  • Chirag Patel says:

   I strongly disagree with you. One should not devot them self when they are old. Manas aakhi jindgi guna kare ane marti vahkhte Bhajvan ne yaad akre – Vaa – ane Bhagvan ane maaf kare!!!! – Are jo Bhagvan aavu kare to hu su aakhi duniyaa gunaa kariya kare – Dharti umar re bhajno karva thi kai Swarg maa na javya – e to Karmo na hisabe javay – ane karmo to aakhi life long karvan na che… Bhakti aakhi jindgi karvani – bachpan thi – javani sudhi ane javani this budhapa sudhi – to kai fal male? – I think you need to come and take a Fresh Breath of 21st century – Would you rather have them go to “Sr. Citizen Homes”?

   Have you rade Shreemad Bhagvat Geeta? In Geeta Shree Krishna says “IF traditions are old and not doing any good to the soiciety, they need to be changed. They need to be mondified to benfit the socieity.” Clearly you are still leaving in back in some century.

   Why its wrong for elderly and single people to get married to find life partner? Why not? Its better that way – they will have healty remaing days – they will have fun… they will have greater END!

  • aarohi says:

   જરુરી નથી કે બધાને ભજન કરવાનુ ગમે ૨૪ કલાક માથી એકાદ કલાક ગમે. નવુ નવુ હોય તો ભજન કરવુ ગમે પણ પછી એમા પણ ક્રુત્રિમતા આવી જાય છે. દેખાડો કરવા માટે ભજન કરવા માન્ડે છે. આજે જમાનો બદલાયો છે. હા, એ વાત સાચી કે પોતાની પત્નિ ને ભૂલવાનુ કદાચ અઘરુ પડે પણ એક મિત્ર તરિકે તો સ્વિકારી શકે ને? કે જેની સાથે બે ઘડી વાત કરી શકે. પોતાના અનુભવો share કરી શકે? હુ તો મ્રુગાક્શીબેન સાથે સહમત છુ. જો હુ હોઉ તો હુ પણ્ આજ કરુ. હુ કોઇની પરવા ના કરુ. સમાજ માથી કોઇ દુખ દુર કરવા નથી આવવાનુ. પોતાની જિન્દગિ તો પોતે જ જીવવાની છે.

 9. જીતેન્દ્ર તન્ના says:

  સરસ વાર્તા.

 10. nim says:

  હું મૃગાક્ષીબેન ના વિચાર સાથે સહમત નથી.
  પાછલી ઉમર માં વડિલો એ આધ્યાત્મિક માં રસ લેવા જોઈઍ નહી કે લગ્ન કરવા.
  ભારતીય પરંપરા જેવુ હજી આપણા સમાજ માં અસ્તિત્વ છે.
  લાગે છે કે લેખિકા સન્યાશાશ્રમ ને સ્કીપ કરવા માંગે છે જે અશક્ય છે.

  ધન્યવાદ,
  નિમ

  • Chirag Patel says:

   Nim,

   I strongly disagree with you. One should not devot them self when they are old. Manas aakhi jindgi guna kare ane marti vahkhte Bhajvan ne yaad akre – Vaa – ane Bhagvan ane maaf kare!!!! – Are jo Bhagvan aavu kare to hu su aakhi duniyaa gunaa kariya kare – Dharti umar re bhajno karva thi kai Swarg maa na javya – e to Karmo na hisabe javay – ane karmo to aakhi life long karvan na che… Bhakti aakhi jindgi karvani – bachpan thi – javani sudhi ane javani this budhapa sudhi – to kai fal male – I think you need to come and take a Fresh Breath of 21st century –

   You have Shree Krishna’s picture as your Avitar – do you not learn anything from him? Have you rade Shreemad Bhagvat Geeta? In Geeta Shree Krishna says “IF traditions are old and not doing any good to the soiciety, they need to be changed. They need to be mondified to benfit the socieity.” Clearly you are still leaving in back in some century.

   Why its wrong for elderly and single people to get married to find life partner? Why not? Its better that way – they will have healty remaing days – they will have fun… they will have greater END!

 11. સરસ વાર્તા.
  પ્રોઢ ઉમરે જ પુરુષને સ્ત્રીની જરૂર ખાસ રહે છે. અલબત્ત, આ વાત ઉભય પક્ષે પણ એટલી જ લાગુ પડે છે.
  અહિં પરદેશમાં તો પતિ/પત્નીના મૃત્યુ બાદ બીજા સંબંધો બાંધવામાં કોઈ છોછ દાખવવામાં આવતો નથી અને એમાં ખોટું પણ કંઈ નથી.
  મારા મિત્ર વર્તુળમાં એવા બે મિત્રોને હું જાણુ છું કે જેઓ પહેલાં જીવનસાથિના અકળ સ્વર્ગવાસ બાદ થોડાં સમયમાં નવા સબંધમાં બંધાયને ફરી સુખેથી જીવતા થયા છે.
  આપણા સમાજમાં પ્રોઢ પુનઃ લગ્નને હજુ ય આવકાર નથી મળતો એ એક વાસ્તવિકતા છે.
  નરી એકલતા જીવનને કોરી નાંખે છે.
  આ જ વિષય અનુલક્ષીને લખેલ મારી સહેજ લાંબી વાર્તા જો માણવી હોય તો ઉપર મારા નામ પર ક્લિક કરવા વિનંતી છે.

  • Vraj Dave says:

   આદરણીયશ્રી મહેતાસાહેબ,
   મારા email id પર આપશ્રીનો લાગણી ભિનો પત્ર મલ્યો.હવે તો આપની સાઇટ પર જ ગુજરાતીમાં આભાર વ્યક્ત કરીશ.થોડો સમય આપવા વિનંતી.
   આ તકે શ્રીશાહસાહેબનો પણ આભારી છું.રીડગુજરાતીના માધ્યમ થી ઘણાજ ગુજરાતીબ્લોગોની મુલાકાત લેવાનો અવસર મલ્યો.હા દરેક બ્લોગ માં આપની હાજરીનો અનુભવ થાય જ છે.
   ખુબ ખુબ આભાર.
   વ્રજ દવે

 12. Veena Dave, USA says:

  સરસ વાત.

 13. મારા ધ્યાનમાં એવા અમુક કિસ્સાઓ છે કે જેમાં આ પ્રકારના લગ્ન થયા હોય અને તેમના જીવન હુંફ ભરેલા અને સુખી હોય. પણ સામાન્ય રીતે માણસે એકલા રહેવું કે ફરી લગ્ન કરવા વગેરે વિચારો પોતે કરવાના હોય છે અને વૃદ્ધાવસ્થાએ પહોંચેલા મા / બાપે એટલા બધા નબળાં ન પડી જવું જોઈએ કે જેથી તેમણે શું કરવું તેના નિર્ણયો તેમના સંતાનો લેવા લાગે.

  • Riya says:

   I don’t think so the daughter is forcing her father to get married. Due to situation she came up with best way to solve the problem (none of the 3 kids has enough time to take care of the father). If the father don’t want to get married, i don’t think the daughter is going to force him to remarriage.

 14. કલ્પેશ says:

  ઉપરના પ્રતિભાવો વાંચ્યા પછી એટલુ કહી શકાય કે એ વાત માણસ/સ્ત્રી પર નિર્ભર કરે છે કે એમણે શુ કરવુ.

  જો એમને લગ્ન કરવા હોય તો સમાજના “બાપા”નુ શુ જાય છે?
  અને જો ન કરવા હોય તો પણ એમની મરજી. લગ્ન કરવા ઇમોશનલ અત્યાચાર કરવાની પણ જરુર્ નથી.

  તકલીફ એ છે કે આપણે બધા કહેવાતા સમાજના આગેવાનો છીએ.
  પોતે એ સ્થાન પર હજી નથી પહોંચ્યા અને એ દિશામા કંઇ કરતા નથી. છતા. લોકોએ કેમ વર્તવુ એની સલાહ આપણે બહુ આપતા ફરીએ છીએ.

  મારી ભાષાને બાજુ પર રાખતા એનો હાર્દ સમજવા પ્રયાસ કરશો તો સમજાશે કે આપણને કોણ કેમ જીવે એનુ નિયમન કરવાનો અધિકાર કોઇએ આપ્યો નથી.

 15. Ami Patel says:

  Very nice story. but I think it is not as easy to actually to implement the idea. If it work out good then good decision for 2 families.
  Nim, I think you are the only one off. May be you dont know how it would feel to leave alone.

 16. Jaydev says:

  વૃદ્ધોના ભલા માટે થઈને પણ આપણે હવે શંકરાચાર્યના ‘મોહમુદગર’ સ્તોત્રમાં લખેલી ઘડપણની વ્યાખ્યા બાજુમાં મુકીને આ નવી રીત-રસમ અપનાવવી પડશે. ‘આપણી સંસ્કૃતિ’ના નામે વૃદ્ધોને એમના પાછલા દિવસોમાં એકલતામાં ટળવળવા ના દેવાય.

  સુંદર સરસ વારતા.

  • શંકરાચાર્યજીના સ્તોત્રો સર્વ લોકો માટે નથી. માત્ર મુક્તિ અને આત્મકલ્યાણ એક જ માત્ર જેમનું ધ્યેય હોય તેમને માટે અને ગુરુ દ્વારા શિષ્યને ઉપદેશ કરવા માટેના સ્તોત્રો છે. દરેક સાહિત્ય માટે યોગ્ય અધિકારી હોય છે. ભગવદ ગીતામાં પણ બે માર્ગ દર્શવવામાં આવ્યાં છે ૧. સાંખ્યયોગ (જ્ઞાન) ૨. કર્મયોગ – બહુજન સમાજ માટે કર્મયોગ જ ઉપયોગી છે અને તે વાત ભગવદગીતામાં સ્પષ્ટ કહેવામાં આવી છે. શંકરાચાર્ય તો આ સાંખ્યથી પણ આગળ કુદકો મારીને વિવર્તવાદ તરફ લઈ જાય છે કે જેના અધિકારી ખુબ જ ઓછા હોય છે. તેમ છતાં જેમને મોહમુદગર સ્તોત્ર વાચવું હોય તે નીચેની લીન્ક ઉપરથી વાંચી શકશે.

   http://bhajanamrutwani.wordpress.com/2009/09/09/shri_moh_mudagara_stotra/

 17. Vraj Dave says:

  સારી વાર્તા. આપણે કેમ જિવવું તેનો અધિકાર ફક્ત આપણને જ છે.સમાજ તો બેઉ તરફે લાકડી પકડી ઉભો જ છે. જ્યાને ત્યાં ફાફા મારવા કરતા સારા પાત્ર સાથે ગોઠવાય જાવું સારું.અંતરથી ભજનતો થાય્.
  સારું લો ત્યારે.
  વ્રજ દવે

 18. ઈન્દ્રેશ વદન says:

  સુંદર વાર્તા.

  આપણો સમાજ તદ્દન ખોટા પશ્ચિમી પ્રથા અને રિવાજો પાછળ ભાગતો હોય છે. જેમ કે વેલેન્ટાઈન ડે, ન્યુ યર ઈવ વગેરે…
  પરંતુ આવી કોઈ સમાજ સુધારક પશ્ચિમી વાત થાય તો ભવા ચડાવવા માં આવે છે.

  આવા લેખો જ પ્રજાનો દ્રષ્ટિકોણ બદલવા માટે મદદકારક નીવડશે.

  It’s high-time to turn India in first world nation.

 19. Hitesh Mehta says:

  khare khar varta khub j sari che… samaje kaik amathi bodha lai ne jivan shailima parivartan karavu joia..
  moti uamar thaya pachi j saharani jarur hoy che… nani uamarma to samay kyay vahi jay teno khayal raheto nathi… pan 55 thi 60 pachi j sachi saharani jarur hoy che.. aaje koi a to sharuat karvi j padashe… koi vicharo raju kare te potana hoy che.. pan ghanane te vicharoma potani sahamati hoy tevu lagtu hoy che… khub j saras varta che… SAMAJ NE NAVO RAH BATADYO / VICHARTO KARYO TE BADAL DIL THI A LEKH LAKHI ABHINANDAN
  Hitesh Mehta
  BHARTI VIDHYALAY – MORBI ( RAJKOT/ GUJRAT )

 20. શિરીષ દવે says:

  જે વાત લખી છે તે પ્રસંશનીય છે. વૃદ્ધત્વ એક સુખીમાં સુખી અવસ્થા છે જો પતિ અને પત્ની બન્નેની શારીરિક સ્થિતી અને આર્થિક સ્થિતી સારી હોય તો. વૃદ્ધત્વ એક દુઃખીમાં દુઃખી અવસ્થા છે જો ઘરભંગ થયા હોઇએ તો અને અથવા આર્થિક સ્થિતી નબળી હોય તો. જીવન સાથીની હાજરી બહુ જ જરૂરી છે. અને તે સૌએ સહાનુભૂતિ થી સમજવાની જરૂર છે. કોંપ્યુટર ચલાવવાની જાણકારી અને ઇન્ટરનેટ કનેક્ષનની જરૂરી છે. અને સૌ વૃદ્ધ ભાઇ બહેનોએ આ શીખી લેવું જોઇએ. તે અઘરૂં નથી. ફળની આશા રાખ્યા વગર જીવવાનો આ સુભગ અવસર છે.

 21. trupti says:

  Good inspirational story.

  During the Hindu marriage, the bride is given the blessings ‘ અખડ સૌભાગ્ય વતી.’ But is it a good blessing for the groom? In my view No. As it is easy for a widow (read aged) to live her life without the husband, but very difficult for a man to live alone during the last years of his life.

  Mrugashi’s thinking about her father is right. As children are way, and the old people do not like to be detached themselves from their old memories, i.e. do not like to leave their house and the place they have lived for their entire life. That way, the woman gets adjusted in the new environment very easily then the man, that must be the reason, the girls leave their parents house and come to the groom’s house after marriage!!!!!!!!!!! Women can adopt the changes very easily.

  I have seen many widow mothers leaving her own house after the death of her husband to live with her children (son or daughter) for the rest of her life, but very few men can do it.

  Our society needs to change. As old age is an age, one needs companion.

  જુવાની તો કામ કરવા મા અને પૈસા કમાવા મા પસાર થઈ જાય પણ ખરી સહારા ની જરુર જિવન ની પાનખર મા પડે.

  Gaurangiben, wonderful story and as Nayanbhai said, the story is still not complete, પિક્ચર તો અભી બાકી હે મેરે દોસ્ત્……………………

  • જય પટેલ says:

   તૃપ્તી

   વિધુર કે વૃધ્ધાને માનસિક રીતે લગ્ન માટે પુનઃતૈયાર કર્યા બાદ કોઈ વાર્તા રહેતી નથી.
   લગ્ન પછી તો…..ખાધુ પીધું ને રાજ કર્યું…..જેવું ચીલાચાલુ થાય.

   ગૌરાંગી પટેલ અને નટવર મહેતાની બન્ને વાર્તામાં આ જ સામ્યતા છે.
   પાત્રોનાં મિલન પછી વાર્તાનો સુખદ અંત આવે છે.

   વાર્તાનો હેતુ સમાજને પુનઃલગ્ન જેવો શુભ વિચાર આપી વૈચારિક ચેતના જગાવવાનો છે
   જે સિધ્ધ થયા બાદ આગળ વાર્તા રહેતી નથી.

 22. nayan panchal says:

  આ વાર્તાને સપોર્ટ કરતા ન્યુઝ વાંચવા મળ્યા.

  અમદાવાદમાં એક સંમેલન ભરાઈ ગયુ જેમા વિધવા, વિધુરો અને છૂટાછેડા લીધેલ લોકો એકબીજાના માટે જીવનસાથી શોધી શકે. સંતાનો પોતાના માતા/પિતા માટે સાથી શોધવા આવ્યા હતા. ભીડ એટલી બધી થઈ ગઈ કે પ્રવેશ બંધ કરવો પડ્યો. જે લોકો હજુ પણ આવા સંબંધોનો વિરોધ કરે છે તેમને ફેરવિચારણા કરવી જોઇએ.

  સંમેલનમાં ૬૦૦ પુરુષો અને ૯૮ મહિલાઓએ ભાગ લીધો હતો. આ સંમેલનનુ આયોજન વિના મુલ્યે અમૂલ્ય સેવા નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

  નયન

 23. શિરીષ દવે says:

  વૃદ્ધવયે લગ્નની વાતનો વિરોધ તો ન જ થવો જોઇએ. વાસ્તવમાં યુવાનોએ આમાટે પોતાના વૈધવ્ય ભોગવતા સગાઓને તૈયાર કરવા જોઇએ જો તેઓ એકલવાયા થઇ જતા હોય તો. શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેઓએ મૈત્રી કરાર કરી લોકસેવાનું કામ કરવું જોઇએ. કારણકે આપણા દેશને અનુભવી અને સ્ફુર્તિવાળા વૃદ્ધ યુવાનોની અને વૃદ્ધ યુવતીઓની ઘણી જ જરૂર છે.

  • trupti says:

   શિરીષ દવે,

   આપણૉ સમાજ એટલો બધો પણ આગળ નથી આવી ગયો કે મૈત્રી કરાર ને માન્યતા આપે. આ concept જયારે જુવાનો માટે પણ સારો નથી સમજાતો તો ઘરડા ઓ માટે તો વિચારી પણ ના શકાય, તેમને ફરી થી પરણાવવા નો વિચાર આવકાર્ય છે, પણ મૈત્રી કરાર તો નહી જ.

   • જય પટેલ says:

    તૃપ્તી

    મૈત્રી કરાર હવે તો વેસ્ટમાં પણ ધીરે ધીરે અલુપ્ત થઈ રહ્યો છે.

    કોઈ પણ સંબંધમાં કમિટમેંટસ ના હોય અને ફ્ક્ત સગવડિયા માનસિકતા હોય ત્યાં આવા સંબંધો છેવટે પોકળ પુરવાર થતા હોય છે. આપણે વિદેશી વિચારમાં નકલ કરવામાં નંબર ૧ છીએ. કોઈ પણ વિચાર ભારતીય વાતાવરણને અનુકુળ આવશે કે કેમ તે આપણે કદી વિચારતા નથી.

    એક ઉદાહરણ ટાંકુ છું. વર્ષો પહેલાં ભોજન સમારોહમાં સગવડતાના નામે વિદેશી નકલ કરી બુફે દાખલ કર્યુ.
    સમય જતાં ખ્યાલ આવ્યો કે આ કાચની ડિશોમાં આપણી ઘણી ગુજરાતી વાનગીઓ પિરસવી શક્ય નથી તથા ગમતી ચીજ લેવા કાઉંટર પર બીજી વાર જવું….વગેરે વગેરે.

    જે ગુજરાતીઓએ આ બુફે વિચારને વાજતે ગાજતે અમલમાં મુકેલો હવે આ ઉણપોનો ખ્યાલ આવતાં તિલાંજલી અર્પી છે. ઘણી જગ્યાએ હજુ પણ બુફે ડિનર કરતાં હશે પણ ઓવર ઓલ ટેબલ ખુરશીઓ પાછી આવી ગઈ છે અને તે પણ સફેદ વાઘાં પહેરીને….!!!!

    • શિરીષ દવે says:

     મૈત્રી કરારની વાત એટલા માટે કરવી પડી કે જો લગ્ન કરવામાં આવે તો મિલ્કત વિષેના પ્રશ્નો ઉભા થાય અને આપણા દેશમાં ચૌદશીયાનો તૂટો નથી. સ્ત્રી અને સ્ત્રી સાથે રહી ન શકે શિવાય કે તે બંને લેસ્બીયન હોય. જો લેસ્બીયન ન હોય તો તે બંને એકબીજાથી કંટાળી જાય અને એકબીજાનો વાંક જોવાનું ચાલુ કરી દે. મોટા ભાગે આવું જ થાય. અપવાદને અવકાશ ખરો.

     તેવી જ રીતે બે પુરુષો પણ સાથે ન રહી શકે.
     એક સ્ત્રી અને એક પુરુષ જ સાથે રહી શકે. જાતીય સંબંધ રાખ્યા વગર પણ. અને તે વૃદ્ધાવસ્થામાં જાતીય સંબંધ અનિવાર્ય નથી.
     બુફે જમણ (સેલ્ફ સર્વીસ) આવકાર્ય છે. પણ ટેબલ ખુરસી કે પાટલા તો જોઇએ જ. ભારતીય માન્યતા પ્રમાણે ભોજન એ બ્રહ્મ છે. અને ભોજનની થાળીને અદ્ધર ન રખાય કે ઉભા ઉભા જમાય પણ નહીં.
     સેલ્ફ સર્વીસમાં બગાડ ઓછો થાય છે.

     • trupti says:

      Shirish Dave and Jay,

      As you mentioned that, the ‘live-in-relation’ is inevitable as; if at the old age if the old people are getting married, then there will be property issue. I don’t think so there is no solution to this problem. As you said, we need the old people in the society due to their wise ness, so there can be a wise solution for the same. For e.g. before entering in to the matrimony, they can always make a will giving the property rights to their respective children born out of their first marriage. Then there should not be any issue of property.
      If we say that, the old people are required by our society and they are the protector of our ‘sanskar’ then, how we can allow them to go in to the path which is termed as ‘ sin’ in our culture.
      I fully agree that, after some age, there in a need of a emotional need of a person, we call it as companionship rather then biological need, but as you said, in our society, inquisitiveness of the people is not less, and at every part, you will find ‘panchatiya’ people. Once the two opposite sex people starts leaving together, (irrespective of their age), people will talk. It is very easy to say, “I care a dam” but very difficult to put it in to practice, as we have to think of our children and their position also in the society. For e.g. if you have a daughter and married in to an orthodox family, and any if her parents gets in to the live-in-relation, can you imagine what torcher she will have to go through, through out her life in her in-laws house?

      I fully agree with the example given by you Jay. We to avoid the wastage of food accepted the buffet system, but I have noticed that, there is more wastage of food in this system then the seating arrangement. We have to think of this in light of the wastage of food and not religious way, as there are lots of restriction which our for elders/religion had put like, we should not eat from the road side, drink water in cup made of glass etc. but how much we are following? We always see our convenience and as a matter if fact, one needs to change with the time keeping our culture intact.

 24. trupti says:

  Most of the reader will agree that, the old people are our assets.
  I would like to share a story with all of you, which I learned while preparing to my daughter for her terminal examination. This story is a part of the syllabus of class VIII, Gujarati-ICSE level.

  આપણા મા એક કહેવત છે- ઘરડા જ ગાડા વાળે.

  જાપાન ના એક વખત ના રાજા એ એવો ફતવો બહાર પાડયો કે, જેના પણ મા-બાપ ઘરડા થાય અને કામ કાજ કરવા યોગ્ય ના રહે તેમને તેમના ઘરડા મા-બાપ ને જગલ મા મુકી આવવા એમ ન કરનાર ને કડક મા ક્ડક સજા કરવા મા આવસે એક મ્રુદુ રુદય ના માણસ નો તેના પિતા ને જગલ મા મુકી આવતા જીવ ના ચાલ્યો. તેને તેના પિતા ને ઘર ના વાડા મા એક ઝુપડી બનાવી ને છુપાડી ને રાખ્યા. રાજા ધુની મગજ નૉ હતો. તેને એક વાર પ્રજા જન ને એક કોયડો પુછ્યોઃ એક ઝાડ ની ડાળી કાપી અને લાકડી બનાવી અને તેનુ મુળ અને થડ બતાવવા નુ કહયુ. પેલા યુવાને તેના પિતા ને પુછ્યુ. પિતા એ ઉપાય બતાવ્યો- લાકડી ને પાણી મા મુકવા નુ કહયુ ને કીધુ કે જે ભાગ જમીન તરફ વળૅ તે મુળ અને બીજો ભાગ તે થડ .
  થોડા દિવસ રહી ને બીજો પ્રશ્ન પુછ્યો- વગાડ્યા વગર વાગે તેવુ ઢોલ કેવી રીતે બને? પેલો યુવાન પાછો તેના પિતા પાસે ગયો. પિતા એ કહયુ કે એ તો બહુજ આસાન છે. એક ઢોલ લાવ, ચામડુ લાવ્ જગલ મા થી મધપુડો લાવ અને તેને ઢોલ ના બખોલ મા મુકી ચામડા થી બેવ બાજુ થી બધ કરી દે. દિકરા એ પિતા એ કહયુ એ પ્રમાણે કર્યુ. રાજા એ યુવાન ને અઘરા પ્રશ્નો ના જવાબ નુ રહસ્ય પુછયુ. યુવાને પોતના પિતા ની વાત કરી. રાજા ને પોતાની ભુલ સમજાઈ અને એ પણ સમજાયુ કે- ઘરડા જ ગાડા વાળે અને તેને પાડેલો ફતવો રદ્દ કર્યો.

 25. શિરીષ દવે says:

  કોઈપણ દીશામાંથી આવતા સારા તત્વો ગ્રહણ કરવા જોઇએ. પછી ભલે તે આપણા ધર્મ કે કે આપણી પ્રણાલીઓમાંથી આવતા હોય કે કે પશ્ચિમમાંથી આવતા હોય. આ બાબતમાં એવું ન વિચારવું જોઇએ કે મનુસ્મૃતિમાં જે કંઇ લખું હોય તે ખરાબ અને નવું જે કંઇ આવે તે સારું. દરેક બાબતનો ગુણવત્તા અને દોષ ઉપર નિર્ણય કરવો જોઇએ.
  વૃદ્ધ થયા એટલે ગુણ સંપન્ન થયા એવું જરુરી નથી. “વાર્ધક્યમાં વિવાહ કરતાં પહેલાં એક વીલ બનાવી દેવું” તે ” સંપત્તિની બાબતમાં (ક્વચિત કે કદાચિત ) ઉત્પન્ન થનારી સમસ્યાનું નિવારણ કરી દેશે” એ શક્ય નથી. વીલ તમે સ્વયમ ઉપાર્જીત સંપત્તિનું કરી શકો છો. વડીલોપર્જીત સંપત્તિ ઉપર વૃદ્ધ વ્યક્તિનો પૂર્ણ હક્ક હોતો નથી. અને કૉર્ટ-કેસ ઉભો કરીને વિવાદ ઉત્પન્ન કરી શકાય છે. અગાઉ દર્શાવ્યું તેમ સમાજમાં ચડાવનારા ચૌદશીયાઓ અને ચડી જનારી બેવકુફ વ્યક્તિઓનો તૂટો હોતો નથી.

 26. Aaap SAHUU naa pratibhavo vaanchyaa,maanyaa,vaagolyaa…Jei sahmat thaya, temno aabhaar, jeo naa thayaa, emno dilthi aabhaae.Karan ke, ek vichhaar jo aat aatlaa pratibhavo, ‘back & forth” jagadi shake chhe, ej to hetu hoi chhe–navi vichaar sarni no…
  Maari vaarta birdava badal hu darrek no dilthi aabhaar maanu chhu.
  Aaa varat, me, maara pappa ne anulakshi nej lakhi hati.
  Haju pan e ‘sense’ ,maa adhurij chhe….Teoe vaanchi chhe, ‘Mrugakshi’, e maaru original naam paadta paadta, rahi gayu hatu, ane, pachhi, “Gaurangi” naam raakhyu.
  mara pappa ne khabar chhe, aa vaarta dwaara, me emne maara vichharo darshaaya chhe.
  Tyaar baad, teo maara tarafe, heju vadhhare ‘bonding’ feel karta hoi, tevu mane spasht pane anubhavaay chhe…
  This is only a begginning, with no ‘end…’:))
  Gaurangi Patel

 27. Purvi Shah says:

  very nice story

 28. “The Blackboard” is now recorded in my voice at SBS Radio Station-Studio,Sydney, Australia, & will be broadcasted soon!!

 29. Gaurav says:

  એકલતા તો હજુ પણ તોડી સકુ ..
  ખાલિપો જિન્દગી નો ક્યા સંતાડુ ?

  • gaurangi says:

   Saachhi vaat.
   I am now planning to set up an organisation whereby, I can provide a facilitative platform for finding spouse for the second ‘innings’ period in life of individuals, belonging to age, above 55 years.I already have the infrastucture,motivation,enthusiasm, & a few hrs, to spare frm my busy schedule,to such ‘sewa’ kind of thing for the community.
   I am inspired by, “Vina Mulya,Amulya Seva”, Ahmedabad.
   If anyone can provide me the contact no. of Shree Natubhai, the organiser, I’ll be too happy.
   My story, “The Blackboard”, has already been broadcasted on http://www.sbs.com/gujarati in Australia,FM Radio.
   Once again, THANKS to ALL the readers, frm the bottom of my heart.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.