ઘંટીપડ – ચંદ્રકાન્ત ટોપીવાળા

ઘર માતની ગોદના સમું,
ઘર ખૂંદું ઘરમાં ઘૂમ્યા કરું.
ઘર ફુલ્લ ગુલાબ જોઈ લ્યો,
ઘર સૂંઘું ઘર શ્વાસમાં ભરું.

ઘર બ્હાર યદા હું નીસરું,
ઘર રહેતું બસ ખેંચતું મને.
ઘરમાં પગ મૂકું ના મૂકું,
ઘર બાઝે હળવું હવા સમું.

ઘરથી કદી દૂર હોઉં તો,
ઘર વાગે ઉરઘંટડી સમું.
ઘર ડોક પડ્યું ઘરેણું છે,
ઘર તો માદળિયું ઝૂલ્યા કરે !

ઘર હાલ્યું ધરા જરા ધ્રૂજી,
ઘર ઘંટીપડ થૈ ગળે પડ્યું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શબ્દ – દિલીપ ઠાકર
ગઝલ – સુરેન્દ્ર કડિયા Next »   

6 પ્રતિભાવો : ઘંટીપડ – ચંદ્રકાન્ત ટોપીવાળા

 1. dr sudhakarhathi says:

  DHARTI NO CHHEDO GHAR AAKHA DIVAS NI DOD DHAM BAD SANJ NA GHARE PAHOCHATA HASH THAY AKHI DUNIYA FARO PAN NIRANT TO GHARE J MALE

 2. Nirupam Avashia says:

  very nice,

  “મકાન (House) અને ઘર (Home) વચ્ચે તફાવત હોય છે.
  હજારો વષૅ જૂની આ ઘર……..
  નામની ધટના માનવજીવન ને રળિયામણું બનાવતી રહી છે.
  ક્યારેક તૂટેલી છાપરાવળી ઝૂંપડીમા પણ…..
  ભર્યુ, ભાદર્યુ એક ઘર કિલ્લોલતું હોય છે.
  આનંદ નુ ઉપસ્થાન મકાન નહિ ઘર જ છે.”
  Nirupam

 3. સુંદર.

  ક્યારેક ઘર ને ઘરે આવનાર કોઇનું પણ આનંદધામ બની શકે. ઘર મા જેવી હૂંફ આપે…. ૫ સ્ટાર હોટલમાં ૧૫ દિવસ વિતાવ્યા પછી ‘રીલેક્ષ’ થવાય પણ હાશકારો તો ઘરમાં જ મળે.

 4. ઘરને ધરતીનો છેડો કહ્યો છે., તો કોઈએ વળી ગૃહસ્થનો આશ્રમ એટલે ઘર એમ કહેલું છે. શંકરાચાર્યજી જેવા દાર્શનિકોએ તો આ શરીરને જ ઘર કહ્યું છે. જે હોય તે પણા જગતમાં સારી રીતે વ્યવહાર કરવા અને થાકીએ ત્યારે વિસામો લેવા ઘરની આવશ્યકતા તો છે જ. અલબત્ત ઘર અને ઘરમાં રહેનાર બંને જુદા છે અને જો ઘરની આસક્તિ વિપદ સમયે ન છોડવામાં આવે તો તે જ ઘર ઘંટીપડ થઈને મનુષ્યનું આશ્રયસ્થાન હોવા છતાં ભક્ષક પણ બની શકે છે.

  સુંદર વાત.

 5. bhav patel says:

  વાહ આ તો નવા દલપતરામ ! ગુજરાતી કવિ કવિતાને ‘પછાત’ બનવ્તો જાય છે.ગુજરતી કવિતાને ઓટિઝમની અસર થઈ
  છે કે શું ????

 6. nayan panchal says:

  ધરતીનો બીજો છેડો તે ઘર.

  જે પોષતુ તે મારતુ, દીસે ક્રમ કુદરતી.

  સુંદર રચના.
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.