શબ્દ – દિલીપ ઠાકર

શબ્દનું સાન્નિધ્ય કેળવવું હતું;
એ રીતે મારે મને મળવું હતું.

શબ્દનાં છે ઝાડવાં ચારેતરફ,
પાંદડું તેનું થઈ ખરવું હતું.

શબ્દસાગર ઊછળે છે ભીતરે,
થૈ સરિતા, છાલકે ભળવું હતું.

શબ્દ છે તાનારીરીની ગાયકી,
તાનસેનોને અહીં ઠરવું હતું.

શબ્દનો છે સૂર્ય કેવો આલીશાં,
બે જ હાથોથી નમન કરવું હતું.

શબ્દમાં જીવી જઈને આખરે,
તત્વમાં નિ:શબ્દ થઈ ભળવું હતું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આભૂષણ – વિકાસ નાયક
ઘંટીપડ – ચંદ્રકાન્ત ટોપીવાળા Next »   

7 પ્રતિભાવો : શબ્દ – દિલીપ ઠાકર

 1. ખુબ જ સરસ.

  “શબ્દનું સાન્નિધ્ય કેળવવું હતું;
  એ રીતે મારે મને મળવું હતું.”

  એક કવિ કે લેખકનું શબ્દ સાનિધ્ય બીજુ કંઇ નહિ પોતાને જ મળવાનુ સરનામું… અદ્ભૂત

  “શબ્દમાં જીવી જઈને આખરે,
  તત્વમાં નિ:શબ્દ થઈ ભળવું હતું.”

  શબ્દ સાથે જીવવું અને અંતે તત્વ/પરમતત્વમાં નિઃશ્બ્દ થઇ ભળી જવાનુ…..

 2. Mahendra Shah says:

  shab to bhamri thai ne bhamere, koi ne ant dankhe and koi ne madhu (honey ) paye

 3. nayan panchal says:

  શબ્દ વડે સ્વને પામવાની યાત્રા વિશેનુ અદભૂત કાવ્ય.

  ખૂબ સરસ,
  નયન

 4. Hitesh Mehta says:

  khub j saras… mare mane malavu hatu shabd na sathvare…. shabdma samay javu hatu… khub j sumdar rachana raju karel che….
  Hitesh Mehta
  Bharti Vidhyalay – morbi / 2

 5. prabuddh says:

  શબ્દ થી નિશબ્દ સુધી .. ભાવલોક થી તત્વ સુધીની સફર. કવિને અભિનંદન.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.