ગઝલ – સુરેન્દ્ર કડિયા

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]

કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે
જો હવામાં તીર પાછું જઈ શકે છે.

તું શું જાણે રેતના ઘરનો મહિમા !
એક મોજું એક ક્ષણ તો રહી શકે છે !

હું કિનારે સ્થિર ઊભો રહી વિચારું
આ નદીનો અર્થ કેવો વહી શકે છે !

કાળજું કંપે નહિ જો વૃક્ષનું તો
તું ખરેલું એક પીંછું લઈ શકે છે

જ્યાં લગી આ મીણબત્તી હો સળગતી
તુંય તારી આપવીતી કહી શકે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘંટીપડ – ચંદ્રકાન્ત ટોપીવાળા
બનાવ્યા છે – નીલેશ પટેલ Next »   

7 પ્રતિભાવો : ગઝલ – સુરેન્દ્ર કડિયા

 1. Akash says:

  હું કિનારે સ્થિર ઊભો રહી વિચારું
  આ નદીનો અર્થ કેવો વહી શકે છે !

  અદભુત્..ખુબ સરસ..

 2. sudhir patel says:

  કવિ-મિત્ર સુરેન્દ્ર કડિયાની ખૂબ જ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 3. તું શું જાણે રેતના ઘરનો મહિમા !
  એક મોજું એક ક્ષણ તો રહી શકે છે !

  વાહ .. એક અલગ જ વિચાર .. ખુબ સુંદર..

  કાળજું કંપે નહિ જો વૃક્ષનું તો
  તું ખરેલું એક પીંછું લઈ શકે છે.

  અદભૂત શેર્..

 4. nayan panchal says:

  સુંદર રચના.

  નયન

 5. Shivali Goradiya says:

  I realy like this site and your gazal too. My papa also like to read all this so u give me a link to gift my pop on his coming birth day …thank you sir….thank you so much….Make progress Ever4Ever…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.