‘અજંતા’નો જનતા-સમય – વંદના શાંતુઈન્દુ

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે વંદનાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428301427.]

ajanta1

આ દુનિયામાં માણસ માત્ર પ્રવાસીની જેમ પસાર થઈ જાય છે. પરંતુ એમાં કોઈક માણસ જ એવા હોય છે જે પ્રવાસને યાત્રાનો દરજ્જો આપે છે અને આવા યાત્રીઓના જ પગલાની છાપ ઊઠે છે, અમીટ રહે છે. આવું જ એક નામ છે ‘શ્રી ઓધવજીભાઈ પટેલ’નું, જેઓ રાજકોટ જિલ્લાના મોરબી તાલુકાના ચાંચાપર જેવા નાના ગામે જન્મીને પણ પોતાનાં પગલાંની છાપ – ફૂટપ્રિન્ટ – પાડી શક્યા છે અજંતા કવાર્ટઝ, ઑરપેટ અને ઓરેવા રૂપે, જે આજે ઘરવપરાશની વસ્તુઓ એટલે કે ‘કન્ઝ્યુમર ઈલેકટ્રોનિક્સ’ અને ‘હોમ એપ્લાયન્સિસ’માં અજાણ્યું નામ નથી રહ્યું.

આપણે અહીં આ કંપનીએ પ્રાપ્ત કરેલા એવોર્ડઝની કે વિકાસની વાત નથી કરવી પણ વાત તો કરવી છે કંપનીએ સમાજને આપેલા ‘રિવોર્ડઝ’ની. આ કંપનીનું એક એવું જમા પાસુ ઉજાગર કરવું છે જેની બહુ ઓછાને ખબર હશે. એ વાત જ એવી છે કે તે દૂર સુધી ફેલાવી જ જોઈએ.

એ દિવસોમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં દુકાળ બહુ જ પડતો. ચોમાસામાં વરસાદ માંડ બે-ત્રણ ઈંચ (આખા ચોમાસાનો) વરસવું હોય તો વરસે બાકી એની મરજી ! એમાંય એંસીના દાયકામાં તો વરસાદ એટલું પણ વરસવાનું ભૂલી ગયો કે લગલગાટ પાંચ-સાત વરસ સાવ કોરાધાકોર ! નદી-નાળા-કૂવા-તળાવ સાવ સૂકા ભઠ્ઠ, જન્મ દુ:ખીયારી માની છાતી જેવા ! ધરતીના છોરૂ પાણીના ટીંપા-ટીંપા માટે વલખે. ખેતી-વાડી સાવ ચોપટ. મૃગજળને પીવા વાયરો ભૂરાયો થયો હોય તેમ ગરમ-ગરમ ફૂંકાય. આવામાં ખેતી-દૂઝાણા ઉપર જ નભતા ગામડાના લોકો ક્યાં જાય ? પંડના અને પંડના જણ્યાના પેટના ખાડા કેમ પૂરે ? લોકો શહેર તરફ હિજરત કરવા લાગ્યા’તા. આ બધું જોઈએ એ માટીમાં ઉછરેલા એક સંવેદનશીલ માણસની આંખોનું તળાવ ઉભરાઈ ગયું. થયું કે કઈ રીતે આ વખાના માર્યા (સંજોગોના માર્યા) લોકોને મદદ કરવી ? મનોમંથનના સારરૂપે નવનીત નીકળ્યું તે એ કે આ લોકોના ઘરની દીકરીઓને કામ આપવું. એ રીતે મદદ કરવી. આમ જનતાનો આવો વિચાર કરનાર હતા ‘અજંતા’વાળા પ્રવીણભાઈ પટેલ. એમને આવા વિચારોનો વારસો એમના પિતા (કંપનીના સ્થાપક) ઓધવજીભાઈ અને માતા રેવાબેન તરફથી મળ્યો હતો.

ajanta2હવે બીજો પ્રશ્ન હતો કે આવા કુટુંબની બહેનોને ફેકટરી સુધી લાવવી કેમ ? અને જવાબ ઘરમાં જ હતો ! ઘરના સ્ત્રીવર્ગને જ ફેકટરી સાથે જોડી દીધો. ફેકટરીમાં ઘર જેવું વાતાવરણ ઊભું કર્યું અને જાણે ચમત્કાર થયો ! ગામની બહેનો ફેકટરી પર કામ કરવા આવતી થઈ ગઈ. તેઓ બહેનોને ફક્ત કામ આપીને જ અટકી ન ગયા, પણ એમના આવવા-જવાની ચિંતા કરીને એની પણ વ્યવસ્થા કરી. નજીકથી આવતી બહેનોને સાઈકલ આપી અને દૂરથી આવતી બહેનો માટે બસની વ્યવસ્થા કરી. એ જ બહેનોને બસ-ડ્રાઈવિંગ પણ શીખવ્યું. બહેનોની બસ અને બહેન જ ડ્રાઈવર ! બહેનોએ ગ્રુપમાં આવવા-જવાનું એવો નિયમ, જેથી સલામતી જળવાઈ. ફેક્ટરીમાં પણ કોઈએ એકલું ક્યાંય નહીં જવાનું, સાથે જ કામ કરવાનું.

ajanta3અહીં કામ કરતી બહેનોને ટેકનીકલ અને કોમર્શીયલ એમ દરેક જાતની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં અલ્ટ્રાસોનિક આઈ.સી. બાઈન્ડિંગ ઑપરેશનથી લઈને સોફેસ્ટિકેટેડ ટુલ્સના ઑપરેશનની ટ્રેનિંગ અને કંપનીમાં કાચો માલ આવે અને તૈયાર થઈને માલ બહાર જાય ત્યાં સુધીના તમામ કામ બહેનો બખૂબી સંભાળે છે. ‘બાયુંને સમજણ ન પડે’ એવું કહેનારાઓની આ કંપનીએ બોલતી બંધ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છની હસ્તકલાને ઉત્તેજન, કૉમ્પ્યુટર તાલિમ, ફૉરેન લૅંગ્વેજ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, હૉસ્પિટાલિટી… વગેરે તાલિમ પણ અહીં અપાય છે.

અહીં કામ કરતી બહેનો ફક્ત ‘વર્કર’ નથી પરંતુ અજંતા/ઑરપેટ પરિવારની દીકરીઓ છે એજ રીતે એમની સાથે વ્યવહાર કરવામાં આવે છે. કંપનીની પ્રોડક્ટ આ દીકરીઓને ભેટરૂપે મળે છે અને તેઓના લગ્ન પ્રસંગે કંપની તરફથી રૂ. 11,000 નો ‘ચાંદલો’ પણ કરવામાં આવે છે, જેથી દીકરીનું ઘર પણ વસી જાય અને તેના માતા-પિતાને મદદ પણ થાય. આજે આ કંપનીમાં અંદાજે 2800 જેટલી છોકરીઓ કામ કરી રહી છે. તેઓના ajanta4સ્વાભિમાન અને સલામતીનો ખ્યાલ રાખવામાં આવે એ ખૂબ જ મહત્વનું છે. લગ્ન અથવા કોઈ કારણસર કંપની છોડી ગયેલી બહેન પણ ફરીથી કોઈ મદદ માંગવા આવે તો તેને જરૂર મદદ મળે છે. ખાસ વિશેષતા એ છે કે રોજગારી ઘટાડે તેવી દરેક પ્રવૃત્તિને કંપની નકારે છે. દાખલા તરીકે, ફેકટરીમાં ઘણા કામ ઑટૉમેટિક મશીનથી થઈ શકે તેમ હોય છે અને દરેક કંપની તેમજ કરતી હોય છે પરંતુ આ કંપની ‘ઑટોમેટિક’ને ટાળીને વધારે રોજગારી ઊભી કરે છે. અરે ! કામ કરવું હોય પણ અપ-ડાઉન ન થઈ શકે એટલું દૂર ગામ હોય તો હોસ્ટેલની વ્યવસ્થા પણ છે. આટલી પ્રતિબદ્ધતા છે બહેનોને રોજગારી આપવા માટે.

બીજી ઘણી સામાજીક જવાબદારીઓ નિભાવતી આ કંપની ‘પાણી બચાવો’ ઝૂંબેશમાં અગ્રેસર છે. તેના માટે ચેકડેમ, કૂવા રિચાર્જની પ્રવૃત્તિ કરે છે અને લોકોને ‘વૉટર મેનેજમેન્ટ’ની તાલિમ પણ આપે છે. કંપનીના સ્થાપક ઓધવજીભાઈ શિક્ષક હતા. એક શિક્ષક ધારે તો શું ન કરી શકે તેનું ઉદાહરણ આ કંપનીએ પૂરું પાડ્યું છે. કંપનીએ ઘણી સિદ્ધિઓ મેળવી છે પણ સ્ત્રી-શક્તિ પર ભરોસો મૂક્યો છે તે તેમની શ્રેષ્ઠતમ સિદ્ધિ છે.

(તસ્વીર સૌજન્ય: www.orpatgroup.com )

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પગ નીચેની ધરતી – મીનળ દીક્ષિત
સંસ્કૃતસત્ર : સંસ્કૃત સાહિત્યમાં કથા (ભાગ-2) – મૃગેશ શાહ Next »   

18 પ્રતિભાવો : ‘અજંતા’નો જનતા-સમય – વંદના શાંતુઈન્દુ

 1. Neha says:

  Thanks for the nice informative article.

 2. HM says:

  ORPAT stands for “Odhavji Raghvji Patel” the man behind ajanta group..

 3. brinda says:

  આ બધી બાબતો આજે જ જાણવા મળી. ખૂબ આભાર

 4. rajnichheda says:

  આ બધી બાબતો આજે જ જાણવા મળી. ખૂબ આભાર

 5. Sarika Patel says:

  Thanks for the information about odhavjibhai Patel and his great efforts and achievement.

 6. nayan panchal says:

  સરસ માહિતીલેખ આપવા બદલ આભાર.

  જ્યારે લોકો ગામડામાંથી મોટા શહેરો તરફ પ્રસ્થાન કરે છે ત્યારે સામાજિક સમતુલા ખોરવાય છે, શહેરો વધુ ભીડભાડવાળા બને છે, લોકો વતનથી દૂર થાય છે. વધુ ને વધુ એવા પ્રયાસો થવા જોઇએ કે જેથી લોકોને સ્થળાંતર ન કરવુ પડે.

  સ્ત્રીઓને પગભર બનાવવાનુ તો હંમેશા આવકારવા લાયક, પછી તે ઓરપાટ હોય કે અન્ય લઘુઉધ્યોગ.

  આભાર,
  નયન

 7. dr sudhakarhathi says:

  ઓધવજિભાઇ એ મોરબિ નુ નામ આખા વિશવ મા પ્રખયાત કર્યુ

 8. sima shah says:

  સરસ માહિતિપ્રદ લેખ……
  ઘણુબધુ આજેજ જાણવા મળ્યુ…….
  આભાર
  સીમા

 9. ભાવના શુક્લ says:

  ઉત્તમ લેખ અને સર્વોત્તમ માહિતી..

 10. kaushal says:

  a good infirmational artical.

 11. Vraj Dave says:

  અજન્તા,ઓરપેટ,ઓરેવા……..વાહ ખુબજ સારો અને એકદમ સાચો લેખ છે.કંપનીના કોઇ વિભાગનું ઓપનિંગ હતુ દરેકને જાહેર નિમંત્રણ હતું.હાજર દરેક મહાનુંભાવો-વ્યક્તિઓ ને એક આયુર્વેદીક માહિતી સભર પુસ્તક આપવામાં આવેલ,હું આગાળા દરમ્યાન બહાર હોવાથી ત્યાં જઇ સકેલ નહીં, પણ મને ટપાલમાં આ પુસ્તક મોકલેલ. મતલબ કે આવા પ્રોગામો માં પણ જીવન ઉપયોગી યાદી આપવાની પ્રણાલી છે.ઓરપેટ અને ઓરેવા આ બન્નેમાં ઓધવજીભાઇ ત્થા રેવામાં ના નામનો સમાવેસ છે.
  ગુજરાતે અભિમાન લેવા જેવું છે.
  અભિનંદન…આભાર.
  વ્રજ દવે

 12. Nirlep Bhatt says:

  nice info…..i think you hail from jamnagar & nickname you are using contains name of your perants…if it’s true, we are distant relative. me, too, from jamnagar, presently located at doha-qatar. keep posting

 13. meena says:

  This is the greatest achievment that women earn money doing such job. Women are the foundation of the evolutionalry humanity but unfortunately crushed, and ironically men are bringing them forward !
  To let and get women working in Ajanta, they should get the highest honour from Guj.govt. and we should try to buy always their product if it meets our demands.

 14. tejal tithalia says:

  Nice artical

 15. govind shah says:

  Very nice , informative article. Hope it will inspire new enterpreneurs for Corporate responsibilitiers.- Govind Shah

 16. સુંદર પુરુષાર્થ.

 17. સારો લેખ છે , વધારે સુચના અને નોકરિ નિ માહિતિ આપિ શકાય્

 18. kantinhai kallaiwalla says:

  To give some one is good, to help someone is better and to make someone to stand on his/her feet is defintely best. Pranam to one who did this and salute to one who has given us this information(author as well the editor of Readgujarati)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.