પગ નીચેની ધરતી – મીનળ દીક્ષિત

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

‘સંગીતા, ઓ સંગીતા, હજી કેટલો વખત માળિયા પર બેસી રહેવું છે ?’ માનો અવાજ સાંભળી સંગીતા ચમકી. એની વિચારતંદ્રામાં ભંગાણ પડ્યું. સ્વસ્થ થઈ એણે જવાબ આપ્યો :
‘આ આટલું પતાવી જલદી નીચે ઊતરું છું, મા.’
યુવાવસ્થાના આગમનની સાથે જ પ્રતીક્ષા કરી રહેલી કિશોરાવસ્થા વિદાય લે છે. દિવસે પણ વિદાય લેવાની તૈયારી આરંભી નછૂટકે સંધ્યાને આવકારતો સૂર્ય ક્ષિતિજમાં ડૂબું ડૂબું થતો હતો કિશોરાવસ્થાની જેમ ! ચંદ્ર સોળેકળાએ ખીલવાની રાહ જોતો હતો.

બંનેના સંગમસ્થાને સંગીતા ઊભી હતી. મિત્રમંડળી લાડમાં એને ‘પીળો રંગ’ કહેતી. લાલ, લીલો, મોરપીંછ કે નારંગી સંગીતાની જેમ પીળો રંગ સહેલાઈથી ભળી જાય. હંમેશનો આનંદી, ઉત્સાહી ને ધમાલિયો સ્વભાવ ધરાવતી સંગીતા સૌની ચાહકતા મેળવી લેતી. મોટીબહેન નંદિતા કહે, ‘આ જરા આટલો લોટ બાંધી નાંખ તો !’ ત્યાં જ – ‘પછી જરા બૅંકમાં જઈ આવજે…’ માનો હુકમ. કંટાળ્યા વગર હસતી-રમતી એ કામ ઝડપથી ઉકેલી નાંખતી. સરખી સખીઓ વચ્ચે રોફથી કહેતી, ‘મારા વગર માને એક દિવસ ના ચાલે… તે વખતે કેનેરી કેવ્ઝ ફક્ત એક જ દિવસ માટે ગયેલાને, ત્યારે મા એટલી અકળાઈ ગયેલી, કહે, ફરી જતી નહીં.’ ખીલ-ખીલ હસતી ખીલતી પોયણાની જેમ ! મોટીબહેન નંદિતા કે મુદિતાને કોઈ કામ ચીંધતું જ નહીં.

મા હંમેશા કહેતી : ‘તું ઘરમાં હોય છે ને ત્યારે મારું અડધું કામ ઓછું થઈ જાય છે. નંદિતા હજુ ડૉક્ટર તો થઈ નથી, ત્યાં તો હાથમાં ચાનો પ્યાલો પણ લાવતી નથી.’ મુદિતા કામમાં એટલી ધીમી અને એના કામમાં જરાપણ ભલીવાર નહીં ! એટલે સંગીતા વખાણ સાંભળી પોરસાતી. ઉમંગ એટલો વધી જતો કે કપડાં ધોવાની જરૂર ન હોય તોયે નીચેથી ચાર-પાંચ ડોલ લાવી ધોઈ નાંખતી. નંદિતા ક્યારેક એની આ ટેવ પર મોં મચકોડતી પણ સંગીતા પર કોઈ અસર પડતી નહીં.

તરંગી અને ખૂબ જ લાગણીશીલ સંગીતા જાણીજોઈને આર્ટ્સમાં ગઈ. એ જમાનામાં ભાગ્યે જ ફર્સ્ટકલાસ આવતો. ફક્ત ત્રણ જ માર્ક્સ માટે એને ફર્સ્ટકલાસ ગુમાવવો પડેલો. ત્યારે ખૂબ દુ:ખ થયેલું. પરંતુ બાપુજીના આશ્વાસનભર્યા શબ્દોથી ખૂબ રાહત થયેલી.
‘ચાર-પાંચ માર્ક્સ આમ કે તેમ, બહુ ફરક પડતો નથી.’
પછી બીજાઓ આગળ બડાઈ મારતા : ‘અમારી સંગીતા કોઈ વાતે પાછળ નહીં. ભણવામાં પહેલો નંબર, ઘરકામમાં પણ આગળ, સંગીતમાં પણ પ્રવીણ, આ મારી ‘ગીતા’ જ મારું નામ ઉજાળશે !’ એક દિવસ નંદિતા-મુદિતા વગેરે ચર્ચા કરતા હતા : ‘ગમે તેટલું કામ કરો, પણ માબાપ છોકરાને જ માન આપે છે.’ નંદિતાના આ વિધાનનો સંગીતાએ જોરશોરથી વિરોધ કરેલો. છોકરી માબાપનું ધ્યાન રાખે જ છે. એટલે આ જમાનામાં પુત્ર-પુત્રી વચ્ચે ભેદ નથી રખાતો એમ એ માનતી. અલબત્ત, સૌથી નાનો રાહુલ હજી દસ વર્ષનો જ હતો. એટલે એ મોટો થાય ત્યારે માબાપનું વલણ સ્પષ્ટ થાય. જ્યારે પિતાજીએ કહ્યું, ‘મારી સંગીતા આ ઘર છોડીને જશે ત્યારે મારું શું થશે ? કલ્પના પણ નથી કરી શકતો !’ ત્યારે તો સંગીતા સાતમે આસમાને પહોંચી ગઈ.

આરંભના દિવસની આર્થિક, શારીરિક મુશ્કેલીઓ દૂર થઈ ગઈ હતી. બાપુજી હવે ખૂબ જાણીતા વકીલ બની ગયા હતા. હવે ઘરમાં જ ઑફિસ કરવા માટે સોસાયટીમાં બંગલો બનાવ્યો. થોડા દિવસમાં જ સૌ ત્યાં જવાના હતા. આ વાતથી સંગીતાને આનંદ અને દુ:ખ બંને ભાવો એક સાથે થતા હતા. સ્વભાવે ઊર્મિશીલ સંગીતાને આ નિર્જીવ ઘરની પણ માયા થઈ ગઈ હતી. ઘરઆંગણે સાથે જ, સરખી સહેલીઓ સાથે બાળપણ વીતાવ્યું હતું. કુકા ને પગથિયાં જેમ રમતો રમતા એ મીઠાં સ્મરણો છોડી મોટા બંગલામાં જવું પડશે. એ ખ્યાલે થોડી દિલગીર થઈ ગઈ. પરંતુ નવો બંગલો પોતાની માલિકીનો ! આનાથી ખૂબ મોટો છે એ વિચારે એ આનંદમાં આવી ગઈ. માએ એને માળિયા ઉપર ચડીને 30 વર્ષથી રહેતા બંગલામાં નકામો સામાન હોય તો એને કાઢી નાંખવા જણાવેલું. સફાઈ કરતાં ઘણો સમય થયો. અંધારું થતું જતું હતું. લગભગ અડધું સાફ થઈ ગયું. જૂની તૂટેલી ખુરશીઓ, ટેબલ, ઘડિયાળ રાખવાનું ખોખું, ખાલી ડબ્બાઓ, વર્ષો જૂનાં ચોપાનિયા ને તારીખિયાં – બધાંનો એક તરફ ફેંકી દેવા ઢગલો કર્યો. મોટેભાગે નકામી જ વસ્તુઓ હતી. ત્રીસ વર્ષનાં જૂનાં પંચાંગોનો ઢગ હતો. ‘મા નકામો સંગ્રહ કર્યા કરે છે…’ મનમાં એ બબડી. લગભગ કામ પૂરું થવા આવ્યું હતું. થોડાંક જ નકામાં લાગતાં પુસ્તકો ને વર્ષો જૂની ડાયરીઓ જોવાનાં બાકી હતાં. ત્યાં જ – ‘જમવાનું ઠરીને ઠીકરું થઈ જશે, ક્યારે નીચે ઊતરીશ ? જલદી કરને !’

માનો રોષભર્યો અવાજ સંભળાયો. થોડું જ જોવાનું બાકી છે એ જોઈ લઉં એમ મનમાં ધારી માળિયાને કિનારે મૂકેલી સીડી પર બે પગ મૂકી વાંચવા માંડી. જલદી જલદી જૂની ડાયરી કચરામાં ફેંકવા જ જતી હતી. જાડા લાલ પૂંઠાની ડાયરી એણે ફેંકવા ઊંચકી ત્યાં જ એના જન્મ વર્ષની સાલ પર નજર પડી-1992ના વર્ષની. અક્ષર બાપુજીના હતા. 1લી જાન્યુઆરી… આજથી નવું વર્ષ શરૂ થાય છે. પ્રભુને એ જ પ્રાર્થના કરવાની કે અમારી બંન્ને દીકરીઓની સાથે કુટુંબને સુખી રાખે. નવું વર્ષ સૌ માટે તંદુરસ્ત હો, આર્થિક રીતે લાભદાયી નીવડો…. આગળ ઘણુંબધું લખેલું. એ વાંચી મનમાં હસી. આમતેમ પાનાં ફેરવતાં 30મી જૂનની આસપાસ લાલ પેન્સિલથી નિશાન કરેલું. કૂતુહલવશ વાંચવા માંડી. 30મી જૂન : શૅક્સપિયરે એક ઠેકાણે કહ્યું છે, મુશ્કેલીઓ આવે છે ત્યારે ફોજ લઈને આવે છે. આ વાત તદ્દન સાચી છે. રાહુલ નંદિતા બંનેની તબિયત નરમ-ગરમ ચાલે છે. શું કરું, એ જ સમજાતું નથી. આટલું ઓછું હોય તેમ મંજુલા રસોઈ કરતાં દાઝી ગઈ છે. પ્રભુકૃપાએ બચી તો જશે. પરમ દિવસે હૉસ્પિટલમાં એને મળવા ગયો ત્યારે ખૂબ થાકી ગયેલી લાગી. ચિંતાતૂર પણ લાગતી હતી. અમારા મનમાં એક જ વાત ઘૂમ્યા કરે છે. આટલી મુશ્કેલીમાં બે બાળકો બસ છે. ત્યાં આ ત્રીજું બાળક પ્રભુ શું જોઈને મોકલતા હશે ? મંજુલા આ અકસ્માત પછી નબળી થઈ ગઈ છે. ત્રીજી પ્રસુતિનું કષ્ટ કેવી રીતે સહન કરશે ? વિચારવું તો ના જોઈએ, પણ રહીરહીને મનમાં એક જ ખ્યાલ આવે છે. ડૉક્ટરને કહીને નિકાલ કરાવી નાંખવો જોઈએ. અકસ્માતમાં આવનાર જીવનો નિકાલ આપોઆપ જ થઈ ગયો હોત તો ? પણ આપણે ધારીએ તેવું ઓછું જ થાય છે ? પૈસેટકે પણ ખાલી થઈ ગયો છું. ચાલો, આવનાર બાળક એનું કંઈને કંઈ નસીબ લઈને જ આવતું હશે ને ?…. સંગીતા આગળ વાંચી શકી નહીં. શબ્દોને આંખ વચ્ચે અશ્રુબિંદુ ભરાઈ ગયાં. ‘શા માટે મારે આ વાંચવું જોઈતું હતું ?’ હવે તો પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. મારા પછી પુત્ર પણ જન્મ્યો છે. ચારેતરફ કિરણનો એક અણસાર શોધતી હતી પરંતુ સૂર્ય તદ્દન ડૂબી ગયો હતો. પ્રકાશનું કિરણ એ શોધતી હતી ત્યાં જ – ‘એકદમ નીચે ઊતરી આવ. આટલા અંધારામાં બેસી રહી છે, કંઈ જીવજંતુ કરડશે તો ? બાકી રહેલું કામ કાલે પતાવજે.’

ડાયરી નકામા કાગળોના ઢગલામાં ફેંકી ધીમે પગલે એ સીડીના પગથિયાં ઊતરવા લાગી. વાટ જોઈ સીડી આગળ જ ઊભેલી મા હસીને બોલી, ‘સંગીતાને આજે થાક લાગ્યો છે કે શું ?’ જવાબ આપ્યા વગર મંદ પગલે એણે ચાલવા માંડ્યું. જીવનનો બધો જ ઉત્સાહ સીડીને પહેલે પગલે મૂકીને એ નીચે ઊતરી પડી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બનાવ્યા છે – નીલેશ પટેલ
‘અજંતા’નો જનતા-સમય – વંદના શાંતુઈન્દુ Next »   

20 પ્રતિભાવો : પગ નીચેની ધરતી – મીનળ દીક્ષિત

 1. trupti says:

  વાર્તા કઈક અશે અધુરી લાગી.. લખિકા શુ કહેવા માગે છે તે સમજ ના પડી.

 2. brinda says:

  its very difficult to accept that you are / were not wanted! nicely written story!

 3. Akash says:

  વાર્તા અધુરિ લાગિ.. પન સરસ લખિ ચે.. થોદિ વધારે લમ્બાવિ હોત તો ુદ્દેશ્ય સમ્જૈ જાત્..

 4. rajnichheda says:

  લખિકા શુ કહેવા માગે છે તે સમજ ના પડી

 5. Sarika Patel says:

  niche na vakyo ghanubdhu kahi jaya che.

  ં”વિચારવું તો ના જોઈએ, પણ રહીરહીને મનમાં એક જ ખ્યાલ આવે છે. ડૉક્ટરને કહીને નિકાલ કરાવી નાંખવો જોઈએ. અકસ્માતમાં આવનાર જીવનો નિકાલ આપોઆપ જ થઈ ગયો હોત તો ? પણ આપણે ધારીએ તેવું ઓછું જ થાય છે ? પૈસેટકે પણ ખાલી થઈ ગયો છું. ચાલો, આવનાર બાળક એનું કંઈને કંઈ નસીબ લઈને જ આવતું હશે ને ?…. “

 6. nayan panchal says:

  સરસ વાર્તા.

  જ્યા સુધી શબ્દો આપણા મગજમા હોય છે ત્યા સુધી આપણા ગુલામ હોય છે, એકવાર બહાર આવી ગયા પછી આપણે તેમના ગુલામ બની જઈએ છીએ. અને તેમા પણ લખેલુ તો કાયમ રહે છે.

  સંગીતાના મનોજગતની સારી યાત્રા કરાવી.
  નયન

  જીવનનો બધો જ ઉત્સાહ સીડીને પહેલે પગલે મૂકીને એ નીચે ઊતરી પડી.

 7. story appeared bit incomplete….

  but for sure never ever read other’s personal diaries…

  u don’t know how badly it can imapct one’s relationship….

 8. sima shah says:

  વાર્તા તો ઘણી ગમી પણ અધુરી લાગી………..
  સંગીતાના મનોભાવો સરસ વ્યક્ત થયા છે, પણ અંત થોડો લંબાવ્યો હોત તો વધુ સારુ થાત……..
  સીમા

 9. Payal says:

  I think the story is very well written and very complete. The author’s choice of words is such that she says a lot with very few words. I think it would have taken away from the story had she tried to lengthen the end any more. The title is also very fitting. Great job. Congratulations!

 10. ભાવના શુક્લ says:

  માત્ર લખાયેલા શબ્દો એક તરુણીના મનોવિશ્વને હચમચાવી ગયા અને પોતાના હોવા પણાની સાર્થકતા વિશે શંકાઓના વમળમા ફસાઈ ગયેલી સંગીતાને જવાબ જડશે ખરો?

  મીનળજી એ સરસ મનોમંથન આપણા પર છોડ્યુ.

 11. Satish says:

  Good story. Sangita’s whole world shatterd by reading old diary. Circumstanced were different at that time but after her birth she was raised and treated like others. Sometime it’s hard to forget but life goes on.

 12. Vraj Dave says:

  કાઇક તો અધુરું લાગે છે.શ્રીનયનભાઇની વાત ખરી છે.છતાં તેના પછી પણ પુત્ર જન્મ તો થયો જ છે તેનો કોઇ વાંધો નથી .પુત્ર-પુત્રી વચ્ચે ભેદ જેવું લાગે છે.
  આભાર.
  વ્રજ દવે

 13. Vijay Trivedi says:

  પ્રથમ દ્રષ્ટિ એ એવું લાગે કે વાત પૂત્ર-પુત્રી ભેદની છે પણ મને લાગે છે કે વાત સંજોગો સાથે બદલાતા વ્યકિતના મંત્વયની છે જે રીતે સંગિતાના જ્ન્મ પહેલાના તેમના વિચારો અને જ્ન્મ પછિના નવીનભાઇના પોતાની પુત્રી માટે ના વિચારો છે એકન્દરે સરસ રજુઆત

 14. meena says:

  nicely written but after little too long begining, abrupt confused end. No need to feel so sad and dramatic when in real life she gets so much love and importance. Neither father wanted to kill or aband the child nor he knew the gender of child so the discrimintation is out of question.
  Emotional but lack of clarity as a story.

 15. Vipul Panchal says:

  Nice Story,

  So many feeling with few words, nice written.

 16. Raj says:

  Please correct me if I am wrong in understanding but the way I understand from the story, in the beginning it is said in the story that the son/brother Rahul is only 10 years old – he is the last sibling. Then when Sangita (Sangeeta) is reading her father’s diary, she is reading “30મી જૂન : શૅક્સપિયરે એક ઠેકાણે કહ્યું છે, મુશ્કેલીઓ આવે છે ત્યારે ફોજ લઈને આવે છે. આ વાત તદ્દન સાચી છે. રાહુલ નંદિતા બંનેની તબિયત નરમ-ગરમ ચાલે છે. શું કરું, એ જ સમજાતું નથી. આટલું ઓછું હોય તેમ મંજુલા રસોઈ કરતાં દાઝી ગઈ છે. પ્રભુકૃપાએ બચી તો જશે. પરમ દિવસે હૉસ્પિટલમાં એને મળવા ગયો ત્યારે ખૂબ થાકી ગયેલી લાગી. ચિંતાતૂર પણ લાગતી હતી. અમારા મનમાં એક જ વાત ઘૂમ્યા કરે છે. આટલી મુશ્કેલીમાં બે બાળકો બસ છે. ત્યાં આ ત્રીજું બાળક પ્રભુ શું જોઈને મોકલતા હશે ? ” It doesn’t make sense to me as at couple of places in the story it is clearly mentioned that Rahul is the fourth child……so in my opinion, the author has tried to shed a light again on the subject of people with mentality of wishing/prefering to have a male child over a female – some families do accept female child if they are first or the second or both but the third child is considered as an accidental pregnancy and wish to have another accident so that they can be rid of it. If it is a male child – all is well!!!!!!!!!!!…..

 17. મધ્યમ વર્ગના દંપત્તિના મનોભાવનું સુંદર નિરુપણ. દંપતિને વાંધો નવા આવનાર બાળક સામે નહોતો પણ પરિસ્થિતિની વિકટતા સામે નાસીપાસ થઈને તે કુટુંબ વધારવા નહોતા ઈચ્છતા અને એક વખત તો “આગંતુક” ને આવતા પહેલા જ રવાના કરવાનો વિચાર આવી જાય છે. પણ તેમ છતાં મન મક્કમ કરીને નવા બાળકનો સ્વિકાર કરે છે. આર્થિક પરિસ્થિતિ બદલાય છે અને પુત્ર સંતાનની આશાએ એક નવું બાળક અવતરે છે અને સદભાગ્યે પુત્ર સંતાન જ આવે છે. ત્યાર પછી આવી ચુકેલા બાળક પરત્વે કશી કડવાશ નથી ઉલટું તેનું સરસ ધ્યાન રખાય છે અને યથાયોગ્ય પ્રોત્સાહન પણ અપાય છે પણ કોઈ ને પણ પોતાના આવતા પહેલા જ્યાં જતા હતા ત્યાં તેને કોઈ નહોતું ઈચ્છતુ તેનો ખ્યાલ આવે છે ત્યારે ભયંકર આઘાત લાગે છે અને તે જ પ્રકારનો આઘાત સંગિતાને પણ લાગે છે.

  સુંદર વાર્તા.

 18. Dhaval B. Shah says:

  વાર્તા ક્યાક અધુરિ લાગી, અન્ત જલ્દી લાવી દિધો હોય એવુ પણ લાગ્યુ.

 19. Ashish Dave says:

  Too good.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.