સાચુ પિતૃતર્પણ – સંતોષ એકાન્ડે
[વડોદરા ખાતે સરકારી પ્રેસમાં નોકરી કરી રહેલા શ્રી સંતોષભાઈની આ પ્રથમ કૃતિ છે. તેઓ હંમેશા કોઈ પણ ઘટનામાંથી ‘ત્રીજો આયામ’ ખોળવાની કોશિશ કરે છે અને વાર્તાને કોઈક જુદા જ મોડ પર લઈ જવા ઈચ્છે છે. તેમની આ પ્રસ્તુત કૃતિ પણ કંઈક અંશે આ બાબતને રજૂ કરે છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825868119 અથવા santoshekande63@gmail.com પર સંપર્ક કરી શકો છો.]
છેલ્લાં પાંચ-છ વરસથી હું એને જોતો આવું છું. અરે, હું તો શું, અમારા ગામનાં તમામ લોકો એને જોતાં. અને કેટલાંક ટીખળી યુવાનો તો થોડો આનંદેય લૂંટી લેતાં. ગંદાગોબરા ચહેરા પર ગાંડાબાવળની જેમ ઊગી નીકળેલાં દાઢી-મૂછ, માથાપર જટાજૂટ વાળની જંજાળ, કાળાપીળાં પડી ગયેલાં દાંત, મેલાઘેલા લીરેલીરાં ઉડેલાં કપડાં, ખભે એક ગંદો થેલો. કોણ જાણે તેમાં શુંયે ભર્યું હશે ? એક હાથમાં કાયમ એક કાનતૂટેલો કપ અને બીજા હાથમાં એક સોટી. જ્યાંથી પસાર થાય, ત્યાંના બાળકોનું નાનું શું ટોળું તેની પાછળ જ હોય. ક્યારેક વળી ખીજવાયા જેવું કરીને પાછો વળે, આંખોના ડોળા મોટા કરીને બાળકો તરફ સોટી ઉગામે…! ક્યારેક વળી પાછળેય દોડે. જો કે તેણે ક્યારેય કોઈ બાળકને માર્યું હોય તેવો કિસ્સો આજદિન સુધી સાંભળવામાં આવ્યો ન હતો.
ક્યાંનો હતો ? ક્યાંથી આવ્યો ? કઈ રીતે અહીં આવ્યો ? અને ખાસ તો તેની ઓળખ કે નામેય કોઈ જાણતું નો’તું. બસ, અહીં આવ્યો અને વસી ગયો. જો કે, કેટલાક લાગણીશીલ લોકોએ ‘ફોઈબાગીરી’ નિભાવીને ‘ગાંડો’ નામ આપી દીધું હતું. ‘એય….ગાંડા…’ કરીને બૂમ પાડો તો તરત જ તમારી તરફ જુએ.’ કદાચ એણેય એ નામ પ્રેમપૂર્વક અપનાવી લીધું હતું. ગામલોકો કંઈક ખાવાનું આપે તો ‘જમતારામ’ નહીંતર પછી ‘રમતાંરામ’ ! ક્યારેય કોઈની પાસે કોઈ માંગણી નહીં. કોઈની સામે કોઈ ફરિયાદ નહીં.
આજે પિતાજીનું શ્રાદ્ધ હોવાથી હું ઘરે જ હતો. કાગવાસની વિધિ, બપોરનું જમણ વગેરે પતાવીને હું મેડીએ આડેપડખે થયેલો, ત્યાં જ બહાર શોરબકોર સાંભળીને બારી બહાર નજર કરી. જોયું તો ગાંડો અમારા ઘરનાં દરવાજે જ બેઠેલો અને પાંચ-છ ટાબરીયાંઓ ‘એ ગાંડા…. એ ગાંડા…’ કહીને દેકારો મચાવતાં હતાં. નીચે ઊતરીને હું બહાર ગયો. છોકરાંઓને નસાડી મૂક્યાં અને ગાંડાને થોભવાનો ઈશારો કરીને ઘરમાં ગયો. પત્ની પાસેથી થાળી પીરસાવીને ગાંડા સામે મૂકી. ત્રણચાર દિવસનો ભૂખ્યો હોય તેમ ગાંડો થાળી પર તૂટી પડ્યો. દાળ, ભાત, પૂરીશાક, ભજિયા…. બધુ જ સફાચટ. પણ ખીરની વાડકીને તે અડ્યોય નહીં. બલ્કે તેણે તે ખીર પોતાનાં કપમાં ભરી લીધી. ખીર ખાઈ જવા મેં તેને ઘણું કહ્યું. બીજી ખીર આપવા પણ કહ્યું, પણ તે એકનો બે ન થયો. આખરે મેં જ જીદ પડતી મૂકી. તેને પાણી પાયું અને ખીર ભરેલો કપ હથેળીની ઓટમાં સંતાડીને તે ત્યાંથી જવા માંડ્યો. પણ જતાં જતાં તે મારું માનવસ્વભાવગત કુતૂહલ સ્વાભાવિક જ વધારતો ગયો. ‘ખીરનું તે શું કરશે ?’ની ચણભણે મને તેની પાછળ જવા મજબૂર કર્યો. પાછળ પડેલા બાળકો કે પછી બીજા કોઈનીય પરવા કર્યા વગર તે સડસડાટ શેરી બહાર અને પછી ગામ બહાર નીકળી ગયો. સીમમાં વડનાં ઝાડ નીચે એક ચોતરો બનાવેલો. ત્યાં પહોંચીને તેણે કપ ચોતરે મૂક્યો. ત્યાંથી તે થોડે દૂર ખસ્યો. આસપાસ જોયું અને આશ્ચર્ય ! આટલા વરસોમાં કોઈએ એને બોલતો સાંભળ્યો ન હતો. તે ગાંડાના મુખેથી શબ્દો નીકળ્યાં : ‘કાગવાસ’
દૂરથી તેની આ તમામ ક્રિયાઓ જોઈને મારું આશ્ચર્ય અને તેનાં વિશે જાણવાની તાલાવેલી ચરમસીમાએ પહોંચી. થોડીવારે ત્યાં બે કાગડા આવ્યા. આમ તેમ જોતાં, ડોલતાં ડોલતાં કપ પાસે ગયાં અને કપને અડ્યા વગર ઊડી ગયાં. આ દ્રશ્ય જોઈને ગાંડાની આંખમાંથી બે આંસુની બુંદો ટપકીને જમીનની માટીમાં વિલીન થઈ ગઈ. શું તે ખરેખર ગાંડો હતો ? નો’તો જ વળી. છાના પગલે હું તેની પાછળ ગયો. એના ખભે હાથ મૂક્યો. અચાનક થયેલા સ્પર્શથી તે ચમક્યો. પાછા વળીને મારી સામે જોયું. મને જોતાં જ તે ગાંડાપણાની ચેષ્ટાઓ કરવા લાગ્યો.
‘દોસ્ત હું જાણી ચૂક્યો છું કે તું પાગલ તો નથી જ. તો પછી આ બધું કેમ ?’ મેં કહ્યું. થોડીવાર તે શૂન્યમનસ્ક ભાવે મારી સામે તાકી રહ્યો. એકાએક તેની આંખોમાંથી અશ્રુધારા ફૂટી નીકળી. ધીમેધીમે ઘૂંટણો વાળીને તે ચોતરા પાસે જ બેસી પડ્યો. ચોતરે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મારો હાથ અજાણતાં જ તેની પીઠ પસવારી રહ્યો હતો. થોડી વાર પછી તેનાં ડૂસકાં અને રૂદન ઓછાં થયાં. મેં તેને ઊભો કરીને ચોતરા પર બેસાડ્યો. હું પણ તેની નજીક જ બેઠો. ‘હવે બોલ, શું છે તારી કહાણી….’
‘મારું નામ રોહિત..’ તેણે બોલવાનું શરૂ કર્યું. જાણે ટાઈમમશીન વડે તે ભૂતકાળમાં ધકેલાયો. આંખો એની જાણે કોઈ જૂના જમાનાની ફિલ્મ જોઈ રહી હતી. ‘રોહિત જટાશંકર દવે… ઉચ્ચ ગણાતી બ્રાહ્મણ જાતિમાં જન્મ. અહીંથી ઘણે દૂર એક ગામમાં અમે રહેતાં. પિતાજી પ્રખર વિદ્વાન કર્મકાંડી. આજુબાજુનાં ચાલીસ ગામોમાં એમના ગોરપદાંની હાંક વાગે. પૈસેટકે અમે ખૂબ જ સુખી. ગામમાં હવેલી જેવું ત્રણમાળનું ઘર અને સીમમાં ‘પૈસા વાવો તોય ઊગી નીકળે’ એવી ફળદ્રુપ અને રસાળ એંસી વિંઘાની જમીન. ગામનાં ગણ્યા-ગાંઠ્યાં ધનિકોમાં અમારી ગણના થતી. પિતાજી તો જાણે સાક્ષાત દુર્વાસા અને મારી બા એટલે જાણે સાક્ષાત સરસ્વતિ અને અન્નપૂર્ણાનું મિશ્રણ. ઘરે આવેલો અજાણ્યો અતિથિયે જો ભૂખ્યો પાછો ન જતો હોય તો હું તો એમનો એકનો એક પુત્ર હતો. પછી શેની મણાં હોય ? બસ, પિતાજીની ફક્ત એક જ ઈચ્છા કે, હું ય તેમની જેમ શાસ્ત્રોમાં પારંગત થઈને, અમારા વંશપરંપરાગત ધંધામાં પલોટાઈને પાંડિત્યનું પીંજણ કરું. પણ હું આ બધા મામલામાં પહેલેથી જ બિનરસાળ. હું બીજાનાં સંતાનોની જેમ ‘વંઠેલ’ તો જો કે નહોતો, પણ પિતાજીની આજ્ઞા માનીને તેમની ‘હા’માં ‘હા’ ભેળવું, તેવોય નહોતો. મારે ‘વિજ્ઞાન’ લઈને વૈજ્ઞાનિક થવું હતું. મારી સાથેનો તેમનો મતભેદ કદાચ અહીંથી શરૂ થયો. આમેય, પુરાણો અને વિજ્ઞાન બંને એકીપાટલે તો કઈ રીતે બેસી શકે ? સાપ કરડ્યો હોય કે પછી વાઈહિસ્ટીરિયાનો હુમલો થાય ત્યારે ભુવા-જાગરીયાને બોલાવવા, કોઈ મોટી મહામારી સામે લઢવા નવગ્રહો કે પછી દેવીદેવતાનાં આહ્વાન માટે પૂજાવિધિ સજેસ્ટ કરતાં માતાપિતા ‘વિજ્ઞાન’ ક્યાંથી પચાવી શકે ? આમેય પુરાણો હંમેશા વિજ્ઞાનનો અને વિજ્ઞાન હંમેશા પુરાણોનો છેદ ઉડાડતાં જ રહ્યાં છે ને…!
છતાંય, તેમની ઉપરવટ જઈને, બારમામાં વિજ્ઞાનમાં ઉચ્ચ ટકાવારી મેળવીને, પિતાજીએ સૂચવેલ ‘સંસ્કૃત મહાવિદ્યાલય’માં પ્રવેશ ન લેતાં, ધરાર નજીકનાં શહેરની ‘સાયન્સ કૉલેજ’માં પ્રવેશ મેળવ્યો. પિતાજીનો રોષ પુત્રપ્રેમને લીધે હોય કે પછી બાની સમજાવટથી, ધીરેધીરે ઓગળી ગયો. સારા ટકે સ્નાતક અને ત્યારબાદ અનુસ્નાતક થયો. શહેરમાં જ એક સારી કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે જોડાઈ ગયો. ત્યાં ઉંદર, દેડકાં, મરઘાં-બતકાં પર પ્રયોગ કરતાં કરતાં મારું બ્રાહ્મણત્વ જાણે કે નેવે મુકાઈ ગયું હતું. સાયકલ પર કૉલેજ જતો હું હવે સ્કૂટર પર ઑફિસ જતો થયો. ગામડાનાં ધૂળિયા રસ્તાં પણ હવે તો પાકી સડકમાં બદલાઈ ગયાં હતાં. ઘણું બધું બદલાઈ ગયું હતું. જૂની ઘરેડોમાંથી હું પણ બદલાઈ ચૂક્યો હતો. કદાચ મારા સંસ્કાર પણ બદલાઈ ચૂક્યા હતા. ફક્ત ન બદલાયા હતા તો બસ, ફક્ત મારા પિતા અને તેમનાં વિચારો અને તેમની સંહિતાઓ….
મારી ઉંમર વધી રહી હતી. પછી તો હાલનાં જમાનામાં બને છે, તેમજ, પિતાજીની પસંદગીની ઘરરખ્ખુ, સંસ્કારી, ચારિત્ર્યવાન, સ્વજ્ઞાતિની ગૃહિણીની જગ્યાએ મારી પસંદગીની, મારી જ ઑફિસમાં કામ કરતી, ભણેલ ગણેલ પરજ્ઞાતિની રોહિણી પર ઊતરી. ઘરમાં ભયંકર તોફાન ઊઠ્યું અને શમીયે ગયું ! ફાયદો જો કે માત્ર મને જ થયો. રોહિણી ઘરમાં આવી ગઈ. થોડા મહિના આનંદમાં ગયા. પણ પછી રોહિણીએ પોતાનું પોત પ્રકાશ્યું. રોહિણીની મહત્વાકાંક્ષાઓ અને પિતાજીની સમીક્ષાઓ વચ્ચે જાણે તુમુલ યુદ્ધ છેડાયું. મારી નિર્દોષ પારેવડાં જેવી બા તો જાણે મૂકપ્રેક્ષક હતી. રોહિણીની ઝપટમાંથી જો કે, તે પણ બચી ન હતી. તેનાં પરનાં અત્યાચારો હું સ્થિતપ્રજ્ઞ બનીને જોયા કરતો. સમુદ્રમંથન વખતે જે હાલત મેરુપર્વતની થઈ હશે, તે જ હમણાં મારીયે હતી. રોહિણી જૂનવાણી થવા તૈયાર ન હતી, તો પિતાજીયે ‘નવવાણી’ થવા તૈયાર નહોતાં. એક આખી પેઢીનાં છેડાયેલાં ભિષણયુદ્ધનો હું નિમિત્ત બન્યો હતો અને એ યુદ્ધમાં હું જાણે-અજાણ્યેય નવતર પેઢીનું જ સમર્થન કરતો હતો. હવાને સથવારે અમારા કૌટુંબિક પ્રપંચો પહેલાં તો પડોશીઓ અને પછી શેરી અને ગામનો ચર્ચાનો મુખ્ય વિષય બની ગયાં.
અને આખરે એ કાળમુખી સવાર ઊગી. હા, આજનો દિવસ હતો એ. ભાદરવા વદ નોમ. ઘરમાં સવારથી જ વાતાવરણ ડહોળાયેલું તથા ભારેભારે હતું. પહેલી રાત્રે થયેલાં ઝઘડાનો વિષાદ ઘરનાં તમામ પાત્રોનાં ચહેરા પર ડોકાતો હતો. અચાનક રોહિણી પોતાની ભરેલી બેગ સાથે રૂમમાંથી બહાર આવી. એ ઘર છોડીને જઈ રહી હતી. મને પણ સાથે જ લઈ જવા માટે તેણે ઉચ્ચારેલા વાક્યો સાથે જ જાણે પેટાળમાં સમાયેલ ખદખદતો લાવા બહાર નીકળ્યો. આજનાં ઝઘડાએ તો જાણે તમામ માઝા મૂકી દીધી. પિતાજી, હું અને રોહિણી હાથાપાઈ પર ઊતરી આવ્યા. ગુસ્સો બેકાબૂ બન્યો. અચાનક પિતાજીનો દેહ મારા હાથમાંથી ફંગોળાયો અને બારી વાટે ઊછળીને જમીન પર પટકાયો. બરાબર એ જ સમયે ગામનાં મુખી બીજા ત્રણચાર માણસો સાથે વાડામાં દાખલ થયાં. પિતાજીનો દેહ તરફડીને તેમની સામે જ શાંત પડી ગયો. બારીમાં અવાચક હું ઊભો હતો. પોલીસ આવી. મુખી તેમજ ગામ લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં. મને ગિરફતાર કર્યો. નિર્દોષતા પૂરવાર કરવા બાને ઢંઢોળી. પણ બા ક્યાં હતી…? તે તો માત્ર તેનું ખોળિયું જ હતું. તે તો પિતાજીની સાથે જ અનંતયાત્રાએ ઊપડી ગઈ હતી. અદાલતમાં કેસ ચાલ્યો. મારું મોં તો જાણે તે દિવસથી સીવાઈ જ ગયું હતું. મુખીની સાક્ષીએ હું ગુનેગાર પૂરવાર થયો. સજા થઈ, ‘જન્મટીપ’ અને પછી તો બસ, કાળમીંઢ કોટડી જ મારું વિશ્વ બની ગઈ. પત્ની ક્યારેક મળવા આવતી. હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટ સુધી લડવાની તૈયારી માટે જરૂરી નાણાં માટે મારી પાસે સહીઓ લઈ ગઈ. પછી તે ગઈ તે ગઈ. થોડો સમય જેલમાં તેનાં પત્રો આવતાં. પછી તેય બંધ થઈ ગયા. પછી ક્યાંકથી જાણવા મળ્યું કે, જમીન જાયદાદ વેચીને, માલમિલકત સમેટીને પોતાનાં કોઈ પૂર્વ પ્રેમી સાથે ભાગી ગઈ.
હવે બહારનાં વિશ્વમાં મારા માટે કાંઈ જ નહોતું. ન સગાવહાલા, ન જમીન-જાયદાદ, ન મહત્વાકાંક્ષાઓ કે ન તો કોઈ લાલસા. જગમાં આવ્યો એવો જ ખાલી હાથ. શું કમાયો હતો હું આ ભવાટવીમાં ? જો હું ધારત તો ભારતીય જ્ઞાન તથા વિજ્ઞાનનો સમન્વય ન સાધી શકત ? માવતરની આજ્ઞાઓને જૂનવાણી ન ગણતાં શિરે ધારી હોત તો ચિત્ર ક્યા પ્રકારનું હોત…! આ અને આવા જ ગહનચિંતન માટે ખૂબ જ સમય હતો મારી પાસે. કદાચ આધ્યાત્મિક ચિંતનની પુખ્તતા માટે જેલથી વધારે સારું સ્થાન આ વિશ્વમાં નહીં હોય ! જેલમાં ઘણી બધી વાંચન સામગ્રી આવતી. મારો ઝોક અનાયાસે જ ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો તરફ વધુ હતો. એકવાર મારા હાથમાં ગરૂડપુરાણ આવ્યું. સંપૂર્ણ પુસ્તિકા સંસ્કૃતમાં હતી. પરંતુ જટાબાપા જેવા વિદ્વાનનાં પુત્ર માટે તો શી મોટી વાત હતી ! પૃથ્વી પર કરેલા કર્મોનું પરલોકમાં કયું ફળ મળે છે એ તેમાં વિગતવાર સમજાવેલું. મારા કુકર્મો બદલ મને મળેલી જેલની સજા બાબતે તેમાં ખોળ્યું, પરંતુ આ શું ? એમાં તો જેલ નામની કોઈ સજાનું વર્ણન જ નહોતું ! પોતાનાં કર્મોનાં ફળઅનુસાર પૃથ્વી પર જન્મનાર તમામ પ્રાણીએ આ જેલ ફક્ત એક જ વાર ભોગવવાની હતી. માંના ઉદરની જેલ. તો પછી શું હતી મારા કુકર્મોની સજા ?
અને અંતે જડી જ ગઈ મને મારી સજા. પરલોકમાં મારા કુકર્મો અનુસાર બે સજાઓ તેમાં વર્ણવી હતી : ‘અંધકૂપમ’ અને ‘કૃમિભોજનમ’. અંધકૂપમમાં યમદૂતો જીવને એક અંધારીયા કુવામાં ફેંકી દેતાં અને ઉપરથી પથરાનો વરસાદ વરસાવતાં. ભયંકર શોરબકોર કરીને જીવને ગૂંગળાવી નાખે. કૂવામાં અસંખ્ય ઝેરી તથા ચિત્રવિચિત્ર જીવડાં અને જીવાતો હોય, જે જીવને ફોલી ખાય. જીવાતોની આ સજા એટલે જ કૃમિભોજનમ. વળી એક વાર મરીને આવેલા જીવને મરણતો હોય જ નહિ ને ! બસ, તેણે તો સાત વરસ સુધી રિબાયા જ કરવાનું. જો કે ત્યાંનો એક દિવસ અહીંનાં દસ હજાર વર્ષ બરાબર હોય, તે અલગ વાત.
જો આ સજાની જ તજવીજ ત્યાં મારે માટે હોત તો, પછી આ જેલની તો શું વિસાત….! અને મારા દિમાગમાં એક વિચાર ઝબક્યો. લોકો પોતાનું સ્વર્ગ જો પૃથ્વી પર ઊભું કરી શકતા હોય તો, હું મારા માટે અહીં નર્ક કેમ ન ઊભું કરી શકું….? ત્યાં વેઠવી પડનારી સજા હું અહીં જ, આપણી દુનિયામાં, આપણાં જ માનવો વડે કેમ ન વેઠી શકું… ? અજાણ્યું ગામ અને અંધારીયા કૂવામાં કોઈ ફેર હોતો નથી. એ ન્યાયે જેલમાંથી સજામાં રાહત મેળવીને છૂટ્યા બાદ આપના ગામમાં આવી ચઢ્યો. બાળકો વડે મરાતા પથ્થર, લોકોનાં મારા માટેનાં બૂમબરાડા, ઓટલો મળે તો ઠીક નહીં તો નદીનાળા કિનારે કે પછી ગટર… આ બધી મારી સજાનો જ ભાગ સમજું છું. આજે સાત ભાદરવાથી તમારા ગામમાં છું. ક્યાંકથી શ્રાદ્ધપક્ષમાં ખીર મળે તો અહીં લાવીને મૂકું છું. પરંતુ આજ સુધી કાગડાઓ તેને અડ્યા નથી અને કદાચ આજે પણ…’ અને તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. હું શૂન્ય ભાવે તેની સામે નીરખી રહ્યો. એટલામાં જ ક્યાંકથી પાંખોનો ફફડવાનો અવાજ આવ્યો. બે કાગડા ચોતરે આવ્યા. ઠુમકતાં ઠુમકતાં કપ પાસે આવ્યાં. ખીરમાં ચાંચબોળી. ખીર ખાધી અને આકાશમાં દૂર દૂર ક્યાંક ઊડી ગયા.
રોહિતની આંખમાં હજુયે આંસુ હતાં. પણ કદાચ હર્ષનાં. આજે આટલા વર્ષે તેનું ‘સાચુ પિતૃતર્પણ’ થયું હતું. વાતાવરણની ગમગીની થોડી ઓછી થતાં હું ય મારા ઘર તરફ વળ્યો.
Print This Article
·
Save this article As PDF
very nice.please keep it up.Dilip desai
That was a really nice story!
Thanks very mcuh!
સંતોષભાઇને અભિનંદન – આપની કૉમેન્ટ વાંચી છે, લેખ પહેલી વખત.
વાર્તા મને કદાચ “weird” લાગી. એક વાત કહીશ કે અલગ જ વળાંક છે.
Santoshbhai,
I really enjoyed your story. It is a touching story.
Keep it up.
Thanks,
સંતૉષભાઈ,
એકદમ જોરદાર લેખ છે.
પહેલા તમારી comments વાંચતો હતૉ આજે તમારિ વારતા વાંચી..congrats you’re writing is amazing..
kaik beeja journalists ne pan aapni jem sudharo..jethi kaik saaru vaanchva layak saachu and saaru chaape..
Dear Sir,
Congratulation, Your frist story, Excellent Story, keep it up
Pradip
ખુબ જ હ્રદયસ્પર્શી વારતા.
Santoshbhia,
Amazing! The story was really good. Could not resist reading the same in one short. Keep it up. Now we have to wait for your next creation.
ખુબ સરસ વાર્તા
પ્રયત્નથી નહિ પણ મન અને અવલોકનથી લખો તો વધુ સારુ લખી શકશો
Kharekhar hryadasparshi …………………
Biju kai bolva layak nathi
Santosh sir..
great story..!!
plz keep writing..
ખુબ સરસ વાર્તા. આંખો ભીની થઈ ગઈ. ઘણી વાર આપણે એવા પગલાં લેતા હોઇએ છીએ જેનો અફસોસ આજીવન રહેતો હોય છે.
Something different story, nice attempt…
keep it up santoshbhai.
ભાવસભર, હૈયુઁ હચમચાવે તેવી વાર્તા
સરસ વાર્તા છે. આમા નાયક એવુ કહેવા માન્ગે છે કે એણે માબાપ ની વાત ના સામ્ભળી એટલે એની જીન્દગી રફેદફ થઇ ગઇ. વાત એ નથી. આદિકાળ થી ચાલતુ આવ્યુ છે કે લગ્ન પછી છોકરો બદલાઇ જાય છે. એવુ ના થવુ જોઇયે. પત્નિ અને માબાપ વચ્ચે બેલેન્સ કરવાર્ની જવાબ્દારી છોકરા ની છે. રોહિતના માબાપ સારા હતા. જે જોઇતુ હતુ તે થોડી આનાકાની પછી માની ગયા હતા. હુ એટલુ માનુ છુ કે દરેકે જમાના પ્રમાણે ચાલવુ જોઇયે. જુનુ પુરાણુ પકડી ના રાખવુ જોઇયે. જ્યારે દરેક માણસ ને પોતાને અનુભવ થાય છે છતા પણ બદલાતા કેમ નથી? જે અનુભવ પોતાની સાસુ જોડે થાય છે એ જ પોતાની વહુ જોડે કેમ કરે છે? કોઇ પણ વસ્તુ પોતાના ઘર ની શાન્તિ થી વધારે કૈ નથી.
Very fine first story. Youth and Old Age do not see eye to eye. If and when they do,it is usually too late. Of course there are always two sides to a coin. I am reminded of ‘Mukundrai’ story. Your story is almost the sequal to it. Congratulations;We all look forward to your next one.
Aaroshi,
I fully agree with you.
One must know to balance the relationship. In the given story, Rohit could not balance his relation; hence, he had to pay heavy price for the same.
રોહિત એના પરણેલા પાત્ર ને ઓળખવા મા પણ ભુલ ખાઈ ગયો.
Was he not aware of his wife’s old affair? There is nothing wrong in having any affair with some one before marriage, as the same can be converted in to full time relation. However, for some reason, if some one cannot convert the same in relation, then one must know how to put full stop to the affair and the same affair should not come in to the way of the future life. In the given story, as the author mentions that, Rohini ran way with her ‘ પૂર્વ પ્રેમી’, that means she was not faithful to her people specially her husband.
This is a very eye-opening story for the present generation, who takes the hasty step in life and without realising the consequences and understanding enters into any kind of relation and ruin their as well their parent’s life.
I addressed Aarohi as Aaroshi, pl. excuse me for the same.
Looks to me, Author had to make the wife either elope with someone or just die due to some illness or something. If Author had killer her, there would’ve been so many deaths and might’ve seemed little implausible. If Rohit had a good wife, he wouldnt’ have gone berserk either. And, the story that everyone liked, wouldn’t have materialized.
bahu j mast 6………………
ekda touching………………….
વાર્તાલેખન ખરેખર સરાહનીય છે. હ્રદયસ્પર્શી વાર્તા.
પાત્રોમાં ઉંડાણ ન લાગ્યુ, પરંતુ તમારી કોમેન્ટસ વાંચી છે એટલે ખાતરી છે કે હવે પછીની વાર્તા આનાથી પણ વધુ ઉત્તમ હશે જ.
આભાર,
નયન
ખુબ જ સરસ પાત્ર….ભુલ સમજાઈ ને પસ્તાવો કરવાનો સમય અને તક મલ્યા..બહુ જ સારો વિચાર…… સંતોષભાઇ..અભિનંદન
Hi,
It is really nice. Especially at the time of Shradh.. Great heart touching story.
ઘણા વખત પછી તદન નવી જ વાર્તા વાંચવા મળી.. ઘણી સુંદર રીતે વાર્તા લખાઈ છે. આશા છે કે હજુ આનાથી પણ સારી આલેખન વાળી વાર્તા ભવિષ્યમાં વાંચવા મળશે. Thanks for posting it Mrugeshbhai.
સરસ પ્રયત્ન.
કંઈક અનોખું!
થોડું નવિન!
આત્મપીડનની પરકાષ્ટા મોત છે. આત્મહત્યા!!
પરન્તુ, મારી દૃષ્ટિએ આત્મહત્યા કરતાં ય રોહિતે કરેલી આત્મસજા વધારે આકારી છે.
આરોહીબેન અને તૃપ્તિબેનની વાત સાચી કે મા-બાપ અને પત્ની, દીકરા અને સાસુ-વહુ, સર્વેએ બેલેન્સ કરવું જરૂરી છે.
સંતોષભાઈ, વાર્તા જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે.
સરસ વાર્તા.તરત અસર કરે તેવિ.
verygood, heart touchy story. Keep writing.
વાંચીને આંખ ભીની થઈ ગઈ.
Just Incredible!!!!
Usually I am lazy about writting response but when I read this is first time you are writting and thats also this masterpiece…I can only imagine how much these appreciation words will mean to you
Great…Superb…amazing.
Excellent story…. Really touched my heart….
Thank you for posting such a wonderful story… Lesson learned…
In English there is good old say “Bors before Hoz” – Never treet your parents bad…. You don’t agree with them – Fine…. but DO NOT hurt them this bad…. Even God won’t forgive you and you will be in hell for all eternity!!!!!
Thank you,
Chirag Patel
Khare kahr khubaj saras varta, ahi karelu ahij bhogavo to vadhare saaru.
સરસ હૃદયંગમ વાર્તા… પ્રાયશ્ચિતની એક નુતન રીત અપનાવી રહેલા નાયકનુ મનોમંથન ઘણુ જટીલ રહ્યુ હશે…આવુ અનેક વખત આપણી સાથે પણ બને છે કે જ્યારે ઇશ્વર પાસે હાથ જોડી મસ્તક નમાવી વંદન કરીએ ત્યારે ખરેખર અંદરથી અવાજ આવે જ છે કે આપણે આજ સુધી જાણે-અજાણે અનેક ભુલો અને પાપના હકદાર બન્યા છીએ, નાનકડા ભૌતિક ફાયદા માટે કાવાદાવા કરીને અનેક વાર પારકા અને પોતાના સહુને દુભવ્યાજ હશે, શુ ખરેખર ઇશ્વરની દયાના દાવેદાર આપણે હોઈ શકીએ? એ તો પરમ પિતા કૃપાળુ પરમાત્મા છે નાનકડૉ પ્રાયશ્ચિત ભરેલો પોકાર સાંભળીને દોડી આવશે પરંતુ આપણી આંખમાથી પુરી શ્રધ્ધા અને વિશ્વાસ સાથે પસ્તાવાનુ એક ટીપુ સાચા અર્થમા પડી શકે ખરુ? શુ જેઓનો ગુનો સતત કરતા આવ્યા છીએ તેઓનો આપણી પર આટલો હક હોઈ શકે કે આપણે ભુલ બદલ એકવાર ખુદ આપણી જાતને સજા કરી શકીએ!!
વાર્તા ખરેખર જરા હટકે છે. સંતોષભાઈનો જો પ્રથમ પ્રયત્ન હોય તો ખરેખર સરાહનિય છે.
ખુબ સરસ!
પૂર્વ અને પશ્ચિમ. અધ્યાત્મ અને વિજ્ઞાન. આંતરસત્વની વૃદ્ધિ અને બાહ્ય સિદ્ધિઓ. કોઈ પણ એક બાજુ જો માણસ ઢળી જશે તો માણસ સમતોલ જીવન જીવી નહીં શકે. આ બંને પલ્લાઓ વચ્ચે સંતુલન કરવું અત્યંત આવશ્યક છે. જો આજે વિશ્વને આનંદ અને શાંતિથી જીવવું હશે તો તેમણે વૈજ્ઞાનિક સિદ્ધિઓને માનવજાતના કલ્યાણ માટે વાપરતા શીખવું પડશે. અને સાથે સાથે જ પુર્વની અધ્યાત્મવિદ્યા (જ્ઞાન , ધ્યાન અને કર્મયોગ) નો ઉંડો અભ્યાસ પણ કરવો પડશે. ભક્તિયોગમાં ઈશ્વરને સ્થાને પ્રત્યક્ષ રહેલો માણસ મુકીને શિવજ્ઞાને જીવસેવા કરતાં શીખવું પડશે.
ભારતમાં અત્યારે બે પેઢીઓ વચ્ચે ચાલતાં દ્વંદ્વની સુંદર રજૂઆત શ્રી સંતોશભાઈએ વાર્તા દ્વારા કરી. ફરી એક વાર કહેવાનું મન થાય છે કે હે ભારત! તું વૈજ્ઞાનિક થા અને સાથે સાથે તારા આત્માના ઉંડાણમાં ગહન ડૂબકી પણ લગાવ કે જેથી તને આ બાહ્ય અને આંતરજગત બંને વચે રહેલી એકતાનું સમ્યક જ્ઞાન થાય.
શ્રી સંતોષભાઈને ખુબ ખુબ ધન્યવાદ. કલમપ્રસાદી મળતી રહેશે તેવી અપેક્ષા સાથે.
very nice story, santoshbahi.
heart touching.
સંતોષભાઈ
અભિનંદન
હ્નદયને મનોમંથન કરવા પ્રેરે તેવી વાર્તા છે.
અમૄતગિરિ ગોસ્વામી
Santoshbhai
hart touching story with first attempt.
હર્દઈ હલિગયુ. મન ભિજાઈ ગયુ.
અભીનદન્.
Short and sensitive story. I liked the most.
What is the message? what went wrong?
who is at fault? how one has to balance?
Needs introspect by all as generation gap
is same even today, kinds are different
Yogendra Dave
શ્રીસંતોષભાઇ ખુબ ખુબ અભિનંદન. આપના પ્રતિભાવો વાંચેલ છે, જો આ પ્રથમ પ્રયત્ન હોય તો ઉતમ છે.
અને હા…”કોઇ પણ વસ્તુ પોતાના ઘરની શાંતિથી વધારે કાંઇ નથી”
Next ની આતુરતા ખરીજ.
આભાર…આવજો…….શુભદિન.
વ્રજ દવે
ભાઈશ્રી સંતોષભાઈ,
ખરેખર આપે સહુ વાચકોના મન અને હૃદયની લાગણીઓને ભીંજવી સંતોષનાં
પૂર વહાવ્યાં.
હાર્દિક અભિનંદન.
આપની કલમ મહૅંકી રહે અને ‘સંતોષ’ વહાવતી રહે એવી શુભેચ્છાઓ.
પરમકૃપાળુ પરમાત્માને નમ્ર પ્રાર્થના.
આભાર.
..
ખુબજ સરસ વાર્તા
વહાલા પ્રતિભાવકો,
સાદર પ્રણામ.
આપ દ્વારા અપાયેલાં પ્રતિભાવોથી ખૂબજ ઉત્સાહવર્ધન થયું.
આપને વારતાનો અંત ગમ્યો…. ખરેખર તો આ અંત વિષે હું પોતે પણ અવઢવમાં હતો.
આત્મહત્યાને હું કાયરપણું માનું છું, તેથી તે નહી, જેલમુક્તિ બાદ નાયક મનસ્વિ બની જાય,
અંત ચીલાચાલુ બની જાત. પશ્ચિમ તરફથી પૂર્વ તરફ પલટાતા નાયકનું ચિત્રણ આ અંત
સાથેજ સંભવી શકે.અંત સૌને સુપાચ્ય બન્યો, એઓ અર્થ એજ છેકે, હજુ સુધી ભારતીયતા અને
ખાસ તો ગુજરાતીપણુ સા જ મરી પરવાર્યું નથી.
વારતથી અભિભૂત આજનો એકપણ યુવાન જો પૂર્વ-પશ્ચિમનું અનૂકુલન સાધી શકે તો
વારતા યથાર્થ લેખાશે.
ફરી એકવાર આપ સૌનો ધન્યવાદ….ફરી મળીશું….ત્યાં સુધી ….
‘સંતોષ’ એકાંડેનાં
વંદે માતરમ્
ખૂબ સુન્દર અને હ્રુદયસ્પર્શી !!
Very sad!
Even though a different kind in itself it was indeed a heart touching story. Keep cranking…
Ashish Dave
Sunnyvale, California
પ્રથમ પ્રયત્ન પ્રસંશનીય…હજુ વધારે સારી માવજત થઇ શકે..પરંતુ આ પહેલી જ વાર્તા હોવાથી અભિનંદનને પાત્ર છે.
બધું જાતે કહી દેવાને બદલે થોડું વાચકો..ભાવકો માટે રાખ્યું હોત તો વાર્તા વધારે સુન્દર બની શકે.
અનેક શુભેચ્છાઓ સાથે…
નીલમ દોશી
http://paramujas.wordpress.com
ખૂબજ હૃદય સ્પર્શી વારતા. સંતોષભાઇએ વારતાને આપેલો ‘ ત્રીજા આયામ’ નો અંત અદભૂત રહ્યો.
વારતાને અંતે નાયકને સમજાયેલી ભૂલ, પશ્ચાતાપની નવિન રીત, આંસુઓની ધારને અંતે કાગ-જોડીએ સૂચકરીતે
ખીરમાં બોળેલી ચાંચ…બધુંજ પરફેક્ટ. ખૂબ ખૂબ અભિનંફદન સંતોષભાઇ. વારતા અહીં મૂકવા બદ્દલ મૃગેશ્ભાઇનેય
અભિનંદન્.