કેટલાંક કાવ્યો – સંકલિત

[1] રેગીસ્તાનમાં – હરેશ કાનાણી (ગીરગઢડા, ઉના. સંપર્ક : +91 9913887816)

અમે
તને રમાડવા
તને છાનો રાખવા
બનતા હતા
ઊંટ, તો ક્યારેક ઘોડો !
પણ
અમને ક્યાં ખબર હતી કે

ઊંટ કે ઘોડાને
તું
છોડી આવીશ
બળબળતા રેગીસ્તાનમાં….!
.
[2] મારા દેશમાં – ક્રાંતિ (હિન્દી કવિતા, અનુવાદ : વંદના શાંતુઈન્દુ, વડોદરા. સંપર્ક : +91 9428301427.)

જે લોકો પોતાની ભૂખ
બીજાના નામે ભાંગે
એવા જ લોકો
બીજાના સપના સળગાવી
પોતાની ઠંડી ઉડાડતા હોય છે
ને ઠંડી વધતા
જાનવરની ખાલને બદલે
માનવીની ખાલ ઓઢતા હોય છે
આવા જ લોકો મારા દેશમાં
ખુરશી પર બેસતા હોય છે.
.

[3] નગરવાસીનું ગીત – સોનલ પરીખ (મુંબઈ, સંપર્ક : sonalparikh1000@gmail.com)

હું અશ્વ રેસનો રાતો
નશો ખેલનો લઈ લોહીમાં જીવસટોસટ ધાતો

હું મારું મેદાન, ગતિ હું, હું મારો થનગાટ
હું છું મારી હાર જીત ને હું મારો તલસાટ
તણખા વેરે ખરીઓ રસ્તો ક્યાંય સુધી પડઘાતો
હું અશ્વ રેસનો રાતો

કઈ અણદીઠી સત્તા મારી શક્તિઓને હાંકે ?
અકલવ્ય શી આંખ આ મારી ક્યા ધ્યેયને તાકે ?
ને પાછળ આ ક્યો પડછાયો પત્થર પર પછડાતો ?
હું અશ્વ રેસનો રાતો
.

[4] જો…. – પ્રીતિ દવે (સંપર્ક : preetidietcare@gmail.com)

કેટલું સારું થતું હોત,
જો જનારા તેની યાદ પણ,
સાથે લઇ જતા હોત !
મરણની પાકી પહોંચ તરીકે,
બંધ થતા શ્વાસોની સાથે,
જો તેમની યાદ માટે
આપણા મનનાં દરવાજાં પણ વસાઇ જતા હોત !
ને
એક અસ્તિત્વના વિલિનીકરણની સાથે-સાથે,
આપણા મગજના
તે અસ્તિત્વના ભ્રમને સંઘરી રહેલા
સઘળા Memory Cells પણ Delete થઇ જતા હોત !
હૃદયને આળું કરી મુકતાં,
એમની યાદનાં આસું,
ટપક્યાં પહેલાં જ સુકાઇ જતાં હોત !
વર્ષો સુધી ગમે ત્યારે,
ફુટી નીકળતી
એમની યાદનાં બીજ,
ખોટાં થઇ જતાં હોત !
કાશ,
કાશ…લીધી-દીધી લાગણીનાં લેખાજોખામાં,
આપણે જરીકેય કૃપણ ન ઠરતાં હોત !
કેટલું સારું થતું હોત,
જો જનારા તેની યાદ પણ,
સાથે લઇ જતા હોત !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે ગઝલો – હનીફ મહેરી
હાસ્યમંજરી – કલ્પના દેસાઈ Next »   

11 પ્રતિભાવો : કેટલાંક કાવ્યો – સંકલિત

 1. Prutha says:

  Sorry Preetiji,
  pan aa yaado ne sahare j to jivavaanu 6e…
  jo janara e yaado j lai jata rahe to ………………???!!!

 2. ડૉ.મધુસૂદન ઝવેરી says:

  નગરવાસીનુ ,-સોનલ પરીખનુ ગીત સરસ પડઘાતા પ્રાસ સાથે રચાયુ છે.સંક્ષેપ મા નાગરી જિંદગીની ઘોડાદોડ અને લય સરસ સધાયો છે. અભિનંદન.

 3. Veena Dave, USA says:

  ૧ અને ૨ વાહ વાહ ખુબ સરસ.

  ૪. યાદો તો જીવન જીવવાનો સહારો છે. કડવી યાદો delete કરવાની અને મીઠી યાદો save કરીને પછી recall કરવાની મઝા અનેરી હોય છે.

 4. સરસ કવીતાઓ , વાંચવી ગમે તેવી છે.સમજવા લાયક છે. સર્વે રચનાકારો નો આટ્લી સરસ રચના કરવા બદલ આભાર્

  નિતિન
  http://www.vadgam.com

 5. nayan panchal says:

  સુંદર રચનાઓ,

  આભાર,
  નયન

 6. preeti dave says:

  @ sonal parikh- i love your writting. Really nice..

 7. varsha says:

  ખુબ ખુબ ખુબ ખુબ સરસ
  આભાર

 8. nalini says:

  સરસ કવિતા માણવા નો અનેરો આનંદ મલ્યો. આભાર.

 9. nayana says:

  અતિ સુન્દર કાવ્ય્..

 10. DHAVAL PAREKH says:

  બળ બળતા …. વાહ વાહ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.