બે ગઝલો – હનીફ મહેરી

[રીડગુજરાતીને આ ગઝલો મોકલવા માટે શ્રી હનીફ ભાઈનો (સૂરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9909995211 અથવા આ સરનામે hanifmehri@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

[1]
છે ચમનમાં નિવાસ ફૂલોનો,
લો સજાવો લિબાસ ફૂલોનો.

રેત,રણ,ઝાંઝવા લખી દીધાં,
ક્યાં લખું હું વિકાસ ફૂલોનો.

આ ગઝલની સુવાસ ફેલાશે,
રોજ ખીલે છે પ્રાસ ફૂલોનો.

જિંદગી પારિજાત કરવી છે,
તો કરો સૌ પ્રવાસ ફૂલોનો.

[2]
પઘડી ફેંકી રાવ મળે છે,
આ કેવો સરપાવ મળે છે.

કાંઠે તરણાંના યે ફાંફાં,
ને મધદરિયે નાવ મળે છે.

રણમાં ઊટો પર બેસાડી,
ધગધગ તડકો સાવ મળે છે.

હું ભૂલું છું તમને તો પણ,
કેવા તાજા ઘાવ મળે છે.

આ અલગારી લોકો વચ્ચે,
સંતો જેવા ભાવ મળે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાર પરી અને સૂરજદાદા – મીનાક્ષી ચંદારાણા
કેટલાંક કાવ્યો – સંકલિત Next »   

10 પ્રતિભાવો : બે ગઝલો – હનીફ મહેરી

 1. sujata says:

  આ અલગારી લોકો વચ્ચે,
  સંતો જેવા ભાવ મળે છે.
  …..

  બ હુ જ સું દ ર્…………

 2. સરસ ટુંકી બહેરની ગઝલો.
  દમ છે આપની કલમમાં હનીફસા’બ!
  શુભાન અલ્લાહ…!!
  અને સર્વ બિરાદરોને ‘રમઝાન ઈદ’ મુબારક…!

 3. bhadresh says:

  આ ગઝ્લ ખરેખર સરસ છે ગઝલોમા દમ છે આપની કલમમાં હનીફસા’બ!
  શુભાન અલ્લાહ…!માસા અલ્લાહ…………. સર્વ બિરાદરોને ‘રમઝાન ઈદ’ મુબારક…!

 4. Malay Bhatt says:

  Last Gazal sounds on a familiar “chhand” , but I can’t seem to recall which one.
  Hope someone can help identify it!

 5. રાકેશ ઠક્કર , VAPI says:

  સરસ ગઝલો છે.
  આ શેર તો બહુ જ ગમ્યો.
  આ ગઝલની સુવાસ ફેલાશે,
  રોજ ખીલે છે પ્રાસ ફૂલોનો.

 6. preeti dave says:

  ખોટા લમ્બાણ વગરની , ટૂંકી પણ તરોતાજા રચના..

  “પઘડી ફેંકી રાવ મળે છે,
  આ કેવો સરપાવ મળે છે.
  હું ભૂલું છું તમને તો પણ,
  કેવા તાજા ઘાવ મળે છે”..

  વાહ ! અહી પઘડી કે પાઘડી એ સમજાયું નહી. પઘડી નો અર્થ શુ થાય??

 7. nayan panchal says:

  સરસ ગઝલો,

  આભાર,
  નયન

 8. Gayatri says:

  it is very nice

 9. Rajendra Namjoshi,Surat says:

  ક્યાં લખું હું વિકાસ ફૂલોનો.
  હનીફની આ ગઝલ ખરેખર સુન્દર છે. નવી રચનાની અપેક્ષા છે.

  – રાજેન્દ્ર નામ્જોશી – વૈશાલી વકીલ (સુરત )

 10. વાહ સુંદર ગઝલદ્વય……
  અભિવ્યક્તિ પણ એવી જ સ-રસ અને રદિફ પણ મજાના….આભિનંદન જનાબ….
  http://www.drmahesh.rawal.us ની મુલાકાતે પધારવા ભાવભર્યું નિમંત્રણ…………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.