વિદેશી ભડલી વાક્યો – મલય ભટ્ટ

[ ઈન્ટરનેટનો સૌથી મહત્તમ ફાયદો એ છે કે એનું ફલક વિશાળ છે. અહીં જાણે વિવિધ સંસ્કૃતિઓનો મેળો રચાય છે. અન્ય દેશોની ભાષા અને સંસ્કૃતિનો પરિચય થાય છે. ફલોરિડા (અમેરિકા) ખાતે રહેતા 45 વર્ષીય શ્રી મલયભાઈએ પ્રસ્તુત લેખ દ્વારા આવો જ એક વૈશ્વિક મેળો રચવાની કોશિશ કરી છે. અનેક પ્રકારના લોકો અને વિવિધ ભાષાઓના સંપર્કમાં રહીને તેમણે ગુજરાતીની જેમ અન્ય ભાષાઓના ભડલી વાક્યો શોધી કાઢ્યા છે, જેને તેમણે પાત્રોની કલ્પના દ્વારા અહીં પત્રરૂપે રજૂ કર્યા છે. અભ્યાસે મલયભાઈએ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને હાલમાં ટેકનિકલ પ્રોજેક્ટ મેનેજર તરીકે ફલોરિડાની એક કંપનીમાં કાર્યરત છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે malay_bhatt@hotmail.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

અમારા વહાલા ભારતીય ભાઈઓ, ભાભીઓ, ભૂલકાંઓને અમેરિકાના શિયાળામાં હુંફાળા હિટરના તાપે તપતા અમારા બધા N.R.I.ના રામ રામ !

શિયાળામાં કેનેડામાં જે ટાઢાંબોળ પવન ફૂંકાય એનો કરંટ છેક સાઉથ ફ્લોરીડા સુધી પહોંચે છે. અમારા કાળુદાદા તો એવી ઠંડીમાં પણ બરોબર પૅક થઈને સવાર-સાંજ ચાલવા નીકળી પડે. અમારી લાઈબ્રેરીમાં એક ‘સિનિયર્સ સેન્ટર’ છે. ત્યાં એમના જેવા બીજા રિટાયર્ડ કાકાઓ અને કાકીઓ પણ આવે. કોઈ અમેરિકન હોય તો કોઈ ઈટાલિયન, કોઇ સ્પૅનીશ તો કોઇ મૅક્સિકન – એમ આખી દુનિયા ભેગી થઈ હોય એવું લાગે. એ બધાં ગરમાગરમ કૉફીના ઘૂંટડા ભરતા જાય અને પત્તાં રમે, ચેસ રમે, અલકમલકની વાતો કરે એમાં સમય પસાર થઈ જાય.

એક દિવસ કાળુદાદાએ એમના જીગરજાન દોસ્તને પૂછ્યું કે, ‘જ્હૉન ગઈ કાલે તમે કેમ નહોતા આવ્યાં ? તબિયત તો બરાબર છે ને ?’ તો જ્હૉન કહે, ‘કાલે પવન બહુ હતો એટલે બહાર નીકળવાનું મન ન થયું’. દાદા કહે, ‘અમારા ગુજરાતમાં શિયાળાના દિવસોમાં તો પવન બહુ સારો ગણાય’, અને પછી એમણે ગુજરાતીમાં લલકાર્યું :

‘માગશર વાયુ ન વાય, તપે ન રોહિણી જેઠ,
તો પછી વિણે ગૌરી કાંકરા, ખડી ખીજડી હેઠ’

અંકલ જ્હૉન તો મોં ફાડી ને જોઈ રહ્યા એટલે દાદાએ અંગ્રેજીમાં સમજાવ્યું, ‘અમારા દેશમાં આને ભડલી વાક્ય કહે છે. આ બધાં સુપર કોમ્પ્યુટર અને એનાં ‘વેધર ફોરકાર્સ્ટીંગ’ તો આજકાલના આવ્યાં પણ અમારે ત્યાં જૂના જમાનામાં એક ભડલી પંડિત હતાં. એમણે આવા કૈંક સૂત્રો બનાવ્યાં છે. કંઈ સદીઓથી ભારત તો ખેતીપ્રધાન દેશ રહ્યો છે. અમારા ખેડૂતો ભડલી વાક્યો પરથી આવતા સમયનો અંદાજ બાંધી લેતા.’ જ્હૉન કહે, ‘આવાં તો અમારે ત્યાં પણ ઘણાં વાક્યો છે અને સુપર કોમ્પ્યુટરથી જરાયે ઉતરતાં નહી, હોં ! અમારા ખેડૂતો કહેતાં કે :

‘When chairs squeak,
it’s of rain they speak.’

And

‘Catchy drawer and sticky door,
coming rain will pour and pour.’

આમ વાત ચાલતી હતી ત્યાં ડેનિયલએ ઝંપલાવ્યું. એ મૂળ તો અહીંના નૉર્થ-કેરૉલાઈના રાજ્યના વતની, રિટાયર થયા પછી અહીં ફ્લૉરિડામાં આવી વસ્યાં છે પણ નૉર્થ-કેરૉલાઈના ને ભુલ્યાં નથી. તેઓ કહે, ‘અમારા રાજ્યમાં એપ્લાશિયન પર્વતોની મોટી હારમાળા છે. અમારા જૂના જમાનાના ખેડૂતો કહે કે :

‘When the forest murmurs, the mountain roars,
then close your windows and shut your doors.’

અને પછી તો બાપુ, વાત જામી ! બીજા ત્રણચાર સિનિયર્સ ઉમેરાણાં. મારીયૉ લૉરેન્ઝોનું ફૅમિલિ મૂળ સ્પેઈનથી આવેલું. એ કહે અમારા દેશમાં તો એપ્રિલ-મે સુધી ઠંડી જાય નહીં. અમારા સ્પેનિશ ખેડૂતો કહેતા કે :

Año de nieve es año de bienes,
Año de hielos es año de duelos.

(A year of snow is a year of prosperity,
and a year of ice, is a year of sorrow.)

આ સાંભળીને કાળુદાદા તો રંગમાં આવી ગયા, તેઓ બોલ્યા : ‘તમે જેમ મે મહિનાના ‘સ્નૉ અને આઈસ’ પરથી આગાહી કરો એમ અમારે ભારતમાં અષાઢ સુદ પાંચમનો દિવસ બહુ મહત્વનો ગણાય છે. ભડલી પંડિત કહે છે કે :

‘અષાઢ સુદીને પંચમી, જો ઝબુકે વીજ,
દાણાં વેચી ધન કરો, રાખો બળદને બીજ.’

પરંતુ એ પણ ધ્યાન રહે કે,

‘જો અષાઢ સુદીને પંચમી, નો વાદળ નો વીજ,
વેચો હળ બળદને, નીપજે કંઈ નો ચીજ.’

નૉર્વેથી આવી ફ્લોરિડામાં વસેલા ડેવીડ ચાચા કહે : ‘અમારી પ્રજા રહી સાગરખેડુ. એક જમાનામાં નૉર્વૅજિયન સાહસિકો યુરોપના ઉત્તર ખુણેથી વહાણમાં નીકળતા અને આખી દુનિયા ફરી વળતા. અમારા એ સાગરખેડૂઓ આકાશ જોઈને એંધાણ પામી જાય,

‘Red sky at night, sailors’ delight,
Red sky morning, sailors’ warning.’

કાળુદાદા કહે : ‘તો અમારી એક વધુ ઉક્તિ સાંભળો….’

‘પૂરવ વાયુ બહુ વહે, વિધવા પાન ચબાય,
આ લઈ આવે નીર ને, પેલી કોઇ સંગ જાય.’

વહેતા વાયુની વાત સાંભળીને સ્પૅનિશ અંકલ લૉરેન્ઝો રંગમાં આવી ગયા. એ કહે, ‘અમારે ત્યાં પણ પવન ઉપરથી આગાહી થાય છે :

Marzo ventoso y Abril lluvioso,
sacan a Mayo florido y hermoso.

(Windy March and rainy April
bring flowery and beautiful May).

અને વળી ત્યાંથી આગળ ચલાવતા કહે, ‘અને જો એમ ના થાય તો અમારા ભાઈઓ જાણે કે….

Hasta el cuarenta de Mayo, no te quites el sayo.
(Until the 40th of May, don’t take off your smock)

મે મહિનાની ચાલીસમી તારીખ સાંભળીને બધાના કાન ચમક્યા. દાદા કહે, ‘ઑ સિન્યોર લૉરેન્ઝૉ ! સવાર સવારમાં છાંટોપાણી ચડાવ્યા છે કે શું ? મે મહિનામાં ચાલીસમી તારીખ ક્યાંથી આવી ?’ એટલે લૉરેન્ઝૉ વદ્યા, ‘એ જ વાત છે ને ત્યારે ! અમારા ખેડૂતો બહુ ભણેલા નહીં એટલે કોઈ વાર ૩૧મી તારીખથી આગળ નીકળી જાય. વધઘટ લેવીદેવી ગણીને હકીકતે ૪૦મી મે એટલે ૯મી જૂન સમજી લેવી. કહેવાનો મતલબ એ કે જો માર્ચમાં બહુ પવન ના ફૂંકાય તો શિયાળો લાંબો ચાલશે, માટે સ્મૉક (એક કોથળા જેવું પહેરણ વસ્ત્ર) સાચવી રાખવું.’

નૉર્વૅજીયન ડેવિડ ચાચા કહે, ‘અમારા સાગરખેડૂ ખલાસી ભાઈઓ તો દરિયાના સી-ગલ પંખીઓ પર નજર રાખે.’

‘Sea-gulls fly to land,
a storm is at hand.’

અને ખલાસીની પત્નીઓ સી-ગલને કહે છે,

‘Sea gull, sea gull, go sit on the sand,
weather’s bad when you’re on the land.’

કાળુદાદા કહે, ‘અમારે ત્યાં પણ પશુપંખીઓ દુકાળની આગોતરી જાણ કરી દે છે, પણ અમારા લોકો બહુ બીઝી થઈ ગયા છે, આઈ મીન, ટીવીમય થઈ ગયા છે, પશુપંખીઓને સાંભળવાનો માટે ટાઈમ નથી, બાકી તો,

‘રાતે બોલે કાગડા, ને દહાડે રોવે શિયાળ,
તો ભડલી એમજ કહે, નિશ્ચે પડશે દુકાળ.’

અંકલ લૉરેન્ઝો કહે, ‘ગ્રાન્ડમા બ્લુ-બૅરી જોઈને દુકાળના એંધાણ પારખી લેતા….’

Cuando la mora ennegrece,
la viejas entristece.
(When the blueberry turns black, the old women become sad – because bad winter is coming).

‘જો ‘બ્લુ-બૅરી’ બરફમાં કાળી પડી ગઈ તો બાકીનો પાક ગયો જ સમજવો. સુખભરે દિન બીતે રે ભૈયા અબ દુઃખ આયો રે…..’ નૉર્થ-કેરૉલાઈના વાળા ડેનિયલ કાકા કહે, ‘અમારે ત્યાં તો ડુંગરાળ પ્રદેશ. અમને સૌથી વધુ ચિંતા ફ્રૉસ્ટ અને સ્નૉની રહે….’

Clear moon,
Frost soon.

‘શિયાળાની રાતે જો વાદળીયું આકાશ હોય તો દિવસની ગરમી રાતે જળવાઈ રહે, પણ જો વાદળાં વિખેરાણાં અને ચંદ્ર ચોખ્ખો દેખાય તો પર્વતો પરથી જાણે બ્લેન્કેટ ઊડી ગયો સમજવું ! અને જો બરફ પડવાનો હોય તો એની પહેલાં વાતવરણમાં ભેજ અને હિમકણીઓ તરતી થઈ જાય જેથી સૂર્ય અને ચંદ્રની આસપાસ એક વર્તુળ રચાયેલું દેખાય. એ જોતાં જ અમે કહી દઈએ કે,

‘Halo around the sun or moon,
rain or snow coming too soon.’

ઈટાલિયન અંકલ લ્યુચીયાનો અત્યાર સુધી શાંતિથી સાંભળતા હતા પણ હવે એમનાથી ન રહેવાયું. એ કહે, ‘ચાલો હવે, બહુ થયું ! તમે બધાં ભેગા થઈને આપણાં હવામાન ખાતાવાળાની નોકરી મુકાવશો. આ બધાં વાક્યો અને સૂત્રોના તો નીવડ્યે વખાણ થાય. બાકી કંઈ આ બધાં સૂત્રો બધી જગ્યાએ બધા સમયે સો ટકા સાચાં ન પડે. પેલું કહે છે ને કે….

‘The moon and the weather may change together,
But a change in moon, will not change the weather.’

તો વાચક મિત્રો, તમે પણ દેશમાં ભડલી વાક્યો સાંભળો અને ક્યારેક સાચાં પડતાં જુઓ તોયે આ કાર્ય-કારણનો સિદ્ધાંત ધ્યાનમાં રાખવા જેવો ખરો, હોં ! લ્યો, ચાલો ત્યારે, કાગળ-પત્તર લખતાં રહેજો….

અમારી ચિંતા કરતાં નહીં, અમે બધાં અહીં ટેસડા કરીયે છીયેં. આવજો… રામ… રામ…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મૂલ્ય શિક્ષણ : આકરું પણ અનિવાર્ય – મનસુખ સલ્લા
સફળતાનો સાચો રસ્તો – નટવર પંડ્યા Next »   

29 પ્રતિભાવો : વિદેશી ભડલી વાક્યો – મલય ભટ્ટ

 1. સુંદર. દરેક દેશની પોતીકી શૌલીના ભડલી વાક્યો ગમ્યા.

  પહેલાના વખતમાં જ્યારે ઘડિયાળનું ચલણ ઓછું હતું ત્યારે તડકો ઘરમાં ક્યાં પડે છે તે પરથી સમય નક્કી થતો….આ ભડલી વાક્યો પણ સમકાલીન જણાઇ આવે છે…

 2. trupti says:

  Malaybhai,

  Very nice article, and with the help of this, came to know about the bhadlai vakyo’.

  If I am not very inquisitive, Malaybhai are you originally from Vile-Parle and studied in Smt. Goklibai Punamchand Pitambar High School? as your brief description matches with one Malay who used to study in our school and used to stay on the S.V. Road, Vile-Parle next to Kavi Shri Pradeep’s bungalow.

 3. Vipul Panchal says:

  Hey Malaybhai,

  it’s fun to read diffrent countries “bhadli vakyo”.

 4. kumar says:

  Toooo Gooood
  really amazing
  ખરેખર ખુબ મજા આવી ગઈ…….
  લેખક ને ખુબ ખુબ અભિનંદન અને ખુબ ખુબ આભાર

 5. Jignesh Mistry says:

  Excellent! Glad to know all these…

 6. kalpanadesai says:

  Bhadali vakyo to aapane tyan j hoy e manyata khoti padine dil khush karava badal
  aaje vachako, kharekhar tamara abhari raheshe.Tamari clubmaanthi ahin pan
  sunder vaachan aamaj mokalata rahesho.Aabhar.

 7. too good…. first time came to know that even US, Spain, Italy, etc. has weather forecast like this 🙂 Very good article….

 8. દેશ વિદેશના ભડલી વાક્યો માણવાની મજા પડી. આમ ને આમ ટેસડા કરતા રહેજો ને આવી રીતે કાગળ પત્તર લખતા રહેજો. અમે અહી જુનવાણી ને આધુનિક , દેશી અને વિદેશી, ગ્રામ્ય અને શહેરી, દંભી ધાર્મિક અને સાચી આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને અંધશ્રદ્ધાથી ભરપુર એમ વિવિધ દ્વંદ્વો વાળી વિવિધ સંસ્કૃતિ વચ્ચે ક્યારેક પ્રાચીન સંસ્કૃતિને બીરતાવતા અને ક્યારેક અર્વાચીન સંસ્કૃતિને માણતા માણતા જલસા કરીએ છીએ. જ્યારે મન થાય ત્યારે ઘરે આવવા હાર્દિક નિમંત્રણ છે અને તમે પણ અહીંથી ત્યાં આવવા ઈચ્છતા બે-પાંચ જણાનો હાથ જાલીને લઈ જાજો. લ્યો ત્યારે રામ રામ.

 9. વાહ, મલયભાઈ
  આ ખાંખતવાળું અને અનોખું કામ બહુ ગમ્યું.

 10. nayan panchal says:

  પ્રથમ વાર જાણ્યુ કે આને ભડલી વાક્યો કહેવાય. સરસ જુગલબંધી.

  ખૂબ આભાર,
  નયન

 11. deepak dave says:

  મલય
  તું ઇસરો અમદાવાદ માં હતો?
  જો હતો તો જવાબ આપજે, હું ડીસીડી નો દીપક દવે
  બાકી તારી આ ભડલી વાક્યો ગમ્યા,
  તારી ઓળખ થયા બાદ વધારે પ્રતીભાવો આપીશ્
  દીપક દવે ઇસરો અમદાવાદ

  • Malay Bhatt says:

   અરે દિપકભાઈ, તમે?…!

   હા, હું એ જ મલય ભટ્ટ્, એ જ DCD… અને extention number 232…! SAC ના ગેઈટ બહાર લખા ની લારીની ચા અને દાળવડા…!

   My GOD! Just can’t believe this!

   આટલા વરસો પછી અણધાર્યૉ ભેટો થઈ જશે અને એ પણ આ ફોરમ માં એ તો કલ્પના બહાર ની વાત છે. આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કરવા શબ્દો ઓછા પડે છે.

   એક કામ કરો બાપુ, તમારો ફોન નંબર મને malay_bhatt@hotmail.com પર મોકલી આપો તો આપણે “ભુંગળે વાતું” કરશું.

   મલય

 12. સરસ સંશોધનાત્મક રજુઆત!

  મલયભાઈને અભિનંદન..

  આ ભડલી વાક્યો ઉપર જુનાગઢ ખેતીવાડી કોલેજ દ્વારા સંશોધન પણ થયેલ છે અને એના અનુસંધાનને આબોહવાના આંકડાઓ સાથે વૈજ્ઞાનિક અનુમોદન આપવાનો પ્રયત્ન પણ થયેલ.

  વરસાદની આગાહી માટે દેશમાં ટિટોડીના ઈંડાની સંખ્યા, સ્થાન અને સમયને અનુલક્ષીને ઘણી માન્યતાઓ છે. જે રીતે મલયભાઈએ સી-ગલનો ઉલ્લેખ કરેલ છે.

 13. deepak dave says:

  મલયભાઈ
  માફ કરશો, મારા એક મિત્ર મલય ભટ્ટ ઇસરો વાળા અમેરીકા મા છે, અને તમારા જેવા સાહિત્ય ના શોખીન છે, તેથી ઉત્સાહ માં તું સંબોધન થઈ ગયું, માફ કરશો
  દીપક દવે

 14. Rupal says:

  Very nice and interesting article. Today I learned about the “Bhadli Vakyou”.

 15. Dhwani Mankodi says:

  gnan sathe gammat !!!!!!!!!!!!! maja padi gai. these bhadli vakyo”s are good then today’s forecast office.
  hey. Anand Anjaria are u from IFFCO UDAY NAGAR, GANDHIDHAM ?

 16. Malay Bhatt says:

  Dear all,

  Thank you for your responses. I am glad to hear from all of you that you found my writing interesting. As time permits, I hope to continue writing for ReadGuajarati on various light topics in future.

  Warm regards,

  Malay Bhatt
  malay_bhatt@hotmail.com

  • ઈન્દ્રેશ વદન says:

   Great stuff. It’s really a different article, exposing all of us to adages of different languages.

   Please write something about different culture or country. Would appreciate something about spanish/mexican language or culture.

   Keep it up.

 17. કલ્પેશ says:

  મલયભાઇ,

  સરસ!! આપણે ત્યા આ બધી વાતો “document” થાય તો ઘણુ જાણવાનુ મળી રહે.

  સ્વદેશ ફિલ્મ યાદ આવી ગઇ જ્યારે શાહરુખને પુછે છે કે શુ કામ કરે છે, ત્યારે ગામના મુખી કહે છે કે આ તો અમારો એક ભાઇ પણ કરે છે – વાદળ દેખાતા નથી, આવતા થોડા દિવસ વરસાદ નહી પડે. 🙂

 18. Neha says:

  very nice article, today I came to know what is “Bhadli Vakyo”,
  Thanks Malaybhai & Mrugeshbhai.

 19. Editor says:

  જે વાચકમિત્રોને ભડલી વાક્યો વિશે ખ્યાલ ન હોય, તેમણે રીડગુજરાતી પર અગાઉ પ્રકાશિત થયેલો આ લેખ જોઈ લેવા વિનંતી :

  http://www.readgujarati.com/sahitya/?p=1642

  આભાર.

  લિ.
  તંત્રી, રીડગુજરાતી.

 20. Moxesh Shah says:

  Dear Malaybhai,
  Really Great Article. This is an eye opening article for all of that, who believe that only their culture is the richest and complete, whereas in reality, all the cultures are developed according to the climatic condition and ground reality of that perticular physical location. Yes, the main thing is that to carry forward that blindly without accomodating in the different condition is just bullish.

  Yes, one more thing. I’m proud today by presuming that, this may be the first of this kind of article in any literature.
  Jay Jay Garvi Gujarat. Long live Gujarati Sahitya.
  No need to worry, till the Great Gujaratis like you and Mrugeshbhai are there.

  Bravo! Bravo! Keep it up.

 21. nim says:

  Toooo Gooood
  really amazing
  ખરેખર ખુબ મજા આવી ગઈ…….
  લેખક ને ખુબ ખુબ અભિનંદન અને ખુબ ખુબ આભાર

  ધન્યવાદ
  નિમ

 22. Naimesh Nanavaty says:

  it was soooooooo goooooooodddd!!!!!
  Good research yaar and presentation was very creative. Excellent
  I salute you.

 23. Kanti Bakarania says:

  Very good Article, Before I never heard about the “Bhadli Vakyo”.
  Congratulations.
  Thank You.

  Kanti Bakarania

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.