બે ગરબા – સંકલિત

[1] જોગમાયા

તું કાળી ને કલ્યાણી રે મા !
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ચારે યુગમાં ગવાણી રે મા….. જ્યાં.

તને પહેલાં તે યુગમાં જાણી રે મા…. જ્યાં.
તું શંકરની પટરાણી રે મા…. જ્યાં.
તું ભસ્માસુર હણનારી રે મા……જ્યાં.

તને બીજા તે યુગમાં જાણી રે મા….. જ્યાં.
તું હરિશ્ચંદ્ર ઘેર પટરાણી રે મા….. જ્યાં.

તને ત્રીજા તે યુગમાં જાણી રે મા…. જ્યાં.
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા…. જ્યાં.
તું રાવણને રોળનારી રે મા…. જ્યાં.

તને ચોથા તે યુગમાં જાણી રે મા….. જ્યાં.
તું પાંડવ ઘેર પટરાણી રે મા…. જ્યાં.
તું કૌરવકુળ હણનારી રે મા…. જ્યાં.
.

[2] ગરબે રમો તો

જૂનાગઢથી તે ઊતરી ગોવાલણી રે
મથુરાથી ઊતર્યા કહાન રાજ
ગરબે રમો તો વહેલા આવજો રે.

તમને ઉતારા દેશું ઓરડાં રે,
દેશું દેશું મેડીને મહેલ રાજ….. ગરબે.

તમને દાતણ દેશું દાડમી રે,
દેશું દેશું કરેણી કાંબ રાજ….. ગરબે.

તમને નવણ દેશું કુંડિયું રે,
દેશું દેશું ગંગાના નીર, રાજ….. ગરબે.

તમને ભોજન દેશું લાપશી રે,
દેશું દેશું ઘેબરિયો કંસાર, રાજ… ગરબે.

તમને મુખવાસ દેશું એલચી રે,
દેશું દેશું બીડાં સો પાન, રાજ….. ગરબે.

તમને પોઢણ દેશું ઢોલિયા રે,
દેશું દેશું હિંડોળા ખાટ, રાજ…… ગરબે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઓહ ! તમને ડાયાબિટીસ થયો છે ?…અભિનંદન ! – વિનોદ ભટ્ટ
બે નિબંધો – તન્વી બુચ Next »   

4 પ્રતિભાવો : બે ગરબા – સંકલિત

 1. Neha says:

  navratri ma garba no anand kem chukay…khub saras.

 2. nayan panchal says:

  મૃગેશભાઈ, આભાર.

  પ્રથમ ગરબો સમસ્ત દૈવીશક્તિ માટે છે કે માત્ર અંબા માતા માટે…
  શંકરની પટરાણી અને ભસ્માસુર હણનારી એક જ શક્તિના સ્વરૂપ હતા કે અલગ અલગ.

  સમજાવવા વિનંતી.
  નયન

  • Chirag says:

   શંકર ની પટરાણી એટલે કે મા પાર્વતી – અને ભસ્માસુર હણનારી એટલે – શ્રી હરી વિષ્ણુ એ કરેલી અને બનાવેલી જોગ માયા… અને પ્રથમ ગબો એ માત્ર અંબા માં માટે છે – કારણ કે તમામે તમામ માતા ના મુળ સ્વરૂપ અંબા માતા છે.

 3. Vaishali Maheshwari says:

  Wonderful Garbas.

  Enjoyed reading those.

  Thank you for the same.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.