બે નિબંધો – તન્વી બુચ

[ નવોદિત યુવા લેખિકા તન્વીબહેનના કેટલાક લેખો આપણે અગાઉ માણ્યા છે. સાહિત્યક્ષેત્રે જીવનપ્રેરક નિબંધો તેમનો પ્રિય વિષય છે. ત્રણેક વર્ષ પહેલાં M.COMનો અભ્યાસ પૂરો કરીને હાલમાં તેઓ સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતા સાંજના દૈનિક અખબાર ‘જનયુગ’માં નિયમિત કૉલમ લખી રહ્યા છે. આ અગાઉ ફૂલછાબ અખબારમાં પ્રકાશિત થતી તેમની ‘વિચાર’ નામની કૉલમ ખૂબ લોકપ્રિય રહી છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તન્વીબહેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tanvi123485@yahoo.com અથવા આ નંબર પર +91 9924022929 સંપર્ક કરી શકો છો. ]

[1] સંબંધો-કાચનાં રમકડાં

સ્નેહને સીમા ના હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવે કિન્તુ હોશમાં,
કે વધુ ટકરાઈ પડતાં જામ ફૂટી જાય છે. – ‘બેફામ’

દરેક વસ્તુની એક સીમા હોય છે. એ સીમાને અનુસરવી ખૂબ જ જરૂરી હોય છે. જો એ સીમાનું પાલન કરવામાં આવે તો વિકાસ થઈ શકે, નહિતર વિનાશ પણ થઈ શકે. સંબંધોને પણ આ જ વાત લાગુ પડે છે. સંબંધોની સીમા તો અતિશય નાજૂક હોય છે. એટલે જ સંબંધો એ કાચનાં રમકડાં જેવાં છે. કાચના રમકડાંથી રમવાની છૂટ હોય છે પરંતુ તમે કેવી રીતે રમો છો તેનાં પર બધો આધાર છે. જો તે રમકડાં સાથે યોગ્ય રીતે નહીં રમવામાં આવે તો તે તૂટવાનો ચોક્કસ ભય રહેશે. અને બીજું, કે આ રમકડાંને માટે એક નિયમ એ લાગુ પડે છે કે આ રમકડાંને ફરીથી જોડી શકાતાં નથી. તે એક વખત તૂટી જાય પછી કદાચ આપણે તેને જોડવાનો પ્રયાસ કરીએ તો પણ તેમાં કાયમ માટે તિરાડ રહી જાય છે.

એક પ્રસંગકથા છે જેનું નામ છે ‘બા નો ફોટોગ્રાફ’. એ કથામાં ‘બા’ એ એક એવું વ્યક્તિત્વ છે કે જે હંમેશાં ઘરમાં ઢસરડો કરે છે. બા આખો દિવસ પોતાનાં કામકાજ કર્યા કરે છે. પરંતુ આખી જિંદગીમાં કોઈ દીકરાએ બા પર ધ્યાન આપ્યું નહીં. બા હંમેશાં બધાની સંભાળ રાખતાં. આખરે એક દિવસ બા મરણપથારીએ પડ્યાં. ત્યારે બાને તેમનાં દીકરાઓએ કહ્યું કે, બા ચાલો તમારો ફોટો પડાવવાનો છે. કારણ એ હતું કે દીકરાઓ બાનાં ફોટોગ્રાફને ભીંત પર લગાડવા માંગતા હતા. અંતિમ સમયે તેમને એક સ્ટુડિયોમાં લઈ જવામાં આવ્યા ત્યારે ફોટોગ્રાફરે બાને સહેજ સ્મિત કરવાનું કહ્યું. બા રડી પડ્યાં. બાની આખી જિંદગીનો હૈયાનો બોજ આંસુ રૂપે વહી રહ્યો હતો. બા સંબંધોને નિભાવી જરૂર શક્યા હતા પરંતુ સંબંધોને જીવી શક્યા ન હતા.

માણસ એક સંવેદનશીલ જીવ છે. એટલે જો તમે તેની લગામ હાથમાં રાખીને તેને દોરવવા માંગો તો તે દોરાઈ શકે નહીં. પશુની લગામ એ કદાચ લાકડી હોઈ શકે પરંતુ માણસ માટે તો પ્રેમનો તાંતણો જ હોઈ શકે. પ્રેમનો તાર કે જે હૃદયથી હૃદય સાથે જોડાય છે. કોઈ શેઠ, કોઈ શિક્ષક કે કોઈ પણ માતા-પિતાને કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોય ત્યારે એ સંબંધમાં જીવ માત્ર પ્રેમથી જ પૂરી શકાય. સંબંધો જેટલાં કાચ જેવાં નાજૂક હોય છે તેટલાં જ પારદર્શક હોય છે કે જેથી આરપાર બધું જોઈ શકાય છે. કોઈ પણ શંકા, નફરત કે ગેરસમજ સંબંધોના સરોવરને એક જ ક્ષણમાં સુકવી નાંખે છે. લાગણીઓનાં દુષ્કાળને ચોમાસાની ઋતુ સુધી રાહ જોવાની પણ જરૂર હોતી નથી !

હમણાં જ તાજેતરમાં એક વ્યક્તિ સાથે પણ કંઈક આવું જ બન્યું. એ વ્યક્તિ એક સરકારી કચેરીમાં મેનેજર હતાં. તેમની બદલી થઈ અને તેઓ નવી ઑફિસમાં જોડાયાં. ઑફિસમાં પહેલે દિવસે તેમનો પ્રવેશ થતાં જ બધાં હાથ નીચેના કર્મચારીઓએ ઊભા થઈને માન વ્યક્ત કર્યું. માત્ર એક જ વ્યક્તિ બેસી રહ્યો હતો. મેનેજરને તે વ્યક્તિ પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તે પોતાનો રોષ ઠાલવવા જતાં હતાં ત્યાં જ તેમની નજર ખુરશીની બાજુમાં પડેલી ઘોડી પર પડી. તે ભાઈ અપંગ હતાં. મેનેજરને થયું કે જો આજે ગેરસમજને કારણે હું કંઈ પણ બોલી ગયો હોત તો હું જિંદગીભર મારી જાતને માફ ન કરી શકત. એક જ ક્ષણમાં કચકડાં જેવાં સંબંધોના ટુકડા થઈ જાત. કાચનાં ટુકડાઓને તો હજુ વીણી શકાય છે અને એ વીણતી વખતે પગમાં ઈજા થઈ શકે અને લોહીનું ખાબોચિયું થઈ શકે પરંતુ સંબંધોનાં અદશ્ય ટુકડાઓ તો હૃદયને જ ઈજા પહોંચાડે છે અને આંસુનો દરિયો વહી જાય છે.

[2] આત્મસંતોષ

પ્રકૃતિનો જે નિયમ છે તે અવિચળ રહેશે,
કામ નહિ આવે કદી એ સદા નિર્બળ રહેશે,
જ્યાં સરોવર કે નદી બદલે હશે સુકું રણ,
પડશે વરસાદ છતાં રોજ ત્યાં મૃગજળ રહેશે – ‘બેફામ’

આજકાલ વ્યક્તિ પાસે દરેક પ્રકારનાં સુખનાં સાધનો છે. માણસ જે ઈચ્છા કરે છે તે મેળવે છે. ઈચ્છાઓ અનંત છે. માણસ સતત તેને પોષતો રહે છે. પોતાનાં મનને ગમે તેવું થાય તો આનંદ આવે છે. આમ છતાં શું તેને સાચો સંતોષ મળે છે ? માણસની પાસે ઘણું બધું હોવા છતાં હંમેશા એક પ્રકારની ફરિયાદ રહે છે. કોઈપણ પ્રકારની વસ્તુ કે જેની તીવ્ર ઈચ્છા હોય, મનમાં સતત તે વસ્તુનાં જ વિચાર રમતાં હોય તેવી વસ્તુ હાથમાં આવી જાય પછી પણ તેમાંથી મળતા સંતોષનું આયખું આટલું ટૂંકું કેમ હોય છે ? જેમની પાસે અઢળક સંપત્તિ હોય કે પછી અત્યાધુનિક કાર ના માલિક હોય તેવાં લોકો પણ હૃદયનાં એક ખૂણામાં એટલું બધું દુ:ખ સાથે જીવતા હોય છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. બીજી તરફ જેની પાસે કંઈ નથી, માત્ર રહેવા ઝૂંપડું છે અને જે રોજેરોજનું કમાઈને ખાય છે તેવાં ગરીબો પણ સંતોષથી જીવતા હોય છે.

આવું શા માટે થાય છે ? કારણ કે ગરીબ લોકોને પોતાના માટે વિચારવાનો સમય જ નથી. એ લોકોને જે વસ્તુ મળે છે તેમાં પૂર્ણવિરામ મૂકીને આરામથી સૂઈ જાય છે. તેનાથી વિરુદ્ધ, જેને બધું જ મળી શકે તેમ છે અથવા તો મેળવ્યું છે તેમ છતાં તેની ઈચ્છાઓની બાજુમાં હંમેશા અલ્પવિરામ જ આવે છે. કોઈપણ રીતે તે અસંતોષનો અનુભવ કરતા હોય છે. કારણ કે બધું જ હોવા છતાં હંમેશા પોતાના વિશે જ વિચાર આવતાં હોય છે. એટલે જ સાચું સુખ આત્મસંતોષમાં છે. આપણી બહાર પણ એક દુનિયા જીવી રહી છે. તેને પણ ઘણી બધી ફરિયાદો છે. ક્યારેક તેના વિશે પણ વિચારીએ તો એની ફરિયાદનું પણ નિવારણ થઈ શકે અને આપણને પણ ગજબનો સંતોષ મળે છે.

આપણે એક વાત તો જાણીએ છીએ કે જ્યારે આપણે કોઈનું સારું કરીએ છીએ ત્યારે તેના હૃદયમાંથી હાશકારો નીકળે છે અને એ જ હાશકારાની આપણા પર હકારાત્મક અસર થાય છે. કારણ કે દિલનું દિલથી અદ્રશ્ય જોડાણ છે. આપણે જ્યારે આપણી ઈચ્છા પૂર્ણ કરીએ ત્યારે જે ખુશી કે સંતોષ મળે તેના કરતાં સામેવાળી વ્યક્તિ ને ખુશી આપીએ ત્યારે જે આત્મસંતોષ મળે છે તે ગજબનો હોય છે. જ્યારે બીજાનાં આત્માને સંતોષ પહોંચાડવામાં આવે ત્યારે જ આત્મસંતોષ મળે છે. હમણાં જ થોડા સમય પહેલાં અખબારમાં વાંચ્યું હતું કે એક વિદ્યાર્થીને એવી ટેવ છે કે તે હંમેશાં પોતાની સાથે ચપ્પલની જોડી રાખે છે અને જે ગરીબ વ્યક્તિ મળે છે તેને આપે છે. એક ભાઈને એવી ટેવ છે કે તે પોતાની સાથે ચોકલેટ્સ રાખે છે અને જે નાના બાળકો મળે છે તેને ચોકલેટ આપે છે. એક ભાઈ પોતાની સાથે પરચૂરણ એટલે કે રૂપિયો-બે-રૂપિયા કે પાંચ રૂપિયાના સિક્કા રાખે છે અને ગરીબોને આપે છે. સવાલ એ છે કે આ ત્રણેયમાંથી સૌથી વધુ સંતોષ કોને મળશે ? બેશક જે વ્યક્તિ ગરમ તાપમાં ચાલતા લોકોનાં પગને ઠંડક આપે છે તેને. બીજાને પણ સંતોષ તો મળશે જ. પરંતુ ઉતરતા ક્રમમાં. કોઈ પણ વ્યક્તિને અન્નદાન કરવાથી કે તેની ભૂખ સંતોષવાથી તે વ્યક્તિને તો સંતોષ થાય જ છે પરંતુ જે વ્યક્તિ અન્નદાન કરે છે તેને પણ પરમ સંતોષ મળે છે. બે વ્યક્તિનાં ચહેરાં ખીલી ઊઠે છે.

કોઈ પણ વ્યક્તિને મદદ કરવાનાં ઘણાં રસ્તાં છે. જરૂરી નથી કે આપણે કોઈને કંઈ આપીને જ મદદ કરી શકીએ. કોઈનું કાર્ય કરીને કે પછી કોઈ દુ:ખી વ્યક્તિ ને સાંત્વન આપીને પણ મદદ કરી શકીએ. પરંતુ આજકાલ તો આપણે જોઈએ છીએ એક સરકારી કચેરીમાં દશ વ્યક્તિઓ હોય તો માંડ અમુક જ વ્યક્તિઓ તેમાંથી કાર્ય કરતા હશે. બાકીનાં માત્ર ટાઈમપાસ જોબ કરતા હશે. કદાચ એ સમયે તેના મનમાં ખુશી પણ થાય કે હું દુનિયાની ખૂબ જ સુખી વ્યક્તિ છું કે મારે કંઈ પણ કરવું પડતું નથી. પરંતુ એ ખુશી ખૂબ જ ટૂંકા સમયની હોય છે. આવી બનાવટથી સાચો સંતોષ ક્યારેય મળી શકે નહીં. આ પ્રકારના લોકો એક યા બીજી રીતે અસંતોષથી જ પીડાય છે. આ લોકો બીજાનું કાર્ય તો પછી, પણ પહેલાં પોતાનું કાર્ય પણ કરી શકતાં નથી. એટલે જ તેઓને આત્મસંતોષ નહિ, પરંતુ સંતોષનો અનુભવ થવો પણ મુશ્કેલ બને છે. આત્મસંતોષની ચાવી આપણા હાથમાં છે, તેનું તાળું પણ આપણી સામે જ છે, માત્ર જરૂર છે તેને ખોલવાની.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે ગરબા – સંકલિત
બાળકાવ્યો – સંકલિત Next »   

29 પ્રતિભાવો : બે નિબંધો – તન્વી બુચ

 1. Vipul Panchal says:

  Nice Article.

 2. સુંદર નિબંધો.

  ૧. કોઇ પણ સંબંધોમાં પારદર્શકતા સૌથી મહત્વની છે, તેમાં સંબંધનું ગૌરવ જળવાય છે.

  ૨. આપણે આપણા જાણીતા લોકો ને તો મદદ કરતા હોઇએ છીએ પણ અજાણ્યાને મદદ કરવામાં જે આત્મસંતોષ મળે છે તે અદ્ભૂત હોય છે. જરુરી નથી આપણે દરરોજ કંઇ દાન ધર્મ કરીએ બસ કોઇ વૃધ્ધને રસ્તો ક્રોસ કરાવી દઇએ તો એ પણ સેવા જ છે.

 3. Neha says:

  very nice article, thanks.

 4. Keyur Buch says:

  TANVI,

  Keep it up. After a long time again We read inspirational thoughts about life and relation , self satisfaction.

  લાગણીઓનાં દુષ્કાળને ચોમાસાની ઋતુ સુધી રાહ જોવાની પણ જરૂર હોતી નથી !

  e.g.’s are touchable and exact represent current situation of society. Now I hope u write such kind of article more and more .

  Thanks

  Keyur

 5. nayan panchal says:

  સંબંધો નિભાવવા આસાન છે પરંતુ તેને જીવવા માટે તો પ્રયાસ કરવો જ પડે. ઘણીવાર થાય છે એવુ કે શરૂઆતમાં બે વ્યક્તિઓ એકબીજાને ઇમ્પ્રેસ કરવા પોતાની ઉજળી બાજૂ દર્શાવે છે અને કાળી બાજૂ છૂપાવે છે. સંબંધમા ઉંડે ગયા પછી જ્યારે કાળી બાજૂ પણ દેખાય ત્યારે ઘર્ષણની શરૂઆત થાય છે. જો શરૂઆતથી જ પારદર્શિતા હોય અને સામેવાળાનો સંપૂર્ણ સ્વીકાર કરવામા આવે તો કદાચ તેવા સંબંધોનુ આયુષ્ય અને ગુણવત્તા વધી શકે. પણ મોટેભાગે સંબંધોમા પણ conditions appliedની ઝીણી ફૂડદી જોવા મળે છે.

  આત્મસંતોષનુ તાળુ તો આપણી સામે છે જ, પરંતુ ચાવી શોધવા માટે બહાર ફાંફા મારીએ છીએ. ચાવી આપણી અંદર જ છે, બસ તેને ઓળખવાની,શોધવાની જરૂર છે.

  બંને લેખો સચોટ.
  આભાર,
  નયન

 6. Parthiv Desai says:

  બન્ને નિબન્ હ્રર્દય ને સપરસિ ગયા

 7. pushpendrasinh solanki says:

  very nice storie i am very imrase.

 8. Rasik Butani says:

  ખુબજ સરસ નિબઁધો.
  ધન્યવાદ

 9. Mahendra says:

  ખરેખર જાદુ છે લખાણ મા !!!!!

 10. માનનીય તન્વી બેન ને આવા સરસ નિબંધો લખવા બદલ ખુબ ખુબ અભિનન્દન.નિસ્વાર્થ સબન્ધો અને નિસ્વાર્થ સેવા નો બદલો કુદરત જરૂર આપે છે.

  આભાર

  નિતિન
  વડગામ થી

 11. Veena Dave, USA says:

  સરસ લેખ.

 12. krupa says:

  very nice article.

 13. Balkrishna Shah,Vile Parle says:

  બંન્ને લેખો સારા અને સમજવા જેવા છે.

 14. Prutha says:

  બાનો ફોટોગ્રાફ …. મને યાદ છે કે એ મારે શાળામા આવતુ હતુ…

 15. dr. kamal says:

  તારિ ક્રુતિ ખુબ સુન્દર લાગિ.

 16. Raju says:

  Tanviben
  After a long time we read your article nice and inspirable

  Raju

 17. KAUSHIKKUMAR U CHHAYA RAJKOT says:

  આપે લખેલો લેખ બદલ અભિનન્દન. આ ક્ષેત્રે તમે ઘણા જ આગળ પ્રગતિ કરશો. ધન્યવાદ.

  કૌશિકકુમાર

 18. Mayursinh says:

  Tanviben
  Nice articles

  પ્રકૃતિનો જે નિયમ છે તે અવિચળ રહેશે,
  કામ નહિ આવે કદી એ સદા નિર્બળ રહેશે,
  જ્યાં સરોવર કે નદી બદલે હશે સુકું રણ,
  પડશે વરસાદ છતાં રોજ ત્યાં મૃગજળ રહેશે – ‘બેફામ’

 19. Buch Malav M says:

  Dear Tanvi,

  Both articles are very good. The theory of life know everybody which you mentioned in your articles, but nobody is ready to understand the real fact of the life. every body have his ego problem and nobody is ready to adjust or sacrifice including me.

 20. Vishal says:

  Tanvi
  I agree with comments of Malav Buch
  Both areticles nice and full of wisdom

  Vishal

 21. keyur says:

  Tanvi
  Both essays precise and meaningful
  It shows deep thinking about life circumstances

  Keyur

 22. urmila says:

  Dear Mrugeshbhai and all family members – My prayers are with you and all family members to give you strength to bear the loss of Mother .Pray to our lord to rest Mothers’s soul in peace

 23. jay says:

  Hello Tanvi

  Nice and meaningful essays

  Keep it up

  Jay

 24. Hardik says:

  તન્વીબેન,

  બન્ને લેખ હ્રદય સ્પર્શી લાગ્યા…
  પ્રસન્ગ કથા તથા અન્ય નાની વાતો વિચારતા કરી મુકે એવી સરસ રીતે
  લખાઇ હોઇ વાચવાનુ વારમ્વાર મન થાય..

  બન્ને લેખ બદલ ખુબ ખુબ અભિનન્દન.

  હાર્દિક.

 25. Ramesh says:

  Tanviben
  Both articles/essays fantastic
  All incidents are fit to article , e.g.s are really nice Thanks

  Ramesh

 26. Gaurang says:

  તન્વીબેન,

  બન્ને લેખ હ્રદય સ્પર્શી લાગ્યા…

  આત્મસંતોષની ચાવી આપણા હાથમાં છે, તેનું તાળું પણ આપણી સામે જ છે, માત્ર જરૂર છે તેને ખોલવાની.

 27. HARRSHIT VAIDYA says:

  Tanvi you shold become a ‘Script Writer’ in Bollywood.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.