ફાફડા અને જલેબી – સંકલિત

[1] ફાફડા

સામગ્રી :
fafda500 ગ્રામ ચણાનો લોટ
100 ગ્રામ અડદનો લોટ
અજમો, હિંગ, તેલ
મરચું, મીઠું, ખાવાનો સોડા.

રીત:
સૌપ્રથમ અડદનો અને ચણાનો લોટ ભેગો કરીને જોઈતા પ્રમાણમાં મોણ નાખવું. તેમાં અજમો, હિંગ, મીઠું અને ખાવાનો સોડા ઉમેરવો. ત્યારબાદ તેને મસળીને પરોઠા જેવો કઠણ લોટ બાંધવો. હવે પાટલી પર તેલ લગાડીને ભાખરી કરતાં મોટા કદનો લુઓ લેવો. તેને પાટલી પર મૂકી હાથ વળે ચોળીને લાંબો ખેંચવો. આ રીતે તૈયાર થતા ફાફડાના દરેક પડને ગરમ તેલમાં તળો. ફાફડા ફૂલીને ઉપર આવે એટલે તેને ઉતારી લો. ગરમ ફાફડા પર મસાલો તેમજ મરચું ભભરાવી શકાય. જલેબી અને કઢી સાથે તે સ્વાદિષ્ટ લાગે છે.

[2] જલેબી

jalebiસામગ્રી :
350 ગ્રામ મેંદો
500 ગ્રામ ખાંડ
1 મોટી ચમચી દહીં
350 ગ્રામ ઘી
કેસર, એલચી પાવડર

રીત:
સૌપ્રથમ મેંદાના લોટમાં ઘીનું મોણ નાખી સાધારણ ગરમ પાણીથી લોટ પલાળવો. આ લોટમાં દહીં નાખો અને તેનું જાડું ખીરું બનાવો. આ ખીરાને 24 કલાક રાખી મૂકવું. હવે ચાસણી બનાવવા માટે ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ગેસ ઉપર મૂકવું અને તેને સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળે અને પરપોટા દેખાય એટલે માનવું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. આ ચાસણીને નીચે ઉતારી તેમાં થોડું કેસર નાખવું અને એલચી પાવડર નાખવો.

આ પછી બીજી બાજુ કઢાઈમાં ઘી મૂકવું. હવે અગાઉ તૈયાર કરેલું ખીરૂં નીચેથી કાણાવાળો લોટો લઈ તેમાં ભરવું. કઢાઈમાં મૂકેલું ઘી ગરમ થાય ત્યારે લોટો ગોળ ગોળ ફેરવીને જલેબીના ચકરડા ઉતારવા. આ ચકરડા બરાબર તળાઈ જાય એટલે તેને નીચે ઉતારી, અગાઉ તૈયાર કરેલી ચાસણીમાં 5 થી 10 મિનિટ રાખવા. બસ ! જલેબી તૈયાર છે. પ્લેટમાં કાઢીને તેને ફાફડા સાથે લેવાથી સ્વાદિષ્ટ લાગે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાળકાવ્યો – સંકલિત
પાંદડે પાંદડે રેખા – સં. મહેશ દવે Next »   

16 પ્રતિભાવો : ફાફડા અને જલેબી – સંકલિત

 1. dr sudhakarhathi says:

  ફાફડા કરતા મરચા આકર્શક હતા જલેબી વાચવા મા જેટલિ સરલ તેટલી બનાવવા મા નથી

 2. ભાવના શુક્લ says:

  અહા….. અહી અમેરીકામા બસ આ એક ખાટલે મોટી ખોડ એજ કે ફાફડા-જલેબીમા કોઇ ઠેકણા ના મળે.. કાઠીયાવાડ અને અમરેલી ત્યારે બહુ યાદ આવે..

  સરસ રીત છે… ચાલો ઘરે બનાવાની ટ્રાય કરીશુ. મરચા જોઇ ને તો એવુ પાણી આવ્યુ છે મો મા…

 3. Neha says:

  yummyyyyyyyyyy 🙂

 4. કલ્પેશ says:

  મારા પપ્પા/મમ્મી/કાકા ને ગાંઠીયા, ફાફડા, જલેબી ખાતા જોઉ અને એ મને કહે કે “ખાઇને તો જો”, તો મને લાગે કે આટલુ બધ તેલથી ભરેલુ કેવી રીતે ખાઇ શકાય.

  પણ એક વાત છે, એમની જનરેશન મહેનત કરવા વાળાનો લોકોની છે એટલે શરીર સારો ખોરાક માંગી લે.
  મારા જેવા ઢીલા (માત્ર કોમ્પ્યુટર પર આંગળીઓની કસરત કરનારા) ને આ બધુ “unhealthy” લાગે. પણ, વાનગીઓમા (દેશી) જે સાર છે એ બર્ગર/પિઝ્ઝા/ચાઇનીઝ મા ક્યાથી મળે?

  આપણા (ગુજરાતીઓ) માટે દાળ, ભાત, રોટલી, શાક સિવાય સારુ શું?

 5. ઈન્દ્રેશ વદન says:

  ફોટા જોયા એટલે ખાવુ તો પડશે. ફાફડા નહી મળે તો ગાંઠીયા-જલેબી થી ચલાવવું પડશે. 😀

 6. આરે ગઈકાલે ફાફ્ડા અને જલેબિ ખાવનિ બહુ મઝા અવિ ગઈ.

 7. Chintan says:

  એક વાર ઘરે પ્રયત્ન કરવા જેવો ખરો..જોઇયે તો ખરા કેવુ રિઝ્લ્ટ મળે છે. 🙂

 8. Chirag Patel says:

  WOW!!! Really – Reminded me my child hood!!!! –

  Wish you all Happy Diwali & Happy New Year…..

  Thank you,
  Chirag Patel

 9. Bhavesh says:

  Missing “Amreli Ghahiya” with amazing “Marcha”.

 10. Vipul Chauhan says:

  વાહ મજા આવી ગઇ !!!!!!!!
  જોઇને મોઢામાં પાણી આવી ગયું.

 11. alpa says:

  Easy method. really nice to see it, i will definately try.

 12. jalpa says:

  fafda ni racipes ghani vanchi n try karyo pan saras nathi j banata…

 13. ABHINAV & HANSABEN says:

  sari jalebi nathi banatii..
  khoti rit lage chhe..
  sudharo karo

 14. Ripal Ronak Shah says:

  બહુ મજા આવી ગઈ.
  મસ્ત ફાફડા જલેબી બન્યા હતા.
  તમારો ખુબ ખુબ આભાર.

 15. KAMINI PANCHAL says:

  FAFDA IS LOOKINF BEST BUT KADHI KV RTIA BANAVI RIT AAPSO

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.