સંબંધોમાં સ્નેહ – અવંતિકા ગુણવંત

[‘એક દૂજે કે લિએ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] સ્નેહની પરખ જ નથી ?

કુળ, કુટુંબ, અભ્યાસ અને બાહ્ય દેખાવ જોઈને ઉદિત અને વૈભવીએ એકબીજાને પસંદ કર્યા. બેઉ કુટુંબને સંતોષ થયો કે સંતાનોએ યોગ્ય પસંદગી કરી. હવે વિવાહ વખતે આપવાની સાડી પસંદ કરવા ઉદિતની મમ્મી વીણાબેને વૈભવીને ફોન કર્યો. વૈભવી મળી નહીં પણ વૈભવીના બદલે એની મમ્મી રમુબેને વીણાબેનને કહ્યું, ‘તમારી પસંદગીની સાડી ખરીદીને આપો. તમારા તરફથી અપાતી પ્રથમ શુકનની સાડી સાથે તમારા આશીર્વાદ અને પસંદગી ભળેલાં હોવાં જોઈએ. વૈભવીને તમારી પસંદગી ગમશે.’

રમુબેને એવી મીઠાશથી આવું કહ્યું કે વીણાબેન ખુશ થઈ ગયાં. ઉદિતે આ સાંભળ્યું તો એય ખુશ થયો. એ સાંજે વૈભવીને મળ્યો ત્યારે કહે, ‘તારી મમ્મીએ જે કહ્યું એથી મારી મમ્મીને એટલું સારું લાગ્યું કે વડીલોની લાગણીને તમારે ત્યાં કેટલું માન અપાય છે !’ ઉદિતના મનમાં હતું કે વૈભવી પણ મીઠી મધઝરતી પ્રેમાળ ભાષામાં એવું જ કંઈ બોલશે. પરંતુ વૈભવી તો ફટ દઈને બોલી, ‘એમને સારું જ લાગે ને એમને સસ્તી સાડી ખરીદવી હોય તો ખરીદી શકે, હું હોઉં ને મોંઘી પસંદ કરું તો પ્રોબ્લેમ થઈ જાય, ખોટો ખર્ચો થઈ જાય. મારી મમ્મીએ તમારી સ્થિતિ સમજીને આવું કહ્યું હતું.’

ઉદિતને જનોઈવઢ ઘા પડ્યો. ઓહ, વૈભવી ને એનાં મમ્મી આટલાં અભિમાની છે ! હેતપ્રેમ પારખતાં એમને આવડતું જ નથી. મારી મમ્મીએ તો લેટેસ્ટ ફૅશનની સાડી વિશે કેટલી જાણકારી મેળવી હતી ! પપ્પાને હરખભેર કહ્યું હતું, ‘તમે મને વધારે પૈસા આપજો, વૈભવીને હું એને મનગમતી સાડી અપાવવાની છું, ભલે એ ગમે તેટલી મોંઘી હોય. ત્યારે પપ્પા બોલ્યા હતા ‘હા, આપણે અત્યારે અપાવવાની છે પછી તો ઉદિત અપાવશે. ઉદિત સારું કમાય છે, એના બધા શોખ પૂરા કરશે. પછી તો આપણને વૈભવીને અપાવવાનો ચાન્સ જ નહીં મળે.’ પપ્પાના અવાજમાં કેટલી હોંશ હતી. મારાં મમ્મી-પપ્પાની લાગણીની આમને તો કંઈ પડી જ નથી. આવું વર્તન ને સ્વભાવ મારા ઘરમાં ન ચાલે. આ તો ડગલે ને પગલે અપમાન કરશે અને ઉદિતે વાત ત્યાં જ અટકાવી દીધી. ઉદિત અને વૈભવીનો સંબંધ બંધાયા પહેલાં જ તૂટી ગયો.

કોઈ પણ સંબંધ ટકાવી રાખવા સ્નેહ અને સમજ હોવાં જોઈએ. સામી વ્યક્તિનાં માન-મર્યાદા સચવાવાં જોઈએ. હજી પણ અમુક જ્ઞાતિમાં અને કેટલાંક યુવક-યુવતીઓનું એવું માનસ હોય છે કે ભેટ આપવાની વસ્તુ પસંદ કરવાનું કહે ત્યારે મોંઘી વસ્તુ જ પસંદ કરે. આવું લોભી, લાલચુ માનસ પ્રેમના બદલે અણગમો ઉત્પન્ન કરે છે, વસ્તુ તો પ્રેમનું પ્રતીક છે. એની રૂપિયા પૈસામાં કિંમત ના કરાય. શિક્ષિત સંસ્કારી વ્યક્તિને આવું લોલુપ માનસ શોભતું નથી. વ્યક્તિનું દિલ ઉદાર જોઈએ.

આપણામાં વિવાહ આગળ શુભ શબ્દ લગાડીને શુભવિવાહ બોલાય છે. એ દરમિયાન જે વિધિ કરાય છે એને મંગલ વિધિ અને એ પ્રસંગને માંગલિક પ્રસંગ કહેવાય છે. આમ જે પ્રસંગની માંગલિકતા આખા જીવન પર છવાઈ જવાની છે એ પ્રસંગે જે ચીજવસ્તુની આપ-લે થાય એ પ્રેમથી, ભર્યા મનથી લેવાની હોય અને આપવાની હોય. લેનાર અને આપનારનું શુભ કલ્યાણ થાઓ એવી શુભકામના હૈયે હોવી જોઈએ. એમના પર ઈશ્વરના આશીર્વાદ હોય એવી પ્રાર્થના કરવી જોઈએ. જીવનના આવા મંગલપ્રસંગે જીવન સમસ્તનો વિચાર કરવો જોઈએ, નહીં કે એક જડ વસ્તુની કિંમતનો. પૈસા અને પૈસાથી ખરીદી શકાતી વસ્તુઓ આનંદ આપે છે. દરેકને એનો વધતોઓછો મોહ હોય પણ એની એક મર્યાદા હોવી જોઈએ. જીવનના સુખ માટે જે જરૂરી નથી એવી નકામી વસ્તુને નકામી ગણવાની સમજ કેળવો. બીજાની પાસેથી કિંમતી ભેટની અપેક્ષા ન રાખો. સ્થૂળ કિંમત પરથી ભેટનું મૂલ્ય ન અંકાય.

[2] એ કોઈને મારામાં રસ નથી

મૂળ ભારતીય પણ અમેરિકા વસેલાં મહેશભાઈ અને રૂપાબેનની જીવનશૈલી અને વિચારસરણી ભારતીય જ રહી હતી. એમની દીકરી દીપા પરણવાની ઉંમરની થઈ એટલે દીપાને લઈને તેઓ ભારતમાં મુરતિયો શોધવા આવ્યાં. દીપા એક પછી એક છોકરા જુએ છે. દરેકે દરેક સુશિક્ષિત, સંસ્કારી અને આકર્ષક વ્યક્તિત્વવાળા હતા, પણ દીપાનું મન એકેની પર ઠરતું નથી. માબાપ મૂંઝાય છે. કહે છે, ‘બેટા, દિવસો પસાર થાય છે ને તું નિર્ણય કેમ નથી કરતી ? દરેક છોકરો સુશિક્ષિત છે, સંસ્કારી છે, દેખાવડો છે. આનાથી વધારે તારે બીજું શું જોઈએ ?’

‘હું શી રીતે નિર્ણય કરું ? દરેક છોકરો એની રીતે બરાબર છે, તે દરેક મારી સાથે જોડાવા આતુર છે, પણ એમને અમેરિકા આવવું છે. એટલે એ આટલો અધીરો છે. એ કોઈને મારામાં રસ નથી. પપ્પા-મમ્મી, જે છોકરાને હું કોણ છું, મારા શું વિચાર છે, શું આશા-અપેક્ષાઓ છે, એ જાણવામાં રસ નથી એવા છોકરાને પસંદ કરવાનો અર્થ ખરો ? અમેરિકા આવવા માટે મારો સહારો લેવા જે ઈચ્છતો હોય એની સાથે મારું જીવન હું શી રીતે જોડી શકું. હું અમેરિકા લઈ જનારું સાધન છું ?’

અમેરિકાથી આવતાં યુવક-યુવતીઓને અહીંનાં યુવક-યુવતીઓ લાંબું વિચાર્યા વગર તરત પસંદ કરે છે. એનું મુખ્ય કારણ અમેરિકા વસવાની તક છે. અમેરિકા જ નહીં ઑસ્ટ્રેલિયા, જર્મની, કેનેડા, યુ.કે., ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, કોઈ પણ બીજા દેશોમાં વસવાની તકને આજનો યુવાનવર્ગ સદભાગ્ય સમજે છે. એ દેશોમાં જે પ્રકારના ભણતરની આવશ્યકતા હોય એવું તેઓ ભણે છે. છોકરીઓ પણ એવી જ લાઈન પકડે છે ને આવશ્યક બાંધછોડ કરીને પરદેશ પહોંચી જાય છે. તેઓનાં સંસ્કાર કે સ્વભાવનો મેળ ખાશે કે નહીં એ તો તેઓ જોતાં નથી. બધાની નજરમાં પરદેશની સાધનસંપન્ન, મુક્ત જિંદગી હોય છે. બધા જ ભૌતિક સુખો વિના વિલંબે પ્રાપ્ત કરી લેવાની એમની નેમ હોય છે.

એક પ્રશ્ન થાય છે કે મનુષ્ય શું આર્થિક પરિબળો વડે ઘડાયેલા એક પૂતળા જેવો બની રહ્યો છે ? એની લોભવૃત્તિ શું એટલી પ્રબળ થઈ ગઈ છે કે લગ્ન એ જીવનભરનો સાથ છે, બે દેહ અને બે આત્માનું મિલન છે એવું ભૂલીને લગ્નને સગવડો મેળવવાનું અલ્પકાલીન સાધન ગણવા માંડ્યો છે. જીવનભરનું સાહચર્ય એટલે શું ? જીવનસાથીનું શું મહત્વ છે એ કેટલાક સ્વાર્થી અને લોભી યુવકયુવતીઓ ભૂલવા માંડ્યાં છે. એમની મહત્વાકાંક્ષાએ માઝા મૂકી છે ત્યારે એવા કોઈ સ્વાર્થી, લોલૂપ પાત્રના હાથમાં સપડાઈ ન જવાય એ માટે સાવચેત રહેવું જોઈએ. એવા પાત્રનો વિશ્વાસ ન કરાય. આજે અન્યોન્યના પ્રેમ કરતાં મોટા પગારની સારી નોકરી કે નફાકારક ધંધાની ભાગીદારી વધારે મહત્વપૂર્ણ લાગે છે. જીવનમાં આગળ વધવાની મહત્વાકાંક્ષા હોય, એમાં કશું અસ્વાભાવિક નથી, પણ એ મેળવવા શું હોડમાં મુકાય છે એ વિચારાય છે ? લગ્ન વેપાર નથી, સોદો નથી એ યાદ રાખવું ઘટે.

પ્રત્યેકના જીવનમાં એવી પળો ક્યારેક તો આવે છે જ્યારે પ્રેમની ઝંખના જાગે ત્યારે બીજાં બાહ્ય સુખો ફિક્કાં લાગે છે. જીવનભર જેની પાછળ દોડ્યા એ વ્યર્થ લાગે. દીપા જેવી છોકરી સ્વાર્થી લોલુપ છોકરાને ઓળખી જાય છે ને અવગણે છે એ યોગ્ય છે. જીવનમાં મુશ્કેલીઓથી હારેલા, થાકેલા, મૂંઝાયેલા માણસને ભૌતિક સગવડો શાંતિ નથી આપી શકતી, ત્યારે તો પ્રેમભર્યા જીવનસાથીની હૂંફ શાંતિ આપે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાંદડે પાંદડે રેખા – સં. મહેશ દવે
પંખીલોક – ગુણવંત વ્યાસ Next »   

20 પ્રતિભાવો : સંબંધોમાં સ્નેહ – અવંતિકા ગુણવંત

 1. urmila says:

  Dipa’s story – there are lots of true and sad stories in UK where girls and boys regreat marrying partners from India as they were ‘ marriages of convenience’ i.e. to get marrried because they want to come to UK’ . Once they get the right to stay in UK ,they file for divorce /run off with the prearranged plan with lovers who already have entered in UK by other means/elderly members of the families have been thrown out of their own homes because of the problems created between married couples

  My many THANKS to writer and Mrugeshbhai for publishing this article

 2. સ્નેહ , લાગણી , એક બીજા ને સમજવાની શક્તી , વિશ્વાસ , મર્યાદા , પ્રેમભાવ ખરીદી શકાતા નથી. કેળવવા પડે છે .સાચી સમજ વિનાનુ જીવન એ જીવન નથી નર્ક છે. સરસ લેખ લખવા બદલ માનનીય અવંતિક બહેન નો ખુબ આભાર્..

  નિતિન પટેલ ગામ વડગામ થી

 3. rajnichheda says:

  સરસ લેખ લખવા બદલ માનનીય અવંતિક બહેન નો ખુબ આભાર્..

 4. Veena Dave, USA says:

  ખુબ સરસ.
  પ્રેમ, લાગણી, સાથ એ શબ્દો તો શ્બ્દ્કોષ મા જ રહી ગયા.
  પૈસો , ગ્રીનકાડૅ અને સ્વાથૅ તેને સ્થાને આવી ગયા.

 5. Riya says:

  Arragne marrige is something that a groom and bride should think little extra hard before going into it. I got married as arranged marrige and things works fine for me from past 6 and half years, I am very thankful to god that my husband is very understanding, we have so many things in common, we think alike in many matters, its not that we never face any problem but we both have capability to think thru it and solve it and move on with life, but lately after his parents moved with us i have been noticing that when we got married, their main concern was that the girl is from US and i will be their way to come to usa permanently, i never felt that with my husband, but now when i think of it when we got married, we both initially said no to this marrige because we were young (i was doing my study and he just started to work after his graduation 1 year ago) and don’t want to be married at that age, but his parents convince him that this is best opertunity, It really irritates me but when i see my husband things looks perfect to me for my life. I think that its not the boys or girls are very keen on to be married NRI, it is their parents who want NRI bride or groom for their children and send them off abrod. its easy and legal way of doing thins quickly.

 6. લગ્ન સંબધ એ જીવનનો સહુથી વધારે મહત્વનો સંબધ છે. બે વ્યક્તિઓ જ્યારે જોડાય છે ત્યારે માત્ર બે વ્યક્તિઓ જ નહીં પણ બે કુટુંબ, બે સંસ્કૃતિ, બે ભાવ વિશ્વ અને બે જીવાત્માઓ એકબીજાની સાથે, એકબીજા માટે ગાઢ રીતે જોડાય છે. સહુથી વધારે સુદૃઢ રીતે વિકસાવેલ આ ભારતીય સમાજ વ્યવસ્થા કેટલી બધી અર્થપુર્ણ છે. સમયના વહેતા પ્રવાહો સામે આપણી સમાજ-વ્યવસ્થામાં પણ ઘણા બધા પરિવર્તનો આવી રહ્યાં છે. એમાંથી હકારાત્મક પરિબળોને ઉત્તેજન આપીને નકારાત્મક પરીબળો સામે દૃઢતાથી લડવામાં નહી આવે તો વિપરીત પરીણામો ભોગવવાની તૈયારી રાખતાં શીખવું પડશે.

  જ્યાં સુધી એક દૂજે કે લીયેની ભાવનાથી બે હૈયા જોડાશે ત્યાં સુધી બધુ સમુ-સુતરુ પાર ઉપડશે, પણ જ્યારે લગ્નજીવન કારકિર્દિ, વિદેશગમન કે અન્ય કોઈ લાલચ ને પુરી કરવાના પગથીયા તરીકે બંધાશે ત્યારે પતન નિશ્ચિત છે.

  અવંતિકાબહેનના અર્થસભર લેખો.

 7. Vipul Panchal says:

  Once again Very Nice Article based on relationship from Avanitikaben,

  I think better understanding is most importaint thing in “any” relationship, we should try to adjust person as they are in arrange marrige.

 8. trupti says:

  બન્ને પ્રસન્ગો ઘણા જ સરસ અને આજ ના જમાના ને અનુરુપ છે.

  પહેલા પ્રસ્નગ મા આજનુ જનરેસન કેટલુ ફાસ્ટ વિચારે છે તે જોવાનુ છે.
  Their attitude is ‘ I care a dammmm’. બિન્દાસ અને પડસે તેવા દેવાસે kind of .They will not think What will be consequences of the statement made by them or any of their act, as they are independent, educated and does not need anybody in thier life, there is no value for relation. કોઈ ની ભાવના ઓ ની કદર કરવા મા ન સમજતા. એ તો સારુ છે કે છોકરી ની મા એ પણ મોઢા પર ના કહિ દિધુ. પણ ઘર મા વાતો થતી હસે ત્યારે જ છોકરી પણ બોલી હસે ને!!!!!

  બીજો પ્રસન્ગ આમ જોવા જઈએ તો કઈ નવો નથી અને જમાના થી આમ બનતુ આવ્યુ છે. ડોલરીયા દેસ ની ચકમક જમાના થી ભારતવાસી ને ચમકાવતી રહી છે. But the presnet generaion who is born and brought up in the other country does not want to choose their life partner from India due to this mentality of ours. At the same time many Indian girls does not want to go out of the country. One more reason is the upbringing of the boys and girls in India. The boys are not used to working in their house due to their gender and the girls are used to of easy life with the domestic help, hence does not want to move out of country. I have often seen the present generation in the USA and other western countries are become sandwithch in between the two cultures. The parents wants them to follow Indian culture due to their desi upbringing and the children want to follw the culture of the country in which they are residing.

 9. Rajni Gohil says:

  મોહ છોડીને સાચા પ્રેમને અપનાવવાથી સાચું સુખ પ્રાપ્ત થાય. સાચો પ્રેમ હોય ત્યાં દુઃખ લાગે જ ક્યાંથી?

  પ્રત્યેકના જીવનમાં એવી પળો ક્યારેક તો આવે છે જ્યારે પ્રેમની ઝંખના જાગે ત્યારે બીજાં બાહ્ય સુખો ફિક્કાં લાગે છે. જીવનભર જેની પાછળ દોડ્યા એ વ્યર્થ લાગે.

  અવંતિકાબેનની વાતો આપણે બધા જ જીવનમાં અપનાવીએ પૃથ્વી પર સ્વર્ગ જરૂર ઉતરી આવે એવું નથી લાગતું?
  અવંતિકાબેનને તો જેટલા અભિનંદન અપીએ તેટલા ઓછા છે. એમની વાતો જીવનમાં ઉતારનાર પણ અભિનંદનને પાત્ર જ ગણાય ને?

 10. Viral says:

  મનુષ્ય શું આર્થિક પરિબળો વડે ઘડાયેલા એક પૂતળા જેવો બની રહ્યો છે ?

  ખરેખર આ વાક્ય વિચારતા કરી દે છે. સુદર લેખ.

 11. krishna says:

  i dont think love marriage or arrange marrige can make any difference. because even you do love marriage you wont know person fully.

  believe me i did love marrigae and still i am not happy.

  i think there will be only 1% of people are happy with their marriage life.

  anyways thats life
  and i strongly believe that WHEN YOU TRY YOUR BEST AND YOUR BEST IS NOT GOOD ENOUGH, LEAVE IT IN THE HANDS OF GOD.

  • Chirag Patel says:

   Its not about Love or Arrage marrige…. Its all bout you and the perosn you married too. I did love marrage and I am happy… sorry I am blessed…. My wife is what I want…. she knows me more then I know my self… she is my best friend….my soul…my life…. Don’t get me worng…. we have our differences and fights and arguments yet – at the end of the day, I walk half way – she walks half way and we meet in the middle…. I must say she does lot more compromises then I do but she does it for US…. and yes, there are times when she says NO or YES and so be it… At that time… she won’t listen to me…. We have been together for 11 years (5 years of marrage + 6 years of dating) – not once, she tried to change me or my way of things… She loves me for what I am, what I like, what I don’t like…. I’ve never been anything or anyone else infront of her since day ONE… And the most imporatnt thing… We have great communication between us… Communication is the KEY of everything….

 12. Madhavi Rajput says:

  Both articles were excellent. It reveals the Generation gap which is found in every house. From first article we learn that before making any statement we should firt keep ouselves in place of the person against whom we are giving statement,understand his emotions. then this problem could be sort out to some extent. In other article we learn that True love is above all luxury. If u have true lovein life then inspite of difficulty u will enjoy it but if u dont have it then inspite of all comforts u will not be able to live peacefully. So friend find ur true love & try to get it.

 13. Chirag Patel says:

  Excellent articals…. I am very proud of Udit on making right decission on right time… People who don’t know the value of love – are not worth getting to know…. And also proud of Deepa to make excellent decission on her side…. USA, UK, Australia etc are great conuties… But we can make India even Greater…. Both (Udit and Deepa) shows class, characters, education, excellent family values, customes and most important – sense of Responsiblility…. To make the world better place… You have to be better first!!!!!

  Thank you,
  Chirag Patel

 14. Jay Patel says:

  કોઈ પણ સંબંધ ટકાવી રાખવા સ્નેહ અને સમજ હોવાં જોઈએ, સાચી વાત છે.
  પણ આજે કેટલી વ્યકતિમા પ્રેમ અને સ્નેહ જોવા મલે છે?
  લગ્નની શરુઆત જ જાહેરખબરથી થાય છે?
  અમેરીકાથી આવતા લોકો કમાવાનુ સાધન જ સોધતા હોય છે.
  લગ્નની વ્યાખ્યા જ બદ્લાઈ ગઈ છે.
  આજે ઈન્ડિયાના મોટા નગરોમા વ્યકિત પરણ્યા વગર જોડે રહેતી જોવા મલે છે. સંતાનોને છોડી બીજા જોડે ભાગી જતા જોવા મલે છે.
  ભારત બહુ જલ્દી બદલાવા માડ્યું છે.

 15. hiral says:

  khuab j saras aavantikamem reaaly aaj ni vartman paristhi j aa j che darek ne videsh javano moh che and je fashion na yug ma loko mongu atalu saru aem samji ne befam paisa udade che ae vat pan aahi che banne prasang bahu j saras che

 16. jit says:

  જ્યાં સુધી એક દૂજે કે લીયેની ભાવનાથી બે હૈયા જોડાશે ત્યાં સુધી બધુ સમુ-સુતરુ પાર ઉપડશે, પણ જ્યારે લગ્નજીવન કારકિર્દિ, વિદેશગમન કે અન્ય કોઈ લાલચ ને પુરી કરવાના પગથીયા તરીકે બંધાશે ત્યારે પતન નિશ્ચિત છે.
  ખુબ જ સરસ …………….

 17. રશ્મિ મેકવાન says:

  ‘સંબંધોમાં સ્નેહ’ની ઉણપ હોય તો વેહ દેખાય. આ વાત તમારી વાર્તા પરથી વર્તાય છે. સંબંધોમાં આપ-લે હોય છે, પૈસા નહિ પણ સ્નેહની આપ-લે વધારે હોવી જોઈએ. અને હા, પૈસા-કપડાંની આપ-લેમાં સ્નેહનું મુલ્ય આંકવું જોઈએ બીજા કશાનું નહિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.