અધ્યાત્મ એટલે શું ? – હરેશ ધોળકિયા

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

ભારતીય માનસમાં કેટલાક શબ્દો સાંસ્કૃતિક માહોલના કારણે ઘૂસી જ ગયા છે એમ કહેવું અયોગ્ય નહીં થાય. ત્યાગ, મોક્ષ, માયા, ભવસાગર, ધર્મ, અધ્યાત્મ, ધ્યાન વગેરે ! નાનકડાં બાળકને પણ આ શબ્દોનો ઉપયોગ કરતાં જોઈ શકાશે. (થોડા વખત પહેલાં એક ‘બાલ શિબિર’માં દસ વર્ષનાં થોડાં બાળકોને ‘શિબિરમાં શા માટે આવ્યાં છો’ એમ પૂછતાં જવાબ મળેલા કે ‘મોક્ષ મેળવવા’, ‘ભવસાગર તરવા’ કે ‘માયાથી મુક્ત થવા’ !!) પ્રૌઢો તો જેમ સરળતાથી ગાળો બોલી શકે છે તેટલી જ સરળતાથી આ સાંસ્કૃતિક શબ્દો બોલે છે. અર્થ સમજે છે કે નહીં તે સંશોધનનો મુદ્દો છે.

થોડા સમય પહેલાં એક શિબિરમાં પરિચય-વિધિ ચાલતી હતી. તેમાં એક વ્યક્તિએ પરિચયમાં પોતે ‘આધ્યાત્મિક થવાનો પ્રયત્ન કરે છે’ તેવું કહ્યું. તેને આધ્યાત્મિક હોવું એટલે શું-એમ પૂછ્યું, તો યોગ અને પ્રાણાયામમાં ઊંડા ઉતરવું, ગુરુ ભક્તિ કરવી, શાસ્ત્રો વાંચવાં કે સંસ્કૃતિ માટે કામ કરવું વગેરે વિવિધ જવાબો આપ્યા. બીજો પ્રશ્ન પૂછ્યો કે આધ્યાત્મિક થવાના કોઈ અનુભવો છે ? તેના જવાબમાં તે મૂંઝાયા અને જવાબ ન આપી શક્યા. એટલે પ્રતિપ્રશ્ન કર્યો કે તે દિવસના અંતે કેવા વિચારો કરે અથવા તો લાગણીઓ અનુભવે છે ? તો જવાબ આપ્યો કે સમાજ તરફ નજર કરતાં તે મોટા ભાગે હતાશા અનુભવે છે. છાપાં-ટીવી જોતાં કે વાંચતાં ગુસ્સો અનુભવે છે. પોતાનાં ભવિષ્યનો વિચાર કરતાં તો ચિંતા જ અનુભવે છે. ક્યારેક તો તાણ પણ અનુભવે છે અને ઊંઘ પણ નથી આવતી.

જવાબ આપનાર પ્રૌઢ વ્યક્તિ હતા. સંસારનો ઘણો જ અનુભવ હતો. ડાહ્યા હતા. અનેક આધ્યાત્મિક શિબિરોમાં નિયમિત જતા હતા. મોરારી બાપુથી શ્રી શ્રી રવિશંકર અને વિપશ્યનામાં પણ જઈ આવ્યા હતા. તેમના આ જવાબ હતા ! એટલે જ, ડર લાગવા છતાં, કહેવું પડે છે કે આ સાંસ્કૃતિક શબ્દો મગજમાં ઘૂસી ગયા છે. પડ્યા પડ્યા અંદર સડે છે. પચતા નથી. એસીડિક થઈ જાય છે. માટે જ ‘આધ્યાત્મિક’ થયેલાના ‘આવા’ જવાબો આવે છે.

તો આ ‘આધ્યાત્મિકતા’ એટલે છે શું ?
ગીતમાં અર્જુને શ્રીકૃષ્ણને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે તે અધ્યાત્મ વિશે કહે. શ્રીકૃષ્ણે તરત જવાબ આપેલ કે ‘સ્વાભાવોડધ્યાત્મ ઉચ્યતે’ – અધ્યાત્મ એટલે સ્વભાવ. અહીં બીજો પ્રશ્ન થાય કે તો સ્વભાવ એટલે શું ? તો જવાબ આવે કે જે જન્મદત્ત મળેલ હોય તે. ‘સ્વ’ પોતાનું અને ‘ભાવ’ એટલે હોવું. એટલે કે અસ્તિત્વગત પ્રકૃતિ. શું છે મનુષ્યની પ્રકૃતિ ? શાસ્ત્રોને ટાંકીએ તો કહેવાય કે માણસ જન્મથી જ પૂર્ણ છે. ‘પૂર્ણમદ: પૂર્ણમિદમ’. માણસ દિવ્યતાનો અંશ લઈને જ જન્મે છે. ઐશ્વર્ય તેનો સ્વભાવ છે. આનંદ તેની નિયતિ છે. હવે જો સમગ્ર જગતના છ અબજ લોકો તરફ નજર કરશું, તો લગભગ નેવું ટકા લોકો તદ્દન અપૂર્ણ દેખાશે. મોટા ભાગના દુ:ખી, ફરિયાદી અને પેલા ભાઈએ કહ્યાં તે બધાં લક્ષણ ધરાવે છે. ક્યાંય કોઈ પૂર્ણ નથી દેખાતું. આનંદનો તો સર્વત્ર દુકાળ છે. માટે તો ગમે તેવાં પણ મનોરંજનની બોલબાલા છે.
તેનો અર્થ શું થયો ?
તેનો અર્થ એ થયો કે માણસ તેના સ્વભાવને નથી જીવતો. માટે તે આધ્યાત્મિક નથી. પણ સ્વભાવને કેમ જીવી શકાય ? સ્વભાવ જીવવો તો સહજ હોય ને. વ્યક્તિ જે જીવે તે સ્વભાવ જ હોય ને !

બધાં પ્રાણીઓમાં માનવ જીવનની જ આ કરુણતા છે. બધાં પ્રાણીઓ જન્મની પળથી જ સ્વાભાવિક હોય છે. બાળક પણ જન્મ સમયે સ્વાભાવિક જ હોય છે, પણ જેમ જેમ મોટું થતું જાય છે, તેને સંસ્કાર-શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે, તેમ તેમ તે અસ્વાભાવિક બનતું જાય છે. સ્વભાવ વિરુદ્ધ જીવવા લાગે છે. માટે જ સમગ્ર જીવન તે અશાંત રહે છે, જે વ્યક્તિગત ઝઘડાથી માંડી વૈશ્વિક યુદ્ધો કે ત્રાસવાદમાં પરિણમે છે.
તો, શું સંસ્કાર અપાય છે ?
તેને કદી દિવ્યતાની યાદ નથી અપાતી. તેને જાતિ-જ્ઞાતિ-ધર્મ-પ્રદેશની સંકુચિતતાની તાલીમ અપાય છે. તેનાં વ્યક્તિત્વને નાના નાના વાડાઓમાં બાંધી નખાય છે. તેની વિચાર-શક્તિ કુંઠિત કરી નખાય છે. તેના ‘દૈવી’ સ્વભાવને ‘અસૂર’ સ્વભાવમાં બદલાવી નખાય છે. (એટલે શું તે જાણવું હોય તો ગીતાનો સોળમો અધ્યાય વાંચી લેવો) વિરાટ થઈ શકે તેવું વ્યક્તિત્વ છછૂંદર જેમ જીવે છે, જમીન પર આળોટે છે અને એક દિવસ ક્ષુદ્રતામાં જ મૃત્યુ પામે છે.

તેનો ‘સ્વભાવ’ પ્રગટ જ નથી થતો. માટે તે હતાશા, ગુસ્સો, આવેશ વગેરે અનુભવ્યા કરે છે. સતત અશાંત રહે છે. સતત દુ:ખનો અનુભવ કરે છે. અંદર ને અંદર તરફડ્યા કરે છે. માટે જ તેને ‘આધ્યાત્મિક’ થવાની ઝંખના જાગે છે. તદ્દન સ્વાભાવિક છે આ ઝંખના. તેનો પ્રયાસ જ તેને સ્વસ્થ કરી શકશે. પણ અહીં તે ફરી ભૂલ કરે છે. આપણે ત્યાં ‘ધર્મ’ અને ‘અધ્યાત્મ’ને ભેળસેળ કરી નાખવામાં આવ્યાં છે. તેમને એક જ માનવામાં આવે છે. ધર્મ તો સંગઠિત વિચારોનો સમૂહ છે. ત્યાં ચોક્કસ નિયમો છે. તે પાછા દરેક સંગઠનોમાં વિવિધ અર્થો ધરાવે છે. તેનાં ચોક્કસ પુસ્તકો છે. તેને જ શુદ્ધ સત્ય મનાય છે. દરેક ધર્મ પોતાને પણ ‘અંતિમ’ માને છે. તેમાં ગુરુ હોય છે. વિધિઓ હોય છે. આ બધાને ‘વફાદાર’ રહે તેને જ ‘ધાર્મિક’ મનાય છે.

તેના નામે ‘અધ્યાત્મ’ એટલે બહારના બધા ખ્યાલો તોડી, સ્વ-તંત્ર બની, કેવળ પોતાની જન્મદત્ત દિવ્યતાને પ્રગટ કરવી તે. આ અર્થમાં નાસ્તિક પણ આધ્યાત્મિક હોઈ શકે. તેમાં કશું માનવાનું નથી. તેમાં તો પોતાના સ્વભાવ (દિવ્યતા)ને ‘જાણવાનો’ છે. ‘જીવવાનો’ છે. સ્વભાવને જીવવો તે જ આધ્યાત્મિકતા. તેમાં ગુરુ કે ઈશ્વરને માનવાની પણ જરૂર નથી અને નાસ્તિક હોવાની પણ છૂટ છે. એટલે આધ્યાત્મિક વ્યક્તિ ધાર્મિક હોઈ શકે, કારણ કે તે શાસ્ત્રના નિયમો સહજ રીતે જીવે છે. પણ ધાર્મિક વ્યક્તિ આધ્યાત્મિક હોય જ એમ માની ન શકાય, કારણ કે ધાર્મિક વ્યક્તિ માટે મહત્વનું છે ગુરુ-શાસ્ત્રો-વિધિઓ વગેરેને વળગી રહેવું. ધાર્મિક વ્યક્તિનું સત્ય નાનું છે. આધ્યાત્મિક વ્યક્તિ તો આકાશવત છે. ધાર્મિક વ્યક્તિને તરત ઓળખી શકાય, પણ આધ્યાત્મિક વ્યક્તિ તો ભાગ્યે જ ઓળખાય. સમજવાનો તો પ્રશ્ન જ નથી. ધાર્મિક વ્યક્તિનાં ચોક્કસ લક્ષણો છે, નિશાનીઓ છે, વર્તન છે. માટે ઓળખવી સરળ છે. પણ આધ્યાત્મિક વ્યક્તિને ઓળખવી કેમ ? અથવા પ્રશ્નને બદલાવીને પૂછવો હોય, તો આધ્યાત્મિક હોવાનું પરિણામ શું ? પરિણામનાં લક્ષણો આધ્યાત્મિક વ્યક્તિને ઓળખવામાં મદદ કરશે.

આધ્યાત્મિક વ્યક્તિને ધાર્મિક વ્યક્તિના સંદર્ભમાં કદી સમજવાનો પ્રયત્ન ન કરવો. જબરા માનસિક ગોટાળા થશે. રામકૃષ્ણ, ગાંધીજી-પરણેલાં છે. વિવેકાનંદ કે નિસર્ગદત્ત મહારાજ બીડી, સિગરેટ, હુક્કો પીએ છે. પુરાણોમાં ઘણા ઋષિઓને અનેક પત્નીઓ છે. રામ-કૃષ્ણ-જનક તો વળી રાજાઓ છે. કૃષ્ણ તો હિંસા પણ કરે છે. તેને તો વળી સોળ હજાર રાણીઓ છે ! હવે જો ધર્મના નીતિ-નિયમોનાં ચશ્માંથી જોવાશે તો આ બધી જ વ્યક્તિઓ અધાર્મિક છે એમ સાબિત થશે. (એટલે જ ઘણા ધર્મોને શ્રીકૃષ્ણ નથી સમજાતા !) પણ હકીકતે તે તેમનો દષ્ટિભ્રમ કે સમજની ભૂલ છે. આ બધા કદાચ અધાર્મિકો હોઈ શકે, પણ તે બધા જ આધ્યાત્મિક વ્યક્તિઓ છે. અધ્યાત્મને બાહ્ય પરિવેશ, વર્તન વગેરે સાથે કશો સંબંધ નથી. આવા લોકો તદ્દન અભિપ્રાય ન બાંધી શકાય તેવા લોકો છે. ક્યારે કયું વર્તન કરશે તે નક્કી ન કહી શકાય. (ગાંધીએ વાછરડાંને મારી નાખવાનું સૂચન ન કર્યું ?) તેમનું ચોક્કસ (text-book) વર્તન નથી હોતું. પણ હા, તેમને જોયા પછી કેટલાંક લક્ષણો દેખાય તો સમજવું કે તેઓ આધ્યાત્મિક છે.

વિવેકાનંદે આધ્યાત્મિકતાનાં ત્રણ લક્ષણો બતાવ્યાં છે.
પ્રથમ લક્ષણ છે ‘શાંતિ.’ આધ્યાત્મિક વ્યક્તિ સત્યનિષ્ઠ હોવાથી વિવેકી હોય છે. માટે તે ‘સાચું’ જ કરે છે. માટે તે હંમેશ ‘શાંતિ’ ભોગવે છે. અશાંતિ તો અસત્યને અનુસરાય તો જ આવે. સત્યનિષ્ઠ તો હંમેશાં શાંતિ જ માણે. તેને આનંદ જ મળે. કેવળ શાંતિ જ આનંદ માણી શકે. એટલે આધ્યાત્મિક વ્યક્તિનું બીજું લક્ષણ છે કે તે પળેપળ ‘આનંદ’માં હોય. અને જેમ જેમ આ આનંદ વધતો જાય, તેમ તેમ તેને વહેંચવાની પ્રબળ ઈચ્છા થાય. અથવા તો કહો કે વહેંચ્યા વિના રહેવાય જ નહીં. પણ વહેંચી તો શકાય, જો પ્રેમ હોય. એટલે આધ્યાત્મિક વ્યક્તિનું ત્રીજું લક્ષણ છે ‘પ્રેમ’. અનર્ગળ, નિષ્કામ, નિર્મમ પ્રેમ. આવી વ્યક્તિ સમગ્ર જગતને પોતાની શાંતિ અને આનંદ વહેંચે છે. એટલે જેના પાસે બેસતાં શાંતિ-આનંદ અને પ્રેમનો અનુભવ થાય, તો માનવું કે તે આધ્યાત્મિક વ્યક્તિ છે. અથવા તો જે અધ્યાત્મની સાધના કરે, તેમાં જેમ જેમ આગળ વધે, તેમ તેમ તેનામાં જો શાંતિ-આનંદ અને પ્રેમ વધતાં જાય, સંકુચિતતા ખરતી જાય, તો માનવું કે પોતે પ્રગતિ કરે છે. આ ત્રણેની સુગંધ જ સમગ્ર વ્યક્તિત્વમાં પ્રસરવા માંડશે. તેના સંપર્કમાં આવનારને પણ તે સુગંધનો સ્પર્શ થશે.

બસ ! આ એક જ નિશાની છે આધ્યાત્મિક હોવાની : શાંતિ-આનંદ-પ્રેમની. આ ન હોય ત્યાં સુધી તે વ્યક્તિ ધાર્મિક. તે હોવું પણ અયોગ્ય નથી. પણ તેમાં કૂવાના દેડકાનો અનુભવ થશે. બસ ! વિશાળ સાગરનો અનુભવ નહીં થાય. તે તો અધ્યાત્મ જ કરાવી શકે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પંખીલોક – ગુણવંત વ્યાસ
વાંચન વૈવિધ્ય – સંકલિત Next »   

29 પ્રતિભાવો : અધ્યાત્મ એટલે શું ? – હરેશ ધોળકિયા

 1. hardik says:

  i am speechless for this article..
  By far the best on readgujarati.com till date..

 2. હરેશભાઈ ખરેખર સત્ય,આનંદ અને પ્રેમની અનુભુતિ કરાવી.

 3. Chintan says:

  ધર્મ અને અધ્યાત્મ પર લખાયેલ એક નાનો પણ ઉત્તમ લેખ.
  ખુબ આભાર હરેશભાઇ.

 4. nayan panchal says:

  આપણે ત્યાં ‘ધર્મ’ અને ‘અધ્યાત્મ’ને ભેળસેળ કરી નાખવામાં આવ્યાં છે.

  આ એક જ વાક્યમાં મૂળ સમસ્યા આવી જાય છે. આપણે ત્યાં ઘણા કહેવાતા ધાર્મિક લોકો ક્રિયાકાંડોને જ મોક્ષપ્રાપ્તિનો માર્ગ માને છે. આજે ખાસ કરીને હિંદુ ધર્મમાં તો ગુરુઓએ, મહારાજોએ, પંથોએ, સંપ્રદાયોએ ખૂબ બધા વાડા બનાવી દીધા છે અને લોકોની દ્રષ્ટિ બંધિયાર બનાવી દીધી છે (બાકીનુ કામ નેતાઓ કરી રહ્યા છે).

  Religious હોવુ અને Spiritual હોવુ એ બે મા ખૂબ ફરક છે. ગટર સાફ કરતો સામાન્ય માણસ, રોજ દેરાસર જતા કરોડપતિ કરતા વધુ spiritual હોય તેવી શક્યતા ખરી. આપણને religious હોવા કરતા spiritual હોવામા વધુ રસ પડવો જોઈએ.

  શાંતિ-આનંદ-પ્રેમ, મફતમાં મળતી અને આપી શકાતી આ ત્રણ અમૂલ્ય લાગણીઓ જ આપણે મેળવી કે વહેંચી શકતા નથી., કેવી કરૂણતા કહેવાય.

  ખૂબ સરસ લેખ.
  નયન

  • mahesh shir says:

   લેખ કર્તા તો મને તમે વધુ સુન્દર લગો સો, ભગવાને આપનને પ્રેમ શન્તિ અને અનદ સ્વભાવિક કુદ્રતિ આપ્યાસે પણ આપ્ણે તે વહેન્ચિ નથિ સકતા, કે નથિ મેલવિ શક્તા.આ આપ્ણિ કરુણા ચ્હે.

 5. Ami Patel says:

  Very nice. Meaning of Aadhyatmik described in pure and simple language. Today only I came to know the real meaning.

 6. Bhavesh Patel, USA says:

  જીવન નો આત્મસાર. ખુબજ સરળ અને સહજ…

 7. Sanjay says:

  અત્યંત બોરીંગ

  • jeemy says:

   i m feel very bad for ur mother.& don’t worry :””” jo hota hai acche ke liye hi hota hai”””

  • jeemy says:

   TAMNE AANI KIMMAT KETLI CHHE AANI KHABAR NATHI . AANA LIDHE 1 MANAS 128 BHASHAO NO EK EK AKSHAR YAAD RAKHI CHUKE LO CHHE ANE MARO ABHIGAM VANCHO ATLE TAMNE KHABAR PADI JASE KE SU CHHE AA AADYATMIKTAA………………………..KOI NI VAAT NA SAMJO TO KAI NAHI,,,,,PAN TENO KACHARO KARAVANO HAQ TAM NE TO NATHIJ

   KAI KEHVU HOY TO MARA PAR EMAIL KARJO
   JEEMY SHAH 21 YEARS A YOUNG BOY
   CITY : INDIAN
   AREA : AHMEDABAD

  • jeemy says:

   SU KEVU SANJAY BHAI TAMARU………………KYA NA CHHO AEPAN JANAVJO HU TAMNE NICHA NATHI DEKHADTO NA TO HU GUSSO KARU CHHU………HU TAMNE FAKT ANE FAKT SATYA BATAVI RAHYO CHHU !!!!!!!!
   KHOTU NA LAGADTA SAHEBBB………..

 8. jeemy says:

  pls sir write something about unconcisus mind ( અર્ધ્જાગ્રત મન )

 9. jeemy says:

  AA KHAREKHAR HAQUIKAT CHE ANE KOI SAMJI SAKTU NATHI REAL ADHYATMIK ATLE MANTHI KHUSH HOVU A VAAT 100 % SACHI CHHE, KAIK UNCONSIOUS MIND VISHE LAKHVA MATE MARI APIL CHHE.HU DHYAN MA BESI NE UNCONSIOUS MIND NO CONTACT KARU CHHU ANE MANE KOI BE LAFA MARE TOY KHABAR NA PADE A HAD SUDHI HU DHYAN MA BETHELO CHHU. ATLE MANE HAVE A VISHE UNDAN MA JANVANI KHUB J ICCHA CHHE. ANE MARA KOI PAN KAM AASANI THI PAAR THAI JAY AEVI HU AASHA RAKHU CHHU KEM KE AA MIND MA JORDAR TAKAT HOY CHE.

 10. jeemy says:

  MARA EMAIL UPAR JAWAB AAPO TO KHUB SARU,

  MY AGE 21 COMPLETE INDIAN AHMEDABAD.

  THANKXXXXXXXXXXXXXXXXXX A LOT SIR,

 11. Vikram Bhatt says:

  હરેશભાઈ,,,, મુળ મુદ્દ્દાની વાત કરી,
  શાંતિ-આનંદ-પ્રેમ,,,,,
  આપની અઘરા વિષયને સરળ તાર્કિકતાથી રજૂ કરવાની હથોટીનો અનુભવ ફરીથી અનુભવ્યો,,,,

 12. Surag says:

  Awesome..

  Thanks i think it will help me to break my few misconception..

  Hoping another best article for same author…

 13. Ashish Dave says:

  Truly outstanding.

  Thanks,
  Ashish Dave
  Sunnyvale, California

 14. tushar mankad says:

  અત્યાર સુધી આ તફાવત નહોતો જાણતો. ખૂબ આભાર હરેશમભાઈ નો.

  Today only I came to know the real meaning of ‘Adhyatmik’.

 15. અશોક જાની 'આનંદ' says:

  આજકાલ દેખાદેખી વિપસ્યના, આર્ટ ઓફ લિવીંગ કે બાબા રામદેવજીની શિબીરમાં ભાગ લેનારાની સંખ્યા વધતી જાય છે, એ જાણે કે એક સામાજીક સ્ટેટસ સિમ્બોલ જેવું બની ગયું છે, ત્યાં પણ આ પ્રકારની સમજ એક નહીં તો બીજા શબ્દોમાં કે સંદર્ભે અપાતી હોય છે. જરૂરી છે તે બરાબર સમજવાની અને સમજીને રોજેરોજના જીવનમાં અમલમાં લાવવાની.

 16. ખુબ જ સરસ લેખ છે, છતાં પણ બાઈબલ ના પરમેશ્વર “યહોવાહ” કહે છે “લોકો મારા જ્ઞાન થી અજાણ હોવાથી નષ્ટ થઈ રહ્યા છે.”

  મારા મતે અને બાઈબલ દ્વારા જ્યા સુધી મનુષ્ય પરમ્પિતા પરમેશ્વરને ઓળખતો નથી અને શોધતો નથી એની ગતિ આવી જ અવઢ્વમાં જ રહેવાની અને અલગ અલગ બાબાઓ અને પોતાના મનના ઘડી કાઢેલા નીતી નિયમોને આધ્યાત્મ અને ધાર્મીક્તા માં ખપાવે છે જેથી પોતે તો ઠેબા ખાય છે અને બીજાને પણ ખવડાવે છે,

  બાઈબલ કહે છે “મનુષ્યની અને પોતાની બુધ્ધિ ની સમજ પ્રમાણે ના જીવીશ, આ પુસ્તકથી તુ નાતો ડાબે ના તો જમણે વળજે, પરંતુ દિવસ અને રાત એના એકે એક વચનોનુ મનન કરજે, હુ તને માર્ગ ચિંધવીશ અને તુ ક્યારેય ઠેબા નહિ ખાઈશ અને જ્યા જઈશ ત્યા વિજયી થઈશ.” (પ્રેમ અને દયાથી હો, નફરત, લડાઈ કે ઝઘડા દ્વારા નહિ)

  આ સિવાય હજ્જારો વચનો બાઈબલમાં પરમેશ્વરે પોતે જ મનુષ્યો માટે મુસા નબી અને અન્ય નબીઓ અને પ્રભુ યીશુ દ્વારા લખાવ્યા છે, જે વાંચવાથી ઘણા લોકોના જીવનનો બેડો પાર થઈ ગયેલો જ છે.

 17. hiral shah says:

  લેખનાં વખાણ કરીએ તેટલાં ઓછા. ફરી ફરીને વાંચીએ તો પણ દરેક વખતે કંઇક નવું જ હાથ લાગે.

  મને અહીં વર્ણવેલાં ધર્મ અને આધ્યાત્મનાં એટલે શું એ વિચારો ખુબ ગમ્યાં. વારંવાર વાંચવા યોગ્ય અને જીવનમાં ઉતારવા જરુરી એવાં પ્રેરણાદાયી વિચારો.

  “દરેક ધર્મ પોતાને પણ ‘અંતિમ’ માને છે. તેમાં ગુરુ હોય છે. વિધિઓ હોય છે. આ બધાને ‘વફાદાર’ રહે તેને જ ‘ધાર્મિક’ મનાય છે.

  તેના નામે ‘અધ્યાત્મ’ એટલે બહારના બધા ખ્યાલો તોડી, સ્વ-તંત્ર બની, કેવળ પોતાની જન્મદત્ત દિવ્યતાને પ્રગટ કરવી તે. આ અર્થમાં નાસ્તિક પણ આધ્યાત્મિક હોઈ શકે. તેમાં કશું માનવાનું નથી. તેમાં તો પોતાના સ્વભાવ (દિવ્યતા)ને ‘જાણવાનો’ છે. ‘જીવવાનો’ છે. સ્વભાવને જીવવો તે જ આધ્યાત્મિકતા.”

  • Ashish Dave, Sunnyvale, Califronia says:

   Very well said Hiralbahen…

   Ashish Dave

   • hiral shah says:

    Thanks 🙂

    • hiral shah says:

     Thanks Ashishbhai……you replied so quickly on my comment, I thought you might have not read article yet. then saw yr previous comment on the article.

     • Ashish Dave, Sunnyvale, Califronia says:

      First of all your name is so fresh in my mind from સંબંધો વગરનું સહજીવન (I am assuming that you are the author) and then …દરેક ધર્મ પોતાને પણ ‘અંતિમ’ માને છે. તેમાં ગુરુ હોય છે. વિધિઓ હોય છે. આ બધાને ‘વફાદાર’ રહે તેને જ ‘ધાર્મિક’ મનાય છે. I have noticed this from so many different institutes from swadhyay to swaminarayan temples and many others, (nothing personally against any of them) following them is like losing your own identity, your unique thinking because you are seeing the world with thier thinking… their ideas, their way of life…

      I want to go beyond this. I have been a great admirer of Charles Dickens, Twain, Thoreau, Bakshi, Tagore, Gurdjieff, Tolstoy, Gandhiji, Gibran, Galib, Rajnishji, Hugo, Wilde, J krishnamurti, Ramkrishna, Vivekanad, Dayanand… and many more and that is the reason for me appreciating the next paragraph.

      તેના નામે ‘અધ્યાત્મ’ એટલે બહારના બધા ખ્યાલો તોડી, સ્વ-તંત્ર બની, કેવળ પોતાની જન્મદત્ત દિવ્યતાને પ્રગટ કરવી તે. આ અર્થમાં નાસ્તિક પણ આધ્યાત્મિક હોઈ શકે. તેમાં કશું માનવાનું નથી. તેમાં તો પોતાના સ્વભાવ (દિવ્યતા)ને ‘જાણવાનો’ છે. ‘જીવવાનો’ છે. સ્વભાવને જીવવો તે જ આધ્યાત્મિકતા.”

      Ashish Dave

 18. hiral shah says:

  આપનો આભાર આશિષભાઇ. તમારું અનુમાન સાચું છે મારા વિશે. તમારી વાત સાવ સાચી છે અમુક ધાર્મિક વ્યકિતઓ અને સંપ્રદાયના અનુસંધાનમાં. તમને ગમતાં વ્યક્તિઓની યાદી બતાવે છે કે તમે આ લેખ અહીં વાંચતા પહેલાં જ આ બાબતે ઘણો વિચાર કર્યો છે.

  મ્રૃગેશભાઇ એકથી વધારે પ્રતિભાવ બદલ માફી. આપશો.

 19. amol says:

  અદભૂદ્………

 20. JAYKAR THAKKAR says:

  સૌ પ્રથમ ધર્મ નો સાચો અર્થ સમજિયે. જે સનાતન્ હોઇ તે ધર્મ હોઇ કહેવાય. ધર્મ એટલે સ્વભાવ્….. ગુણ…… ક્વોલિટી….. જે હજારો વર્ષ પહેલા અને હજારો વર્ષ તેનો ગુણ એક્જ્ હોઇ સકે. દા.ત. બરફ …. હજારો વર્ષ પહેલા અને પછી તેના ધર્મ મા કે સ્વભાવ મા કઈ ફરક ના પડે. પોતે પણ શીતળ અને તેના સમ્પર્ક મા આવનાર પણ શીતળતા નો અનુભવ કરે છે. અને જો ફરક દેખાય તો એ બરફ ન હોય સકે. તેજ પ્રમાણે અગ્નિ , ક્રોધ , શાન્તિ , શાન્ત વ્યક્તિ પોતે તો શાન્ત હોઇ જ પણ આજુબાજુ નુ વાતાવરણ પણ શાન્ત બનાવી દેશે. પુરાણ મા આનેજ ધર્મ કહેવાતો હતો. જે સનાતન કહેવાતો હતો. આજે દરેક ને પુછસો તો જવાબ મલસે કે હુ પાકો જૈન , પાકો હીન્દુ ,પાકો મુસલમાન , પાકો શિખ , પાકો ખ્રિશ્તિ ,વગેરે વગેરે ……… પણ કોઇ નહિ કહે કે હુ પાકો ધર્મિષ્ઠ છુ ! ! અને જે ધર્મિષ્ઠ છે તે પુજા પાઠ, ક્રિયાકાન્ડ વગેરે વગેરે મા નથી માનતો . વૈષ્ણવ, જૈન, ઈસલામ , વગેરે સમ્પ્રદાય કહેવાય ધર્મ કદ્દાપી નહિ. હવે મુદ્દા ની વાત. કરીયે……..જે ધર્મિષ્ઠ છે તે જરુર અધ્યાત્મીક હોઇ સકે……કારણ કે એ કુદરત ના નિયમો ને માને છે બીજા કોઇને નહિ. અને જે કુદરત ને આધીન છે ત્યા પ્રેમ્………..શાન્તિ……….અને ….આનન્દ…….. શિવાય બીજુ કઈ હોઇ સકે જ નહી…..એટલે આધ્યત્મિક જીવન …… દુનિયા મા દરેક મહાપુરુષ ના જીવન મા ડોક્યુ કરીશુ તો પ્રેમ…….શાન્તિ……અને ……આનન્દ…….આ ત્રણ સિવાય કશુજ નહિ મલે. ચાલો આપણે પણ શરુવાત કરિયે………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.