એ ફૂલ ના તોડશો, પ્લીઝ – નીના સંઘવી

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

હમણાંથી હરેનભાઈએ સવારની ચા બેડરૂમના વરંડામાં પીવાની રાખી હતી. સાંભળ્યું’તું કે સામેનો, નવો બંધાયેલો બંગલો, કલ્યાણી ઈન્ડસ્ટ્રીઝના માલિકનો હતો. બંગલા પછી તેમાં આગળ ને આજુબાજુ અદ્દભુત બગીચો બનાવ્યો હતો. ઘરનાં માજી તથા માળી રોજ કલાકો ત્યાં કામ કરતાં. મખમલી ઘાસની બિછાત, રંગ, કદ ને ઊંચાઈ પ્રમાણે ફૂલક્યારીઓ અને છોડવાઓની છટવણી, સુઘડતા અને કલાત્મકતા અત્યંત આકર્ષક હતાં. આ નજારો, રંગ, આકાર, સુવાસનું રોજિંદું નવલ પર્વ, વહેલી સવારના કુમળા તડકામાં માણવું હરેનભાઈને ગમવા લાગ્યું. ધીમે ધીમે એ વળગણ બન્યું. સવારની ચા પીતાં એ ખુશનુમા માહોલ માણી રહેતા. અને હા, વરંડાને હવે તે ‘દીવાને-ખાસ’ કહેતા.

રોજ વહેલી સવારે માજી પૂજાપા માટે ફૂલો ચૂંટતાં, ત્યારે હરેનભાઈનો થોડો ગરાસ, લૂંટાઈ જતો. આજે એક ઘેરી રતુંબડી ઝાંયવાળું અતિ સુંદર ફૂલોનું ઝૂમખું લહેરાતું હતું. હરેનભાઈ ક્યાંય સુધી એ શોભા પરથી નજર ન જ હટાવી શક્યા. માજી ફૂલો ચૂંટવા આવ્યાં. જેવાં પેલા ઝૂમખા નજીક આવ્યાં કે હરેનભાઈ ચા પીતા પીતા ઊભા થઈ ગયા. માજીની નજર તેમના પર પડી. હરેનભાઈએ માથું ધુણાવીને આંગળીને ઈશારે મનાઈ કરી. જાણે કહેતા હોય કે, ‘માજી, પ્લીઝ આ ફૂલ ના તોડશો.’ માજી હસી પડતાં. હાથ ઊંચો કરી ધરપત આપી, પેલો ગુચ્છો છોડીને આગળ વધ્યાં. હરેનભાઈ ‘હા….આ….શ’ કરતા પાછા ખુરશીમાં ગોઠવાયા. આ હતી એમની પહેલી ઓળખાણ. પોતે ઉગાડેલાં ફૂલોમાં કોઈ આટલી દિલચસ્પી લે, એ અણધારી પ્રશંસા જ થઈ ને ? માજી કેમ ન પોરસાય ? હવેથી ફૂલો ચૂંટતાં પહેલાં માજી આંખને ખૂણેથી હરેનભાઈની હાજરી નોંધતાં, તો વળી હરેનભાઈની નજર પણ છાપું ઊંચું નીચું કરીને માજીની પ્રવૃત્તિ પર ક્યાં નહોતી મંડરાતી ? આ સંતાકૂકડી પછી માજી હવે હરેનભાઈની ગાડી ઑફિસે જવા નીકળે પછી જ ફૂલો ચૂંટતાં. ભગવાનને પૂજા માટે થોડી રાહ જોવી પડે એટલું જ ને ? પછી તો પરિચય વધતો ગયો ને બંને કુટુંબો વચ્ચે અવરજવર વધી. શિક્ષણ, સંસ્કાર, સફળતાનો સમન્વય બંને ઘરોમાં હતો. ઘરોબો બંધાતાં જરાય વાર ન લાગી.

કલ્યાણી કુટુંબનું છત્ર એટલે માતુશ્રી ઈંદુબહેન. એકવડિયો, ઊંચો બાંધો ને ગોરો વાન. ગરદન પર ઝૂલતો અતિ વ્યવસ્થિત અંબોડો. સોનેરી ફ્રેમનાં ચશ્માં આંખોની સળોને થોડાં છાવરતાં. અખંડિત, સુરેખ દંતપંક્તિ અને કુમાશભરી ત્વચા દેહના કરાયેલા જતનને પ્રમાણિત કરતાં. પણ જોનારને યાદ રહી જાય તેવી વદન પર કાયમી પ્રસન્નતા અને પરમ શાંતિની અનુભૂતિ. એંશી વટાવી ગયેલાં પણ સ્વસ્થ અને જાજરમાન વ્યક્તિત્વ. એમની જુવાનીમાં તેમણે પી.એચ.ડી. કરેલું હશે. તેઓ કલ્યાણી ફાઉન્ડેશનની ચેરિટિઝનું કામકાજ સંભાળતાં. માજીનાં દીકરા-વહુ વિનયભાઈ અને સુધાબહેન. વિનયભાઈનો મોટો દીકરો વિહાન અમેરિકા હતો. નાનો વિતાન તથા પુત્રી સુરમી જોડકાંના હતાં. કૉલેજમાં છેલ્લા વર્ષમાં હતાં. સત્ર પૂરું થવામાં હતું. સુરમી આગળ અભ્યાસાર્થે અમેરિકા જવાની તૈયારીમાં હતી. વિતાન કુટુંબની ફૅક્ટરીમાં વધુ અનુભવ લેવા માંગતો હતો.

આ તરફ ‘હમ દો – હમારે દો’ જેવો હરેશભાઈ-મીતાનો મોદી પરિવાર. પતિ-પત્ની બેઉ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. સજોડે ધીખતી પ્રેક્ટિસ. તેમની બે યુવાન પુત્રીઓ – મોટી ગૌરી, નાની ગોપી. ગૌરી સી.એ.નું ભણતી. પુસ્તક અને અભ્યાસ એની દુનિયા. નાની ગોપી એટલે મોદી કુટુંબના શાંત વાતાવરણમાં ત્રાટકેલું વાવાઝોડું. બાળપણે હજુ ઉંબરા બહાર પગ મૂક્યો ન મૂક્યો ત્યાં અલ્લડ જુવાની ધસમસતી આવી. એક જલદ ઉન્માદક મિશ્રણ. ગોપી બેહદ સુંદર હતી, પરંતુ પોતાના રૂપ વિશે સાવ અ-ભાન. ટાપ-ટીપ, સજવું, નીખરવું એને ન ફાવે. શિસ્ત એટલે બંધન અને સીમાંકન એટલે ગૂંગળામણ માનતી ગોપી એક જીપ્સી આત્મા હતો. જીવન એને માટે એક જશન હતું, અનુભવો અને અખતરાનો અવિરત જલસો, મોકળા મને મોટેથી ખડખડાટ હસવું એ એનો ટ્રેડ-માર્ક હતો. એની ચાલમાં એક થિરકાટ રહેતી, જાણે નૃત્ય પ્રારંભવાની તૈયારી. ખુલ્લા તારા મઢ્યા આકાશ નીચે સૂવા મળે તો તરત પોતાનો વૈભવી બેડરૂમ છોડી દે તેવી. તે અભ્યાસમાં જરૂર સારા માર્કસ લાવતી પણ એ છોડો તો બાકીની દરેક બાબતમાં તે તેની માતા મીતાની ખફગી વહોરી લેતી હતી. ગોપી નામના ઊડતા પક્ષીને મીતા લગામ ભરાવવા જતી. તે ક્યારેય ફાવતી તો નહીં જ પણ મા-દીકરી વચ્ચે કાયમી ટકરાવ રહેતો. ગોપી મીતાનાં સૂચનો શાંતિથી સાંભળતી, પછી જઈને તદ્દન વિરુદ્ધ આચરણ કરતી, નિયમો તોડવાની તેને મજા આવતી !

પ્રયત્નોમાં નિષ્ફળતા મળતાં મીતા પતિની મદદ માંગતી. જો કે હરેનભાઈ આખી વાત હળવાશથી હસી કાઢતા : ‘સત્તર વર્ષની મીતાને તું ભૂલી ગઈ હશે પણ મેં તો બરાબર યાદ રાખી છે. જુનવાણી જમાનો, બંને કુટુંબોમાં જોરદાર વિરોધ, તોય આપણાં છાનગપતિયાં અટક્યાં’તાં ? આપણા સાહસોની શૌર્યગાથાઓ ભૂલી ગઈ હોય તો યાદ કરાવું ? અરે, આપણું જ ફરજંદ, વળી નવા જમાનાનો ઉછેર, જીવવાદે એની રીતે એને…..’
‘હરેન, બી સિરિયસ. ભગવાનને ખાતર જરા ગંભીર થા. આનું પરિણામ શું આવશે તે સમજ. તેનો પગ ઘરમાં તો ટકતો નથી. એનો એકેય પુરુષમિત્ર મહિનો પૂરું ટક્યો છે ?’

બહુ જ ધૂંધવાય ત્યારે મીતા અસહાય બની રડી પડતી. કુટુંબોની નજદીકીથી બાળકો સંપર્કમાં આવ્યાં. વિતાન-સુરમી-ગોપી ત્રણેય એક જ કૉલેજમાં. ગોપી જુનિયર હતી પણ ત્રણે ઘણી વાર સાથે આવતાં જતાં. સુરમીને સરળ અને નિખાલસ ગોપી બહુ જ ગમતી – ઘણી વાર વિરુદ્ધનું આકર્ષણ રહેતું હોય છે ! ખિલખિલાટ કરતી ગોપીને જોઈ સુરમી વિચારતી કે શું પોતે કદી પણ આમ હસી શકે ? એકાંતમાં બે-ત્રણ વાર કોશિશ પણ કરી ત્યારે સમજાયું કે અંદરથી બાલસહજ – નિરામય અંતર મન હોય ત્યારે જ આ હાસ્ય સ્ફુરે. સુરમી શબ્દે-શબ્દ જોખી-તોલીને બોલવાવાળી ને માપસરનું હસવાવાળી, જ્યારે ગોપી ભાગ્યે જ બીજાના પ્રતિભાવ વિશે વિચારતી. જે સારું લાગે, તે મુખેથી સરી પડે. સવારે જોગિંગમાં ગોપી સુરમીને ખેંચી જતી તો સુરમી કુટુંબના દરેક કાર્યક્રમમાં ગોપીને સામેલ કરવાનો આગ્રહ રાખતી. દેખીતી રીતે તો બન્નેમાં ખાસ સામ્ય ન હતું, પણ તોય બન્નેની જોડી જામી ગઈ હતી. મીતા માટે આ મૈત્રીએ આશાનું કિરણ ઉગાડ્યું. શાંત, ગરિમાસભર સુરભી હસમુખી યુવતી હતી. કૉલેજમાં તેનું ખૂબ માન હતું. વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે સફાઈપૂર્વક તે પોતાનું દષ્ટિબિંદુ મૅનેજમેન્ટના ગળે ઉતારી શકતી. સ્ટાફ, વિદ્યાર્થીઓ ને ખુદ પ્રિન્સિપાલ પણ સુરમીનો આદર કરતા. એવી સુરમી જ્યારે ગોપીને માન આપતી ત્યારે ગોપી ખુશ થતી. સુરમી ક્યારેય ગોપીની ટીકા ન કરતી, ન સલાહ, ન સૂચનો. એ જેવી હતી તેવી જ સુરમીને ગમતી. ગોપી માટે આ નવું હતું. મીતા ઈચ્છતી કે સુરમીની સોબતે ગોપી પણ બદલાય.

અને બદલાવ તો જીવનનો નિયમ છે. ઊડાઊડ કરતી ગોપી ધરતી પર પટકાઈ. સમજ ન પડી પણ અમુક શારીરિક ફેરફારોએ ગોપીને ગભરાવી. શું હશે ? કોને કહેવું ? મૂંઝારો થવાથી તેણે સુરમીમાં વિશ્વાસ રાખી હકીકત જણાવી. સુરમી તેને ગાયનેકોલોજીસ્ટ પાસે લઈ ગઈ અને દાકતરી તપાસમાં આવ્યું કે ગોપીનો ગર્ભ બે મહિનાથી વધુ સમયનો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતાં સુરમીએ મીતા આન્ટીને વાત કરવી, તેવું ગોપીનું સૂચન વધાવી લીધું. મીતાની જાણમાં આવતાં મોદી કુટુંબ અણધારી કટોકટીમાં સપડાયું. સમય પણ ઓછો હતો. ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ ત્વરિત ગર્ભપાત કરાવવાનો નિર્ણય લેવાઈ ગયો. શરમથી ગોપી પોતાના રૂમની બહાર પણ નીકળતી ન હતી.

ગર્ભપાતના નિર્ણયે સુરમીને હચમચાવી દીધી. છેવટે અંદર રાખેલી વાત તેણે ઈન્દુબહેનને કરી. રાત્રે નવ વાગ્યે ઈન્દુબહેને મોદી કુટુંબને દરવાજે બેલ મારી.
‘અરે… ઈન્દુમાસી તમે ? અત્યારે ? આમ સાવ અચાનક…. આવો… આવોને…’ મીતાં બારણું ખોલતાં સામટા સવાલ પૂછી બેઠી. સામે ચાલી આજે ઈન્દુબહેન પહેલી વાર ઘરે આવ્યાં હતાં. મીતાના સવાલોમાં આવકાર કરતાં આશ્ચર્ય વધુ હતું.
‘મીતા, છે હરેશભાઈ ? બેટા, બોલાવને મારે તમારાં બંને સાથે થોડી વાત કરવી છે.’ સોફા પર ગોઠવાતાં ઈન્દુબહેન મુદ્દા પર આવી ગયાં. અંદરથી મીતા હરેશભાઈને બોલાવી આવી. સંદેશો તો બંનેને પહોંચી ગયો હતો. ફફડાટ સાથે ત્રણેય ગોઠવાયાં.

‘હરેશભાઈ-મીતા, મારે કંઈક કહેવું છે, મોડું થાય તે પહેલાં. મારી વાત સાંભળ્યા બાદ તમે તેના પર વિચાર કરજો. ખૂબ જ હિંમતથી અને ખુલ્લા મને વિચારજો. ને પછી તો ભાઈ, તમને જે ઠીક લાગે તે ખરું. સુરમીએ ગર્ભપાતના નિર્ણયની મને વાત કરી. નિર્ણય ખોટો છે તેવું તો હું નથી કહેતી. આપણો સમાજ બાળકોની નાદાનિયત પ્રત્યે હજુ સહિષ્ણુતા કેળવી શક્યો નથી, પરંતુ સદભાગ્યે એક વિકલ્પ છે.’
‘વિકલ્પ ?’
‘હા.’
‘વિહાન આપણો અમેરિકામાં કાર્ડિયાક સર્જન છે. તેની પત્ની કોશા ગાયનેકોલોજીસ્ટ. લગ્નને સાત વર્ષ વીતી ગયાં. કોશાને ત્રણ કસુવાવડ થઈ. એ બંને જણ બાળકને તરસે છે. માનસિક રીતે હવે કોશા ગર્ભધાનનું જોખમ લઈ શકે તેમ નથી. બાળક દત્તક લેવા તેઓ ઈન્ડિયા આવવાનું વિચારતાં હતાં ત્યાં સુરમીએ મને વાત કરી. એક વિચાર મારા મનમાં આકાર લઈ રહ્યો છે. ખૂબ વિચારીને મેં સવારે કોશા-વિહાન સાથે વાત કરી. બંનેનું કહેવું છે કે ગોપી અમેરિકામાં કૉલેજમાં ઍડમિશન લઈ લે. જે સહેલાઈથી મળશે અને સુરમી સાથે જ અમેરિકા પહોંચી જાય. બસ, બાકીનું બધું જ કોશા સંભાળી લેશે. વિહાન-કોશા ભારે સમજદાર અને મિલનસાર છે. ખાતરીથી કહી શકું કે મારી ડાહી દીકરી કોશા, ગોપીને પોતાની પુત્રીથી વધુ સાચવશે. હા, ગોપી બાળકને જન્મ આપે પછી એ બાળક કોશાનું.’

ઊંડો શ્વાસ લઈ હરેન-મીતા એકબીજા સામું જોઈ રહ્યાં. બે દિવસ પછી તો ગર્ભપાતના ઑપરેશનની તારીખ ગોઠવાઈ ગઈ હતી.
‘ભાઈ, હું ત્રાહિત કહેવાઉં. તમારી કૌટુંબિક બાબતમાં કદી માથું ન મારું પણ અહીં એક જીવના અસ્તિત્વનો સવાલ છે. એટલે મારાથી ન રહેવાયું.’ ત્રણેય જણાં વાતોને મમળાવી રહ્યાં હતાં. એક ગર્ભિત મૌનનો વીંટો કોશેટાની જેમ વીંટળાઈ વળ્યો. પ્રતિભાવ તુરંત તો અપેક્ષિત પણ ન હતો. ઈન્દુબહેન હરેન તરફ ફર્યા. ખભા પર હાથ મૂકતાં બોલ્યાં : ‘ભાઈ, આપણી ઓળખાણ કેવી રીતે થઈ હતી તે યાદ છે ને ? તમે મને ફૂલ તોડવાની ના પાડી ને મેં ફૂલ ન ચૂંટ્યું. અરે, ત્યાર પછી પૂરો માહોલ તમારી તરફ વધુ નીખરે એવી મારી કોશિશ રહી. ભાઈ, આપણી ગોપી પણ એ ફૂલ જેવી જ વહાલી ને નાજુક છે. ગર્ભપાતની અસર કુમળા મન અને શરીર પર કાયમ રહેશે, એક દુ:સ્વપ્નની જેમ. ભાઈ એની સામે આખી જિંદગી પડી છે. હજુ તો તે એક બાળક કહેવાય. આ પાતક ન વહોરાશો. આજે હું તમને પ્રાર્થના કરું છું ભાઈ, આ ફૂલ ન તોડશો, પ્લીઝ. એક જીવને જીવન મળશે, એક દંપતી માવતર બનશે, એક કુટુંબ વાત્સલ્યથી કિલ્લોલી ઊઠશે. હિંમત કરી ગર્ભપાત ભૂલી જાઓ ને આ ફૂલને ખીલવા દો. દીકરા, મારું વચન છે કે આ આખી વાત આપણી વચ્ચે જ રહેશે !’

પેલા પાતળા, થોડી કરચલીવાળા બે હાથ જોડી ઈન્દુબહેન ફરી ફરીને અરજી કરતાં રહ્યાં. હરેનભાઈની નજર એ વૃદ્ધ હાથો પર જડાઈ ગઈ. થોડી વારે ધીમેથી ઊઠીને હરેનભાઈ ઈન્દુબહેનના પગ પાસે ઘૂંટણીએ બેસી ગયા. પેલા બે હાથ કૃશ હાથોને પોતાની બે હથેળી વચ્ચે પકડી લીધા ને ઈન્દુબહેનના ખોળામાં માથું મૂક્યું. મીતા ઈન્દુબહેનના ખભા પર માથું મૂકી તેમને વળગી પડી. બધી આંખો અનરાધાર વરસી રહી. હાથ છોડાવી ઈન્દુબહેન ઘડીકમાં હરેનભાઈ તો ઘડીકમાં મીતાને પંપાળી રહ્યાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાંચન વૈવિધ્ય – સંકલિત
‘મા’ શબ્દનો ચમત્કાર – હરીન્દ્ર દવે Next »   

47 પ્રતિભાવો : એ ફૂલ ના તોડશો, પ્લીઝ – નીના સંઘવી

 1. trupti says:

  Congradulations to Neenaben, woderful story. વાચ્તા વાચતા આખે પાણી આવી ગયા. આ જમાના મા પણ આવો selfles પ્રેમ બતાવી અને નિભાવી શકે છે તે જાણી ઘણુ જ સારુ લાગ્યુ. નહિતર આજકાલ તો ચોવટિયા ઓ ની કઈ કમી નથી. જરા જેટલી કોઈ ની આવી વાતો ખબર પડી નર્થી અને વાતો કરવા ની ચાલુ કરી નથી. માણસ ભુલ કરે તેને માફ કરી શકે તે ખરી માનવતા.
  Once again thanks to Neenaben for giving such a wonderful story.

 2. Vipul Panchal says:

  Dear Neenaben

  Exceelent story, ***** 5 star for u.

 3. Neha says:

  very nice story, not everyone thinks like induben, we wish we have many people like induben.

  thanks for nice story.

 4. shruti says:

  ખુબજ સુન્દર વાર્તા ….

 5. kumar says:

  Whatever done by Induben, is really Great and I really appreciate the author for showing the handling of this kind of situations.
  But whatever done by Gopi (she is not the only responsible) have we accepted it as a one of our routine life’s incident or culture? કારણ કે જયારે આજની તારીખે રીડગુજરતી એક સામાન્ય or ordinary site રહી નથી તેનો વાચાક ગણ એકદમ વિશાળ છે.
  આ પ્રશ્ન કદાચ ખોટો હોય અથવા યોગ્ય સ્થાને ના હોય તો મ્રુગેશભાઈ ને comment delete કરવા વિનંતી.

  • trupti says:

   It is hard to digest the situation, I mean if the same incident takes place in our own family, our reaction will be totally different, but since the time has changed and the children are well aware of the facts of life much before their age, we have to accept it whether we like it or not. If you have noticed the advt. of ‘ipill’ on TV., where in two of the advt. the message is conveyed to the lady that, you can get in to the relation, but take necessary precaution to consume the tablet to get way with the unwanted pregnancy rather then going to the process of abortion. This advt. is published freely on the TV. without any one’s objection. What that implies? Whether we like it or not we have to accept what is going on. We should not forget that, though the time has changed and we are become more open to every thing, but due to our culture barrier, certain thing we cannot accept it in hart, but due to the changed scenario, and to remain in the crowd, we have to accept certain things.

   • kumar says:

    Becoming open or broad minded doesn’t mean one can allow their children to do whatever they want.
    And here is the mail problem, accept what is going on, typical indian mentally,due to which we are facing lots of issues today. Nobody is ready to change things, people just watch the things happening, they don’t want to interfear mean we have just accepted we don’t want to fight.
    Teenagers becoming pregnant that is definately not true and right as per me, like abroad parents, they can say it is their (children’s) life, let them do it watever they (children) want. and that is the main difference between our culture and theirs culture (I agree that sometime this causes problem also). We can’t say a teenage boy or girl are mature enough to understand this bad-cruel world.

  • hardik says:

   @Kumar:
   One question just to ask yourself, does culture change because of one incident or few incident?? Even befor that what is culture?? If you get this answers i guess you’ll realize individual idiosyncrasies are not culture and they are limited for sure.
   @Trupti:
   Can’t agree anymore for at least, on this argument that Just to change yourself and pretend to be open minded because you’ll be pariah.give me a break.
   And regarding your advt logic. honestly absurd. Would you imagine that company saying that this is for only married woman because we are here to make awareness, not to sale our pills and rip-off the profits..use brain please..Or even they have honest idea of bringing an awareness, they won’t say don’t do these things..there are thousands of human right activist which can parade for self rights as they have done with gay rights..i would say it’s individual choice and his/her self awareness what he/she wants to do..
   Regarding Culture barrier you’re saying i guess you and i are on different boats so it would be worthless to discuss..personally i consider culture as powerful tool which gave me common sense..

   • trupti says:

    Hardik,

    If you have noticed the two of the ads. of Ipill, where the middle aged woman talking to some one over the phone I think from her bathroom very desperately, and from her talk one can make out that she is talking to someone who may not be married.
    In the second ad. The girl is having her (I presume) breakfast or any meal and suddenly her mobile rings and immediately she is rushing to the abortion centre. From her very look, she does not look married.

    The advertiser will definitely not mention that the product is only for married woman, they leave certain things in bracket for the consumer to understand.

    You need to weak up and keep your eyes open, as in day-to-day life; we either read so many incidents like this in magazine or newspaper or even hear it while traveling. I understand it is hard to believe and digest the idea of any of our near and dear one getting in to the relation without marriage, but my dear friend this is the fact of life not only in the big metros like Mumbai, Delhi, Ahmedabad but even in the small town and cities.
    Definitely, we would like to stick to our culture but the present generation is very fast and does not think in the line in which we are thinking. Tell me honestly, when you were teen aged, how much knowledge you had about the relation? (I presume you are middle aged like me) I am sure your answer would be very little or nothing. As the present generation is electronic shrewdness they gain the knowledge much before the age and teen age is such an age, they like adventure and hence may be not out of the physical need, but out of curiosity enters in to the relation without realizing the consequences.

   • Virendra Bhatt says:

    વાર્તાનો સન્દેશ સુન્દર છે,જીવો અને જીવાડો. આજના ઝડપથી બદલાઇ રહેલ સમયે યુવાન પુત્ર-પુત્રીના માતા-પિતાને મુન્જવતા પ્રશ્નો-કેવી રીતે તેમને પોતાની જવાબદારીનુ ભાન કરાવવુ?… સહજ નથી. પિતા પુત્ર સાથે અને માતા પુત્રી સાથે ખુલ્લા મનથી આ બાબત હજી વાત નથી કરી શકતા. આપણા સંસ્કારમા ઍ શક્ય નથી. પહેલાના વખતની કડક શિસ્તમા પણ ભયસ્થાન હતા. હવે વધુ છે….વાર્તાનો લાગણી-માનવતાભર્યો ઉકેલ હર વખત શક્ય નથી. હા,ઈન્દુમતીબેન એક વિરલ વ્યક્તી છે. આપણા સમાજમા શોધ્યા જડે ખરા? અસંખ્ય હરેનભાઇ-મીતાબેન શુ કરે?

    • trupti says:

     પ્રશ્ન તો છે જ. પણ આજ નુ જનરેસન એટલુ ફાસ્ટ છે કે તેમને સમજાવવા નુ ઘણુ અઘરુ છે. આપણા જમાના મા મા-બાપ ની બીક અને ડર હતો એમની આપણે આમાન્યા જાળવતા, જ્યારે અત્યાર નુ જનરેસન તડ અને ફડ કરવા વાળુ છે, એમને ક્ કાઈ કહી નથી શકાતુ. આપણે ઘણી વાર જોઈએ છીએ અને સાભળીએ છીએ કે જરા પણ જોર થી કોઈ મા-બાપ સતાન ને કહેવા જાય તો ભયાનક પગલુ લેતા પણ તેઓ અચકાતા નથી. વાર્ર્તા મા જ તમે જુઓ તો હરેન ભાઈ ને મીતા બહેન સમજાવવા ની કોશિશ કરે છે પણ તેઓ વાત ને ગભિરતા થી લેતા નથી કારણ મા-બાપ નો પ્રેમ ઘણી વાર આધળૉ થઈ જાય છે અને તેઓ માનવા ત્યાર જ નથી હોતા કે તેમનુ સતાન કોઇ ભુલ કરી શકે. However, I always believe that one must walk with the time and the one who does not walk with the time, world does not allow them to live peacefully.

     Every one has their own thinking and believes and as the five fingers are not alike, it is difficult to expect that the thinking of two people can be same.

     • Falguni Patel says:

      The story’s message is truly inspirational since it’s pro-life. I think the main idea of the story is that if a mistake is made, rather than trying to patch it up or hide it or remove it from one’s life, it is always advisable to take accountability for it and correct it.
      Be it any generation, there are always people who channel their inner rebel to be in adverse situations rather than to fight against adverse situations. I do believe that now a days casual sex is being promoted far and wide by the media and no one can ever escape from watching it. However, I also believe that in any generation kids can be educated enough so that they actually value our Indian culture and principles. If they are made to think rationally that premarital/causal sex can lead to a number of problems including stds, pregnency, not to mention financial burden at a younger age, social outcast as well as isolation, uncertainty of the child’s health/future, they will be willing to follow abstination.
      Even with changing times and being among people of different cultures, if one sticks to his/her own principles and beliefs it actually makes one cooler, more like a leader and not a follower. I think people do listen to your voice if you speak up and it’s not like they won’t let you live peacefully. I have experienced this myself to be able to stand by this theory.
      Being open minded is definitely being open to the new trends and ever changing society and its beliefs. However, being open minded also means that accepting our own beliefs first and following them without being isolated from other cultures/people.

 6. Simply Wonderful story. Mrugesh, Thx for Sharing

 7. Ravi says:

  Nina ben congratulation..
  Great great story..
  Wonderful way of explanation..
  Keep writing..

 8. Shailesh Pujara says:

  સરસ વાર્તા. સરળ શબ્દો અને લાગણીઓ ના અતિરેક વિના સુન્દર ગુંથણી. આભાર નીનાબેન , મ્રુગેશ ભાઈ.

 9. Nisheeth says:

  ઍક અદભુત પ્રેર્ણા આપતિ અને સમાજ ને સાચા અર્થ મા નવો વિચાર આપે છે.

 10. Sarika Patel says:

  very nice story. We should note that this is a story, not a real part of anybody’s life. I am aware that many family suffered this type of incident in their real life. I am defenitely agree with trupti’s comment on this topic.

  Regarding this story, it is realy nice story.

 11. nayan panchal says:

  Everything is Original until you find the source (આ લાઈનની જેમ જ)

  ટીનએજ પ્રેગનન્સી ભારત કરતા પણ અમેરિકા જેવા દેશોમા વધુ ચિંતાજનક વિષય છે. ત્યાં તો શાળા-કોલેજોમાં આ માટે કાઉન્સિલીંગ સેંટર રાખવામાં આવે છે. કેટલીક હિંમતવાન કન્યાઓ નાની ઉંમરે બાળકને જન્મ પણ આપે જ છે. ઉપરનુ વાક્ય એટલા માટે લખ્યુ કે આ વાર્તા ફિલ્મ Junoથી પ્રેરિત હોય એમ લાગે છે. ફિલ્મમાં નાયિકા બિલકુલ ગોપી જેવી હોય છે, જ યૌવનના ઉન્માદમા ગર્ભધારણ કરી લે છે. પછી તેના માતાપિતાની સહાયથી તે ગર્ભને બાળક તરીકે અવતરવા તૈયાર થઈ જાય છે અને એવા દંપતિની પણ શોધ કરી લે છે કે જે તેને દત્તક લઈ લે.

  પ્રિ-મેરિટલ સેક્સ, કુંવારી માતા બનવુ (કે પછી એકસ્ટ્રા મેરિટલ અફેર)સારુ છે કે ખરાબ તે સંજોગો પર આધીન છે. સામાજિક કે કાયદાકીય દ્રષ્ટિએ જે વસ્તુ અયોગ્ય લાગતી હોય તે કદાચ નૈતિક કે માણસાઈની રીતે સહજ અથવા સ્વીકાર્ય હોય પણ શકે. આજના યુવાનોને કંઈક ન કરતા અટકાવવાનુ ખૂબ મુશ્કેલ છે, પરંતુ તેમને દરેક વસ્તુની સારી-નરસી બાજૂ જોઈ શકે અને પછી પસંદગી કરે તે શક્ય છે.

  આપણો ભારતીય સમાજ હજી પણ અમુક બાબતોને સરળતાથી સ્વીકારતો નથી (જેની પણ સારી-નરસી બાજૂઓ છે). ગોપી જેવી પરિસ્થિતી ઉભી થાય અને જો કોઈ અન્ય રસ્તો ન હોય તો કુંવારી માતાની જિંદગી બરબાદ કરવી કે ગર્ભપાત કરવો તે પ્રશ્ન બે વત્તા બે જેટલો સરળ તો નથી જ. બાકી ગોપીના વર્તનને બેજવાબદાર (જો હોય તો પણ) ગણતા લોકોને એટલુ જ પૂછવાનુ કે તમે તમારી જિદંગીમા કોઈ ભૂલ નથી કરી. જો ભૂલ કરો તો તેના પરિણામ પણ ભોગવવા પડે, પરંતુ સ્વજનોએ તો આપણી એકલ-દોકલ ભૂલોને માફ કરીને આપણને સ્વીકારવા જ જોઈએ.

  વાર્તાની ગૂથણી સરસ છે, આભાર.
  નયન

 12. વાર્તા સારિ છે, છતાય એવુ લાગે છે Juno થિ પ્રેરિત છે.

 13. Rajni Gohil says:

  ફૂલ પણ છોડનું બાળક છે. ભગવાન કરમાઇ જાય તેવા ફૂલ નથી ઇચ્છતા. ફૂલ તો એક પ્રતીક છે. આપનું જીવન ફૂલ જેવું કોમળ અને સદગુણોની સુગંધથી ભરીને ભગવાનને અર્પણ કરીએ તેમાં જીવનની સાર્થાકતા છે.

  ગર્ભપાતના દુષણને સુંદર રીતે વાચા આપી છે. થયેલી ભૂલનો સમજદારી પુર્વકનો ઉકેલ પ્રેરણાદાયક છે. ખુબજ સુંદર વાર્તા છે. અભિનંદન.

 14. Satish says:

  Very nice story. In USA or INDIA as per my expierence very few people are thinking twice before aborting child, married people if they wants son and sonography says girl(specially in INDIA) or incase of teenage girls in US.

  I am agree with Nayan’s response that no matter what parent has to accept and even suffer for child’s mistake.

 15. કલ્પેશ says:

  પહેલા તો કૉમેન્ટ અંગ્રેજીમા લખુ છુ (ઝડપથી લખવુ છે એટલે).

  Firstly, I feel there is nothing wrong for teenage kids to get pregnant. I understand that they have much more avenues of information available to them. At the same time, parents need to be in the kid’s shoes to understand why such a step was taken?

  At the basic, I believe parents will have to instill basic values so well, such that kids will have better control over things (some kind of a filter). I can give you an example of mine. Lots of my friends drink, I don’t. I have been to lots of pubs with them, but I choose not to drink. The idea is, my parents have raised me such to let me decide pros/cons of things. I don’t mind others drinking. It is not what I like for myself.

  So, a filter is important. No matter what the circumstances, the filter will help a person not take any step, the results of which might not be favorable.

  We are biased in thinking that people who go for abortion don’t think much. I disagree.
  People have to go through emotional pain/trauma to take such a step. No female would like it, however modern and outgoing.

  In US, I could see people fighting over this issue (pro-life/pro-choice).
  This should not be made into law of what is to be done by an individual. Nor one group should have any right to impose their idea on others.

  Regarding advertising, we don’t have control over what people are selling. We can have control over what we would like to see/hear/do. The choice is ours to some extent.

  If you go back in time 50/60 years, female used to get pregnant by 16/18/20 & they used to get married by that age. I think old generation was smart enough to realized the body chemistry change & need for sex and they used to get the kids married by that age (so, they made the kids commit to a relation and then go ahead for the family building). By making it into law & current scenario where kids have to think of their career, early sex is considered a taboo. If you look at it from nature’s view – it is nothing but natural.

  Making the kids responsible is important & also, it will be better for parents to be friends with the kids to be able to understand them/their needs. It is easy to criticize them for the mistakes they do but people need help and emotional support to stand against all odds.

  I hope we become fair in our views towards all modern day life incidences.
  And I sincerely hope that I made balanced comments & didn’t hurt anyone’s feelings here.

  • Ravi says:

   Hello Kalpesh Ji..
   Thanks for the fair comments and nice way to explain your view..
   I think you should also start to write something..
   and upload it to readgujarati..

  • trupti says:

   Kalpeshji,

   I agree with you that, being the parents, we have to instill the values of our culture in the minds of our children. However, how much they will take it, cannot be predicted by anyone.

   The way you never touched the drink, I never touched non-veg. My working carrier started with the well known CA firm of Mumbai who used to handle the audits of big Cos.like TATAs., Air-India, ICICI, Walchand Group etc.I was a vacational trainee and after graduating myself I joined the firm as a trainee, as we were the auditors of mainly big Cos. our clients used to reimbursed the food bills. Most of my college who were vegetarian started eating non-veg., as the expenses were reimbursable by the client. Many occasions in the team of 15-20, I used to be odd person out and they all used to force me to eat non-veg. by saying that I was missing something in life. However, I was never tempted to eat non-veg. due to my upbringing (non-veg. eaters pl. excuse me, I do not mean to state that, non-veg. eating is bad, but the community in which I am born, it is considered as taboo).

   As I mentioned earlier, the present generation is very fast and electronic as well media savvy, it is very difficult to make them understand. I repeat, difficult and not impossible. Moreover, they enter in to the relation many times out of curiosity and fun. The advisement which are published or telecast, may be are for meant for the authorized users, but since the contraceptive pills or birth control pills are available, they get in to the relation without any fear. Due to our society barriers, though both the parties are responsible for their act, but only the girls is blamed. I waigly remember one saying kind of thing in Gujarati- છોકરા નુ ચારીત્ર કોરી પાટી જેવુ હોઇ છે, ગમેતે ગમેતેટલી વાર લખી ને ભુષી નાખો, પણ છોકરી નુ ચારીત્ર કાચ જેવુ હોઇ છે.

   • કલ્પેશ says:

    Truptiji,

    You can write to me, if you would like – shahkalpesh77 at gmail dotc0m.

    I think trust is an important factor in any relationship.

    However fast the kids are, are they comfortable in telling us, what they think/do? are we comfortable in treating them as a friend? are we able to discuss matters related to this openly & do the kids feel the same?

    Nobody needs to go to a school to understand sex. Its natural, hard-wired into every animal.
    We all should be taught of how to be responsible (whether sex or anything else).

    Gandhiji has written extensively on topics like this esp. sex, usage of c0nd0ms, desires of the young age etc. He has accepted his shortcomings on some of the matters frankly.

    I have not read things completely. Gandhiji used to write things on this and other topics in “young india”, if my memory serves me right. Also, he has written books after reading a lot of things on this topic in west (one of the book name is “નિતીનાશના માર્ગે”. One of the english book, which is titled similar is “Towards moral bankruptcy”.

    The book inspires human to pursue higher goals of life. In a way, all our scriptures (esp. Yog) teaches us these things, if you think of it.

    Mrugeshbhai – Please delete the comment, if you think this is turning into an unnecessary discussion.

   • Vallabh says:

    Greetings from UK.

    I have traveled around the world (including places like Japan, Korea), worked with top notch MNC clients at C-level but have not compromised on my principles on not to consume Alcohol or non-Veg.

    People who do not value their culture (which by the way is – way of life, way of thinking and way of worship) are susceptible to make compromises but not me. In our home we have daily evening paryers and even though my children go to school where majority are non-Indians, they know what is acceptable and what is non-acceptable. Our children may not be perfect but they know their roots better than others.

    Coming back to the story – I feel sorry for families when I see this kind of things happening. Such thing (teen-age preganancy) is sad but as a parent we need to ask ourselves what have we done to preserve our culture. Have we even maintained simple routine such as evening family prayer so that children pick up our values? If not – there are more chances of ending up in situation like the one that is mentioned.

    I have seen youngsters of some of my friends in US who have grown up to be very balanced youngsters due to nothing but their parents making efforts to make sure that our cultural values are communicated from young age.

    Society out there is crazy but as a parents we can still do lot to shield our families from undesirable influences of the society. Once children learn to discriminate between right and the wrong – many of these issues do not arise.

 16. Nitin says:

  I think Society is responsibal for such a case becuase society never accept such a relation.if such relation converted in merrage than no need for abortion or etc..Other things i like to share is some time in the teenager age children’s not understand who is the right partner and take wroung decesion so i think childre’s ,parents and society have to need well aware abt such relationship.

  Nitin
  from Vadgam

 17. Reminder :

  મિત્રો, આ ફક્ત એક વાર્તા જ છે.

 18. Dhwani Mankodi says:

  very nice story. but commments on story are more interesting and like a group discussion. really u all are very good to give words to your thoughts.

 19. Maulik Dave says:

  ખુબ જ સુન્દર હ્રદયપ્રેરક્વાર્તા. મઝા આવિ ગઇ. ખુબ ખુબ અભિનન્દન.

 20. Vaishali Maheshwari says:

  Excellent story Ms. Neena Sanghvi.

  The way in which the story is written, I mean the words used are excellent.

  This story depicts the present reality of the society.

  Today generation has definitely changed a lot. We cannot compare it with the older generations. Parents are becoming more cautious, but still things happen that are not easily acceptable by society.

  I feel that the teenagers and youngsters should try their best not to commit such big mistakes, but then if they commit, parents and other elders should be there to guide them and help them out by finding a way just as the character Induben did, in this story.

  Life is too short to hate someone. Elders should not hate their children for committing these mistakes, but at the same time children should try to be in their limits and think about their parents, elders and society.

  Enjoyed reading this story.
  Thank you Author.

 21. Jinal Patel says:

  Story is excellent as well as the comments. We want to change the culture, we want to change the way we see any situation. Try and try we will suceed at last. By reading the comments, if only one person can change their openion regarding premarital pregnancy, that will be like ‘પાશેરા મા પહેલિ પુણી’. But all in all I will agree with one thing, wherver it is in this whole ‘holly’ world, grils always have to be more careful. just for their sake.

 22. darshana says:

  story is nice but not at all practical…

  can gopi forget this thing in her life that her child is existing at someone else’s place? can she find life partner who can share this pain with her? if she hides this, can she live happilly?

 23. Dhruvi Gandhi says:

  સરસ વિષય પર બનાવેલી વાર્તા!

 24. Hitesh Mehta says:

  varta a varta….. pan saras che. hakikatma koi ma potani dikri ne kuvari ma banava na dye…. maji ni vat jivanma saru karavani bhavana vari che…
  Hitesh Mehta

 25. ખુબ સુંદર વાર્તા !!! ઘણા સમય બાદ કશું સારુ વાંચવા નું મળ્યુ. આભાર ..

 26. dhara says:

  the story is good and comments r also interesting.

  nayan panchal and kalpesh shah’s interpretation r very good.

  dhara

 27. Palak says:

  Interesting story with lots of interesting comments.

  I believe we live in very complex time. Indian families and society are adopting every thing about western. Whether its food, fashion, life style or culture. Being parents we can show our children difference between good and bad.

  As far as being teen age mom, I know lots of single mom who are very gracefully taking care of their kids along with school/college and work. I really respect them for that. (I am in US since four years)

  If some one else is doing I don’t care but I definitely don’t want my daughter doing that. (Double standard)

 28. સારો બોધપાથ આપિ જાય છે.

 29. Ashish Dave says:

  Story is nicely written but has lot of loopholes. Why marriage is not the option? Her character is developed well in the biginhing. Such characters usually are the one who know when to stop. Comments are very interesting as well.

  Ashish Dave
  Sunnyvale, California

 30. binita patel says:

  nice story

 31. Vishal P. Parmar says:

  Respected Sir/Madam,
  I like to read this Gujarati and say other our culture how it is beautiful with civilizing.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.