Archive for October, 2009

અજબ માટીના માનવી : સરદાર વલ્લભભાઈ – ડૉ. કુમારપાળ દેસાઈ

[‘જનકલ્યાણ’ માંથી સાભાર.] નિબિડ વનમાં વરુનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું. રડ્યું ખડ્યું ઘેટું લીલુંછમ ઘાસ જોઈ ચરવા આવી ગયું અને વરુના પંજાએ એને તાબે કરી લીધું. નિરપરાધી ઘેટાએ બેં બેં જેવો લાચારીભર્યો અવાજ કર્યો. પણ સમર્થનો આ ન્યાય હતો. એ જે કહે, તે ન્યાય અને ઘેટું વનનું ચોર ગણાયું. એ જીવથી હાથ ધોઈ બેઠું. એક દિવસ […]

કોના વાંકે ? – પ્રવીણ શાહ

[ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો pravinkshah@gmail.com અથવા +91 9426835948 પર સંપર્ક કરી શકો છો.] ‘મને એ છોકરી સ્વપ્નમાં આવે છે અને વિનવે છે કે…..’ મારા મિત્ર મહેન્દ્રએ મને કહ્યું. અમે બે-ચાર મિત્રો રોજ સાંજે અમારી હોસ્ટેલની આજુબાજુના કોઈક સ્થળે ફરવા […]

ધારો કે તમે હું છો….. – તેજસ જોશી

[‘મુંબઈ સમાચાર’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] ધારો કે તમે હું છો તો તમે શું કરો…. ? એમ નહીં, માંડીને વાત કરું. બસ આવી. રોજ આવે છે એવી જ હકડેઠઠ ભરેલી. બધા બસને બાઝી પડ્યા. સાકરના કણને કીડાઓ બાઝેલા એમ. હું પણ. બોચીમાં થયેલા પરસેવાને લૂછવાની પણ તમા ન કરી. સ્ટોપ આવ્યું અને હું ઊતરી પડ્યો. આટલી […]

ભજનાંજલિ – કાકાસાહેબ કાલેલકર

પ્રેમળ જ્યોતિ તારો દાખવી (રાગ : માંડ-તાલ દાદર) પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન-પંથ ઉજાળ….ધ્રુ. દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર, માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ. મારો જીવન-પંથ ઉજાળ….1 ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ; દૂર નજર છો ન જાય, દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ […]

વોકિંગ સ્ટિક – મનહર રવૈયા

[‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર.] ટન….ટન…ટન… દીવાલ ઘડિયાળમાં વહેલી સવારે છના ટકોરા થયા ને મારી આંખ ખૂલી ગઈ. સવારે બહાર બગીચામાં બેસવાની મને આદત હતી. હંમેશાં મારી પહેલાં જાગીને સવિતા મને ટેકો આપીને બગીચામાં લઈ આવતી કારણ પગની તકલીફના લીધે મારાથી ચલાતું નહીં, પણ હવે સવિતા ક્યાં રહી હતી ? હા, છેલ્લાં એક મહિનાથી મને ખભાનો ટેકો […]

તમને શું ગમે ? એકાંત કે સંગાથ ? – હરીશ થાનકી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી હરીશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. તેઓ હાલમાં ઉદઘોષક હોવાની સાથે ‘જયહિન્દ’ અખબારમાં કટાર લેખક તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેમની વાર્તાઓ પ્રચલિત સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. આપ તેમનો આ નંબર પર +91 9879931212 અથવા આ સરનામે hlthanki63@yahoo.in સંપર્ક કરી શકો છો.] કૌન યાદ કરતા હૈ અંધેરે […]

સંસાર – પ્રકાશ લાલા

[‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર. રીડગુજરાતીને આ નાટક પ્રકાશિત કરવા માટે પરવાનગી આપવા બદલ શ્રી પ્રકાશભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9426084632. કૃપયા નાટકની ભજવણી કરતાં પહેલાં લેખકશ્રીને જાણ કરવી…] પાત્રો : રેખાબહેન, રાકેશભાઈ સંગીતાબહેન, મનસુખ કાકા બીનાબહેન, રીટાબહેન (સ્થળ : રેખાબહેનનું ઘર. સમય : સવારના અગિયારેકનો. […]

થવું, મેળવવું, આપવું – નાનુભાઈ દવે

[‘અખંડ આનંદ’ એપ્રિલ-1993માંથી સાભાર.] જે જીવે તેનું જીવન એમ ના માનવું. જીવને જન્મ, વૃદ્ધિ ને મૃત્યુ મળ્યાં છે તેમ એને આહાર, નિદ્રા, ભય અને પ્રજોત્પત્તિ પણ સ્વાભાવિક છે. મનુષ્યોમાંય આ લક્ષણો તો ખરાં, પરંતુ તેનામાં કેટલીક વિશેષતા છે તેથી એ બીજા જીવો કરતાં ઊંચી કોટિના છે. એને મન, બુદ્ધિ અને અહમ મળ્યાં છે તેવાં બીજા […]

માણેક મળે મલકતાં – નસીર ઈસમાઈલી

[‘માણેક મળે મલકતાં’ પુસ્તકમાંથી સાભાર. આપ લેખકશ્રીનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 25358903. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] આવું કેમ ? અમદાવાદના એરિસ્ટોક્રેટ એરિયામાં રહેતી એક ધનિક પરિણીત સ્ત્રીએ એના વિસ્તારની પોસ્ટ ઑફિસના પોસ્ટમાસ્તરને જઈને ફરિયાદ કરી, ‘આવું કેમ બને સર ? મારા હસબન્ડ દિલ્હી એક બિઝનેસ […]

બંધબેસતું નામ – ગિરીશ ગણાત્રા

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] કલબાદેવી રોડ પર આવેલી એક મોટી કાપડ માર્કેટની ગલીના હારબંધ બાંકડાઓ જરા પણ ભીડ વિનાના શાંત, સૂના લાગતા હતા. વેપારીઓ ગાદીતકિયે ઢળીને કાં છાપું ઉથલાવતા પડ્યા હતા, કાં આંખ મીંચીને એક ઝોકું કાઢી લેતા હતા. ઘરાકી બિલકુલ મંદ હતી. કાપડના તમામ વેપારી મંદીની ભીડમાં સપડાયા હતા. ઉઘરાણી પતતી નહોતી. મિલો વધુ શાખ-ધિરાણ […]

અનહદ સુખ – કલ્પના જિતેન્દ્ર

[ ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ લેખિકાનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427714120 ] નીતા સોફા પર બેસીને વાંચતી હતી. પલકે છાનામાના આવી, પાછળથી જ ગળામાં હાથ વીંટાળ્યા ને કાનમાં ટહૂક્યો : ‘મંમી… મારી વહાલી મંમી….’ ‘શું છે દીકરા ? આજે સવાર સવારમાં કાંઈ બહુ વહાલ ઉભરાયું છે ?’ કહેતાં નીતાએ દીકરાને […]

સદાબહાર ચરોતર – મણિલાલ હ. પટેલ

[આણંદથી પ્રકાશિત થતા ‘મધ્યાંતર’ દૈનિક અખબાર દ્વારા ટૂંક સમયમાં એક નવું ગુજરાતી સામાયિક શરૂ થવાનું છે. તેના શ્રીગણેશ રૂપે તાજેતરમાં ‘મધ્યાંતર દિપોત્સવી વિશેષાંક’ પ્રકાશિત થયો છે. પ્રસ્તુત લેખ આ વિશેષાંકમાંથી સાભાર લેવાયો છે. રીડગુજરાતીને આ વિશેષાંક ભેટ મોકલવા માટે શ્રી સંજયભાઈ શ્રીમાળીનો ખૂબ ખૂબ આભાર.] ઉગમણે મહીસાગર અને આથમણે વાત્રક નદી. એક જળ નદી, બીજી […]

જીવન એ જીવન છે – વનરાજ માલવી

એક વાર ‘જીવનમાં સફળ કેમ થશો ?’ એ વિષય પર એક વ્યાખ્યાતાએ બે કલાક ભાષણ આપ્યું. વ્યાખ્યાન પતી ગયા બાદ એક જુવાનિયો તેમની પાસે ગયો અને કહ્યું : ‘આપે જે કહ્યું એ બધું મેં રસથી સાંભળ્યું છે. પણ તમારી જણાવેલી તરકીબો મને કામ લાગે તેવી નથી.’ એ સાંભળી વ્યાખ્યાતાએ સામે પ્રશ્ન કર્યો : ‘કેમ ?’ […]

નાવિક વળતો બોલિયો – ભાલણ

નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ; સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર; અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક: સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર; બે મળીને શું જમે […]

રંગોળી – સંકલિત

[1] સંપત્તિ, સફળતા અને સ્નેહ – જગદીશ જોશી ઘરની બહાર ત્રણ વૃદ્ધોને બેઠેલા જોઈ ગૃહિણીએ તેમને ઘરની અંદર આવવા માટે આમંત્રણ આપ્યું. ત્રણમાંના એકે આંગળી ચીંધીને ઓળખાણ આપી : ‘આ છે સંપત્તિ…’ બાજુમાં આંગળી ચીંધીને કહ્યું : ‘આ છે સફળતા…’ અને પોતાની ઓળખાણ આપતાં કહ્યું : ‘હું છું સ્નેહ….’ અમે ત્રણે સાથે ભાગ્યે જ જઈએ […]

ઉપકારનો બદલો – રાકેશ ચૌહાણ

[બાળવાર્તા : ‘ફૂલવાડી’ સામાયિક (દીપોત્સવી)માંથી સાભાર.] મંગળપુરા ગામમાં મહાવીર રહેતો હતો. માતા-પિતા અને ઘરનાં અન્ય સભ્યો ખેતીવાડી કરતા, પરંતુ મહાવીર ખૂબ આળસુ હોવાથી ખેતીકામમાં મદદ ન કરતો. ઘરના બધા સભ્યો તેનાથી કંટાળી ગયા હતાં. એક દિવસે કામ નહીં કરવાના કારણે મહાવીરને તેના પિતાએ ઠપકો આપ્યો. આથી મહાવીર ગુસ્સામાં ઘરની બહાર ચાલી નીકળ્યો. મહાવીર ગામની સીમ […]

કસિયો – નાનાભાઈ હ. જેબલિયા

[‘અખંડ આનંદ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] ધોરણ સાતના વર્ગખંડમાં મેં પગ મૂક્યો કે ડારક અને ડાચી નાખતો અવાજ ઊઠ્યો !! ‘ચૂઈઈપ !’ મેં અનુમાન કર્યું કે સાવ નવો શિક્ષક છું એટલે આ ધોરણના મૉનિટરે ઘોંઘાટને શાંત કરવા ચેતવણી આપી હશે. મને કલ્પના તો એવી હતી કે અંદર જઈશ એટલે બાળકો રાજીપાથી ઊભાં થઈને મને આદર આપશે. […]

પ્રાર્થના : એક પ્રચંડ શક્તિ – મૃદુલા મારફતિયા

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] લગભગ 49-50 સાલ પહેલાંની વાત છે. મારી એક વર્ષની દીકરીને ભારત છોડીને હું એકલી જળમાર્ગે ફ્રાંસ જઈ રહી હતી. એટલી નાનકડી બાળકીને મૂકીને પરદેશ જવાનું બહુ-કપરું લાગતું હતું. પરંતુ ભારત સરકારની સીનિયર રિસર્ચ સ્કૉલરશિપ હેઠળ ફ્રાંસ, ઈંગ્લેન્ડ, જર્મની વગેરે યુરોપીય દેશોના ‘Oriental Studies’ ના વિશ્વવિખ્યાત વિદ્વાનોને રૂબરૂ મળવાનો મોકો સાંપડતો હતો […]

નૂતનવર્ષાભિનંદન – તંત્રી

આજથી શરૂ થતા વિક્રમ સંવત 2066ની સૌ વાચકમિત્રો, લેખકો તેમજ પ્રકાશકોને શુભકામનાઓ અને સૌને નૂતન વર્ષાભિનંદન. આ નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી, હૃદયને પ્રસન્ન કરનારું અને પ્રેમપૂર્ણ નીવડે તેવી પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીના વિશ્વવ્યાપી તમામ વાચકમિત્રોને મારા સાલમુબારક. આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનું આ પર્વ આપણને વિવિધ સાહિત્યકૃતિઓનું આજે સ્મરણ કરાવે છે; કારણ કે રંગોળીના રંગ જેવી […]

બેસતા વર્ષે બબાલ ! – મધુસુદન પારેખ

[‘ગુજરાત’ સામાયિક દીપોત્સવીઅંકમાંથી સાભાર.] આ વર્ષે મંદીના મારથી પરેશાન થયેલાં અમે દંપતીએ સર્વાનુમત્તે પ્રવાસે નહિ જવાનું અને સાલમુબારકના ઘસારાથી તેમજ મઠિયાં, મીઠાઈનો ખર્ચ બચાવી લેવાનું નક્કી કરીને બેસતા વર્ષે વહેલી સવારથી જ સ્કૂટર યાત્રા શરૂ કરી દીધી. પત્નીએ સુઝાવ આપ્યો હતો કે બેસતા વર્ષે આ સાલ આપણા સગા સંબંધી-મિત્રો વગેરેને આપણે જ સાલમુબારકથી સન્માનવાનો લાભ […]

એકડા બગડા આરામ કરે છે – વંદના ભટ્ટ

[જાણીતા વાર્તાકાર શ્રીમતી વંદનાબેનનું (વડોદરા) તાજેતરમાં પ્રકાશિત થયેલ બાળગીતોનું પુસ્તક ‘એકડા બગડા આરામ કરે છે’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428301427 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] કોયલે પહેર્યા ચશ્મા કોયલ એકલી ફરવા ચાલી ચશ્મા […]

ચાલને રમીએ – નારાયણ પરમાર

ચાલને આપણે તાક ધીનાધીન રમીએ, ડુંગર જેવડા દુ:ખને સાથે મળી ઠેલીએ, ખોબે ખોબે હોંશે હોંશે, દરિયો ઉલેચીએ, પછી ખાલી પટમાં ઘરગોખલાં ચણીએ. બાવળને ઓણ મૉર લાગે એવું કરીએ, પોર આંબા પાકશે એવી ધીરજ ધરીએ. કાલ કોણે દીઠી છે, એવો પાઠ રટીએ, આજે તો બસ, રામ રાખે એમ રહીએ. પહાડને એક ઠેલો મારી આઘો કરીએ, પછી […]

લેખ લખવાનું શ્રેષ્ઠ મૂરત – કલ્પના દેસાઈ

[ રીડગુજરાતીના સૌ વાચકમિત્રોને આ દિવાળીના મહાપર્વની ખૂબ ખૂબ વધાઈ અને પ્રકાશના આ તહેવારની શુભકામનાઓ. રીડગુજરાતીને આ પર્વ નિમિત્તે વિનોદી લેખ મોકલવા માટે શ્રીમતી કલ્પનાબેન દેસાઈનો (ઉચ્છલ, સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.] દર વર્ષે દિવાળીના કેટલાય દિવસો પહેલાં દિવાળીનાં શ્રેષ્ઠ મૂરતોનું એક લિસ્ટ બહાર […]

ગીતા-પ્રવચનો – વિનોબા

[‘ગીતા-પ્રવચનો’ એ ભારતીય લોકોના હૃદયમાં વસેલું પુસ્તક છે. માતાના દૂધ જેવું તે સુપાચ્ય છે. વિદ્યાર્થીથી લઈને વિદ્વાન સુધી કોઈ પણ પ્રકારના લોકો સમજી શકે તેવી સરળ ભાષામાં વિનોબાજીએ શ્રીમદ ભગવદગીતાના અઢારેય અધ્યાયોનો સાર ધૂળિયા જેલવાસ દરમ્યાન કહ્યો હતો. આ કહેતી વખતે તેમની અવસ્થા કેવી હતી, તે વિશે તેમણે કહ્યું છે કે : ‘ગીતા પર પ્રવચન […]

ભર્યું ઘર – કુન્દનિકા કાપડીઆ

[‘સાંવરી’ સામાયિક (કોલકતા) દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર.] એ એક બહુ જ મોટું અને બહુ જ જૂનું થઈ ગયેલું મકાન હતું. પણ એકાદ જાજવલ્યમાન પ્રતિભાશાળી માણસ ઉંમરથી જીર્ણ થઈ ગયો હોય છતાં તેના કોઈ ને કોઈ અંગમાંથી અતીતની યાદ આપતું તેજ ઝલકી જતું હોય, એવી જ રીતે એ વિશાળ મકાનની ધુમાડિયા રંગની ભીંતો, લાકડાના ખખડતા ઝરૂખાઓ, તૂટી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.