‘મા’ શબ્દનો ચમત્કાર – હરીન્દ્ર દવે

[ ‘મા’ શબ્દને ગુજરાતી સાહિત્યકારોએ એકાક્ષરી મંત્ર કહ્યો છે. માતા જગતને ધારણ કરનારું તત્વ છે. તે ક્યારેય મૃત્યુ પામતી નથી. સદેહે ન હોય ત્યારે તે વ્યાપક અને વિરાટ બને છે. તેમ છતાં, તેનું આ મહાપ્રસ્થાન મધુર સ્મૃતિઓ અને સંસ્મરણોને ઝંઝોળી દે છે. એવા સમયે એ ક્ષણોને જીરવવી આકરી થઈ પડે છે. આપ સૌ વાચકોના પ્રેમ અને સહાનુભૂતિએ તે સમય સહન કરવાની જે હિંમત પૂરી પાડી છે તે માટે આપ સૌનો હું ખૂબ આભારી છું. આજે આ સ્મૃતિમાં ‘માતૃ-પ્રદક્ષિણા’ પુસ્તકમાંથી શ્રી હરીન્દ્ર દવેના એક પ્રચલિત લેખથી પુન:શરૂઆત કરીએ. આવતીકાલથી બે લેખો નિયમિતરૂપે માણતા રહીશું. – તંત્રી, મૃગેશ શાહ.]

ઈસુ ખ્રિસ્ત પાસે એક ભક્ત આવ્યો. આવતાંવેંત ઈસુના પગ પકડી લીધા.
‘ભગવાન, તમારા ચહેરા પર શાંતિ છે એ મને આપો.’
ઈસુએ હસીને કહ્યું : ‘લઈ લે.’
પેલો ભક્ત મૂંઝાઈને જોઈ રહ્યો : ‘એમ નહીં, તમે મને એ શાંતિ આપો.’
ઈસુના ચહેરા પર એ જ સ્મિત હતું. તેમણે ફરી કહ્યું : ‘જો, આ મારો ઝભ્ભો, આ મારું પાત્ર, તારે જે જોઈતું હોય તે લે. તને મારા ચહેરાની શાંતિ દેખાતી હોય તો એ પણ લઈ લે. મારે શું કરવી છે એને ? તને એ જ્યાં દેખાય ત્યાંથી લઈ લે. હું ના નહીં પાડું.’

‘ભગવાન, મને મૂંઝવો નહીં. હું આ ગામનો સૌથી શ્રીમંત માણસ છું. તમે કહેશો એ આપીશ. મારો બધો ખજાનો આપી દઈશ. મને લેતાં આવડે એ તો છીનવીને લઈ લઉં છું, પણ તમારા ચહેરા પરની શાંતિ છીનવી શકતો નથી. એ તો તમારે જ આપવી પડશે. તમે કહો એ કિંમત આપીશ.’
‘તારી પાસે આટલા બધા પૈસા છે ?’
‘હા.’
‘તો એક કામ કર.’
‘આજ્ઞા કરો.’
‘તારી માને લઈને આવ.’
‘મારી મા તો મૃત્યુ પામી છે.’
‘એથી શું થયું ? તું તો ધનિક છે. તું પૈસા આપીને ખરીદી શકે છે. શાંતિ ખરીદવા નીકળ્યો છો તો એક મા નહીં ખરીદી શકે ?’
‘હા, એય ખરું.’ પેલા ધનિકે વિચાર્યું, એ એક વૃદ્ધા પાસે ગયો : ‘માજી, તમે માગો એટલા પૈસા આપું. તમે મારી મા બનો.’
‘બેટા, તું આ ગરીબ ડોસીને પૈસા આપીશ તો તારી ચાકરી કરીશ, તારો ખ્યાલ રાખીશ. મને જે આવડે એ રાંધી દઈશ. હા, મા કરે એ બધું જ કરીશ.’

ધનિક તો એ વૃદ્ધાને લઈ ઈસુ પાસે આવ્યો : ‘લ્યો, આ મા લઈ આવ્યો.’
‘વાહ ! કેટલામાં ખરીદી ?’
‘હજી એને પૈસા આપવાના બાકી છે, પણ મારું ધ્યાન રાખશે, હું કહીશ ત્યારે મને વહાલ પણ કરશે.’
‘ભાઈ, તેં પૈસા આપીને આ વૃદ્ધા માટે દીકરો ખરીદ્યો છે, કારણ કે એ તારું ધ્યાન રાખશે. પણ તારા માટેની મા બહારથી કઈ રીતે આવશે ?’
પેલા ધનિકને સમજ ન પડી. ‘ભગવાન, તમે કહો એ કરવા આ વૃદ્ધાને સમજાવીશ. એને હું મા કહીશ. એ મને દીકરો કહેશે. પછી શું ?’
‘ભાઈ, તને સમજ ન પડી. એ તને દીકરો કહેશે તો કદાચ એની નજરમાં સાચેસાચ દીકરો દેખાશે, પણ તું જ્યારે એને મા કહીશ, ત્યારે તેં પૈસા આપીને ખરીદેલી જણસ જ દેખાશે. તારી આંખ માને નહીં જુએ. તારી આંખ તારી સંપત્તિનો પડઘો જોયા કરશે. એ શક્ય છે કે આ વૃદ્ધાને દીકરો મળે, પણ તને મા કઈ રીતે મળશે ? મા કંઈ વેચાતી મળતી નથી. આ સ્ત્રીમાં મા છે, પણ તારા પૈસાના અહંકારને કારણે તું કેવળ એને ખરીદી શકાય એવી ચીજ માને છે. મા તો કેવળ મા હોય છે.’

પેલો ધનિક ઈસુની સામે જોઈ રહ્યો. ઈસુએ પેલી વૃદ્ધાને કહ્યું : ‘મા, આ માણસ તો સાવ કંગાળ છે. એ તો જૂઠું બોલીને તને અહીં લઈ આવ્યો છે. એ તને ફૂટી કોડીયે આપી શકે તેમ નથી. તું એની મા થઈને શું કરીશ ?’
‘કંઈ નહીં બેટા, એણે મને પૈસા આપવાનું કહ્યું. હું એની ચાકરી કરીશ, એનું ધ્યાન રાખીશ. મને અનાથને મા કહેનારું કોણ છે ? દીકરો માત્ર પૈસા ન આપી શકે એટલા માટે એક વાર એને દીકરો કીધા પછી તેનાથી મોં ફેરવી લઉં ? ચાલ બેટા, હું બે ઘેર વાસણ માંજીને કમાઈ લાવીશ અને તને રોટલા ભેગો કરીશ.’

પેલા ધનિકની આંખનાં પડળ ઊઘડી ગયાં. એ આ વૃદ્ધાને પગે લાગ્યો : ‘મા, હું ખરેખર કંગાળ છું. તેં મને પ્રેમ આપ્યો. મને ન્યાલ કરી દીધો.’
ઈસુએ એ માણસને કહ્યું : ‘હવે તારે મા ખરીદવાની જરૂર નથી. શાંતિ ખરીદવી છે ?’
ઈસુના ચહેરા સામે જોઈ એ ધનિક બોલ્યો : ‘ના, મને હવે શાંતિ પણ મળી ગઈ.’ આ કથા ખરેખર બની છે કે કેમ એ ખબર નથી, પણ રોજબરોજ બનતી હોય છે. ખરેખરાં માતાપુત્ર વચ્ચે પણ બને છે. દીકરો છે એટલે મા એને વહાલ કરે છે. દીકરો કમાઈને લાવે છે, એટલા માટે નહીં. માનો પ્રેમ અતોનાત હોય છે. પુત્રના પ્રેમને સીમા હોય છે.

એક વાર એક મા-દીકરા વચ્ચે ઝઘડો થયો. દીકરાએ કહ્યું : ‘તેં મને મોટો કર્યો, એ તારો ઉપકાર, પણ એમાં તેં જે કાંઈ કર્યું એ બધાંનો બદલો હું ચૂકવી દઈશ. બોલ, મારી પાછળ તેં કેટલો ખરચ કર્યો ? કેટલાં મારાં કપડાં પાછળ ખરચ્યા, કેટલા મારા જમવા પાછળ ખરચ્યા, કેટલા દવાદારૂમાં ગયા, બધું લખાવ, હું વ્યાજ સાથે તને ચૂકતે કરી દઈશ. લખાવ…..’
‘લખાવું તો ખરી, દીકરા, પણ ક્યાંથી લખાવું ?’
‘કેમ ? જન્મ્યો ત્યારથી. પહેલા દિવસથી.’
‘પહેલા દિવસે તને મેં છાતીએ વળગાડીને દૂધ પાયું’તું અને પછી ખોળામાં લઈ તારી સામે જોઈ હરખનાં આંસુ વહાવ્યાં હતાં. બોલ, એ દૂધ કેટલા રૂપિયે લિટર લખીશ ? અને એ આંસુનાં ટીપાંની કયા કમ્પ્યુટર પર ગણતરી કરીશ અને પ્રત્યેક ટીપા માટે કેટલા સિક્કા આપીશ ?’ – પુત્રનો બધો જ રોષ ઊતરી ગયો. એણે માતાના ખભે માથું મૂકી દીધું અને ધ્રુસકે ધ્રુસકે રડતાં કહ્યું : ‘મને માફ કર મા, મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું.’

આપણે કલાકોના કલાકો જીવનની, વ્યવસાયની, ઈશ્વરની, અધ્યાત્મની વાતો કર્યા કરીએ છીએ. કોઈ ક્ષણે મા વિશે અનાયાસ વાત કરીએ ત્યારે એ પવિત્ર ઘડી આવે છે – માનો લય વાતચીતમાં ભળે ત્યારે એ વાત અમૃતત્વ પામે છે. મા શબ્દ ઉચ્ચારાય અને એક ઉજાસ પથરાય છે. માનો ખ્યાલ આવે કે ચિત્ત મંજાઈને ઝળાંઝળાં થઈ ઊઠે છે. ચમત્કારના અનુભવ માટે બહુ દૂર જવાની જરૂર નથી. ‘મા’ શબ્દ ઉચ્ચારીએ અને ચમત્કાર થાય છે. દુનિયાના એકેએક માણસના જીવનમાં આ ચમત્કાર બને છે. સર્જકો, કલાકારો, વૈજ્ઞાનિકો, રાજપુરુષો કે ચિંતકો આ ચમત્કારને પોતાની રીતે પામે છે. આ સૌ માની વાત કરે છે ત્યારે પોતાના બધા જ અંચળા ઉતારી દે છે. મા સત્યનો સૂર્ય છે. તેની સામે ઉપરછલ્લું ઝાકળ ટકી રહેતું નથી. મા શબ્દ જ આવરણનાં બધાં પડ ઉખેળી નાખે છે. માનો વિચાર આપણને ‘એક્સ-રે’ની માફક આરપાર જોઈ શકે છે. સમગ્રને બેનકાબ કરી દે છે.

મા શબ્દ કોઈ સર્જકના હૃદયમાં ઊગે ત્યારે રચાતો કંપ કાગળ પર અક્ષર પાડે છે. ત્યારે આ ચમત્કાર સ્થિરતા પામે છે. આ ચમત્કાર ક્યારેક શબ્દમાં સ્થિર થાય છે તો ક્યારેક રેખાઓમાં. કોઈ સંગીતકાર સુરાવલીમાં માની સ્મૃતિને મઢે તો એના અવાજમાં કે લયમાં પણ ચમત્કાર જોઈ શકાય છે. કોઈ નૃત્યકારને નૃત્યની ક્ષણે માનું સ્મરણ થાય તો તેની ગતિમાં પણ ચમત્કાર જોઈ શકાય છે.

મા એટલે જન્મદાતા મા તો ખરી જ. પણ જેની આંખોમાં અમૃત દેખાય એ તમામ મા છે. મા પ્રત્યેક નારીમાં કોઈ અમૃતક્ષણે જાગી ઊઠે છે. મા કદી મરતી નથી : માનો દેહ ન હોય ત્યારે એનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે. જેને પત્ર ન લખ્યો હોય છતાં જેની આંખોમાં લખવા ધારેલ પત્રનો પ્રેમાળ જવાબ વંચાય તે મા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એ ફૂલ ના તોડશો, પ્લીઝ – નીના સંઘવી
મારી પહેલી વિમાની સહેલગાહ – રતિલાલ બોરીસાગર Next »   

63 પ્રતિભાવો : ‘મા’ શબ્દનો ચમત્કાર – હરીન્દ્ર દવે

 1. Hardik Mehta says:

  રમીને આવ્યા પછી પાણી આપે અને માથે હાથ ફેરવે તે “મા”
  પોતે ભુખ્યા રહીને સંતાન ને ખવડાવે તે “મા”
  સંતાન નૉ પ્રેમ હંમેશા મળે તે ઈચ્છે તે “મા”
  પ્રેમ ની સામે જે જીતે તે મમત્વ અને તેની સ્ત્રૉત તે “મા”

  આભાર મ્રુગેશભાઈ

 2. daulatsinh gadhvi says:

  મા તે મા બિજા વગદા ના વા…ગિયા મા’સ ગલ્યે હાદે હેવાયા કરે પન મરતા લગ માને કેમ વિસરિયે કાગદા…never can miss mother..

 3. nilam doshi says:

  હું પણ છ મહિના પહેલાં જ માને ગુમાવીને આ વ્યથામાંથી પસાર થઇ છું.
  માને અંજલિરૂપે મૂકેલ આ લેખ સુન્દર છે. મા પોતાના સંતાનની આસપાસ ..ચોપાસ.. વ્યક્ત કે અવ્યકત સ્વરૂપે..ભાવનાત્મક રીતે સાથે જ રહેવાની. સાવ સાચી વાત છે..મા મરતી નથી..એની ભાવના મરતી નથી.

  માના આશીર્વાદ સદા તમારી સાથે જ રહેવાના…. એ અમૂલ્ય ખજાનો કદી ખૂટે તેવો નથી
  એ આશીર્વાદથી તમે ખૂબ પ્રગતિ કરો એ જ શુભેચ્છા….

 4. સુંદર લેખ.

  માના પ્રેમ ની વ્યાખ્યા શબ્દોથી કદાચ આપી શકાય એમ જ નથી, એને સમજવા માટે એનો અનુભવ લેવો પડે. આપણે બધાને મા છે પણ જેની મા જન્મ આપી ને જ મૃત્યુ પામી છે તે માણસની વ્યથા કદાચ આપણે કલ્પી શકીએ એમ નથી.

 5. આ જગતમાં “મા” વીના અન્ય કોણ છે કે જે આપણને કોઈ પણ શરત વગર અને કશાય કારણ વગર અતીશય ચાહે છે?

 6. Pradip Joshi says:

  Sh. Mrugesh Bhai,
  Aati Sunder Lekh, Ma te ma bija vagdana va, te kharekhar satya che,

 7. Chintan says:

  નિસ્વાર્થ પ્રેમરુપા ભક્તિ નુ બીજુ નામ એટલે મા.

  સરસ લેખ. આભાર સર.

 8. trupti says:

  મા તે મા બીજા વગડા ના વા……….
  જનની ની જોડ સખી નહી જડે રે લોલ…………
  પહેલા રડવુ આવતુ ત્યારે મા યાદ આવતી , હવે મા યાદ આવે છે ને રડવુ આવે છે…………..
  ભગવાન ને બાળક ને જનમ આપ્યો, પણ બધે હાજર રહેવા નુ શક્ય ન હતુ એટલે તેને મા નુ સર્જન કર્યુ………………

  મા ના પ્રેમ ની જેટલી વાતો કરો એટલી ઓછી છે.

  મા નુ મુલ્ય તો જેને મા ખોઈ હોય તેને જ સમજાય. મને યાદ છે, જ્યારે અમે ( અમે ૩ ભાઈ-બહેન) નાના હતા અને મમ્મી ને કશુ ન કહેવા નુ અણસમજ મા કહિ નાખ્યુ હોય ત્યારે મમ્મી કાયમ કહેતી, “તમને હમણા નહી સમજાય પણ જ્યારે તમે પોતે મા-બાપ બનસો ત્યારે સમજાસે”. અને એ વાત જ્યારે હુ પોતે મા બની ત્યારે ખરે ખર સમજાઈ કે મા શુ હોય અને તેની લાગણી અને ચિતા કેવી હોય

  માને કોઈ પણ વયે ગુમાવો, ખોટ તો સદાય રહેવાની છે. મારા નાની ૯૭ વરસે ૫ વરસ પહેલા ગુજરી ગયા તો પણ મારી મમ્મી એની ૭૦ વરસ ની ઉમરે પણ ભુલી નથી. સક્તી. બીજા હાથે મારા પાપા એ તેમની મા ૧૦ વરસ ની કુમળી વયે ગુમાવી અને તેમની એ વેદના એમની ૭૬ વરસ ની વયે પણ છતી થાય છે.

  શ્રી હરીન્દ્ર દવેના આ લેખે ફરી પાછી મા નુ મહત્વ સમજાવ્યુ.

  એક પ્રસગ કસે વાચેલો યાદ આવે છે.

  એક માણસ ને કોઈ ગણિકા જોડે પ્રેમ થઈ ગયો, અને તેને એ ગણિકા જોડે પરણવુ હતુ. ગણિકા ઍ શરત મુકી કે જો તે માણસ એની મા નુ કાળજુ કાઢી ને તેના ચરણ મા ધરસે તો તે તેની જોડે પરણસે. પેલો માણસ તો પ્રેમ મા આધળો થઈ ગયો હતો, તે તુરત એની મા પાસે ગયો અને તેનુ કાળજુ ચીરી ને પલી ગણીકા પાસે લઈ જવા માટે ઉપડ્યો. રસત્તા મા એને ઠોકર વાગી અને તે પડિ ગયો અને માનુ કાળજુ તેના હાથ મા થી પડી ગયુ અને તેમા થી અવાજ આવ્યો, ” બેટા તને વાગયુ તો નથી ને”.

 9. M.D.Gandhi, U.S.A. says:

  મા એટલે જન્મદાતા મા તો ખરી જ. પણ જેની આંખોમાં અમૃત દેખાય એ તમામ મા છે. માની મમતા અપાર છે.તેની બરોબરી કોઈ ન કરી શકે.

  માને અંજલિરૂપે મૂકેલ આ લેખ સુંદર છે.

 10. nirupam avashia says:

  માને અંજલિરૂપે મૂકેલ આ લેખ સુંદર છે.
  “જેમ મસ્તી હોય આંખોમાં,સુરાલયમાં નથી હોતી,
  અમીરી અંતરની કોઈ,મહાલયમાં નથી હોતી,
  શીતળતા પામવાને માનવી,તુ દોટ કાં મૂકે?
  જે માનીગોદ માં છે,તે હિમાલય માં નથી હોતી……
  જે માનીગોદ માં છે,તે હિમાલય માં નથી હોતી…….”

 11. sonal parikh says:

  મારી મા મને બહુ ગમે છે. પણ તેને હુ કેટલી ગમતી હોઇશ તેની ખબર મને મા બન્યા પછી જ પડી. જેની આંખોમાં અમૃત દેખાય એ તમામ મા છે, એ શ્રી ગાન્ધીભાઈના વિચાર સાથે હુ સમ્મત છુ.

  સુન્દર લેખ.

 12. શ્રિ. મ્રુગેશ્ભાઈ,
  અત્યન્ત હ્રિદય્સ્પરશિ લેખ વાન્ચિને અભિભુત થઈ જવાયુ . આભાર્.

 13. nayan panchal says:

  માતાને અંજલિ આપતો ખૂબ ખૂબ સરસ લેખ.

  જ્યારે આપણે કોઈને બિનશરતી પ્રેમ કરતા હોઈએ અને તેમની તરફથી ઠોકર ખાઈએ ત્યારે સમજાય કે બિનશરતી પ્રેમ કરવુ કેટલુ બધુ મુશ્કેલ છે. પછી જ્યારે વિચારીએ કે આપણને કોણે બિનશરતી પ્રેમ કર્યો હતો તો તેમા માતા-પિતાનુ નામ સૌથી ઉપર આવે. એમા પણ માતાનો પ્રેમની તો વાત જ શી કરવી, માતા તો ઈશ્વરતુલ્ય જ છે.

  સ્ત્રીને ખબર પડે કે તે માતા બનવાની છે તો પોતાના વિચારો પ્રત્યે પણ સજાગ થઈ જાય, આવનાર બાળક પણ આવા વિચારો સાથે જન્મશે તો. નવ મહિના-ચોવીસ કલાક સાચવી સાચવીને ફરે, જે પોતાને ન ભાવતુ હોય તે પણ ખાય. પતિ પણ હાંસિયામા ધકેલાઈ જાય.

  મને માત્ર એક જ વાત માટે નારી જાતિની ઇર્ષા થાય છે, કે તેઓ બાળકને જન્મ આપે છે. દરેક નવા બાળકનો જન્મ એક ચમત્કાર જ છે. મનુષ્યની વાત છોડો, જાનવરોમાં પણ બચ્ચાના જન્મ પછી માતા કેટલી સજાગ બની જાય છે.

  બાળકના જન્મથી માતાનો જે બિનશરતી પ્રેમનો ધોધ બાળક પર વહેવાનો ચાલુ થાય છે તે મરણપર્યંત ચાલુ જ રહે છે(કદાચ મૃત્યુ પછી પણ તે guardian angel સ્વરૂપે આપણી આસપાસ જ રહેતી હશે). માતા કોઇવાર ગુસ્સો કરે કે શારીરિક શિક્ષા કરે, પણ બાળક કરતા પણ વધુ પીડા તો તેને પોતાને જ પહોંચે છે. બાળક ધીમે ધીમે મોટુ થતુ જાય, તેનુ પોતાનુ વ્યક્તિત્વ વિકસવા માંડે, માતા-પિતા સાથે કોઈવાર દલીલ-ખટપટ પણ થાય, પણ માતાતો આ બધા અપશબ્દો કે અપમાનથી ઉપર જ હોય. તેને પ્રેમ ન આપવાના હજાર બહાના મળી રહે પણ તે કોઈપણ જાતના કારણ વગર પ્રેમ આપતી જ રહે. દરેક માતાનો પ્રેમ પ્લેટોનિક જ હોય છે.

  માતાના પ્રેમ વિશે જેટલુ પણ લખીએ ઓછું જ છે. આખા વિશ્વમાં Mother’s Day રોજેરોજ ઉજવાતો રહે એવી પ્રભુપ્રાર્થના.

  નયન

  • Namrata says:

   ખુબ સુન્દર પ્રતિભાવ નયનભાઈ!!

  • Chirag Patel says:

   Moms are the best….

   I remember seeing an eposide of Krishna Katha… In one of the eposides Bal Krisha was playing joke on Yashoda Ma and Yashoda Ma got made about it and ran after him with a stick… And from Heavens – Laxmiji and Vishnu ji were enjoying this – Laxmiji said, “Shree Hari, why are you running like a scary child? Its only a stick… You are brake it… Use your Sudarshan Chakra. You are running away like a Lion is chasing you! Doesn’t look good on your side as you are the Lord.” Upon that Vishnu Ji said, “Priye, You don’t understand this… No Brahmastra, Sudarshan Chakra or even all mighty Pashu Pashtra can brake Yashoda’s little stick. They will bow to her stick and will retun to us. And who is affraid of Lion – If it was Lion, I won’t even have to move a finger to fight him. But this is my Mom’s stick… And us Tridevs and you TriDevis aren’t strong enough or all six of us together are not strong enogh to last a minute infront of my Yahsoda Ma’s little stick. Because it’s not an ordenary stick… Its Ma’s Stick… Entire power of univers and us six combine is not enought to brake even scratch her stick.” He added “Every time I will go to earth, I will need a mother to rais me.”

   I can never forget that…. That day, I bought flowers to my mom and just Thanked her and kissed her and said, “Mom – I love you. Thank you for being my mom”.

   Thank you,
   Chirag Patel

 14. dhiraj thakkar says:

  good article

  but i have question :- After marriage, people don’t care for their mother, they only care for their wife. women understand their feelings about mother but they don’t understand the feeling of their husband for his mother.

  any answer?

  • trupti says:

   Dhiraj Thakkar,

   Can you love your mother-in-law? OR rather, care for the feeling of your wife for her mother? Give an honest answer. As I have often seen, when the time comes to take care of the wife’s mother, the reaction of the man will be different. They will think why his wife should take of her mother after the marriage. It is the duty of her brother.
   The love and respect is like give and take, or rather two-way traffic. You cannot expect if you are not in habit of giving. The wife does care for the husband’s mother, if she is properly taken care by her. In many houses, I have seen, the importance is given only to the son and daughter-in-laws are treated like dirt. No importance is given to her; she is treated as slave and children producing machine and house cleaner at no cost!!!!!
   If you want your mother to be taken care of, you must see to it that even she is taken care of by your mother.

   • Jay says:

    What an analysis of Indian socio-psychology… Totally agree with you… One must see how the women of the family is treated holistically (360 degree) rather then just single point of view……

 15. Leena Rana says:

  IT’S VERY NICE, NO ONE CAN TAKE MOTHER’S PLACE IN THE WORLD.
  I LOVE MY MOTHER.

 16. dilip says:

  Mugeshbhai,
  Whatever people see good things in me is due to my mother and what ever achievements i have is also due to my mother blessings.I believe mother can never die.SO please Mugeshbhai, do not think that your mother is nomore,Her blessings are always with you.Take care.Dilip

 17. ‘મા’
  શબ્દ એ ખુદ ચમત્કાર છે.
  પછી એ માનવ હોય કે પશુ!
  માતૃત્વનું અમીઝરણ દરેક માદાઓને પ્રભુએ આપેલ આશિર્વાદ છે.

  ‘મા’ એટલે લાગણીઓનો મહાસાગર! “મા’ એટલે હેતની હેલી. ‘મા’ એટલે પ્રેમનું પવિત્ર ખળખળ વહેતું ઝરણું!

  દરેક માદા એક માતા છે.

  આવી માતાને લાખો પ્રણામ!
  ‘મા’ કોઈ એકની હોતી નથી. એ તો સર્વેની હોય છે. એનું દિલ એટલું વિશાળ હોય છે કે એની વિશાળતા આગળ આકાશની વિશાળતા ય પાણી ભરે.

  મારી વાર્તાઓમાં માતૃત્વની મહાનતા વણી લેવાનું મને હંમેશ ગમે.
  કદાચ, એ દ્વારા હું મારી ‘બા’ને શ્રદ્ધાજંલિ આપતો હોઉં એવું મને લાગે છે.
  મારા હસ્તોમાં દેહ ત્યાગતી મારી માતા એ મારા જીવનણી સહુથી વસમી ક્ષણો હતી!

  માતૃત્વને વણી લેતી મારી વાર્તા માટે ઉપર મારા નામ પર ક્લિક કરતા એક ભવ્ય માતાને મળવાનો આપને લ્હાવો મળશે.
  દુનિયાની દરેક માતાને હું નમ્ર વંદન કરૂં છું.
  મા, તુજે સલામ…! અમ્મા, તુ જે સલામ…!! વંદે માતરમ્.

 18. chetu says:

  મા તે મા ….!! એ વાક્ય મા જ બધુ આવિ જાય … ! મા તો હમેશ પરોક્ષ રીતે પણ આપણી સાથે જ હોય છે ..!

 19. Pinki says:

  very nice article… !!

 20. damini says:

  Hi Dhiraj,

  i am not agree with you. relationship between son’s mother and his wife not working because son’s mom can think about his son only, she is his son’s mom only and only . she dont understand his son’s wife’s feeling and dont take care of her as much as she do for his son.

  and thats why i dont think that boy’s dont take care about mothers. they become sandwich between his mom and wife. they do try to keep both happy.

  i hope you can understand.
  regards,
  damini

 21. Pragna says:

  મઅ – બધુ જ આ શબ્દમ ચે, કે હુ આ દુનિય મ ચુ.
  મને મારિ મમ્મિ માતે ગર્વ ચ્હે અન્એ હુ પન બે બાલકોનિ મમ્મિ ચુ.

  પન્, તમે સ્વિકઅરો ચ્હ્લો કે બબ્બલકો ને જન્મ આપ્વ પાચલ તમારો કોઇ સ્વર્થ નથિ?
  હઉ મારા બાલકોને ભવિશ્ય મા ક્યરેય એમ નહિ કાહિ શકુ કે,” મે તમને જન્મ આપિને મોતા કર્યઅ ચ્હે,તમારિ માર પ્રત્યે કોઇ ફરજ બને ચ્હે”

  They never asked me to give them birth and bring them in this world. thats me who wanted the kids and that’s why I broght them in this world.

  I agree and understand to take care of my parents and my inlaws. and that I do with love.
  but, Its disappointing that when elders say that, ” we gave you birth and we grown up you, we took care of you and we did this and that… now, its your turn, you have to do this and that”

  well, I agree and I accept that there are so many things that they did for us and we can never think of returning it.

  but, because you gave birth and grow the kids you should expect ?
  keep one thing in mind, they never told you to bring them in this world, you did it for yourself.

  • કલ્પેશ says:

   પ્રજ્ઞાજી,

   Sex and reproduction is a natural occurrence. So, the question of baby asking questions (before the birth) should not arise.

   Regarding parents asking kids “now, its your turn”, I don’t think it is bad in any way.
   The way you would go to any place to buy things, you pay money/value for it. Nothing is free.

   In a similar way, parents do a lot (imagine a mother asking rent to the kid for a stay in the womb for 9 months, to start with) and think of things that people let go off for the sake of the kids.

   One cannot quantify the worth of things done by parents for the kid. I agree that they brought the kid into life. But nobody does it for fun & leaves the kid after that. They take care of the kids, nurture & take active care of the baby. In case of animals, mother protect the kid till the kid is ready to handle itself for food/safety.

   In terms of “expectation”, we are still human beings.
   If we let go of our “expectations”, we all will be free of the tensions that arise out of expectations. But, we are nowhere near that (I can say that for me, atleast).

   Think of the expectation as a limitation of a human being.

   Ask this question to yourself – am I free of any expectations from anyone?
   If the answer is Yes – you have grown a bit.
   If we are able to accept the parents (with their expectations), we have grown a little more.

   What we expect from our parents, we can try to do it for the kids.
   i.e. we don’t want the parents to expect anything from us. let them do what they want to do.
   we should not expect the same thing from our kids & check ourselves as to where we stand?

   Hope, I am making sense.
   Again, I don’t wish to discuss this point in the comments of such a beautiful article.

   My apologies to those, who find this unnecessary.

   • trupti says:

    Kalpesh.

    I fully agree with you. No relation is conditional but it is human nature that out of the unconditional love also we expect something from the person whom we love. There is no life without the expectation. The expecationn cannot always be materialistic but emotional also. Why we do not expect anything form our respective spouses?

    @@ Pragna,

    We all know that, we are brought in to this life by our parents on their own, and we had not asked them to bring, same way we also brought our children in to this world without their permission but we do expect from them that, they become good human and excel well in their life in whatever filed they are taking up. Even the roadside urchins also bring life in to the world, but they also do not leave them at their mercy and take care of the children. If you are living in Mumbai and have ever traveled in the ladies compartment of the local train, you must have noticed that the young mother carries her child at the back of her like a cradle and she is selling the stuff in the compartment. In my view, you need to change your thinking. Our parents have given us the opportunity to see this wonderful world and in return, our parents are asking only our love, affection, attention, and nothing more. We even do not have to go to the market to buy it.

 22. Veena Dave, USA says:

  સરસ લેખ અને સરસ કોમેન્ટ્સ.

 23. Dr Janak Shah says:

  Dear Mrugeshbhai,
  Ma Te Ma nothing else. I feel for my mother that even I get shoes made for her from my skin, it will be nothing to her care, love and what not. Harindrabhai’s story will touch the heart of everyone. But as you said, ‘ Mother is immortal’. It is true.
  Janakbhai

 24. Rajni Gohil says:

  માનું ઋણ તો આ જગતમાં કોઇ પણ રીતે – શબ્દ દ્વારા, કર્મ દ્વાર કે વિચાર દ્વારા ચુકવી શકાય તેમ છે જ નહીં. માતૃદેવો ભવઃ

 25. Harnish Kantilal Bhatt says:

  Mrugeshbhai,

  Heartfelt of consolation.

  As such I am the happiest man in the world,except I have not my mother when I am able to fulfil her wishes to the extent possible, she is no more with us.

  May God rest her soul in peace & almighty renders you the strenth to shoulder the pain of the immanse loss of your beloved mother.

  Jay Shree Krishna Harnish K Bhatt & Family

 26. Vinod Patel, USA says:

  This is a great tribute to Mother. To all those of you who still have the pleasure of their mother’s company in their journey through life, treasure Her and cherish Her. You only get Her once. Call Her and tell Her what she means to you. Celebrate everyday as Mother’s Day. I remember one song from film Jaise Ko Teisa. Its lyrics are as follows:

  Kaunsi hai woh cheez jo yahan nahin milti
  sab kuch mil jata hai lekn hahn Maa nahin milti

  Yaad kisi ho to aisi baat sunaye
  jisme kabhi na kabhi Maa ka naam na aaye
  duniya me koi aisi dastaan nahin milti
  oh sab kuch mil jata hai lekin hahn Maa nahin milti

  Jinki Maa hoti hai khush kismat hotey hain
  jinki Maa nahin hoti jeevan bar rohtey hain
  jism unhey miltey hain lekin jaan nahin milti
  oh sab kuch mil jata hai lekin hahn
  Maa nahin milti, Maa nahin milti
  kaunsi hai woh cheez jo yahan nahin milti
  sab kuch mil jata hai lekin han
  Maa nahin milti

 27. dhara says:

  dear mrugeshbhai,

  nice tribute to ur mother.may u get the peace of mind.very warm regards from all the readers to u.
  nice comments specially nayanbhai-always curious to read how he interprets the article.

  dhara shukla/swadia

 28. Vaishali Maheshwari says:

  Mrugeshbhai,

  Wonderful article on ‘Maa’ in the memory of your mother.
  It is a very sensitive article, filled with immense feelings depicting a mother.

  W. R. Wallace has very well-said that, “The hand that rocks the cradle is the hand that rules the world.”

  I came across a beautiful poem on “A Mother’s Love” by Helen Steiner Rice, that I would like to share over here:

  A Mother’s love is something
  that no on can explain,
  It is made of deep devotion
  and of sacrifice and pain,
  It is endless and unselfish
  and enduring come what may
  For nothing can destroy it
  or take that love away . . .
  It is patient and forgiving
  when all others are forsaking,
  And it never fails or falters
  even though the heart is breaking . . .
  It believes beyond believing
  when the world around condemns,
  And it glows with all the beauty
  of the rarest, brightest gems . . .
  It is far beyond defining,
  it defies all explanation,
  And it still remains a secret
  like the mysteries of creation . . .
  A many splendored miracle
  man cannot understand
  And another wondrous evidence
  of God’s tender guiding hand.

  It was nice to read all the heartfelt comments too posted by all the readers of this article.

  Thank you.

 29. Vaishali Maheshwari says:

  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

  મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
  એથી મીઠી તે મોરી માત રે
  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

  પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
  જગથી જૂદેરી એની જાત રે … જનનીની

  અમીની ભરેલ એની આંખડી રે લોલ,
  વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

  હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
  હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

  દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
  શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

  જગનો આધાર એની આંગળી રે લોલ,
  કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

  ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
  પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

  મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
  લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

  ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
  અચળા અચૂક એક માય રે … જનનીની

  ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
  સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

  વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
  માડીનો મેઘ બારે માસ રે … જનનીની

  ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
  એનો નહિ આથમે ઉજાસ રે
  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

  – દામોદર ખુશાલદાસ બોટાદકર

  For listening this beautiful song, you may visit:
  http://tahuko.com/?p=705

  માત્રુદેવો ભવ:

 30. Ramesh Patel says:

  માતા થકી તો સારી સુષ્ટિ ખીલી છે.અનંત પ્રેમની વર્ષા..

  માવલડી

  તું રે માવલડી ચંદન તલાવડી
  જગની તરસ્યું છીપાવે જી રે

  બા બોલું ને ઝૂલે રે બાળપણ
  આયખે કેસર ઘોળે જી રે

  માનો તે ખોળો પ્રેમનું પારણું
  સ્વર્ગનો લ્હાવો લૂંટાવે જી રે

  જનનીનું હૈયું ધરણીનું ભરણું
  નિત નિત વ્હાલે વધાવે જી રે

  અમી વાદલડી વરસે નયનોથી
  જીવનમાં તૃપ્તિ સીંચે જી રે

  તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી
  દિઠું ઋણી જગ સારું જી રે

  મા ને ખોળે ઝૂલ્યા જાદવજી
  વૈકુંઠના સુખ કેવા ભૂલ્યા જી રે

  પૂજું મા તને ચરણ પખાળી
  તુજ દર્શનમાં ભાળ્યા જગદમ્બા જી રે

  રમેશ પટેલ ‘આકાશદીપ’

 31. Vraj Dave says:

  સમયને અનુરુપ લેખ ખુબજ સરસ છે.દરેકના પ્રતિભાવો પણ ચોટદાર રહ્યા. “મા” વિશે શું લખું ?આ તકે મા સહુને સમભાવે જ્યાં હોય ત્યાથી આશિષ આપે.પછી દિકરો હોઇ,દિકરી હોય કે દિકરાની વહુ હોય.
  આભાર.
  વ્રજ દવે

 32. Tarun Patel says:

  યાદ તો એનિ આવે જે ભુલિ ગયા હોય. મા એ મા.
  ભગવાને મા બનાવિ બહુ મોટઓ ઉપકાર કરેલો છે.

 33. Chirag Patel says:

  Mom is the best….

  I remember seeing an eposide of Krishna Katha… In one of the eposides Bal Krisha was playing joke on Yashoda Ma and Yashoda Ma got made about it and ran after him with a stick… And from Heavens – Laxmiji and Vishnu ji were enjoying this – Laxmiji said, “Shree Hari, why are you running like a scary child? Its only a stick… You are brake it… Use your Sudarshan Chakra. You are running away like a Lion is chasing you! Doesn’t look good on your side as you are the Lord.” Upon that Vishnu Ji said, “Priye, You don’t understand this… No Brahmastra, Sudarshan Chakra or even all mighty Pashu Pashtra can brake Yashoda’s little stick. They will bow to her stick and will retun to us. And who is affraid of Lion – If it was Lion, I won’t even have to move a finger to fight him. But this is my Mom’s stick… And us Tridevs and you TriDevis are strong enough or all six of us together are not strong enogh to last a minute infront of my Yahsoda Ma’s little stick. Because it’s not an ordenary stick… Its Ma’s Stick… Entire power of univers and us six combine is not enought to brake even scratch her stick.” He added “Every time I will go to earth, I will need a mother to rais me.”

  I can never forget that…. That day, I bought flowers to my mom and just Thanked her and kissed her and said, “Mom – I love you. Thank you for being my mom”.

  Thank you,
  Chirag Patel

 34. charulata desai says:

  સંતાનના સર્જન સમયે, જે વેદના માતા સહે,

  પિતા પોષણ કારણે, ભાર ચિંતાનો વહે.
  ઉત્કર્ષ ઝંખે એમનો સ્નેહ ને મમતા વડે,
  એ ઋણમાંથી છૂટવા, સો વર્ષ પણ ઓછાં પડે.—– સંકલિત.
  .

 35. Vipul Panchal says:

  Maa te ma, bija badha van vagda na va.

 36. Kranti Patel says:

  Maa…..
  Maani gerhajari hoy tyare samaj pade ke Maa etale shu ?

  Jivati hoy Tyare koik virloj mane samji shkyo hashe….

  Kranti trarej aavshe jyare hayat maani kalji rakhiye…

  Aasha rakhuke jeo nashibdar chhe te samji jay…

 37. dhiraj thakkar says:

  thanks damini

  but is it possible to satisfied both mom and wife? to avoid to become sandwich

 38. Chintan Shah says:

  Really i am very much hapy to read both article, even i am more happy to ABHIPRAY ,
  I wouldlike to request all of you
  once you read this article just call to your mom ( if you stay a far from her), or reach at wheve ever she is, just kiss her , what ever your age ,
  and say thanks ma.

  and feel the emotion of her.

  really i did it and that moment is golden moment of me.

  Regards
  Chintan
  MON2.

 39. naresh [dxb] says:

  મા………mummy………mom………..u can say anyhting but meaning is that enless love for u…………no one can care more then u ur mom……….dont forget this thing…………..that first respect ur mom after that u can go for pray,,,,or any holly places………

 40. ભાવના શુક્લ says:

  સોનલબહેન પરીખના શબ્દો બહુ જ ગમ્યા…

  મને મારી મા બહુ ગમતી પણ હુ તેને કેટલી ગમતી તે તો મા બન્યા પછી જ મારા નાનકા સામે જોતા જ મને સમજાયુ યથાર્થ રીતે..

  બહુ જ સરસ લેખ અને એટલા જ સરસ પ્રતિભાવો.

 41. preeti dave says:

  અરે વાહ!.. લેખ તો ખૂબ સુન્દર.. માં ના પ્રેમ થી પલાળી દે એવો..
  પણ પ્રતિભાવો પણ એટલા સુન્દર છે કે એક નવો સંકલિત લેખ લખાય.
  લખનાર નએ વાંચનાર બધાને અભિનંદન !!.. 🙂

 42. Ashish Dave says:

  Mrugeshbhai, you have chosen a very nice article. Thanks…

  I really enjoy my mom’s company. We do lot of good things to gather like watching good movies, sports events that I am always going to remember and cherish for a long time. She is 76 but is very healthy for her age.

  At the same token I even enjoy my MIL’s company as well. I have more things to talk with her than my wife. Our interests are very similar. We read good articles/stories and keep sending it to each other. We talk about spirituality and religion, and all sort of things.

  Ashish Dave
  Sunnyvale, California

 43. nipa shah. dahod says:

  જૈ શ્રિ ક્રિશ્ના
  બહુ સરસ્
  મમિ નિ વહલ્સોઇ પ્રેમ મ અશ્રુભિનિ થૈ ગૈ
  સત સત પ્રનામ

 44. અરે વાહ!.. લેખ તો ખૂબ સુન્દર.. માં ના પ્રેમ થી પલાળી દે એવો..
  પણ પ્રતિભાવો પણ એટલા સુન્દર છે કે એક નવો સંકલિત લેખ લખાય.
  લખનાર નએ વાંચનાર બધાને અભિનંદન !!..

 45. sujata says:

  priya Ma……

  સ્મૃતિ માં તા રો આ ભા સ્
  ને પાં પ ણે છ લ કી ભિ ના શ્……

  સ્મૃતિ માં તા રો ચ હે રો
  ને હ્ર દ યે અ નુ ભ વ્યો પ હે રો……….

  .સ્મૃતિ માં તા રું વ ળ ગ ણ્
  અ નો ખું હ તું સ ગ પ ણ્………….

  સ્મૃતિ માં તા રી વા ણી
  સ ત્સ્ં ગ બ ની સ ચ વા ણી………….

  .સ્મૃતિ માં તા રું હો વું
  જા ણે પિં જ રે મે ના નું રો વું……………

  miss u mom…..

 46. Hiren Patel says:

  મા નિ મહાનતા આના ઉપર થિ થાય…..

  મા નિ મા ને નાનિ મા કહેવાય…

 47. Chintal Shah Kanaiya says:

  Awasome. Speechlessssss………..

  મા આ શબ્દ જ ખુબ સુદર છે અને એનિ સાથે નો પવિત્ર સબધ………………….

  મા મા મા તને સત સત પ્ણામ્………………………..

 48. priya says:

  ma te ma bija vagda na va thats true. i love my mom. really nice story about mom.

 49. jhanvi says:

  ેnavrave ne dhovrave,
  paherave ne podhade,
  aae to bejun koi pn kri shake,
  pan
  kan aagal ” mesh nu zinu tapku kare ”
  teto ” maa ” j hoy ……

 50. *A WONDERFUL MOTHER*
  God made a wonderful mother,
  A mother who never grows old;
  He made her smile of the sunshine,
  And he molded her heart of PURE GOLD;
  In her eyes he placed shining stars,
  In her cheeks, fair roses you see;
  GOD made a wonderful mother,
  And he gave that dear mother to me…….

 51. Hiral says:

  માતાને અંજલિ આપતો ખૂબ સુંદર લેખ.

 52. BHARAT JOSHI-MUSCAT says:

  ગુજ્રરાતિ ભાશા હમેશા માતે રિદ ગુજરાતિ નિ રુનિ ર્હેસે
  આભાર્

 53. pratap mobh says:

  ” aa khoradu chuve che ke upar bethi bethi MAA ruve chhe……….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.