જીવન રંગબેરંગી – મૃગેશ શાહ

[1]
મારા ઘરની સામે આવેલી સોસાયટીમાં છેક છેડેનું મકાન તે રમણકાકાનું. પાંસઠ વર્ષની આસપાસની તેમની ઉંમર. યુવાનીમાં પત્નીનું થયેલું અવસાન અને એકાદ-બે વર્ષ પહેલા સંતાનોના પરદેશગમન પછી રમણકાકા સાવ એકલા થઈ ગયા. જો કે તેમના માટે એકલતા અસહ્ય નથી બની રહી કારણ કે તેઓ ખૂબ મિલનસાર અને મળતાવળા સ્વભાવના છે. ક્યારેક હું રસ્તામાં એમને કોઈક પરિચિતો સાથે ગોષ્ઠી કરતાં જોઉં છું તો ક્યારેક તેઓ પડોશીઓની સાથે મહેફિલ જમાવીને બેઠા હોય છે. રોજ મારા ઘર પાસેથી હું એમને અનેક વાર સ્કૂટી લઈને પસાર થતા જોઉં છું ત્યારે મને એમની આ ઉંમરે વ્યસ્ત રહેવાની ટેવ પર માન ઉપજે છે.

હમણાં થોડા દિવસ પહેલાં એક બપોરે મારા ઘર પાસે એમનું સ્કૂટી બગડ્યું. મેં સ્કૂટીને કીક મારતાં તેમને પૂછ્યું : ‘શું કાકા ! આ બાર વાગ્યાની ધૂમ ગરમીમાં શીદ ઉપડ્યા ? આરામ કરો ને ઘરે !’
‘ભાઈ, આરામ તો મને પૂરો છે પણ પેટને કંઈ આરામ થોડો હોય ?’
‘ઓહ એટલે જમવા જાઓ છો, એમ.’
‘હા. ટિફિન લેવા જ નીકળ્યો હતો પણ આ વળી રસ્તામાં બગડ્યું.’
‘કેમ ટિફિન લેવા ?’ મને નવાઈ લાગી. એકલા વ્યક્તિ મોટે ભાગે લોજમાં કે ભોજનાલયમાં જમી લેતા હોય છે. ઘરે બે-ત્રણ વ્યક્તિ જમનાર હોય તો જ લોકો ટિફિન લાવવાનું પસંદ કરે છે. મને કાકાની વાત સાંભળીને આશ્ચર્ય થયું.
‘જો ભાઈ, એમાં વાત એમ છે કે હું જે ભોજનાલયમાંથી ટિફિન લાવું છું ત્યાં જમવાની થાળીનો ભાવ 30 રૂપિયા છે અને ટિફિનનો ભાવ 35 રૂપિયા છે. મારે ફક્ત પાંચ રૂપિયા વધારે કાઢવા પડે પણ એમાં ફાયદા ઘણા છે. ટિફિન લાવીએ એટલે પહેલો ફાયદો તો ઘરે બેસીને જ આરામથી જમવા મળે. જમતી વખતે આસપાસનું વાતાવરણ ખૂબ અગત્યનું હોય છે, એ આપણે ક્યાં નથી જાણતાં ? ઘરે કોઈ પણ વસ્તુ લાવીને ખાઈએ એટલે જાણે ઘરે જ બનાવ્યું હોય એવો આનંદ થાય. વળી, ટિફિનમાં તો સાત રોટલી આવે. આ ઉંમરે મારો ખોરાક ફક્ત ત્રણ રોટલીનો. એટલે હું તો અમારી કામવાળીબાઈ લક્ષ્મીબેનની નાનકડી દીકરીને પણ મારી જોડે બેસાડી દઉં. આ ટિફિન અમારા બેઉ માટે છે. એ પછી ત્રીજો વારો આવે અમારા સોસાયટીના મફતના ચોકીદારનો – એટલે કે કાળિયા કુતરાનો. રોજનો ટાઈમ થાય એટલે એ આંગણે આવીને ઊભો જ રહે. એક રોટલી એના નામની હોય જ. આ બધો જ મારો પરિવાર છે. તો પછી આ પરિવાર માટે તો મારે ટિફિન લાવવું જ પડે ને ?’

રમણકાકાની વાત સાંભળીને હું ગદગદ થઈ ગયો. માણસ માત્ર પ્રેમનો ભૂખ્યો છે. ‘વસુદૈવ કુટુમ્બ્કમ’ની ભાવના ક્યારેક આવા નાના-નાના પ્રસંગોમાં ચરિતાર્થ થતી જોવા મળે છે. સવાલ છે દષ્ટિને કેળવવાનો. પ્રેમ ક્યારેય કોઈને એકલા પડવા દેતો નથી.

[2]
ઘણા વર્ષો પહેલાં કોચિંગ કલાસ માટે મેં એક ઑફિસ ભાડે રાખેલી. શહેરની પ્રતિષ્ઠિત જગ્યામાં હોવાને કારણે એનું ભાડું પણ સારું એવું હતું. એક બિઝનેસમેનની માલિકીની એ જગ્યા હતી. સમય જતાં ખર્ચના પ્રમાણમાં આવકનો મેળ ન બેસવાથી મને તે ઑફિસ પરવડે એમ નહોતું. મેં મારી વાત નિયત સમયે અને નિયમ પ્રમાણે એમની પાસે રજૂ કરી અને ઑફિસ ખાલી કરવાની ઈચ્છા દર્શાવી. પરંતુ બધો સરસામાન સમેટતા મને મહિનાની ઉપર પાંચ-સાત દિવસ વધુ થઈ ગયા. ઑફિસના માલિક ઘણા ચતુર હતા. પોતે કશું જ ન બોલ્યા પરંતુ પાંચ-સાત દિવસ વધુ થયા હોવાથી દલાલ દ્વારા તેમણે મારી પાસે એક વધુ ભાડાની માંગણી કરી, જે નિયમ પ્રમાણે મેં પૂરી કરી.

હમણાં મારા માતૃશ્રીના અવસાન બાદ બનેલા એક પ્રસંગમાં મને આ વાત ફરીથી યાદ આવી. અમારી સોસાયટીમાં કેબલ નેટવર્કનું એડવાન્સ ભાડુ લેવા માટે કેબલ ઑપરેટર (અમે એમને ‘દાદા’ કહીને બોલાવીએ) દર મહિનાની પાંચ તારીખની આસપાસ આવે. તે દિવસે પણ હંમેશની જેમ સોસાયટીમાં ફરતા ફરતા એ દાદા અમારી ઘરે આવી ચડ્યા. આ દુ:ખદ પ્રસંગની જાણ થતાં જ એમણે એમની ડાયરી અને પેન બાજુએ મૂકી દીધાં. અમને સાંત્વન આપવા માંડ્યા. આ દરમિયાનમાં મેં તેમના હાથમાં કેબલનું ભાડુ મૂક્યું, તો તેઓ તરત ઊભા થઈ ગયા :
‘ના લેવાય ભાઈ મારાથી….’
‘કેમ ?’ મને આશ્ચર્ય થયું.
‘આવા પ્રસંગમાં તમે એમ માનો છો કે હું તમારી પાસે ભાડું લઈશ ?’
‘પણ દાદા આ તો તમારી સર્વિસ છે… ધંધો છે….’
‘તો શું થયું ? તમે પંદર દિવસ થોડા ટીવી જોવાના છો ? મહિનામાં પંદર દિવસ તમે ટી.વી.નો ઉપયોગ કરવાના નથી પછી હું તમારી પાસે મહિનાનું ભાડું કેવી રીતે લઉં ? હું આમ પણ કોઈને ત્યાં મરણ થયું હોય એનું તે મહિનાનું ભાડુ લેતો નથી.’ એમ કહીને તેઓ ચાલ્યા ગયા.

ધંધામાં નિયમો હોવા એ સારી વાત છે પણ નિયમોની જાળવણીમાં ‘માણસ’નામનું ચૈતન્ય તત્વ જ્યારે ભુલાઈ જાય છે ત્યારે એ નિયમો જડ બની જતા હોય છે. નિયમોને સાચવવામાં ક્યારેક માનવતા મરી પરવારે છે. ક્યાંક કશું છોડનારો, સુક્ષ્મરૂપે અનેકઘણું મેળવે છે અને નિયમોમાં બંધાઈને કશું ન છોડનારો અનેકઘણું ગુમાવે પણ છે. આ રીતે ‘માનવતા’ને લાગતા ઘસારાનું મૂલ્ય કાઢવું ઘણું અઘરું છે.

[3]
મારો મિત્ર પરેશ એક સાંજે આવ્યો ત્યારે હતાશ હતો. મેં એના ખબરઅંતર પૂછ્યા ત્યારે મને જાણવા મળ્યું કે એને એમના પાડોશી જોડે અણબનાવ બન્યો. મને ખૂબ નવાઈ લાગી. પરેશ નવા મકાનમાં રહેવા આવ્યો ત્યારથી ઘણીવાર મને એના અડોશ-પડોશની વાતો કરતો. પડોશમાં રહેતો મહેશ એનો ખાસ મિત્ર બની ગયો હતો. ખૂબ ઓછા સમયમાં બંને પરિવારો વચ્ચે સારા સંબંધો સ્થપાયા હતા. મહેશના ઘરના લોકો પણ ખૂબ ધાર્મિક હતા એમ પરેશ કહેતો. ચારધામ, અમરનાથ, વૈષ્ણવદેવીની જાત્રાઓ કરે અને રોજ નિયમિત દેવ-દર્શન કરવા જાય. પરેશ તો આવા પાડોશીને મેળવીને ધન્યતા અનુભવતો હતો.
‘તો પછી અચાનક થયું શું ?’ મેં એને પૂછ્યું.
‘વાત એમ બની કે…’ પરેશે કહ્યું, ‘મહેશના ઘરના લોકોએ જે દિવસથી ઉપર માળ બાંધવાનો શરૂ કર્યો તે દિવસથી સતત અમારી પાસે વચ્ચેની કૉમન દિવાલના પૈસા માંગવાના શરૂ કર્યા. મને એ બાબતે કશી જાણ નહોતી તેથી વાતને મેં ટાળી દીધી. થોડા દિવસો બાદ તપાસ કરતાં મને ખબર પડી કે જ્યાં સુધી હું ઉપર માળ ન બાંધુ ત્યાં સુધી તેઓ કાયદેસર રીતે એ પૈસા માંગી શકે નહીં. બસ, મેં મારી વાત સ્પષ્ટ રીતે રજૂ કરી અને સંબંધો વણસી ગયા.’
‘એવા પોકળ સંબંધોનું દુ:ખ પણ ન લગાડવું જોઈએ…’ મેં પરેશને સાંત્વન આપતાં કહ્યું.
‘દુ:ખ એ સંબંધો તૂટ્યાનું નથી, પણ દુ:ખ સંબંધોમાં માનવતાની ખોટ પડ્યાનું છે. મહિનાઓ સુધી યાત્રાઓ કરનાર અને નિયમિત દેવ-દર્શન કરનાર વ્યક્તિ જો પૈસાના ત્રાજવે સંબંધોને તોલે અને જ્યાં જેટલું મળે તેટલું મફતમાં લેવાની વૃત્તિ રાખે, તકનો લાભ લેવાની કોશિશ કરે, બીજાની અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરે – તો પછી એ સમાજ ક્યાં જઈને અટકે ?’ પરેશનો પ્રશ્ન મારા મનને સ્પર્શી ગયો.

[4]
મારો મિત્ર સમીર પ્રાથમિક શાળામાં ભણાવે. ખૂબ મહેનત અને રસથી બાળકોને શીખવાડે. નબળા બાળકો પર વિશેષ ધ્યાન આપે અને હોંશિયાર બાળકોને પ્રોત્સાહિત કરે. કોઈક અદ્વિતિય પ્રતિભા હોય તો એની વિશેષ કાળજી લે. જરૂરત પડ્યે એવા બાળકના માતાપિતાનો સંપર્ક કરે. ક્યારેક રજાના દિવસોમાં એ મારી ઘરે આવે અને બાળઉછેરના આવા રસપ્રદ અનુભવો મને કહી સંભળાવે. એના વિચારોથી મને ઘણું જાણવા મળે. ગયા મહિને આ વિચારગોષ્ઠી કરતાં એણે મને ધ્વનિ નામની પાંચમા ધોરણમાં ભણતી એક છોકરીની વાત કરી. એ છોકરીનો હંમેશા ભણવામાં પહેલો નંબર આવે. જે કંઈ શીખવાડો તે એને ઝટ દઈને યાદ રહી જાય. શાળાની ઈતર પ્રવૃત્તિઓમાં પણ એનું નામ અવલ્લ નંબરે હોય જ. સફળતાનો આ સિતારો જોઈને સમીરને તેના પિતાજીને મળવાની ઈચ્છા થઈ આવી. એક દિવસ એના પિતાજીને શાળામાં બોલાવવામાં આવ્યા. એ પછી એમની સાથે થયેલી જે વાતનું વર્ણન સમીરે કર્યું તે માન્યામાં આવે તેવું નહોતું. સમીરે કરેલા વખાણના પ્રત્યુત્તરમાં ધ્વનિના પિતાજીએ જણાવ્યું કે, ‘આ તો આપણી ફરજ છે તે કરીએ છીએ. પણ મેં તો એને કહી જ દીધું છે કે તારે એકથી પાંચમાં નંબર લાવવો પડશે, તો જ તને બધી મનગમતી વસ્તુઓ મળશે. એના વગર હું તારી કોઈ જીદ પૂરી નહીં કરું.’
‘એવું કેમ ? નંબર લાવવો એ તો સહજ પ્રક્રિયા છે. બાળકનો અભ્યાસ હશે તો આપમેળે એનો નંબર આગળ જ આવશે. માફ કરજો, પણ એના માટે આપે આ રીતે દબાણ કરવાની જરૂર નથી લાગતી.’ સમીરે કહ્યું.
‘સાહેબ, દબાણ તો કરવું જ પડે એવું છે. આ મોંઘવારીમાં ખરચા કેવી રીતે કાઢીએ ?’
‘એટલે ? અભ્યાસ અને મોંઘવારીની આ બાબત હું કંઈ સમજ્યો નહિ.’ સમીરે આશ્ચર્યથી પૂછ્યું.
‘વાત એમ છે કે જો એનો એકથી પાંચમાં નંબર આવે તો અમારી નાત તરફથી ભણવાના ખર્ચ પેટે પચ્ચીસ હજાર રૂપિયા દર વર્ષે મળે છે. એમાંથી એનો સારો એવો ખર્ચ નીકળી રહે છે. એ ના મળે તો મધ્યમવર્ગનો માણસ બધા ખર્ચ કેવી રીતે પહોંચી વળે ?’

સમીરે મારી સાથે વાત પૂરી કરતાં કહ્યું કે ‘ક્યારેક નંબર લાવવાનો હેતુ સમાજને દેખાડવાનો, નાતમાં માન-સન્માન મેળવવાનો અથવા તો ક્યારેક આ રીતે પૈસા મેળવવાનો પણ હોઈ શકે છે.’ આમાં વાંક કોનો ? શિક્ષણ વ્યવસ્થાનો ? મધ્યમવર્ગમાં પિસતા માનવીનો કે મોંઘવારીનો ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અસીમને આંગણે – સુરેશ ગાલા
પિતા-પુત્ર – મોહમ્મદ માંકડ Next »   

36 પ્રતિભાવો : જીવન રંગબેરંગી – મૃગેશ શાહ

 1. Hardik Mehta says:

  Dear Mrugeshbhai,

  Aabhar. Ekdam saras sankalan che.
  Ramankaka ne Ram Ram kahejo.
  Emna jevaj ek mara khuba j vahala dada yaad aavi gaya.
  Ghani vakhat thai che ke juna jamana na manso jivan maane che, je amara jeva labar moochiya game tetlu kamava chata nathi maani shakta..

  cheers,
  Hardik

 2. Chintan says:

  “ક્યાંક કશું છોડનારો, સુક્ષ્મરૂપે અનેકઘણું મેળવે છે અને નિયમોમાં બંધાઈને કશું ન છોડનારો અનેકઘણું ગુમાવે પણ છે.”
  આપની આ વાત સાથે મારી સમ્પુર્ણ સંમતિ છે.

  આપણી આજુબાજુમા જોવા મળતા અને જીવન ને માણતા આવા પાત્રોને ખુબ ખુબ વન્દન.

  આભાર સર.

 3. Balkrishna Shah,Vile Parle says:

  ક્રુતિ કેવી લાગી તે લખતાં પહેલાં એક વાત લખવાની કે હવે જમાનો ટૂકા લખાણનો આવે છે. નાના પ્રસંગમાં પણ શીખવાનૂં
  ઘણુ હોય છે. આમેય નવલીકામાં એજ પ્રસંગને કલાત્મકરીતે વિસ્ત્રુત કરવાં આવે છે. જીવન ઝડપી બન્યું છે. આ ઝડપમાં
  નાના લખાણનો મેળ વધારે બેસે છે. બાકી બધા પ્રસંગો સારા અને સમજવા જેવા છે.

 4. RUDRIK OZA says:

  તમારો ખુબ ખુબ આભાર, ગુજરાત બહા૨ વસવ છત્તા પણ, રિડ ગુજરાતી વાચિને, ગુજરાત મા હોવાનો એહેસાસ થાય છે.

 5. Bhaumik Trivedi says:

  ખુબ જ સરસ આભાર.

 6. જય પટેલ says:

  શ્રી મૃગેશભાઈ
  સૌ પ્રથમ તો આપના માતૃશ્રીને મારી નમ્ર શ્રધ્ધાંજલિ. ઈશ્વર તેમના આત્માને શાંતિ બક્ષે. નાની વયે માતૃશ્રીની વસમી વિદાય હું સમજી શકું છું. ઈશ્વર આપને આઘાત સહન કરવાનું બળ આપે તેવી પ્રાર્થના.

  આજની ચારેય કણિકાઓ પ્રેરણાત્મક.

  શ્રી રમણકાકાની જીવનદ્રષ્ટીને સલામ.
  કેબલવાળા દાદાની ભાડુ ના લેવાની દાદાગીરી આજના જમાનામાં માન્યામાં ના આવે તેવી છે.
  માણસાઈના દિવડા હજુ પ્રગટી રહ્યા છે
  .
  અસંખ્ય ધાર્મિક સ્થળોની મુલાકાત પણ કૉમન દિવાલનો વિવાદ સુલઝાવી ના શકી…મફતનું પડાવી લેવાની દાનત.
  અમારી સોસાયટીના કોમન પ્લૉટ બાબતે છેલ્લા ૨૩ વર્ષથી કૉર્ટમાં કેસ ચાલે છે. સોસાયટીના ઑર્ગેનાઈઝરને કૉમન પ્લૉટ
  પડાવી લેવો છે. ખુબ જ ધાર્મિક ગણાતા આ કુટુંબને હવેલીઓની મુલાકાતો પણ દ્રષ્ટી આપી શકી નથી…!!!

  • rutvi says:

   અમારી સોસાયટી મા પણ ઓર્ગેનાઇઝર ને કોમન પ્લોટ પડાવી ફ્લેટ બાંધવા છે પણ આખી સોસાયટી (લગભગ ૧૦૦ ઘર ) , એક થઇને ત્યા વ્રુક્ષારોપણ કરી બાગ જેવુ બનાવી તેમનો ઇરાદો બર લાવવા પ્રયાસ કરે છે ….

   • જય પટેલ says:

    રૂત્વી

    વૃક્ષારોપણનો વિચાર પર્યાવરણની દ્રષ્ટિએ ઉત્તમ છે.
    અમારી બાજુની સોસાયટીના કૉમન પ્લૉટમાં ( ૫ ગૂંઠા ) નાનો સરખો સુંદર બગીચો બનાવેલ છે.
    સાંજ પડે બગીચામાં બધા હળીમળી હૈયાં ઠાલવી નિરાંત અનુભવે છે….અને ફ્રેશ થઈને નિદ્રાને
    શરણે જાય છે….કાશ અમારી સોસાયટીમાં પણ સુંદર બગીચો હોય.

 7. amol says:

  મૃગેશભાઈ,

  માનવતાસભર લેખ માટે આભાર……

  રવિન્દ્રનાથ ટાગોરનુ વાક્ય,
  “આ દુનિયામા આવતુ નવુ બાળક બતાવે છે કે ભગવાનને હજી માનવ પર વિશ્વાસ છે…..”

  આભાર…
  અમોલ…

 8. parthiv Desai says:

  મ્રુગેશભાઈ તમારી મહેનત્ ને સિરનમાવુ છુ ખરેખર તમે વાચકો માતે આતલા સારા નાના લેખો અથ્ર્ સભર
  સારા લેખકો ના જાતે લખો છઑ (મે કોઇ છાપા મા બે વર્સ પહેલા વાચૅલૂ ) ઍ અમારે માતે ગણૂ છ્હે

 9. Akash says:

  ખુબ જ સરસ સન્કલન્..

 10. નાની નાની વાતોમાં મોટી મોટી શિખ છુપાયી છે. સરસ સંકલન.

  રમણકાકા જેવા ઘણા જ વૃધ્ધો છતે સંતાને નિઃસંતાનપણુ ભોગવી રહ્યા છે એવે સમયે પુ. રમણકાકાએ શોધેલ/ચિંધેલ રાહ કેટલો સરળ અને ઉમદા છે. પુરી દુનિયા એક કુટુંબ છે..એમના માટે એક પરિવાર છે. ધન્યવાદ આવા રમણભાઈને..

  મને એક વાતની ક્યારે ય સમજ નથી પડી કે ધનિકોના દિલ નાના કેમ હોય છે? પોલા કેમ હોય છે?? શું પૈસો એ પોલાણને ભરી દે છે? આજના ભારતના ધનિક કુટુંબના ઝગડાઓ છાપે ચઢીને લોકોની ચર્ચાનો વિષય બની રહ્યા છે. પૈસો મારો પરમેશ્વર એ સમજનાર એ નથી યાદ રાખતો કે એ પૈસો /સંપત્તિ કદી ય એની સાથે આવનાર નથી.
  હું બહુ દાનધર્મ કરતો નથી! પણ મારી એક વારની સ્પેનિશ વિધવા પડોશણને એકવાર એની કેન્સરગ્રસ્ત દિકરીની સારવાર માટે પૈસાની તાતી જરૂરિયાત ઉભી થઈ. મેં એ સમજી અને મેં એને થોડા ડોલર દાન સમજીને આપ્યા. તમે માનશો નહિ જેવી એની દિકરી કમાતી થઈ કે, એના પહેલાં પગારમાંથી, ત્રણેક વરસ બાદ, એ બન્ને મા-દિકરીએ સરસ મજાની થેંક્સની નોટ સાથે મારા પૈસા વ્યાજ સાથે પરત કર્યા. મેં ઘણી ના પાડી તો એલેહાન્ડ્રાએ કહ્યું કે નેટ,(મારું અમેરિકન નામ નેટ છે) હું મારી દિકરીને જિંદગી જીવવાનું શિખવુ છું! આજે મારી કેન્સરગ્રસ્ત દિકરી કેન્સરમુક્ત છે. અને કમાતી થઈ છે. તો એને સમજ પડે કે જિઁદગીમાં પૈસા એ કંઈ સર્વસ્વ નથી. માણસાઈ એ સર્વસ્વ છે. આવા માણસો નાના હોય છે- ગરીબ હોય છે પણ દિલથી એઓ ધનિક હોય છે. કેબલ ઓપરેટર દાદાની દાદાગીરી આવી પ્રેમાળ છે. એઓ મહાન છે. દિલના ધનિક છે.

  આવું જ દેવ-દર્શન કરનારાઓનું છે. અહિં શનિવારે મંદિરોમાં ગિરદી થાય કારણ કે મંદિરમાં એ દિવસે મહાપ્રસાદી હોય છે. સાંજનું જમણ હોય એ અને આરતીમાં એક ડોલર મુકી સરસ ભોજન લઈ શકાય તો મંદિર જવાનું મોંઘુ ન પડે.

  નંબરોની રેસમાં બાળપણ ગુંગળાઈ ગયું છે. વિદ્યાર્થી વિદ્યાર્થી મટી માર્કસ લાવવાનું મશિન બની ગયો છે.

  સરસ સંકલન મૃગેશભાઈ. આપનો આભાર!

  • Veena Dave, USA says:

   NJ મા એક મન્દિરમા ભોજન માટે શનિ-રવિમા north and south ના રહેતા લોકો ગિરદીના કારણે અલગ અલગ જમવા આવે એવા ભાગ પાડેલા છે.

  • Ashish Dave says:

   Well said “Nat”varbhai. That is the reason I avoid going to temples on weekends.

   Ashish Dave
   Sunnyvale, California

 11. gopal parekh says:

  પ્રસઁગો ખુબ જ ભાવવાહી ને ચોટદાર છે.

 12. Veena Dave, USA says:

  ખુબ સરસ. આભાર.

 13. Jinal Patel says:

  “અહિં શનિવારે મંદિરોમાં ગિરદી થાય કારણ કે મંદિરમાં એ દિવસે મહાપ્રસાદી હોય છે. સાંજનું જમણ હોય એ અને આરતીમાં એક ડોલર મુકી સરસ ભોજન લઈ શકાય તો મંદિર જવાનું મોંઘુ ન પડે. ”
  આ બધુ જોઇને મન કદિક વિચાર કરે કે શુ આપણે કૈક ખોટુ કરીએ છે દર શનિવારે મન્દિરે ના જઈને. આ પ્રશ્ન નો જવાબ મને ઉપર ના પ્રસન્ગો વાંચીને મળી ગયો.
  એક વાત તો છે જ્ પુણ્ય હજી મરી પરવાર્યુ નથી.. માણસાઈ ની મશાલ હજી પ્રજ્જ્વલિત જ છે.

 14. કલ્પેશ says:

  પ્લીઝ, મહેરબાની કરીને એમ ન લખો કે “પુણ્ય હજી મરી પરવાર્યુ નથી” વગેરે વગેરે.

  આપણામાંથી એક માણસ એક પણ આવી તક મળતા કંઇ સારુ કરી લેશે ત્યા સુધી બધુ સારુ જ રહેશે.
  જરુર છે તક ઝડપી લેવાની, કંઇ કરવાની અને વિચારવાની કે આમ કરતા ખુશી મળે છે? (મળે જ છે)

  અને ૧૦૦માથી એક માણસ પણ કંઇ સારુ કરી લેતો હોય તો પણ ઓછુ નથી.

  મારી પોતાની વાતઃ મુંબઇમા ટ્રેન ટિકીટ માટે કુપન હોય છે જેથી લાઇનમા લાંબો સમય ઊભા ન રહેવુ પડે.
  મે કુપન મશીન વાપરી પોતાની ટિકીટ કાઢી. એક વૃદ્ધ ભાઇ લાઇનમા ઊભા હતા અને એમણે મને કહ્યુ કે “મને ટિકીટ કાઢી આપશો, હું તમને રોકડા આપી દઉ”. પહેલા મે જવાબ આપ્યો – “મારી પોતાની પાસે ઓછી કુપન છે અને મને પોતાને વાપરવા જોઇશે”.

  મે મારી ટિકીટ કાઢી પછી મને એમ થયુ “ચાલો એમની ટિકીટ કાઢી આપુ. કોઇનુ નુકસાન નથી થતુ અને ભાઇનો સમય બચે છે. અને મને કોઇને ઉપયોગી થવાનુ ગમશે.”

  અને મેં એ ભાઇને બોલાવ્યા, ટિકીટ કાઢી આપી, એમણે મને રોકડા આપી દીધા અને આભાર પ્રગટ કર્યો અને અમે છુટ્ટા પડ્યા.
  Simple example. It merely requires grabbing the chance to be of help.

  • Bhavi shah says:

   કલ્પેશ ભાઈ,
   તક મળતા સારુ કરી લેનારા આજ ના જમાનામા મળે તો છે પણ ખુબ ઓછા

 15. Bhavi shah says:

  ખુબ સરસ, માણસાઈ મરી નથી પરવારી.

 16. ઈન્દ્રેશ વદન says:

  Compelling collage of life’s different shades..!

 17. Hitesh Mehta says:

  શ્રી મૃગેશભાઈ
  સૌ પ્રથમ તો આપના માતૃશ્રીને મારી નમ્ર શ્રધ્ધાંજલિ. ઈશ્વર તેમના આત્માને શાંતિ બક્ષે. ઈશ્વર આપને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
  માનવતા હજુ મરિ પરવરી નથિ. મકાન માલિક અને કેબલ વાલા ન વાત સરસ્.. ધનવાન કરતા ગરિબ લોકો મા માનવતા વધુ જોવા મલે ચ્હે.
  હિતેશ મહેતા
  ભારતી વિધાલય / મોરબી

 18. trupti says:

  Nice article. How much do we put in to the practice in our real life that is a BIG :?’
  As Kalpesh said, he helped the fellow commuters by giving away his coupen is a common sign in the huge que for the local train ticket in Mumbai. This is is one way of serving the people. આ તો વગર પૈસે પુણ્ય કમાવા નો આસાન રસ્તો છે.

 19. trupti says:

  Thank you Mrugeshbhai for sharing such good incidents and expereinces.

 20. preeti dave says:

  મ્રુગેશ ભાઈ,
  નાનાઁ પણ ખૂબ ભાવવાહિ પ્રસંગો છે. લાંબુ-લાંબુ લખાણ કહે એના કરતાં એક નાનકડા પ્રસંગ ની ચોટદાર રજુઆત ઘણી અસરકારક રીતે વાત કહી જાય છે. આમ તો આપણા બધાંની જિંદગીમાં આવા પ્રસંગો બનતા રહે છે પણ એને આટલી સુક્ષ્મતાથી આપણે ભાગ્યે જ નિહાળતા હોઈએ છીએ. સારપ તો ચારે બાજુ પડેલી જ છે થોડી દ્રષ્ટિ બદલીએ તો કેટલુંયે સરસ મળી આવે..
  Thanks for sharing Mrugeshbhai..

 21. nayan panchal says:

  પ્રેમ ક્યારેય કોઈને એકલા પડવા દેતો નથી.

  નિયમોને સાચવવામાં ક્યારેક માનવતા મરી પરવારે છે. ક્યાંક કશું છોડનારો, સુક્ષ્મરૂપે અનેકઘણું મેળવે છે અને નિયમોમાં બંધાઈને કશું ન છોડનારો અનેકઘણું ગુમાવે પણ છે.

  સારા સમયમાં તો મિત્રો ઘણા મળી રહે છે, જ્યારે કશુક આપવાની વાત આવે કે કશુક જતુ કરવાની વાત આવે ત્યારે જ સંબંધોનુ સાચુ સ્વરૂપ દેખાય છે.

  આજે શિક્ષણ જે રીતે મોંઘુ થઈ ગયુ છે તે ખરેખર એક ચિંતાજનક વિષય છે. નર્સરીની ફી વર્ષના ૭૦૦૦૦ રૂપિયા !!! આટલી ફી તો મે મારા સંપૂર્ણ શિક્ષણની પણ નથી ભરી. મધ્યમ વર્ગ બધી બાજૂએથી પિસાય છે. સરકારે કોઈક કાયદા લાવવા જ રહ્યા.

  ખૂબ સરસ સંકલન.
  નયન

 22. ભાવન શુક્લ says:

  આદરણીય મૃગેશભાઈ,

  છેલ્લા કેટલાક સમયથી અમેરીકાના ઇકોનોમી ઇશ્યુથી પિડિત હોઇ અહી આર.જી. ની મુલાકાતો લઈ શકાય ન હતી આથી તમારા માતાશ્રીના નિધન અંગે હમણાજ જાણ્યુ. પરમ કૃપાળુ પ્રભુજી તેમના આત્માને પુર્ણ શાંતિ આપે. મા ની ખોટ કોઇ પુરી શકતુ જ નથી માટે આશ્વાસનના શબ્દો ખોખલા ના બની રહે એ હેતુ થી એટલુ જ કઈશ કે ઇશ્વરની મરજી સમજી ચિતમા શાંતી ધરવી અને ધીરજથી દુઃખને પચાવવુ.

  તમારા બધાજ લેખોમા બધાજ રંગો જોવા મળ્યા. ખાસતો “માણસાઈને લાગતો ઘસારો” વાળી વાતતો ઉત્તમ હતી અને એ સિવાય મોંઘવારીમા પિસાતો મધ્યમ વર્ગ એ બરાબર છે પરંતુ પાચમા ધોરણમા ભણતી બાળકી પણ એ ભાર પિતાની મરજી પ્રમાણે વેઠે અને પિતાને એનુ દેખિતુ દુઃખ પણ ના હોય તે પણ જીવનનો એક આગવો રંગજ દર્શાવે છે…
  ખુબ સરસ સંકલન.. આભાર

  • જય પટેલ says:

   સુશ્રી ભાવનાબેન

   અમેરિકાનું આ રીસેશન સિવીયર છે. થોડા સમય પહેલાં ટાઈમ મેગેઝીનના કવર પેજ પર હતું કે ડબલ ડિજીટ અનએમ્પોલયમેંટ ઈઝ ગોઈગ ટૂ સ્ટે હિયર.

   એચ ૧ બી વિઝાનો ક્વોટા ચપટીમાં ભરાઈ જાય એ હવે કિવંદીતી છે.
   આશા રાખું કે આપ મુશ્કેલીમાંથી બહાર આવી જશો.

   ગૂડ લક.

   • ભાવના શુક્લ says:

    ભાઈ શ્રી જયભાઈ હાલમા તો એક સારા પ્રોજેક્ટ પર કામ ચાલુ છે પરંતુ સહાનુભુતી બદલ આભાર જરુર માનીશ.

 23. Vaishali Maheshwari says:

  Mrugeshbhai,

  Thank you for all the wonderful incidences that you have mentioned here.
  All the four short incidences that you have mentioned are interesting to read and a lot inspirational too.
  I am glad that you shared such collection of inspirational incidences with us and taught us a lot that we need to know and learn in our daily lives.

  Life is really colorful, as you have mentioned in the title of this article.

  Thank you for this great article.

 24. Ashish Dave says:

  Thanks for sharing such a sweet incidences Mrugeshbhai.

  It is very common at least I have experienced few times on the bridge a car ahead of me has paid my toll. (and I ended up paying for somebody behind me) Such random acts of kindness is the true spirit of such a beautiful life.

  Ashish Dave
  Sunnyvale, California

 25. Sanjay Upadhyay says:

  સુન્દર રચનાઓ.
  જિન્દગીની નાની નાની બાબતો જ એને સહ્ય કે અસહ્ય બનાવે છે.
  માનવી પોતાની દ્રુષ્ટિ છોડી બીજાની આંખે જોતો થાય તો જીવન સ્વર્ગ બને. પણ એવું નથી એટલે જ કદાચ એ રંગબેર્ંગી છે.

 26. nilam doshi says:

  ગમતાનો ગુલાલ કરવાની આ વાત ગમી ગઇ.આવા નાનકડા પ્રસંગો થોડામાં ઘણું કહી શકે છે.

  દુનિયામાં દરેક પ્રકારના લોકો જોવા મળતા હોય છે.

 27. dhruv bhatt says:

  મને તમારા લખાણો ખુબ ગમ્યા.

 28. સ્નેહિશ્રિ, મ્રુગેશભાઇ.
  આ૫ના લેખો અમુલ્ય હોય ચ્હે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.