તુલસીની ડાળખી – વર્ષા અડાલજા

[‘જલારામદીપ’ દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર.]

સુકેતુ અને ચિત્રાએ પપ્પા-મમ્મીને પગે લાગવાનું કર્યું. સામાન તો કારમાં ક્યારનો ગોઠવાઈ ગયો હતો અને આમ તો વિદાયનું વાતાવરણ પંદર દિવસથી ઘરમાં હતું. કુસુમે મનમાં ઘડ બેસાડી દીધી હતી. હવેથી સુકેતુ અને ચિત્રા પોતાની સાથે રહેવાનાં નથી અને હજારો માતાપિતાની જેમ એમણે એકલાં રહેવાનું છે. કુસુમે પતિને પણ ખૂબ સમજાવી તૈયાર કર્યા હતાં.

‘જુઓ, મનમાં ઓછું ન આણશો, અને ઉદાસ તો બિલકુલ ન થશો. દીકરો-વહુ વિના આપણે બિચારાં-બાપડાં થઈ ગયા છીએ એવું ન માનશો, હોં ! ને એમને પણ એવું મનાવવા ન દેતા.’
‘પણ કુશી ! નિરાલી ઑસ્ટ્રેલિયા ઊપડી ગઈ. બન્ને ડૉક્ટર ! અહીં વળી ક્યારે આવે અને આપણી કાળજી શું કરે, મોં માંડ બતાવે. અને આ સુકેતુ – એને ભણાવવા સૅટલ કરવા આપણે કેટલું મથ્યાં અને સાથે રહેવાને સમયે….’
‘તેથી શું ? કાંત, તમે હજી ન્યૂ જનરેશનને સમજી શકતા નથી ? એ લોકોને ઘર અને જીવનમાં મોકળાશ જોઈએ છે અને પાંખો ફૂટે ત્યારે ઊડવા ઊંચું આકાશ જોઈએ છે.’
‘સમજું છું. આપણે ત્યાં શું બંધન છે ? બન્ને એક જ આઈ.ટી. કંપનીમાં જૉબ કરે છે. સવારે વહેલાં નીકળી જાય છે. સારા નોકર ઝટ મળતા નથી. તારા માથે ઘરકામની જવાબદારી કેટલી છે ?’
કુસુમ હસી પડી. ‘બાથરૂમમાં નળનો વાયસર વહેલી સવારે ગયો અને કેવો પાણીનો ફૂવારો ઊઠેલો ! સુકેતુ લહેરથી ઊંઘતો હતો અને સવારે છ વાગ્યે પ્લમ્બરને તમે શોધવા નીકળેલા.’

કુસુમે ચાના કપ રસોડાના ટેબલ પર મૂક્યા. વાતોમાં ટોસ્ટ જરા વધુ બળી ગયા હતા. માખણ ફ્રીજમાંથી કાઢવાનું રહી ગયેલું. ચંદ્રકાન્તે માખણ ચપ્પુથી ટૂકડો કરી ટોસ્ટ પર મૂક્યું. ઝટ ઓગળ્યું નહીં. ‘યાદ છે કુશી, સુકેતુ નાનો હતો ત્યારે આમ માખણ જુએ કે ટોસ્ટ ઝૂટવી ભાગી જાય, એકલું માખણ જ….’ નીચું જોઈ એમણે ચા પીવા માંડી. કુસુમે ગમે તેટલું મન મજબૂત કર્યું હોય પણ એની આંખો ભરાઈ આવી એમ તો સુકેતુના બચપણની કેટકેટલી વાતો યાદ કરી શકાય ! નિરાલી નાનપણથી જ ભણેશરી અને ખૂબ સ્ફૂર્તિમય. અભ્યાસ સાથે ખૂબ પ્રવૃત્તિઓ. પતંગિયાની જેમ ઊડાઊડ. આમ પુસ્તકનો કીડો અને પાછું બેડમિંગ્ટન, સ્વીમીંગ અને એઈડસ અવેરનેસ માટે સમય કાઢે. સુકેતુ લહેરીલાલો. એમાં અવારનવાર તાવ. નિરાલી ચિડાય. આ બધાં ન ભણવાનાં નખરાં. ચાલ, મારી સાથે, તને સીધો દોર કરી નાખું. ભાઈબહેન લડે ઝઘડે, સુલેહનો સફેદ વાવટો ફરકાવે. ઘર જીવતું લાગતું.

સુકેતુને અહીં સુધી પહોંચાડવામાં ત્રણેય જણાંએ સાથે ધક્કા મારેલા. સુકેતુનાં ભણવાનાં છેલ્લાં બે વર્ષ અને નિરાલી ચિંતન સાથે કૉર્ટ મેરેજ કરી ચાલી ગઈ. પછી સુકેતુ ગંભીર બની ગયેલો, કુસુમને ગળે વળગી કહેતો,
‘મમ્મી, તમે લોકોએ કેટલી મહેનતથી ટીપીટીપીને માટલું ઘડ્યું છે ! થેંક્સ ફોર ધેટ. હવે તારે મને નહીં કહેવું પડે. તું અને પપ્પા, હું અને ચિત્રા આપણે ચારે ય…..
‘આ ચિત્રા કોણ વળી ? ગર્લફ્રેન્ડ ?’
‘વિચાર તો ગર્લફ્રેન્ડમાંથી લાઈફ પાર્ટનર બનાવવાનો છે. એ પ્રોજેક્ટ પણ મારો ચાલુ છે…..’
‘બદમાશ !’
ચિત્રા કોઈવાર ઘરે આવતી. બહુ ભળતી નહીં પણ કુસુમને થતું અચાનક કોઈ સ્વજન બની જાય એવી અપેક્ષા થોડી રખાય ? આજકાલ સૌ યુવાન-યુવતીઓને પોતપોતાનાં સપનાં હોય છે. સાથે રહેશે ધીમે ધીમે ભળી જશે, બાળકો થશે…. પણ ચિત્રા ન ભળી અને બાળકની તરતમાં ઈચ્છા પણ નહીં. કુસુમ અને ચંદ્રકાન્તને એમ કે ભલે. એ રીતે પણ સૌ સાથે તો છીએ. એમ તો ચિત્રા હસમુખ હતી, ઘરની વ્યવસ્થામાં થોડો રસ બતાવતી પણ એને તાગી શકાઈ નહીં.

લગ્ન પછીનો પહેલો અનુભવ.
હનીમૂન પરથી આવ્યા, બે દિવસ આરામ અને ઑફિસ શરૂ. બરાબર નવ વાગ્યે એ લોકોના બેડરૂમનો દરવાજો ખૂલે, ત્યારે બન્ને તૈયાર જ થઈને બહાર નીકળે. કુસુમે બીજીવારની ચા બનાવી હોય તે થર્મોસમાં ભરી રાખે. ચંદ્રકાન્તને બી.પી. ટેબ્લેટ્સ લેવાની એટલે કશોક ગરમ નાસ્તો બનાવી રાખ્યો હોય. આમ પણ લાડકા સુકેતુને રોજ બ્રેડબટર ન ખપતું. એટલે કુસુમને થતું બે ને બદલે ત્રણનો નાસ્તો કરવામાં શું જોર પડે છે ! પહેલે જ દિવસે ઉતાવળે નાસ્તો કરી દીકરો-વહુ નીકળી ગયાં કે કુસુમ સુકેતુએ ફંગોળી દીધેલાં કપડાં લઈ મશીનમાં નાંખવા એમના રૂમમાં જવા ગઈ, જોયું કે બારણું લૉક હતું ! કુસુમ હૅન્ડલ પકડી સ્તબ્ધ ઊભી રહી. સુકેતુ-ચિત્રા એમનો બેડરૂમ લૉક કરીને ગયા છે ! એ શું દીકરો-વહુના રૂમમાં ખાંખાખોળાં કરવાની હતી ? હૃદયને ધક્કો લાગ્યો. થયું ચૂપ જ રહું. આવી નાની નાની વાતથી જ સાસુ વહુના ઝઘડા….
‘અરે કુસુમ ! આમ શિલ્પકારે મૂર્તિ ઘડી હોય એવો પોઝ કેમ ? વાહ ! શું તારી બૉડીમાં ગ્રેસ છે !’
‘શું તમે સવારમાં !’ કુસુમે હેન્ડલ પરથી હાથ ખેસવી લીધો. રસોઈ કરતાં કરતાં વિચારી લીધું. પોતે કાંઈ ન બોલવું. બપોરે બાઈ આવે અને ઘર સાફ નહીં થાય એટલે એ જ રૂમ ખુલ્લો મૂકશે. મારી લાગણી દુભાઈ છે એમ તો ન જ બતાવવું.

ત્રણેક દિવસ પછી નાસ્તો કરતાં સુકેતુએ કહ્યું : ‘મૉમ ! મારું વ્હાઈટ ટી-શર્ટ નથી મળતું. ધોબીને ત્યાંથી કપડાં નથી આવ્યા ? ટ્રાઉઝર્સ, શર્ટસ દેખાતાં જ નથી.’
કુસુમે શાંતિથી કહ્યું : ‘સુકેતુ, તારાં કપડાં ધોવામાં જ નથી આવ્યાં તો ધોબી ક્યાંથી આપે ?’
‘એટલે ?’
ચિત્રા ઊભી થઈ ગઈ.
‘લેટ્સ ગો. મોડું થાય છે !’
‘ના ભઈ. તારે નીકળી જવું હોય તો જા. મારે તો આ સૉર્ટઆઉટ કરવું જ પડશે. કાલે ઑફિસે શું પહેરીશ ?’ ચિત્રા બેસી પડી. સુકેતુએ ડીશ ધરી. કુસુમે બે ઈડલી વધુ મૂકી.
‘બેટા ! તમારો બેડરૂમ બંધ છે ને ! કચરાં-પોતાં ય નથી થયાં અને તમારાં લોકોનાં કપડાં ય ધોવાયા નથી.’
‘વ્હોટ !’ સુકેતુનાં હાથમાં ચમચી રહી ગઈ.
‘બેડરૂમ બંધ છે ? શું કામ ?’
ચંદ્રકાન્તે કહ્યું : ‘એની અમને તો કેમ ખબર પડે ?’
સુકેતુએ ચિત્રા સામે જોયું.
‘અ…હા…. સુકેતુ, મેં જ લૉક કર્યો હતો. યુ. સી. આપણે બહારથી આવ્યા પછી સામાન એમ જ વેરવિખેર પડ્યો છે એટલે… મને… એમ કે-’
સુકેતુ ઈડલી પડતી મૂકી ઊભો થઈ ગયો.
‘ચિત્રા, વૉટ ઈઝ ધીસ ? આ ઘરમાં કોઈ રૂમ હજુ સુધી લૉક નથી થયો. એની તો ચાવી છે કે નહીં. એની જ….’ આઈ એમ સૉરી કહેતી ચિત્રા ઊભી થઈ ગઈ. પર્સમાંથી ચાવી મૂકી બહાર નીકળી ગઈ. ઘડીભર સંકોચસહ સુકેતુ ઊભો રહ્યો પછી એ પણ ચાલી ગયો.

આવાં ઝીણાં ઝીણાં પ્રસંગોનું જાળું ગુંથાતું ગયું અને એક દિવસ એવો આવીને ઊભો રહ્યો કે જે દિવસે સુકેતુએ કહ્યું : ‘મમ્મી, અમને બન્નેને બેંગલોરમાં બહુ જ સારી જૉબની જોઈન્ટ ઑફર આવી છે. એટલા સારા પ્રોસ્પેક્ટ છે. ઘર, ગાડી બધું મળશે યુ નો. તું અને પપ્પા આવતા રહેજો. આપણે સાઉથની ટૂર પર જઈશું.’ સુકેતુ ઉત્સાહથી બોલતો હતો. પણ કુસુમને જુદું જ સંભળાતું હતું. મમ્મી, અમે જઈએ છીએ. કારણ કે અમારે સ્વતંત્ર રહેવું છે. ચિત્રાને સાસુ-સસરા સાથે રહેવું પસંદ નથી. તમારે ત્યાં કોઈક જ વાર આવવાનું છે.
કુસુમે હસીને કહ્યું, ‘એ તો બહુ જ સારી વાત છે. આવી તક વારે વારે થોડી મળે છે ? તમારે જવું જ જોઈએ.’
ચિત્રાએ કહ્યું : ‘જોયું ? હું શું કહેતી હતી ! પપ્પા-મમ્મી રાજી થશે. ઉલટાનું તું મૂંઝાતો હતો.’ બન્ને ઑફિસ ગયા પછી કુસુમ અને ચંદ્રકાન્ત બપોરે ચા પીતા હતા ત્યારે કુસુમે કહ્યું, સુકેતુ-ચિત્રા બૅંગલોરમાં સેટલ થવા જાય છે. બન્નેમાંથી કોઈએ કશું ન કહ્યું. બાલ્કનીની પાળી પર બેસી કાગડો સૂની તપતી બપોરને ઠોલી રહ્યો હતો.

અને આજે સુકેતુ ચિત્રા બન્ને જઈ રહ્યા હતા. બન્નેએ કુસુમ-ચંદ્રકાન્તને પગે લાગવાનું કર્યું. સામાન કારમાં ગોઠવાઈ ગયો હતો. કુસુમે નક્કી કર્યું હતું. હસીને જ વિદાય આપીશું. કોઈના વિના જીવનનો અંત નથી આવી જતો, પોતાનું ઘર છે. ચંદ્રકાન્તની ગ્રેજ્યુઈટી-પેન્શનની આવક છે. ઘણાં મા-બાપોનાં નસીબમાં એ પણ નથી હોતું. બે-ત્રણ દિવસ, ખૂબ સૂના ગયા. એક સાંજે ચંદ્રકાન્તે કહ્યું : ‘ચાલ, દરિયાકિનારે ઈવનિંગ વૉક માટે જઈએ.’
‘અરે પણ….’
આગળ શું બોલવું તે કુસુમને ન સૂઝ્યું. રીટાયર થયા પછી ચંદ્રકાન્ત કાયમ ચાલવા જતા, પણ કુસુમ ન જતી. સુકેતુ વહેલો આવતો. ભૂખ, ભૂખ કરી એની પાછળ પડી જતો. એને ભાવતું ડીનર અને બ્રેકફાસ્ટની તૈયારી સાંજથી જ કરવી પડતી પણ આજથી હવે ભાવતી વાનગીઓ કોને માટે રાંધવાની હતી ? કુસુમ તૈયાર થઈ નીકળી પડી પતિની સાથે. સૂર્યાસ્તનાં ખુશનુમા વાતાવરણમાં ખૂબ સારું લાગ્યું. પાણીપૂરી ખાધી, ચંદ્રકાન્ત કુસુમને પિક્ચરમાં લઈ ગયા. એના પછીને દિવસે ઈવનિંગ વૉકના મિત્રો સાથે ગાર્ડન પાર્ટી કરી અને તેમની પત્નીઓને પણ બોલાવી વૉકિંગ લેડીઝ કલબ બનાવી. સૌ એકમેકને ઘરે કે બહાર મળતા. ક્યારેક ફિલ્મ, તો ક્યારેક સિનીયર સીટીઝન્સ હોમની મુલાકાતે જતા.

કુસુમને સલવાર કમીઝ, ટ્રાઉઝર્સ, જીન્સ ખૂબ કમ્ફર્ટેબલ લાગતાં. મિસીસ મિરચંદાની જ ખેંચી ગઈ શૉપિંગ કરવા. દર રવિવારે સવારે સુકેતુનો ફોન આવતો. ન એકલાની, ન પૈસાની કોઈ વાત તેઓ ન કરતા. એકાદ વખત સુકેતુ ઢીલું બોલેલો.
‘જુઓ, પપ્પા-મમ્મી, એકાદ વર્ષમાં અમે બરાબર સૅટલ થઈ જઈશું. પછી તમારે આવવાનું છે.’
‘જોઈશું…જોઈશું. કેમ છો તમે બન્ને ?’ કહેતી કુસુમ વાતો કરતી રહેતી. કુસુમનાં મનમાંથી સુકેતુ ચાલી ગયાનો કાંટો નીકળી ગયો હતો. મુક્તિ, સ્વાતંત્ર્ય, મોકળાશ જીવનમાં પહેલીવાર જાણે પોતાના જીવનપર પોતાનો અધિકાર લાગતો હતો. આજ સુધી સંતાનો પાછળ કેટલી દોડાદોડ કરી હતી ! સ્કૂલના ઍડમિશનથી લઈ યુનિફોર્મ, ચોપડા, યુનિટ ટેસ્ટસ, સ્પોર્ટસ પ્રોજેક્ટ, અનેક જાતના કલાસીસ – શ્વાસ ખાવાની ફૂરસદ મળી નહોતી. કૉલેજમાં ગયા ત્યારે તો ઉલટાનું વધુ ધ્યાન રાખવું પડતું. નિરાલીનાં જાતભાતનાં ટાઈમ સાચવવામાં ખાસો સમય ગયો હતો. સુકેતુ પોતાની બાબતમાં ખૂબ બેકાળજી રાખતો. જાણે એ મોટો જ ન થયો હોય એમ વધુ ધ્યાન રાખવું પડતું. અને આજે અચાનક કિંમતી હીરાની જેમ સમય હાથ લાગી ગયો હતો. હરસુખભાઈનાં પત્ની પડી ગયા ત્યારે એણે કુંદનબહેનનું ખૂબ ધ્યાન રાખ્યું હતું અને પોતાનું ગર્ભાશયનું ઑપરેશન કરાવ્યું ત્યારે મિસીસ મિરચંદાનીએ તેની ઊભે પગે ચાકરી કરી હતી.

સમયનું લોલક સતત ચાલતું રહ્યું – એક દિવસ રવિવારની સવારે કૉલ કરવાને બદલે સુકેતુ પોતે જ આવી ગયો. મમ્મીને જોઈ ડઘાઈ જ ગયો, શૉર્ટકટ વાળ, જીન્સ અને લખનવી કૂરતી અને પપ્પા યોગાસન કરી રહ્યા હતા.
‘અરે મમ્મી ! આ… આ તું પપ્પા, તમે એકદમ ટ્રીમ અને ફીટ લાગો છો !’
‘ત્રણ મહિના પછી મૅરેથૉન છે. અમે બન્ને સિનીયર સીટીઝન કેટેગરીમાં ભાગ લેવાનાં છીએ. તમે બન્ને કેમ છો ? અને ચિત્રા ?’
‘શી ઈઝ ફાઈન. તમે તો આવતાં નથી, તમને બન્નેને મળવા ચાલ્યો આવ્યો.’
‘બહુ જ સારું કર્યું, બેટા !’

બીજે દિવસે બપોરે ચંદ્રકાન્ત સૂતા હતા ત્યારે સુકેતુનો ભાવતો નાસ્તો-ચા લઈ કુસુમ એના બેડરૂમમાં આવી. સુકેતુ ખુશ થઈ ગયો. મકાઈની ઉપમા મમ્મી સુપર્બ બનાવતી હતી. કુસુમે ચાનો કપ આપતાં કહ્યું,
‘હવે કહે, શું કામ આવ્યો છે ?’
સુકેતુ ચમકી ગયો.
‘તું… તને…. કેમ ખબર પડી કે…. હું કંઈ કામ માટે આવ્યો છું.’
‘તારે કહેવાનું થોડું હોય ? તારી મા છું, બોલ.’
બોલતાં પહેલાં સુકેતુની આંખો ભીની થઈ ગઈ.
‘સાચું કહું મા ! તને બહુ મીસ કરું છું. પપ્પા બહુ યાદ આવે છે. તમે બન્ને મારી સાથે ચાલો. લેવા જ આવ્યો છું. તારી ના સાંભળવાનો નથી.’
‘અને ચિત્રા ?’
‘એ….એ.. પણ તમને મીસ કરે છે. ખુશખબર છે. એ પ્રેગનન્ટ છે.’
કુસુમ સમજી. ચિત્રાને અત્યારે જૉબ વત્તા પ્રેગનન્સી એટલે કોઈની જરૂર છે. ઘરનું ધ્યાન રાખનારી, એની સેવા કરવાની. દીકરાને ઘરે સંતાન એટલે તો કોઈ પણ મા ઘેલી થઈ દોડી જાય. સુકેતુ એને ખરેખર મીસ કરે છે, પણ એના જવાનું અસલી કારણ ચિત્રા હતી.
એણે હેતથી સુકેતુને કહ્યું : ‘તમારે ઘરે પારણું બંધાશે એથી તો હું ખૂબ રાજી થઈ. પણ એવું છે બેટા, હું અને તારા પપ્પા સાવ અપરિચિત વાતાવરણમાં સૅટ ન થઈ શકીએ. પાછું બે મહિના પછી મારી સિતારની ઍકઝામ છે. બૅંગલોર ક્યાં દૂર છે ? તું દર પંદર દહાડે પ્લેનમાં શનિ-રવિ આંટો મારી જાય તો ? તમને બેય ને પગાર સારો હશે, એટલે પરવડે પણ ખરું.’

સુકેતુનો ચહેરો ઝાંખો થઈ ગયો.
‘એટલે તું ચોખ્ખી ના પાડે છે, એમ કહે ને !’
કુસુમે મન કઠણ કર્યું.
‘જો આવા પ્રસંગે તો ચિત્રાને એની પોતાની મા કે બહેન હોય તો વધુ ગમે… એટલે તો બધાં પહેલી સુવાવડ પિયરમાં કરે ને ! સાંભળ્યું છે ચિત્રાના મા બૅંકમાંથી ગયે વર્ષે જ રીટાયર થયાં છે અને હૈદ્રાબાદ રહે છે ને !’
‘પણ મમ્મી, તારી તોલે કોઈ આવે ?’
‘એ તો સુવાવડ આવે ત્યારે મને બોલાવજે ને ! ને જો ચિત્રાને કહેજે ડીલીવરી પછી મહિનો માસ આરામ કરવો હોય તો ખુશીથી આવે. હું એને તેડવા આવીશ બસ ! બોલ, હવે ડિનરમાં શું ખાશે ?’
સુકેતુ ઊઠી ગયો, ‘મારા ફ્રેન્ડસને મળી આવું…’ અને કુસુમ કંઈ બોલે એ પહેલાં સુકેતુ ઘરબહાર નીકળી ગયો. કુસુમ ધીમે પગલે બેડરૂમમાં આવી. મનને સખત ઠેસ લાગી હતી. એનાં વૉકીંગ લેડીઝ ગ્રુપનાં રમાબહેન પટેલ કહેતાં, ‘છોકરાંઓ હવે માને નથી બોલાવતા, જાણે કામવાળીને બોલાવે છે. હું બે વાર અમેરિકા જઈ આવી પછી રામરામ કરી દીધા. પહેલાં સાસુની ઊઠવેઠ કરી પછી પંડનો સંસાર ચલાવ્યો અને પોતરાંનાં ડાયપર બદલાવવા આટલે દૂર ઈકોનોમી કલાસમાં ટીચાઈને જવાનું ? ના રે બાબા, જે શ્રીકૃષ્ણ !’

પતિને ઊઠી ગયેલા જોઈ એ પાછી કિચનમાં આવી. ચા મૂકી. પાણી ઊકળવા માંડ્યું, પોતાનો સુકેતુ એને નોકરાણીની જેમ બોલાવે છે ! જોરથી રડી પડવાનું મન થયું. ચામાં દૂધ નાખ્યું, ફરી ઊકળી. ચા ગાળી કપ ભરી ટેબલ પર મૂક્યો. હાથ-મોં ધોઈ ચંદ્રકાન્ત ટેબલ પર આવી ગયા હતા. એમણે આતુરતાથી પૂછ્યું :
‘હું બધું સાંભળતો હતો હોં, બેડરૂમમાં ! શું કહેતો હતો, સુકેતુ ? આપણને યાદ કરે છે ને ! પોટલાં બાંધ ઝટ, કુસુમ. તેડવા આવ્યો છે, વટકે સાથ જશું.’
કુસુમ અચકાઈ ગઈ પછી હિંમત કરી કહી નાખ્યું, ‘સુકેતુ કહે છે એને આપણી યાદ આવે છે પણ… ચિત્રા પ્રેગનન્ટ છે. ઘર સંભાળી ઢસરડા કરવા….. માટે….’
ચંદ્રકાન્તે જોરથી રકાબી નીચે મૂકી. ચાનાં લગીર છાંટા ઊડ્યા. અચાનક રોષથી એમણે કહ્યું : ‘અને તેં ના પાડી દીધી કેમ ! એક તું અને તારું અભિમાન…!’

કુસુમ આઘાતથી ઠરી ગઈ. જીવનમાં કોઈએ એને કદી આમ શબ્દોનાં અંગારા ચાંપ્યા ન હતા. પતિ અને પુત્ર બે પુરુષો વચ્ચે ભીંસાઈ ગઈ હોય એમ એ બાલ્કનીમાં આવીને ઊભી રહી. સૂની બપોર પર વૃક્ષોની છાયા ઢળવા માંડી હતી. એનાથી ડરતો હોય એમ કાગડો બાલ્કનીની પાળને છેવાડે, કૂંડા પાછળ ભરાઈને ચૂપ બેઠો હતો. અચાનક તુલસીનાં છોડમાંથી ડાળી ખેંચી લઈ સામેના વૃક્ષ પરનાં માળામાં ગોઠવવા માંડ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અંતર-દ્વાર – ડૉ. ચન્દ્રકાન્ત મહેતા
માવો, બાવો અને ભેંસ – ડૉ. નલિની ગણાત્રા Next »   

62 પ્રતિભાવો : તુલસીની ડાળખી – વર્ષા અડાલજા

 1. Prutha says:

  મને તો ખબર નથી પડતી કોઇ ક્યારે સમજશે સ્ત્રી અને અને એની ભાવનાઓને…??

  ખુબ જ હ્રદયસ્પર્શી વાર્તા…..

  • Moxesh Shah says:

   Prutha ben,
   મને તો ખબર નથી પડતી, અહીયા કઈ સ્ત્રી ને સમજવાની છે? ચિત્રા અને એની ભાવનાઓને કે પછી કુસુમબેન અને એમની ભાવનાઓને?

   ખુબ જ ગુચવાડા ભરી વાર્તા…..

 2. trupti says:

  Very nice story and very near to the reality.

  જરુરત પડી એટલે મા-બાપ યાદ આવ્યા!!!!!! વહુ તો પારકી હતી, પણ દિકરો તો પોતાનો હતો. પણ આ તો ઘર-ઘર ની કહાની છે. ખાસ કરી ને વિદેસ મા વસતા સન્ત્તાનો મા આવા વર્તન બહુજ સામાન્ય છે. મારે હિસાબે કુસુમબહેન નો નિર્ણય ખરો છે.

 3. Neha says:

  nice story,Thanks.

 4. Vipul Panchal says:

  Real Ghar Ghar Ki Kahani.

 5. Himanshu Zaveri says:

  ઘણી જ સુંદર વાર્તા, ખરેખર સ્ત્રીના મનની બધી જ વાતો સમજ્વા માટે ઘણી કુનેહ જોઈએ. એક વાત ન ગમી કે આજકલ જાણે વિદેશમા રહેતા પરિવાર માટે મોટેભાગે એક પુર્વગ્રહ રાખીને વાર્તાઓ મા ઉદાહરણ આપવામા આવે છે, હુ અહી USમાં આવ્યો ને આઠ વર્ષ થયા, પણ મે કદી નથી જોયુ કે મા-બાપને નોકરની જેમ રાખવામા આવે છે કે તેમને ઇન્ડીયાથી એટ્લા માટે બોલવવામા આવે કે તેમના પોત્ર-પોત્રીઓ ને સાચવે. ઉલટુ જ્યારે-જ્યારે ઇન્ડીયા જઈએ ત્યારે આ દ્શ્ય જોવા વધારે મળે છે. well આટલુ એટલા માટે કહ્યુ કે જે લોકો ને સાચી વાતો ખબર ન હોય છતા વગર જાણ્યે અભીપ્રાય આપે છે, તેમને જાણ થાય. પણ આટલુ ઉમેરવા માંગુ છુ કે ” કાગડા બધે જ કાળા હોય છે ” પરંતુ એને કારણે આપણે બધાને એક જ લાકડીએ ન હંકારીએ.

  • Veena Dave, USA says:

   ઝવેરીભાઈ,
   You are right.

   રમાબેન પટેલની વાત છે એ. મે એવા માણસો ને જોયા છે કે જે કહેતા હોય કે અમે તો વહુને નોકર જેમ રાખીએ અને જેમણે મા, પત્નિ અને દિકરાની વહુને નોકર જેમ રાખ્યા હોય્.

   બાકી તમે અહિ જુઓ તો ઘણા યુવાન્ સન્તાનો મા-બાપ્/દાદા-દાદી ને લઈને આખુ અમેરિકા ફેરવતા હોય છે. શનિ-રવિમા મોલ અને મન્દિર લઈ જતા હોય છે. એ સન્તાનો એ અહિ સેટલ થવામા કેટલુ સ્ટ્ર્ગલ કર્યુ છે એ મા-બાપ થી છુપાવ્યુ હશે કે તેમને દુખ ના લાગે. ખરુ ને?

   • Prutha says:

    I agree wid veenaben..
    i am living in australia n m student here.. m struggling here not for myself but m doing it all jst 4 my family..
    n it happens so many times that i have to share all my sorrows wid myself only..

  • Riya says:

   Zaveri bhai I agree with you 100%. It is not wise to judge everyone with same view point. I do belive that there might be some who called their parent to US to raise their child but not all treat them bad. I my self have my in-laws in US and I am very thankful that they have put soo much effort and time raising my son but I always try to take care of them them and make them feel confortable here. If they have this big heart to do soo much for me why i don’t concider doing something good for them. They came here thiking that once the their grandson is 2 years old they will go back but they are so nicely settled with their aged group and family memebers that now they dont’ want to ever go back. Not every parents have to go thru samething when they moved to US to live with their son. Not all the bahus are bad. And the reality is that “તાળી કોઇ દિવસ એક હાથે ના પડે”. if things go wrong in family matters there is always wrongness of both sides, not only one.

 6. Balkrishna Shah,Vile Parle says:

  આવી વાર્તાઓ અને પ્રસંગોની હવે કંઇ નવાઈ નથી. પરંતુ માનવ સ્વભાવ છે કે એક બાજુ વંચાતુ જાય અને ભુલાતુ જાય એટલે
  વિચારોને અકબંધ રાખવા માટે રીવીજન તરીકે આવી વાર્તાઓ અને પ્રસંગોની જ રુરીયાત છે. બાકી વર્ષાબેન અડાલજાની કલમ હોય ઍટલે અથથી અંત સુધી વાંચવું જ પડે.

 7. Chintan says:

  ખુબ સુન્દર અને આજના યુવાનોને સમજવા જેવી વાત.

 8. સાચું કહું તો થોડું વધારે પડતું જ extreme ચિત્રણ જોવા મળ્યું આ વાર્તામાં.. ખેર, વાર્તા છે એટલે વધારે seriously લેવાની જરૂર પણ નથી … અને generalize પણ ન કરી શકાય…

  પણ તે છતાં, એક સોફ્ટવેર એન્જીનિયર અને ગુજરાતથી અને માવતરથી દુર રહેતો હોવાને લીધે આ ચીજ જરૂર અનુભવી શકું… તે એટલાં માટે કે હું મારી વાત કરું તો,
  ૧. હું બની શકે તો રોજ, અથવા દર બીજે દિવસે ઘરે ફોન પર વાત કરું અને એ પણ ઓછાંમાં ઓછું અડધો-પોણો કલાક.
  ૨. મમ્મીના વાળ, કે કપડાં પહેરવાની રીત તો અલગ વાત છે પણ ઘરમાં બપોરે શું બન્યું હતું તેની પણ મને ખબર હોય છે.
  ૩. એ બંને જણાંની રોજબરોજની પ્રવૃત્તિઓનું મને detail માં જ્ઞાન હોય છે.
  ૪. હું જ્યારે પણ કોઈ interview આપું તે પહેલાં જ એ લોકોને ખબર હોય કે હું આજે કે કાલે કોઈ interview આપીશ.
  ૫. અને આવા બીજાં ઘણાં બધાં ઉદાહરણો…

  બાકી વાર્તામાં બતાવ્યાં પ્રમાણેની પરિસ્થિતી સાચે જ હોય તો એનાં આધારે વાર્તાની જાળવણી ઘણી જ સરસ .. વર્ષાબેન અડાલજાની કલમ હોય એટલે વાર્તા તો સુંદર જ હોવાની…

  • bhavin says:

   Marry a working girl and then see….
   They are too much egoistic..

   • trupti says:

    Bhavin,
    I do not agree with you. I am also working and taking care of each need of my family members including my own parents. The clash of ego between the family members happens even in case of non-working wife also; you cannot generalize the statement and measure every working girl with the same scale. I have seen so many working women balancing the professional as well as the personal life systematically and successfully. On the other hand, the husbands of the working woman needs to change and should become helping hand to their wives, infect, they cannot balance both. To give a simple example, when I go to my daughter’s school for an open house, the same is attended maximum by the mothers and the presence of the fathers is very scanty. Why is not the responsibility of the father to take active interest in the growth of the children? If the child misbehaves or falls in the bad company, only the mother is blamed, whereas it is a joint responsibility of both the parents to take care of the child, on the other hand if the child does well in his/her studies or becomes a responsible citizen, the credit is taken by the father alone. Why there is double standard? The man and the woman are the two wheels of the ‘life cart’ and both of them have to walk hand in hand and in the same line with the same wavelength.

   • Riya says:

    ભાવિન ભાઈ લાગે છે કે તમારા વાઈફના માટે પૈસા નુ મુલ્ય વધુ છે relationship કરતા.

    • કલ્પેશ says:

     Please refrain from making personal comments.
     Bhavin didn’t say anything of his personal life.

     If you look at the comments, it seems everyone is either biased or generalizing.
     I too generalize from time to time. But I think, I will keep a watch on myself when I speak/think of making generalizations like “ફલાણા લોકો તો આવા જ અથવા આવુ જ….”

     • કલ્પેશ says:

      I am sorry. I don’t mean everyone is generalizing.
      Please read it as “many of us”.

      My sentence came to bite me 🙂

   • chaaya S says:

    Bhavinbahi,

    FYI____
    that’s not 100% true. there are many working women out there they take family responsibility and respect their in-laws. also there are immature people: “અચાનક પૈસો હાથમા આવે તો સાથે સાથે અભિમાન પન આવિ જાય્”.

  • well, as I said, we can’t generalize the point of view of the author…

   Author might have written based on his/her experiences or things happening in his/her surroundings.

   So, best way is to place our point of view and our experiences if we fall in the category of the characters of the story, so that, other readers who have never came across such situations or are not much aware of the situations of the characters, viz. a viz. the readers who fall under the characters’ category, can have the wider view of such situations.

   And in usual scenario as well, – it’s just common sense – that, however proclaimed the author may be, a story anyways remains a story, it can never be the standpoint of generalized nature. If I am to give any substantial example, then I’d refer to this – Not each of Murliprasad Sharmas, who is a “Bhai”, will behave as he did in the Munnabhai sequels !!!

  • Pankita Bhavsar says:

   લગન કરો એટલે ખબર પડે!!!! 😛

 9. Moxesh Shah says:

  વારા પછી વારો, તારા પછી મારો.
  આ જીન્દગી નુ ચકડોળ ચાલે છે…………………..

  મુરબ્બિ વર્ષાબેન કે અભિપ્રાય આપનાર કોઇ પણ વાચક ને એક વાર્તા “ચિત્રા” ના મમ્મી ને ( જે પણ એક સ્ત્રી જ છે) કેન્દ્ર મા રાખીને પણ વીચારી જોવા વિનન્તી.

  વાર્તા તો વાર્તા છે, બાકી સિક્કા ની બીજી બાજુ પણ હોય જ છે.

  આ સાથે મ્રુગેશભાઈ ને વાર્તા સ્પર્ધા – ૨૦૦૯ મા મોકલાવેલ મારી વાર્તા રીડ ગુજરાતી પર મૂકવા નમ્ર વિનન્તી.

 10. preeti dave says:

  વાર્તાના વલોણા કરતા વાઁચકો ઘણુ નવનીત તારવી લે છે. 😀
  @ bhaavin- one should express once feelings but he/she can not generlize it for every working girl. i agree with Trupti..

 11. Jinal Patel says:

  મારા મતે આ એક ખોટો પુર્વગ્રહ બન્ધાઈ રહ્યો છે. અમેરિકા મા મા-બાપ ને ફક્ત એટ્લા માટે બોલાવવા નો આગ્રહ રખાય છે કારણ કે બાળકો ને Indian cluture અને વાર -વ્યવહાર અને તહેવાર ની નાનપણ થી સમજ મળે અને તે લોકો 100% westernize ના થઈ જાય વળી, parents ને પણ retired life મા અમુક વખત એકલતા કોરી ખાતી હોય છે. દેશમા અએક્લા રહે તો સાજા-માદા વખતે કોઇ પોતાનુ નજિક ના હોય ઍટ્લે બન્ને પક્ષે ચિન્તા રહે. and most important, આપણે બધા એ practical life જ જિવવી પડે છે. આ બધા મા જો સમજણ પુર્વક નો રસ્તો કાઢ્વો હોય તો parents or parents in law ને અહિ બોલાવવા જ પડે. અને બાળકો પણ પોતાના બા-દાદા જોડે એટ્લા ભળી જતા હોય છે કે ખાતા ખાતા પહેલા બા ને પુછે કે એમણે દવા ખાધી કે નહિ. હવે કોઇ પણ બા-દાદા ને ઍમની મુડી નુ વ્યાજ આવુ પુછ્તુ હોય તો India અથવા અહિયા એક્લા રહેવાનુ ગમે.?
  As, usual Varshaben did a good job writing the story which is focusing on “women finding her own self in her own”

 12. Margesh says:

  Wondurful but realistic Story.

 13. આપણે પશુ-પંખીઓ પાસેથી થોડું આ બાબતે શિખવું રહ્યું!

  બચ્ચા મોટાં થાય એટલે માળો છોડી જાય!

  ક્યારેક મા-બાપ એવું સમજે છે કે અમે સંતાનોને મોટાં કર્યા, ઊછેર્યા, ભણાવ્યા-ગણાવ્યા એટલે પહેલો મા-બાપનો જ હક.
  સંતાનોને જો સારા ભણતરની સાથે સારા સંસ્કાર મળ્યા હશે તો એ જિંદગીભર કામ આવશે.

  લગ્ન પછી અલગ રહેવાની કે એ પહેલાં અલગ રહેવાની વાતને લાગણીના સંદર્ભે ન જોતાં વાસ્તવિકતા અને બદલાતા સમયને અનુલક્ષીને ધ્યાનમાં લેવી જોઈએ.

  મા-બાપ શું ઈચ્છે? સંતાનનું ભલું જ ઈચ્છે. પછી એ સાથે રહે કે અલગ. લાગણી સામે કોઈ માગણી આવે એટલે એ લાગણી ન રહેતા એક વહેવાર બની જાય.

  • Moxesh Shah says:

   Dear Sir,
   The best reply. I 100% agree with you, sir.

   I think the story itself is confusing. The theam of the story until its end was regarding the conflicts in relationship between ‘Son-daughter in law’ and their parents, but unfortunately in the last it has been diverted to the feeling of women. And hence the replies are also not consistent.

  • જય પટેલ says:

   શ્રી નટવરભાઈ

   માનવીય સંવેદનાઓને પશુપંખીઓ સાથે સાંકળવાના અભિપ્રાય સાથે સંમત થવું થોડું અઘરૂ છે.
   બચ્ચાં મોટાં થાય એટલે માળો છોડી જાય. આ અર્થઘટનને માનવ જીવન સાથે સાંકળવું યોગ્ય નથી.
   મારા બે સગાંમાંથી એક આ આઘાત સહન ના કરી શકવાથી સ્વર્ગવાસી થયાં અને બીજાને હાર્ટ-એટેક આવ્યો.

   બાળકો પરણે એટલે જુદા થાય જેવી ઘટના અતિ-સામાન્ય થઈ ગઈ છે છતાં દરેક માબાપ ભારે હ્રદયે બાળકોને વસમી વિદાય આપે છે. ગમે તેવો ભણેલો ગુજરાતી હશે અને વિશ્વના ગમે તે ખુણે વસતો હશે પણ કદી નહિ ઈચ્છે કે બાળકો પોતાનો અલગ માળો બાંધે.

   રમાબેન પટેલની કોઠાસુઝ ગમી.
   ના રે બાબા જે શ્રીકૃષ્ણ..!!
   અમેરિકાની કડવી વાસ્તવિકતા.

   રમાબેન પટેલના…સેલ્ફ રીસ્પેકટેડ એટીટ્યુડને સલામ.

   • સ્નેહી શ્રી જયભાઈ,
    આપનો આભાર કે આપે મારા પ્રતિભાવનો પ્રપ્રતિભાવ આપ્યો. પંખી માળો છોડી જાય એ એક પ્રક્રિયા છે. પંખીઓ સંસ્કાર નથી સિંચી શકતા એમના સંતાનોને. આપણે માણસોને એ એક આશિર્વાદ મળેલ છે.
    જો સંસ્કાર સિંચન સંતાનોમાં થયેલ હશે. તો ‘માનવ પંખી’ ઉડવા પહેલાં વિચાર કરશે.

    બાળકને ત્યાગવાની વાત નથી. એના ઉત્થાનની વાત છે.
    ‘માળો છોડવા’ની ઉપમાને માણસે સમજવી જોઈએ. સમય સમયનું કામ કરે છે અને બાળક મોટાં થાય પણ દરેક મા-બાપ માટે એનો બત્રીસ વરસનો પુત્ર ‘બાબો’ જ રહે છે અને પુત્રી ‘બેબી’ જ રહે. આવા સંતાનો એના સંતાનો સાથે આવું જ કરે. આને આ ચક્ર આમ ચાલ્યા કરે.

    આપણે ભારતિયો આપણા સંતાનોને ક્યારેક મોટા થવા જ નથી દેતા. એમના દરેક નિર્ણયની વિવેચના કરવામાં આવે.
    ક્યારેક ઈમોશનલ બ્લેક મેઈલિંગ કરવામાં પણ ભણેલ ગણેલ મા-બાપો અચકાતા નથી. અને સંતાનો અંદર અંદર માનસિક વિંટબણા અનુભવતા રહે છે જિંદગીભર.

    લાગણીના સિંચન હોય. લાગણીના પુરના હોવા જોઈએ એક ઉંમર પછી. નહિંતર બધુ જ ધોવાય જાય.
    સંતાનોને મોટાં થવા દો. એમના નિર્ણયો લેવા દો. એમને સલાહ આપો; એ સલાહનો અમલ થાય જ એવો દુરાગ્રહ ન કરવો. એમની લાગણીને માન આપો. માગણીએ એક હદમાં રહીને સંતોષો. સંતાનો છે કંઈ સંપત્તિ નથી! અને જો સંપત્તિ જ હોય તો પછી લાગણીને અપેક્ષા ન રાખો.

    ખેર! હું તો બહુ સામાન્ય માણસ છું !
    સર્વેની સુખ દુઃખની વ્યાખ્યા અલગ હોય છે.

    • માફ કરશો મને જયભાઈ અને મિત્રો,

     આતો અક્ષ્રરનાદ પર શ્રી જીગ્નેશ અધ્યારુજીએ મુકેલ મારા પ્રિય હરિન્દ્ર દવેજીની પંક્તિ મને આપણી ચર્ચા માટે યોગ્ય લાગી એટલે ફરી ગુસ્તાખી કરી રહ્યો છું

     કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો,
     આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

     અને માબાપો એટલ અપેક્ષાનો સાગર. ગાગરમાં જ્યારે સાગર ન સમાય અને ત્યારે તકલીફ તો થાય જ.

    • trupti says:

     નટવરભઈ,

     હુ તમારી સાથે ૧૦૦% સમત છુ.

    • જય પટેલ says:

     શ્રી નટવરભાઈ

     અગણિત આહુતિઓ આપી સંતાનોને ઉછેરી…કેળવી જો દરેક માબાપે તેમને પ્રગતિ…સ્વતંત્ર નિર્ણયો લેવા ખાતર અલગ જ કરવાના હોય તો પછી ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ક્રાંતિ આવી જશે..!!
     આપે કહ્યું તેમ…જો સંસ્કાર સિંચન સંતાનોમાં થયેલ હશે તો માનવ પંખી ઉડવા પહેલાં વિચાર કરશે.
     આ થિયરી મુજબ તો ( ઑલધૉ સત્ય છે ) ગુર્જર સંસ્કારનું વિસર્જન ક્યારનુંય થઈ ગયેલું ગણાય.
     ભારતમાં સૌથી વધુ વૃધ્ધાશ્રમો ગુજરાતમાં છે.

     ઘરમાં થતા કંકાસનો માર્ગ બિસનેસ માઈંડેડ ગુજરાતીઓને નથી મળતો તેય સુખદ આશ્વર્ય છે અને તે પણ કેટકેટલા પોથીવાચકોની હયાતીમાં..!!

     ગુજરાતમાં જે ગતિથી કુટુંબો વિખરાઈ રહ્યા છે તે ભયસુચક છે.

  • Pragna says:

   100% correct!

   why to expect anything?

   સારા સન્સકાર આપ્નાર મા-બાપ ચે અને જો સન્સ્કાર આપ્યા હશે તો સન્તાન મા-બાપ નુ રુન કદિ નહિ ભુલે.

  • trupti says:

   મારા મતે દુર રહી ને જો પ્રેમ જળવાતો હોય તો પરણ્યા પછી તરત અલગ થઇ જવુ સારુ અને આવતા જતા રહેવુ. દરોજ ના ઝગડા થી આડોસી-પાડોસી નુ મનોરજન કરવા કરતા તો તે અતી ઉત્તમ્.

 14. Veena Dave, USA says:

  સરસ વારતા. પણ અન્ત ના ગમ્યો. કુસુમને પતિએ સાથ આપ્યો હોત તો ………..
  જ્યા અપેક્શા નથી ત્યા દુખ નથી.
  સન્તાનોને એમની રીતે જીવવા દો અને આપણા જીવન પર આપણો અધિકાર.

 15. nayan panchal says:

  ખબર નથી શું લખું, જલેબી જેવી વાર્તા છે…

  માતા-પિતા એટલા માટે દુઃખી થયા છે કારણ કે તેઓ પોતાનુ જીવન પુત્રને કેન્દ્રમાં રાખીને જીવ્યા. જ્યારે કેન્દ્ર જ ન રહે ત્યારે જીવન હચમચી જવાનુ જ. જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને કેન્દ્રમાં બનાવીને જીવન જીવીએ છીએ ત્યારે તે વ્યક્તિને આપણે એક રીતે આપણા જીવનનો દોરીસંચાર તેમને આપી દઈએ છીએ. આથી શ્રેષ્ઠ એ છે કે આપણુ જીવન વ્યક્તિકેન્દ્રી ન બનાવતા સિધ્ધાંતકેન્દ્રી બનાવીએ.

  વાર્તા છે એટલે કોઇકને ખલનાયક પણ બનવુ પડે, અહીં તે જવાબદારી ચિત્રા અને સુકેતુએ નિભાવી છે. લગ્ન પછી પુત્રની સ્થિતી એકદમ ક્રિટીકલ થઈ જાય છે. તેણે માતા-પિતા અને પત્ની બંને બાજૂનુ જોવુ પડે છે. આવી પરિસ્થિતીમાં તેણે પોતાની વિવેકબુધ્ધિથી જે સાચુ હોય તેની સાઈડ જ લેવી જોઈએ. પોતાનુ ઘર છોડીને આવેલી પત્ની પ્રત્યે બિનજરૂરી સહાનુભૂતિ બતાવવાની કોઈ જરૂર નથી કે માતા-પિતાના લાગણીભર્યા શબ્દોમાં આવીને તેમને અનુરૂપ વર્તન કરતા પહેલા પણ વિચારવુ રહ્યુ.

  સુકેતુનુ પાત્ર માનસિક રીતે મજબૂત નથી બતાવ્યુ. ચંદ્રકાંતભાઈએ પણ છેલ્લે પુત્રમોહમાં આવીને આજીવન સાથ આપનારી પત્નીનુ અપમાન કરી નાખ્યુ. પોતાના બે પ્રિય પાત્રો વચ્ચે ભીંસાવાની પીડા તો જે સેન્ડવિચ થયો હોય તે જ જાણે.

  નયન

 16. ભાવના શુક્લ says:

  નટવરભાઈની વાતમા પુર્ણ તથ્ય છે કે લાગણી મા માગણી તો પછી શાની લાગણી? સમજણનો સેતુ તો બન્ને બાજુથી જ બંધાય અને જોડાય. મને એચ વન બી વિસા મળ્યા અને સાસુ-સસરા,પતિ,બાળક અને નાના ભાઈ સાથે ના સહિયારા વસવાટને છોડીને અહી એકલી સર્વ પ્રથમ આવી તેમા સાસુ સસરા અને નણંદનો જે માનસીક, આર્થીક સહયોગ મળ્યો તેના માટે ભારતીય સમાજ રચના અને કુટુંબ સંસ્કારોની જીવનભરની ઋણી થઈ ગઈ.
  વાર્તા તો ખેર વાર્તા છે પરંતુ દરેક તેને પોતાની અને આસપાસની ઘટનાઓ સાથે સાંકળી વાસ્તવિકતા બક્ષે અને ત્યારે શરુ થાય છે મંથન…
  અમેરીકા અને તેના જેવા પાશ્ચાત્ય અને બહુ વિકસિત દેશો અને તેમા વસતા દિકરા – દિકરીઓ અને વહુ- જમાઈઓને જેટલો વાર્તાકારોએ અન્યાય કર્યો છે અને કરતા આવ્યા છે તેટલા મા-બાપો કે સાસુ-સસરાઓ હેરાન કદાચ ના પણ થયા હોય. એક સંપુર્ણ વિકસિત દેશમા આવી ને સ્થાન બનાવવુ અને ટકાવવુ એ ખુબ વિચાર માગી લે છે ન્યાયી થવા માટે. અહી પાનના ગલ્લે ગાડી ઉભી રાખી સરનામુ પુછી લેવા જેવુ સહેલુ કાઈ જ નથી, કશુ જ નથી. એક ગોઠવણ અને વ્યવસ્થા છે અને તમારી જાતને તેમા ગોઠવવી પડે છે.. એક સામાજીક અને લાગણી વિશ્વ માથી એક સ્વાભાવિક રીતે ધંધાદારી વિશ્વમા સંપુર્ણ માઈગ્રેશન એ સાદી વાત નથી. પણ ખેર વાર્તાના પ્રવાહને અનુકુળ ઉદાહરણ હોય કશુ વ્યક્તિગત લેવુ ને યોગ્ય નથી.

  • Nanda Bhatt says:

   Dear Bhana,

   Personal greetings from Nanda.
   I read your communts and felt that you could wirte in words what I also think. એક સામાજીક અને લાગણી વિશ્વ માથી એક સ્વાભાવિક રીતે ધંધાદારી વિશ્વમા સંપુર્ણ માઈગ્રેશન એ સાદી વાત નથી. Very right. I have experienced this myself as first comer of the family to the UK on work permit visa. To establish onself in a new country where you have no family, no big money in hand is not easy. I arrived to the London airport with 2 suitcases, it seven years now I have my two room apratment. I know what it takes through this journey.

   Nanda

   • Nanda Bhatt says:

    Sorry for the spelling mistake. Please read Bhavna

    • ભાવના શુક્લ says:

     બહેન શ્રી નંદાબહેન,
     આપના પર્સનલ ગ્રીટીંગ્સ માટે આપનો ઘણો આભાર. આપને તથા આપના કુટુંબીજનોને નવા વર્ષની શુભકામનાઓ. આપને મારા વિચારો ગમ્યા અથવાતો આપ પણ એવુ જ વિચારતા હતા તે જાણી આનંદ થયો કે ચાલો કોઇ વિશ્વના ખુણે આજે નવા વર્ષે આપણી સાથે અને આપણી ભાવનાઓ સાથે રીડ ગુજરાતી ના આ વિચારસેતુ થી જોડાઈ રહ્યુ છે. આવી જ રીતે અહી આનંદ પુર્વક મળતા રહીશુ.

     – ભાવના

 17. Vaishali Maheshwari says:

  Very touchy and practical story.

  According to me, in this story character Kusumben (mother) has taken a right decision.
  May be few of you might feel that it is a selfish decision, but this is the real time for her son Suketu to realize the real value of her Parents in his and Chitra – his wife’s life.

  On the other hand, Chandrakant (father) has forgotten all that he has gone through or may be he has a forgiving nature.

  Even if Kusumben decides to go Banglore, at Suketu and Chitra’s place, she should tell them how she and Chandrakant felt when they left them. It is important to make them realize in some or the other way.

  We can see this kind of story prevailing in many families these days.
  Children forget all that their parents have done for them all their lives, very easily.

  Thank you for this beautiful story, Ms. Varsha Adalja.

 18. Milin says:

  Why don’t some of the daughter in laws understand that they are also going to be mother one day and probably another mother in law? as you saw thy you reap….

  As I said before and in accordance to Natvar Uncle, “If you want to enjoy your rights, first be prepared to perform your duties” I bet your joy would be doubled and you will not have to fight for your rights there after.

  Instead, if Chitra would have given the news to her mother-in-law, the situation could have been different.

  I’m fully agree with the end of the story about the decision Kusumben has taken. As long as mother enjoy her duties she has certain rights too. But if you enjoy her duties and don’t give anything back (which she deserves of course since she has brought you up and done millions of things for you as a kid of her), its a wise decision for parents to let their kids go away.

  I feel that no matter how old are your parents, they never need you (understand here needs are physical) but no matter how old you are as kids you’ll feel great if your parents are around in your house.

 19. Rutvik Trivedi says:

  દરેક ઘરના રંગમંચ પર ખેલતી એક ખૂબજ સરસ વાર્તા…ઘર ઘરની કહાની ને કથા સ્વરૂપ આપવા બદલ આભાર….

 20. sima shah says:

  ખૂબ જ સરસ હ્રદયસ્પર્શી વાર્તા….
  કુસુમબેનનો જવાબ, પ્રતિભાવ બહુ ગમ્યું,પણ,
  એક જ વાત ખટકી કે આટઆટલા અનુભવો પછી અને આટલા વર્ષોના પત્નિના સાથ પછી પણ કોઈ
  પત્નિની લાગણી, ભાવના ન સમજી શકે તે કેવું?
  પુત્રપ્રેમમાં કોઈ આટલું બધુ તો પાગલ ના જ થાયને?
  વર્ષાબેનનો આટલી સરસ વાર્તા (હંમેશ મુજબ) આપવા બદલ આભાર.
  સીમા

 21. Rajan Soni says:

  I liked both story and comments by elder and experienced people 🙂

 22. Hardik says:

  “when love demands,you need a reality check” etle prem maan jyare aapva levanu aave tyare prem nathi hoto pan ek vyvhar bane che..aavu badhu to badhi books maan lakyu che toi aavu kem thai che..

  aa etlu j saachu che jetlu jyare prem ma ho chataye aapva levanu vicharvani jaroor pade..

  jem mahavire kahyu che ke jo maari shakti hoi to badhane sukh aapu jyare darek manas aa vastu samajshe tyare gender,religion,cast, color,relation,wealth,intelligentsia aava badha vaada tuti jashe..

  baaki to aa katha o chaale j raakhvani che..

 23. MRUDULA says:

  VERY GOOD STOREY , ONLEY WHO SUFER THEY ONLEY WILL UNDES TEND ABOUT MOTHERS DESESON……..

 24. sujata says:

  What would Kusum do if she was asked by her daughter to come and help during pregnancy and delivery? (being realistic and neglecting the negative shade given to Chitra’s character…)

 25. PINAKIN PATEL. SAUDI AREBIA says:

  very good story,,,end of story is like that, kusum husband must support her.
  anyway,,it is story,,,,

  thanks for good story

 26. pooja says:

  kyarek stri j stri ni dusman bane che…

 27. pooja says:

  kusum na pati. ane dikaro je varsho thi ek ghar ma che.. ee kusum ne support na aapi shkya ke samji nathi sakya… tho chitra ni vaat tho pachij aave.. pahela father ane son ee baneee samjvu jaruri ban che..

  good story..

 28. Nita says:

  of course the good story & after read all reply i want to tell this the real life that no 1 undrestand a lady & why we don’t understand our mother’s heart who always cares for us & why the boys r so selfish always.Hey bhagwan when these man understand woman.

 29. Jigna Bhavsar says:

  હું પુજાબેન જોડે સમ્મત થાઊ છું.

  હકીકત માં સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન થાય છે. અને હંમેશા માત્ર સાસુ- વહુ માં જ નહિ, મા- બહેન કે સખિ પણ હોય છે.

 30. Annonymous says:

  મને આ વાર્તા ખુબ જ ગમેી. સાચુ કહુ તો હુ ખુદ પન ઘર થિ બહાર રહુ છું. અને મારેી મમ્મિ ને બહુ મિસ કરુ છું. અને બસ થોદા જ સમય મા મારા પન લગ્ન થવાના છે. મારે પન આ બધેી વાત નુ ધ્યાન રાખવુ જ રહ્યુ.

  આ સાથે મને શ્રી નટવરભાઈ ના ઉત્તરો પન ખુબ જ ગમ્યા.

  આભાર વરશા બહેન. આભાર નટવરભાઈ.

 31. Ashish Dave says:

  It is always fun to read Varshbehn’s stories. I have enjoyed her father and her sister as well.

  Ashish Dave
  Sunnyvale, California

 32. Chandni snehalkumar bhatt says:

  I m also agee with Natavarbhai thai .
  કારણ્ કે હવેના સમય્ મા પોતાનો માળૉ છૉડ્વો જ પડૅ .
  માળો છોડવા’ની ઉપમાને માણસે સમજવી જોઈએ.

 33. Pankita Bhavsar says:

  Really a nice story!!!

 34. preeti says:

  nice story..
  n nice comments by readers..
  there are so many different views for the situation in the story…when everyone relate it with there own life..
  I think mother took right decision…coz if Chitra gave her some respect n love while she was leaving with the family..
  May be Kusumben would love to be with her in such special time of her life…
  સરસ વાર્તા…

 35. preeti says:

  koi mane kahi sake ke mane gujarati ma comment karvi hoy to છે kevi rite lakhvu…
  atyare hu bija ni comments ma thi copy kari ne lakhi rahi chhu…

 36. Ramesh Patel says:

  વાર્તા એ આજની વાસ્તવિકતાનું દર્પણ છે.શ્રી નટવરભાઈની વાત પણ
  વધુ અપેક્ષાને બદલે પરિસ્થિતિ સમજવા માટે નિર્દેશ કરે છે.પણ
  એક કડવી વાત આ પલટાતા સમાજ માટે કે માનવીય પાસા ભૂલી જઈ,
  પોતાની સ્વાર્થી રીત રસમ એજ મહત્ત્વનું એ માનવાનું અવમૂલ્યન છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 37. Rachana says:

  વાર્તા એક વાર્તા જ હતી વધારે કશુ નહી.દરેક વ્યકતિનુ સત્ય જુદુ હોય છે.દરેકને પોતાના સત્ય સાથે જીવવાનો અધિકાર છે.દરેકને પોતાનુ સુખ શોધવાનો અધિકાર પણ છે..ધ્યાન ફક્ત એટલુ રાખવુ કે આપણા સુખનો આધાર કોઈ વ્યકતિ પર કે પરિસ્થિતિ પર ન હોય…ખુશ રહેવુ એ સુખ છે…અને એ ખુશી આપણી અંદર જ હોય છે.

 38. reema says:

  khare khar varshaji ye purusho ni manovruti nu tadarsh nirupan kariyu chhe
  purush pati hoy ke putra kayam stree nu shoshan karto aviyo chhe
  stree ne kayam potana upyog ni vastu j manto aviyochhe,tene kayam potana karta utarti kakshaye jovama j tene bahu anand male chhe, bahu ochha purusho ne streeyo pratye adar hoy chhe

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.