એકડા બગડા આરામ કરે છે – વંદના ભટ્ટ

[જાણીતા વાર્તાકાર શ્રીમતી વંદનાબેનનું (વડોદરા) તાજેતરમાં પ્રકાશિત થયેલ બાળગીતોનું પુસ્તક ‘એકડા બગડા આરામ કરે છે’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428301427 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 002Picture 004[1] કોયલે પહેર્યા ચશ્મા

કોયલ એકલી ફરવા ચાલી ચશ્મા પ્હેરી કાળા
ડાળે-ડાળે શોધતી ફરે કાગડીના માળા

રંગ એનો રૂડો મજાનો જાણે વાદળની બેન
ટહુકા એના સાંભળી તડકાને ચડતું ઘેન

ચાળા એના પાડો તો સામા પાડતી ચાળા
કોયલ એકલી ફરવા ચાલી ચશ્મા પ્હેરી કાળા

વસંતને વધાવતાં એ કદી ન થાકે
કાચી કેરી ખાઈ-ખાઈ ચાંચ એની પાકે

શિયાળાને આવતો જોઈ મોં એ મારે તાળાં
કોયલ એકલી ફરવા ચાલી ચશ્મા પ્હેરી કાળા

ચશ્મા પહેરી કોયલે કર્યુ કેટ-વોક
બધા દેખતાં એ તો કદી ન કરે ટોક

પાંખ ભૂલીને ક્યારેક ચાલે છે પગપાળા
કોયલ એકલી ફરવા ચાલી ચશ્મા પ્હેરી કાળા

Picture 005[2] બિલાડી-દુકાનવાળી

બિલ્લીબાઈએ દુકાન ખોલી
માખણ દૂધ ને ઘી
મિલ્કકેન લઈને ઉંદરભાઈ
લેવા આવ્યાજી
ભાવ પૂછે ઉંદરભાઈ
કોડી લઈ કાણી
ઘરાક જોઈને બિલ્લી બાઈના
મોં માં આવ્યા પાણી
પધારો મહારાજ ઉંદરજી
તમે છો બહુ સુંદરજી
વખાણ સાંભળી પંડના
ઉંદરજી ફૂલાયા
હોંશમાં ને હોંશમાં એણે
બિલ્લીના ગીતો ગાયા
બિલ્લી બોલી લાળ ટપકાવતી
માખણ-ઘી આરોગો
તમે કહોતો મંગાવું મીઠા છપ્પનભોગો
ખાઈ-પી ને તગડા થાવ
ને ફરી-ફરીને ખાવ
પછી તમને હું આરોગું
સાવ મફતના ભાવ
એટલામાં તો કૂતરું આવ્યું
ઉંદર-બિલ્લીને સૂંઘતું
દુકાન છોડીને બિલ્લી ભાગી
ભાગ એ ઉંદર, તું !

Picture 003[3] એકડા-બગડા આરામ કરે છે

અભલાજી તો રમે શેરીમાં લઈ બેટ-બોલ
આપ્યા કરે મમ્મીને, લેશન કરવાના કોલ

થાકી ગયા છે એકડા-બગડા એને આરામ કરવા દે
અકળાઈ ગયા છે ક, ખ, ગ, ઘ એને થોડા ફરવા દે

સૂતા છે ચોપડીમાં ઘડિયા મમ્મી તું દફતર ન ખોલ….

સચીન જેવા છક્કા મારું, ઘોની જેવા કેચ પકડું
ક્રિકેટ રમું છું ક્રિકેટ રમું છું, મને ના કહે રખડું

ફટાકામાં લેશન કરીશ, જરા તું પેન્સિલ છોલ…..

મોટો થઈને રમીશ હું, એકદિ મેચ વન-ડે
પ્રેકટીસ રોજ કરવી પડે, નૈ કે ખાલી સન-ડે

મારી ટીમનો હું કેપ્ટન છું, મને ન મારીશ ધોલ…..

[કુલ પાન : 80. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : વંદના ભટ્ટ, 1, કલ્યાણ નગર, અનંત પાર્કની સામે, દિવાળીપુરા, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા-390007. ફોન : +91 9428301427]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાલને રમીએ – નારાયણ પરમાર
બેસતા વર્ષે બબાલ ! – મધુસુદન પારેખ Next »   

5 પ્રતિભાવો : એકડા બગડા આરામ કરે છે – વંદના ભટ્ટ

 1. Namrata says:

  Very nice Vandanaji!!

 2. ભાવના શુક્લ says:

  બહુ જ સરસ… મજ્જા પડી જાય તેવી બાળ રચનાઓ…

 3. Sunita Thakar(UK) says:

  મારી ટીમનો હું કેપ્ટન છું, મને ન મારીશ ધોલ…. હા હા હા… મજા પડે તેવી બાળ રચના

 4. nayan panchal says:

  સુંદર મજાના બાળકાવ્યો. છેલ્લા કાવ્યના અનુસંધાનમાં મને પણ એવો જ એક sms યાદ આવી ગયો.

  રાત કો મેરી કિતાબ મુજે દેખતી રહી, નીંદ મુજે અપની ઓર ઘસીટતી રહી.
  નીંદ ક ઝોંકા મેરા મન મોહ ગયા, ઓર એક રાત ફિર યે બચ્ચા બિના પઢે સો ગયા…..

  નયન

 5. Vipul Chauhan says:

  Great !! Vandanaben !! This is something our own.
  Fade up of Jack and Jill, Twinkle Twinkle, Pussy Cat Pussy Cat

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.