બંધબેસતું નામ – ગિરીશ ગણાત્રા

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

કલબાદેવી રોડ પર આવેલી એક મોટી કાપડ માર્કેટની ગલીના હારબંધ બાંકડાઓ જરા પણ ભીડ વિનાના શાંત, સૂના લાગતા હતા. વેપારીઓ ગાદીતકિયે ઢળીને કાં છાપું ઉથલાવતા પડ્યા હતા, કાં આંખ મીંચીને એક ઝોકું કાઢી લેતા હતા. ઘરાકી બિલકુલ મંદ હતી. કાપડના તમામ વેપારી મંદીની ભીડમાં સપડાયા હતા. ઉઘરાણી પતતી નહોતી. મિલો વધુ શાખ-ધિરાણ નહોતી કરતી ને વધુ ઉધારી પણ પોષાય એવી નહોતી. એટલે ઘણાખરા વેપારીઓ, જો ખાસ જૂનું ઘરાક હોય તો જ ટટ્ટાર બેસીને એની જોડે વાત કરતા, નહિતર દુકાનનો મહેતો જ જવાબ આપતો ને તકિયે ઢળેલા શેઠ આંખો મીંચીને એ સંવાદને બહાલી આપતા.

મે મહિનાની ગરમી અને ખાસ ચહલપહલ વિનાની માર્કેટમાં એક બપોરે આવા એક બાંકડે ત્રણ-ચાર માણસો પડ્યા ત્યારે દુકાનના શેઠ સિલિંગ ફેન નીચે સફેદ બાસ્તા જેવી ગાદીએ અઢેલીને આંખ મીંચી પડ્યા હતા. દુકાનના જૂના મુનીમે ઘરાક સમજી આવકાર આપ્યો. આવનાર વ્યક્તિઓ પણ પહેલાં કદીય આવી નહોતી એટલે મુનીમને થયું કે છે નવા ઘરાકો.
‘આવો બેસો…. ક્યાંથી આવવાનું થયું ?’
‘વાળુકિયાથી.’
વળુકિયા ગામનું નામ કાને પડતાં જ ગાદીએ ઢળેલા શેઠ ટટ્ટાર થયા. એ બોલી ઊઠ્યા : ‘ક્યાંથી, વાળુકિયેથી આવો છો ?’
‘હા જી.’
‘ઓહોહો ! વાળુકિયા એટલે અમારા બાપદાદાનું ગામ. અરે ચંપક, આ ભાઈઓ માટે ચા-પાણીનું કરો….’

ચા-પાણી થયાં ત્યાં સુધીમાં ગામની પૂછપરછ થઈ, ગામમાં વસતાં કુટુંબો ને એના મોભીઓની વાતો થઈ, જૂનાં સંભારણાં તાજાં થયાં ને ગામની પરિસ્થિતિની માહિતીઓ લાધી-દીધી.
‘બોલો, શું કામ પડ્યું ?’ શેઠે ધીરેથી પૂછ્યું.
‘કામમાં તો એવું છે ને કે…..’ કહી એક જણે હવે વાત માંડવાની શરૂઆતમાં જ જીભના લોચા વાળવા માંડ્યા ત્યાં સાથે આવેલા શિક્ષકભાઈએ વાતનો દોર પકડી એને આગળ વધારી-
‘….. કે ગામમાં એકેય નિશાળ નથી. ગામ નાનું રહ્યું ને એટલે સરપંચ કે સરકાર કશું જ એ અંગે ધ્યાન આપતાં નથી. હું બાજુના મુંજપર ગામનો શિક્ષક છું. તમને તો ખબર હશે કે મુંજપર ને વાળુકિયા વચ્ચે હવે ભાગ્યે જ એક-સવા માઈલનું અંતર છે. મુંજપરની જૂની નિશાળની દીવાલો ય હવે બેસવા લાગી છે ને માથેના વિલાયતી નળિયાંય ભાંગી ગયાં છે…. આમેય ચાર ધોરણ સુધીની એ નિશાળ છે. પછી આગળનું ભણવા મુંજપર ને વાળુકિયાનાં છોકરા-છોકરીઓએ ચિત્રાવડ જવું પડે. છોકરાઓ તો જાણે શિયાળે-ચોમાસે જઈ શકે, પણ જુવાન છોકરીઓ જતાં ગભરાય એટલે આગળ ભણવાનું માંડી વાળે….’

‘હા, એ સાચું.’ શેઠે કહ્યું : ‘હવેના જમાનામાં છોકરીઓએ ભણવું જોઈએ.’
‘એટલે, એમ થાય છે કે બેય ગામ વચ્ચે એક સાત ધોરણ સુધીની નિશાળ કરીએ ને પછી દર વર્ષે એક એક ધોરણ વધારતા જઈએ તો…..’ કહી શિક્ષકે શેઠનો તાગ મેળવવા વાતને અદ્ધર લટકાવી.
‘વિચાર તો સારો છે.’ શેઠે વાતને વાગોળતાં વાગોળતાં કહ્યું, ‘પછી શું વિચાર્યું ?’
‘એમ નક્કી કર્યું છે કે ખોરડા દીઠ પૈસા ઉઘરાવવા, પણ બેય ગામના ખોરડાં થાય કેટલાં ને એમાંથી નીકળે કેટલાં ? એટલે આ બે ગામનાં જે ખમતીધરો બહારગામ કમાય છે એનું અમે લિસ્ટ બનાવ્યું છે. દરેકને મળીએ છીએ….’ એક મોભીએ બધી વિગતવાર વાત સમજાવી.
વાત જાણ્યા પછી શેઠે કહ્યું : ‘તમારા ફાળામાં કેટલા ખૂટે છે ?’
‘આમ તો ઘણું ખૂટે છે, પણ એવું નક્કી કર્યું છે કે જો નિશાળનું મકાન બની જાય-જેમાં ત્રીસ-પાંત્રીસ હજાર જોઈએ-તો પછી બાકીની રકમનો વાંધો નહિ આવે.’
‘સારું, જાવ. કરો કંકુના.’ શેઠે તરત જ કહી દીધું : ‘મકાન ઊભું કરવાનો પૂરેપૂરો ખર્ચ હું આપી દઈશ. આવતા અઠવાડિયે ગામે પૈસા પહોંચતા થઈ જશે. બનશે તો એક-બે જણને કહીને પાંચ-દસ હજાર વધુ મોકલાવીશ, પણ નિશાળ અફલાતૂન કરી દેજો. ને હા, ફી-બી રાખો ને કોઈ ગરીબ ઘરનું છોકરું ફી વિના ભણ્યા વિના રહી જાય એવું નો કરતા. એવા છોકરાનો ભાર અમે ઉપાડી લેશું……’

બધા ખુશ થઈ ગયા.
શિક્ષકે હળવેથી પૂછ્યું : ‘શેઠ નિશાળનું નામ કોના પરથી રાખશું ?’
શેઠે વિચારીને કહ્યું : ‘સરસ્વતી પરથી.’
‘આપના ઘરેથી આ નામ છે ?’ એક આગેવાને કહ્યું.
‘ના રે ના’ શેઠે હસીને કહ્યું. ‘નાનપણમાં મા સરસ્વતી કૃપા મેળવવા ઘણું રખડ્યો’તો, ઘણું રડ્યો હતો, પણ તે વખતે કોઈ નો’તી નિશાળ કે નો’તી ઘરની પરિસ્થિતિ કે દૂર નિશાળવાળા ગામે જઈને ભણી શકું, પણ એ માની કૃપા હવે ઊતરી કે તમ જેવાને મારે આંગણે મોકલી આપ્યા ને વિદ્યાની વાત કરી. એટલે નિશાળનું નામ શોભે એ માતાના સ્મરણથી જ…..’

નાનપણમાં પોતે ભણી શક્યા નહોતા ને ભણતરની કિંમત હવે એ સમજી ચૂક્યા હતા એટલે શેઠે પોતાના નામની કોઈ પણ ખેવના કર્યા વિના મંદીની મોટી ભીંસ વચ્ચેય વિદ્યાદેવીને ઋણ ચૂકવી કૃતકૃત્યતા અનુભવી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અનહદ સુખ – કલ્પના જિતેન્દ્ર
માણેક મળે મલકતાં – નસીર ઈસમાઈલી Next »   

24 પ્રતિભાવો : બંધબેસતું નામ – ગિરીશ ગણાત્રા

 1. જય પટેલ says:

  વિદ્યાદાન મહાદાન.

 2. સુંદર વારતા.

  ક્યારેક લોકો પાંચ-પચ્ચીસ દાનમાં આપી ને પોતાનું નામ રાખવાની ખેવના કરતા હોય છે, તેની સામે શેઠનું ઉદાહરણ લેવા જેવું છે.

 3. Jagat Dave says:

  આપણે ધર્મસ્થાનો માં પૈસા ફેકવાનું બંધ કરી ને તેને આવા સદ્કાર્યોમાં વાળતાં થઈ જઈએ તો…..???????

  • Riyaz Charania says:

   Jagat Ji answer is obvious but બિલાડી ને ગળે ઘંટ કોણ બાંધશે ?

   • આપણે તો ધર્મસ્થાનો બાંધવા જ અબજોના ખર્ચાઓ કરીએ છીએ
    ……અને એ ગિનિસબુકમાં એક રેકર્ડ બને એ જાણી પોરસાતા હોઈએ છીએ.

    દુર દુર અંદરના-અંતરિળાય ગામોમાં શાળાના મકાનોની, સારા શિક્ષકોની તાતી જરૂરિયાત છે.
    એ આવી વાતો પરથી સમજી શકાય.

    વિદ્યા માટે સહજતાથી દાન આપનારા આવ શેઠને લાખો વંદન.

    • vimal thakkar says:

     અરે ભાઈ એમ ધર્મ સ્થાનો ને ના વગોવો, એ છે તો આવા શેઠ પેદા થશે નહિં તો સંસ્કાર યુક્ત પ્રજા ક્યાથિ થશે?
     બન્નેવ પ્રકાર ની સેવા ની સમાજ ને જરુર છે. તમે પોતે કેટલા દાન શિક્ષણ માટે આપ્યા છે? તમને દાન કરવા નુ મન ધર્મ શિખવાડે છે આપણને શ્રધ્ધા ન હોય એનો મતલબ એ ખોટુ છે એ નથી.

 4. urmila says:

  I enjoyed the story and I agree with Mr Jagat Dave that we should contribute more towards education

 5. nayan panchal says:

  ગિરીશભાઈની વધુ એક સારી વાર્તા. આ વાર્તા વિદ્યાર્થીઓએ ખાસ વાંચવી.
  મા સરસ્વતીની કૃપાનો લાભ હમણા નહીં લેશો તો પાછળથી પસ્તાશો.

  આજે જ્યારે મુંબઈમાં શિવાજી મહારાજનુ પૂતળુ ૩૦૦ કરોડના ખર્ચે ઉભુ કરવુ કે નહિ તેની ચર્ચાઓ ચાલે છે ત્યારે આવી વાર્તાઓ વધુ પ્રસ્તુત થઈ જાય છે. મંદિરો અને પૂતળાઓ બાંધવા કરતા શાળાઓ, શૌચાલયો, પુસ્તકાલયો, ઇસ્પીતાલો બાંધવુ વધુ યોગ્ય છે.

  • trupti says:

   I agree with you Nayanbhai. Instead of misusing the public money in building the statues and the places of worship, it is better to build the places for the public interest and usage. Most importantly, the Orphanages.

  • કલ્પેશ says:

   આ કોમેન્ટ તમારા પ્રતિભાવને લગતી છે પણ વ્યક્તિગત નથી.

   આપણે કહેવાતી “લોકશાહી”મા રહીએ છીએ. જ્યા સરકારને પ્રજાનો ડર હોવો જોઇએ ત્યા લોકો સરકારથી ડરે છે.
   આપણે લોકો પાસે ૫૦ રુપિયાનો પણ હિસાબ માંગીએ છીએ ત્યા હજારો કરોડનો હિસાબ માંગતા નથી.

   અને આવા નમાલા લોકો પુતળુ બાંધવાની વાતો કરે ત્યારે આપણે શાબ્દિક વિરોધ કરીએ છીએ પણ એવી સ્થિતિ હોવી જોઇએ કે એક રુપિયાનો નકામો ખર્ચ પણ કરતા સરકારને વિચાર કરવો પડે.

   In short, people must keep a vigil on the bureaucracy, who are out to spend our money at their whims and fancies.

   Again, West has been somewhat loud in this aspect.
   I have seen people uniting and protesting on issues they feel about.

   This is my quote on political system
   Many of us love their own country. Almost no-one seems to have that feeling for the politicians.

   • જય પટેલ says:

    કલ્પેશભાઈ

    આપણા દેશમાં વાત વાતમાં પૉલિટીસિયનને ગાળો ભાંડવાનો વાવર ચાલે છે પરંતુ
    આપણે કદી વિચાર કર્યો કે આ રાજકારણીઓ આવે છે ક્યાંથી ?

    પ્રજાતંત્રમાં પ્રજા પોતે જ નેતા પેદા કરતી હોય છે.

    ગુજરાતના તેજ વિકાસ પાછળ પ્રજા પોતે જ સક્ષમ નેતાઓ પેદા કરે છે તે કારણભુત છે.
    શ્રી સરદાર પટેલની દ્રષ્ટીવંત સહકારી ચળવળ થી શરૂ કરીને હાલનું નેતૃત્વ શ્રી નરેન્દ્ર મોદીની
    અવિરત દેશી-વિદેશી રોકાણ ગુજરાતમાં લાવવાની મથામણ સરાહનીય છે.

    ભારતમાં ફક્ત ગુજરાતમાં જ પીપીપી નો કંસેપ્ટ અમલમાં છે.
    પીપીપી – પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ.

    ગુજરાતના તેજ વિકાસ પાછળ નવા નવા વિચારો અને ત્વરિત અમલ પણ જવાબદાર છે.

  • vimal thakkar says:

   અરે ભાઈ દેશ્ભ્ક્તો પેદા કરવા પડશે ને? ફક્ત ભણાવીશુ તો લોકો ને ધર્મ ને દેશભકિત ની પ્રેરણા કોણ આપશે? તુન્ડે તુન્ડે મતિર્ભિન્ના, બિજાના કાર્યો ને ફક્ત આપણા વિચારો ન ચોકઠા મા મુકી ને ના જુવો. તમેય સાચા છઑ ને એ પણ સાચા છે.

 6. Vaishali Maheshwari says:

  Very nice story.
  I completely agree with all the comments posted above.

  People should not donate money just for the sake of donating and publicizing their name, but they should donate money for a good cause. Money donated for the betterment of the society can help our country to progress and develop at a faster pace.

  Thank you Mr. Girish Ganatra for this wonderful short story.

 7. ભાવના શુક્લ says:

  સરસ વાર્તા. વિદ્યાદાન ની સાથે નૈતિક ફરજની ઉંડી સમજ શેઠજીએ દાખવી એ એમના અંતરઆત્મા અને ખુદની જાત સાથે પ્રમાણીકતા દર્શાવે છે. બાકી ઇશ્વરના મંદીરો બાંધી પોતાના નામની તકતીઓ લટકાવનારા લેભાગુઓ ક્યુ પુણ્ય કમાવાની આશા રાખતા હશે કોને ખબર!

 8. sima shah says:

  સરસ વાર્તા……અને દરેક અભિપ્રાય પણ એટલો જ સરસ.
  ખાસ તો ભાવનાબેનનો.
  આભાર
  સીમા

 9. kavita bhatt says:

  ખુબ સરસ……
  કવિતા..

 10. Nim says:

  સુંદર ક્રુતિ

  ધન્યવાદ

  નિમ

 11. નીપ્રા.કોમ ઉપર આ બંધ બેસતું નામ – ગીરીશ ગણાત્રાની ટુંકી વાર્તાનો ઉલ્લેખ હતો. પહેલો ફકરો મંદીનો વાંચી અધુરી મુકી દીધેલ જે હમણાં વાંચી જેમાં મંદી ક્યાં ગઈ એ ખબર ન પડી. મંદી ઠેઠ છેલ્લા ફકરામાં દેખાંણી.

 12. Chirag Patel says:

  Nice… The value of education…

 13. Veena Dave, USA says:

  સરસ.

 14. Ashish Dave says:

  Girishbhai’s stories are always fun to read. Education is very important. Somehow our education is limited to the schooling only. Finishing school (colleges) is easy but one cannot finish education till end of the life. Pity is that there are more educated ignorant around than uneducated wise…

  Ashish Dave
  Sunnyvale, California

 15. kunjan says:

  દાન નામના માટે નહી, પોતાના કલ્યાણ માટે અપાય તે વાત આ ક્રુતિ મા સુંદર રીતે રજુ કરી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.