તમને શું ગમે ? એકાંત કે સંગાથ ? – હરીશ થાનકી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી હરીશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. તેઓ હાલમાં ઉદઘોષક હોવાની સાથે ‘જયહિન્દ’ અખબારમાં કટાર લેખક તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેમની વાર્તાઓ પ્રચલિત સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. આપ તેમનો આ નંબર પર +91 9879931212 અથવા આ સરનામે hlthanki63@yahoo.in સંપર્ક કરી શકો છો.]

કૌન યાદ કરતા હૈ અંધેરે વક્તકે સાથી કો
સુબહ હોતે હી લોગ ચિરાગ બુઝા દેતે હૈ.

‘મનુષ્યની મનુષ્ય તરીકેની સૌથી મોટી વિટંબણા કઈ ?’ એવા પ્રશ્નના ઉત્તરમાં યુરોપના પ્રખ્યાત મનસવિદ સિગ્મંડ ડ્રોઈડના અનુગામી માનસશાસ્ત્રી ડૉ. કાર્લ જૂંગે કહ્યું હતું કે : ‘માણસને માણસ સાથે ફાવતું નથી અને માણસ વિના ગમતું નથી ! આ માનવજીવનની સૌથી મોટી વિટંબણા છે.’ જૂંગ સાચા છે, આ ખરેખર જ એક વિચિત્ર પરિસ્થિતિ છે. મનુષ્યની લગભગ તમામ સમસ્યાઓ અહીંથી જ વિસ્તરે છે. માનવીની સઘળી વિરોધાભાષી વર્તણુકોનું આને જન્મસ્થાન ગણી શકાય. એકાંત કે સંગાથ, બે માંથી એકપણ બાબતે આખરી પસંદગી થઈ શકતી નથી. ક્યારેક એકાંત ગમે છે, પરંતુ થોડી વારમાં તો સાવ એકલું એકલું લાગવા માંડે છે. કોઈ સાથી સંગાથીની ઝંખના શરૂ થાય છે. એવામાં કોઈ મળે છે, થોડીવાર ગમે છે, આનંદ આવે છે, ફરીથી મન ભાગે છે એકાંત તરફ.

આવું કેમ બને છે ? મનુષ્યના આનંદના મૂળિયા શામાં રહેલા છે ? એકાંતમાં કે સંગાથમાં ? રોજર ફેલી કહે છે કે પૃથ્વી પરની સમગ્ર માનવજાતને બે ભાગમાં વહેંચી શકાય; એક એવા લોકો જે પોતાના જીવનનો વધુ સમય એકાંતમાં ગાળવાનું પસંદ કરે છે. ક્યારેક ક્યારેક જ તેઓ લોકો વચ્ચે આવે છે. જ્યારે બીજા પ્રકારના લોકોને હંમેશા ભીડમાં જ રહેવું ગમે છે. તેઓ નાછૂટકે જ એકાંતમાં જાય છે. આ બન્ને પ્રકારના લોકોને વિપરીત સ્થિતિમાં જવું તો પડે છે કારણ કે એ સ્થિતિ જ તેને પોતાના અસ્તિત્વ સાથે પ્રશ્નાર્થ ઊભો કરે છે.

મનુષ્યની એકાંત કે સંગાથની પસંદગીના પાયા વિશે મનસવિદો અને તત્વચિંતકો જુદા પડે છે. મનસવિદોનું કહેવું એમ છે કે, મનુષ્ય મૂળભૂત રીતે ટોળાનું પ્રાણી છે. સમૂહમાં તે વધુ સલામતી અનુભવે છે. ગમે તેટલી વિશાળ જગ્યામાં પણ મનુષ્ય જો એકલો રહે તો તેને ડર લાગે છે. આ ડર શેનો છે ? આ ડર છે પોતાની ‘આઈડેન્ટીટી’ ખોઈ બેસવાનો. એકાંતમાં તેને પોતાનું અસ્તિત્વ ઓગળતું લાગે છે. ‘પોતે કંઈક છે’ એ અનુભવવા માટે બીજા કોઈકનું હોવું જરૂરી છે. એકાંતમાં અહંકાર ‘સ્ટેન્ડ’ રહી શકતો નથી. બીજું કોઈ સાથે નથી તો પોતે પણ નથી. અન્યની નજરમાં જ જાત આઈડેન્ટીફાઈ થાય છે એટલે જ મનુષ્ય ટોળામાં રહેવાનું પસંદ કરે છે. બીજી તરફ તત્વચિંતકોનું માનવું એમ છે કે, માનવી મૂળે એકલો જ છે. તેની સમગ્ર જીવનયાત્રા એ એકલા હોવાનો ઉપક્રમ છે. અન્યનો સંગાથ હોવો એ તો તેણે ઊભો કરેલો માત્ર એક ભ્રમ છે. જ્યાં સુધી આ ‘બીજા’નો ભ્રમ દૂર થતો નથી ત્યાં સુધી તે ‘સ્વ’ને ઓળખી શકતો નથી. એકલા હોવું એ પ્રત્યેક જીવની નિયતિ છે. પરમ તત્વ એક જ છે અને મનુષ્ય એ તે ‘એક’નો જ ચેતોવિસ્તાર છે. સાગરમાં ઉઠતી કોઈ લહેર, જ્યાં સુધી પોતે એક લહેર જ છે તેમ માને ત્યાં સુધી તેને અન્ય લહેરના સંગાથની શોધ રહેવાની, પરંતુ આ લહેર જ્યારે પોતે સાગર જ છે તેવો અનુભવ પ્રાપ્ત કરી લે છે ત્યારે એક માત્ર સાગર જ રહે છે. આ અર્થમાં મનુષ્ય જ્યાં સુધી આ ‘એકત્વ’ને ઓળખી ન લે ત્યાં સુધી તેને અજંપો રહેશે જ. તેની સમગ્ર દ્વિધા, વલવલાટ, દોડધામ – આ સઘળું ત્યાં સુધી રહેશે જ, જ્યાં સુધી તે આ સત્યને અનુભવી નહીં લે.

મનસવિદો અને તત્વચિંતકો બન્ને સાચા છે. મનુષ્ય એકલો હોય કે કોઈની સંગાથે, તે હંમેશા પોતાના અહમની સાથે ‘આઈડેન્ટીફાઈ’ થયેલો હોય છે. જે લોકોની સ્વસંકલ્પના બહુ ઊંચી હોય અથવા તો સરળ ભાષામાં કહીએ તો જે લોકોનો અહમ મજબૂત હોય તેઓ એકાંતમાં પોતાના અહમને વિચારોનું જલ સીંચી મજબૂત કરતા રહે છે, જ્યારે નીચી સ્વસંકલ્પના ધરાવતા લોકો અન્યની હાજરીમાં તેમની આંખમાં પોતાના પ્રત્યે આદર જોઈને અહમને મજબૂત બનાવતા હોય છે. આ બન્ને પ્રકારના મનુષ્યો વિભિન્ન લાગે છે પણ ખરેખર હોતા નથી. અંતે તો બધા જ લોકો ‘સેલ્ફ આઈડેન્ટીફિકેશન’ માટે દોડે છે.

આ અસ્તિત્વની લડાઈ છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા દરેક જીવ લડતો રહે છે. પ્રાણીઓ ‘વન’માં રહે છે અને મનુષ્ય ‘મન’માં રહે છે. આથી પ્રાણીઓ કરતા મનુષ્યની લડાઈ જરા વધુ સુક્ષ્મ હોય છે. વનમાં થતી લડાઈને જોઈ શકાય છે. મનમાં થતી લડાઈને સમજાવી પડે છે, જાણવી પડે છે. મૈત્રી ભાંગે છે, સંબંધો છૂટે છે, લગ્નો તૂટે છે. આ બધાની પાછળ સ્થૂળ પરિસ્થિતિ ગમે તે હોય; પરંતુ સુક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે તો તેનું કારણ વ્યક્તિનું ‘સેલ્ફ આઈડેન્ટીફિકેશન’ સામેની વ્યક્તિની નજરમાં અસ્થિર થાય છે તે જ હોય છે. જેમ કે, દારૂ પીને ઘરે આવતો પુરુષ પોતાની સત્વગુણી સ્ત્રીની નજરમાં પોતાને ‘નીચો’ અનુભવે છે. નીચા પડવું એટલે અસ્તિત્વ ગુમાવવું, આથી તે પત્ની પર જોહુકમી શરૂ કરે છે, પત્ની ડરે છે અને તેને ડરતી જોઈને પુરુષનો અહમ પુષ્ટ થાય છે. આ રીતે પુરુષ પોતાનું અસ્તિત્વ બચાવી લે છે પરંતુ સ્ત્રીનું અસ્તિત્વ ચૂરચૂર થતું જાય છે. આમ, બેમાંથી એક વ્યક્તિનું આઈડેન્ટીફિકેશન તૂટે છે, તૂટતું રહે છે. લગ્ન તૂટે તે પહેલાં ‘આઈડેન્ટીફિકેશન’ તૂટતું હોય છે.

આ હતી સંગાથની સ્થિતિ. હવે એકાંતમાં એવું બને છે કે મોટે ભાગે તે ઝડપથી એકલતામાં ફેરવાઈ જાય છે. પોતાનામાં અંદર રહેલી નકારાત્મકતાનું તાંડવ નૃત્ય સહેવું અઘરૂં પડે ત્યારે ‘સ્વ’નું આઈડેન્ટીફિકેશન તૂટવા લાગે છે. અગાઉ જણાવ્યા મુજબ જો સ્વસંકલ્પના થોડી નીચી હોય તો વિષાદનું જોર વધી જાય અને અંત:કરણમાં ખાનાખરાબી સર્જાઈ જાય.

એકાંત હોય કે સંગાથ, આખરે તો વ્યક્તિએ પોતાનું ‘આઈડેન્ટીફિકેશન’ બચાવવાનું રહે છે. જાતથી ભાગી શકાય નહીં ત્યારે જાત સાથે સુખી થતા શીખવું અને અન્ય સાથે પીડા અનુભવાય ત્યારે તેની સાથે એડજસ્ટ થતા શીખવું, એ સિવાય કોઈ પર્યાય બચે છે ખરો ? પર્યાય શોધવો અને શોધતા રહેવો એ મનુષ્યની પ્રથમ અને અંતિમ પસંદિદા કસરત છે અને કદાચ રહેશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંસાર – પ્રકાશ લાલા
વોકિંગ સ્ટિક – મનહર રવૈયા Next »   

23 પ્રતિભાવો : તમને શું ગમે ? એકાંત કે સંગાથ ? – હરીશ થાનકી

 1. Nitin says:

  બહુ જ સરસ અને વિચાર પ્રેરક લેખ. માનનીય હરીશભાઈ નો ખુબ અભાર કે આટલો સરસ લેખ લખ્યો.

  નિતિન
  વડગામ થી

 2. ‘હું’ માંથી બહાર આવી શકાય તો કદાચ બધા પ્રશ્રનથી પર આવી જવાય. પછી એકાંત અને એકલતા એકમેકમાં ઓગળી જાય ને વ્યક્તિ સ્થિતપ્રગ્ન અવસ્થામાં આવી જાય.

 3. pooja usa says:

  એકાંત કે સંગાથ, બે માંથી એકપણ બાબતે આખરી પસંદગી થઈ શકતી નથી. ક્યારેક એકાંત ગમે છે, પરંતુ થોડી વારમાં તો સાવ એકલું એકલું લાગવા માંડે છે. કોઈ સાથી સંગાથીની ઝંખના શરૂ થાય છે. એવામાં કોઈ મળે છે, થોડીવાર ગમે છે, આનંદ આવે છે, ફરીથી મન ભાગે છે એકાંત તરફ.

  એકદમ સાચી વાત.. સરસ લેખ

 4. ketan modha says:

  વાહ ખુબ સરસ આજ ના આ આધુનિક યુગ મા આવા બહુ જ સરસ અને વિચાર પ્રેરક લેખ. યુવા નુ માગૅદશૅન કરી લેખક મા. હરિશભાઇ થાનકી પોતાનિ પ્રતિભા દશૅન કરાવે છે હુ આશા રાખુ કે ભવિષમા પણ આવા લેખ લખી પોતાના જ્ઞાન લાભ મા.હરિશભાઇ થાનકી યુવાનોને આપે હુ બિજા સરસ લેખ ની રાહ જોવ છુ આભાર thanks a lot
  ketan modha

 5. જય પટેલ says:

  લેખક શ્રી થાનકીજી ખરેખર શું કહેવા માગે છે તે સમજાયું નહિ.

  મનુષ્યના આનંદના મૂળિયાથી શરૂ કરી…અહમ – અહંકાર…સ્વને ઓળખવાની મથામણ
  સેલ્ફ આઈડેન્ટીફિકેશન વગેરે અલગ અલગ થીયરીની ખીચડી કરી નાખી..!!

  વિષયને પુરો ન્યાય આપી શક્યા નથી.

  માણસને શું ગમે..એકાંત કે સંગાથ ?
  માણસના મૂળ સ્વભાવ પર કેન્દ્રિત આ વિષય પર બાહ્ય પરિબળો પણ કામ કરતા હોય છે.
  આજના ઈ-જમાનામાં ક્રાઉડેડ ટ્રેનમાં પણ માણસ ઈચ્છે તો ધ્યાનસ્થ થઈ શકે
  અને ટોળામાં પણ સ્વભાવ જો એવો હોય તો પોતાને એકલો મહેસૂસ કરી શકે.

  પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય.

 6. raju sudra says:

  wah harishbhai, very nice..

 7. nayan panchal says:

  લેખકશ્રીને આટલો સરસ લેખ લખવા બદલ અભિનંદન.

  મનુષ્ય રૂટિનથી જલદી કંટાળી જાય છે. જો સતત ટોળામાં રહેવાનુ આવે તો એકાંત શોધે અને એકલવાયો હોય તો સંગાથ શોધે.

  આઈડેન્ટિફિકેશન વાળી વાત સમજાય છે. બાકી જો એ હું ને એટલે કે આઈડેન્ટિફિકેશનને ઓગાળી નાખે તો એકાંત શું કે સંગાથ શું!! કોઇનો સાથ હોય તો સંગાથ માણો ન હોય તો એકાંત માણો. એકલતાથી દૂર રહો.

  આભાર,
  નયન

 8. NAMRATA DESAI says:

  KHUB SARAS LEKH, BUT AS PER MY OPINION – SANGAATH KARTA EKANT HAVEE JARURI CHE. SELF NE JAANVA MAATE SAMAJVA MAATE ANE SUKHI THAVA MAATE.

 9. dipak says:

  Very nice article by Harishbhai.At this time people need more lonliness rather than company to understad
  thy self.

 10. Wah, Harishbhai, khoob saras, sadi saral bhasa ma vicharaniy lekh badal congrats! Mane lage chhe k akant ane sangath sikka ni be baju jewa chhe, ek bija na anupurak ! to atyarna samai pramane banne ne equally enjoy karva joie am nathi lagtu? akant thi self analysis thai sake jyare dilojan mitra na sangath thi tamari personalily na alag alag pasaonu samyak darshan karva taraf agal vadhi sakay. Anyways, thanks for thoughful article and all the best for future! v hopefully waiting many more from u buddy!

 11. Chirag Patel says:

  Nice… But I like to be alone wiht “my self”…. I know some people are never alone… No matter where they are and then there are some who are always alone… doesn’t matter even if they are in crowd…. But I like to be alone with “my self” sometimes… Its healty for you…. Time for YOUR SELF!!!!

  Thank you,
  Chirag Patel

 12. Lata Hirani says:

  સરસ લેખ.. અભિનંદન…

 13. Nita Thanki says:

  Dear Harish Bapu! Congratulations!!! Its a very good article. We had also read your article in Chitralekha. That was also a very nice article. Keep it up. & All the Best.

 14. Excellent Job…. !
  Every human being need change

 15. ભાવના શુક્લ says:

  એકાંત અને સંગાથ એ એક સિક્કાની બે બાજુઓ જેવા છે. સંગાથ એવો ગમે કે જે એકાંતની દરેક પળનુ ભાથુ બની રહે અને એકાંત એવુ ગમે કે જે સંગાથની યાદોથી તરબતર હોય…

  ક્યારેક એકલા થવુ કે રહેવુ એ સંગાથને પુરેપુરી રીતે માણવાની એક અકળ ચાવી છે. સાચો સંગાથ, સંગાથમા કરતા એકાંતમા વધુ અનુભવી શકાય છે.

 16. Govind says:

  કૃતિ સારી લાગી, ફક્ત નવા વિચાર પૂરતી ! ‘સહજ’ જીવન મા આવા વિચારોનુ કોઇ મહત્વ નથી.. વધૂ પડતા વિચારશીલ માણસો માટે માત્ર મનોરન્જનનુ સાધન ! વાસ્તવિક જીવનમા આવા વિચારોની ઉપયોગિતા શૂ ?
  આભાર,

 17. Manish says:

  વિચારપ્રેરક અભિપ્રાય !

 18. nilam doshi says:

  કોઇની સંગાથે એકાંત માણી શકાય ત્યારે એનું મૂલ્ય અમૂલ્ય બની રહે.

  ફાધર વાલેસે તેમના પુસ્તકમાં સરસ વાત કરી છે..
  હું ને મારો મિત્ર એટલે સરવાળે ….

  જેની હાજરીથી મન એકલતા ન લાગે અને જેની હાજરીથી મારું એકાંત ન તૂટે…

  આવો કોઇ ભાવ હતો..શબ્દોમાં કદાચ થોડો ઘણો ફરક હોઇ શકે.
  પણ મને તો આ ભાવ ખૂબ ગમેલ….

 19. સુઁદર રચના . અહઁ ની બાદબાકી કરીયે તો જીવન ઘ્ણુ સરળ બની જાય.

 20. Dipak Modha says:

  Dear HarishBhai,

  There is Superb Article writng by you,sometimes we were feeling this fact in our life , I am so impress to read your article i hope next time you will do another new things about life my all best wishesh with you.

 21. NIPA THANKI says:

  hi harishbhai

  Congratulations

  very good article

 22. Vijay L.Thanki says:

  Good Haribhai carrion…
  Best luck
  -Vijay Yaarrrrrrrr

 23. Rachana says:

  કોઈ પણ માણસ એકલો હોયતો ચાલે,પરંતુ એકલવાયો ન હોવો જોઇએ.જીવને બહુ કોમ્પ્લીકેટૅટ ન બનાવવુ જોઈએ.
  સમજ શકો તો સમજો જીંદગીકી ઉલજન કો….
  સવાલ ઉતને નહી હૈ,જવાબ જીતને હૈ…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.