ધારો કે તમે હું છો….. – તેજસ જોશી

[‘મુંબઈ સમાચાર’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]

ધારો કે તમે હું છો તો તમે શું કરો…. ?
એમ નહીં, માંડીને વાત કરું.

બસ આવી. રોજ આવે છે એવી જ હકડેઠઠ ભરેલી. બધા બસને બાઝી પડ્યા. સાકરના કણને કીડાઓ બાઝેલા એમ. હું પણ. બોચીમાં થયેલા પરસેવાને લૂછવાની પણ તમા ન કરી. સ્ટોપ આવ્યું અને હું ઊતરી પડ્યો. આટલી ભીડમાં કંડકટર પાછળ સુધી આવે એ પહેલાં મારું સ્ટોપ આવ્યું એટલે આજના ટિકિટના પૈસા બચી ગયા. એટલે રોજની જેમ જમ્યા પછી પાન ખાવાનો વિચાર આવ્યો પણ આજે તો મોડું થઈ ગયું હતું એટલે લગભગ દોડ્યો. બજારમાં ગરદી વધી ગઈ હતી. હાથગાડીઓ ભરાતી હતી. સોદાઓ પાકા થતા હતા. છૂટીછવાઈ ગાળો બોલાતી હતી.

હું દુકાને પહોંચ્યો. બહાર ચંપલ કાઢ્યાં અને આદતસર ઘડિયાળ તરફ નજર કરી. ખાસ્સો અડધો કલાક મોડો પડેલો. મહેતાજીએ પણ મારી જેમ ઘડિયાળ તરફ નજર કરી. પછી મારા તરફ અને રજિસ્ટર ખોલી સમય નોંધી લીધો. હું મારી જગ્યાએ જઈને પલાંઠી વાળીને બેઠો. બહુ કામ છે એવો ડોળ કરીને હું શેઠજીની રાહ જોતો કામ કરવા લાગ્યો. ગઈ કાલે સાંજે આવેલા પત્રો, ‘યુવાન સેલ્સમેન જોઈએ છે’ જાહેરખબર વાંચીને આવેલા બાયોડેટા, બીજાં કેટલાંક કાગળિયાં… પણ શેઠજીનો આજે પત્તો નહોતો. મેં મહેતાજીને પૂછ્યું : ‘શેઠજી, આજે મોડા આવવાના છે કે શું ?’ એણે બન્ને હોઠ ‘વાંકા કરી ખબર નથી’નો સંકેત કર્યો.

રોજ તો શેઠજી લગભગ સાડા અગિયાર સુધીમાં આવી જતા. પહેલાં તો મોટર ઠેઠ દુકાનના પગથિયે ઊભી રખાવતા. શાંતિથી ઊતરી ઝભ્ભો ઠીક કરતા અને પછી દુકાનના પગથિયાને વાંકા વળી પગે લાગતા. પછી જ દુકાનમાં પ્રવેશતા, પરંતુ જ્યારથી ડૉક્ટરે ચાલવાનું કહ્યું છે ત્યારથી એ મોટર ગલીના નાકે ચા વાળાની પાસે ઊભી રખાવતા. ઊતરીને ઝભ્ભો ઠીક કરતાં. પછી બે હાથ પાછળ રાખી બજારમાંથી ધીમે ધીમે ચાલતા દુકાનના પગથિયે આવતા…. લો, શેઠજી આવી ગયા. મેં અછડતી આંખે જોઈ લીધું. રોજની જેમ વાંકા વળ્યા. પછી સીધા થઈ દુકાનમાં પ્રવેશ્યા, રોજની જેમ મેં ઊભા થઈ ડ્રાઈવરના હાથમાંથી ટિફિનની થેલી લીધી અને પાછળની કેબિનમાં મૂકી આવ્યો. રોજની જેમ મહેતાજીએ શેઠજીને જેસીકૃષ્ણ કહ્યાં. શેઠજીએ અમારા સૌ તરફ અછડતી દષ્ટિ કરી – જાણે અમારી ગણતરી કરી રહ્યા હોય એમ. રોજની જેમ ટોપી કાઢી બે હાથ વચ્ચે દબાવી શ્રીનાથજીની તસવીર સામે ઊભા રહ્યા અને ગણગણ કરવા લાગ્યા. શેઠજી પૈસા ગણતી વખતે પણ આમ જ ગણગણતા હોય છે. શેઠજી કયો શ્લોક બોલે છે એ અમને તો કોઈને ખબર નથી. કદાચ ભગવાનને પણ ખબર નથી.

પછી શેઠજી એમની ગાદી પર જઈને બેઠા. ટોપી મૂકી પરસેવો લૂછ્યો. માથા પરનો પંખો ચાલુ કર્યો. ખાના ખોલીને પાછા બંધ કરી દીધા. પછી મહેતાજી સામે જોયું. મહેતાજી તરત જ રજિસ્ટર લઈને એમની પાસે જઈ બેઠા. રજિસ્ટર ખુલ્લું મૂક્યું. આ મહેતાજી છેલ્લાં ચાળીસ વર્ષથી આમ જ શેઠજીની સેવા કરતા. દર દિવાળીએ એમને બે પગારનું કવર મળતું. ઘાટી કમ પ્યુન કમ ગુમાસ્તા ધોંડુએ ચાંદીના ગ્લાસમાં પાણી ધર્યું. શેઠજીએ ગરદન પાછળ ઝુકાવી ઊંચેથી પાણી પીધું ત્યારે ગળાની કરચલીઓમાં પાઉડર ચોંટી ગયેલો સ્પષ્ટ દેખાતો હતો. ધોંડુ તરત જ ચા કાઢવા પાછલી કેબિનમાં ગયો. શેઠજીની ચા થર્મોસમાં ઘરેથી જ આવતી અને શેઠજીનો એક નિયમ કે ચા તો દુકાને આવીને જ પીએ. ઘરેથી ફક્ત થોડોક નાસ્તો અને ફળોનો રસ જ પીને નીકળે. હું આજે મોડો પડ્યો એટલે મારા આવતાં પહેલાં દુકાનના સર્વેએ ચા પી લીધેલી. મેં મનમાં કહ્યું : ‘લે લેતો જા, આજે બસના પૈસા બચાવ્યા એમાં તારી ચા લટકી ગઈ…. એ જ લાગનો છે તું.’ હું કામમાં પરોવાતો ગયો એટલામાં શેઠજીએ પહેલી આંગળીના ઈશારે મને બોલાવ્યો. હું તેમની નજીક સરક્યો.

‘લ્યો, આ વાંચો.’ કંઈક ગિરિરાજધરણ ચેરિટેબલ ટ્રસ્ટના લેટરહેડ પર દાન સેવાર્થે માગણી કરતો પત્ર હતો. હું પ્રશ્નાર્થ નજરે એમની સામે તાકી રહ્યો એટલે એમણે કહ્યું, ‘મહેતાજીએ રૂ. 51,000 નો ચેક બનાવી રાખ્યો છે. એ સાથે એક પત્ર લખી નાખો અને ઈન્કમટેક્સમાં ફાયદો થાય એવી રસીદ મગાવી લ્યો.’ સમજી ગયો એમ ડોકું ધુણાવી હું મારી જગ્યાએ આવ્યો. નોકરીવાળાઓની અરજીઓ પડતી મૂકી હું આ પત્રના કામમાં જોડાયો. આજે શેઠજી મૂડમાં લાગે છે એવો વિચાર આવતાં મેં શેઠજી સામે જોયું. યોગાનુયોગ શેઠજી પણ મારી સામું જોતા હતા. અત્યંત ધન્યતા અનુભવતો હોઉં એમ મેં કહ્યું : ‘શેઠજી, મારે તમારી સાથે લગીર વાત…..’
‘મારે પણ તમારી સાથે વાત કરવી છે પણ જમ્યા પછી.’ એમના અવાજમાં આત્મીયતા કરતાં સત્તાનો રણકો વધારે હતો. હવે રાહ જોવાનો વારો મારો હતો. થોડી વારે શેઠજી જમવા માટે પાછળની ઓરડીમાં ગરી ગયા. આજે શેઠજીને જમતાં વધારે વાર લાગી કે હું ઉતાવળિયો થયેલો એ સમજાયું નહીં. અંદરથી શેઠજીના કોગળા કરવાના અવાજ આવ્યા એટલે મને નિરાંત થઈ. હું અરજીઓ ઉપર-નીચે કરતો થોડી વાર બેસી રહ્યો. એટલામાં તો મિલનની ધન્ય ઘડી આવી પહોંચી. હું અંદરની ઓરડીમાં ગયો ત્યારે શેઠજી પગ પહોળા કરી ચાંદીની સળીથી દાંતમાંથી કેરીનું છોતું ઉખાડતા હતા, જે દાંતમાં છોતું અટવાયું હતું એની બાજુના દાંતના પોલાણમાં એ સળી ઘુસાડતા હતા. બે ઘડી તો એમ થયું કે હું જ મારા નખેથી એમને કેરીનું છોતું કાઢી આપું કદાચ ખુશ થઈ જાય અને….

પણ એમ વાઘના મોંમાં હાથ કોણ નાખે ? શેઠજીએ સળી પડતી મૂકી. હું પૂછવાનો હતો : ‘કેમ શેઠજી, છોતું નીકળી ગયું ?’ પણ આપણા જેવા મધ્યમ વર્ગને અને કેરીના છોતાને શું લાગેવળગે ?
‘આજકાલ કેમ મોડા આવો છો ?’ એમ પૂછી એમણે ભ્રમર બે વખત ઊંચીનીચી કરી. મોડા તો રોજ તમે આવો છો. પણ આપણાથી એમ થોડું કહેવાય ! ગમે તેમ તોય આપણા શેઠજી છે. ગમે ત્યારે આવે અને ગમે ત્યારે જાય. મેં શરૂ કર્યું : ‘શેઠજી, તમે તો જાણો છો, મારી પત્નીને ટી.બી. છે. અને અત્યારે એ ટાટા હૉસ્પિટલમાં છે. એટલે સવારે બધું કામ જાતે આટોપી, હોસ્પિટલ જઈ પછી હું ઑફિસે…’
‘એ તો બધું ઠીક છે, પરંતુ આમ ક્યાં સુધી ચાલશે ?’ મારી પત્ની મરે નહીં ત્યાં સુધી, પણ આપણાથી એમ થોડું કહેવાય. ગમે તેમ તોય પત્ની કહેવાય. ત્રીસ વર્ષથી સાથે છે.
‘શેઠજી, સમય તો લાગે જ ને ? ગંભીર બીમારી છે, ખર્ચો પણ સારો એવો થઈ ગયો છે. જો તમે 10,000 રૂપિયાની સગવડ કરી આપો તો.. ના ના એટલે ઉપાડ તરીકે સ્તો. પગારમાંથી કાપી લેજો.’

શેઠજીએ મારી સામે નજર કરી મહેતાજીને બોલાવ્યા. ‘શાહનું ખાતું ખોલો’. મહેતાજી ચોપડો લઈ આવ્યા. આંખ ઝીણી કરી વાંચવા લાગ્યા. ‘હજી ત્રણ મહિના પહેલાં જ 6000 ઉપાડેલા એના 4000 બાકી બોલાય છે.’ આ મહેતાનો ચહેરો મને ચિત્રગુપ્ત જેવો લાગવા માંડ્યો. શેઠજીએ નકારમાં ડોકું હલાવ્યું.
‘શેઠજી હેવી ડોઝના પાંચેક ઈન્જેકશન આપવાં પડશે પછી એને સારું થઈ જશે એમ ડોક્ટરો કહે છે. આ વખતે તમે જરા…..’
‘એ તો બધું બરાબર છે પણ મારે દુકાન ચલાવવાની કે નહીં. ધંધા તો એટલા છે નહીં, તમે જ જુઓ છો ને ? ઘરના રોટલા ખાવા પડે છે. આ તો ઠીક છે કે હું છું એટલે આ દુકાન ચાલુ રાખી છે બાકી બીજો કોઈ હોત તો ક્યારનો નાહીને બેસી ગયો હોત. રહી તમારાં ધર્મપત્નીની માંદગીની વાત તો તમે મોડા આવો છો કે અડધી રજાએ જાઓ છો એનો પગાર ન કપાય એવી સૂચના હું આપી દઈશ. બાકી આવી ગંભીર, લાંબી અને ખર્ચાળ માંદગીમાં તો આપણા જેવા કાળા માથાના પામર માનવી કંઈ ન કરી શકે. હજાર હાથવાળો ઉપર બેઠો છે એના ભરોસે ચાલવું.’ શેઠજીએ કારણ વગર નિસાસો નાખ્યો પછી અચાનક એમને કેરીનું છોતું યાદ આવ્યું. એમણે ફરી સળી લીધી. હું મારી જગ્યા પર પહોંચ્યો.

જમવા જાઉં છું કહીને સીધો હોસ્પિટલ પહોંચ્યો. એ આઈ.સી.યુ.માં સૂતી હતી. ડૉક્ટરનો આવવાનો સમય થઈ રહ્યો હતો. હું વેઈટિંગ રૂમમાં બેઠો. કયા ભગવાનને યાદ કરવા એ વિસામણમાં હું બેઠો રહ્યો. ભગવાન પણ આજકાલ એટલા વધી ગયા છે કે ખરેખર આવા સમયે આપણને કોણ મદદ કરશે એ સમજાતું નથી. એટલામાં ડૉકટર આવ્યા. અંદર ગયા. થોડી વારે બહાર આવ્યા. મેં ભગવાનને પડતા મૂકી ડોક્ટરને પકડ્યા.
‘જુઓ મિ. શાહ, એમને હાઈ ડોઝનાં ઈન્જેકશન આપી શકાય, પરંતુ એ તમારે અહીંથી ખરીદવાં પડશે. અત્યારે એમનું શરીર રિએક્ટ નથી કરતું. અમે અમારા પ્રયત્નો કરીએ છીએ. સાંજ સુધી જોઈએ શું પરિણામ આવે છે.’ અને ડૉક્ટર જતા રહ્યાં. હું બેસી પડ્યો.

‘એ રિએક્ટ નહીં કરે ડૉક્ટર, કોઈ દિવસ રિએક્ટ નહીં કરે’ મારું માથું ફરી ગયું. એ બાઈએ મારા જેવા ધૂની અને જડ સાથે આખી જિંદગી હરફ ઉચ્ચાર્યા વગર કાઢી નાખી. શરીરનું કંતાન કરી નાખ્યું. એ શું રિએક્ટ કરવાની. અમારી પ્રથમ બાળકી મરેલી આવી અને પછી ગર્ભાશય કઢાવી નાખવું પડ્યું ત્યારથી લઈને એને ટીબી છે એ જાણતી હોવા છતાં મારા ટિફિનની ચિંતા ગઈ કાલે કરતી’તી એ શું રિએક્ટ કરવાની. હું એ જમાનામાં મેટ્રિક થયેલો. અંગ્રેજીમાં સહી કરતો. અને એ ચોથું પાસ. પરણીને મારે ઘેર આવી ત્યારે મેં એને રિજેક્ટ કરેલી ત્યારે પણ એણે રિએક્ટ નહોતું કર્યું. ફક્ત એટલું જ કહેલું કે હું તમને ક્યારેય ફરિયાદ નહીં કરું. તમને અડચણરૂપ નહીં થાઉં….’ વિચારોનું ઘેન ચડ્યું ને હું ક્યારે ખુરશી પર જ ઢળી પડ્યો એનું ભાન જ ન રહ્યું. આંખ ખૂલી ત્યારે આઈ.સી.યુ.માં ચહલપહલ હતી. ડૉક્ટર અંદરથી બહાર આવ્યા. મારો હાથ તેમના હાથમાં લઈ સોરી જેવું કશુંક બોલ્યા ત્યારે ખબર પડી કે હવે એ મને છોડીને…. ના ના એણે મને રિજેક્ટ કરી દીધો છે. હવે મારે શું રિએક્ટ કરવું ?

હૉસ્પિટલની જ ઍમ્બ્યુલન્સ લઈ ઈલેક્ટ્રિક સ્મશાને ગયા. અસ્થિ લેવાનાં નહોતાં એટલે ઘરે આવી નાહ્યો અને પલંગ પર આડો પડ્યો ત્યારે સવાર થવા આવી હતી. હું તૈયાર થઈ બસમાં ચઢ્યો. પરસેવો થયો. ટિકિટ લીધી. બજારમાં ગરદી, ચંપલની તૂટેલી પટ્ટી, પરંતુ આજે હું સમયસર ઑફિસે પહોંચી ગયો. આજે ચા પીવા મળી. શેઠજી આવ્યા, ભગવાન સામે ગણગણ્યા પછી મને બોલાવ્યો અને પૂછ્યું : ‘પેલો ગિરિરાજધરણ ચેરિટેબલ ટ્રસ્ટનો ચેક મોકલાવી દીધો ?’

હવે ધારો કે તમે હું છો તો તમે શું જવાબ આપો ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભજનાંજલિ – કાકાસાહેબ કાલેલકર
કોના વાંકે ? – પ્રવીણ શાહ Next »   

54 પ્રતિભાવો : ધારો કે તમે હું છો….. – તેજસ જોશી

 1. Viren Shah says:

  Sheth’s money has Sheth’s right. He can decide in which ever way he spends.

  I dislike the abusing style of several desi people who can not manage things well.
  However, we shall not react on why people are not kind enough or why they are screwing others.
  Instead if we find out what is right for us and do that right thing, we may not have to ask any question: “what would you say”. Instead we could be strong enough to accept the situation if there is no control.

  • trupti says:

   Viren,

   It is very easy to say but very difficult to face it. If you were in the place of the main character in the story, you would realize that it is not easy to digest the situation. Think if your wife is suffering form the incurable illness, and if you have to under go the trauma what the ‘character’ in the story is undergoing, what would be your reaction.

   From your message, I could gather that you are an NRI, and I have often seen ( does not apply to all) many NRI like you, after lending in to the foreign country often look upon at the people in home land with disrespect and term them as Desi, though they themselves are one. Every one tries to mange their life smoothly but not every one is fortunate enough to manage it the manner in which it should move.

   If you read the story in depth, you will realize what the author is trying to convey by this story. Imagine if you had to go through the situation what the main character is going through in the story, what will be your condition. I fully agree with you, that, the ‘sheth’ has all right to use his money the manner in which he wants, પણ માનવતા જેવી પણ કોઇ વસ્તુ હોઈ છે. Visualize the seen, where the hungry beggar is asking for some food from some fortunate person (who has everything in life) and instead of giving the food to that beggar, he is giving the same to his pet dog!!!!!. The main character is going through the same situation, as the beggar boy.

   Before saying anything, we must try to put our own foot in the shoes of the other person.
   I am sorry, if I am little harsh.

   • rutvi says:

    Truptiben,

    હુ તમારી સાથે સહમત છુ. આજના જમાના મા ચેરિટેબલ ટ્રસ્ટને દાન કરવા માટે હજારો રુપિયા આપી દેશે અને એ પણ માત્ર પોતાનુ નામ કમાવા માટે..
    એની જગ્યા એ હ્રદય મા માનવતા વિકસાવવાની જરુર છે..

    એક કવિએ સાચુ જ કહ્યુ છે.” હુ માનવી માનવ થાઉ તો ઘણુ.”

    Virenbhai,

    વાર્તાના નાયકે જે કર્યુ તે પોતાની પત્ની માટૅ કર્યુ, એના માટે જેણે ૩૦ વર્ષ સુધી વણબોલે સાથ આપ્યો..નાયકે આમ કરીને કાંઇ ખોટુ નથી કર્યુ..એમ તો ક્રિષ્ણા ભગવાન પણ ગોકુલમા ધનવાન ના ઘરમાથી માખણ ચોરે છે…

    અતિ સુંદર વાર્તા
    આભાર મ્રુગેશ ભાઈ..

    • Ritesh Shah says:

     ahiya sheth potanu naam kamavana karta potano swarth pella joi rahya chey incometax bachava maatey 50000 nu daan aapi rahya chey toh main aim to save the incometax money then charity is secondary thing.

   • Gaurang says:

    Truptiben,

    I fully agree wtih you. I appreciate your open words.

    Gaurang

    • trupti says:

     Rutviben and Gaurnagbhai,

     Thank you very much for your support and appreciations.

     • Riya says:

      Trupti ben I am not agree with you on this matter, you know you can never force anyone to help. when we ask someone to help us in any problem or matter we don’t have to expect the person would help us, it is their choice to help or not to help. and also one more thing, if the worker asked the sheth to help him and seth doesn’t help that doesn’t necessarly make the seth a bad person, if you read the story carefully seth has alreayd helped this person before with rs. 6000. I don’t see seth as bad person, or i wouldn’t say that i don’t have sympathy for the main charecter in the story. Life is like that, you cann’t expect anyone besides your self to do such thing, everyone one have choice. for example, truptiben if you need help with somehting at one point of time in life (either it could be financial help or any other way of help need from other) you can ask for someone or your family member to help but you can not expect. I think expecting someone to do somehting is જબરદસ્તિ. and incase that person couldn’t help, would you start saying that he or she is bad becuse they don’t helpyou when needed. I think this is totally wrong.

     • Chirag Patel says:

      I agree with Riya 100%. Its always good to be helpful but don’t expect help from every one! I am pretty sure at some point some one has asked you for your help – doesn’t matter how small or big that would be – and you were not able to help them at that time – for what ever reason. Did that make you a bad person?

   • Viren Shah says:

    જો તમને પૈસાની જરુર હોય તો તમે આગોતરી વ્યવસ્થા શા માટે ના કરી રાખો?

    જિન્દગીને પ્રોએક્ટિવલી જીવવી એ દરેક વ્યક્તિની ફરજ છે. તમારે ધર્માદા પર વધુ પડત આધાર શા માટે રાખવો જોઇએ?
    શેઠે જે કર્યુ એ એની ઇછા હતી.

    Here I am sympathatic to what happened to what happened to this person. However why to blame Sheth for this? It is his earned money, he can choose what ever he wants. He shall not abuse his employees but other than that he shall not be responsible to make sure that his employees do well in their personal life. If his employee is drinking then shall he also make sure that he doesn’t pay him to ensure he doesn’t drink and beat his wife?

    The main character here chose to work with a Sheth who doesn’t donate to his employees. It was his choice or he could have worked hard to choose employer who pays more and does more generous things. Why to blame Sheth for his situation?

    In short, if I received an email about people who are starving in Africa. Their pictures and drought situation is really making me sad. However If I select not to help and donate anything to these fellow African human beings then would I be the similar person like a “Selfish Sheth”?

    For Desi People I meant all of the Indian origin including myself. Now if you see how the management style of wide variety of people in world, you can find several good things. Some Desi can not let go some bad style of management. (Now it is not applicable to all Desi). Neither all people from other countries have good style. But have seen this Abusing style of Desi (or Indian) people so many times. Like Sheth is executing here, who wants to Micro Manage his employees. If employee wants to even cough, he has to take permission from Boss, that is kind of style I am talking. But there are all kinds of people.

    • rutvi says:

     વિરેનભાઇ,

     જીંદગી મા બધુજ પ્લાનિંગ પ્રમાણે નથી થતુ, ધારોકે વાર્તાના નાયકે પૈસાબચાવ્યા હોય પણ તેનો ખર્ચ આવક કરતા વધી જાય તો શુ થાય?
     સવાલ પૈસા બચાવવાનો નથી પણ ભાવના અને કર્તવ્ય નો છે.. શેઠે બધા નહી પણ થોડા તો નાયક ને આપી શકત..બાકી ના સંસ્થાને મોક્લાવી શકત.એવો કોઇ રસ્તો પણ નિકળી શકત પણ તેના માટે હ્ર્દય મા “માનવતા” ની ભાવના હોવી જોઇએ..
     રુત્વી

  • Gaurang says:

   Shri Verenbhai,

   Kindly read twice before you send some message. What do you mean by ‘Desi people’ ? Are you born Videhsi? Have some respect for your fellow human being. Stop writing non-sense on portal like ReadGujaati.

   Thanks,
   Gaurang

   • Viren Shah says:

    Well it is my opinion. Every body can express their opinion, beliefs and what they think of situation.

    Desi means that Indian origin people including myself. There is no dis-respect in any of my comments nor non-sense.

    • ઈન્દ્રેશ વદન says:

     What I’ve observed is usage of word ‘desi’ is not acceptable when it’s used in some negative context. Specially, when someone says ‘desi people’, it just demonstrates person’s animosity towards other fellow countrymen, and it is perceived as resentment of him being indian. Though, that may not be the case here.
     You dislike abusing style of ‘desi people’, but if you look at it the other way, you yourself started with some abuse and complaints. 🙂
     Anyways, what I meant was, we don’t mind when we sing along the tunes of song ‘Desi girl’ where the word is totally in positive sense.

 2. trupti says:

  Very nice story.

 3. એક સામાન્ય માણસની વ્યથા નીરુપતી સુંદર વાર્તા.

 4. Soham says:

  મારા મતે એકદમ ઉત્તમ રચના. સુંદર કટાક્ષિકા. અને જેમ હિરલે કહ્યુ તેમ — સામાન્ય માણસ ની અસહાયતા/વ્યથા ની વાર્તા.

 5. charulata desai says:

  સત્તા પૈસો અને લાગણીને કોઇ સંબંધ હોતો નથી એ સમજી લેવું જરૂરી છે,

 6. Harish says:

  this is a very good story..but it is fact that every human mind has its own logic to work…presentation of story is fine.

 7. જય પટેલ says:

  નિષ્ઠુર શેઠનો આતંક બિચારા કારકૂન પર જોઈ હૈયું કકળી ઉઠ્યું.

  સમાજમાં મોટાઈ દેખાડવા નાણાંનો અસ્ખલિત ધોધ વહાવતા ઠોઠ નિશાળિયા શેઠજીને પુણ્ય કમાતાં ના આવડ્યું.
  સમયસરની થોડી જ મદદ અને કારકુનનું દિલ જીતી જીંદગી ભરની વફાદારી ખરીદતાં શેઠજીને ના આવડી.

  આવા શેઠોના વાવટા આઝાદી આવતાં સંકેલાઈ ગયા તે આપણે ગુજરાતમાં જોઈ શકીએ છીએ.

 8. Gaurang says:

  Excellent story. Thanks Mr. Tejas Joshi for it. You have such a good command on the language. Simply written, very touchy..

  Gaurang

 9. Chintan says:

  સમજવા જેવી વાર્તા છે. માણસ નામના પ્રાણી ને જાણવુ ખરેખર ખુબ મુશ્કેલ છે.
  લેખનશૈલી સરસ છે.
  સુન્દર પ્રતિભાવો.

  આભાર.

 10. Hemant Upadhyay says:

  ખુબ સરસ કહનિ ચ્હે. પત્રો ને સરસ રિતે રજુ કર્ય ચ્હે,

  આભિનન્દન્
  ેમન્ત ઊપધ્યય્

 11. Himanshu Zaveri says:

  ઘણી જ સુંદર વાર્તા. લેખકે વાર્તાનુ આલેખન ઘણી જ સારી રીતે કર્યુ છે. વાર્તાના દરેક પાત્રો પોત-પોતાની જ્ગ્યાએ સાચા છે. નથી સારુ એ કે, દરેક પાત્રોનો પોતાનો સમય…., અને તેના પર તો કોઇકનો અંકુશ જ નથી..

 12. સરસ વાર્તા! શું React કરૂં સમજ નથી પડતી!

  જીઁદગીની વિઁટબણાઓનો વરવો ચિતાર.

  વાર્તાનો નાયક શેઠને Reject નથી કરી શકતો. શેઠ ક્યારેક શઠ કક્ષાના હોય છે. ઘણા ઉપરીઓ નીચલા કર્મચારીઓને સમજતા નથી.

  -તો કેટલાય પતિઓ પોતાની પત્નીને સમજતા નથી! પત્નીની જીંદગીમાંથી Exit થાય પછ એને સમજ પડેઃ પત્નીએ એને ખુશ કરવા અને સુખી કરવા પોતાની જાતને હોમી દીધી છે. ક્યારેક વસ્તવિકતા વિકરાળ હોય છે.

  નાયક, પત્ની અને શેઠ વચ્ચે સરસ ગુંથાતી વાર્તા માર્મિક છે.

 13. Rupal says:

  Very nice story.

 14. કલ્પેશ says:

  સવાલ કદાચ એમ હોવો જોઇએ કે “ધારોકે તમે શેઠ છો તો તમે શુ કરશો?” અથવા આવી સ્થિતિમા મૂકાયા હોવ તો શુ કર્યુ છે?.

  આ લેખમા હુ શેઠને જવાબદાર ગણતો નથી. આપણે બધા કદાચ આવી કોઇ તક ચૂકી ગયા હોઇશુ અને શેઠની જેમ બીજે કશે દાન કર્યુ હશે. બે વસ્તુને સાંકળવાથી એક પાત્ર પ્રત્યે આપણે ઘૃણાથી જોતા થઇએ છીએ.

  ચાલો એમ માનીએ કે શેઠે પૈસા આપ્યા અને મુખ્ય પાત્રની પત્નિ જીવી ન શકી હોય તો શુ દોષનો ટોપલો “ભગવાન”ને માથે?
  એમ પણ વિચારી શકાય કે જે પૈસા શેઠે આપ્યા એમાથી કોઇ બીજાને જીવનદાન મળતુ હોય?

  જો શેઠ ક્રુર હોય તો આપણે બધા ક્યા? હું ક્યા?

  • કલ્પેશ says:

   મૃગેશભાઇ,

   ઇન્કમ ટેક્સમા બાદ મળતુ હોય તો પણ દાન પાછળનો ભાવ પણ મહત્વનો છે કે નહી.?
   જો બાદ ન મળતુ હોય તો શુ લોકો (જે ટેક્સબાદ માટે આ કરે છે તે બધા) દાન કરવાનુ બંધ કરી દેશે?

   અને બાદ મેળવવાથી કોઇનુ નુક્સાન નથી થતુ ને?
   મને લાગે છે કે આપણે બહુ પુર્વગ્રહી છીએ જ્યારે આપણે એમ માની લઇએ છીએ કે ટેક્સ બાદ મળ્તુ હોય તેથી જે લોકો દાન કરે છે એમના મનમા દાનનો ભાવ ઓછો છે.

   બીજાને આવી શ્રેણીમા મૂકનારા આપણે કોણ? અને આપણને કોણ કેવુ છે અને કોઇ કામ અમૂક પ્રમાણે જ કરવુ જોઇએ એનો નિર્ણય લેવાનો અધિકાર કોણે આપ્યો?

   • કલ્પેશ says:

    એક વાત કહી દઉઃ મેં ટેક્સ બચાવવા દાન હજી નથી કર્યુ પણ એમા કંઇ ખોટુ છે એમ પણ નથી માનતો 🙂

   • જય પટેલ says:

    કલ્પેશ

    આપે સાવ સાચી વાત કરી કે દાન પાછળનો ભાવ મહત્વનો છે કે નહિ ?

    આવક વેરામાં મળતી રાહતને બાદ કરીએ તો ભાવ વગર દાન કરવું અશક્ય છે.
    શેઠમાં આ ભાવની જ કમી છે. પહેલાં રૂ.૬૦૦૦ આપ્યા તે કપાત પગારે પાછા આપવાની
    શરતે આપેલા છે તેથી તેને દાનમાં ગણી જ ના શકાય.

    દુકાનમાં કામ કરતા કર્મીઓ શેઠની શેઠાઈ જાળવી રાખવાનો કર્મયોગ કરે છે તે પણ
    આઉટ ઑફ નેસેસીટીઝ. શેઠમાં માનવતાનો ગુણ હોત તો પોતાના માણસનું હિત પહેલું
    જોયું હોત. મારો માણસ સુખી તો હું સુખી સાવ સીધી સાદી વાત છે.

    ભારતમાં માંદગી રજા-વેકેશન આઠ કલાકની શિફટ જેવી ચીજ અંગ્રેજો લાવ્યા
    નહિતર આ દેશના શેઠિયાઓ તો પ્રજાનું લોહી
    સદીઓથી ચુસતા હતા તે સમજવું જરાય કઠિન નથી.

 15. 'સંતોષ' એકાંડે says:

  ખુબજ સરસ વારતા છે.
  મોટા ભાગે લોકોને શેઠમાં ‘રાવણ’ દેખાયો.
  શેઠ કર્મજ્ઞ છે, ધર્મજ્ઞ નહી.માણસાઈ તેનામાય છે.
  પહેલ રૂ. ૬૦૦૦ની મદદ, નાયકનાં પત્નિની માંદગી દરમ્યાન થતા, અને ભવિષ્યમાં થનાર
  મોડા માટે છુટછાટ તેનાં પુરાવા છે. ફક્ત ઇન્કમટેક્સ બચાવવા માટે કરેલું દાન તેની મૂનસફી પર અવલંબે છે.
  અને નાયકેય બસભાડાનાં પૈસા ગપચાવીને ક્યાં રાજી નથી થતો…..!
  આજનો માનવી ફક્ત નાણાકીય મદદનેજ મદદ માનેછે….કદાચ.
  બાકી તો આપ સૌ પ્રતિભાવકો સુજ્ઞ છોજ..
  ‘ સંતોષ ‘ એકાંડેનાં
  વંદે માતરમ્

  • જય પટેલ says:

   શ્રી સંતોષભાઈ

   શેઠજીએ રૂ. ૬૦૦૦ નો ઉપાડ કપાત પગારે આપેલ છે જેમાંથી વાર્તાના નાયકે રૂ. ૨૦૦૦
   ચુકવી દીધા છે. પગાર સામે એડવાંસ ઉપાડને મદદ કે દાન ગણી શકાય ?

   • 'સંતોષ' એકાંડે says:

    જય ભાઈ,
    મેં પહેલાજ કહ્યુંકે, શેઠ કર્મજ્ઞછે, ધર્મજ્ઞ નહી.
    આજ કારણસર તેઓ પહેલા એકવાર મદદ કરી ચૂક્યા છે.
    અણીનાં સમયે કરજ આપવું એ પણ એક મદદજ ગણાય.
    મુદ્દો અહીં શેઠે આપેલાં દાન અને મિ. શાહને ન આપેલાં કરજનો છે.
    અને એક કર્મજ્ઞનો કદાચ આજ નિર્ણય હોય..
    રહી દાન પુન્ય કમાવાની વાત..
    મેં ઘણા લોકોને કુતરાઓને બિસ્કીટ ખવડાવતાં જોયાં છે,ગરીબ બાળકોનાં
    ખાવાની માંગણી માટે ફેલાયેલાં કુમળાં હાથની ધરાર અવગણના કરીને….
    કુતરાઓ તો ગમે ત્યાં ઇવન ગટરમાં પણ મોંઢુ મારીને પેટ ભરી શકશે,
    તે તેમની નિયતી છે, શું માનવ તેવું કરી શકશે….? નાં, તે સામે ઉકરડાંમા
    પડેલી રોટલી ઉઠાવીને નહી ખાઈ શકે. ખરેખરતો સાચું પુણ્ય ક્યાંથી કમાવું
    કદાચ માણસે તેજ પહેલા શીખવું પડશે.
    બાકી બાયપાસ કે બીજી ગંભીર બિમારી ની સારવાર માટે પેપરમાં ટહેલ
    નાખતાજ એક લાખની જગ્યાએ અઢી લાખ ભેગા થતાં મેં જોયાં છે, અને વધેલાં પૈસે
    અમન ચમન કરતાં લોકોને પણ……

    વંદે માતરમ્

    • સંતોષભાઈની વાત એકદમ સચોટ છે.
     સંતોષભાઈની વાત એકદમ સચોટ છે. એક વાત નક્કી છે કે માનવને અને માનવમનને સમજવું કઠિન છે.

    • જય પટેલ says:

     શ્રી સંતોષભાઈ

     આપે કહ્યું કે..
     એક કર્મજ્ઞનો કદાચ આ જ નિર્ણય હોય.
     રૂ.૫૧૦૦૦નું દાન કરવું અને પોતાના જ કર્મયોગીનો સંસાર ભાગતો જોઈ રહેવું…!!

     ક્ષણે ક્ષણે પોતાના કર્મયોગીની પત્ની મોતના મુખમાં જઈ રહી છે ત્યારે
     આવી કર્મજ્ઞતાનો સંતોષ લઈ પોતાની જ જાતને છેતરવાથી કોઈ ઘટિયા કામ હોઈ શકે ખરૂ ?

 16. Veena Dave, USA says:

  સરસ વારતા.

 17. payal says:

  I really enjoyed this story. There are so many layers and complex human psychology involving all the characters. The true victim here is the wife. And I think it is only towards the end the husband realises his mistakes. He admits them openly. I like how there are no black and white villans.. just many shades of gray. No one is entierly right or wrong. Thank you Tejasbhai for coming up with this wonderful plot and extremely well written story. Hope to see more great works from you in future.

 18. ઈન્દ્રેશ વદન says:

  Very nice story with some hint of humour.

  Outstanding writing style, Mr. Joshi.

 19. Vaishali Maheshwari says:

  Nice story and interesting comments.
  All the characters mentioned are having different shades of nature.
  Enjoyed the author’s writing style too.

  Just as every coin has two sides, this story can also be viewed from different angles.
  Many of the readers have commented regarding the different angles.

  I also feel that Sheth’s aim to donate the money was not good.
  He donated the money just to save his income tax.

  On the other hand, it is not sure that if Sheth would have given some money to this employee, his wife would have been saved, but still the point to be focused on over here is about humanity.

  Life or death is a secondary thing. Sheth could have given money to this employee and this employee could have at least tried to save his wife’s life.

  This story depicts what we see in today’s scenario.

  Thank you Mr. Tejas Joshi.

 20. Navin N Modi says:

  વાર્તા વાંચવાની મજા આવી કેમકે વાર્તાની બાંધણી સુંદર છે. સાથે માનવ મનની વિચિત્રતાનું એમાં નિરુપણ છે.
  શેઠ ક્રૂર નથી એ વાતતો શેઠ નાયકના પરિસ્થિતિવશ મોડા આવવા બદલ પગાર નથી કાપવાના એ બાબતથી સિદ્ધ થાય છે.
  જો કે દાન ક્યાં અને કોને કરવું એ એમની ઈચ્છાની વાત હોવા છતાં આ વાર્તા વાંચતા મને એ ગુજરાતી કહેવત યાદ આવી ગઈ – “ઘરના ઘંટી ચાટે ને પાડોશીને આટો”

 21. ભાવના શુક્લ says:

  એક આમ આદમીની રોજીંદી વિટંબણાઓ ( પત્ની કે બાળક ને મરણતોલ બિમારી હોવી અને તેના માટે ઇલાજની મુશ્કેલીમા અટવાતા પિસાતા રહેવુ તે આર્થિક રીતે અતિસામાન્ય મનુષ્યમાટે કોઇ મહામુલો પ્રશ્ન નહી રોજીંદી વ્યથા જ છે.)

  સરસ પાત્રા લેખન, સ્થળ અને કાળ નુ એટલુ બધુ સુક્ષ્મ અવલોકન શબ્દોમા વર્ણવેલુ છે કે સાચે જ પરસેવાથી નિતરતો નાયક કે શ્રીમંતાઈને ગર્વથી પંખાની હવા તળે નિભાવતા કોઈ શેઠજી આંખો સમક્ષ આવ્યા વગર રહે નહી. જાણે ગુલઝાર ની કોઇ વાર્તાથી બનેલુ ચલચિત્ર જ જોતા હોઇએ. વાર્તામા વ્યથાતો એક આમ માણસનીજ લખી છે પણ વાસ્તવિકતાને શબ્દોની તાકાતથી રંગી વાચકને નિતરતા કરી મુકવા એ પણ વાર્તાકારની આગવી ઓળખ છે.

 22. Chetan says:

  Well, what I felt is that the entire situation is like “Glass of water is filled half, if you look one way, it’s half full, other way it’s half empty”.

  Sheth has given donation to Charitable trust – he has seen two benefits, one is that he has given the donation and earned the પુણ્ય and 2nd one is that he got the benefit in Income-Tax too.

  As per my opinion, is Sheth really know that donation given to Charitable trust is being utilized correctly and reached to really needy person? I am saying “May be” as donor we will not come to know where the money is being utilized.

  If Sheth is really wanted to earn the “પુણ્ય”, then he could have given some amount from Rs.51,000 which he has reserved for Charitable trust? Atleast here he could be 100% sure that the donation he will be giving is reaching to to an absolutely necessary and needy person and that also to save one important “human” l ife.

  And if Sheth is really considering his staff as one family, then what would have he felt when he came to know that Mr.Shah’s wife passed away and if he would have helped him, his wife might have survived or come out from critical condition. Is he felt that “guilt” of not helping his own staff in really necessity?

  So there are so many aspects. so it all depends how the person thinks and how it matters to him. If person is just interested in giving donation for getting “Fame” and “Name” then it doesn’t matter and he will not think other way round which most of the reader has commented and expressed their view point.

  This is my individual views and not in reply of other reader’s comment and also not to hurt anyone’s feeling.

  But story is really good and its definitely force you to think what you could have done in this situation and also what can do if this situation arise?

  Thanks

 23. nayan panchal says:

  ખૂબ જ સરસ.
  કમીને ફિલ્મ જેવી એકદમ કમીની વાર્તા છે. ડાર્ક હ્યુમર, કરૂણાંતિકા, માનવમનની અવળચંડાઈઓ, માનવતાની બદલાતી વ્યાખ્યાઓ….

  એકદમ સરળ શૈલીમાં લખાયેલી, અત્યંત રસપ્રદ વાર્તા.

  ઉપરની કોમેન્ટસ વાંચી. હું માનુ છું કે જેમ કોઈ માણસ સંપૂર્ણ પણે સારો નથી તેમ ખરાબ પણ નથી. શેઠનુ કેરેક્ટર ગ્રે શેડ ધરાવે છે. જો તે દાન કરીને ટેક્સ બચાવતા હોય તો તેમાં કંઈક ખોટું નથી. આપણે વાર્તાના પાત્રોને રામ જેવા આદર્શ મનુષ્યની જેમ વર્તન કરવા ધારીએ તે કેમ ચાલે… શેઠનુ આવુ પાત્ર કમનસીબે વાસ્તવિકતાથી વધુ નજીક છે.

  તેજસભાઈ, તમે નિયમીત લખતા હો તો તમારા અન્ય લખાણની માહિતી આપવા વિનંતી. ન લખતા હો તો ચાલુ કરી દો. અભિનંદન.
  નયન

  હું મનમાં ગુસ્સા અને મોઢા પર બનાવટી સ્મિત સાથે કહું કે, “આજે મોકલી આપીશ. કાલથી સમયસર આવી જઈશ, અને વધુ પૈસાની જરૂર નથી. હજાર હાથવાળાએ મુશ્કેલી દૂર કરી દીધી.”

 24. kantibhai kallaiwalla says:

  no.(1) Charity begins at home.(2) one should think of himself first and then of others.(3) These are the two sides of the coin (4) Ring is always existing between two sides of coin.(5) This ring is the practical solution of each problem, here the employee and employer has overlooked the PRACTICAL SOLUTION.(6)Every business man knows and MUST know the practical solution.(7) Some businessman offers practical solution by his own will, some business man awaits what practical solution his worker offers.(8)Sometimes practical solution offered by business man is not acceptable by his worker and sometimes practical solution offered by worker is not acceptable by business man is entirely different thing, but here both has not offered PRACTICAL SOLUTION.(9)I hope that answer of the question in story is already given by me here very clearly.

 25. બસની ટીકીટ કઢાવી નહીં, બહુ કામનો ડોળ, શેઠજીનો પત્તો, શેઠનું ગણગણાટ, મહેતાજીના બે પગારની અદેખાઈ, ઘાટી કમ પ્યુન, ચા ન મળ્યાની વ્યથા, કેરીના છોતરાની ખુસાતમતગીરીમાં વાઘના મુખનું દર્શન. આ અર્ધી વાર્તા સમજવી. અન્યનું તો એક વાકું આપના આઢાર જેવી હાલત છે. પત્નીએ આ બધું કેમ સહન કર્યું હશે?

 26. trupti says:

  Riya and Viren Shah,

  Every one has their own thinking and point of view and I do not expect that, every one should agree with my point of view. The way the ‘sheth’ had given an advance of Rs.6000/- earlier to the employee, and partly he had already recovered also form his salary, he could have given some more and could have recovered from his dues. The employee gave his entire life to the business of the ‘sheth’ so I think, he is right in expecting something in return form his employer. Why, we do not expect something from our employer? In spite of earning the handsome salary, we expect to get the ‘ex-gratia’, performance bonus, and, loan to even the buy a house or luxury like car and some time even loan for the overseas visit!!!!!! The employee had not asked for the denotation form his employee, but only an advance/loan.

  @@@ Viren.

  As I mentioned earlier, every one wants to move their life in a smooth manner, but not all are fortunate enough to run the show in the manner in which it should go. As Rutvi mentioned in her opinion, that every thing does not work according to our own planning. We also plan so many things, but tell me very frankly, does your entire plan work out properly? The employee is not that educated that he has many choice left to choose the employer. The baggers are not choosers. In today’s world very limited choice sometime is left to the educated people like us, so where the merely SSC passed person would have any choice to choose the GOOD employer, who will cater to all his need.
  I am also not saying that, the ‘sheth’ should have given away all the money he had kept aside for donation to his employee; but at least, he could have shown some sympathy to him after hearing the death of the wife of the employee.
  There was no guarantee that, even after getting the help of the ‘sheth’ the employee’s wife would have survived, but it is human nature to try until the end, in spite of doctor’s advice that, there is no hope. In spite of lost hope, we try to keep our near and dear ones alive by putting them on the VENTILATOR. We know that, once the person is on the ventilator, there are less chances of that person’s survival, but still we try. Same manner, even the ‘main character’ wanted to save his better half, who silently walked with him through out his life.

 27. Nim says:

  ખૂબ જ સરસ.
  એક સામાન્ય માણસની વ્યથા નીરુપતી સુંદર વાર્તા.

  ધન્તવાદ
  નિમ

 28. sima shah says:

  ઘણી જ સરસ વાર્તા.
  અભિપ્રાય તો એથી ય સરસ.
  વધુ તો શું કહુ?,પણ હું તૃપ્તીબેન સાથે ૧૦૦% સંમત થાઉ છુ.
  સીમા

 29. ruchir says:

  બોસ્સ સુપેર વાર્તા

 30. એકદમ સરળ શૈલીમાં લખાયેલી, અત્યંત રસપ્રદ વાર્તા.
  નાયકના દ્રષ્ટીકોણથી લખાએલ વાર્તા.
  નાયકને પત્ની માટે કેટલી લાગણી છે?
  “અસ્થિ લેવાનાં નહોતાં એટલે ઘરે આવી નાહ્યો અને પલંગ પર આડો પડ્યો ત્યારે સવાર થવા આવી હતી. હું તૈયાર થઈ બસમાં …… …… આજે ચા પીવા મળી. ”
  હરિ ઓમ !
  ચા ની પડી છે ! વધારાના ખર્ચને પહોંચી વળવા ઓવરટાઈમ કરવાનું ન સૂઝ્યું ?!
  તેજસભાઈને ધન્યવાદ !

 31. Ashish Dave says:

  Tejasbhai,

  You are a fantastic story teller. Looking forward to more stories from you…

  Ashish Dave
  Sunnyvale, California

 32. S Patel says:

  I can say only one thing, as it’s mentioned in story, Shethji is Vaishnav. Vaishanv to bija na dukhe dukhi thai. Jo koi vyakati no jiv bachavi shakto hoi to paiso potani pase ni vastu vechi ne pan aape.

  Aam to Manvta ne koi dharm sathe leva-deva nathi. Manav dhram che ke darek ne nahi to potani sathe jodayela garib vyakti ne madad jaroor karvi. Pan Gandhiji e kahyu che ne ke Dan patra joi ne apay etle, etlu jaroor jovu joiye ke sami vyakti teno gerupyog nathi karti ne. Athva paisa na badla ma koi kam mate kahi shakay.

  Ahi paisa dan ma j aapvana hata to saru hatu ke ek vyakti ne dava mate vaprata.

  Rahi vaat “Deshi” comment ni to, Gani vaar desh ma thi aaveli vyakti lagnivash hoi che je ahi born and bought up mate samjvu agharu che karan ke e loko e sukh-dukh ma ek bija ne madad rup thavani bhavna joi j nathi.
  E loko e Bhamasha nu naam pan nahi sambhlyu hoi.

 33. Mihir sanghavi says:

  ખૂબજ સુંદર વાર્તા!

 34. Instead of discussing, Tajasbhai has asked “WHAT COULD HAVE YOU DONE,HAD YOU BEEN IN THIS SITUATION?”Let us pray ALMIGHTY not to put anyone under this kind of situation.I think those disagree with the situation might have not face such circumstance and those who would have come under this kind of situation must have fought with courage for a short period of time but not for a long period of thirty years at a stretch without anybody”s help.To say one should save money for future is A SHEER NONSENSE.Is it practical for a person who is not earning mouthful?

  • To BHANAJ NANAVATY Overtime shabd lakhta pehla vichar karvo joie ke shu ene eni patni ni sarvar mate evu nahi karyu hoy?mane lage chhe ke tame avi paristhiti mathi pasar thaya hasho to “overtime”karyo hashe pan jya overtime karvano rivaj na hoy tya shu kari shakay!!Tame LIMITED COMPANY ma kam karyu lage chhe etle OVERTIME shabd sujyo.Am kahi ne koi ni bhavnao sathe ramvano vichar kari potani sathe bhagvane kareli anukultane sahaj rite sweekar kari bija mate sahanubhuti kelavvavo vichar karso to uttam ganashe.SORRY to say this.Looking at your photo I think you are around 62 years of age.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.