અજબ માટીના માનવી : સરદાર વલ્લભભાઈ – ડૉ. કુમારપાળ દેસાઈ

[‘જનકલ્યાણ’ માંથી સાભાર.]

નિબિડ વનમાં વરુનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું. રડ્યું ખડ્યું ઘેટું લીલુંછમ ઘાસ જોઈ ચરવા આવી ગયું અને વરુના પંજાએ એને તાબે કરી લીધું. નિરપરાધી ઘેટાએ બેં બેં જેવો લાચારીભર્યો અવાજ કર્યો. પણ સમર્થનો આ ન્યાય હતો. એ જે કહે, તે ન્યાય અને ઘેટું વનનું ચોર ગણાયું. એ જીવથી હાથ ધોઈ બેઠું.

એક દિવસ એક અંગ્રેજ સાહેબ એના નોકર પર નારાજ થયો. નોકર મગજનો નબળો હશે કે સત્યનો સાહેદ હશે. બોલી ગયો કે નાના નાની ચોરી કરે, મોટા મોટી ચોરી કરે ! ન્યાય કોનો કોણ કરે ? સીતાની અગ્નિપરીક્ષા થઈ શકી, પણ શાહુકારની અગ્નિપરીક્ષા અશક્ય વાત છે. અંગ્રેજ સાહેબને જમીન-આસમાન એક થતાં લાગ્યાં. નોકરની જાત અને વળી આમ માથે ચડે ? અનેક નોકરના દેખતાં અપમાન કરે એ કેમ પોસાય ? સાહેબે નોકરને એના કૃત્યની સજા કરવાનો નિશ્ચય કર્યો. બિલાડીએ ઉંદરનો, વરુએ ઘેટાંનો કે સિંહે માનવીનો જે ઝટપટ ન્યાય કર્યો, એ ન્યાય એને મોળો લાગ્યો. રિબાઈ રિબાઈને મરે એવી સજા કરું એવો સાહેબે મનસૂબો કર્યો.

સાહેબે કોર્ટમાં કેસ દાખલ કર્યો. ચોરીનો આરોપ મૂક્યો અને સામે જબરજસ્ત પુરાવાઓ ઊભા કર્યા. કેટલાક લોકોના અંતરમાં વાંઝણી દયા હોય છે. તેઓએ કહ્યું : ‘માસ-બે માસની બિચારો સજા ખાશે, નોકરી જશે, બૈરા-છોકરાં ભૂખે મરશે.’ સાહેબ કહે છે કે, આવા માણસને માસ-બે માસની સજા હોય નહીં. વરસ બે વરસની સખત કેદની સજા પડવી જોઈએ. સાથે રોકડ રકમનો દંડ થવો જોઈએ.
‘રોકડ રકમ લાવે ક્યાંથી ?’
‘તો વધુ સજા ભોગવે. એવાને માટે ન્યાય કાંઈ મોળો થાય નહીં.’ સાહેબે કહ્યું.
‘તો તો આ ભવ એનો પૂરો થઈ જાય.’ લોકોએ અભિપ્રાય આપ્યો.
‘એમ જ થવું જોઈએ, તો નોકરજાત મર્યાદામાં રહી અદબમાં રહે, નોકર મટી શેઠ બની જાય નહીં.’ સાહેબે કહ્યું. આ વાતની નોકરમંડળને ખબર પડી. એને મિત્રોએ કહ્યું કે આવા વખતે તમાકુના છોડની જેમ પવન પ્રમાણે વળી જવું જોઈએ. તાડની જેમ અક્કડ ઊભા રહી શકાય નહીં. ધન અને સત્તા ધારે તે કરી શકે. જા, અંગ્રેજ સાહેબના પગે પડી જા, મોમાં તરણું લઈ માફી માંગ. અલ્યા, ધણીનું ધણી કોણ ? મંગળ સાહેબ પાસે ગયો. અંગ્રેજ સાહેબ તો રાતોપીળો થયો. મંગળ મોંફાટ રોયો, દયા માટે પગ પકડીને અરજ કરી. સાહેબે દયા ખાઈને કહ્યું : ‘જા, હું કહું એમ કરવું હોય તો કાલે આવજે.’

મંગળ બીજે દિવસે હાજર થયો. અંગ્રેજ સાહેબ હસતા હસતા બહાર આવ્યા. નોકરને નીચે બેસવા કહ્યું. આજ સાહેબની દયા ઘેટાં સાથે વરુએ કરી એવી હતી. સાહેબે કહ્યું : ‘તને પહેલાં કોઈ ગુના બદલ સજા થઈ છે ખરી ?’
‘ના. જી.’
‘હું કહું કે થયેલી. મારી સામે જૂઠું બોલે છે ?’
‘તો હજુર થયેલી. એક નહીં, સાત વાર થયેલી કહું છું.’
‘થયેલી એમ મોંએ કહે તે નહીં ચાલે. તારે વકીલની સામે લખી દેવું પડશે. કોર્ટમાં રજૂ કરવું પડશે.’
‘હજૂર, આપ કહેશો તેમ કરીશ. ફક્ત મને બચાવજો. ગરીબ બચ્ચરવાળ માણસ છું.’ અંગ્રેજ સાહેબ ખડખડાટ હસ્યો. એ હાસ્યમાં કરૂણા હતી કે કિન્નાખોરી – એ મંગળ સમજી શક્યો નહીં. સાહેબે કહ્યું, ‘જા, હું કહું તેમ કરીશ તો તું નિર્દોષ છૂટે એવી અથવા નામની સજા થાય એવી જોગવાઈ કરીશ.’
‘હજૂર, આપ મારા મા-બાપ છો.’ આ અંગ્રેજ પિતા હિંદી દીકરાનું ગળું હાથમાં આવે તો દબાવી દેવાના મતનો હતો. ને આ ગરજવાન દીકરો પોતાના વકીલ પાસે આ કેમ લખી આપવું એની સમજણ માટે ગયો. અથથી તે ઈતિ સુધીની બધી વાતચીત કહી.

વકીલ વલ્લભભાઈ પટેલ મલકાયા ને અસીલને પૂછ્યું : ‘તને કેટલા વરસ થયાં ?’
‘ત્રીસ.’
‘તારી જન્મપત્રિકા છે ?’
‘હા.’
‘જા. હમણાં ને હમણાં લઈ આવ.’
અસલી મંગળ ઘેર જઈ પટારામાંથી જન્મપત્રિકા શોધી લાવ્યો. વકીલ વલ્લભભાઈ પટેલે જન્મપત્રિકા જોઈ લખાણ તૈયાર કર્યું ને એમાં લખ્યું કે આ મુદતે સજા થયેલી. આ મુદતે છૂટ્યો. સજા કુલ નવ મહિના ભોગવી. કાગળ લઈને મંગળ સાહેબ પાસે આવ્યો. અંગ્રેજ સાહેબ રાજી રાજી થઈ ગયો. હર્ષાવેશમાં કાગળ પૂરો વાંચ્યા વગર હાથમાં લીધો ને પોતાના વકીલને આપવા નોકરને પાછો આપ્યો. મંગળે જઈને સાહેબના વકીલને આપ્યો.

બોરસદની કોર્ટમાં કેસ ચાલ્યો. સાહેબના વકીલે કહ્યું : ‘મંગળ રીઢો ગુનેગાર છે. ચોરીઓ કરતો જ હતો. ટેવ પડી ગઈ છે. આ ગુનાના પૂરતા પુરાવા છે, ને કદાચ ન હોય તોય જૂની થયેલી સજાનો દાખલો એને સજા ફરમાવવા માટે પૂરતો છે.’ ન્યાયાધીશે લેખિત પુરાવો હાથમાં લીધો. ઉપર ટપકે વાંચ્યો ને ગુનેગાર્ને પૂછ્યું :
‘તને સજા થયેલી ?’
મંગળે કહ્યું : ‘હા. જી.’
‘કેટલા માસની ?’
‘નવ માસની.’ મંગળે સાવ સહજ રીતે કહ્યું. એને પોતાના ગુનાની જાણે કોઈ શરમ ન હોય તેમ એ બોલતો હતો. ન્યાય કચેરીના દરેક માણસને લાગ્યું કે નક્કી આ ભલો, ભોળો દેખાતો નોકર મંગળ રીઢો ગુનેગાર છે. ન્યાયાધીશ કહે : ‘ફરિયાદ પક્ષનું કામ પૂરું થયું, હવે બચાવ પક્ષના વકીલ કામ શરૂ કરે.’

મંગળના વકીલ વલ્લભભાઈ પટેલ આગળ આવ્યા. એમણે મંગળને જ પ્રથમ પૂછ્યું :
‘તને સજા થયેલી ?’
‘હા, સાહેબ !’ મંગળે કહ્યું.
‘તેનું લખાણ કરીને તેં સાહેબને આપેલું ?’
‘હા સા’બ.’
‘એ લખાણ આ જ છે કે બીજું ?’
‘આ જ છે, સા’બ.’
‘એ લખાણ સાહેબને તેં શા માટે આપેલું ?’
‘તેમણે મને વચન આપેલું.’
‘શું વચન આપેલું ?’ ગરીબોના બેલી વકીલ વલ્લભભાઈ પટેલે સ્પષ્ટતા માગી.
‘આવું લખાણ લખી આપે તો છોડાવી દઈશ.’
‘તને જેમાં નવ માસની સજા થયેલી, એ ગુનો કેવા પ્રકારનો હતો ?’
‘વકીલ સાહેબ ! એ વાતમાં હું ઊંડો ઊતરતો નથી. બધાયને એવી સજા થાય છે.’
‘બધાયને એટલે કોને ?’ વકીલે જરા જોરથી પૂછ્યું.
‘મને-તમને.’
‘મેજિસ્ટ્રેટ સાહેબને પણ ?’ વકીલ વલ્લભભાઈએ જરા જોશથી પૂછ્યું.
‘હા. સાહેબ.’ એના જવાબમાં ઉત્સાહ હતો.
‘દીવાનો તો નથી થયો ને ?’
‘ના સાહેબ, માનવમાત્રને આ સજા ભોગવવી પડે છે.’
‘અલ્યા, તું વિચિત્ર માણસ લાગે છે. તારી સાથે અમને બધાને લેતો પડે છે. જરા ખુલાસાથી વાત કહે’ વકીલે વળી ચકાસણી શરૂ કરી.
‘સાહેબ ! હરએક માણસને નવ મહિના માના પેટમાં રહેવું પડે છે, ને કેદની સજા ભોગવવી પડે છે.’
‘તમે તમારા જન્મની વાત કરો છો ?’
‘હા સાહેબ, જુઓ, ત્રીસ વર્ષ ને નવ મહિના ને નવ દિવસ પહેલાં મને કેદની સજા થયેલી. ત્રીસ વર્ષ પહેલાં એટલે કે નવ મહિના ને નવમે દિવસે મારો જન્મ થયો. એ દિવસે કેદમાંથી મારો છુટકારો થયો. જુઓ, આ છે મારી જન્મપત્રિકા. આ મારું સજા વિશેનું લખાણ.’

બોરસદની કોર્ટના મેજિસ્ટ્રેટે લખાણ જોયું. તિથિ મિતિ ત્રીસ વર્ષ પહેલાંના હતાં. તેમને સો મણ તેલે અંધારું માલૂમ પડ્યું. એમની ઠગાયેલી નજર બચાવ પક્ષના વકીલ પર મંડાયેલી હતી. બચાવ પક્ષના વકીલ મૂંછમાં આછું આછું મલકાતા હતા. અંગ્રેજ સાહેબે પોતાના વકીલને કહ્યું : ‘તમે તારીખ જોઈ નહોતી ?’ વકીલે જવાબ વાળ્યો : ‘મેં માન્યું કે તમે જોઈ હશે. ભારે છબરડો થયો.’ મંગળના વકીલ વલ્લભભાઈ પટેલે સિંહગર્જના કરતાં કહ્યું : ‘આ ખોટો દસ્તાવેજ છે, એવી રીતે પુરાવા પણ ખોટા ઊભા કરેલાં છે, સાહેબ ! કીડી પર કટક ચડ્યું છે. સત્તાધીશના સૌ સ્નેહી, ગરીબનું એકે નહીં. આપે પૂરતો ન્યાય તોળવાનો છે.’ ને વકીલે સત્તાંધ ગોરા સાહેબના હરએક પુરાવાને સિંહપંજાથી નષ્ટ કરવા માંડ્યા. હતાશાનું એવું વાતાવરણ પ્રસરી ગયું કે કોઈ સાચી કે ખોટી કોઈ પ્રકારની વાત કહી શક્યું નહીં. વનમાં સિંહની ત્રાડે શિયાળિયાં લપાઈ જાય એમ બધા લપાઈ ચંપાઈ ગયા.

વકીલે જ્યારે પોતાની બેઠક લીધી ત્યારે સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ હતી. અંગ્રેજ સાહેબની સાહેબીનો તોર ઊતરી ગયો હતો. એની કિન્નાખોરી ભેગી એની કારકિર્દી પણ ભસ્મ થઈ રહી હતી. મેજિસ્ટ્રેટે ચુકાદો આપ્યો : ‘આરોપી નિર્દોષ છે.’ એ દિવસે આસપાસની કોર્ટોમાં પણ સન્નાટો છવાઈ ગયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કોના વાંકે ? – પ્રવીણ શાહ
એ કોણ મને બોલાવે ?!! – ડાહ્યાભાઈ બી. પટેલ ‘નીરવ’ Next »   

38 પ્રતિભાવો : અજબ માટીના માનવી : સરદાર વલ્લભભાઈ – ડૉ. કુમારપાળ દેસાઈ

 1. કુમારપાળ દેસાઈએ આ લેખ ભલે વલ્લભ ભાઈ પટેલ માટે લખ્યો છે પણ નકલી જેવું લાગે છે. અંગ્રેજો આવા કપટી ન હતા.

  ભારે છબરડો થયો.’ મંગળના વકીલ વલ્લભભાઈ પટેલે સિંહગર્જના કરતાં કહ્યું : ‘આ ખોટો દસ્તાવેજ છે, એવી રીતે પુરાવા પણ ખોટા ઊભા કરેલાં છે, સાહેબ ! કીડી પર કટક ચડ્યું છે. સત્તાધીશના સૌ સ્નેહી, ગરીબનું એકે નહીં. આપે પૂરતો ન્યાય તોળવાનો છે.

  • જય પટેલ says:

   શ્રી વોરાજી…એથીએસ્ટ્..રેશનાલીસ્ટ…વગેરે..વગેરે..!!

   અંગ્રેજો આવા કપટી ન હતા.
   કપટ વગર પારકો પ્રદેશ પચાવી પાડી બુટની એડી નીચે દબાવી ૨૦૦ વર્ષ સુખેથી
   રાજ ભોગવ્યું.?

   આઝાદીના ૬૦ વર્ષ પછી પણ અંગેજોના શુભચિંતકો ભારતવર્ષમાં વિરાજે છે
   આજે ખબર પડી.

   • શ્રી જય પટેલ, મેં આપની લીન્ક પર બટન દબાવ્યું પણ ક્લીક થતું નથી. ક્યાંથી થાય? આપણે એ ભુલવું ન જોઈએ કે સતી જેવી કુપ્રથા ભારતમાં જ હતી જે આજે પણ ચાલુ જ સમજવી. મુંબઈ જેવા શહેરમાં તો રાણી સતી માર્ગ છે. શીતળાની નાબુદીની શરુઆત જે વખતે વાઈરશ શું છે એ પહેલાં સરુ થઈ ગઈ પણ ભારતમાં કર્મમાં માનનારાઓએ શીતળાને પોળી પાષી એટલે આપણે પાકીસ્તાન અને અફઘાનીસ્તાનથી પણ શીતળા નીર્મુલમાં પાછળ.

    • જય પટેલ says:

     શ્રી વલ્લભ કેશવજી વોરાજી…એથીએસ્ટ..રેશનાલિસ્ટ..વગેરે..વગેરે.

     આપની મીઠી ફરિયાદનું નિવારણ કરતાં હર્ષની લાગણી અનુભવું છું.

     આપ બ્લોગ ચલાવો છો તો આપને ખબર હશે કે આપના બ્લોગનું એડ્રેસ
     જ્યારે અત્રેના વેબસાઈટ બૉક્ષમાં મૂકો ત્યારબાદ કૉમેંટ પૉસ્ટ થયા બાદ
     અહિં આપ આપનું નામ બ્લ્યું અક્ષરમાં જોઈ શકો.

     જે મિત્રો ફક્ત પૉસ્ટ મુકતા હોય તેમનું નામ બ્લેકમાં હોય.
     મં કોઈ લીંક મુકી નથી તેથી ક્લીક થવાનો સવાલ જ નથી.

     આશા રાખું કે આપની શંકાનુ નિવારણ થયું હશે.
     આપના બાકીના વિચાર નમ્રપણે ડિસરીગાર્ડ કરૂ છું.

     • એવું નથી આપે અંગ્રેજોના શુભચિંતકની રજુઆત કરી એટલે આડી વાત થઈ. આખા દેશમાં હવે બધા અંગ્રેજી માધ્યમમાં શરુઆતથી જ બાળકોને મોકલે છે. આ તો શારું થયું યુનીકોડ કે ગુજરાતીને કારણે આપણે આવા બ્લોગો ઉપર ભેગા થયા. આજ લખાંણ અંગ્રેજીમાં હોત તો આપણે ક્યાં ભેગા થવાના હતા? કુમારપાળે વલ્લભ ભાઈ માટે જે સાહીત્યની રજુઆત કરી છે એ બરોબર છે બાકી આ કાંઈ સત્યઘટના નથી.

    • nayan panchal says:

     વોરાસાહેબ,

     અંગ્રેજો આવા કપટી ન હતા, એ વાક્ય સમજાવશો તો મારા જેવા અન્ય ઘણાનુ અજ્ઞાન દૂર થશે.

     તમારા નામની પાછળ જે ડિગ્રીઓ છે તેનાથી દોરાઈને તમારા બ્લોગની મુલાકાત લીધી.
     તમે એક ખૂબ જ બુધ્ધિમાન મનુષ્ય છો એમા શંકા નથી, પરંતુ સોમનાથ મંદિરને દેશનુ કલંક કેમ કહ્યુ તે પણ ખબર ન પડી.

     નયન

     • સોમનાથ મંદીર, મહમ્મદ ગઝનવી, જાતી પ્રથા અને સ્વતંત્ર ભારતમાં સોમનાથ મંદીરનું નીર્માણ એ ક્યારેક આપણે અલગથી જરુર વીચારીશું.

    • Ushanas says:

     શ્રી વોરાજી…એથીએસ્ટ્..રેશનાલીસ્ટ…વગેરે..વગેરે..!!

     આમ આપણી નબળાઈ દેખાડવાથી અંગ્રેજો આવા કપટી ન હતા, એમ સાબિત થાય્?

     • મને સમજણ ન પડી.

     • Chirag Patel says:

      I agree with Mr. Vora and Disagree with him as well. Granted that English people ruained our contury and robbed us till the last blood in our body. What they did to us was aweful and but in all that look at the brite site – If it wasn’t for the fight for Freedom – we would not have Netaji Subhaschandra Bose, Loke Manya Tilak, Tatya Tope, Mangal Pande, Shaid Bhajat Sigh, Rajguru and Sukdev, Sardar Patel, Neruji, Rani Laxmi Bai, and ofcurse Ghandiji – Who knows we would still have Sati Pratha, Bali (Sloweter the animal in the name of GOD) Pratha etc… etc… British had really good info structure which we need today – granted their methods were worng at all points – yet don’t forget there was one Bitish Soldire who for us in 1957 1st attempt to gain Freedom agaist his own troops! – Just my two cents!

      Thank you,
      Chirag Patel

     • Hardik says:

      VK vora kaka,

      Ek vaat no jawab aapo. Jo gora o saara hata to World War 1 maan India helped just with one lounge to get an independence.. why Goras dint give independence to India..

      FYI.. About 1.3 million Indian soldiers and laborers served in Europe, Africa, and the Middle East, while both the Indian government and the princes sent large supplies of food, money, and ammunition. In all 140,000 men served on the Western Front and nearly 700,000 in the Middle East. Casualties of Indian soldiers totaled 47,746 killed and 65,126 wounded during World War I..

      http://en.wikipedia.org/wiki/World_War_I go to Fighting in India Section.

      To become rationalist one need to be critical thinker first. And you bound to know and think only facts for that..My two cents and 1 cent extra..

      nothing personal. Honestly none of us commenting here knows anything about actual of freedom or independence struggle and geo-political issues. so let’s stop abusing our martyrs and freedom fighters sacrifices by saying Goras were better. May be you are able to be rationalist because they lost their lives without thinking about themselves. Bhagat Singh gaanda nahota ke 23 varsh ni age par inqlaab zindabad kaheta kaheta faansi par chadhi gaya?

      May be Gandhi and Sardar Patel are the worst guy according to you. Just think as you’re gujarati and staying in Mumbai wouldn’t be possible if there are two countries(Gujarat and Maharashtra) and all border issues you have. Already we have our great experience of our neighbors sharing our borders.

      Regards,
      Hardik

      cheers,
      hardik

 2. જય પટેલ says:

  ગુજરાતી સાહિત્યના સમર્થ લેખક શ્રી કુમારપાળ દેસાઈ લિખીત આ સત્ય ઘટનાથી
  શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહથી કામ લેવાની આવડત પર વધુ પ્રકાશ પડ્યો.

  દ્વેષથી પિડાતા અંગ્રેજોએ કંઈ કેટલાય નિર્દોષ ભારતીયોને જેલમાં ઘકેલ્યા હશે.
  ખરેખર તો દેશના વકિલોને લોકપ્રિય બનાવામાં આ જ અંગ્રેજોએ આ રીતે ખોટા કેસ કરીને
  ઈનડાઈરેક્ટ રીતે ભાગ ભજવ્યો. જેમ જેમ ભારતીય વકીલો કૉર્ટમાં કેસો જીતતા ગયા તેમે તેમ
  પ્રજાની આંખના તારા બની ગયા. અંગેજોને આવી સાવ સીધી વાત ગળે ઉતરતી ન્હોતી..!!

  One should never make an enmy popular…disguise him..misguide and ruthlesslly finish.

  • જયભાઈ પટેલ, પૃથ્વીરાજ ચૌહાણની લંપટગીરીથી કંટાળી સંયુકતાનો બાપ જયચંદ મહમ્મદ ગોરી પાસે પહોંચી ગયો. મહમ્મદ ગજનવી, મહમ્મદ ગોરી, આલમગીર ઔરંગઝેબ, સુરતની લુટ મટે પ્રખ્યાત છત્રપતી શીવાજી થી અંગ્રેજ ગોરા સુધીનો ઈતીહાસ જગ જાહેર છે પણ આ દેશમાં મહાભારત અને રામાયણની કથામાંથી કોઈ ઊંચે આવે તો ખબર પડે ને? આ યુનીકોડ ગુજરાતી ન આવ્યું હોત તો આપણે આ બ્લોગ જગત કે રીડ ગુજરાતી પર થોડા ભેગા થયા હોત. દુશ્મનને ઓળખવાની ભારત પાકીસ્તાનની રીત જ અલગ છે. દુનીયા આખીમાં વધુને વધુ ભ્રષ્ટ ભારત પાકીસ્તાનનું સંરક્ષણ મંત્રાલય છે જે કાશ્મીર કાશ્મીર નામની રજુઆત કરી ચલાવે છે. આજે સરદાર જયંતીના દીવસે બરોબર ઊજવણી થઈ છે.

 3. nayan panchal says:

  “વનમાં સિંહની ત્રાડે શિયાળિયાં લપાઈ જાય એમ બધા લપાઈ ચંપાઈ ગયા.”

  આજે આવા સિંહો ક્યાં છે ? એક સિંહ છે જે બિલાડી જેવા અવાજે મનમોહક સ્મિત કર્યા કરે છે, પડોશીના જૂઠ્ઠા આરોપોના ખુલાસા કર્યા કરે છે કે પછી દેશવાસીઓને નવા હુમલા માટે સાવધાન રહેવા કહ્યા કરે છે.

  નયન

 4. જીતેન્દ્ર તન્ના says:

  સોમનાથ મંદિર કોઇના માનવા ન માનવાથી કલંક બની જતુ નથી. વોરા સાહેબ બીજી કઈ કઈ વસ્તુને કલંકરૂપ ગણે છે એ જાણ્યા પછી એ કેટલા રેશનાલિસ્ટ છે એ નક્કિ કરી શકાય. બાકી આ દેશમાં મઁદિર માટે સારૂ ન બોલનારને સેક્યુલર કહેવાની ફેશન છે પરંતુ હવે લોકો સેક્યુલર ને નોન સેક્યુલર બન્ને નો ફરક સમજે જ છે. ભુલ થઈ ગઈ કે આવા બ્લોગ પર ક્લીક થઈ ગઈ.

  • આ સોમનાથ મંદીરના નીર્માણ પછી દેશને બદલે મંદીર નીર્માણની પ્રવૃતીને વેગ મળ્યો.

   • Editor says:

    શ્રી વી.કે.વોરાભાઈ,

    કૃપયા પ્રત્યેક પ્રતિભાવોનો જવાબ ન આપતા, આપ પોતાનો પ્રતિભાવ એકસાથે યોગ્ય શબ્દોમાં લખશો તો વધુ યોગ્ય રહેશે. તેમજ વિષયાંતર ન કરતાં કૃપયા લેખના સંદર્ભમાં જ આપનો પ્રતિભાવ જણાવશો. અન્ય બાબતોની અહીં ચર્ચા ન કરવી ઈચ્છનીય છે.

    લિ.
    તંત્રી.
    રીડગુજરાતી.કોમ

 5. જીતેન્દ્ર તન્ના says:

  સરદાર વલ્લભભાઈ પટેલ કે સોમનાથ મંદિરની મહાનતા કોઇની માન્યતાથી ક્યારેય ઓછી થશે નહિ એટલે કોઇ પણ જાતની કમેન્ટ કરી હું અહી ખોટો વિવાદ ઉભો કરવામાં માનતો નથી.

  • એ ખરું સરદારે સ્વતંત્રતા બાદ દેશી ખંડીયા રજવાડાઓને ભારત સાથે જોડી દીધા.આ સરદાર અને ગાંધીજીએ મસ્જીદ હટાવી સોમનાથ મંદીરના નીર્માણમાં રસ લઈ દેશનું નુકશાન કર્યું.

 6. Kaushalendra says:

  I fully disagree with Mr. V.K. Vora.

  His blogs gives the feeling of irritation specially his introduction.

 7. kantibhai kallaiwalla says:

  Whether actually incident has taken place or whether Kumarpal Desai has made his own story is not a big thing.To me it seems that he wants to show to us(to gujrati) the most practical actions of Vallabhbhai Patel in daily life, in each field .And to me it seems that Iron Man of India deseves this story(in form of fact and/or fiction).Salute to author and Pranam to the Iron man of India

 8. નિબિડ વનમાં વરુનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું. રડ્યું ખડ્યું ઘેટું લીલુંછમ ઘાસ જોઈ ચરવા આવી ગયું અને વરુના પંજાએ એને તાબે કરી લીધું. નિરપરાધી ઘેટાએ બેં બેં જેવો લાચારીભર્યો અવાજ કર્યો. પણ સમર્થનો આ ન્યાય હતો. એ જે કહે, તે ન્યાય અને ઘેટું વનનું ચોર ગણાયું. એ જીવથી હાથ ધોઈ બેઠું.

  બિલાડીએ ઉંદરનો, વરુએ ઘેટાંનો કે સિંહે માનવીનો જે ઝટપટ ન્યાય કર્યો, એ ન્યાય એને મોળો લાગ્યો. રિબાઈ રિબાઈને મરે એવી સજા કરું એવો સાહેબે મનસૂબો કર્યો.

  એટલે તો નિબિડ વનના સમર્થ સમ્રાટ વરુ કે યુએસએના પ્રમુખને શાંતીનું નોબેલ ઈનામ મળ્યું.

 9. Jagat Dave says:

  શ્રી વોરાભાઈ,

  આપના વિચારો વાંચ્યા, આપે મનની બારીઓ ને અધ-ખુલ્લી રાખી હોય તેમ વિદ્યમાન થાય છે. એક તરફ ઢળી જતું ચિંતન સમતોલ ન રહી શકે. વધુ વાંચન નો પવન કદાચ મનની બારીઓ ને પૂર્ણતઃ ખોલે….!!!!!

  વિશ્વની દરેક સંસ્ક્રુતિઓ, પ્રજાઓ, ભાષાઓ અને દેશો તેની નબળાઈઓ સાથે લઈને ચાલતાં હોય છે. તેમાં સતત સુધારત્મક બદલાવ અને ચિંતન જરુરી બને છે અને તેને નવજીવન બક્ષે છે પણ અન્ય સંસ્ક્રુતિ, પ્રજા અને ભાષાના પૂર્ણતઃ પ્રભાવ હેઠ્ળ આવી જવાથી તે તેની મૌલીક ઓળખ ગુમાવી દે છે અને ઘણી વાર સંપૂર્ણ પણે નાશ પામે છે. મેસોપોટેમિયા, ગ્રિસ, રોમન સંસ્ક્રુતિઓ નો વિનાશ તેનાં ઉદાહરણ છે. વિજેતા પ્રજાતિ હંમેશા પરાજીત પ્રજાની ભાષા, સંસ્ક્રુતિ ને હીણી દેખાડવાના કે નાશ કરવાના પ્રયત્નો કરતી હોય છે. આપ તેના પૂર્ણતઃ પ્રભાવ હેઠળ હોવ તેવું પ્રતિત થાય છે. એ યાદ રાખવું ઘટે કે, કોઈને નીચા નાના દેખાડવાથી હું ઊંચો નથી થઈ જતો.

  The poison induced by Macaulay still continues to flow in your blood and weakening our nation. After all how does a nation die? One way is by physical destruction as the Europeans dose in America and destroyed whole civilizations there. Another is that people lose faith in their own way of life, philosophies, principles and thought currents etc., and the nation is destroyed. For example, the Greek and Roman civilizations. What great civilizations they were! But there came a time when the intelligentsia lost faith in their own way of life, in their own wisdom. They adopted a totally different philosophy in their lives and where are these nations and their civilizations now?

  • પછી દેશને બદલે મંદીર મસ્જીદનું નીર્માણ થયું અને દાંડીને બદલે રથયાત્રાઓની શરુઆત થઈ.

   • Jagat Dave says:

    મને એક વાત કહો……તાલિબાનો એ ઊડાવી દીધેલ બામિયાનનાં બુધ્ધ ની મુર્તિ ની જગ્યાએ જો ફરી એવી જ મુર્તિની સ્થાપના થાય (જેના પ્રયત્નો ખરેખર થઈ રહ્યા છે) તો તેને તમે શું કહો?

    એક આડવાત……ગઝની નાં બાપ નો બાપ બુધ્ધ ધર્મી હતો.

 10. vishal shah says:

  hey guys.. whe we are tend to condemn them all ways.. they ruled on us becuase of our mistake.. they just took benefits of opportunity created by us..

  i think it was we, who divide ourself and they ruled us..

  its pathetic to see people crying on their past again and again.. comeon guys.. wake up.. there were less scams in those 200 years than this 60 years..

  they did many bad things to us.. but its our duty to appreacite their good work.. raise your self insteas of pointing to others..

  thanks
  vishal shah

  • Hardik says:

   Vishal,

   What would you say about UK,Spanish,French and Portuguese colonies established world wide??

   For rest of your comments i agree..No points of crying foul on Past.. Let’s not worry about Past but Let’s Invent tomorrow..

   Regards,
   Hardik

 11. trupti says:

  ગાધી વીના આઝાદી અને વલ્લ્ભ ભાઈ વીના અખડ ભારત ની કલ્પના કરવી અશક્ય છે.આ બેવ મહારથી ઓ ગુજરાતી એટલે એક ગુજરાતી હોવા ને નાતે છાતી વધુ ફુલે.

  What Vallabhbhai did, was incredible. If he had not joined the small states (રજવાડા ઓ) in the United India, today the map of India would have been different.

  I remember one incident, when I was in the tour to Junagarh, we had hired one richaw for the whole day, and the driver was a Mohammedan, who said this incident to us:

  The Nawab of Junagarh did not wanted to be part of India and due to the constant pressure from Vallabhbhai Patel, the Nawab was forced to merge his state of Junagarh in the Hindustan. During this time, many Mohammedan along with their family migrated to Pakistan; his family was one of them. But this richawwal’s family did not like in Pakistan and return back to India and continue to stay in their old place, but his uncle’s(kaka) family did not come back and according to this richaw walla, they are repenting on their decision as they are termed as ‘muhazir’ and been treated as the second citizen.

  We all must salute to the efforts of Sardar Patel for using his foresight and giving us the United India as an Independence gift. On his birth anniversary, let us pray to God and thank him for giving our nation such an iron man.

 12. Nim says:

  Nice article of the Iron man of the India Shree Vallabh bhai Patel.
  Thanks for this arcticle to remember the Iron man.
  I am disagree with Mr V. K. Vora may be he is trying to make publicity stunt.

  Thanks again

  Nim

 13. Kavita says:

  I agree with Jay patel that one should never make an enemy popular but ruthlessly finifh him. Lets just not give Mr. V K Vora any importance at all. By adding his comment he has displays his intelligence, which is nit even worth giving a moment of our precious time. He is talking about Madir but avoided saying thing about Masjids. This kind of people use their knowledge to get cheap publicity.

 14. Harshad Patel says:

  Sardar Patel was a “Bismarck “of India. I know for the fact that he was doing his law practice in Borsad. I have met several local people from Borsad area and they did have experienced Sardar’s help in resolving several disputes.
  I got my high school education in Borsad High school were Sardar was the first Chairman of that high school. We need to get out of our slave mentality.
  People are entilted to their opinions but Sardar’s contribution to India is unique.

 15. Ashish Dave says:

  Good to know more about Sardar Patel. Unfortunately no political leaders of this generation can come even 1% close to his character, his iron will, determination and pragmatism…

  Ashish Dave
  Sunnyvale, California

 16. Mihir sanghavi says:

  લોખંડી પુરુષ સરદાર ની દેશભક્તિ અને કોઠાસુઝ ને શત શત પ્રણામ.
  વોરા સાહેબ નો અભીપ્રાય સાંભળી દુઃખદ આશ્ચર્ય થયુ.
  અનેક યુવનો ના આદર્શ ડૉ. કુમારપાળ દેસાઈ ને પ્રણામ.
  તેમનો લાલ બહાદુર શાસ્ત્રી નો લેખ પણ વાચવા જેવો છે.

 17. લોખંડી પુરુષ, દેશ ભક્તિ અને કોઠાસુઝ માં દેશ આખામાં ઠેક ઠેકાણે મંદીર નીર્માણ અને રથ યાત્રાને વેગ મળ્યું.

 18. Kinnar doshi says:

  Desh na ghadvaiya ane loh purush sardar vallabhbhai patel ne lakh lakh salam..

 19. harshad patel says:

  Aei mitro mane rationalist no desi meaning mali gayo.’peli varta vancho.ek vandaro ne 2 biladi.
  Vandara(mönkey)etle RATIONALIST ane biladi etle india ane pakistan

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.