Archive for November, 2009

એક વિરામ – તંત્રી

પ્રિય વાચકમિત્રો, રીડગુજરાતીના નિયમિત મેઈન્ટેનન્સ કાર્યને અનુલક્ષીને આજે નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહીં, તેની નોંધ લેશો.  આવતીકાલે સવારે 8 વાગ્યે (IST) નવા બે લેખો સાથે ફરી મળીશું. સૌ વાચકમિત્રોને પ્રણામ. લિ. તંત્રી, મૃગેશ શાહ વડોદરા.

ભૂલી ગયો છું – કરસનદાસ લુહાર

મારું જ નામ ને હું નકશો ભૂલી ગયો છું, મારા સુધી જવાનો રસ્તો ભૂલી ગયો છું. છે યાદ કે હતો હું મોંઘો મનેખ અહીયાં; પણ કેમ થઈ ગયો હું સસ્તો, ભૂલી ગયો છું. કૂંડા મહીં આ કેકટસ રોપી રહ્યો છું ત્યારે – ઊગ્યાં’તાં આપમેળે વૃક્ષો ભૂલી ગયો છું. છેલ્લું રડ્યો’તો ક્યારે એનું નથી સ્મરણ તો […]

આવ હવે ! – રમેશ પટેલ ‘ક્ષ’

મુજ અધર ઉપર તું એક મજાનું સ્મિત થઈને આવ હવે, નિ:શબ્દ થયા છે શબ્દ બધા, તું ગીત થઈને આવ હવે. જો મન ઉપવનનાં પંખીઓ પણ મૌન ધરીને બેઠા છે, એ ગૂંજન કરવા ચાહે છે – સંગીત થઈને આવ હવે. છે ભીડ મહી પણ એકલતા એ વાત હવે તું સમજી લે, આ સાવ અજાણી નગરીમાં મનમીત […]

ગીતાબોધ – ગાંધીજી

[ આજે માગશર સુદ અગિયારસ એટલે શ્રીમદ ભગવદગીતા જયંતિ. અનાદિકાળથી અનેક મહાપુરુષોના જીવનનું અવિભાજ્ય અંગ બનનાર ભગવદગીતા વિશે તો શું કહેવું ? જે સાક્ષાત ઈશ્વરના મુખમાંથી પ્રવાહિત થઈ છે, એની માટે કોઈ ઉપમા આપી શકાય નહીં. ભગવદગીતાને એકવાર પકડનાર પછી એમાંથી બહાર નીકળી શકતો નથી. જેમ જેમ સાધકનો અભ્યાસ વધતો જાય તેમ તેમ એને તેમાંથી […]

માબાપને લાગણી ભરેલી વિનંતી – ભરત એસ. ભૂપતાણી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] આજની યુવા અને કિશોરવયની પેઢી પોતાની રીતે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે અને સફળતાનાં શિખરો પણ પ્રાપ્ત કરે છે ! પણ બીજી બાજુ આ યુવા પેઢીમાંથી આજના વાતાવરણમાં મોટા ભાગના લપસણી બાજુ સરકતા સરકતા બરબાદી, નશાખોરી કે ચોરી અને ગુંડાગીરી તરફ આગળ વધે છે. […]

મધપુડો – સંકલિત

[1] બાણશૈયા – મૃગેશ શાહ મહાભારતનો એક પ્રસંગ છે જેમાં પિતામહ ભીષ્મ બાણશૈયા પર પોઢ્યાં છે. અનેક બાણોથી એમનું શરીર છેદાયેલું છે. લોહીની ધારાઓ વહી રહી છે. પોતાના પ્રાણને તેઓ ઉત્તરાયણ સુધી ટકાવીને સ્થિર મનથી ભગવાન વાસુદેવનું સ્મરણ કરી રહ્યા છે. તેમના નિર્વાણનો સમય નજીક આવતાં કૃષ્ણ સખા યુધિષ્ઠિરને લઈને તેમને મળવા જાય છે. એ […]

ઉત્તમ ભાવના, ઉત્તમ કાર્ય – શૈલી પરીખ

[અમદાવાદ સ્થિત નવોદિત યુવાસર્જક શૈલીબેન પત્રકારત્વક્ષેત્રે અભ્યાસપૂર્ણ કર્યા બાદ હાલમાં બાળકો તેમજ યુવાવર્ગને સંગીતની તાલીમ અને તે સાથે સંગીતના કાર્યક્રમો આપી રહ્યા છે. સામાજિક કાર્ય કરતી વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈને અને તેમના વિશે લેખ તૈયાર કરીને તેઓ સમાજને મદદરૂપ થવાની કોશિશ કરે છે. આજે એવી જ બે સંસ્થાઓની વિગત એમણે રીડગુજરાતીને મોકલી આપી છે, જે […]

સંગીત વિશેષ – સં વિજય રોહિત

[વડોદરાથી પ્રકાશિત થતા ‘ફીલિંગ્સ’ સામાયિક (તંત્રી : અતુલ શાહ) દ્વારા ચાલુવર્ષે અનોખો દીપોત્સવી વિશેષાંક પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અંકનો વિષય છે : ‘સંગીત વિશેષ’. સંગીત આકાશના ઝળહળતા ગુજરાતી તારલાઓની વિસ્તૃત વિગત, વાર્તાલાપ, ગઝલો, કાવ્યો અને ગીતોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજે તેમાંથી માણીએ કેટલાક સુપ્રસિદ્ધ સંગીતકારોનો ટૂંકો પરિચય. આ વિશેષાંકની મેળવવા માટે આપ […]

પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ

[સાહિત્યરસિક મિત્રોને આમ તો ‘પરમ સમીપે’ પુસ્તકનો પરિચય આપવાની જરૂર ન પડે. વિવિધ દેશોની અનેક પ્રકારની ભાષાઓ અને ત્યાં જન્મેલા મહાપુરુષોની 101 જેટલી સુંદર પ્રાર્થનાઓનું સંપાદન કરીને કુન્દનિકાબેને ગુજરાતી સાહિત્યને એક અમૂલ્ય પુસ્તકની ભેટ આપી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર +91 2632 267245 પર સંપર્ક […]

બ્રાયન ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ મોતીચારો શ્રેણીના પુસ્તક-4 ‘અમૃતનો ઓડકાર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ.સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com] શિયાળાનો એ અત્યંત ઠંડો દિવસ હતો. અમેરિકાના એક હાઈવે પર સાઈડપાર્કિંગમાં પોતાની વૈભવશાળી કાર ઊભી રાખીને એક વૃદ્ધ સ્ત્રી કોઈની મદદની રાહ જોતી હતી. ફૂલ સ્પીડમાં જતી ઢગલાબંધ […]

ચાલો દાદાજીના દેશમાં – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’

[મહાન માણસોના જીવનની ઘટનાઓ તેમજ જીવન-પ્રસંગો સમાજ માટે અવશ્ય પ્રેરણાદાયી હોય છે પરંતુ સામાન્ય માણસના જીવનમાં જ્યારે તે આચરવાનો પ્રસંગ આવે ત્યારે એ કદાચ દલીલ કરી શકે કે ‘એ તો સંત હતા… મહાન હતા… વિરલ આદમી હતા…’ પણ જો મારી-તમારી આસપાસ ફરતા આમઆદમીના જીવનમાંથી ત્યાગ, પ્રેમ, પરોપકાર, સેવા, સત્ય, નિષ્ઠા વગેરે સદગુણો અને તેના આચરણ […]

બીલીપત્ર – ડૉ. પ્રીતિ જરીવાલા

[મુંબઈ સ્થિત ‘લેખિની’ સંસ્થાના સભ્ય એવા ડૉ. પ્રીતિબેનના મુંબઈ સમાચાર, જન્મભૂમિ વગેરે અખબારો અને મેગેઝીનોમાં પ્રકાશિત થયેલી કૃતિઓના સંકલનરૂપે પ્રકાશિત થયેલા તેમના પ્રથમ પુસ્તક ‘બીલીપત્ર’માંથી સાભાર. ‘બીલીપત્ર’ એટલે તેમની વાર્તાઓ, નિબંધ અને કાવ્યનો સમન્વય. રીડગુજરાતીને આ ‘બીલીપત્ર’ મોકલવા માટે પ્રીતિબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 22 26712250 સંપર્ક કરી શકો […]

જ્યાં જ્યાં નજર મારી ઠરે – જ્યોતીન્દ્ર દવે

[ગુજરાતી હાસ્યક્ષેત્રના અદ્વિતિય સાહિત્યકાર શ્રી જ્યોતીન્દ્ર દવે હાસ્યની સાથે જીવનનું સત્ય અદ્દભુત રીતે તેમની રચનાઓમાં વણી લે છે. પ્રસ્તુત છે તેમની એક પ્રસિદ્ધકૃતિ ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] અમારા મકાનના ચોકમાં, થોડા વખત પર, એક ફિલ્મ બતાવવામાં આવી હતી. સમય 9.30 વાગ્યાનો જાહેર કરવામાં આવ્યો હોવાથી એની શરૂઆત 10.30એ કરવી પડી. આમ તો ફિલ્મ બહુ લાંબી નથી, […]

પ્રશ્નોત્તરી – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિશ્વરજી

[ સદવિચાર પરિવાર દ્વારા પ્રકાશિત થતા ‘સુવિચાર’ સામાયિકના ‘કન્યા કૌમાર્યરક્ષા વિશેષાંક’માંથી સાભાર.] [1] પૂ. મહારાજ સાહેબ, સ્ત્રી-સ્વાતંત્ર્યનો આ યુગ છે. ક્ષેત્ર ચાહે બજારનું છે કે વેપારનું છે, શિક્ષાનું છે કે રમતગમતનું છે, નોકરીનું છે કે કૉલેજનું છે, હવાઈ સફરનું છે કે જમીન સફરનું છે, એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રીએ પગપેસારો ન કર્યો […]

મૃત્યુ મરી ગયું રે લોલ ! – મીરા ભટ્ટ

[‘જીવનસંધ્યાનું સ્વાગત’ પુસ્તકમાંથી પ્રકરણ નંબર-10 ટૂંકાવીને અહીં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકની 1,00,000 થી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને તેને ‘ગુજરાત સાહિત્ય પરિષદ’ નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. રીડગુજરાતીને આ પુસ્તિકા ભેટ આપવા માટે આદરણીય લેખિકા મીરાબેન ભટ્ટનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. […]

બાલમૂર્તિ – સં. જયંતભાઈ શુકલ

[વડોદરાથી પ્રકાશિત થતા બાળઉછેર માટેના ‘બાલમૂર્તિ’ સામાયિક (ફોન : +91 265 2464451)માંથી સાભાર.] [1] મને નથી ગમતું મારા ઘરમાં ! – ઈશ્વર પરમાર સાચું કહું ? મને નથી ગમતું મારા ઘરમાં. મમ્મી ને પપ્પા સામસામે ખૂબ બોલે છે. પછી કંઈ જ બોલતાં નથી. મમ્મી મને બોલાવીને કહેશે : ‘શોભુ, તારા પપ્પાને કહે જમવાનું પીરસાઈ ગયું […]

દરિયાની માછલી – ઝવેરચંદ મેઘાણી

દરિયાના બેટમાં રે’તી પ્રભુનું નામ લેતી હું દરિયાની માછલી. મને બારણે કાઢવી નો’તી હું દરિયાની માછલી. જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી મરજો પ્રીત્યુના તોડનારા….. હું દરિયાની માછલી… દરિયાનાં નીર મને પાતાળે ગોતશે આભ લગી મારશે ઉછાળા….. હું દરિયાની માછલી…. તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે ચંદ્ર કોને પાશે અજવાળાં….. હું દરિયાની માછલી….. છીપલીની છાતીએથી કોણ […]

ગાંધીજીનો મારા જીવનમાં અનુભવ – મૃદુલા ગણાત્રા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રીમતી મૃદુલાબેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : dr_charuta81@rediffmail.com ] દરેક વ્યક્તિનાં જીવનમાં કોઈ ને કોઈ પ્રકારે ગાંધીજીનો પ્રભાવ તો રહ્યો હોય જ છે. મારા જીવનમાં એક પ્રસંગ એવો બનેલો ગાંધીજીનો પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ પ્રભાવ મારા જીવન ઉપર પડ્યો હતો. મારો જન્મ […]

પદ્યપુષ્પ – સંકલિત

[1] ગઝલ – અલ્પેશ કળસરિયા [રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે યુવાસર્જક શ્રી અલ્પેશભાઈનો (રાજુલા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે alpesh9427511573@yahoo.in અથવા આ નંબર પર +91 9427511573 સંપર્ક કરી શકો છો.] તારી વાતોમાં છે એ લ્હાવ ગઝલ તારા ચ્હેરાનાં હાવભાવ ગઝલ પ્રેરણા છે અહીંના કણ-કણમાં હો ગજુ ત્યાં સુધી બનાવ ગઝલ ! સાધના એ […]

વાત તો વિચારોની છે – જયવતી કાજી

‘હે પ્રભુ ! અંતર્યામી ! અમને નિષેધની બચાવો, દુ:ખથી નહિ. અમને અગતિથી બચાવો, અસફળતાથી નહિ. અમને અશુભથી બચાવો, અપકીર્તિથી નહિ દયાનિધાન ! એવી સુબુદ્ધિ આપો કે અમે ‘ના’નો સદૈવ બહિષ્કાર કરીએ, કેમ કે ‘ના’ના મૂળમાં અસૂર બેઠો છે. તે અમને સત્યથી દૂર ને દૂર ભટકતા રાખે છે.’ – રવીન્દ્રનાથ ટાગોર મધુર પ્રભાત પોતાનો પ્રકાશ પાથરી […]

હાસ્યથી રુદન સુધી – નિર્મિશ ઠાકર

[નિર્મિશભાઈના ‘હાસ્યથી રુદન સુધી’ પુસ્તકમાંની કેટલીક કૃતિઓ આપણે અગાઉ માણી હતી. આજે માણીએ વધુ બે કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નિર્મિશભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@yahoo.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો.] [1] અજમો અજમાવો ‘નિમ્મેસ ભૈ, હું કરટા છો ?’ અચાનક મારા કાનમાં ગનપટ […]

જીવન : એક ખેલ – અનુ. કુન્દનિકા કાપડીઆ

[જેની 27થી વધુ આવૃત્તિઓ થઈ છે તેવી 30 પાનની નાનકડી પુસ્તિકા ‘જીવન : એક ખેલ’ મૂળમાં ફલોરેન્સ સ્કોવેલ શિનના પુસ્તક ‘ધ ગેમ ઑફ લાઈફ ઍન્ડ હાઉ ટુ પ્લે ઈટ’ (1925)નો સંક્ષિપ્ત અનુવાદ છે. અગાઉ આ પુસ્તિકાનું પ્રથમ પ્રકરણ આપણે 2007માં માણ્યું હતું. હવે માણીએ વધુ બે પ્રકરણ. આ પુસ્તિકા મેળવવા માટે : કુસુમ પ્રકાશન, અમદાવાદ […]

મોટા જ્યારે હતા નાના – યશવંત મહેતા

[ બાળકો-કિશોરોને સદવાંચનમાં ઉપયોગી એવા સંક્ષિપ્ત જીવનચરિત્રોના પુસ્તક ‘મોટા જ્યારે હતા નાના’ (આવૃત્તિ : 1998) માંથી સાભાર.] [1] રવીન્દ્રનાથ ઠાકુર બંગાળનો એક નાનકડો છોકરો. એનું નામ રવીન્દ્ર. સાત ભાઈઓમાં એ સૌથી નાનો. છ મોટા ભાઈઓ. આ છોકરાનો જન્મ ઈ.સ. 1861ની છઠ્ઠી મેના દિવસે થયો. નાનપણથી મોટા ભાઈઓને નિશાળે જતાં જુએ. ભાઈઓ સરસ નવાં કપડાં અને […]

થોડો ટેકો રહે ને ! – વ્રજેશ આર. વાળંદ

[‘અખંડ આનંદ’ નવેમ્બર-2009માંથી સાભાર. આપ શ્રી વ્રજેશભાઈનો (વડોદરા) આ નંબર પર +91 9723333423 પર સંપર્ક કરી શકો છો. ] ‘પપ્પા, તમે હવે આછુંપાતળું કામ શોધી લો તો તમારો સમય પસાર થાય ને કંટાળોય ન આવે !’ ‘પરાશર, સમય તો પાણીના રેલાની જેમ પસાર થઈ જાય છે. સવારે મોર્નિંગ વૉક, સેવા-પૂજા અને પાંજરાપોળના નોંધારા, અકર્મણ્ય પશુઓની […]

સોનામાં સુગંધ – અવંતિકા ગુણવંત

[‘સહજીવનનું પ્રથમ પગથિયું’ પુસ્તકમાંથી સાભાર. શ્રીમતી અવંતિકાબેનનો (અમદાવાદ) આપ +91 79 26612505 પર સંપર્ક કરી શકો છો.] ‘મમ્મી, લે આ તારા માટે.’ કહીને અર્પણે સોનાની ચાર બંગડીઓ સંતોષબહેનના હાથમાં પહેરાવવા માંડી. સંતોષબહેન નવીનકોર ઝગારા મારતી બંગડીઓ મૂંઝવણથી જોઈ રહ્યાં. એમણે પૂછ્યું, ‘આ નવી બંગડીઓ મને કેમ પહેરાવે છે ? હવે તો તારે આકાંક્ષાને દાગીના ઘડાવી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.