એ કોણ મને બોલાવે ?!! – ડાહ્યાભાઈ બી. પટેલ ‘નીરવ’

એ કોણ મને બોલાવે ?!!
એ કોણ મને બોલાવે ?!!

નિત્ય પ્રભાતે લાડલે હૈયે, હળવે હાથ ઝુલાવે,
મુખ-સન્મુખ થઈ આંખને મારગ, હેતથી ભિતર જાવે.
એ કોણ મને બોલાવે ?!!

સુખ-દુ:ખમાં સમતા-રસ ભરવા રસ-ગાગર છલકાવે,
મધ્ય-દરિયે લઈ હોડી-હલેસાં, દઈ આધાર ચલાવે,
એ કોણ મને બોલાવે ?!!

પુષ્પ-પવન સંગ લઈને ફોરમ, હસી-હસી મુખ મલકાવે,
પતંગિયાં-મધુરકરને પોંખી, પાન-પરાગ ધરાવે
એ કોણ મને બોલાવે ?!!

જળ-ખળ-ખળ-નિર્મળ-ઝર-નિર્ઝર, સરિતા વ્હાલ વહાવે,
ઝાડ-પહાડ-મીન-પંખી-પતંગા, જોગી જટાળા ધ્યાવે,
એ કોણ મને બોલાવે ?!!

મોર-બપૈયા-બુલબુલ-ગુલ-ગુલ, રાગ-સુરાગ-સુહાવે;
પંચમ નાદ-નિનાદે ‘નીરવ’, મન-પંખી ઊડી ગાવે,
એ કોણ મને બોલાવે ?!!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અજબ માટીના માનવી : સરદાર વલ્લભભાઈ – ડૉ. કુમારપાળ દેસાઈ
સ્વર્ણિમ ગુજરાત – વિનોદ જાની Next »   

4 પ્રતિભાવો : એ કોણ મને બોલાવે ?!! – ડાહ્યાભાઈ બી. પટેલ ‘નીરવ’

 1. Jagat Dave says:

  ખુબ સુંદર !

  આધ્યાત્મ અને કુદરત નો તો હંમેશનો સબંધ છે……આપે કવિતામાં તેનો અદભૂત સુમેળ કર્યો છે….!!

  ઇશ્વર નિત્ય પ્રભાતે લાડલે હૈયે, પુષ્પ-પવન, ફોરમ, પતંગિયાં, જળ-ખળ-ખળ-નિર્મળ-ઝર-નિર્ઝર, સરિતા, ઝાડ-પહાડ-મીન-પંખી-પતંગા, મોર-બપૈયા-બુલબુલ ના માધ્યમથી આપણને બોલાવતો જ રહે છે……પણ આપણે હંમેશા……..આ સવાલ ગલત જગ્યા એ પુછીએ છીએ……અને પછી ભટક્યાં કરીએ છીએ…….અને છેલ્લે ઇશ્વર હસતાં હસતાં આપણને તેની પાસે બોલાવી લે છે……..

 2. nayan panchal says:

  સરસ રચના.
  જગતભાઈ સાથે સહમત.

  આભાર,
  નયન

 3. Ashish Dave says:

  Too good…

  Ashish Dave
  Sunnyvale, California

 4. jignasa says:

  અતિ સુન્દર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.