પીજ ટીવી ને હું – ઈન્દુ પુવાર

[‘મધ્યાંતર’ સામાયિક દીપોત્સવી અંકમાંથી સાભાર.]

oldtvઈ.સ. 1975ની 15મી ઓગસ્ટે ખેડા જિલ્લાના પીજ મુકામેથી, મતલબ ચરોતરની ભૂમિ પરથી ગુજરાતી ટેલીવિઝનની શુભ શરૂઆત થઈ. મતલબ ગુજરાતમાં પ્રથમ ટીવી સ્ટેશન મેળવવાનું સૌભાગ્ય પીજ જેવા સાવ નાના ગામને સાંપડ્યું. આ એક ઐતિહાસિક ઘટના કહેવાય. દેશના જાણીતા વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ પ્રો. યશપાલ અને પ્રો. ચિટનીસે એમના સંદેશા અંગ્રેજીમાં આપ્યા હતા જેનું ભાષાંતર મેં સ્ક્રીપ્ટ રાઈટર તરીકે કરેલું. ઘણા વિદ્વાનો, સમાજશાસ્ત્રીઓ અને બુદ્ધિજીવીઓને થતું હતું કે સહુથી સુખી ગણાતા ખેડા જિલ્લાને (ચરોતરને) ટીવી પ્રસારણ માટે કેમ પસંદ કર્યો હશે ? બીજા કોઈ સામાન્ય કે પછાત કે રિમોટ એરિયાવાળા જિલ્લાને કેમ નહીં ? સીધી વાત હતી ઈન્ફ્રાસ્ટ્રકચરની ! અમુલ ડેરી આ પ્રસારણમાં મહત્વનો ભાગ ભજવવાની હતી. દૂધની ડેરીઓ પર જે ટીવી સેટ મૂકવામાં આવ્યા હતા એમાંના બસો (200) સેટ અમૂલે આપ્યા હતા. ડેરીઓના નેટવર્કને કારણે જનસંપર્ક કરવો એકદમ આસાન હતો. વળી ટીવી પ્રસારણનો સમય દૂધ આપવાના સમય એવો સાંજનો રાખ્યો હતો. જેથી પ્રેક્ષકો આસાનીથી કાર્યક્રમો જોઈ શકે. આવી બધી બાબતોના કારણે જ પીજને પસંદ કરવામાં આવ્યું હતું.

જો અમારે લોકોને ટીવી પ્રસારણમાં ભાગીદાર બનાવવા હોય તો અમારે એમની વાત કરવી પડે. કેમ કે ટીવી એ માસ મિડિયા કહેવાય છે અને એમાં માસ (લોકો) જ ના હોય તો એને શું કરવાનું ? આવી વિચારધારાને રૂપ આપતી શ્રેણી ‘વાત તમારી’ શરૂ કરવામાં આવી. જેમાં પ્રજાના-ગ્રામજનોના પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી. શરૂ શરૂમાં એમ એમની ડેરીને, દૂધને લગતા પ્રશ્નો, ખેતીવાડીના પ્રશ્નો, તકલીફો, આરોગ્ય અંગેની જાણકારીઓ વગેરે આપવામાં આવતી. ટૂંકમાં લોકો એમના પ્રશ્નોથી જાગૃત બને, એ અંગે વિચારતા-સમજતા થાય અને એના ઉકેલ માટે રસ્તા શોધે એ અમારું મતલબ ઈસરોનું ધ્યેય હતું. ટૂંકમાં પશુપાલન, ખેતીવાડી અને આરોગ્યના કાર્યક્રમો થતા. મૂળમાં જનભાગીદારી એ અમારું, ઈસરોના કાર્યકર્તાઓનું લક્ષ્ય હતું. ગરીબોના પક્ષે રહી એમના આર્થિક-સામાજિક ઉત્થાન માટે અમે લોકોને થોડા પણ ઉપયોગી થઈને એમને એમના વિકાસનો રસ્તો ચીંધીએ એ જ અમારું લક્ષ્ય હતું. તેથી નાટકને અમે અમારું શસ્ત્ર બનાવ્યું. નાટ્યાધારિત કાર્યક્રમ શ્રેણીઓ થવા માંડી જેમાં ‘હવે ન સહેવાં પાપ, રંગલીલા, હું-ણ (પપેટ), ત્રિભેટે, ડાહીમાની વાતો, ‘તમારા ટીવી માટે તમે લખો’, ‘હું ને મારી ભૂરી’, ‘ગામડું જાગે છે’, ‘હાજી-નાજી’ વગેરેને ગણી શકાય. આ બધી શ્રેણીઓ જુદા જુદા નિર્માતાઓએ બનાવી હતી. મને યાદ છે મેં લખેલ ટીવી સિરિયલ (અત્યારના સંદર્ભમાં જોઈએ તો એને ડેઈલી સોપ જ કહી શકાય જે 1975માં ગુજરાતીમાં બની હતી) ‘કુંડાળાના સાપ’ એ જમાનામાં ખૂબ પ્રખ્યાત થયેલી. વરસતા વરસાદમાં લોકો છત્રીઓ સાથે બેસીને આ કાર્યક્રમ જોતા હતા. આ સિરિયલમાં (જે સળંગ સોળ દિવસ ચાલેલી) હું ભૂવાનું પાત્ર ભજવતો જેનાથી કેટલાક ગામોના ભૂવા ખુશી સાથે મને ગુરુપદે સ્થાપવા તૈયાર થયા હતા !

ગ્રામ વિકાસના સરસ કાર્યક્રમો માટે ઈસરોને (ડેકુને) યુનેસ્કોનું ઈનામ પણ મળેલું. આ બધું હોવા છતાં અમૂલે અને ઈસરોએ મૂકેલા ટીવી સેટસ એક પછી એક બંધ થવા માંડેલા. કેમ કે જે ટીવી ચાલુ કરનારા હતા તે ગામનાં સ્થાપિત હિતો હતાં. તેઓ એમ માનતા કે અમારા કાર્યક્રમો તેમની વિરુદ્ધના છે. તેથી અમુક પ્રકારની માનસિકતાથી પીડાતા આ લોકોએ સેટ બગડી ગયા છે એમ કહી બંધ કરી દીધેલા. ફરી સેટ્સ ચાલુ થાય એ માટે ડેકુએ પ્રયત્નો કર્યા હતા જેમાં બે નિર્માતાઓએ પાંચ પાંચ ગામ દત્તક લઈ કાર્યક્રમો બનાવેલા. બે તાલુકાઓનાં પાંચ પાંચ ગામથી શરૂ થયેલા આ કાર્યક્રમોનું સકારાત્મક પરિણામ પણ આવેલું છતાં એક દિવસ એવો આવ્યો કે પીજ ટીવી કેન્દ્ર બંધ થઈ ગયું. અધિકારી કક્ષાની મંત્રણાથી થોડાક સમય પછી એ અમદાવાદ ટીવી સ્ટેશનેથી અડધા કલાકના પીજના કાર્યક્રમોનું પ્રસારણ થવા માંડેલું. વળી પાછું બધું બંધ થઈ ગયું. ફરીથી પીજ સ્ટેશનથી જ એક કલાકના કાર્યક્રમો શરૂ થયા જેમાં અમે અમદાવાદથી એક કલાકની ટેપ તૈયાર કરી પીજ મોકલતા અને ત્યાંથી કાર્યક્રમો પ્રસારિત થતા. આ પણ લાંબુ ચાલ્યું નહીં અને અંતે પીજ ટીવી કેન્દ્ર બંધ થઈ ગયું, સદાયને માટે.

મને લાગે છે કે મારા જીવનનાં પંદર-સત્તર વર્ષ ચરોતરની ભૂમિ સાથે મેં ગાળ્યાં એ અદ્દભુત હતાં. આ ભૂમિ સાથેનો લાગણીનો તંતુ જોડી જે કંઈ મેળવ્યું એ અનન્ય હતું. કેટકેટલા ગામોમાં હું હર્યો-ફર્યો, કેટકેટલા લોકોને હું મળ્યો, એમના સુખદુ:ખમાં ભાગીદાર થયો. એમની સાથે હસ્યો-રડ્યો, લડ્યો-ઝઘડ્યો, હળ્યો-મળ્યો…. મારું માનસપટ આનાથી આજે પણ ખચોખચ છે. હું ઈંગલેન્ડ, જર્મની, ફ્રાન્સની ટીવી ટુકડીઓને ચરોતરની ભૂમિ પર લઈ ગયેલો ત્યારે એ બધા પણ લોકો સાથેના મારા-અમારા ઈન્વોલ્વમેન્ટને જોઈ ગદગદ થઈ જતા. સહુથી અગત્યની વાત તે આજે પણ જેમની સાથે જીવંત સંપર્ક રહ્યો છે એવા મિત્રો આ સફરમાં મળ્યા જેમાં જયેન્દ્ર શેખડીવાળા, કનુ પટેલ, ચતુર પટેલ, હરિશ વટાવવાળા, જયંતિ ગ્રેગોર, છેલ્લે મળેલા કુમાર ભોઈ, પ્રદીપ મકવાણા…. કોને યાદ કરું… કોને ના કરું ?… છેલ્લે કેટલાંક હાસ્ય-કરુણ ઝરણામાં તમે બધા પણ ડૂબકી મારો ત્યારે….

[1] શુટીંગ કરવા હું જતો ત્યારે કેટલાક લોકો એવું કહેતા, ‘ભયા, અમારો ફોટો નંઈ આવે તો હેંડશે પણ મારી ભેંસનો ફોટો તો લેજો જ…..’

[2] શેખડી ગામના માજી જીવીબા ભેંસો પાવા જતાં હતાં. અમે શુટીંગ કરતા હતા. એમણે બૂમ પાડી, ‘ભયા ! આ બાજુ તમારો કેમેરો ફેરવજો, આ ડોહી ડોખાં લઈને જાય છ. અમારું મૂઢુંય દેખાડજો પાછા !’ આ જ જીવીબા કે જે ભણ્યાં ન હતાં છતાં મારી ટેલીફિલ્મ ‘આનું નામ જિંદગી’માં લાંબો રોલ કરેલો. ગ્રેનેડા ટીવી (ઈંગલેન્ડ) માટેના કાર્યક્રમમાંય એમણે સાસુનો રોલ-પાત્ર ભજવેલું.

[3] અંબાલાલ મકવાણા નામના કાસોર ગામના યુવાને કે જે ખેતમજૂરનો દીકરો હતો એણે ‘તમારા ટીવી માટે તમે લખો’ માટે એક નાટક લખેલું જેનું શીર્ષક હતું ‘વેઠિયો’. નાટકમાં વેઠિયાની વહુને કસુવાવડ થઈ જાય છે. આ સમાચાર જ્યારે એના ધણીને આપવામાં આવે છે ત્યારે એણે જે જવાબ આપેલો એ સાંભળો સાહેબો ! : ‘હારૂ થયું ડઈબા ! દુનિયામાં એક વેઠિયો આવતો બચ્યો !’

[4] લીંબાસીનાં હંસાબેન શિક્ષિકા હતાં. એમને ઈસરોના અમદાવાદ સ્થિત સ્ટુડિયોમાં રેકોર્ડિંગ માટે બોલાવેલાં. એમના મા-બાપે ધરાર ના પાડી દીધી. ‘હાય હાય બા ! તંઈ જવાતું હશે ? મૂવા ટીવીવાળાઓની નજર કંઈ હારી હોય છે નખ્ખોદિયાઓની !’ છેવટે મામાને કારણે હંસાબેન અમદાવાદ આવી શકેલા.

[5] ગામના જ એક જણે ગ્રામસેવકો લાંચ લે છે નો એક કાર્યક્રમ ‘લોન’ શીર્ષકથી લખી મોકલેલો. એ કાર્યક્રમનું પ્રસારણ થયા પછી ગ્રામસેવકોના યુનિયને કોર્ટમાં જવાની ધમકી આપી હતી. તેના જવાબમાં હું દસેક ગામ ફરી, એમની વિરુદ્ધમાં જાય તેવા લાંચ લે છે એવા પુરાવા લઈ આવેલો. એને એડીટ કર્યા વગર એ ખાતાના સેક્રેટરીશ્રીને બતાવેલા. જે જોઈ એમણે ગ્રામસેવકોને ધમકી પાછી ખેંચી લેવા હુકમ કરેલો. પાછળથી આ જ કાર્યક્રમ આપણા તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ પણ જોયો હતો.

આવું બધું ઘણું હજુ મારા ચિત્તમાં ચોંટેલું છે. શું લખવું, શું ના લખવું જેવા પ્રશ્નો ચકરાવા લઈ રહ્યા છે ત્યાં સંપાદકશ્રીનો અવાજ સંભળાય છે, ‘બસ ઈન્દુભાઈ ! બહુ લાંબુ ના કરતાં !’ ભલે ત્યારે આ અટકી કલમ ! ફરી પાછો આવો ચાન્સ મળશે તો ભૂતકાળના, ભૂલ્યો… ચિત્તમાં ચોંટેલા પોપડા ઉખેડીશ નંઈતર પછી અમારા સહુને રામરામ…..!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મૂંગો રાજકુમાર – ધૂમકેતુ
વાત મૂલ્યો ને સંસ્કારોની…..(ભાગ-1) – સંકલિત Next »   

22 પ્રતિભાવો : પીજ ટીવી ને હું – ઈન્દુ પુવાર

 1. Nitin says:

  સરસ માહીતીપ્રદ લેખ વાંચી ને આનન્દ થયો. ટી.વી પ્રસારણ ની શરૂઆત આવી રીતે થઈ હશે તે પ્રથમ વખત જાંણ્યુ.

  માનનીય મ્રુગેશ્ભાઈ નો ખુબ આભાર કે તેઓ આવા સરસ લેખો લઈ આવી અને અમારા જેવા વાંચકો ને મદદરૂપ થાય છે.

  નિતિન
  વડગામ થી

 2. જય પટેલ says:

  પીજ ટીવી સ્ટેશને દૂધ ક્ષેત્રે જાગૃતિ અને ક્રાંતિ લાવવામાં પોતાની રીતે અનોખુ યોગદાન આપેલું.

  શરૂઆતમાં દરરોજ એક કલાક માટે કાર્યક્રમો આવતા જેમાં ક્રમશઃ વધારો થતો ગયો.
  હંમેશાં શ્રી એ.એ. મંસુરી અને શોભા મોદીના હસમુખા ચહેરાથી કાર્યક્રમો શરૂ થતા.

  આરંભમાં પશુપાલન અને ખેતીને લગતા માર્ગદર્શન માટે નિષ્ણાતોને બોલાવી માહિતી આપતા.
  આવા જ પ્લેટફોર્મ પર આધારિત એક ફિલ્મ મૃગયા ( મિથુન અને સ્મીતા પાટીલ ) NDDB વાળાએ
  બનાવી હતી જે તે જમાનામાં હીટ પુરવાર થઈ હતી.

  ગ્રામ્યજીવન પર આધારિત નાટકોમાં…ચતુર મોટા ( જેમાં ચતુર પટેલનો રોલ મહત્વનો હતો )
  નંદુ-ઈંદુ…ધનજી મકનજી માવજી…હું અને હા…( જેમાં એક ગધેડુ અને પ્રાણલાલ વ્યાસ હોય છે )
  ત્રિભેટે ( જે ઘણું બાદમાં આવેલું ) કૈલાસ પંડ્યાના નાટકો….નોખી માટી ને નોખા માનવી – નાટક
  જેમાં અરવિંદ ત્રિવેદી અને કિર્તીદા ઠાકોરે લીડ રોલ ભજવેલો. આ નાટક બાદમાં ગુજરાતના લગભગ
  બધાં જ શહેરોમાં સુપરહીટ થયેલું.

  પીજ સ્ટેશન બંધ કરવામાં કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી જ જવાબદાર હતા.
  સ્વ. એચ. કે. એલ ભગત જ્યાં સુધી હતા ત્યાં સુધી બધું બરાબર હતું તેમના બાદ જે મંત્રી આવ્યા
  તેમણે મૃત્યુઘંટ વગાડવામાં ચાવીરૂપ ભુમિકા ભજવેલી…અને
  પીજના સ્થાનિક નેતા શ્રી ઘનશ્યામ ઘડિયાળીની દિલ્હી સુધીની લડત એળે ગઈ.

  અમદાવાદ ટીવી સ્ટેશનના ઉદય સાથે જ પીજ ટીવી સ્ટેશનનો ક્રમશઃ અસ્ત થયો.

  ચરોતરના અમૂલની દૂધક્રાંતિમાં પીજ ટીવી સ્ટેશનનો અમુલ્ય ફાળો ચિરઃસ્મરણીય રહેશે.

  • જય પટેલ says:

   સુધારો – નોખી માટી ને નોખા માનવી….નાટકમાં અરવિંદ વૈદ હતા.

  • Naimesh says:

   Thanks Jaybhai for providing addtional information about Pij TV station. Whenever I visited Amdawad , watching a TV program was one of the top item on my agenda.
   but I would like to point out some factual error you have committed in your response. You talked about a film made by NBBD. but the film was not “Mrugaya”, it was “Manthan” . Manthan was made by Shyam Benegal and Smita Patil, Girish Kardnar, Nasirrudin were in the lead roles. Which was filmed in Sanosra- near Rajkot.
   Mrugya was directed by Mrinal Sen and Mithun & Mamta Shankar were in lead roles.
   Secondly in Drama Nokhi mati nokha manvi Arvind Vaidya played main charactor.
   This just to point out the fact.
   Thanks again

   • જય પટેલ says:

    શ્રી નૈમેષભાઈ
    મૃગયા અને મંથનની ગૂંચ ઉકેલવા માટે આભારી છું.

    નોખી માટી ને નોખા માનવી માં અરવિંદ વૈદ હતા તે ખુલાસો તો મેં કૉમેંટ પૉસ્ટ કર્યા બાદ તુરંત કરેલ છે.
    આ સુપરહીટ નાટકમાં શ્રી અરવિંદ વૈદે પૂ.ભાઈકાકાનો વૃધ્ધ રોલ તેમની યુવાવયે બખુબી ભજવેલો.
    આ નાટક મારા ગામ કરમસદ આવેલું અને બધા જ કલાકારોને નજીકથી નિહાળેલા.

    મંથન એનડીડીબીએ બનાવેલું.
    આપના તરફથી ક્ષુલ્ક ત્રુટિ રહી ગઈ છે.
    આભાર.

 3. nayan panchal says:

  ટીવી પ્રસારણના ‘ઇતિહાસ’ પર સરસ લેખ. ગુજરાતમાં ટીવીના કાર્યક્રમોના પ્રસારણની શરૂઆત વિશે જાણીને આનંદ થયો.

  કદાચ, આપણા દુરદર્શને આ વર્ષે જ ૫૦ કે ૬૦ વર્ષ પૂરા કર્યા. તેનો ઈતિહાસ પણ રસપ્રદ હતો.

  આભાર,
  નયન

 4. ખૂબ સરસ લેખ!
  જય પટેલ પાસે પૂરક માહીતિ પણ રસપ્રદ રહીપીજ ટીવીની વાત નીકળી છે તો ” ભૂરી ભેંસ” અને હરબાળા પટેલ(?)ને કેમ ભુલાય?
  ઈન્દુભાઈને અભિન્ંદન!

  • જય પટેલ says:

   શ્રી નાણાંવટીજી

   ખુબ સાચું કહ્યું આપે…..ભુરી ભેંસને કેમ ભુલાય ?
   યાદ છે પીજ ટીવી પર દરરોજ આવતું સ્લોગન….

   દૂધ આપણી જીવાદોરી
   દૂધ વિના ના ચાલે…..!!!!

   હરબાળા પટેલ….ચારૂલતા પટેલ….કમલ ત્રિવેદી….પી. ખરસાણી…..રાજૂ બારોટ.
   દર શનિવારે આવતી સિરીયલ નંદું – ઈન્દું ની વાટ તો ગુરૂવારથી જોવાતી.

   કમલ ત્રિવેદી અને પી. ખરસાણીનો ચોતરો કાર્યક્રમ દર રવિવારે રાત્રે ૯.૩૦ વાગે
   આકાશવાણી અમદાવાદ પર માણવાની પણ તેટલી જ મઝા આવતી.

 5. Veena Dave, USA says:

  સરસ માહિતિ.
  મને તો પીજ નામ વાચીને કપિલેશ્વર મહાદેવનુ મન્દિર, કન્યાશાળા અને મહાત્મા ગાન્ધિ વિનય મન્દિર યાદ આવિ ગયા.
  આ સરસ ગામમા મારુ બાળપણ મે માણેલુ.

  • જય પટેલ says:

   સુશ્રી વિણાબેન

   …..અને પીજના સુવિખ્યાત ધારદાર છરી….ચપ્પા….દાતરડા તો કેમ ભુલાય ?

   • Veena Dave, USA says:

    હા ભાઈ, સાચી વાત. હુ તો લુહાર કોડ પાસે રહેતી હતી અને એક ભગત હતા જે લુહાર હતા અને રોજ વહેલી સવારે પ્રભાતફેરી કરતા અને સરસ ભજન ગાતા.
    પીજ ને ફ્લેગ સ્ટેશન કરવાનુ હતુ ત્યારે ત્યાની સ્ત્રીઓએ ભેગા થઈને રેલ્વેના પાટા પર બેસી રામધુન કરીને રમઝટ કરીને ફ્લેગ સ્ટેશન થતા અટ્કાવેલુ. આવા ઘણા સ્મરણ પીજ સાથે જોડાયેલા છે.
    આભાર.

   • jayesh Patel says:

    સરસ વ્હલા મિત્રો.
    For good oppinion and nice information to all of you, specially jay patel, and veenaben dave for child hood talk. thanks all, to know little more than original story.

 6. Pinki says:

  સરસ માહીતી

  ટાટા, ડિસ, માં પીજ તો ભુલાઈ જ ગયેલું ! 🙂

 7. ભાવના શુક્લ says:

  સરસ માહીતિ સભર લેખ અને સાથે જુની સફરનો ઇતિહાસ બહુ રસપ્રદ શબ્દોમા.

 8. ઈન્દ્રેશ વદન says:

  સુંદર લેખ.

  “હું ને મારી ભૂરી” હજી પણ યાદ છે.

  લેખકે “ગ્રામજગત” નો ઉલ્લેખ ન કર્યો? 😀

 9. Jigar says:

  I still remember a dialogue from a serial હુ ને મારી ભુરી થી, આ તો પ્રેમ નો સવાલ છે…i think…amazing days…revolution in gujarat…great article..thanks…a lot…

 10. trupti says:

  I always stayed in Mumbai hence all the comments about the programs used to telecast on the Pij TV are going above my head. However, we used to wait for the Gujarati programe on TV. Those were the days of National network and the satellite TV was not born. We used to enjoy watching program like ‘ આવો મારી સાથે’, ગુજરાતિ નાટકો. And I think on last Saturday of the month, Gujarati movie used to get telecast and we (we means all Gujarati staying in Mumbai or rather Maharashtra) used to wait for that Saturdays, but with the invention of satellite TV, and opening of end nos. of channel, that waiting is also become the past. Moreover, with the passage of time, the Gujarati film industry is almost dead. With the advanced technology, the CDs/DVDs of the movie or play we like to watch is easily available hence, the charm of those days are gone. I remember when we were small and the TV was just introduced in the market, and not many families used to have the luxury of the same, and used to go to each other’s house to watch the programs like Chaayya Geet, Has Pariahs, Aavo Mari Sathe, Ful Khile hai Gulsan Gulsan etc. We also used to watch some Marathi serials and they used to be very good, very close to reality, informative, and educative and not like present times typical ‘saas-bahu’ type.

 11. Gaurav Patel says:

  સરસ લેખ…..

  I am basically from small village called Dumral which actually shares border with pij so I could see the TV tower form my terrace as well. I remember as kid during uttrayan whenever my kite used to go high I used to tell my dad that it gonna touch the TV tower. What a wonderful days those were!!! Thank for reminding me my childhood 🙂

 12. Vraj Dave says:

  ખુબજ સરસ લેખ અને તેના પ્રતિભાવો પણ પુરક લેખોજ ગણાય. સહુએ સહિયારો સરસ પ્રયાસ કર્યો છે.
  આભાર
  વ્રજ દવે

 13. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  પ્રતિભાવોએ લેખને ચાર ચાંદ લગાવી દીધા.
  મિત્રોએ યાદદાસ્તને ઢંઢોળીને ખજાનો પીરસી દીધો.
  લેખક અને મિત્રોને હાર્દિક અભિનંદન.
  આભાર.

 14. prathmesh patel says:

  how can one forget ” હુ ને મારિ ભુરિ” i can still remember the noise of the fake buffalo and the dialogues that made me laugh as a kid..

 15. lomesh says:

  oh! pij tv
  this article take me in my best past.
  there is no comparision of pij tv. till today because one of the best experiance of pij tv is gethering of nos of family on one tv set. its feel like hosefull theatre and ticket is avilable in black and my friends all of you know now a days there is no housefull and black ticket its a history………………..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.