સાચું શું ? ખોટું શું ? – કીર્તિ પરીખ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે કીર્તિબેનનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kirtidasp@rediffmail.com અથવા આ નંબર પર +971 50 1364530 સંપર્ક કરી શકો છો.]

આપણાં રોજિંદા જીવનમાં કેટલીયે ઘટનાઓ બનતી હોય છે. કેટલીક સારી, કેટલીક કડવી, કેટલીક ઉપયોગી તો કેટલીક બિનઉપયોગી. આ ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે આપણને જરાપણ ખ્યાલ હોતો નથી કે અંતે પરિણામ શું આવશે ? કોઈ વખત આપણે કોઈનાં ઉપર વિશ્વાસ મૂકતાં હોઈએ તો કોઈ વખત આપણે કોઈની ઉપર ઢગલાબંધ શંકાઓ કરી બેસતા હોઈએ છીએ. પરંતુ સરવાળે પરિણામ સાવ ઊલટું જ આવતું હોય છે. પૂર્ણ ભરોસો મૂકનાર આપણી દષ્ટિમાં ક્યારેક દોષિત સાબિત થાય અને કોઈ સતત ખટક્યાં કરતું હોય તે આપણને માન-સન્માન આપે ! આપણે સમજી શકતા નથી કે ઘટનાની મૂલવણી કેવી રીતે કરવી અને તેથી પરિણામ પર જ મોટું પ્રશ્નચિન્હ લાગી જાય છે. ત્યારે આપણને મૂંઝારો થયા કરે છે કે, સાચું શું અને ખોટું શું ?

આ સંદર્ભમાં એક નાનકડો પ્રસંગ મને યાદ આવે છે. ઘણાં વર્ષો પહેલાંનો આ દુબઈનો પ્રસંગ છે. પરદેશમાં રહેતા હોઈએ ત્યારે હંમેશા પોતાના દેશનો પડઘો સતત પડ્યા કરતો હોય છે. પરદેશમાં હોઈએ ત્યારે પોતાના દેશની યાદ દિલનાં એક ખૂણામાં સતત ખીલેલી રહેતી હોય છે. હું પણ એમાંથી બાકાત ન હતી. બીજા દેશની પચરંગી પ્રજાની વચ્ચે માનવી પોતાના દેશનાં લોકોને ખોળવા ફાંફાં માર્યા કરે. જરા પણ અણસાર આવે કે આ ભારતીય છે તો મન લલચાયા વિના ન રહે. આરબદેશમાં રહેવું હોય તો એકલતાથી ટેવાવું પડે. આ એવો દેશ છે કે તમે તમારા ઘરમાં વર્ષો કાઢી નાંખો પરંતુ તમારી આજુબાજુ કોણ રહે છે એની તમને જાણ સુદ્ધાં ન હોય. આ દેશોમાં અમેરિકા અને યુ.કે.ની જેમ કાયમી નિવાસ શક્ય નથી હોતો. દરેક લોકો ફલેટ ભાડે રાખીને રહેતા હોય છે, તેથી આવન-જાવન ચાલ્યા કરતી હોય. એટલે જ કોઈની સાથે ન દોસ્તી કે ન દુશ્મની. ઉપરથી સારું જરૂર લાગે કે કોઈની સાથે કોઈ લેવાદેવા જ નહીં ! પરંતુ સાથે કોઈ પાડોશી હોય તો ગમે પણ ખરું એવા વિચારો પણ આવ્યા કરે.

અમે જે ઘરમાં વર્ષો સુધી રહેલાં ત્યાં બહાર ખાસ્સી મોટી ઓસરી હતી. ઓસરીમાં છૂટાછવાયા ફલેટ્સ. તેથી કોણ રહે છે તે ખબર ન પડે. પરંતુ અચાનક એવો સંજોગ આવ્યો કે અમારે બીજી જગ્યાએ ઘર બદલવાનું થયું. નવી જગ્યા સારી હતી. પરંતુ ઓસરી સાવ નાનકડી ! આમને-સામને ફલેટ્સના દરવાજા પડે. મુંબઈમાં રહેતા હોઈએ એવું લાગ્યા કરે. આ કારણોસર પાડોશી કોણ છે એ જાણવાની મને તાલાવેલી થઈ આવી. શરૂઆતના દિવસોમાં જ જાણવા મળ્યું કે સામે એક દક્ષિણ ભારતીય પરિવાર છે અને બાકીના ફલેટોમાં કોઈ ઈરાકી કે સિરિયન એવા લોકો છે. ભારતીય પરિવારની વાત સાંભળીને તેમને મળવાની ઈચ્છા થઈ આવી. આમ પણ ગુજરાતીઓ થોડાં ઈમોશનલ તો ખરાં જ ને ! તે આખરે પહેલ કરી નાંખી !

એક દિવસ હું એમને ત્યાં પહોંચી ગઈ. પતિ-પત્ની બંને કામ પર જાય. નાની દીકરી સ્મૃતિ અને નોકરાણી હતાં. ‘કેમ છો, સારું’ થી શરૂઆત થઈ. તેઓ બેંગલોરના છે તેમ જાણીને આનંદ થયો. દક્ષિણમાં તો બીજે ક્યાંય હું ગયેલી નહીં, પણ બંગલોર ત્રણેકવાર જઈ આવેલી. હવે આપણે જે જગ્યાએ જઈ આવ્યા હોઈએ ત્યાંનું કોઈ છે એમ આપણે જાણીએ એટલે આપણી વાતમાં જોશ આવે. આપણને બધી જ જાણકારી છે એવું આપણે દર્શાવ્યા વગર ન રહી શકીએ ! આવી રીતે મારો વાતોનો સિલસિલો શરૂ થયો. પ્રથમ મુલાકાત સારી રહી. મેં તેઓને ઘરે આવવા નિમંત્રણ આપ્યું. નોકરાણી સાથે પણ વાતો કરી. બીજા લોકોને જોતા ખ્યાલ આવે કે ગુજરાતીઓ નમ્ર ખરા. નાના મોટા દરેકને સમાન ભાવ આપે.

એ બહેન પણ એક દિવસ એમની દીકરી સ્મૃતિને લઈને મારી ઘરે આવ્યા. ઘણી બધી વાતો કરી. વળી પેલો ગુજરાતી સ્વભાવ કંઈ હાજર થયા વગર રહે ! મેં નાનકડી સ્મૃતિને કહ્યું : ‘તને મન થાય ત્યારે આવજે. મમ્મી હાજર ન હોય ને કંઈપણ કામ હોય તો મને વિના સંકોચે જણાવજે.’ સ્મૃતિ ઘણી નાની. છઠ્ઠા ધોરણમાં ભણે. મારી દીકરી ખ્યાતિ કૉલેજના છેલ્લાં વર્ષમાં. છતાં પણ ખ્યાતિએ સ્મૃતિને બરાબર બોલાવી, બેસાડી, વાતો કરી અને થોડી ગમ્મત પણ કરી. એ લોકો વિદાય થયા.

એક દિવસ બપોરે દરવાજાની બેલ વાગી. મેં જોયું તો સામે સ્મૃતિ હતી. એણે પૂછ્યું : ‘આન્ટી, દીદી છે ?’ મેં એને હા પાડી. એટલામાં તો એ અંદર ખ્યાતિની રૂમમાં સીધી દોડી જ ગઈ ! એ દિવસે ખ્યાતિનું ભણવાનું તો બગડ્યું પણ સાથે સુવાનું પણ બગડ્યું. રમ્યા બાદ છેવટે નાસ્તો ખવડાવીને મેં સ્મૃતિને રવાના કરી. ખ્યાતિને પસંદ ન પડ્યું, પણ મેં એને સમજાવી : ‘સ્મૃતિ નાની છે. એને ખાસ સમજણ ન પડે. કોઈકવાર જ આવી છે ને ! રોજ થોડી આવવાની છે ?….’ પણ બે દિવસ પછી ફરી એ જ સમયે સ્મૃતિ આવી. અમારા આરામના સમયે જ તે આવે. ખ્યાતિ ન હોય તો ટી.વી. જોવા બેસી જાય. નાસ્તો કરીને આરામથી બે કલાકે પોતાના ઘરે જાય. એની મમ્મીને આવવાનો સમય થાય તે પહેલાં પહોંચી જાય ! એ પછી તો આવું ચારેક વખત થયું. ત્યારે મને ખબર પડી કે એ નોકરાણીને પરેશાન કરે છે તેથી નોકરાણી એને મારે ત્યાં મોકલી આપે છે. ટી.વી. જોવાની એની મમ્મીએ સખત મનાઈ કરેલી તેથી એ મારે ત્યાં ટી.વી જોવા બેસી જતી હતી. શું કરવું એ મને સમજાતું નહોતું, પણ કંઈક કરવું પડશે એ નક્કી હતું.

એક દિવસ એણે ફરી બેલ માર્યો. દરવાજો ખોલીને મેં એને કહ્યું : ‘બેટા, અત્યારે અમારે સૂઈ જવાનો સમય છે, તું સાંજે આવજે.’
તો એ બોલી : ‘અત્યારે દીદી હોય ને એટલે હું આવું છું. સાંજે તો મારે પણ ટ્યુશન હોય અને મમ્મી પણ આવી જાય.’ મેં હસીને કહ્યું : ‘તો બેટા તું વીકએન્ડમાં આવજે, બસ !’ તે દિવસથી એનું બપોરનું આવવાનું બંધ થયું. પરંતુ રજાના દિવસે એણે સવારના પહોરમાં જ બેલ મારી. મેં કહ્યું :
‘બેટા, દીદી હજી તો સૂતી છે.’
‘આન્ટી, દીદી ઊઠે એટલે મને તુરંત જ બોલાવજો… ભૂલતાં નહીં, હોં ! મમ્મીએ કહ્યું છે કે દીદી હોય ત્યારે જ તારે જવું. આન્ટીને હેરાન ન કરીશ.’ મને મનમાં હસવું આવી ગયું કે ‘તારી મમ્મી ઘણી સમજદાર છે.’

રજાનાં એક દિવસે સાંજે ખ્યાતિની ત્રણેક બહેનપણીઓ આવેલી. કૉલેજના પ્રોજેક્ટનું કામ કરવાનું હતું. કોઈક આવ્યું છે એવી ખબર પડતાં તરત સ્મૃતિ આવી.
‘દીદીની બહેનપણીઓ આવી છે ને ? મારે પણ આવવું છે….’
મેં તેને દરવાજામાં જ રોકી, ‘બેટા, તું નાની છે સ્મૃતિ. અને દીદી ને તેની બહેનપણીઓ કૉલેજમાં છે. એ એમનું કામ કરે છે. હમણાં તારે ત્યાં ન જવાય…’
‘આન્ટી હું અંદર બેસીને કલર કરીશ…’ સ્મૃતિ હાથમાંની કલરબુક બતાવતા બોલી, ‘મમ્મીને બહાર જવું છે ને તેથી મને કલર કરવાનું કહ્યું છે.’
મારી આંખો પહોળી થઈ ગઈ. મેં એને કહ્યું : ‘તું બહારનાં રૂમમાં બેસીને કલર કર.’ પણ એને તો અંદર જ જવું હતું. મેં ના પાડી. એને ન ગમ્યું. એ પગ પછાડતી જતી રહી. એ ગઈ તે ગઈ. એ પછી ક્યારેય પાછી ન આવી. સ્મૃતિની મમ્મીનું ‘કેમ છો’ પણ બંધ થઈ ગયું. ફલેટની લીફટમાં સાથે થઈ જાય તો પણ જાણે ઓળખતા ન હોય એમ મોઢું ફેરવી લે. સ્મૃતિની સામે હું જોઉં તો જાણે જાણતી જ ન હોય એમ જતી રહે. મારે ત્યાં આવતી ત્યારે કલાકો બેસતી, ટી.વી જોતી, ગુજરાતી નાસ્તાઓ જમવાની જેમ ખાતી ! પરંતુ હવે એ મને ઓળખતી ન હતી. આપણે ગુનેગાર હોઈએ એવું બધાનું વર્તન હતું. ત્યારપછી અમારા એકબીજાના દરવાજા પણ ન ખૂલ્યાં.

આજ સુધી મને એ ન સમજાયું કે મેં ખોટું શું કર્યું હતું ? પડોશીને મળવા ગઈ એ મારી ભૂલ હતી ? બહારના દેશમાં પોતાના દેશનાને પોતાના માન્યા એ ભૂલ હતી ? મારી દીકરી મોટી છે અને તે નાની છે એવી સમજણ આપી ન શકીએ તે ભૂલ હતી ? ગુજરાતી હોવાથી લાગણી બતાવી તે ભૂલ થઈ ? કોઈના પર વિશ્વાસ મૂકવો એ ભૂલ છે ? કોઈને પોતાના માનવા એ ભૂલ છે ? જે કંઈ તકલીફ આવેલી તે મને આવેલી. છતાં એ ક્યા કારણથી સંબંધો પર પૂર્ણવિરામ મૂકે છે એ મને ક્યારેય ન સમજાયું. પરંતુ એટલું જરૂર સમજાયું કે સામી વ્યક્તિ ઈચ્છે એવું જ આપણે વર્તન કરીએ તો જ સંબંધો ટકી શકે છે. અને એમની ઈચ્છા વિરુદ્ધનું વર્તન થઈ જાય તો આપણે ગુનેગાર સાબિત થઈ જઈએ છીએ ! તો પછી આપણે એમના માટે ઉમંગથી જે કંઈ કર્યું હોય તે શું એક જ ક્ષણમાં નકામું થઈ જાય ? તો પછી સાચું શું ? ખોટું શું અને સારું શું ?

સરવાળે માત્ર એટલું જ સમજાયું કે આપણે ગુજરાતીઓએ વાતવાતમાં જે લાગણી દેખાડીએ છીએ એ બંધ કરવું પડે. ભાવનાત્મક થવાની જરૂર નથી, સમજદારીની જરૂર છે. લાગણીપૂર્વક ખેંચાયા વિના સમજપૂર્વક ઉકેલ લાવવાની જરૂર છે. તો જ આ ગૂંચવાડા નહીં થાય. જીવનમાં આપણને વિવિધ પ્રકારનાં લોકો મળ્યાં જ કરશે. કોઈ એક વ્યક્તિ ઉપરથી સમુહ માટે ધારણા બાંધવી પણ યોગ્ય નથી. હા, સાચું શું અને ખોટું શું – એ મૂલવણી કરવાં આપણે બિલકુલ સ્વતંત્ર છીએ. તમારું શું માનવું છે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેરક પ્રસંગો – ગોવિંદ શાહ
ગાંધી ગુંજ – સં. યતિશ મહેતા Next »   

52 પ્રતિભાવો : સાચું શું ? ખોટું શું ? – કીર્તિ પરીખ

 1. Kaushik Patel says:

  સરસ્.
  લેખિકાને અભિનન્દન્.
  માહિતિસભર્ લેખ્.

  • આપણે ગુજરાતીઓએ વાતવાતમાં જે લાગણી દેખાડીએ છીએ એ બંધ કરવું પડે. ભાવનાત્મક થવાની જરૂર નથી, સમજદારીની જરૂર છે. લાગણીપૂર્વક ખેંચાયા વિના સમજપૂર્વક ઉકેલ લાવવાની જરૂર છે.

   I think you need to give time to make any relationship. Jaroor che emni jode relation raakhvani jyare banne comfortable hoi. Initially i believed ke Gujarati jode j sambandh raakhvo joiye. But gujju manaso ocha nathi. Kam hoi to Ram baki Ram Ram. Sambandh emni jode rakhvo joiye je samje sambandh ne. But honestly comparing other indian state public Gujjus best che.

 2. nayan panchal says:

  સામી વ્યક્તિ ઈચ્છે એવું જ આપણે વર્તન કરીએ તો જ સંબંધો ટકી શકે છે. અને એમની ઈચ્છા વિરુદ્ધનું વર્તન થઈ જાય તો આપણે ગુનેગાર સાબિત થઈ જઈએ છીએ.

  આવા બધા સંબંધોમાં વણલખાયેલી શરતો હોય જ છે, જ્યાં સુધી તે શરતોનુ પાલન થતુ રહે ત્યાં સુધી વાંધો નથી આવતો. આ બંને પક્ષોને લાગુ પડે છે.

  આપણે ગુજરાતીઓ લાગણીશીલ છીએૅ એટલે મને લાગે છે કે આ લેખ પર મિશ્ર પ્રતિભાવો મળશે.

  નયન

  જીવનમાં ઘણી વખત જે વસ્તુ તે સમયે ખોટી લાગે છે તે અન્ય કોઈ સારી વસ્તુના પાયામાં હોય છે. સમયની સાથે ચિત્ર વધુ ને વધુ સંપૂર્ણ બનતુ જાય છે. સારુ-ખરાબ તો આપણે આપેલા લેબલ્સ છે, બાકી મને લાગે છે કે જે કંઈ પણ થાય છે તે જીવનરૂપી જિગ્સો પઝલના ટુકડાઓ જ છે.મૃત્યુ સમયે જો જિગ્સો સંપૂર્ણ થઈ ગઈ તો ભયો ભયો!!

 3. બાળકોનું તો એવું જ હોય. મોટાએ પોતાની ભુલ સ્વીકારવી જોઈએ. બાપા કાગડો એમ ખબર છે કેટલી વખત કહેવું પડેલ. બાળક રડતું હોય અને માને છાનું રાખતા ન આવડે તો માની ખામી કહેવાય.

 4. trupti says:

  Very nice story and informative too.

 5. Hardik says:

  આપણે ગુજરાતીઓએ વાતવાતમાં જે લાગણી દેખાડીએ છીએ એ બંધ કરવું પડે. ભાવનાત્મક થવાની જરૂર નથી, સમજદારીની જરૂર છે. લાગણીપૂર્વક ખેંચાયા વિના સમજપૂર્વક ઉકેલ લાવવાની જરૂર છે.

  I think you need to give time to make any relationship. Jaroor che emni jode relation raakhvani jyare banne comfortable hoi. Initially i believed ke Gujarati jode j sambandh raakhvo joiye. But gujju manaso ocha nathi. Kam hoi to Ram baki Ram Ram. Sambandh emni jode rakhvo joiye je samje sambandh ne. But honestly comparing other indian state public Gujjus best che.

  “Eklo Jaane” i remember this poem @ this link
  http://www.shishubharati.org/docs/SB_Handbook_CurrentYr.pdf

 6. Margesh says:

  Kirti ben u r absolutely right. We are also leaving here in dubai and we are having the same experience with our south indian neighbor.

  • Jagat Dave says:

   Dear Friend,

   Please do not develop any prejudise towards people of any state or cast or religion……after all we all are Indians….it can happen with any one in any place.

   I am having some good experiences with South Indian friends some bad experiences with Gujrati people also.

   Life is like that…..remember good things….forget bad episodes.

   યે જિંદગી કે મેલે…..દુનિયા મેં કમ ન હોંગે…..અફસોસ હમ ન હોંગે
   બિગડેગી ઔર બનેગી, દુનિયા યહી રહેગી….હોંગે યહી ઝમેલે….યે જિંદગી કે મેલે

 7. Chintan says:

  ગુજરાતીઓ ની ભલમનસાઈ નો લાભ લેતા આવા ઘણા કિસ્સા જાણવામા આવ્યા છે. એમા પણ ખાસ કરી ને બાળકો ને લઈ ને આપણે ઘણા સંવેદનશીલ હોઈએ છીએ જેથી આવી પરિસ્થિતી સર્જાતી હોય છે. થોડુ પ્રેક્ટિકલ થવામા શાણપણ છે તે વાત સારી રીતે સમજાય છે.

  સરસ પ્રેરક વાર્તા છે. આભાર.

 8. shruti says:

  i fully agree with the author…. not in forign country… even in our gujrat the non gujrati ppl take advantage of simplicity of gujrati ppl…. i remeber one incendence … i m a lecturer in engineering college and in my flat my neighbours know that i m very good in science subjects.. n i used to solve the doubts of children of our neighbours… in my flat all my neighbours r non gujrati…. in the begining they sent their children only for doubts…thn they start sending them for internet surfing for the topics…and at the end they had cross the limits….. in the evening when i return frm my college and i used to spent the time with my child and her study…. my neighbours sent their children with their books and told them ke jao beta aunty aap ko padhayegi….. and if u have any doubts u ask her…. and all the ladies went out for evening walk…. as such i m their tution teacher… because they all r housewives with big servent team and their husbands r businessmen so the used to came late…. so to get relived frm responcibility of their children…they used to sent them to my home…

  this is the general mentality of nongujrati ppl… that we can use gujrati by any means….

 9. જય પટેલ says:

  કોઈપણ પ્રકારના સબંધો શરૂ કરવા અને નિભાવવા આહુતિઓની ( સમય અને શકિત ) જરૂર પડે છે.

  સબંધોમાં અપેક્ષાઓ પુર્ણ ના થતાં કટુતાનાં બીજ રોપાય છે જે સમય જતાં વટવૃક્ષ બને છે.
  વીથ ઓલ ડ્યુ રીસ્પેકટ મારા અનુભવથી કહું તો દક્ષિણ ભારતીય પ્રજા રીઝર્વ માઈંડની હોય છે
  તે આસાનીથી બીજી પ્રજા સાથે ભળતી નથી. આ પ્રજાને લાંબા સબંધો શું કહેવાય તે જ ખબર નથી.
  દક્ષિણ ભારતીય પ્રજાને આપણી ગુજરાતી કહેવત ૧૦૦% ખબર નહિ હોય.

  પહેલો સગો પાડોશી…..!!!!!

  જીવનભરનાં સબંધો માટે પરસ્પરની અપેક્ષાઓનું વિસર્જન કરવું પડે તો જ તંદુરસ્ત સબંધો જળવાય.

 10. dhara says:

  whether it is dubai or mumbai, such experiences do happen with all. it depends on the mentality and family culture of the person(not the caste or country). always accept the expiry date of each relationship and never be so harsh in developing other such relation just from one experience.smruti’s mother and maid were selfish and wanted to get rid from responsibilty so were taking advantage so does not matter that the relation is broken.

  dhara shukla/swadia

 11. Vipul Panchal says:

  Nice Story,
  this is apply to both Guj-Non Guj People.

 12. Jagat Dave says:

  હું પણ ઘણાં સમયથી કુટુંબ સાથે ગલ્ફમાં રહું છું. હું અંગત વિચારોથી પ્રાંતવાદી નથી, પણ ગુજરાત નાં હોવાનું પણ ગૌરવ પણ જાળવી રાખેલું છે. મિત્ર વર્તુળ પણ વિવિધતા સભર છે. ભારતનાં લગભગ દરેક પ્રાંત ના લોકો સાથે પરીચયમાં આવ્યો છું. દરેક પ્રાંતના લોકો ની મનોવૈગ્યાનિક વિશેષતાઓ છે જેનાં કારણો જોઈએ તો…..તે જે તે પ્રદેશની ભૌગોલિક અને સાંસ્ક્રુતિક પરિસ્થિતી ને તે આધીન હોય તેવું મને લાગ્યું છે.

  લગભગ દરેક પ્રાંત નાં લોકોના કડવા અને મીઠાં અનુભવો થયા છે. જેમાં ગુજરાતીઓ પણ ખરાં. અહિં ગુજરાતી લોકો માં પણ પ્રાંતવાદીપણું અનુભવ્યું છે…..(તમે કાઠીયાવાડી ને?……..તમે ચરોતર નાં? તમે કેવાં બ્રાહ્મમણ? વિ……) અહીં લોકલ કોલ્સ મફત છે એટલે તેનો ઉપયોગ (દુરુપયોગ) ખટપટ માટે વધારે થતો જોયો છે.

  માનવ સબંધો એ મનોવૈગ્યાનિક કોયડા જેવાં હોય છે…….ઉપરની વાત જો કિર્તીબેન નાં દક્ષિણ ભારતીય ગ્રુહિણી તેમનાં પ્રાંતીય બ્લોગ માં લખે તો?????? તે કાંઈક જુદીજ હોવાની અને મંતવ્યો પણ ગુજરાતી વિરોધી જ હોવાના.

  એક ભારતીય તરીકે જોયું છે કે આપણા સબંધો માં હજું પણ જાતિવાદ, પ્રાંતવાદ અને મુડીવાદ અહમ ભુમિકા ભજવે છે. ઘણાં લોકો સતત તેમનું પૈસાદાર-પણું સાથે લઈને ફરે છે…..તો ઘણાં પોતાના professional designation નું લેબલ ઓફિસ ની બહાર પણ કપાળ પર જ રાખી ને ફરતાં જોવા મળે છે. કોઈ સતત તેમનું જાતિગત અભિમાન કે પુર્વગ્રહ સાથે લઈ ને ફરે છે. એક ‘માણસ’ જવલ્લે જ એક ‘માણસ’ ને મળે છે.

  આ બધાં ઝમેલાઓ માં થી આપણે બહાર નિકળવું જોઈશે………પ્રજા તરીકે આપણે આપણી મહાનતા હજુ વધારે સાબીત કરવા ની જરુર છે…….એવું મને વિદેશ માં રહ્યાં પછી લાગે છે.

  • trupti says:

   Jagatbhai,

   I fully agree with you. I have seen many people who move around with their label (social, economic and professional) everywhere and they think only they can achieve the things what they have achieved and treat other person as dirt or slave. My daughter’s friend’s mother is a Gynecologist by profession, and the way she behaves as if she is the first and the last person possessing such a degree, at the same time her other two friend’s parents are doctors, but I was not aware of their professional status until they told me once after many years of association with them. As I hardly go to my child’s school my interaction with her friend’s parents is very little, we used to meet each other in some party or gathering and never discussed each other’s profession and you will be surprised to know that one friend is a mixed blood i.e. father is Gujarati and mother is Maharastian and the other friend is Maharastrian and the person who has air in her mind being a Gynecologist belongs to my own caste and I know her and her family from the time I was in school!!!!!!
   I do not think the caste or language has anything to do with relation, it is own perception. You get all kind of people in the world and one cannot put all different caste or different language speakers in one bracket.
   What is happening in Mumbai/Maharashtra, MNS is going on putting emphasis on the rights of Marathi people but they are forgetting that the Gujaratis are part of Maharashtra as once upon a time there was common state called Bombay and used to be shared by Maharahstra and Gujarat and there are many Gujarati who are native of Mumbai. However, this is all political stunts, the common Marathi manoos does not understand the game behind such thing, and they are taking law in their hand and troubling the other non-maharastian public
   .

 13. Vraj Dave says:

  સરસ અનુભવનો ચિતાર. આપણી એ નબળાય છે કે આપણા મલે તો સમર્પણ થય જઇએ. જેમા કોય સ્વાર્થ નો હોય.
  શ્રી જગતભાઇ ના પ્રતિભાવ સાથે સહમત છું.
  જયહિન્દ.
  વ્રજ દવે

 14. KIRTIDA(DUBAI) says:

  દરેક વાર્તા મા કઇક સારુ કૈક બુરુ આવેજ્

  ઉપર ઉપર થી ન જોતા વાર્તા નૉ અન્તર આશય સમજવો પડૅ.

  કોઈ ધટના થી પરેશાન થૈ જવાય એવુ બને , કોઇ જાતિ કે કોમ સાથે ભેદ્બભાવ નથિ .

  દરેક વાચક્ પોતનો મત આપિ શકે, દરેક વાચક સાથે મારી સહમતી છે.

  દરેક પોતની સાથે વણાયેલા વિચારો થી મૂલવણી કર્તો હૉય , એ જરાપણ ખોટુ નથી.

  આભાર્

 15. કલ્પેશ says:

  પુર્વગ્રહ આપણા બધામા જ છે.

  મારા વિદેશ પ્રવાસે મને એ શિખવાડ્યુ છે કે કોઇપણ માન્ય્તા “કાયમી” નથી હોતી. અને કોઇ એવુ મળી જ જશે જે આપણી સારી/ખોટી (બન્ને પ્રકારની) માન્ય્તાઓને તોડી નાખશે.

  રહ્યા ગુજરાતી સીધા સ્વભાવના – તો એવા લોકો પણ મળ્યા છે જેમનુ વર્તન જોઇને લાગે કે – “આ ગુજરાતી છે?”
  અને લોકોના દક્ષિણ ભારતીયો સાથે અનુભવ સારા ન રહ્યા હોય અને એ પરથી માન્ય્તા હોય કે બધા જ લોકો આવા લાગે છે.
  અને પછી એવા લોકો મળ્યા છે, જેમને મળ્યા પછી એમ લાગે કે “ના, બધા દક્ષિણ ભારતીયો આવા નથી”.

  વાર્તાના સંદર્ભમા કહુ તો
  એક વાત છે કે પાત્ર તરીકે આપણે ચોખ્ખાબોલા (ડાયરેક્ટ) નથી. તેથી આપણે ન ગમતુ હોય તે છતા ઉપરવટ થઇને કંઇ કરીએ અને પછી આશા એમ પણ રાખીએ કે સામેવાળુ પાત્ર સમજશે (આપણા કહ્યા/સમજાવ્યા વગર).

  તેથી જ્યારે સામેનુ પાત્ર સરખો પ્રતિભાવ ન આપે ત્યારે લાગણીશીલ થઇને આપણે એમ વિચારીએ કે “આમા મારો શુ વાંક?” અથવા “આ લોકો કેમ આમ કરે?”

  એટલે, ન ગમતુ હોય તો ના પાડવામા કોઇ વાંધો નથી.

 16. Nitin says:

  માનનીય કીર્તીબેન નો આભાર કે વાસ્તવીક પરિસ્થીતી નુ અહી વર્ણન આ લેખ દ્વારા કર્યુ છે. હમેંશા દરેક વ્યકતી એ બેજી વ્યક્તી ની પરિસ્થિતી નો પણ ખ્યાલ રાખવો જોઈએ તો જ મારૂ માનવુ છે કે સબન્ધો જળવાઈ રહે.

  સરસ લેખ્

  આભાર

  નિતિન પટેલ
  વડગામ થી

 17. Pravin Shah says:

  લેખકે બિલકુલ વાસ્તવિકતા રજુ કરેી છે. જેીવનમા આમ જ બને છે.

 18. Veena Dave, USA says:

  સાચી વાત.
  સ્વાથૅ વગર સ્માઈલ પણ ના કરે એવા અનુભવ થયા છે.

 19. Jinal Patel says:

  South Indian people વિશે મને પોતાને બહુ અનુભવ નથી, પણ ઍ પ્રજા reserved mind ની હોય છે ઍ સાચુ. મારા પાડોશી punjabi છે. અને મને ઍવુ લાગે છે એ લોકો ગુજજુ ઓ જેવા જ દિલદાર અને મળતાવડા હોય છે.

 20. harish says:

  some peoples believes that , relation means ‘ will you do it as i wish?’
  they people are always try to get benifit from every relation…good article.

 21. ઈન્દ્રેશ વદન says:

  લેખકે તેમના લેખની સાથે જ પબ્લીશ થયેલો લેખ ‘પ્રેરક પ્રસંગો’ વાંચવાની જરુર છે.

  ગુજરાતમાં જન્મવાથી કે ગુજરાતી બોલવાથી દરેક જણ ઉદાર, લાગણીશીલ અને પરગજુ નથી થઈ જતાં.
  તેમજ દક્ષિણભારતમાં જન્મનાર દરેક જણ લાગણીહીન અને સ્વાર્થી નથી હોતા.

  તમારી લખવાની આવડત સારી છે. પૂર્વગ્રહના ચશ્મા ઉતારી, કંઈક સારુ લખવાને વિનંતી.

  • Mitali says:

   I felt same way about the writer.
   Let see this other way,
   If the writer see this totally other way, may be the mother of the daughter felt hurt that her daughter was told to leave, child can be hurt very easliy, may be the little girl went home and cired because she was told not to participate with auther’s daughter and she is not understanding that it was because she (daughter of auther, who is college student) busy with some important work of her.

 22. DHIREN says:

  The analysis made by writer is very good that knowledge and dealing is more important in life than sensitiveness or feelings.
  Writer has described her experience and from that she asking what is wrong n what is right?
  She is not sure whether her neighbour was correct or she was at fault???
  The most important thing she analysed about the gujarati culture and thier sensitiveness, helping nature, a zeal to live with different culture and society.

  wish you all the best kirtiben in life for more and more understanding abut life and dealing with human being.

 23. Nilesh Shah says:

  I enjoyed reading article and comments too. Since many years i am working in Gulf..

  I have worked @ 25 years in industry with peoples from differnet Indian States and Nationality.

  I respect all opinions but have few points to share based on my experience.

  1. Generlly all communities have their specility.

  2.Gujarati are generally more friendly, helpful and emotional about relationship.(Exception are alway there)

  3.South Indian keeps work orientend relationship, foregets when no more useful.(Exception are alway there)
  North Indian are more joyes and likes to show off & keep relationship.(Exception are alway there)

  4.Some indians ( Claiming they have seen more coutries and are more national ) shys of aggreing facts.

  I have similar experience in India and Gulf.

  I believe in relationship without expections which bit difficult to develop.

  • HM says:

   Exceptions are always there..funny nileshbhai..
   after reading all serious gyaan giving comments yours is amazing..

   i agree with you. Our group is world group..ranging from Philipines,India,Pakistan,Singapore,china,vietnam,,Malaysia, Europe, Oz and US.

   you’ll see what you want to see..if something is bad just call it off..i have learn that hard way..
   don’t mix religion and race with individual..period..

 24. nipa says:

  This is not story for me .I also passed through the same experienced.
  Same situation and neighbour’s same reaction what you wrote here.
  That time I also thought what was my fault?

 25. જિજ્ઞા ભાવસાર says:

  અહિં પરદેશ માં પાડોશી સાથે સમંધ રાખવાનો સારો એવો ખાટો મીઠો અનુભવ થયો છે.
  ઍકવાર જ્યારે મારી પડોશમાં ગુજરાતી કુંટુંબ રહેતુ હતુ. પણ ખુબ ખાટો અનુભવ થયો છે. અરે મારાથી વધારે ભણેલા પણ મારી ઘરે આવી મારા બધાં પત્રો- મેઇલો , સામાન, ખાનાં અને મારા પર્સ માં પણ ખોલીને દરેક વખતે ચેક કરતાં. પરંતુ મારાથી થોડા મોટાં હોવાથી કેવી રીતે કહેવું.

  પણ એક પાકિસ્તાની પાડોશી જેઓ કદી ઘર ની અન્દર ના આવ્યા છતાં, મારી બીમારી થી જાણકાર મારા ખાવાનાં નો ખ્યાલ રાખતાં.

  એમાં કોઈ જાતિ કે પ્રજા ની વાત નથી.. દરેક જગ્યાએ બધી જાત નાં સારા અને નગમતાં લોકો હોય છે. એવું ના હોય તો દુનિયા જ હોય નહિ.

  અપેક્ષા ની વાત નથી, પણ અગર દરેક જણ બીજાના અંગત જીવન માં દખલ કર્યા સિવાય અને એકબીજાની આમન્યા જાળવે તો કોઈ ને પાડોશી સાથે સંબંધ રાખવામાં કે વધારવામાં આપત્તી ના થાય.

 26. Neha says:

  HI All,

  I read the story and comments both. and both were interesting.
  Actually since last few days, was thinking of sharing one experience but couldnt write but now its really relevant to this story so m sharing.

  m living in Singpore but went to London for 3 weeks for office work.
  Being a Jain – gujju, my fiirst task was looking for INdian restaurants and getting veg. food.

  I had different experiences there like hotel person didnt speak a single word and serve us badly and afterwards we came to know that he was Bangladeshi. one Nepalee and one south-indian restaurant’s experience was very good.The south-indian waiter made masala tea for me as a special requst . and then i used to go more often there. good food – nice talk and respect. ( the name was Dosa-chutteny on South Harrow )

  my second last day i came to know about one Gujarati resturant Sakonis on Harrow-on-hill road. i went there thinking to get gujarati food and some good talk. After food, when i paid for money, he took 20 GBP note from me twice. actually i gave once and then i asked for prices of some ready snacks liek Ganthia At the end of talk he again asked for money. and i gave again 20 Pound note. but soon i realised because i had only two 20 notes left. ( had one 50 GBP note. i think when you are in different country, have limited money of their currency , even woman are sure how much they have left with ? ) Very casually he said, that his cash-box was out of order and now he couldnt find out if i paid twice. i was standing there puzzled. and confused that what can be done. and he started to chat with his wife. whatever he has told , his wife was looking happy.
  I stand there for 1-2 mins. remove my grief that may be i needed to pay him back ( acoording to jain philosophy may be i owe him that money from my anyother Janmas..) but felt very bad to get cheated by Gujaratis.

  Now i have decideded that i will not look for Indian/ Gujarati resturants especially when vising the other country. because the owner couldnt dare to do this with their local ppl. ( he knew i was a visitor ) and m sure no other english restaurants (like pizza hut or Pastamania ) would have done such kind of things.

  When its come to money, i think we are bad.

 27. Jagat Dave says:

  નેહાબેન,

  મારા અનુભવ પ્રમાણે આપણે એક નૈતિક મુલ્યો વિનાની પ્રજા છીએ. જેમાં ધર્મ એ ફ્કત દંભ છે અને જેના ઓથે અંગત નબળાઈઓ છુપાવવા મા આવે છે. નહિતો આટલાં ટિલા, ટપકાં, મંદિરો, કથા, વ્રત, હવન, ઉપવાસ, શાકાહાર, ફળ-આહાર કરતી પ્રજાનું આટલું નૈતિક પતન (અધઃપતન) કેમ થાય?

  તમે શાકાહારી અને કંદમુળ નહિ ખાતાં હોવ પણ આ અનુભવ પછી તમે એક માંસાહારી અને કંદમુળ પિરસનાર (રેસ્તોરાં) પર વિશ્વાસ મુકવાં મજબુર થયાં. તે દેખાડે છે કે આપણો આ આહાર-દંભ ફકત આદત માત્ર છે (અથવા થઈ જવા દીધો છે) તેણે આપણાં વિચારો પર અસર નથી કરી..

  તમે તેને જૈન ફિલોસોફી નાં આચળાં હેઠળ માફ કર્યા તે પણ એક ધાર્મિક દંભ કહી શકાય. આ જગ્યાએ કોઈ અન્ય વિદેશી નાગરીક (ખાસ કરીને કોઈ અમેરિકન કે બ્રિટીશ) આવી હરકત બિલકુલ સહન ન કરે. અને કરે તો તેને છુપાવવા ઈસા મસીહ નો કે બાઈબલ નાં ઉપદેશો નો સહારો ન લે.

  • trupti says:

   નેહા બેન,

   કોઇ પણ ધર્મ કે ઓ પન્થ ખરાબ નથી શિખ્ડવ તુ, હુ તમારિ જોડે જૈન ફિલોસોફી ની બાબત મા સમત નથી.
   I have seen many jains who do not eat કદમુળ , but they can easily drink someone’s blood by exploiting the needy person!!!!!!!!!! ( sorry I do not mean or wish to heart any one’s feelings) The way all Jains are not good they are not bad either and there are many people who are followers of the other paths they are good as well as bad. I have seen Jain people who throws money on the road in the name of the god, but will not help the needy person who is realy in the need of a money even to save any of their family meber’s life. ધર્મ તો સારુ જ શિખડા વે છે, પણઆપણે કાળા માથા ના માનવિ ઓ ધર્મ ના નામે ઘણુ સારુ નરસુ વર્તન કરતા હોએ એ છે.અને ધર્મ ને આપણિ સગવડ પ્રમાણે interprit કરતા હોઇ એ છે.
   દેરાસરો મા ઘિ બોલવાના નામે, કેટલા ઍ કાળા નાણા ને ધોળા નાણા મા પરિવર્તિત કર્યા છે. મારે મતે, Read Gujarati બિન સામ્પ્ર્દાયિક સાઈટ છે અને તેમા કોઈ પણ ધર્મ ની ચર્ચા ન કરી એ તો વધારે સારુ.

 28. કલ્પેશ says:

  નેહાબેન/જગતભાઇ,

  તમે તો રાઇનો પહાડ બનાવી દીધો!!

  એક અવળા અનુભવ પરથી આટલુ બધુ.
  વધારે વાત ન કરતા તમે જે લખ્યુ એને દસ દિવસ પછી વિચારીને જોજો કે શુ આવો ગાંઠ બાંધવી યોગ્ય છે?

  ગયા જન્મનુ લેણુ/દેણુ તાર્કિક રીતે સમજાતુ નથી.
  મારી બહેન મને જ્યારે આવા વાક્યો કહે છે ત્યારે મારુ એવુ કહેવુ હોય છે કે એ ચોપડો લઇ આવ જ્યા આવો હિસાબ લખવામા આવે છે?

  જગતભાઇઃ આપણે દંભી પ્રજા છીએ એ સો ટકા સાચુ નથી.
  નહીંતો આપણે ખત્મ થઇ ગયા હોત. દંભ પર કોઇ કેટલુ ટકી શકે?

  આપણે બધા કોઇ વાતમાતો દંભ દેખાડીએ જ છીએ (બધા એટલે આખુ વિશ્વ)
  નૈતિક અધઃપતન બહુ ભારે શબ્દ છે, આ સંદર્ભમા તો.

  • Jagat Dave says:

   કલ્પેશ્ભાઈઃ

   તમારી નીચે જણાવેલ કોમેન્ટ પર નો મારો પ્રતિભાવ આ પ્રમાણે છે.

   જગતભાઇઃ આપણે દંભી પ્રજા છીએ એ સો ટકા સાચુ નથી.
   નહીંતો આપણે ખત્મ થઇ ગયા હોત. દંભ પર કોઇ કેટલુ ટકી શકે?

   તમે ખતમ ન થઈ જવું કોને કહો છો? ફક્ત અસ્તિત્વ ટકાવી રાખવું તે?

   ઐતિહાસીક રીતે આપણી (ભારત ની) ઊંમર ફક્ત ૬૨ વર્ષ છે તે ન ભુલાય…… પાછળ નો લગભગ ૩૦૦૦ વર્ષ નો ઈતિહાસ ગુલામીનો છે. ભવિષ્ય માટે હું આશાવાદી છું અને તે આશા ખતમ ન થાય માટે આવા બ્લોગ મારફત પ્રયત્ન કરું છું.

 29. કલ્પેશ says:

  મૃગેશભાઇ,

  વધારે કોમેન્ટ માટે માફ કરશો.

  “નહિતો આટલાં ટિલા, ટપકાં, મંદિરો, કથા, વ્રત, હવન, ઉપવાસ, શાકાહાર, ફળ-આહાર કરતી પ્રજા” – આ બધાને માણસના આચરણ સાથે શુ સંબંધ?

  • Jagat Dave says:

   કારણકે……….

   ૧. મંદિર નાં નામ પર દેશ અને રાજકારણ ચાલે છે.
   ૨. ધર્મનાં નામ પર હત્યાઓ થાય છે. જમીનો પડાવી લેવાય છે.
   ૩. ટીલાં -ટપકાં, હવન કરી ને કરોડો નાં કૌભાંડો કરાય છે. (અશોક જાડેજા…..તાજું જ ઉદાહરણ છે)
   ૪. કથા-પ્રવચન માં લાખોની ભીડ ઉપદેશો સાંભળે છે અને છતાં ભ્રષ્ટાચાર ફુલે ફાલે છે.
   ૫. શાકાહાર કરી ને જીવ-દયા નો દંભ કરતો વેપારી નકલી દવાઓ (અથવા અન્ય માલ) વેચે છે.
   ૬. ડુંગળી-લસણ ન ખાનાર ભુંડી ગાળો બોલી ને તેનાં મો ને વધુ ગંધવે છે.
   ૭. મંદિરોમાં દાન આપનાર દાનેશ્વરીઓ….ઘરે કામ કરતાં ગરીબોને ૧૦-૨૦ રુપિયા માટે ચુસે છે.

   કલ્પેશભાઈ……એક અવળો અનુભવ વ્યક્તિ/ જીવન/ સમાજ અને દેશ ને પલટી જાય છે…… એક અવળો અનુભવ વિષ્ણુગુપ્ત ને ચાણક્ય બનાવે છે. એક એડ્વોકેટ ને મહાત્માં બનાવે છે. એક ‘મુળશંકર’ ને ‘દયાનંદ સરસ્વતી’ બનાવે છે. એક સામાન્ય વેપારી ને ‘ટાટા’ બનાવે છે.

   જો એક અવળો અનુભવ તમને વિચાર કરવા ન પ્રેરે તો તમારો આત્મા મરી ગયો છે તેમ માનવું.

   • trupti says:

    I fully agree with you, Jagatbhai.

    The common seen on the railway platform, where the collie is paid much less then what he deserves. He carries heavy luggage on his shoulder and takes the passengers to the required platform climbing the bridge with the heavy luggage, but he is paid marginal amount for his efforts and labor. But the same person gives ample of donation to any charitable institution to get the NAME in the society!!!!!!!!!!!!!!
    ભુખ્યા નુ પેટ ઠારે તે ધર્મ.
    તર્સ્યા ને પાણી પાય તે ધર્મ.
    માદા માણસ ની સેવા કરે તે ધર્મ.
    અર્ધ-નગ ગરિબ નુ તન ઢાકે એ ધર્મ.
    દ્ખ્યા ના દર્દ દુર કરે તે ધર્મ.

    બાકી આરસ ની તકતી પર પોતાનુ નામ છાપવા માટે દાન તો કોઈ પણ આપી શકે પણ એજ દાન ની રકમ જો આપણે ત્યા કામ કરતા કોઈ કર્મચારી ના કામે આવી શકે તેના થી ઉત્તમ કોઈ દાન નહી.

    • કલ્પેશ says:

     બેન,

     હું પણ તમારી વાત માનુ છુ. અને

     “બાકી આરસ ની તકતી પર પોતાનુ નામ છાપવા માટે દાન તો કોઈ પણ આપી શકે પણ એજ દાન ની રકમ જો આપણે ત્યા કામ કરતા કોઈ કર્મચારી ના કામે આવી શકે તેના થી ઉત્તમ કોઈ દાન નહી”

     આ વાતથી સહમત છુ.
     પણ જો આપણે યોગ્ય કામ કરતા હોઈએ તો પણ બહુ છે.

     બીજો શુ કરે છે, કેમ કરે છે (આરસની તકતી માટે કે બીજા કારણસર) એનુ અર્થઘટન આપણે શુ કામ કરવુ? આપણે શુ “મૉરલ પોલિસ” છીએ?

     અને બીજાને નાના દેખાડવાથી આપણે મોટા નહી થઇ શકીએ. એ વાત મ્હાપુરુષોને વાંચીને સમજાય છે.

   • કલ્પેશ says:

    જગતભાઇ,

    તમારા ૭ મુદ્દાઓ પર ફરીથી એમ જ કહીશ
    “નહિતો આટલાં ટિલા, ટપકાં, મંદિરો, કથા, વ્રત, હવન, ઉપવાસ, શાકાહાર, ફળ-આહાર કરતી પ્રજા” – આ બધાને માણસના આચરણ સાથે શુ સંબંધ?

    બધુ ગાડરિયા પ્રવાહ અથવા એક ઘણ ચાલી રહ્યુ હોય એમ નથી લાગતુ?
    બધે જ ભ્રષ્ટાચાર ચાલે છે એ વાત માનવી રહી પણ એ બધા માનવી મંદિરમા જતા હોય, દાન કરતા હોય, કાંદા ન ખાતા હોય તો શુ સરખામણી થાય?

    મારો અર્થ એમ જ છે – આપણે બધુ કરીએ પણ ધર્મને સમજીએ જ નહી તો બધુ ક્રિયા જ થઇ જાય છે.
    એ રીતે જે લોકો (તમારા મુદ્દાઓ પ્રમાણેના) બધી ક્રિયાઓ કરે છે. એને ધર્મ સાથે શુ સાડાબારી છે?

    “જો એક અવળો અનુભવ તમને વિચાર કરવા ન પ્રેરે તો તમારો આત્મા મરી ગયો છે તેમ માનવું.”
    તમારા આ વાક્યમા મને ગુસ્સો અનુભવાય છે. હુ વિચાર નથી કરતો એમ નથી. પણ આ બધાની વચ્ચે રહીને હુ મારુ કામ કેટલી પ્રમાણિકતાથી કરુ છે એનુ નિરિક્ષણ હુ કરવાનો પ્રયાસ કરુ છુ.

    મારા આત્મા મરવાની વાત વિશે હુ કંઇ નહી કહુ – આપણે અહીં વાક્યુદ્ધ શુ કામ કરીને એકબીજાને ઠેસ પહોંચાડીએ?

    • Jagat Dave says:

     કલ્પેશભાઈ,

     ગુસ્સો આવ્યો તે મને ગમ્યું…….પણ એટલે નહી કે તેણે તમને ઠેસ પહોચાંડી…….પરંતુ તેનાથી તમારા વિચારો ઉતેજીત થયા.
     આપણે તેને વાક્-યુધ્ધ નહી પણ વિચાર યુધ્ધ કહીએ તો કેવુ?

     શું આ ગાડરીયો પ્રવાહ (વિચાર-સરણી) આપણે બદલવો જોઈએ તેમ તમને નથી લાગતું? ધર્મને આચરણ જોડે સીધો સબંધ છે અને તે જ્યારે સમાજમાં મોટા પ્રમાણમાં તુટતો દેખાય ત્યારે જાણવું કે ધર્મનું સ્થાન/માન દંભ માં ફેરવાઈ ગયું છે અને તેવું આપણી આસપાસ વધારે જોવા મળી રહ્યું છે.

     તમારું કામ તમે પ્રમાણિકતા થી કરો તેટ્લું પુરતું નથી…..પરંતુ આસપાસમાં ફેલાયેલ અંધારુ પણ દુર કરતાં જાવ તે વધારે જરુરી છે.

 30. Neha says:

  Before i came out of india, i believed that ppl. who eat nonveg. and take drinks are not good. ( thats the way we are raised right ?) but now i dont think so.
  I think because when our religion established, situations were totally different. I mean basically people were more honest in their work and at home. so to go one step higher we got rules in Aahar and spending more time in religious activities.
  For whatsoever reasons, our leaders in religions never preach for that. Be honest in your work. Only donate money earned in good ways. etc. Dont say lies in business. These all are separate topics we can discuss for days without outcome.
  so frankly..now i dont mixup with religion and ppl. ( all non jains are not bad ppl. )
  only last… abt. Karmas, when one perosn will born : country , parents and childhood is purely depends upon Karma because atleast that we cant choose. i dont use that theory in day to day life, be at home or work and refrain myself to take right decisions.

  • trupti says:

   Nehaben,

   You have given answer to your own question.

   According to you, not all Jains are bad, that means some are bad! Moreover, the way not all Jains are bad not all Gujaratis are bad. You are mentioning that, you will not look for an Indian/Gujarati restaurant when you are visiting the other country rather you will prefer to go to Pizza hut or Pasta mania. You are forced to give this statement because you had bitter experience from the owner of that Gujarati restaurant, but I am sure your opinion would have been different about the Pizza hut/ Pasta mania if you had the similar experience in those food joints. You cannot generalize the opinion, because you had bad experience with the Gujarati restaurant owner all Gujarati resturant owners are bad and others are good. You yourselves have mentioned that you had good experience with the waiter of South Indian restaurant who even made the Masala tea for you, and South Indians are part of India, then why you will not hunt for Indian restaurant in the other country?

   I think you are biased and you need to open up your self. You are staying in advance country like Singapore and moving around the most advanced country like UK.

 31. જય પટેલ says:

  સુશ્રી નેહાબેન

  આપને કદાચ સુવિખ્યાત ગુજરાતી કહેવત યાદ હશે.

  ગુજરાતીને ગુજરાતી પર વિશ્વાસ.

  આપને જીવનમાં માત્ર એક જ કટુ-અનુભવ થયો અને પુર્વગ્રહ બાંધી અત્રે વહેંચી રહ્યા છો
  જે અમને સ્વીકાર્ય નથી..!!
  આપ જૈન ધર્મી છો એટલે કદાચ આપને ખબર નહી હોય..
  મારી હુંડી સ્વીકારો મહારાજ…જેવી રચના ગુજરાતીઓના લોહીમાં વણાયેલી છે.
  માત્ર એક જ હુંડી પર કારભાર કરનારી પ્રજાથી કોઈ એક અઘટિત કૃત્ય થઈ પણ ગયું હોય
  તેનાથી બીજા આપણા કરતાં ચડિયાતા છે તેવું કહેવું વધું પડતું છે.

  પૂર્વગ્રહોનું વિસર્જન કરશો તો મનની બારીઓમાંથી શુભ શુભ વિચારો આવ્યા જ કરશે.

 32. DHIREN says:

  Is it also true that north india are ARYAN CULTURE and south india are DRAVIDIANS( Raxash vansh),
  and that is why mostly in general behaviour or cultural change is observed?

  I am not sure about this, but if anyone has idea than let know……..

 33. Ashish Dave says:

  Interesting experiences…

  Generalization is never good, but some times experiences make us generalize…

  Talking about south Indians my neighbor was so good he always took my mail/newspapers when I am out of town for weekend, helped my daughter learn cycle… and on and on…

  Before that I had a very nice Pakistani family as my neighbors and they still keep very good relationship with us. She keeps separate utensils for us as she knows we do not eat meat. My wife was in India and she fed me for few weeks.

  Expectation reduces joy… so if we do not expect much then no relationship is hard to maintain.

  Ashish Dave
  Sunnyvale, California

 34. Kamakshi says:

  It is easy to make relationship but later on becomes difficult to maintain. I think we should learn lesson from our experiences and as per the current situation, adopt a practical approach rather than emotional before making relations.

 35. chogathking says:

  badhu lutavine sambandh rakhe e gujarati,vyaje paisa lai uchhina ape e gujarati,aa meghani,gandhi,nu gujarat chhe.tame khub khotu karyu.lekh vanchi dukh lagyu.

 36. Kirtiben is partially right and partially wrong. Smruti is small child. Childhood is like river -it flows where she sees love and affection. At this age -maturity is not there. The whole episode basically revolves round that small girl.
  We cannot blame her for anything. We have to bear in mind she is child and as such certain leeway has to be given. Once you are soft with her -but the moment you become strict with her – she will go and tell her mother. This is responsible for not even recognising Kirtiben or even saying hello in lift and completely different attitude.

  This again depends from person to person . We cannot have one rule for all. If Smruti’s mother would have met Kirtiben and ironed out the differences frankly – even to-day that friendship and relationship would have continued.

  Whenever differences arise -the best thing is to speak it out personally. Rest is left to GOD.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.