રીડગુજરાતી તરફથી પ્રથમ પુસ્તિકા – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

આપ સૌ જાણો છો કે રીડગુજરાતી પર શિષ્ટ, જીવનપ્રેરક અને ઉત્તમ પ્રકારનું સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે છે. આ પ્રકારના સાહિત્યનું નિત્ય વાંચન એ આજના સમયની તાતી જરૂરિયાત છે. શુભવિચારો દ્વારા જીવનને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવા માટે વાંચન એ જાણે કે રાજમાર્ગ છે ! આપણું ગુજરાતી સાહિત્ય ઉત્તમ કૃતિઓથી ભર્યું પડ્યું છે. જે લોકો ઈન્ટરનેટનો ઉપયોગ ન કરી શકતા હોય અથવા જે વિસ્તારમાં ઈન્ટરનેટની સુવિધા ન હોય અથવા જેમને કેટલાક લેખો કાયમી રીતે સાચવી રાખવા હોય કે મિત્રોને વંચાવવા હોય – તે સૌ માટે શું કરી શકાય ? એ પ્રશ્ન ઘણા સમયથી મારા મનમાં રમતો હતો. પરંતુ તેના નિરાકરણરૂપે કોઈ પુસ્તક પ્રકાશિત કરવાની કે કોઈ સામાયિક શરૂ કરવાની ઈચ્છા નહોતી થતી. આ માટે કારણ એ હતું કે મોટા કદનાં પુસ્તકો ખરીદ્યા પછી પણ યુવા વર્ગને વ્યસ્તતાને કારણે તે વાંચવાનો સમય રહેતો નથી. એ જ રીતે કોઈ પણ સામાયિકની પોતાની મર્યાદાઓ હોય છે. તેનું સ્વરૂપ, કૉલમો અને વિભાગો અગાઉથી નક્કી કરવા પડતાં હોય છે. વળી, સામાયિક પ્રાક્ષિક, માસિક કે દ્વિમાસિક રૂપે નિયમિત પ્રકાશિત થતા હોય છે.

આ બધાંથી દૂર કશુંક નવું કરવાની ઈચ્છા મનમાં હતી, જેનું સ્વરૂપ રીડગુજરાતી જેવું જ હોય. આમાં મુખ્ય બાબત એ છે કે રીડગુજરાતી પર લેખોનો ક્રમ કોઈ નિશ્ચિત હોતો નથી. કોઈ એક દિવસ બાળવાર્તા તો કોઈ એક દિવસ વાનગી. ક્યારેક વળી નિબંધ તો ક્યારેક વળી વાર્તા. નિતનવા પ્રકારોના માધ્યમથી થતું આ મુક્ત વાંચન મનને અનેરી તાજગી બક્ષે છે. એ જ રીતે રીડગુજરાતીમાં પ્રત્યેક સર્જકને સમાન આદર છે. નવોદિતોને પ્રોત્સાહન મળે તેનો વિશેષ ખ્યાલ રાખવામાં આવે છે. માત્ર સુપ્રસિદ્ધ સાહિત્યકારની કૃતિઓ જ પ્રકાશિત કરીને નામના મેળવવાનો અહીં કોઈ ઉદ્દેશ નથી. કર્તા કરતાં કૃતિનું મહત્વ વધારે અગત્યનું છે. રીડગુજરાતીના આ સ્વરૂપને ધ્યાનમાં લેતાં પુસ્તક કે સામાયિક પ્રકારનું માળખું યોગ્ય રીતે બંધબેસતું નીવડે તેમ નહોતું. આથી બુદ્ધના મધ્યમ માર્ગની જેમ એક નવું સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું, જેને આપણે ‘રીડગુજરાતી પુસ્તિકા’ તરીકે ઓળખીશું. કોઈ પણ નવું પ્રકાશન અસ્તિત્વમાં આવે ત્યારે તેનો ઉદ્દેશ અને તેનું સ્વરૂપ જાણવા જરૂરી બને છે. તો આવો, આ પુસ્તિકા પ્રકાશિત કરવાનો ઉદ્દેશ અને તેનું સ્વરૂપ શું છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

રીડગુજરાતી પુસ્તિકાનો ઉદ્દેશ :

[1] આપ સૌ જાણો છો કે રીડગુજરાતીનો ઉદ્દેશ સૌને વિનામૂલ્યે ઉત્તમ વાંચન પૂરું પાડવાનો છે. સ્વાભાવિક છે કે લાંબા સમય સુધી આ પ્રવૃત્તિને જાળવી રાખવા કે વિકસાવવા માટે કેટલોક ખર્ચ થતો હોય છે. ઈન્ટરનેટ, કૉમ્પ્યુટર, હાર્ડવેર, પ્રોગ્રામિંગ, ટાઈપિંગ જેવા અનેક કાર્ય હાલમાં માત્ર ને માત્ર વાચકોના ડૉનેશનને આધારે જ સફળતાથી ચાલી રહ્યા છે. વળી, રીડગુજરાતીને કોઈ પ્રોફેશનલ ટીમ નથી કે નથી તો એની કોઈ ઑફિસ. ડોનેશન ઉપરાંત વધતાં જતાં આ ખર્ચને પહોંચી વળવા માટે તેમજ રીડગુજરાતી કાયમી રીતે સ્વર્નિભર બને તે હેતુથી પુસ્તિકાના વેચાણથી થતી રકમનો સદઉપયોગ આ શુભકાર્યમાં સદાકાળ થતો રહે તે આ પ્રકાશનનો એક ઉદ્દેશ છે.

[2] આપણે અનુભવ્યું છે કે રીડગુજરાતી પર નવોદિતોથી લઈને કેટલાય કૉલેજમાં ભણતા યુવક-યુવતીઓ અને ગૃહિણીઓએ ઉત્તમ સાહિત્યલેખો આપણને પૂરા પાડ્યાં છે. કોઈ પણ સર્જકની પોતાનું પુસ્તક પ્રગટ કરવાની અદમ્ય ઈચ્છા હોય છે, પરંતુ બધા માટે તે શક્ય નથી હોતું. નવોદિતોની આ ઈચ્છા પૂરી થાય તે પણ આ ‘રીડગુજરાતી પુસ્તિકા’ પ્રકાશનનો હેતુ છે. આથી આ પુસ્તિકામાં બહુધા નવોદિતોના લેખો સમાવાશે.

[3] સાહિત્ય ક્યારેય જૂનું કે નકામું નથી થતું. તે પેઢીઓ સુધી સાથ આપનારું હોય છે. વાચકો પોતાના મનગમતાં લેખો કાયમી ધોરણે પુસ્તિકા સ્વરૂપે સાચવી રાખે અને મિત્રોમાં વહેંચી શકે, પ્રસંગે ભેટ આપી શકે – તે પણ આ પુસ્તિકા પ્રકાશનનો ઉદ્દેશ છે.

રીડગુજરાતી પુસ્તિકાનું સ્વરૂપ :

[1] રીડગુજરાતીને લેખકો અને વાચકો તરફથી અસંખ્ય લેખો સતત મળતા રહે છે. આ પ્રવાહમાં ઘણા લેખો રીડગુજરાતી પર પ્રકાશિત થયા હોતા નથી અથવા તો ખૂબ લાંબે ગાળે પ્રકાશિત થતા હોય છે. આ રીતે જે લેખો પ્રકાશિત ન થયા હોય તેવા તેમજ રીડગુજરાતી પર પ્રકાશિત થયેલા લેખો – એમ બંનેનો સમાવેશ આ પુસ્તિકામાં કરવામાં આવશે.

[2] આ પુસ્તિકા કોઈ મેગેઝીનની જેમ માસિક કે દ્વિમાસિક નથી. તેમજ કોઈ પુસ્તકની જેમ એકવાર પ્રગટ થઈને બંધ થઈ જાય એવું પણ નથી. જેમ જેમ લેખો ભેગા થતા જાય તેમ તેમ તેને સંકલિત કરીને સમયાંતરે પ્રગટ કરવામાં આવશે. પ્રત્યેક પુસ્તિકા કુલ 80 પાનની રહેશે; જેની કિંમત ભારતમાં રૂ. 45 અને પરદેશમાં US $ 1 રહેશે. (પોસ્ટેજ અલગથી….).

[3] તેમાં વાર્તા, નિબંધ, ટુચકા, કવિતા, હાસ્યલેખો, જીવનપ્રેરક પ્રસંગો સહિતનું ઉત્તમ વાંચન પીરસવામાં આવશે. પ્રત્યેક પુસ્તિકામાં મનન કરવા પ્રેરે તેવા ઉત્તમ લેખોનો સમાવેશ કરવામાં આવશે જે વાચકોને કાયમીરૂપે સાચવી રાખવા ગમશે. નાનકડી પુસ્તિકારૂપે પ્રકાશિત થતું આ શિષ્ટ વાંચન પરિવારના સૌ સભ્યોને ઉપયોગી થઈ રહેશે.

[4] પ્રત્યેક પુસ્તિકામાં એક નવા પ્રકાશિત થયેલા પુસ્તકનો પરિચય આપવામાં આવશે. આ ઉપરાંત રીડગુજરાતી પર લોકપ્રિય થયેલા લેખોની વિગત, વિશેષ લેખો તેમજ લેખકોનો ટૂંકો પરિચય આપવામાં આવશે.

હાલ આ પુસ્તિકાના પ્રકાશનનું કાર્ય ચાલી રહ્યું છે. અંદાજે એકથી દોઢ માસમાં પ્રથમ પુસ્તિકા પ્રકાશિત થશે. ભારતના તેમજ પરદેશના મોટા શહેરોમાંથી તે આપને મળી શકશે. તે ઓનલાઈન પણ અગાઉથી નોંધાવી શકાશે. આ વિશેની તમામ વિસ્તૃત વિગત હવે પછીથી આપવામાં આવશે. મને આશા છે કે ઉત્તમ ગુજરાતી સાહિત્ય વધારે ને વધારે લોકો સુધી પહોંચે તે માટે આપ આ કાર્યમાં આપનો સહયોગ આપશો. શું આપ આ પુસ્તિકા ખરીદવામાં રસ ધરાવો છો ? તો કૃપયા અહીં પ્રતિભાવમાં લખીને અથવા shah_mrugesh@yahoo.com પર ઈ-મેઈલ કરીને જણાવી શકો છો.

આ શુભકાર્ય માટે આપ આપનું યોગદાન (donation) અહીં ક્લિક કરીને આપી શકો છો :  Click here

સૌ વાચકમિત્રોને વંદન સાથે,
લિ.
તંત્રી, મૃગેશ શાહ
+91 9898064256

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગાંધી ગુંજ – સં. યતિશ મહેતા
ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Next »   

74 પ્રતિભાવો : રીડગુજરાતી તરફથી પ્રથમ પુસ્તિકા – તંત્રી

 1. Nitin says:

  માનનીય મ્રુગેશભાઈ

  બહુ જ સરસ વિચાર છે અને મને લાગે છે કે તે ચોક્કસ સફળતા મેળવશે. આપની આ પુસ્તીકા વિશે હુ સ્થાનિક લાયબ્રેરીઓ , શાળા ઓ મા તથા અન્ય વ્યક્તી ઓ ને ચોક્કસ જણાવીશ. પ્રથમ તો હુ પાંચ પુસ્તિકા ઓ ખરીદવામાં રસ ધરાવુ છુ. પેમેંટ કઈ રીતે કરવુ તે જણાવશો.

  આભાર સહ

  નિતિન

  વડગામ થી

 2. nayan panchal says:

  મૃગેશભાઈ,

  તમારી આ ભાવના ખૂબ જ નિઃસ્વાર્થ છે અને તે જરૂર સફળ થશે જ. હવે તો હું આતુરતાપૂર્વક તમારા વડે સંકલિત આ પુસ્તિકાની રાહ જોઈ રહ્યો છું.

  મિત્રો, તમે બધા તો આ પુસ્તકો ખરીદશો જ પરંતુ મારી વિનંતી છે કે કોઈ પણ બહાનુ શોધીને અન્યને પણ આ પુસ્તિકાઓ ભેટ આપો અને રીડગુજરાતીનો, ગુજરાતીનો વધુમાં વધુ ફેલાવો કરો.

  ખૂબ આભાર મૃગેશભાઈ,
  નયન

 3. કલ્પેશ says:

  સરસ મૃગેશભાઇ,

  એક વિચારઃ આપનુ પુસ્તક પુસ્તક વિક્રેતાઓ પાસેથી મળે
  અને એમને ત્યા રીડગુજરાતીની જાહેરાત થાય.

  દા.ત. મે એક પુસ્તક વાંચ્યુ. પછી બીજુ કયુ વાંચવુ એ મને ખબર હોતી નથી. દુકાને જઇને પાના ઉથલાવવા અને થોડુ સારુ લાગે તો હુ એ પુસ્તક વાંચવાનુ વિચારુ.

  જો વાચકો પોતાની વાંચન પ્રક્રિયા લોકો જોડે વહેંચે (દા.ત. મે આ પુસ્તક વાંચ્યુ પછી આ પુસ્તક વાંચવુ સારુ લાગ્યુ અથવા આ નવુ પુસ્તક મને ગમ્યુ). જેથી લોકોને આગળ શુ વાંચવુ એની માહિતી મળી શકે.

  બાકી, આપનુ પુસ્તક તો લેવુ જ રહ્યુ.

 4. મૃગેશભાઈ,

  તમારો વિચાર ઘણો જ સરસ છે, વધારેતો એ બધા માટે જેમના કોઇ પુસ્તકો પ્રકાશિત થયા નથી અને તે ઉપરાંત એવા લોકો માટે જે કારણોસર અમુક લેખ જે તે દિવસે વાંચી ન શકયા હોય તે હવે સરળતાથી વાંચી શકાશે. હવે ઇન્ટરનેટ ન હોય તેવા સ્થળે પણ રીડગુજરાતી સાથે હશે તે સૌથી સારુ છે.

  પુસ્તકની રાહ જોઇએ છીએ.

  આભાર

 5. પુસ્તકોનું મહત્વ આજે ઈન્ટરનેટના જમાનામાં પણ ગટ્યું નથી. ઈન્ટરેનેટ અને યુનીકોડના કારણે પ્રચાર પ્રસાર વધ્યો છે.

 6. Neha says:

  ખુબ જ ઉમદા વિચાર છે, કાર્ય ને જરુર સફલતા મલશે. પુસ્તિકા ની રાહ જોવિ જ રહી.
  ખુબ ખુબ આભાર.

 7. trupti says:

  Dear Mrugeshbhai,

  Very innovative thought and wishing you all the best in this endeavor. Waiting for the book.

  I agree with Kalpesh also, why can’t we have it at the bookstall? In Mumbai, Crossword and Granth are the biggest bookstores but unfortunately, they do not keep regional languages. Have to find out the alternative.

  • જય પટેલ says:

   તૃપ્તી

   કલ્પેશની વાત સાથે હું પણ સંમત છું. એક પુસ્તક વાંચ્યા પછી બીજું ક્યું વાંચવું તે અંગેની
   માહિતી શેર થાય તો પુસ્તક પસંદગીમાં વિવિધતા આવી શકે.

   એક પુસ્તક મારા ધ્યાનમાં આવ્યું છે.
   આ પુસ્તક અમેરિકાના ભૂ. ઉપરાષ્ટ્રપતિ એલ ગોર દ્વારા લિખીત છે.
   પુસ્તક ગ્લોબલ વૉર્મિંગ પર આપણે પૃથ્વીવાસીઓ શું કરી શકીએ તેની વિસ્તૃત ચર્ચા છે.

   પુસ્તક…અવર ચૉઈસ.

 8. Vipul Panchal says:

  Great Thought Mrugeshbhai,

  We are waiting for book.

 9. dhiraj says:

  ખુબ ખુબ શુભકામનાઓ મૃગેશભાઇ

  પુસ્તિકા ગાંધીનગર માં ક્યાં મળશે તે ખાસ જણાવજો.

 10. Bhupendra Patel says:

  Dear Mrugeshbhai,

  This is really a good initiaitive.
  Wishing READ GUJARATI all the best for the new idea.
  I would like to purchase/subcribe for the BOOK.

  Thank you very much.

  BHUPENDRA PATEL

 11. આ નવા અભિયાન બદલ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પણ . નવા લેખકો માટે આ પુસ્તિકાઓ પ્રેરક અને ઉપકારક બની રેહેશે. વાચવા આતુર છું .

 12. dineshtilva says:

  50 pustak mane joye chhe.. pustak ma photo jya pan joye to mane yad karjo. “રીડગુજરાતી પુસ્તિકા” rakhata second volume nu name su rakhasho? thodi vat karvi hati pan tamaro mobile no reply thay chhe. aavjo diensh tilva rajkot

 13. brinda says:

  આ અને પછી પ્રકાશિત થવાની રીડ ગુજરાતી પુસ્તિકાઓની રાહ જોઇશું. કેવી રીતે મેળવી શકીએ તે જણવશો. અભિનંદન અને ખૂબ શુભેચ્છાઓ!

 14. મૃગેશભાઈ
  આપના આ નવતર અભિગમ બદલ અભિનંદન. ઘણો જ સરસ અભિગમ છે.
  આભાર
  અમૃતગિરિ ગોસ્વામી

 15. મૃગેષભાઈ, ખુબ જ સરસ કર્ય કર્યું તમે આ સંકલન જરૂરી હતું અને પુસ્તિકાની કિંમત પણ સાવ નજીવી, દરેક વ્યકિત ખરીદી શકે તેવી છે. સરસ. અમે જરૂરથી ખરીદીને વાંચીશું

 16. રાકેશ ઠક્કર , VAPI says:

  પુસ્તક પ્રકાશનનો નિર્ણય આવકારદાયક છે. ખરીદવાનું ગમશે જ.

 17. Prachi says:

  gr8 idea.. i always used to wonder how can i share these articles with my parents or my grand parents who don’t use internet..I look forward to having the book for them

  i will surely like to order some copies

 18. Chintan says:

  શુભપ્રભાત મૃગેશભાઈ,

  એકદમ ઉત્તમ વિચાર છે. જે મિત્રો ઇન્ટરનેટ ના માધ્યમથી વંચિત છે તેમના માટે “રીડગુજરાતી પુસ્તિકા” ઘણુજ ઉપયોગી અને વૈવિધ્યસભર સાહિત્ય બની રહેશે.
  વડોદરા રુબરુ આવી ને આ પુસ્તિકા લઈશુ મૃગેશભાઈ. ખુબ ખુબ અભિનંદન.

  આભાર.

 19. Bharat Atos says:

  ખુબ જ ઉત્તમ વિચાર છે આપનો. આ કાર્ય દ્વારા તમે નવોદિતોને એક પ્લેટફોર્મ પુરું પાડશો.
  Keep it up
  All the Best.

 20. krishna Patel says:

  Mrugeshbhai all the best for the book it will be a hit.
  A very innovative nd gr8 thought from U.
  I will be waiting for it nd plz tell me from where i should get the book.

 21. Soham says:

  Mrugesh Bhai
  An excellent idea and I wish all the best to you. I know takes a marvelous efforts to get this published. About the booklets, I would at least like to buy 30-35 booklets when it publishes. Please keep us informed about the progress and availability through such editor note so we can order it.

  Again a marvelous effort!!!

  Thank you,

 22. જય પટેલ says:

  રીડ ગુજરાતી પુસ્તિકાનો નવતર પ્રયોગ સફળ થશે જ તેમાં શંકા નથી.

  આ પુસ્તિકાની સૌથી વધારે પ્રતો શાળાઓમાં કઈ રીતે પહોંચાડી શકાય તે તરફ વિશેષ
  ધ્યાન આપવાથી ઉગતી નવી પેઢીને વિચારોના વનરાવનમાં વિચરણ કરતી કરી શકાય.

  શિષ્ટ વાંચન મનનો ખોરાક છે.

  વધુમાં વધુ ગુજરાતીઓ પુસ્તિકાનો લાભ લેશે એજ અભ્યર્થના.

 23. nirupam avashia says:

  DearMrugesh bhai,
  very excellent idea.I am sure u bound to get sucess in this nobel cause.I woul like to purchase minimum 10 copy-Best of Luck
  Nirupam

 24. dhara says:

  dear mrugeshbhai,

  first of all sorry as i donot know gujarati typing.
  secondly very good idea.i want to subscribe for all the books of this site now only.
  it will be good if we can have them on bookstalls.
  i m housewife so have enough time.i will always be happy to help or support in any ways to this site.

  dhara shukla/swadia

 25. Akash says:

  સરસ ઉમ્દા કાર્ય આપના દ્વારા… ધન્યવાદ …

 26. gopal parekh says:

  અભિનઁદન, મારે લાયક કામકાજ જરૂરથી જણાવજો

 27. haresh says:

  બહુ સરસ,
  અમે આપને અભિનન્દન પથવિએ સિએ.
  બિજુ એ કે અમે એ પુસ્તીકા મા અમારી રચના મોકલિ શકીએ?
  ધન્યવાદ

 28. આવી પહોંચી એ ઘડી રળિયામણી.

  મને યાદ છે કે ઘણા વખત પહેલાં આપે એવી ઈચ્છા પ્રગટ કરી હતી કે રીડગુજરાતીની પુસ્તિકા પ્રકાશિત કરવી આજે આપનું અને અમારા સહુ સાહિત્યરસિક મિત્રોનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. એમાં આપની ધગશ, સમર્પણ, નિઃસ્વાર્થ સાહિત્ય સેવા, નમ્રતા, આપના કુટુંબીનો સહકાર, સમયનો સદઉપયોગ સહુને બિરદાવવા માટે મારી પાસે શબ્દો નથી.

  મેં પણ મારો બ્લોગ શરૂ કર્યો ત્યારે ખબર પડી કે કેટલા વિસે સો થાય!

  યુનિકોડમાં રૂપાંતરણ કરવું પણ સહેલું નથી. હું તો મહિને એક વાર્તા પ્રકાશિત કરૂં ત્યારે આપતો હરરોજ બે-બે લેખ પ્રકાશિત કરો છો. એ કેટલો સમય માંગી લે સમજાય છે.આપ તો સાહિત્યની પરબ માંડી છે અને અમારા જેવા પ્યાસા ત્યાં દરરોજ અમારી પ્યાસ છીપાવીએ છીએ.

  અંગત રીતે પણ હું રીડગુજરાતી. કોમનો ઋણી છું ! આપે મને ઈન્ટરનેટ વાપરતા સુજ્ઞ સાહિત્ય રસિકોના સ્ક્રિને સ્ક્રિને આપની વાર્તા સ્પર્ધા દ્વારા ૨૦૦૮માં જાણીતો કરી દીધો હતો. અને મારો બ્લોગ બનાવવા માતે પ્રેરણા આપી હતી.

  અહિં ન્યુ જર્સી ખાતે આપની પુસ્તિકાઓ માટે મારા લાયક કોઈ પણ કામકાજ હોય તો બેધડક જાણ કરશો.

  આપને અભિનંદન. પ્રભુ આપને અને આપના કુટુંબીજનોને સાહિત્યસેવા માટે શક્તિ અને સમર્થન આપે એ જ નમ્ર પ્રાર્થના.

 29. Rajni Gohil says:

  પુસ્તિકામાં તો મૃગેશભઇનું હૃદય અંકાયેલુ હશે જ. હવે તો ખરીદવા માટે રાહ જોવાની રહી. અભિનંદન.

 30. Bhavin Kotecha says:

  I’m from Malawi, I will also buy in bulk. let me know once you are ready.

 31. Smita Kamdar (mumbai) says:

  મ્રગેશભાઈ
  રીડ ગુજરાતી ને પુસ્તિકાના રુપમાઁ પ્રસ્તુત કરીને ગુજરાતી સાહિત્યને વધુ ઉઁચાઈ પર લઈ જવા માટે ખુબ ખુબ અભિનઁદન.
  અમે રાહ જોઈ રહ્યા છીએ- પુસ્તિકાની….

 32. Dyuti says:

  I would not miss on this one!

 33. Maheshchandra Naik says:

  ડો. મૃગેશભાઈ, સૌ પ્રથમ અભિનદન, જે વિચારે છે તે વાંચે છે, જે વાંચે છે તે વર્તનમાં મુકે છે, જે વર્તનમાં મુકે છે તેનો વ્યવહાર સારો થાય છે જેનો વ્યવહાર સારો થાય એના ઘરમા સુખ શાંતીનુ વાતાવરણ બને છે, જે ઘરમાં સુખ શાંતી હોય ત્યાં ઈશ્વરનો નિવાસ હોય છે એટલે પુણ્યકાર્યમા અમારો સહયોગ પુસ્તક ખરીદવા માટે જરુર રહેશે જ મારા નામે પાંચ પુસ્તકો જરુર રાખશો અને પેમેન્ટ કેવી રીતે કરવાનુ છે તે જણાવશો, જો કે જન્યઆરી,૨૦૧૦, મા સુરત આવવાનુ થશે જ ત્યારે પુસ્તકો મળી જશે જ એટલી શ્રદ્ધા છે જ, એટલે રુબરુ પણ લેવા આવી શકાશે, પંરતુ મારા નામે નોંધી રાખશો, અને પેમેન્ટ આગોતરા મોકલવાનુ હોય તો જાણ કરશો, એક નમ્ર સુચન કરવાનુ કે સ્નેહી-સ્વજનોને ભેટ આપનારાઓને સારુ એક પાનુ ફાળવશો, જો કે આપના ધ્યાનમાં એ વાત હશે જ ખુબ અભિનદન અને શુભેચ્છાઓ…….વિગત જણાવતા રહેશો તો આભારી થઈશ.

 34. Kamal Sheth says:

  ખુબજ સરસ

  અમો તમોને અભિનદન પાથાવઆએ

  અમે રાહ જોઈ રહ્યા છીએ- પુસ્તિકાની….

  ક્મલ

 35. Veena Dave, USA says:

  આપના આ મહાનકાયૅને ભવ્ય સફળતા મળે એવી શુભકામના સાથે અભિનન્દન.

 36. Vaishali Maheshwari says:

  Excellent creative thought and a great initiative Mrugeshbhai.
  Like numerous other readers, I shall also be desperately waiting for ‘ReadGujarati Pustika’.
  Hats off to all your hard work, efforts and dedication to serve the society by promoting Gujarati literature.

  Wishing you all the very best for giving the best shape to the new book that you are in the process of publishing very soon.

  Gujarati Literature has reached to a vast number of people via ReadGujarati website, but now, the rest few of them, who do not use internet will also be reached with the help of ReadGujarati Pustika.

  Very nice.
  Thank you so much Mrugeshbhai…..

 37. DHAVAL SHAH says:

  મ્રુગેશ ભાઈ,

  તમે એક સરસ કાર્ય તો પહેલેથી જ કરો છો, હવે સોના મા સુગન્ધ ભળી.

  ધવલ શાહ

 38. Chirag Patel says:

  HAHAHAHAHA – You guys are killing me…. Seriously – Reminds me of Lt. Rajiv Ghandi…. Hame Karna hai… Hame dekhna hai… HAHAHAHAH… The only problem is…. Karta koi nahi hai!….. In this technolgoycal time, the book store is a disaster – people rather read stuff online then at the book store – Better – open an online book store where people can pay monthy or yearly membership and check out books to their “Room”. No late fees, no need to go anywhere and they are available 24/7/365 – dont have to worry about running out of copies…

  Just a thought!

  Thank you,
  Chirag Patel

 39. Vinod Patel says:

  મ્રુગેશભાઇ તમારા આ શુભ વિચાર માટૅ અભિનન્દન. દર માસે આવુ પુસ્તક બહાર પડૅ ઍવિ શુભેચ્ચ્હા..

 40. Tarun Patel says:

  મ્રુગેશભા ઇ

  મારે ૨૧ પુસ્તક ભેટ માટે લેવા છે. Please let me know once it’s ready. I am in USA. So Just let me know the cost for posting and i will send you money via Check or Creditcard.

  Thanks much for your thoughts.

  Tarun Patel
  Chicago.

 41. Anayas says:

  મૃગેશભાઈ અભિનંદન. વિચાર ઘણો સરસ છે. અને જ્યાં ઇન્ટરનેટની ઉપ્લબ્ધી નથી એ લોકો માટે મોકાની વાત પણ રહેશે. પર્ંતુ ઉપર ચિરાગભાઈએ કહ્યું તેમ ઓનલાઈન બુક-સ્ટોર હોય તો પણ સારું. જેથી ઇન્ટરનેટ વાપરનારા લોકોને પણ આનો લાભ સહેલાઈથી મળી શકે ખાસ કરીને જે લોકો ભારતની બહાર છે. અંતે જે પણ રીતે તમારા દ્વારા શક્ય હોય સાહિત્ય રસીકો માટેતો આનંદની વાતજ છે.

  અનાયાસ ઝિંઝુવાડીયા

 42. sima shah says:

  બહુ જ સરસ…
  આપના આ ઉમદા કાર્ય માટે અભિનંદન અને શુભેચ્છા.
  હવે તો પુસ્તકની રાહ જોવી જ રહી……….
  સીમા

 43. rajesh says:

  મૃગેશભાઈ અભિનંદન.
  ઉત્તમ વિચાર છે આપનો.
  પ્રભુ આપને શક્તિ આપે નવા નવા વિચારો અમલ મા મુકવાની…અને એને સફલતા પ્રાપ્ત કરાવે એ પ્રાર્થના….
  ફરિ અભિનંદન.

 44. Mukesh Pandya says:

  શ્રી મૃગેશભાઈ, રીડગુજરાતીને સુદ્રઢ બનાવવામાં ફાળો આપવા માગું છું, પરંતુ PAYPAL માં ક્રેડીટકાર્ડ પર માત્ર ડૉલરમાં ચુકવણી થઈ શકે છે. જો એ રૂપીયામાં થઈ શકે તેમ કરી શકાય તો મારા જેવા ઘણાને અનુકૂળ પડશે.

  નવી તરેહ માટે શુભેચ્છાઓ.
  મુકેશ

  • Editor says:

   શ્રી મુકેશભાઈ,

   આપની વાત સાચી છે. PAYPAL માં માત્ર ડૉલરમાં જ ચુકવણી થઈ શકે છે. આથી આપ જો એના દ્વારા આપવા માંગતા હોવ તો આપે એ પ્રમાણે ડૉલર ગણીને યોગદાન કરવું પડે. પણ એ સિવાય આ પાન પર http://www.readgujarati.com/donation/ અન્ય વિકલ્પો આપેલા છે. તે કૃપયા એકવાર તપાસી લેશો. અથવા આપ ફોન પર પણ મારો સંપર્ક કરી શકો છો. આભાર.

   લિ. તંત્રી.

 45. KIRTIDA(DUBAI) says:

  શ્રિ મ્રુગેશભાઈ
  ખુબ ઉમદા વિચાર . readgujarati દ્વારા ગુજરાતી ભાષા ને જીવન્ત રાખવાનો વધુ ઍક પ્રયાસ.
  પ્રથમ પુસ્તક ની આતુરતા થાય. READGUJARATI ઘર ઘર સુધી પહોચી જશે.
  નવોદિત લેખકો માટે ઉમદા તક મળશે. મ્રુગેશભાઈ ગુજરાતી ભાષા માટે નો તમારો આ ફાળો યાદગાર
  બની રહેશે.

 46. Prakash Panchal says:

  શ્રી મૃગેશભાઈ અભિનંદન.
  ખરેખર, વિચાર ઘણો સરસ અને ઇનોવેટિવ વિચાર છે. ખુબ ખુબ અભિનંદન.
  જ્યાં ઇન્ટરનેટની ઉપલબ્ધી નથી એ લોકો માટે મોકાની વાત રહેશે.

  હુ ચિરાગભાઇ અને અનાયસ ના વિચાર સાથે પણ સહમત થાઉ છુ,પુસ્તક જો ઇન્ટરનેટ પર પણ ઓનલઈન અવેલેબલ હોઇ તો ઘણુ સરસ…જેથી ઇન્ટરનેટ વાપરનારા લોકોને પણ આનો લાભ સહેલાઈથી મળી શકે ખાસ કરીને જે લોકો ભારતની બહાર છે. જેમ કે હુ સાઉદી અરેબિયા થી તમારો બ્લોગ વાચુ છુ….

  અમોને ઓનલઈન પુસ્તક નો પણ લાભ મળે એવી આશા સાથે….ખુબ અભિનદન અને શુભેચ્છાઓ
  …………………..વ્યાકરણ માટે માફ કરશો……

  પ્રકાશ પ’ચાલ (panchalpt@yahoo.co.in)

 47. vandana shantuindu says:

  સરસ વિચાર ,ખૂબ -ખૂબ અભીનણ્દન.

 48. heena says:

  dear mrugesh bhai its very very……good though and wait 4 book and wish u best wishes mrugeshbhai tamara sarek nava prayatan ma ame tamari sathe j che and god always with you . darek navi savar tamari jindgi ma zalhalti safalta ape aevi prathna sir

 49. heena says:

  roj navu navu vanchva male che mrugeshbhai aap na lidhe bahu j game che . office ma kyare free thai ae and kyare readgujarati kholi ne besaie ae j intajar rahe che . mrugeshbhai mane biji novel gujarati ma kai sight par thi vanchhva male ae pan janavso hu aap ni aabhari rahish

 50. heena says:

  mrugesh bhai tamari read gujarti to superb che but aema tame janita lekhko ni story pan amane koi var vanchva male aevu kai aayojan thay to jem ke varsh adalaja, harkishan mehta, ashwini bhatt , priyakant parikh, kumarpal ,etc… to vadhare maja aave aem thi je best navalkath hoy and ane aap ne aapna readgujarati ma samil kariae and online, read karva male to? mari aa think che baki tame to bahu j vicharsil cho tamane kai kehvanu j na hoy but aa to mane aevu lagyu atale me aap ne suchan karyu dear mrugeshbhai

 51. heena says:

  tamari navi book jaldi ave and hu mari office ma mara friends ne gift ma aapu ani wait karu chu dear

 52. Arvind Burde says:

  I too wait for your book. I am not so avid reader of Literature be it Hindi, English or Marathi or NOW Gujarati. But your book will be awaited by me…

 53. Vraj Dave says:

  આપના આ ઉમદા કાર્ય બદલ ધન્યવાદ અને શુભેચ્છા.
  રીડ ગુજરાતીના બહોળા વાંચક પરિવારે શુંદર શબ્દોના ફુલડે ફુલડે આ કાર્યને વધાવેલ છે.
  સહુની સાથે હું પણ પ્રકાશન ની રાહમાં જ છુ.
  ટહુંકોઃ-
  મૃગેશભાઇ આગે બઢો હમ તુમ્હારે સાથ હય.

  વ્રજ દવે

 54. આપના આ ઉમદા કાર્ય બદલ ધન્યવાદ અને શુભેચ્છા. એક સુચન કરવાની ઇચ્છા રોકી નથી શકતો. આપ છેલ્લા ત્રણેક વર્ષથી વાર્તા સ્પર્ધા યોજો છો તેમાંથી ઈનામી વાર્તાઓ જ રીડ ગુજરાતીમાં પ્રગટ થાય છે. બાકીની વાર્તાઓ અપ્રગટ જ રહે છે.
  વાર્તાઓની ગુણવત્તાની ઝંઝટમાં પડ્યા વિના આવી કોઈ પુસ્તિકા રૂપે પ્રકાશિત કરી શકાય? (૨૦૦૭ની સ્પર્ધામાં મારી વાર્તાને બે નિર્ણાયકો તરફથી ૬૦થી વધારે ગુણ મળ્યા હતા જ્યારે ત્રીજા નિર્ણાયકશ્રીએ પ્રોત્સાહન રુપે ૨૦ ગુણ આપેલા !) વિચારી જોશો.

 55. Devina says:

  jarurthi readgujarati ni book kharidsu

 56. shruti says:

  i m also eagerlly waiting for the book…. i want to perchase 5 book… how to go for payment…. can any body guide me….

 57. Amit Degada says:

  ફૂલ નહિ તો ફૂલની પાન્ખડિ દ્રારા આપડે યોગદાન જરૂર આપિ શકિએ.

 58. Kaushal Derasari says:

  રીડ ગુજરાતી પુસ્તક્ પ્રગટ કરવાનો વિચાર અતિ ઉત્તમ છે, જેનાથી ઇન્ટરનેટ ન વાપરતા લોકો સુધી પણ પહોચી શકાશે.
  ધન્યવાદ… Best of Luck…

 59. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  આપ સૌના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર.
  આ પુસ્તિકા કેવી રીતે ખરીદવી અને તે માટે રકમ કેવી રીતે મોકલવી એની સંપૂર્ણ વિગત અહીં રીડગુજરાતી પર આપવામાં આવશે. પુસ્તિકા હજુ પ્રકાશન હેઠળ છે. આથી કૃપયા થોડો સમય પ્રતિક્ષા કરવા વિનંતી. પુસ્તિકા પ્રગટ થયે તમામ માહિતી અહીં પ્રકાશિત કરવામાં આવશે.

  લિ. તંત્રી.

 60. SHAILEE PARIKH says:

  yes i am realy intrested to by the book publish by readgujarati.com

  • Chirag Patel says:

   Dear Mrugeshbhai,

   Please don’t take my comment in any other way than just my opinion. Your website is an awesome website and one of the best out there on the net. You have done beyond great job for us Guajarati readers who are far away from home – whom you have brought even closer to home!!! I really congratulate you and Thank you from bottom of my heart on that.

   Yet your book publishing doesn’t sound that well to me. Here are my concerns…
   1. Over head expense
   2. Printing cost
   3. Storage cost
   4. Shipping and Handling process and headaches
   5. Follow-up on orders, missing orders, shipments etc.
   6. May not be able to satisfy the demand (Demand vs. Supply)
   7. Different choices of book – different demand per reader’s test

   If you would allow me to make a suggestion – I rather have you these books available for download from your website for little price. Open a “Library” type of section – where member (with little annual fee) can check out the books – that way they are always available to read online and to print them to where ever readers have access to the printer. You can print them upon their request for little fee for printing and shipping and handling. That way all your books are available online for members, you don’t have to keep printing X numbers of copies, store them – with membership fee, you can pay for your websites and server overhead expenses. No more physical storage room for printed books – and the biggest PLUS is readers will have access to these books online – they can read it anywhere at any time as long as they have internet. This will save you lots of time and hassle and let you work on your next books/articles.

   Again, these are just my point of views.

   Thank you,
   Chirag Patel

   • nayan panchal says:

    Chiragbhai,

    Your suggestion is very valuable. But that is applicable only to online users.

    What about users who are not Internet-savy. Large section of Gujarati population is not familiar with internet. Even in Gujarat, we don’t know how many readers are aware about readgujarati. This book will bridge that gap. May be Mrugeshbhai can think about best of both worlds.

    my 2 paise,
    nayan

    • જય પટેલ says:

     શ્રી નયનભાઈ

     ગુજરાતીઓનો બહુધા વર્ગ નેટ-સેવી નથી આપના મત સાથે સંમત છું.
     તાંજેતરની મારી ઈ-કાફેની મુલાકાત દરમ્યાન જોયું કે યુવા વર્ગ ગેમ…હિન્દી ગીતો
     વગેરે મનોરંજન પ્રવૃતિમાં ગળાડૂબ હતો…!! જે કાંઈ ખોટું પણ નથી.
     શિષ્ટ વાંચન નેટ પર કેટલા કરે છે અને તે પણ રૂ.૧૫ પ્રતિ કલાક ખર્ચીને ?
     ગુજરાતી વિચાર નથી…!!!

     પુસ્તિકાનો વિચાર…વિચારોની લ્હાણી કરવાનો છે. રૂ. ૪૫નો દર રીડગુજરાતીના
     નિભાવ ખર્ચને પણ આવરી લેશે. પુસ્તિકા જન જન સુધી પહોંચશે.
     આપણે વાંચી બીજાને પણ આપી શકીએ.

     વિદ્યાદાન મહાદાન.
     થોરામાં ઘનું.

     • Chirag Patel says:

      Dear Nayan Bhai and Jay Bhai.

      With all due respect, I disagree with you. These is 21st century and we are on the edge of 22nd one… With upcoming time – people will more rely on Technology and Internet. Granted that it’s very hard for people in India to go find a computer and use internet. But I have also read your comments on the net under almost all the stories… Per your comments you guys are eager to help out any way possible – you want to bring change and revelation in India – Why not you print out what you read and if you think its worth printing other to read? Why not provide them that way rather having one person bare the total cost of everything – Distribution of weight – That way Mrugesh Bhai doesn’t have to bite the whole expense him self – Readers like your self can print out the books/articles/stories whatever it may be for your friends/family/neighbors etc… and provide that? If you do that – others will learn too – and they will start doing it!!!! – I live in USA – I am very blessed from Shivji – I have full resources(technologically and financially). Don’t be like Lt. Rajiv Gandhi – “Hame Dekhanaa hai… Hame Karnaa Hai…” But in reality – Dekhta har koi hai – karta koi nahi!!!!! Why not change all that – that way who are not using computer/internet will start using them – will get to know them – at list step by step people will come close and if it’s all because of Read Gujarati – WHY NOT?!?!?!?

     • nayan panchal says:

      Dear Chiragbhai,

      Every change takes time. The book is about to release in say 2-3 months. Not all houses have computers in their homes. Not all people going to cybercafe knows readgujarati.

      I understand your concern regarding the expenditure associated with publication of the book. I am sure Mrugeshbhai have given more thought to it than you and me.

      Regarding distributing printouts, that is not the practical way at least in India. I can’t gift printouts to all my friends and relatives. School-colleges, public libraries are not going to issue printouts to the interested readers. You have suggested about distribution. We can distribute books instead of printouts. If you have seen above comments, many users have shown interest in buying in bulk. So, Books are always better when you want to spread something. Printouts have smaller lifespan compared to book. I don’t think Readgujarati book would be something like one-time read.

      Yes, publishers have to maintain stock etc. But that can be taken care of with some thoughts.

      Again, Your suggestions are very good to spread the book to the people who have access to resources like internet. That’s why I said, we should have best of both worlds.

      my 2 paise,
      nayan

 61. Ashish Dave says:

  It is about time to have a well crafted RG book… It will penetrate a larger audience.

  Thanks Mrugeshbhai.

  If I can be a help by any means then please let me know.

  Ashish Dave
  Sunnyvale, California

 62. Pinki says:

  really wonderful & nice thought…. Mrugeshbhai !!

  Chiragbhai’s suggetion is also very good.

  We should think about next generation !
  my son before joining playgroup (at 2.5 yrs) operate compu
  (not playing) and watched movies, cartoons etc. his own !!

  do one thing … go for both 🙂

  All the best… !!

 63. થિસ બુક જરુર થિ ખરિદિશુ. શશિકાત

 64. LOL on “Hame Dekhanaa hai… Hame Karnaa Hai…”

 65. govind shah says:

  Dear mrugeshbhai.

  Go ahead with yr. book project & all best wishes – Govind Shah 7/7/10 Nairobi

 66. ખુબ સરસ મ્રુગેશભાઇ…
  આ વાત જાણીને આનંદ થયો….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.