કેમ કરી આવવું ? – ઈસુભાઈ ગઢવી

શ્યામ તારી દ્વારકામાં કેમ કરી આવવું….?
એવડા એ દ્વારકામાં
આવડું આ ગોકુળ,
કહે ને રે શ્યામ કેમ લાવવું….?
તારી દ્વારકામાં કેમ કરી આવવું…..?

જમનાની સાટું તું દરિયો આપે છે
પણ દરિયામાં પૂર કેમ આવશે….?
તારી મરજાદી ગોમતીના બાંધેલા ઘાટમાં
કેમ કરી વનરાવન વાવવું…..?
તારી દ્વારકામાં કેમ કરી આવવું…?

વાંસળિયું સાટું તું સોનાની શરણાયું
દેવાની દે છે ડંફાસ,
શારણાયું કેમ કરી ભીતરમાં વાગશે
જેમાં નહીં હોય તારા શ્વાસ,
તારા મહેલુંના પાણામાં વનરાનાં ગાણાંને
કહેને રે શ્યામ કેમ ગાવવું….?
તારી દ્વારકામાં કેમ કરી આવવું…..?

ગોરસના ઘૂંટ તને કડવા લાગે છે
અને આવે છે અમૃતમાં સ્વાદ,
ગાયુંની ઘંટડીયું ગોઠે ના શ્યામ તને
ગમતા છે નોબતુંના નાદ,
ઓઢ્યું છે એક અમે ગોકુળનું ઓઢણું
કેમ કરી દ્વારકાનું ધારવું…..?
તારી દ્વારકામાં કેમ કરી આવવું……?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક દહાડો – નીલેશ પટેલ
રામાયણ કથામંગલ – રમણલાલ સોની Next »   

4 પ્રતિભાવો : કેમ કરી આવવું ? – ઈસુભાઈ ગઢવી

 1. Lata Hirani says:

  સરસ કવિતા.. ઘણા વખતે કવિતા મુકી !!! ગમ્યું…

 2. bela thakkar says:

  બહુ જ સરસ, ભગવાન ક્રસ્ન નઈ વાતો તો નીરળી.

 3. gopal parekh says:

  મનભાવન કવિતામય ગીત

 4. jatin maru says:

  Pretty song, explaining the signs of lord krishna what he left behind him in gokul. Poet have compared the Gokul with Dwrika, and this way he has made a comparision between the child krishna and king Dwarikadhish. Though both are the forms of only lord krishna, so many differences can be found betweeen both, and this way indirectly poet has shown his love for Bal krishna. Excellent Poem.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.