થેંક્યુ, મમ્મી ! – હરિશ્ચંદ્ર

[ લઘુકથાઓના પુસ્તક ‘વીઁણેલાં ફૂલ’ ભાગ-15માંથી સાભાર.]

‘હલ્લો, સોનુ ! મમ્મી બોલું છું. કેમ છે તબિયત ?’
‘સારી છે.’
‘સાંજે આવો છો ને, તે પૂછવા ફોન કર્યો. એટલે કે છોકરાં માટે કાંઈક બનાવી રાખું. કાલે રવિવાર, એટલે બધાંને છુટ્ટી હશે. કાલે સાંજે જમીને જ જજો. જમાઈરાજ પણ આવશે ને !’
‘ખબર નથી. હું શું કહું ?’

આજે સોનલનો મૂડ કાંઈ સારો નથી લાગતો. આમ કેમ બોલે છે ! જમાઈરાજ બહુ વ્યસ્ત હોય છે, તે હું જાણું છું, પણ અહીં આવવાની કદી ના નથી પાડતા. મારા હાથનાં આમટી ને ભાત તો એમને બહુ ભાવે. કહે, મને મિષ્ટાન્ન ન જોઈએ, સાસુમાના હાથનાં આમટી ને ભાત મળે એટલે બસ ! પણ આજે સોનલ આમ કેમ બોલે છે ? મેં એને જરીક ધમકાવી, ‘જો, સોનુ ! જમાઈરાજ સાથે તમારે બધાંએ આવવાનું. મારા વતી એમને કહેજે, આજે રાતે આમટી ને ભાત બનાવીશું.’
‘મમ્મી, તું જ એમને ઑફિસે ફોન કરીને કહી દે ને ! હું તો અત્યારે જ આવું છું. આજે શનિવારે સવારની સ્કૂલ એટલે છોકરાં તો સ્કૂલેથી આવી ગયાં.’ અને સોનુએ ફોન મૂકી દીધો. ચોક્કસ બંને વચ્ચે ઝઘડો થયો હોય એમ લાગે છે. મારી દીકરી છે ને, ભારે લાડકોડમાં ઊછરી છે. ભારે હઠીલી છે, પણ હોશિયાર બહુ છે હોં ! હમણાં જ એને એના કાવ્યસંગ્રહ માટે રાજ્યની સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે.

સોનુ બાળકો સાથે આવી. મારી સાથે સામાન્ય બે વાત કરી અને બંને છોકરાંને મારે હવાલે કરીને અંદર જઈને સૂઈ ગઈ. મારું અનુમાન સાચું જ છે. નક્કી બંને વચ્ચે કાંઈક ચડભડ થઈ લાગે છે. મેં કાંઈ પૂછ્યું નહીં. છોકરાંને નાસ્તો કરાવ્યો, એમની સાથે થોડું હસી-રમી અને એ બહાર રમવા ચાલ્યાં ગયાં એટલે હું સોનુ પાસે જઈને બેઠી. એ કાંઈ ઊંઘી નહોતી, માત્ર પથારીમાં પાસાં ફેરવતી હતી. મેં એના માથે હાથ ફેરવીને પૂછ્યું : ‘કેમ, તમારા બે વચ્ચે કાંઈ ઝઘડો થયો છે કે ?’
‘જવા દે ને ! તને કહેવાનો કાંઈ અર્થ નથી. તું હંમેશની માફક દોષનો ટોપલો મારા ઉપર જ ઢોળવાની અને ઉપરની બે-ચાર ડાહ્યલી શિખામણ આપશે ! તારા જમાઈનો દોષ તને ક્યારેય નહીં દેખાય.’
‘તોય કહે તો ખરી ! એટલે તારો જ્વાળામુખી થોડો ઠંડો પડશે.’
‘મમ્મી, જો ! હું અત્યારે મશ્કરીના મૂડમાં નથી. તું અત્યારે વાતને મશ્કરીમાં ન કાઢી નાખ.’
‘પણ પહેલાં વાત શી છે એ તો કહે ! કોઈકની પાસે વરાળ કાઢી નાખીએ, તો મનનો બોજો હળવો થાય, અને તારી માને નહીં કહે, તો બીજા કોને કહીશ ?’ – મેં પ્રેમથી એને પંપાળતાં કહ્યું.

‘તો પછી સાંભળ ! કાલ શું થયું, તને ખબર છે ?’ અને પછી તો સોનુનો બંધ તૂટી ગયો – ‘મારા કાવ્યસંગ્રહને પારિતોષિક મળ્યું તે બદલ અભિનંદન આપતો એક જણનો ફોન આવ્યો. સમીર પટેલ એનું નામ. એમને મારાં કાવ્યો બહુ ગમ્યાં, તોય ફોન ઉપર સંતોષ ન થયો તે મને રૂબરૂ મળવાની ઈચ્છા વ્યકત કરી. મેં એમને સાંજે આવવાનો સમય આપ્યો, જેથી તારા જમાઈરાજ પણ ઘરમાં હોય. સમીર પટેલ નક્કી કર્યા પ્રમાણે આવ્યા, અને મન મૂકીને મારાં કાવ્યોની અફાટ પ્રશંસા કરવા લાગ્યા. મને થયું, આવું વધારે પડતું બોલી નાખનારા પણ કેટલાક હોય છે, પરંતુ પછી તો એમણે મારા એક એક કાવ્યનું બારીકીથી જે રસદર્શન કરાવવા માંડ્યું, ત્યારે ખરેખર હું આભી બની ગઈ. એ એક સાચા મર્મજ્ઞ ભાવક હતા અને કાવ્યપદાર્થના ખાસ્સા જાણકાર હતા. મારા મનના સૂક્ષ્મ ભાવો અને મારી સર્જન-પ્રક્રિયા એમણે ઓળખી હતી. પૂરો દોઢ કલાક એ મને એક અનોખા ભાવ-વિશ્વમાં લઈ ગયા. મને બહુ સારું લાગ્યું. સમયનુંયે ભાન ન રહ્યું.

તારા જમાઈરાજ થોડો વખત તો અમારી સાથે બેઠા, પણ પછી ઊઠીને અંદર ચાલ્યા ગયા. આમ તો મેં ઘણું ખરું બનાવી જ રાખેલું, સમીર પટેલના ગયા પછી ઝટ ઝટ બાકીનું બનાવીને અમે જમવા બેઠાં. હું હજી મારા ભાવ-વિશ્વમાં જ હતી. હું કહેવા લાગી, ‘વાચકો પણ કેવા-કેવા મર્મજ્ઞ હોય છે ! પારિતોષિક કરતાંયે વિશેષ બહુમાન તો આવા સહૃદયી ભાવકો મળવા એ છે.’ ત્યારે તારા જમાઈરાજ શું ઉવાચ્યા, ખબર છે ? ‘હા, એટલે જ તો તું પાણી-પાણી થઈ ગઈ હતી ને ! કેટલો સમય થયો, તેનુંયે ભાન તને ન રહ્યું. જમવાનુંયે કેટલું મોડું થઈ ગયું, તેની ખબર છે !’ મમ્મી, તને ખબર છે ? બે ઘડી તો હું અવાક થઈ ગઈ. આનંદના ઝૂલામાં ઝૂલતી હતી, ત્યાંથી અચાનક જમીન પર પટકાઈ ! પછીયે એમણે વ્યંગમાં શું-શું કહ્યું, તે હું તને નથી કહેતી, પણ અમારી વચ્ચે ખાસ્સી ચડભડ થઈ ગઈ. મેં પણ થોડુંક તડ ને ફડ કહી નાખ્યું.’

સોનું હજીયે આવેશમાં હતી. એના ચહેરા પર હજીયે વેદના જણાતી હતી. હું એની પાસે જઈને બેઠી. એને પંપાળતી બોલી, ‘સોનુ, મને લાગે છે કે એ ભાઈ ઘરે આવ્યા, એ જ જમાઈરાજને નહીં ગમ્યું હોય.’
‘હાસ્તો વળી ! આવી રીતે કોઈ પરાયો પુરુષ ઠેઠ ઘરે આવીને પત્નીની આટલી તારીફ કરી જાય, તે પતિદેવથી કેમ સહન થાય ? હમણાં-હમણાંનું આ બધું બરાબર મારા ધ્યાનમાં આવતું જાય છે. હું કાવ્યો લખતી, તે વિશે તો એ મિત્રોમાં અભિમાનપૂર્વક વાતો કરતા. પોતાની પત્ની માત્ર ઘરરખ્ખુ ગૃહિણી નથી, એમ કહેતાં એમની છાતી ફુલાતી, પરંતુ હું ઘરનો ઉંબરો ઓળંગી બહાર ફરતી થઈ, બીજાઓ સાથે હળતી-મળતી થઈ, મારુંયે એક સ્વતંત્ર અસ્તિત્વ ઊપસવા લાગ્યું અને તેને સમાજમાં માન્યતા મળવા લાગી, એ કાંઈ એમને રુચિકર નથી લાગતું. મહિલા મંડળ વગેરેમાં આગળ આવું, તે સહન થાય, પણ પુરુષોના વર્તુળમાં એમના નિરપેક્ષ મારી કાંઈક ગણતરી થવા લાગે, તેમાં એમનો અહં ઘવાય !…..’

હું મારી સોનુને જોતી જ રહી. એની વેદના મેં પણ અંગેઅંગ અનુભવી. હું પોતે યુવાનીમાં આવો જ આઘાત સહન કરી ચૂકી હતી. મનેય લખવાનો શોખ હતો. બે-ચાર વાર્તા લખેલી અને બે-ત્રણ સામાયિકોમાં તે પ્રકાશિત પણ થયેલી. કેટલાક વાચકોના પત્રો આવેલા. અમારું રૂઢિચુસ્ત ઘર. આવા પરપુરુષોના પત્રો આવે, તે કેમ સાંખી લેવાય ? સાસુ-સસરાએ તો મોં બગાડ્યું જ પણ જ્યારે મારા પતિદેવ બોલ્યા કે, ‘પુરુષો આવું નિમિત્ત જ શોધતા હોય છે સ્ત્રીઓનો સંપર્ક સાધવા માટે’, ત્યારે મને એકદમ વૈરાગ્ય આવી ગયો ! મેં લખવાનું જ છોડી દીધું, અને પછી તો સંસારમાં ડૂબી ગઈ, પરંતુ હું હવે મારી દીકરી સાથે આવું નહીં થવા દઉં. મેં સોનુંને બાથમાં લીધી. ક્યાંય સુધી હું એને પસવારતી રહી. છેવટે મેં એને કહ્યું, ‘બેટા, તું ગભરાતી નહીં. હવે તમારી પેઢીએ તો પુરુષના આ અહંને ઓગાળવો જ રહ્યો. હું તારી સાથે છું.’
સોનુ બોલી : ‘થેંક્યુ, મમ્મી ! થેંક્યુ વેરી મચ.’

(શ્રી લીના દામલેની મરાઠી વાર્તાને આધારે રૂપાંતર)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનપુષ્પની પાંખડીઓ – સંકલિત
To be conscious is to be free – વસંત પરીખ Next »   

39 પ્રતિભાવો : થેંક્યુ, મમ્મી ! – હરિશ્ચંદ્ર

 1. સુંદર વાર્તા.

  પતિ-પ્ત્ની એક બીજાની બાબતમાં રસ લે અને એકબીજાને મનગમતી પ્રવૃતિ માટે મોકળાશ આપે અને જરુરી સહકાર આપે એનાથી વધુ સારુ શું હોઇ શકે.

 2. Ami says:

  પતિ પત્ની એક બીજાને પ્રોત્સાહન આપે અને પરસ્પરના પૂરક બને એ જ તો દમ્પતિ જીવનનો પાયો છે. જ્યારે કોઈ એકની પ્રતિભા વિકસે તે જો બીજી વ્યક્તિ સહન ન કરી શકે તો તેવા સહજીવનમા સાચો આનંદ અને વિશ્વાસ ન પ્રગટે. શ્રી હરિશ્ચન્દ્રની વાર્તાઓ હમેશા જીવનના વિવિધ પાસાઓ આપણી સમક્ષ રજૂ કરે છે. પુત્રીની વ્યથા સમજીને તેને, પોતાના અનુભવ સાથે તાળો મેળવ્યા બાદ, તેના પક્ષમા વિચાર કરનારી માતાની રજૂઆત ગમી.

 3. nayan panchal says:

  સરસ વાર્તા છે, આભાર.

  નયન

 4. dhiraj says:

  સરસ વાર્તા !!!!!

  પણ માફ કરજો થોડુ distance તો રાખવુ જ જોઇએ..

  મોડી રાત સુધી કોઇના ઘરે બેસી રહેવુ યોગ્ય તો ના જ ગણાય

  “પુરુષો આવું નિમિત્ત જ શોધતા હોય છે સ્ત્રીઓનો સંપર્ક સાધવા માટે”

  વાત સાવ ખોટી નથી…..

  • dipti says:

   મેં એમને સાંજે આવવાનો સમય આપ્યો, જેથી તારા જમાઈરાજ પણ ઘરમાં હોય. સમીર પટેલ નક્કી કર્યા પ્રમાણે આવ્યા,

   પૂરો દોઢ કલાક એ મને એક અનોખા ભાવ-વિશ્વમાં લઈ ગયા. મને બહુ સારું લાગ્યું. સમયનુંયે ભાન ન રહ્યું

   CONSIDERING 6 TO 6:30 OFFICE DISMISSAL TIME AFTER 1AND 1/2 HOUR IT MIGHT BE 8 PM
   WHERE DOES modi raat CAME FROM?
   SONU WAS IN HER HOME WITH FAMILY SO IF VISITOR HAS SOME DIFFERENT AIMS SHE WAS SHOWING HIM HIS PLACE.

 5. Chintan says:

  Its all about total understanding between two individual which we call as husband and wife.

  પુરુષની સમજણ નો સેતુ અહમ નામના તોફાન સામે વર્ષોથી તુટતો આવ્યો છે.
  સરસ વાર્તા.

  આભાર.

 6. Toral says:

  Husband and Wife is the relation of trust. If its there then husband would not react in this way.

 7. Jagat Dave says:

  “પુરુષનો અહમ ઘવાય” એવો આરોપ બહુ સામાન્ય છે. પણ અહીં વાર્તામાં એ સાચું લાગતું નથી નહીતો ભુતકાળમાં પણ પતિ, પત્ની ની કાવ્ય ક્ષમતા વિષે મિત્રોમાં અભિમાનપૂર્વક વાતો કેમ કરે? પોતાની પત્ની માત્ર ઘરરખ્ખુ ગૃહિણી નથી, એમ કહેતાં એમની છાતી કેમ ફુલાય?

  બની શકે કે પતિની નારાજગી વ્યાજબી હોય? જેમ એક સ્ત્રી, બીજી સ્ત્રી ની નજર પારખી લેતી હોય છે તેમ પુરુષોમાં પણ આ વિષેશતા હોય છે. બની શકે કે તેના પતિએ કાંઇક એવા જ કારણોસર નારાજગી વ્યક્ત કરી હોય !

  આવા સમયે ઝગડો કરવાં કરતાં સંવાદ કરવો વધુ જરુરી હોય તેમ નથી લાગતુ??????

  સ્ત્રીઓ ના સ્વભાવમાં સામાન્યતઃ આવું લાગણીશીલ ‘રઘવાયા-પણું’ જોવા મળતું હોય છે. તેના કારણે ઘણીવાર તે સબંધોમાં ભોળવાય છે અને છેતરાય પણ છે.

 8. જોગીદાસ, સાઉદી અરેબિયા says:

  રામાયણની કથા પ્રમાણે રામે સીતાજીની અગ્નિ-પરીક્ષા લીધી હતી. એ સાડા-સાત હઝાર વર્ષ પહેલા બન્યું હતું એમ વ્યાસપીઠ પર બેસેલા મા’રાજે કહ્યું હતું. જો આ વલણ આટલું જુનું હોય તો આ વલણ સનાતન ગણાય અને એમાં ફેરફારની આશા રાખવી અસ્થાને છે. આ વિધાન પાછળ આગળના પ્રતિભાવોનો અનાદર નથી. સ્ત્રી કોઇ દિવસ પ્રતિકાર કરવાની હિંમત કરી શકશે નહિં એ પણ પૂછી નહિં શકે કે મારી જગ્યાએ તમે હોત તો? અને જો પૂછ્યું તો આવી બન્યું.

  • trupti says:

   જોગીદાસ ભાઈ,

   “સ્ત્રી કોઇ દિવસ પ્રતિકાર કરવાની હિંમત કરી શકશે નહિં એ પણ પૂછી નહિં શકે કે મારી જગ્યાએ તમે હોત તો? અને જો પૂછ્યું તો આવી બન્યું.”

   કૃપા કરી ને તમારુ આ વિધાન સમજાવવા ની તસ્દી લેશો? તમે શુ કહેવા માન્ગો છો તે કાઈ સમજ ન પડી.

 9. meghna says:

  Hi,

  This is absolutely true, we are still living in man mad world.

  and its always become ”HIS WAY OR NO WAY”.

  but what to do being a woman, we have to suffer whole life. dont have a choice.

 10. જોગીદાસ, સાઉદી અરેબિયા says:

  તૃપ્તિબહેન,
  મારો અભિપ્રાય ધ્યાનમાં લેવા માટે આભાર.
  અહિં શેખ(શેઠ?) પટારા જેવી મોટ્ટી ગાડીમાં બાજુમાં પટરાણી અને પાછળની સિટ્માં બીજી ત્રણ અને એની પાછળની સિટ્માં ઘણા બધાં છોકરાં લઇને જતો હોય એ દૃશ્ય જોવા મળવું સામાન્ય છે. ચારેય સ્ત્રીઓની આંખ સિવાય બધું ઢાંકેલું હોય હવે પાછળની ત્રણમાં સમજો કે ઉપરની વાર્તા પ્રમાણે કોઇ કવિયત્રી બેઠી હોય તો તેની દશા શું થાય? અને આ આજની પણ વાસ્તવિકતા છે. ફક્ત કાયદાને લીધે જ બીજે પુરૂષો બંધાયેલા છે જે અહિં નથી.
  ટુંકમાં મારું કહેવાનું એ છે કે સહન કરવાનો વારો સ્ત્રીઓને જ આવે.
  ઉપરનું લખાણ તે મારી આ સંસારની સમજ છે.
  બાકી હું તો પરમ પૂજ્ય ગાંધીજીએ પ્રબોધેલા યમ-નિયમમાં માનું છું જેમાં બ્રહ્મચર્ય પણ આવી જાય એટલે ઉપલી માથાકૂટ જ ઉભી ન થાય.

 11. મારા માતે નાયિકા એ એના પતિ ને પૂછવુ જોઈતુ હ્તુ કે “તમને કેમ ન ગમ્યુ?” આજ ની જનરેશન આવી બાબત માટે આવુ નહિજ કરે. અહિ વાત બેય ના અહમ ની છે, સંસાર ની ગાડી વગર એકસિડ્ન્ટ ચલાવવી હોય તો અહમ ને કિનારે મૂકી ને ગાડી હ્કારવી પડે, માટે નાયિકા અને નાયક બેયને અહમ મુક્વો પડે.

  • Chirag Patel says:

   Hemantgiri Bhai,

   I agree with you. So she was upset that her husband got mad at her for some third person (MALE) came to see her and appriciated her work and truly a fan of her work – Now lets change the shoes – what if some girl/women had came to see her husband as true fan of his work? Do you seriosuly think she would be OK with it? Who would have the husband called? His dad? HAHAHAHAHAHAHA….

   Thank you,
   Chirag Patel

   • Chriagbhai,

    It is pretty simple, if somebody is visiting someone they must respect time. Everybody needs their own space, that fan could have meed her again some another time the 2nd time; there are lots more which is to be consider i.e. both would have there duties to be performed next day and in this case the sleep hours would have lesser which would have then felt on work ….and so on
    So, IMO it is much more important to respect others time, irrespective of male or female fan. 🙂

    • dipti says:

     meet her second time???????
     one visit and everything was over is best situation. more visits will create more complications.

     the other man mentality is “I never knew someone is coming. you invite someone without discussing with me?

  • dipti says:

   Sonu told her mom the incident but didnot preffer to tell
   પછીયે એમણે વ્યંગમાં શું-શું કહ્યું, તે હું તને નથી કહેતી,
   so “તમને કેમ ન ગમ્યુ?” question must be included in discussion .
   sometimes reader has to read something between the lines.

 12. Himanshu Zaveri says:

  દરેક વ્યક્તિના પ્રતિભાવો યોગ્ય જ છે, પણ વ્યથા એ છે કે જ્યારે એ કથાવસ્તુ જેવી ઘટના આપણા જીવનમા ઘટે ત્યારે આપણે ખુદ જ એ ને અમલમા મુક્વાનુ ભલી જઈ ને ફક્ત આપણો પોતાનો જ અહમ પક્ડીને બસી જઈએ છીએ.

 13. હિમાન્શુભાઇ તમારી વાત અમુક હદે સાચી છે, પણ એ પણ હકીક્ત છે કે દરેક વખતે આ સાચુ નથી હોતુ. મારી પત્ની ૧૧ વરસ થી કલા ક્ષેત્રે છે અને અમે આમ કરતા નથી 🙂

 14. Vaishali Maheshwari says:

  Nice story.
  Trust and Understanding are the roots of any relation.
  Husband and Wife should develop strong mutual understanding and each one of the two should support one another to develop their respective hobbies.

  Enjoyed reading this story.
  Thank you Mr. Harishchandra.

 15. Nisha says:

  બહુ અઘરુ છે પચાવવુ આ પુરુષ પ્રધાન સમાજ મા. બધાય ને Best Luck for future.

  • Chirag Patel says:

   Hi Nisha,

   I disagree with you…. Shivery was long gone… this is 21st and about to be 22nd Century…. So she was upset that her husband got mad at her for some third person (MALE) came to see her and appriciated her work and truly a fan of her work – Now lets change the shoes – what if some girl/women had came to see her husband as true fan of his work? Do you seriosuly think she would be OK with it? Who would have the husband called? His dad? HAHAHAHAHAHAHA….

   Thank you,
   Chirag Patel

 16. પતિના વર્તન માટે નાયિકાનુ અનુમાન છે પતિ સાથે શાન્તિથી વાત કરી લેવાની જરુર હતી
  .એકદરે સરસ વાર્તા.
  કઇક આવા જ વિષયવાળી એક સરસ અગ્રેજી નવલકથા (WIFE – by MEG WOLITZER ) થોડા સમય પહેલા વાચી હતી. ત્રીસ વર્ષના સહચર્ય અને બે વયસ્ક બાળકો પછી પત્ની છુટાછેડા લેવાનુ નક્કી કરે છે! સ્ત્રીની મનોવ્યથા અને બલિદાનની સુદર અભિવ્યક્તિ આ નવલકથામા નિરુપણ થઇ છે. અત તો અતિ અદ્ ભુત છે!

 17. ઈન્દ્રેશ વદન says:

  સરસ વાર્તા.
  પરંતુ જો પતિ લેખક હોત, અને તેમની પ્રસંશક કોઈ મિની-સ્કર્ટ પહેરતી યુવતી હોત, અને બંને જો એમના ‘ભાવ વિશ્વ’ માં ભ્રમણ કરતા હોત, તો શું સોનુ ને ગમત??

  યુવતીઓ સ્વભાવથી ભોળી હોય છે, તેથી તેમને ‘પટાવવા’ માં આવે છે, તેમ કહેવાય છે. યુવકોને કોઇ પટાવતુ નથી.

  પતિઓને વગોવતો પરંતુ સારો લેખ.

 18. જિજ્ઞા ભાવસાર says:

  સરસ વાર્તા. અને વાંચકો ના અભિપ્રાયો પણ ખુબ સરસ.

 19. Megha Kinkhabwala says:

  પતિ અને પત્નિ નો સંબંન્ધ પ્રેમ, વિશ્વાસ અને સમજદારી ના પાયા પર રચાયેલો હોય છે. ઘણિ વાર અતિશય પ્રેમ શંકા અને ઈષ્યાને જન્મ આપતો હોય છે. આવા સમયે “effective communication” સહાયરૂપ બની શકે.

  દીકરી પોતાના દિલ ની વાત મા સાથે share નહિ કરે તો કોની સાથે કરશે!

 20. Chirag Patel says:

  WHAT? I am so lost – didn’t get the point or should I say punch line of this tory! I am pretty sure it ment well

  Thank you,
  Chirag Patel

 21. જીતેન્દ્ર તન્ના says:

  સરસ વાર્તા.
  પરંતુ જો પતિ લેખક હોત, અને તેમની પ્રસંશક યુવતી હોત, અને બંને જો એમના ‘ભાવ વિશ્વ’ માં ભ્રમણ કરતા હોત, તો શું સોનુ ને ગમત?? એ વાત પણ ચોક્કસ વિચારવા જેવી જ છે.

 22. Pragna says:

  This is the most common thing in whole world. ( there is no exception)

  The only difference is Indian woman won’t start thinking to ruin their married life (rather quit writing), while the others will be ready for “Divorce” if such a things happen to them & give the preference to their induviduality.

  • જોગીદાસ, સાઉદી અરેબિયા says:

   Yes, your observation is perfectly right.

   Indian ladies when they quit or sacrifice their heart break which in turn support animal instinct of man. All ladies who are self-sufficient should follow the law of equality and reply but should not transgress the limits.

 23. nim says:

  સરસ વાર્તા છે, આભાર.

  Nim

 24. BCShah (Australia) says:

  very good & touchy story but end was little short..but even then looks real..

 25. Ashish Dave says:

  If you cannot trust your wife (and vice versa) then what is a point of releationship?

  Ashish Dave
  Sunnyvale, California

 26. Rupa says:

  nice story, but the husband’s reaction shows his mentality, comeone…….. if u cannot trust your wife who is also mother of ur kids, then the realtionship will not survive for long………yes and it is the woman who usually sacrifices………but time is changing now………women need to wake up and fight for their existence, and well it should be appreciated that she fixed a time to meet a fan in presence of her husband………..

 27. mounang says:

  સરસ વાર્તા !!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.