પગલાં કોનાં ? – લાલજી કાનપરિયા

શેરીની ધૂળમાં આ પગલાં કોનાં હજી પડ્યાં છે ?
નીરખી નીરખી કોનાં આહીં લોચન બેઉ રડ્યાં છે ?

એક દિવસ કલબલતું ફળિયું
આજ હવે તો સૂનું
કાળ લસરકે ગયું ભૂંસાઈ,
દર્શન એક સલૂણું !

ટીપું વરસ્યાં વિના વાદળાં નભ વચ્ચે ગગડ્યાં છે !
શેરીની ધૂળમાં આ પગલાં કોનાં હજી પડ્યાં છે ?

મોસમ કેવળ એક હવે છે –
બળબળતો ઉનાળો
ડગલેપગલે વધ્યા કરે છે
તરસ્યુંનો સરવાળો !

જનમપત્રીમાં એક નહીં પણ ગ્રહો નવેય નડ્યા છે !
શેરીની ધૂળમાં આ પગલાં કોનાં હજી પડ્યાં છે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પદયાત્રી ગોખલેજી – અમૃતલાલ વેગડ
આ તો ઈશતણો આવાસ – કરસનદાસ માણેક Next »   

7 પ્રતિભાવો : પગલાં કોનાં ? – લાલજી કાનપરિયા

 1. sudhir patel says:

  લાલજીભાઈનું ખૂબ જ સુંદર ગીત માણવાની મજા આવી!
  સુધીર પટેલ.

 2. સુંદર કાવ્ય.

  સમયના નવા પગલાં પડ્યાં ને જુના પગલાં લુછાતા ગયા!

 3. nayan panchal says:

  શેરીમાં પગલાની છાપ તો જોઈ શકાય છે, ડામરિયા રોડ પાસે તો છાપને સાચવવાની ઉદારતા પણ નથી.

  ફળિયુ સૂનુ થઈ ગયુ, શહેર વસી ગયુ.

  સુંદર રચના,
  નયન

 4. Chintan says:

  વાહ..સુંદર કાવ્ય.

 5. કાનપરિયા સાહેબ પાસે ભણતા એ દિવસો યાદ આવિ ગયા ….હજુ પણ તેના વિધ્યાર્થિ હોવાનુ ગૌરવ છે સાહેબની રચનાઓ ની તાજગી ફરી તાજી થાય ગયી આ માટે રીડ ગુજરાતીનો ખુબ ખુબ આભર

 6. ટીપું વરસ્યાં વિના વાદળાં નભ વચ્ચે ગગડ્યાં છે !
  શેરીની ધૂળમાં આ પગલાં કોનાં હજી પડ્યાં છે ?

 7. ghanshyam says:

  લાલજીભાઈ,
  સુંદર કાવ્ય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.