શક્ય છે…..!!! – રેખા સરવૈયા

પીરસતાં થાળી જરીક દાળ છલકી જાય,
ગુસ્સે થવાને બદલે ત્યારે એ મલકી જાય !
છાની પીડાને પારખી શકે,
ઘૂંટાતી વેદનાને ચાખી શકે !
લાગણી અવ્યક્ત જાણી શકે,
જગજિતની ગઝલ માણી શકે !
મૌનની લિપિને જે ઉકેલી શકે,
સહજસ્પર્શે ભીતર જે ઉલેચી શકે !
આનંદમાં પૂર્ણત: ખીલી શકે !
ઉદાસીને એક ખભે ઝીલી શકે !
અજાણી કેડી પર ચાલી શકે !
ભેરુનો હાથ પણ ઝાલી શકે !
સઘળું મન વણબોલ્યે કળી શકે,
શક્ય છે…. મને એક જણ (એવું) મળી શકે !!!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આ તો ઈશતણો આવાસ – કરસનદાસ માણેક
હું – દિલહર સંઘવી Next »   

21 પ્રતિભાવો : શક્ય છે…..!!! – રેખા સરવૈયા

 1. bhav patel says:

  આવાં જોડકણા શા માટે? ગુજરાતી કવિતા આટલી નબળી અને ૧લા૨જા ધોરણના સ્તરે જ તમે રાખી છે છાપીને.

 2. Girish Parikh says:

  મોટે ભાગે મ્રુગેશભાઈ સુંદર ક્રુતિઓ જ આપે છે અને એ માટે એમને અભિનંદન આપું છું. આ ક્રુતિ નબળી છે. આવી ક્રુતિઓ પોસ્ટ કરવાથી સર્જકોને લાભ થવાને બદલે ગેરલાભ થશે એમ મને લાગે છે.
  -ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિઆ

 3. એ સાચુઁ છે કે આ કવિતાનુઁ પોત ખુબ જ નબળુઁ છે. કવિત્વનો અઁશ ખૂટે છે.

 4. છાની પીડાને પારખી શકે,
  ઘૂંટાતી વેદનાને ચાખી શકે !
  ………..
  મને એક જણ (એવું) મળી શકે !!!

  આમા “નબળુ” શુ છે? કોઇ મને સમજાવશે? દલપતતરામના જોડકણા સરળ શૈલીમા જ છે ને !

 5. brinda says:

  સહજતાથી લખાયેલી અને તરલ કવિતા. આજની નારી પોતાને શું ગમે, તે લાગણી વ્યક્ત કરે છે તેમાં કવિતાનું પોત મને તો ક્યાંય નબળું નથી લાગતું.

 6. Kaumudi says:

  સરળ રચના જે એક સ્ત્રીના મનની વાત સાહજીકતાથી રજુ કરે છે.
  મૌનની લિપિને જે ઉકેલી શકે,
  સહજસ્પર્શે ભીતર જે ઉલેચી શકે !

  મને આમા નબળાઇ જરાકેય નબળાઈ ન લાગી. એવી ઘણી અટપટી કવિતાઓ વાચી છે જેનો અર્થ ક્યારે ય ન સમજાયો હોય

 7. Jini says:

  It is nice one, simple yet covers the aspect of women’s mind.

  @ It is easy to say whether it is good or bad, but I think it is unfair to judge someone.

 8. Urvi Pathak says:

  કવિતાની ઉચ્ચત્તાની કસોટી અટપટાં શબ્દોના ભારમાં જ મપાઇ શકે ???
  ગુજરાતી સાદી સાડીના સૌદર્યને માપવા પાટણના પટોળે સજવવા પડે

  સ્ત્રીના સરળ ભાવ સાહિત્ય વિવેચક પાઘડીધરને ન સમજાય તો ય મૂલવવા રહ્યા
  વાચો ફરી છેલ્લી કડી- “મને એક જણ (એવું) મળી શકે” – અંતે વાત સાર્થક થઇ રહે

 9. Namrata says:

  સુન્દર કૃતિ. આમ્ તો હું કવિતા નથી વાંચતી પણ તમારી કવિતાની શરુઆત જોઈ ને વાંચી. keep writing!!

 10. Lata Hirani says:

  કવિતા એમની લાગણીની અભિવ્યક્તિ છે…. બસ આટલું પુરતું છે..

  રેખાબહેનનું ઇમેઇલ એડ્રેસ મળી શકે, મૃગેશભાઇ ? ઘણા વખતથી સઁપર્ક છુટી ગયો છે.. તમારી પાસે હોય તો મને મેલ કરશો ?

 11. nayan panchal says:

  ખૂબ સુંદર રચના.

  સૌને આવુ એક જણ મળે એવી પ્રભુપ્રાર્થના.
  આભાર,
  નયન

 12. ઈન્દ્રેશ વદન says:

  Hmm.. Why’s everyone getting emotional? This poem was not meant to be printed in a glossy book.
  I guess it was just meant for an SMS or email. 🙂
  Cool it and enjoy. It’s a pretty good writing.

 13. Gunvant says:

  અરે ભાઇ કવિતાની મજા માણો. દાળ છલકી જાય અને સામી વ્યક્તી ગુસ્સે થવાને બદલે ત્યારે એ મલકી જાય ! ખુશનશીબ હોય તેનેજ આવો અનુભવ થાય.
  મર્મ સમજો અને ખોટા વિવાદમાં ના પડો.

 14. hiral says:

  સરસ કવિતા. પણ આવુ સર્વગુણ સમ્પન્ કોઇ મલે તો સપનુ સમજવુ….તેમ છતા સૌને આવુ એક જણ મળે એવી પ્રાર્થના.

 15. Ashish Dave says:

  As usual another good poem from Rekhabehn…

  Ashish Dave
  Sunnyvale, California

 16. aarohi says:

  મને પણ કોઇ આવુ મળી જાય્ દરેક છોકરી સરળ છોકરો માન્ગે છે. nice poem. મને અઘરી અઘરી કવિતા નથી સમ્જાતી. આ સમજાઇ ગઇ. keep it up.

 17. kavita bhatt says:

  સુન્દર રચના…

 18. Kalpesh says:

  very nice

  keep it up !!!!

  શક્ય છે

 19. dipti says:

  કવિતા હળવી હોય કાં ગહન હોય.
  આ કવ્યની વિશિશ્ટ્તા એ છે કે કવયિત્રિનું આલેખન શરુઆતમાં આભાસ કરાવે છે કે પોતના પ્રિય પાત્રની વાત KA RE CHHE.
  WELL, MY GUJARATI KEYBOARD STOP WORKING.

  પીરસતાં થાળી જરીક દાળ છલકી જાય,
  ગુસ્સે થવાને બદલે ત્યારે એ મલકી જાય !

  SO COMMON YET HAPPENING MOMENT MAKES US THINK THAT HER priy-patra JUST DID IT.

  BUT AT THE END IT COMES OUT THAT SHE IS EXPRESSING HER DREAM OF LIFE ABOUT SOMEONE .
  AT LEAST I THOUGHT THAT WAY.

 20. panna says:

  dear rekhaben,

  i like your poem very much.what does a woman want? yes,she wants such a man with the heart.
  thanks for giving nice heart touching poem.

 21. vipul parmar says:

  વિશ્વમાં આમ તો બધુ શક્ય છે, પણ આ કાવ્યની પહેલી બે પંક્તિને બાદ કરીને પુરુ કાવ્ય કોઈ પુરૂષ માટે હોય તો શું શક્ય છે ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.