સોનામાં સુગંધ – અવંતિકા ગુણવંત

[‘સહજીવનનું પ્રથમ પગથિયું’ પુસ્તકમાંથી સાભાર. શ્રીમતી અવંતિકાબેનનો (અમદાવાદ) આપ +91 79 26612505 પર સંપર્ક કરી શકો છો.]

‘મમ્મી, લે આ તારા માટે.’ કહીને અર્પણે સોનાની ચાર બંગડીઓ સંતોષબહેનના હાથમાં પહેરાવવા માંડી. સંતોષબહેન નવીનકોર ઝગારા મારતી બંગડીઓ મૂંઝવણથી જોઈ રહ્યાં. એમણે પૂછ્યું, ‘આ નવી બંગડીઓ મને કેમ પહેરાવે છે ? હવે તો તારે આકાંક્ષાને દાગીના ઘડાવી આપવાના હોય, મને નહીં. તારે એની હોંશ પૂરી કરવાની હોય.’
‘મમ્મી, આ હું એની જ હોંશ પૂરી કરું છું. જ્યારે એણે જાણ્યું કે અમારાં લગ્ન વખતે એની બંગડીઓ ઘડાવવા તેં તારી બંગડીઓ ઉતારી આપી હતી ત્યારે જ એણે કહ્યું હતું કે મમ્મીને આપણે વહેલામાં વહેલી તકે નવી બંગડીઓ કરાવી આપવી જોઈએ. એથી તો લગ્ન પછી અમે માથેરાન ફરવા જવાનાં હતાં એ કેન્સલ કર્યું. એ પૈસા બચ્યા અને લગ્ન પહેલાં આકાંક્ષા જોબ કરતી હતી એની એ બચત ઉપરાંત આકાંક્ષાએ લોન લીધી અને આ ચાર બંગડીઓ ઘડાવી.

સંતોષબહેન તો આભાં જ બની ગયાં. દીકરાને પોતાની માને બંગડીઓ ઘડાવી આપવાનું મન થાય પરંતુ વહુ એમાં પોતાનો સાથ સહકાર આપે ! વહુએ તો હજી હમણાં જ આ ઘરમાં પગ મૂક્યો છે; એને મારો શું પરિચય ? તોય એણે એની પોતાની બચતના પૈસા કાઢ્યા ને ઉપરાંત લોન લીધી અને હનીમૂન પર ના ગયાં. આખી જિંદગીમાં હવે ફરીવાર હનીમૂન પર જવાની તક આવવાની નથી. દામ્પત્યજીવનના આરંભના એ દિવસો કેવા વિસ્મય કુતૂહલ અને રોમાંચથી ભરપૂર હોય ! બેમાંથી એક થવાની એ અનન્ય અદ્દભુત અનુભૂતિ કુદરતના સાંનિધ્યમાં માણવાની એ તક મને બંગડીઓ ઘડાવી આપવા ખાતર જતી કરી.

સંતોષબહેન દ્રવી ઊઠ્યાં. એ બોલ્યાં, ‘બેટા, મેં તો મારી બે જ બંગડીઓ આપી હતી ને તેં ચાર બંગડીઓ અને જડતરકામવાળી ?’
અર્પણ બોલ્યો, ‘મમ્મી, મા-દીકરા વચ્ચે બે ને ચારનો હિસાબ ન હોય.’ સંતોષબહેન આગળ કંઈ ન બોલ્યાં, પણ મનોમન એમનાથી એમના મોટા દીકરા નચિકેત અને એની વહુ રવીના સાથે અર્પણ અને આકાંક્ષાની સરખામણી થઈ ગઈ. નચિકેતના લગ્ન સમયે એમણે જ્ઞાતિના રિવાજ મુજબ રવીનાને દાગીનો ઘડાવી આપવા પાંચ તોલાની સગવડ રાખી હતી, પરંતુ રવીનાએ સાત તોલાનો દાગીનો પસંદ કર્યો.

સંતોષબહેનની પહોંચ ન હતી કે બીજા બે તોલા ખરીદી શકે. તેથી એમણે ઘરમાં પહેરવાની પોતાની બે બંગડીઓ ઉતારીને આપી હતી. નચિકેતના લગ્નને ચાર વર્ષ થઈ ગયાં પણ એ પોતાના માટે બે બંગડીઓ ઘડાવી શક્યાં ન હતાં. એ વાત અર્પણના ખ્યાલમાં હતી. એ જોઈને સંતોષબહેનની આંખો ભીંજાઈ ગઈ. આ વાત અર્પણે આકાંક્ષાને કરી હશે તેથી તો તેઓ ચાર બંગડીઓ ઘડાવી લાવ્યાં અને કેવી કલાત્મક ! આવી તો કદી સ્વપ્નમાં ય જોઈ ન હતી. એમને આકાંક્ષા પર હેત ઊભરાઈ આવ્યું. આકાંક્ષાએ લગ્ન સમયે દાગીના ઘડાવવાની જ ના પાડી હતી. એ બોલી હતી, ‘મમ્મી, દાગીનાનો શોખ જ નથી.’
ત્યારે સંતોષબહેને કહ્યું હતું, ‘કુંવારી છોકરીઓ ના પહેરે તો ચાલે, પણ પરણ્યા પછી દાગીના પહેરવા પડે. ઘરનું સારું દેખાય ને શૃંગારથી રૂપ અનેકઘણું વધી જાય.’ આ સાંભળી ખૂબ વિવેકથી આકાંક્ષા બોલી હતી, ‘મમ્મી, આપણાં વિનય-વિવેક-સંસ્કારથી ઘરનું સારું જ દેખાય છે, ને દાગીનાથી મળેલા રૂપને શું કરવાનું ? એવા રૂપની ક્ષણભંગુરતા આપણે ક્યાં નથી જાણતાં ?’

આકાંક્ષાની આ વાત સાંભળી સંતોષબેન રાજી રાજી થઈ ગયાં હતાં. પણ ત્યારે એમને ખ્યાલ ન હતો કે આકાંક્ષા જે બોલી એ હૃદયપૂર્વક માને છે. એને દાગીનાનો મોહ નથી, એ આટલી ઉદાર છે ! આકાંક્ષા જોબ કરે છે તોય સવાર-સાંજ રસોડામાં મદદ કરાવે છે. રજાના દિવસે ઘરનાં વધારાનાં કામ કરે છે. આ જોઈને એનાં જેઠાણી રવિના કહે, ‘તું કમાય છે તોય શું કામ આ બધાંની ગુલામી કરે છે ? એમને ખુશ રાખવાની તારે શી જરૂર ?’
આકાંક્ષા કહેતી, ‘ભાભી, હું કમાઉં છું એ સાચું, પણ એથી કરીને મારાથી એમના તરફ બેપરવા તો ન જ થવાય. એ આપણાં વડીલ છે. આપણાં માનનાં અધિકારી છે. એ છે તો આપણને કેટલી નિરાંત છે !’ ભારતીય સ્ત્રી લગ્ન કરીને પતિને જ નહીં, પતિ સાથે એના આખા કુટુંબને અપનાવે છે. સુપ્રસિદ્ધ કવયિત્રી નલિની મડગાંવકરનું ગીત એના હૈયે હોય છે :

હું જીવીશ વૃક્ષ જેમ
ફૂલોની સૌરભ પાથરીને
પંખીનો ટહુકો સાચવીને
આકાશનો મંત્ર ઝીલીને
હું નારી નખશિખ નારી.

આકાંક્ષા જોબ કરે છે, કમાય છે પણ એનું એને અભિમાન નથી. પૈસા કરતાં પ્રેમનું મૂલ્ય એને મન મોટું છે, એટલે તો સાસુની બંગડીઓ કરાવવા એ પોતાની બચત વાપરી નાખે છે અને લોન લે છે. બંગડીઓ હાથમાં પહેરીને સાસુને તો આનંદ થયો જ, પણ એ બંગડીઓ કરાવી આપવામાં આકાંક્ષાએ જે ધન્યતા અનુભવી એ તો અવર્ણનીય છે. વહુ જો આવી ઉદાર હોય તો પૃથ્વી પર સ્વર્ગ ઊતરે, વૃદ્ધાશ્રમની ક્યાંય જરૂર જ ન પડે.

આવી જ વાત છે ક્ષિપ્રાની. એનાં સાસુને અકસ્માત થયો. ઑપરેશન કરાવવું પડ્યું. ઘરમાં બીજી બે વહુઓ હતી પણ ક્ષિપ્રા રાત-દિવસ સાસુ પાસે રહેતી ને સેવા કરતી. એના સસરાએ કહ્યું, ‘આપણે બાઈ રાખીએ.’ ક્ષિપ્રા કહે, ‘બાનું કામ હું કરીશ.’ સસરા કહે, ‘આ તો વૃદ્ધ શરીર છે. ઊભાં થતાં મહિનાઓ થશે. ઝાડો-પેશાબ કરાવવાનાં.’
‘બધું જ હું કરીશ.’ ક્ષિપ્રાએ મક્કમ સ્વરે કહ્યું. સાસુ જાણે નાનું બાળક હોય એમ એ સાસુનાં કપડાં બદલાવતી, માથું ઓળતી, કોળિયા ભરીને ખવડાવતી, સાસુને પથારીમાં કંટાળો ન આવે માટે કંઈ કેટલીય અલકમલકની વાતો કરતી, રમૂજી ટુચકા કહીને હસાવતી. ચપચપ અંગ્રેજી બોલતી, બોયકટ વાળ ને જીન્સ પહેરતી વહુ આટલી પ્રેમાળ, સેવાભાવી ! ક્ષિપ્રાનાં સાસુ તો નવાઈ પામતાં જાય છે ને હૃદયના ઊંડાણમાંથી આશિષ આપતાં જાય છે.

હજી આપણે ત્યાં આવી વહુઓ છે તેથી જ સુખનો અહેસાસ થાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રવાસના ઉત્તરાર્ધે – ગિરીશ ગણાત્રા
થોડો ટેકો રહે ને ! – વ્રજેશ આર. વાળંદ Next »   

18 પ્રતિભાવો : સોનામાં સુગંધ – અવંતિકા ગુણવંત

 1. Chirag Patel says:

  This artical is posted again… WHY? “Aaketa Kappor” – My two cents….

  Thank you,
  Chirag Patel

 2. સુંદર વાત. સમજણ હોય તો કોઇ પણ સંબંધ ટકી શકે.

 3. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ.

 4. trupti says:

  તાજેતર મા આજ સાઈટ પર જ આ વાર્તા વાચિ હતી તોય આજે પાછિ વાચવાની મઝા પડી.

 5. Nishva Mehta says:

  પૈસા કરતાં પ્રેમનું મૂલ્ય મોટું છે………….ખરેખર…really very very nice story……

 6. rajnichheda says:

  ખુબ સરસ.

 7. nayan panchal says:

  સરસ લેખ.

  આભાર,
  નયન

 8. shruti.maru from surat says:

  ખુબ સરસ લેખ છે. મહત્વ નાં પૈસા નથી મહત્વનું વડીલ પ્ર્ત્યેનુ માન,અને પ્રેમ છે.
  જો દરેક વહુ આ રીતે વિચારે તો સાસુ-વહુ નો સંબંધ દુનિયા માં સુન્દર સંબંધ બની જશે.

  ખુબ આભાર લેખિકાજી સુંદર વાર્તા બદલ

 9. Riya says:

  when we give love, we always receive love. simple math of life.

 10. yatish says:

  It is not the same everywhere…There are couples all over the world, takes care of their parents as if they are Gods..Always there are two sides of a coin and truths for someone may be untruth for other and vice versa

  yatish

 11. Jigisha Jariwala says:

  Hope that this story is based on real life… !

 12. Kinchit says:

  Good.

  Thank you,
  Kinchit

 13. dipti says:

  ‘મમ્મી, આ હું એની જ હોંશ પૂરી કરું છું. જ્યારે એણે જાણ્યું કે અમારાં લગ્ન વખતે એની બંગડીઓ ઘડાવવા તેં તારી બંગડીઓ ઉતારી આપી હતી ત્યારે જ એણે કહ્યું હતું કે મમ્મીને આપણે વહેલામાં વહેલી તકે નવી બંગડીઓ કરાવી આપવી જોઈએ

  after reading upper lines now read lines below.

  એમનાથી એમના મોટા દીકરા નચિકેત અને એની વહુ રવીના સાથે અર્પણ અને આકાંક્ષાની સરખામણી થઈ ગઈ. નચિકેતના લગ્ન સમયે એમણે જ્ઞાતિના રિવાજ મુજબ રવીનાને દાગીનો ઘડાવી આપવા પાંચ તોલાની સગવડ રાખી હતી, પરંતુ રવીનાએ સાત તોલાનો દાગીનો પસંદ કર્યો.
  સંતોષબહેનની પહોંચ ન હતી કે બીજા બે તોલા ખરીદી શકે. તેથી એમણે ઘરમાં પહેરવાની પોતાની બે બંગડીઓ ઉતારીને આપી હતી. નચિકેતના લગ્નને ચાર વર્ષ થઈ ગયાં પણ એ પોતાના માટે બે બંગડીઓ ઘડાવી શક્યાં ન હતાં. એ વાત અર્પણના ખ્યાલમાં હતી. એ જોઈને સંતોષબહેનની આંખો ભીંજાઈ ગઈ. આ વાત અર્પણે આકાંક્ષાને કરી હશે તેથી તો તેઓ ચાર બંગડીઓ ઘડાવી લાવ્યાં અને કેવી કલાત્મક
  something is mismatched. Santoshben sacrifice her bangles for Aakanksha or Ravina?

 14. MARDAV VAIYATA says:

  very good article.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.