જીવન : એક ખેલ – અનુ. કુન્દનિકા કાપડીઆ

[જેની 27થી વધુ આવૃત્તિઓ થઈ છે તેવી 30 પાનની નાનકડી પુસ્તિકા ‘જીવન : એક ખેલ’ મૂળમાં ફલોરેન્સ સ્કોવેલ શિનના પુસ્તક ‘ધ ગેમ ઑફ લાઈફ ઍન્ડ હાઉ ટુ પ્લે ઈટ’ (1925)નો સંક્ષિપ્ત અનુવાદ છે. અગાઉ આ પુસ્તિકાનું પ્રથમ પ્રકરણ આપણે 2007માં માણ્યું હતું. હવે માણીએ વધુ બે પ્રકરણ. આ પુસ્તિકા મેળવવા માટે : કુસુમ પ્રકાશન, અમદાવાદ ફોન : +91 79 26600959 પર સંપર્ક કરવો.]

[1] શબ્દની શક્તિ

Picture 017જે માણસ શબ્દની શક્તિને ઓળખે છે, તે વાતચીતમાં ઘણો સાવધ રહે છે. પોતાના ઉચ્ચારેલા શબ્દો વડે માણસ સતત પોતાને માટે નિયમો બનાવતો રહે છે. હું એક માણસને ઓળખું છું. તે હંમેશા કહેતો : ‘હું જેવો સ્ટોપ પર પહોંચું કે હંમેશાં બસ ઊપડી જ ગઈ હોય છે.’ એની દીકરી કહેતી : ‘મેં કોઈ દિવસ બસ ગુમાવી નથી. જેવી હું સ્ટોપ પર પહોંચું કે બસ આવી જ હોય છે.’ આવું વરસો સુધી ચાલેલું. એ બંનેએ પોતાના જુદા નિયમો બનાવેલા : એકે નિષ્ફળતાનો, બીજાએ સફળતાનો.

અંધશ્રદ્ધા કે વહેમ પાછળ આ જ માનસ કામ કરતું હોય છે. લોકો કેટલીક વસ્તુને શુકનિયાળ ને બીજી વસ્તુઓને અપશુકનિયાળ લેખતા હોય છે. પણ ખરી રીતે તો દરેક વસ્તુ પાછળ ભગવાનની શક્તિ જ આવી રહેલી હોય છે, અને તેથી કોઈ વસ્તુ અપશુકનિયાળ નથી, કશું જ અનિષ્ટ નથી. મારી એક મિત્રને નિસરણી હેઠળથી ચાલતાં ખૂબ ડર લાગતો. મેં તેને કહ્યું, ‘તું ભય પામે છે તેનો અર્થ એ કે તું બે સત્તામાં માને છે : શુભની અને અશુભની. પણ પરમાત્મા એક જ છે, તે શુભ છે. માણસ પોતે પોતાના ખ્યાલથી અશુભ ઊભું કરે છે. અશુભની પોતાની કોઈ શક્તિ નથી, તેવું તું માનતી હો તો નિસરણી હેઠળથી ચાલી જો.’ ત્યાર પછી તરતમાં તેને બેન્કમાં જવાનું થયું. સેફ ડિપોઝિટ વૉલ્ટમાં તેને પોતાનું ખાતું ઉઘાડવું હતું. પણ વચ્ચે નિસરણી મૂકેલી હતી. તે ભયથી પાછળ રહી ગઈ, ને બહાર નીકળી આવી. રસ્તા પર ચાલતાં તેને મારા શબ્દો યાદ આવ્યા અને તે પાછી ગઈ. તેણે નિસરણી હેઠળથી જવાનો નિશ્ચય કર્યો. આ તેના માટે એક મોટી ક્ષણ હતી. કારણ કે આખી જિંદગી તે આ ભયમાં પકડાયેલી હતી. તે પોતાના ખાના તરફ જવા આગળ વધી અને આશ્ચર્ય ! નિસરણી ત્યાં હતી જ નહિ. આવું ઘણી વાર બને છે. માણસને જેનો ભય લાગે તે કરવાનું તે નક્કી કરે, તો પછી તે બાબત ત્યાં રહેતી જ નથી.

આ અ-વિરોધનો નિયમ છે, જેને બહુ ઓછા લોકો સમજે છે. ભયની સ્થિતિનો નિર્ભયતાથી સામનો કરો, અને સામનો કરવા માટે પરિસ્થિતિ રહેતી જ નથી. પોતાના જ વજનથી તે તૂટી પડે છે. ઉપરના કિસ્સાનો ખુલાસો એ છે કે ભયને કારણે એ સ્ત્રીના માર્ગ પર નિસરણી આકર્ષાઈ હતી, નિર્ભયતાએ એને હટાવી દીધી. આમ, ‘ન દેખાતાં પરિબળો’ માણસની જાણ બહાર કામ કરતાં હોય છે. શબ્દોની આંદોલનાત્મક શક્તિને લીધે માણસ જે કોઈ શબ્દબદ્ધ કરે, તે તેના ભણી આકર્ષાઈ આવે છે. માણસ એક વાર શબ્દની શક્તિ સમજે, પછી તે શબ્દો વિશે અસાવધ રહી શકતો નથી. મારી એક મિત્ર ઘણી વાર ફોન પર કહે છે : ‘તું આવ તો આપણે ગપ્પાં મારીશું.’ આ ‘ગપ્પાં’ એટલે પાંચસોથી હજાર વિનાશક શબ્દોનો એક કલાક, જેમાં દુ:ખ, રોદણાં, માંદગીની જ વાતો મુખ્યત્વે હોય છે.

એક જૂની કહેવત છે કે માણસે પોતાના શબ્દો ત્રણ હેતુઓ માટે વાપરવા જોઈએ : સાજા કરવા, આશીર્વાદ આપવા અથવા સમૃદ્ધ થવા. તે કોઈનું ‘ખરાબ નસીબ’ ઈચ્છે, તો પોતાના માટે જ ખરાબ નસીબ નોતરે છે. સફળતા ઈચ્છે તો પોતાની જ સફળતા ભણી આગળ વધે છે. સ્પષ્ટ દર્શન અને ઉચ્ચારિત શબ્દો વડે શરીરનો કાયાકલ્પ કરી શકે છે અને રોગ સંપૂર્ણપણે ભુંસાઈ જાય છે. શરીરને સાજું કરવા માટે મનને સાજું કરવું જોઈએ. આ મન એટલે અર્ધજાગ્રત ચિંતા જેને ‘ખોટા વિચારો’થી સદા બચાવતા રહેવું જોઈએ. બધી માંદગી અને દુ:ખ પ્રેમના નિયમનો ભંગ કરવામાંથી આવે છે, એમ કહીએ તો ખોટું નથી. રંગભૂમિ પર કામ કરતી એક સફળ અભિનેત્રીને તેના જૂથના એક દ્વેષી માણસને લીધે કામમાંથી રજા મળી. તેનું મન એ માણસ પ્રત્યે ગુસ્સા ને ધિક્કારથી ભરાઈ ગયું. પણ તેણે કહ્યું : ‘ઓ ભગવાન, એ માણસને હું ધિક્કારવા લાગું એવું ન થવા દેતો.’ કલાકો સુધી એકાંતમાં તેણે આ ભાવ ઘૂંટ્યો. તેના હૃદયમાં એ માણસ પ્રત્યે, પોતાની જાત પ્રત્યે, દુનિયા પ્રત્યે શાંતિનો ભાવ પથરાયો અને ત્રીજા દિવસે તો, તેને ઘણા દિવસથી પીડતા ત્વચારોગનો પણ અંત આવ્યો.

સતત ટીકા કરવાથી રૂમેટિઝમ-સંધિવા થાય છે. અસંવાદી ટીકાભર્યા વિચારો લોહીમાં અકુદરતી દ્રવ્યો જમા કરે છે જ. સાંધાઓમાં સ્થિર થઈ રહે છે. ઈર્ષ્યા, ધિક્કાર, ક્ષમાનો અભાવ, ભય વિવિધ રોગો જન્માવે છે. ક્ષમાશીલતાનો અભાવ એ રોગનું બહુ મોટું કારણ હોય છે. એ નસોને કે લિવરને સખત બનાવી દે છે, આંખની દ્રષ્ટિને અસર કરે છે. આથી જાગ્રત પ્રબુદ્ધ માણસ પાડોશીઓ પ્રત્યેના પોતાના વ્યવહારને સંપૂર્ણ સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે. તે દરેક ભણી શુભેચ્છા ને આશીર્વાદ પ્રસારે છે અને તમે જો કોઈ માણસ પ્રત્યે આશીર્વાદનો ભાવ સેવો, તો તે માણસ તમારું ક્યારેય નુકશાન કરી શકતો નથી. ટૂંકમાં પ્રેમ અને શુભેચ્છા અંદરના શત્રુઓનો નાશ કરે છે અને તેથી બહાર પણ કોઈ શત્રુઓ રહેતા નથી. કારણ જેવું અંદર હોય છે તેવું જ બહાર હોય છે.

[2] બોજો ફેંકી દો

જીવનની લડાઈઓ લડવાનું કામ માણસમાં જે ભગવત-મન રહેલું છે, તેને સોંપાયેલું છે. માણસે પોતે તો માત્ર શાંત બની રહેવાનું હોય છે, પ્રતીક્ષા કરવાની હોય છે. તેનું તર્કબુદ્ધિ ધરાવતું મન તો ઘણું મર્યાદિત હોય છે. ભય ને શંકાથી ભરેલું હોય છે. આથી તેણે પોતાનો બોજો ભગવત-મનને સોંપી દઈ; હળવા થઈ જવું જોઈએ. પોતાનો બોજો પોતે ઊંચકવો, એ નિયમનો ભંગ છે. એક સ્ત્રી વર્ષોથી દુનિયા પ્રત્યે નફરતનો બોજો લઈને ફરતી હતી. તેણે એક દિવસે કહ્યું, ‘મારો આ બોજો હું અહીં બેઠેલા ભગવાનને સોંપી દઉં છું.’ સર્વશક્તિમાન ભગવત-ચેતનાએ એના અર્ધજાગ્રત મનને પ્રેમથી ભરી દીધું અને તેનું આખું જીવન જ પલટાઈ ગયું.

પરમ ચેતના સમક્ષ આ નિવેદન ફરી ફરી, ઘણી વાર તો કલાકો સુધી મૌનપણે અથવા મોટેથી નિશ્ચયત્મકતાથી કરતા રહેવું જોઈએ. મેં નોંધ્યું છે કે બોજો ફેંકી દીધા પછી થોડા વખત પછી આપણી દષ્ટિ ચોખ્ખી બને છે. હું મારો બોજો ભગવાનને સોંપી મુક્ત થાઉં છું. એમ ફરી ફરી કહેતાં દષ્ટિની સ્પષ્ટતા અને હળવાશ અનુભવાય છે અને થોડા જ વખતમાં ‘શુભ’નો મૂર્ત સ્વરૂપમાં આવિર્ભાવ થાય છે – પછી એ આરોગ્ય હોય, આનંદ હોય કે સાધનસામગ્રી હોય. ઘણીવાર મોટો અવિષ્કાર થતાં પહેલાં બધું જ અવળું પડતું હોય એમ ભાસે છે, ઊંડી હતાશા મનને ઘેરી વળે છે પણ એ તો અર્ધજાગ્રત મનમાં લાંબા સમયથી ઘરબાયેલાં પડેલાં ભય ને શંકા સપાટી પર આવવાને કારણે બને છે અને એ સપાટી પર નાબૂદ થવા માટે જ આવ્યાં છે. કોઈ કદાચ પૂછે : ‘આ અંધારામાં ક્યાં સુધી રહેવું પડે ?’ મારો જવાબ છે : ‘અંધારામાં ‘જોઈ શકીએ’ ત્યાં સુધી.’ અને બોજો ફેંકી દેવાથી માણસ અંધારામાં પણ જોઈ શકે છે. અર્ધજાગ્રત મન પર કોઈ પણ બાબત અંકિત કરવા માટે સક્રિય શ્રદ્ધા હંમેશાં ખૂબ જરૂરી છે.

કશીક ગેરસમજને કારણે એક સ્ત્રી અને તેના પતિ છૂટાં પડી ગયાં હતાં. સ્ત્રી તેના પતિને ખૂબ ચાહતી હતી, પણ પતિ સમાધાન માટે કેમેય તૈયાર થતો નહોતો. તે તો તેની સાથે વાત કરવાનો જ ઈન્કાર કરતો. આધ્યાત્મિક નિયમની તે સ્ત્રીને જાણ થતાં તેણે જુદાઈની પરિસ્થિતિનો જ ઈન્કાર કર્યો. તેણે કહ્યું, ‘ભગવત ચેતનામાં કોઈ જુદાઈ નથી, જે પ્રેમ અને સાથ દિવ્ય ચેતનાએ મારે માટે નિર્મ્યાં છે તેનાથી મને કોઈ અલગ કરી શકે નહિ.’ તેણે આ બાબતમાં સક્રિય શ્રદ્ધા દર્શાવી, રોજરોજ તે જમવાના ટેબલ પર તેના પતિ માટે જગ્યા રાખતી, અને એ રીતે અર્ધજાગ્રત મન પર પતિના પાછા ફરવાનું ચિત્ર અંકિત કરતી. એક વર્ષ વીતી ગયું. તે શ્રદ્ધામાંથી જરા પણ ડગી નહિ, અને ‘એક દિવસ તે ઘરે આવ્યો.’ અર્ધજાગ્રત મન પર પ્રભાવ પાડવા માટે સંગીત પણ એક વિશેષ સાધન છે. સંગીતના લય અને સંવાદ સાથે આવતા શબ્દો ઘણા શક્તિશાળી બની જાય છે.

સુખ અને શાંતિ પામવા માટે માણસે પોતાના અર્ધજાગ્રત મનમાંથી બધા ભય ભૂંસી નાખવા જોઈએ. માણસના પોતાના ભયને લીધે જ વસ્તુ ભયાનક બનતી હોય છે. માણસે પોતાનું દરેક કાર્ય તે ભયમાંથી ઉદ્દભવે છે કે શ્રદ્ધામાંથી, તે તપાસતા રહેવું જોઈએ. કોઈ વાર માણસને વ્યક્તિનો ભય લાગતો હોય છે. એવે વખતે જેનાથી ભય લાગતો હોય તે લોકોને મળવાનું ટાળવું નહિ. પ્રસન્નતાથી તેમને મળવું. તેઓ કાં તો તમારા ‘શુભ’ની સાંકળમાં એક સોનેરી કડી બનશે કે પછી અનાયાસ તમારા માર્ગમાંથી ખસી જશે. રોગ કે જંતુનો ભય લાગતો હોય તો રોગભરપૂર પરિસ્થિતિમાં નિર્ભય થઈને વિચરવું. તમે રોગથી અસ્પર્શ્ય રહેશો. તમારાં આંદોલનો અને જંતુનાં આંદોલનો સમાન સ્તરે ચાલતાં હોય તો જ તમને જંતુઓ ત્રાસરૂપ બની શકે છે અને જંતુની ભૂમિકાએ માણસને ખેંચી જનાર વસ્તુ છે ભય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મોટા જ્યારે હતા નાના – યશવંત મહેતા
હાસ્યથી રુદન સુધી – નિર્મિશ ઠાકર Next »   

14 પ્રતિભાવો : જીવન : એક ખેલ – અનુ. કુન્દનિકા કાપડીઆ

 1. dr sudhakar hathi says:

  good artical use minimum word use word for blesing and for health

 2. nayan panchal says:

  ઉપયોગી લેખ. આપણા અર્ધજાગ્રત મનને શબ્દો અને સ્વસૂચના વડે આંતરિક સુખશાંતિ માટે પોગ્રામ કરી શકાય. અને લેખમાં કહ્યુ છે તેમ, પ્રેમ અને શુભેચ્છા અંદરના શત્રુઓનો નાશ કરે છે અને તેથી બહાર પણ કોઈ શત્રુઓ રહેતા નથી. કારણ જેવું અંદર હોય છે તેવું જ બહાર હોય છે.

  મનુષ્ય રાગ,દ્રૈષ, મોહ-માયા, અસલામતીની લાગણી, ઇર્ષા, માલિકીભાવ જેવા અનેક બોજાઓ લઈને ફર્યા કરે છે. બધા મગજના જ ખેલ છે. સ્થૂળ મગજને તો આપણે જોઇ શકીએ છીએ, કાલે કદાચ વિજ્ઞાન એટલુ આગળ વધી પણ જાય કે જાગ્રત મનને થોડા ઘણા અંશે કાબૂમા કરી લે. પરંતુ જો અર્ધજાગ્રત મન આ બધા બોજાઓમાંથી મુક્ત થઈ જાય તો કલ્યાણ થઈ જાય.

  ખૂબ સરસ લેખ, આભાર,
  નયન

 3. ખુબ જ સુંદર.

  આ પુસ્તિકા મને મારા માસીની દીકરી દ્વારા મળેલું ને ત્યાર પછી સાથે રાખવાનું શરુ કર્યુ છે. જ્યારે નિરાશ હોઉં કે કોઇ પરિસ્થિતિમાંથી માર્ગ ન મળતો હોય તો આ પુસ્તિકાનો સહારો લઉ છું.

 4. kunjan says:

  સરસ વાત,

  શબ્દ નુ મુલ્ય સોના જેવુ હોય, ફરક એટલો કે સોના નુ મુલ્ય બદલાય પણ શબ્દ નુ નહી.

 5. Rajni Gohil says:

  આ નાનકડી પુસ્તિકા ‘જીવન : એક ખેલ મને એટલી બધી ઉપયોગી લાગી કે મેં ૬૦ જેટલી પુસ્તિકા મિત્રો, સ્વજનો, રસ્તે ચાલતા કે બસમાં મુસાફરી કરતાં અનામી લોકોને ભેટ આપી છે. અને એથી પણ વધારે મિત્રો અને સ્વજનોને આ પુસ્તિકા વાંચવાની ભલામણ કરી છે. મેં પોતે પણ પ્રામાણિક પણે આ પુસ્તિકા પ્રમાણે વિચારવાનું અને જીવન જીવવાનો સફળતા પુર્વક પ્રયત્ન કર્યો છે અને તેને લીધે મારું જીવન વધારે સુંદર અને આનંદદાયક બન્યું છે.

  I always read articles on positive thinking and try to implement them in my daily life. Positive thinking has tremendous power. No one can learn swimming without jumping into the water of river or lake or sea.

  કુન્દનિકાબેન કાપડીઆને અભિનંદન આપીએ તેટલા ઓછા છે. કુન્દનિકાબેને આપણને ઉત્તમ પ્રકારનો રસ્તો બતાવી દીધો છે હવે તે સત્યના રસ્તે પ્રયાણ કરી આપણું જીવન સાર્થક કરવાની પ્રભુ સૌને પ્રેરણા અને હિમ્મત આપે એ જ અભ્યર્થના.

 6. Veena Dave, USA says:

  ખુબ સરસ. જીવનમા ઉપયોગી થાય એવો લેખ.

 7. જય પટેલ says:

  બંન્ને કણિકાઓ ઉત્તમ.

  શબ્દની શકિતમાં…..
  ક્ષમાશીલતાનો અભાવ એ રોગનું બહું મોટું કારણ હોય છે.
  ( સાઈકોલોજીની દ્રષ્ટિએ તદ્દન સત્ય છે. )
  Your mind keep focusing on the incident which might have irritated you.
  ક્ષમાસ્ય વીરસ્ય.

  ક્ષમા એ તો વીરોનું આભુષણ છે.
  મહાવીર…ઈસુ ખ્રિસ્ત….મહાત્મા ગાંધી

  ઉત્તમ પુસ્તિકા સાથે પરિચય કરાવવા માટે આભાર.

 8. Tejal Thakkar says:

  આ પુસ્તક મને મારી ખાસ મિત્ર હિરલ વ્યાસ, “વાસંતીફૂલ”, ઍ ભેટમાં આપેલુ. ખુબ જ સુંદર છે ખરેખર……..આભાર કુન્દનિકા કાપડીઆ અને હિરલ તારો પણ આભાર…

 9. paulomee says:

  અદ્ભુત્!!!!!!!!!

 10. paresh antani says:

  ખરેખર આ લેખ ખુબ સરસ છે. positive thinking AAPNA SARIR MANN AVVAYTI MANDGIO NU KARAN MANN ANA TAMA AVYATA NABLA VICHRO CHHE. KAM TARANG HATHI BARABAR NA??

 11. Usha Ghelani says:

  ખુબ જ સરસ !!

 12. Smita Kamdar says:

  જીવન એક ખેલ – આ પુસ્તક પદ્માબહેને (મારા ફ્રેઁડ ) મને વાઁચવા આપ્યુ ત્યારે કલ્પના નહોતી કે આ નાની પુસ્તિકા મારા જીવનનો ટર્નિઁગ પોઈઁટ બની જશે. ચમ્ત્કાર આજે પણ બને છે- જે મેઁ આ વાઁચન થી અનુભવ્યુ છે. કુન્દનિકાબહેન સાથે આ બાબત ડિસ્કશન પણ થયેલ. આજે આ પુસ્તક ને હુઁ જીવુ છુઁ ,એમ કહુ તો ખોટુ નહી. .વિપરીત પરિસ્થિતિ માઁ પણ ઈશ્વર ની અનુકઁપા ને મે અનુભવી છે. જીવન એક ખેલ ના દરેક શબ્દો માઁ અદ્ભુભુત શક્તિ છે- ઈશ્વર પ્ર્ત્યેનો અખુટ વિશ્વાસ તથા પોજીટીવ થિઁકીઁગ થી આપણે સઁપુર્ણ જીવન ને તનાવમુક્ત રાખી સાનુકુળ પરિસ્થિતિ ઉભી કરી શકીયે છીએ. આ બાબત બહુ સરળતાથી જીવન એક ખેલ માઁ સમજાવી છે. મેઁ ઘણા મિત્રો ને , સ્વજ્નોને ,પુસ્તકાલયમા તથા અન્યોને આ પુસ્તક્ ભેઁટમાઁ આપ્યા છે. અને તે લોકોએ પણ વાઁચીને અન્યોને આપવાનુ શરુ કર્યુ છે .આ રીતે સદવિચારોના ફેલાવાની સુઁદર ચેનલ શરુ થઈ ગઈ છે. એક અદભુત અને સુઁદર પરિવર્તન લોકોના જીવનમાઁ આ શબ્દોએ શરુ કરી દિધુ છે.
  કુન્દનિકાબહેનનો ખુબજ આભાર કે તેમણે શબ્દોની અદ્ભુત શક્તિનો પરિચય આપણને કરાવ્યો.

 13. rachana says:

  કુન્દનિકાબહેને સદાય સરસ સહિત્યનુ સર્જન કર્યુ છે.તેમેની અન્ય ક્રુતિ ” ઊગઘડતા દ્વાર અન્તરના” પણ ખુબજ સુન્દર ક્રુતિ છે.આવો
  જ જીવન પ્રત્યે નો અભિગમ તેમા પણ મળૅ છે.
  I love her writing ……and her way of thinking towards life…she is great…

 14. hirva says:

  great book.I have expierence in life with this type of thought.Negative thoughts means : Fear. By practice we can change our life but when disturbance occur we need this types of litreature

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.