ગાંધીજીનો મારા જીવનમાં અનુભવ – મૃદુલા ગણાત્રા
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રીમતી મૃદુલાબેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : dr_charuta81@rediffmail.com ]
દરેક વ્યક્તિનાં જીવનમાં કોઈ ને કોઈ પ્રકારે ગાંધીજીનો પ્રભાવ તો રહ્યો હોય જ છે. મારા જીવનમાં એક પ્રસંગ એવો બનેલો ગાંધીજીનો પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ પ્રભાવ મારા જીવન ઉપર પડ્યો હતો. મારો જન્મ સને 1958માં, ભારતની આઝાદી પછી અગિયાર વર્ષ પછી. મહામુલી આઝાદીની કિંમત તો લોકોને આજે પણ છે, પરંતુ આઝાદીની હવા હજી ત્યારે પણ લોકમાનસમાં તાજી જ હતી.
મારું ભણતર પણ એવી જ એક ગાંધીવાદી વિચારસરણી ધરાવતી રાજકોટની શાળા શ્રી કડવીબાઈ વિરાણી કન્યાવિદ્યાલયમાં થયું છે. મારી શાળા એટલે ગાંધીવિચારને વરેલી શાળા. શક્ય તેટલા ગાંધી વિચારોનું અમલીકરણ, સ્ત્રી સ્વાતંત્ર્યમાં માનનારી અને એ રીતે વિદ્યાર્થીનીઓને તૈયાર કરનારી શાળા. શાળાજીવન તથા સ્નાતક કક્ષાનો અભ્યાસપૂર્ણ કરી તેનાં જીવનમાં ગોઠવાય તો કોઈ પણ ક્ષેત્રમાં પાછી ન પડે, હિંમત ન હારે. ગામડેથી ભણવા આવતી વિદ્યાર્થીનીઓને કોઈ તકલીફ ન પડે એ માટે શાળામાં જ છાત્રાલય, વિશાળ પુસ્તકાલયની સુવિધા. જેવી વિશાળતા શાળાનાં સંકુલની, એવી જ વિશાળતા અમારા શિક્ષિકાઓનાં હૃદયની. વળી ગામડાની દીકરી હોય કે શહેરની, ગરીબની દીકરી હોય કે પૈસાદારની… દરેક દીકરી અહીં એક સરખો જ પ્રેમ અને માન મેળવે. વળી સ્વાવલંબનનાં પાઠ પણ અમને ભણાવે. શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ખાદીખારી.. શાળા વિશે લખવા બેસું તો પાનાઓ ભરાય. પરંતુ મારે અહીં બીજી વાત કરવાની છે.
શાળામાં ભણતી અમે બધી વિદ્યાર્થીનીઓ આમ તો વિદ્યાનુરાગી, પરંતુ બાલસહજ ટીખળથી બાકાત નહોતા. ભણવા વખતે પૂરતું ધ્યાન ભણવામાં જ હોવાનું, પણ વિરામ વખતે કે કોઈ કાર્યક્રમ હોય ત્યારે આ ટીખળીવૃત્તિ તેનું કામ કરી જતી. હું શાળામાં 1967માં દાખલ થઈ હતી. 1970માં છઠ્ઠા ધોરણમાં હતી. ત્યારે શાળામાં એક શિક્ષિકાબહેન, સરલાબહેન પટેલને જોયા. તેમનાં ચાલવાથી હસવું આવ્યું. પરંતુ તેઓ કડક સ્વભાવનાં છે એમ બીજી છોકરીઓએ કહેલું માટે તેમનો ડર લાગે. જો કે કોઈ વિદ્યાર્થીનીને હસતી જોઈ તેઓ કંઈ કહે નહીં, કારણ કે તેઓ બાલમાનસ સમજતા હતા.
1972ની સાલમાં અમારી શાળામાંથી પ્રવાસનું આયોજન થયું હતું. દર વર્ષે થતા પ્રવાસથી અલગ કહી શકાય તેવો, આ ઘણા વધારે દિવસોનો પ્રવાસ હતો. જેમાં ઉત્તર-પૂર્વ ભારત તથા નેપાળમાં પશુપતિનાથનાં દર્શન પર અમને લઈ જવાનાં હતાં. આ પ્રવાસમાં જોડાયેલ અન્ય શિક્ષિકાઓ સરલાબહેનનાં આવવાથી ખુશ હતા. વાલીઓ પણ નિશ્ચિંત હતાં કે તેમની દીકરીઓ સરલાબહેનનાં સલામત હાથમાં સોંપી છે. પરંતુ અમને વિદ્યાર્થીનીઓને તો ફરવાનાં આનંદ સાથે સરલાબહેનની હાજરીનો ગભરાટ પણ હતો. પ્રવાસ દરમિયાન સરલાબહેન તેમનાં જીવનની વાતો કરી તેનાં પરથી અમે સમજી શક્યા કે બહેન તો નાળીયેર જેવું વ્યક્તિત્વ ધરાવે છે. બહારથી સખત અને અંદરથી એકદમ ઋજુ. એ વખતે અમારો તેમની તરફનો ડર ક્યારે વરાળ બનીને ઉડી ગયો તેની અમને ખબર પણ ન પડી.
તેમણે કહેલી એક વાત તેમનાં જ શબ્દોમાં…..
‘આજે હું તમને એ વાત કહેવાની છું, જે મારા જીવન સાથે બહુ જ અંતરંગ રીતે જોડાયેલી છે. મારો એ ભૂતકાળ મારા વર્તમાન માટે કારણભૂત છે.’ અમે સૌ કંઈ સમજી ન શકયા કે શું વાત છે. સરલાબહેને પોતાની વાત આગળ ચલાવી. ‘ભારતની આઝાદી પહેલાંની વાત છે. દરેક વ્યક્તિ પોતાનાં પ્રયત્નો દ્વારા દેશની આઝાદી માટે લડી રહ્યો હતો. શું બાળક કે શું યુવાન કે શું વૃદ્ધ ? શું સ્ત્રી કે શું પુરુષ ? ગાંધીજીની આગેવાની હેઠળ અમે સૌ ભારતની આઝાદીની અહિંસક લડાઈમાં જોડાયેલા હતા. ગાંધીજીની એક હાકલ પડતી અને લોકો પોતાનાં કામ, ધંધો, ઘર છોડીને આઝાદીની લડાઈમાં જોડાઈ જતા. ભારતની માતા, બહેનો-દીકરીઓને પણ ગાંધીજીએ એ જ રીતે હાંકલ કરી. હું અને મારા જેવી ઘણી બહેનો આ હાંકલ સાંભળી અંગ્રેજો સામેની અહિંસક લડાઈમાં જોડાઈ ગયા. ગાંધીજીની અહિંસક લડાઈ એટલે સામી છાતીએ ગોળી ખાવાની તૈયારી ! જો એ જીગર હોય તો જ આ લડાઈમાં જોડાવાનું. અને ખરૂ પૂછો તો આઝાદી પહેલાં, આઝાદી મેળવવા માટે કંઈ પણ કરી છૂટવાનું જોમ દરેક ભારતીયની નસેનસમાં વહેતું હતું. આવો જ એક ધન્ય સમય મારા માટે પણ આવ્યો. આઝાદી માટેની એ હાંકલ સાંભળી ચળવળમાં હું જોડાયેલી અને કોઈ અમલદારની બંદૂકમાંથી નીકળેલી ગોળી મારા પગમાં વાગી. શરીરનાં દર્દ સાથે મનમાં એક આનંદ પણ છલકાયો કે જે દેશની માટીમાંથી મારું શરીર બન્યું છે એ જ માટી માટે મેં મારું લોહી વહાવ્યું છે.
શસ્ત્રક્રિયા દ્વારા ગોળી તો કાઢી લેવાઈ, પણ મારા પગમાં થોડી ખોટ રહી ગઈ. આ તકલીફને કારણે આજે પણ હું વ્યવસ્થિત ચાલી નથી શકતી. લડાઈમાં વાગેલા ઘા એ એક સિપાહી માટે ગર્વની વાત છે, તેમ મારા પગની તકલીફ મારા માટે ગર્વની વાત છે. અને મને સતત યાદ દેવડાવે છે, આઝાદીની એ ચળવળની. સલામ છે આઝાદીનાં સૌ લડવૈયાઓને…..’ બહેને પોતાની વાત પૂરી કરી ત્યારે અમારી આંખોમાં પાણી હતા. ત્યાર પછી બહેનને અમે હંમેશા એક અનેરા આદરભાવથી અહોભાવથી જોયા છે. બહેને જ્યારે આ વાત કરી ત્યારે ગાંધીજી તો સ્વાભાવિક હયાત નહોતા, અને ભારતની આઝાદીને પણ ઘણા વર્ષો વીતી ગયેલાં. પણ બહેનની વાત સાંભળી એવું અનુભવાયું કે જાણે આઝાદીની એ લડાઈઓ પ્રત્યક્ષ નિહાળી રહી છું !
ભારતની આઝાદી માટે લડેલા એ લડવૈયાઓ કે પછી ભારતની રક્ષા કાજે સરહદે રાત-દિવસ પહેરો ભરતા સૈનિકો… એ સૌ ને સલામ કરવાનું મન થઈ આવે. ભારતમાતાનાં સંરક્ષણ કાજે અનેક યોદ્ધાઓ શહીદ થયા છે, થાય છે. અને માટે જ આપણે આપણાં ઘરમાં શાંતિની નિંદ્રા લઈ શકીએ છીએ. ભારતની આઝાદી માટે શહીદી વ્હોરેલા ભગતસિંહ, સુખદેવ કે રાજગુરુ હોય કે પછી આઝાદી બાદ શહીદ થનાર મહાત્મા ગાંધીજી હોય કે ભારતનાં સંરક્ષણ કાજે તાજેતરમાં જ શહીદી વ્હોરી લેનાર મેજર ઋષિકેશ રામાણી જેવા યુવાનો હોય… આ બધા નામ ભારતનાં ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલા નામ છે. મારા શિક્ષિકા બહેન સરલાબહેન જેવા અનેક એવા નામ કે જેમની ઈતિહાસે ખાસ નોંધ નથી લીધી, પરંતુ આઝાદી મેળવવામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે, જેમને આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. સરહદ પર જઈને લડવું કદાચ દરેક વ્યક્તિ માટે શક્ય નથી. પરંતુ મનમાં દેશદાઝ હોય તો ઘણું બધું કરી શકાય છે. જેમ કે સ્વદેશી વસ્તુઓ અપનાવીને દેશનાં ઉત્થાન માટે મહત્વનો ફાળો આપી શકાય છે. ભલે તમારા પોતાનાં પૈસાથી ખરીદેલી વસ્તુઓ, પણ અંતે તો તે દેશ પાસેથી ખરીદેલી વસ્તુઓ છે. વીજળી અને પાણી જેવી વસ્તુઓનો બિનજરૂરી વ્યય અટકાવી, દેશ માટે જ કાર્ય કરશો. શાળાકીય જીવન દરમિયાન અમને એ વાત પણ શીખવી હતી કે થાળીમાં લીધેલો ખોરાક ક્યારેય એંઠો ન મૂકશો. આ પણ એક જાતનો બગાડ જ છે, જે દેશ ને માટે નુકશાનકારક છે. અને આવી નાની નાની ઘણી વસ્તુઓ છે, જે અમલમાં મૂકી દેશ માટે કંઈક કરી શકાય. શરૂઆત કરી સાતત્ય જાળવવું જરૂરી છે, જે રીતે ગાંધીજીએ દેશની આઝાદીની લડાઈ શરૂ કરી અને સાતત્ય જાળવી દેશને આઝાદી અપાવી.
બસ, આ છે મારા જીવનમાં ગાંધીજીનો પરોક્ષ અનુભવ અને મને ગર્વ છે, મારા શિક્ષિકાબહેન માટે, જેમનાં ગુરુપદે મેં શિક્ષણ મેળવ્યું. અત્યારે તો મારા શિક્ષિકાબહેન ક્યાં છે એ હું નથી જાણતી, પરંતુ તેમને મારા શત શત નમન.
Print This Article
·
Save this article As PDF
સુંદર. ક્યારેક આપણી ધારણાઓ સાવ જ ખોટી હોય એમ પણ બને.
આપણે માનીએ કે ન માનીએ પણ મહાનુભવો આપણ જીવન પર એક અદ્ભૂત છાપ છોડી જતા હોય છે અને ક્યારેકતો આપણને એની જાણ પણ થતી નથી.
ખૂબ જ પ્રેરક પ્રસંગ. મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખે ગાંધીજીની ત્રણ વખત મુલાકાત લીધેલી. એમણે જીવન પ્રસંગોની ત્રણ પુસ્તિકાઓ પ્રગટ કરેલી અને દરેકમાં ગાંધીજી સાથેની એક એક મુલાકાત વિષે લખેલું. ત્રણે પુસ્તિકાઓ લખવામાં અને પ્રગટ કરવામાં મેં મદદ કરેલી એનો મને ખૂબ જ આનંદ થએલો — આ લખું છું ત્યારે એમ લાગે છે કે પિત્રુઋણ ચૂકવવાનો એ નાનકડો અંશ હતો.
મારા પિતાજીને કાયમ માટે વસવસો રહી ગએલો કે એ મને ગાંધીજીનાં દર્શન કરાવી ન શક્યા.
–ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિઆ
જો શ્રી મ્રુગેશભાઈ મારા પિતાજીએ ગાંધીજીની લીધેલી ત્રણ મુલાકાતો વિષે પોસ્ટ કરવા માગતા હોય તો એ ત્રણ પ્રસંગો એમને હું પુસ્તિકાઓમાંથી ટાઈપ કરીને ઈ-મેઈલથી મોકલી આપીશ.
–ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિઆ
I would love to read them…
Ashish Dave
Sunnyvale, California
ઈશ્વરની ઈચ્છા હશે તો મારા સ્વ. પિતાજીની ગાંધીજી સાથેની ત્રણ મુલાકાતો વિશેનાં લખાણ ભવિષ્યમાં પોસ્ટ કરવા પ્રયત્ન કરીશ. એ પ્રેરક પ્રસંગોનો અંગ્રેજીમાં અનુવાદ કરવાની પણ ઈચ્છા છે.
આપણા દેશમા ઘણી વાતોને ધાર્મિક શિખામણ તરીકે વણી લીધી છે. જેને કારણે ઘણી સારી વાતોનો અમલ થાય છે.
દરેક સંપ્રદાયમા આવુ જોવા મળે છે.
દા.ત. ઉપવાસ (હિંદુ, મુસ્લિમ), દાન/જકાત, પ્રાર્થના/નમાઝ
અને તેમજ થોડા અલગ વિચારો જ્યા થોડી અથડામણ જોવા મળે છે.
અહિંસા અને બકરી ઇદ (આ પરસ્પર વિરોધી વિચાર નથી છતા લોકોની માન્ય્તા અલગ છે અને એક સંપ્રદાય પોતાને સાચો માને અને પોતાના વિચારો જ ખરા છે એમ માને ત્યારે અથડામણ થાય છે)
ટૂંકમા મને લાગે છે આપણે બધા ટોળાની જેમ વર્તીએ છીએ અને એવા ઘણા ટોળા છે.
આપણે પોતે પણ ઘણા અલગ માન્ય્તા વાળા ટોળાના “મેમ્બર” છીએ
સારા વિચારો અને બધાને ઉપયોગી થાય એવી વાતો ટોળાની બહાર (out of the box) વિચારવાથી જ અમલમા આવી શકે.
અને એટલે જ આ પ્રકારના વિચારો એક ધર્મ/સ્ંપ્રદાય સુધી સિમિત નથી રહ્યા.
દા.ત. ઉપવાસ, દાન, પ્રતિક્રમણ.
Always believe Unbelievable…!!!
ધારણાઓ ઘણીવાર આઘાતજનક પુરવાર થતી હોય છે.
શિક્ષીકાબેન સરલાબેન પટેલનું વ્યક્તિત્વ પ્રવાસ દરમ્યાન ઉપસ્યું…..
બહાર વજ્રથીય કઠોર અને અંદર ફૂલથીય કોમળ…ઋજુ.
આઝાદીની ચળવળના સૈનિક શિક્ષીકાબેન સરલાબેન પટેલને કોટિ કોટિ વંદન
જેમનાં ત્યાગ અને બલિદાન રૂપી આહુતીઓને કારણે આપણે મુકત અભિવ્યક્તિનો અહેસાસ
માણી રહ્યાં છીએ.
તંત્રીભાઈનો આભાર.
પ્રેરણાત્મક પ્રસ્તુતિ.
સરસ લેખ. સ્વાતંત્ર સંગ્રામના સૈનિકની દિકરી હોવાનો મને ગવૅ છે.
“દરેક વ્યક્તિ પોતાનાં પ્રયત્નો દ્વારા દેશની આઝાદી માટે લડી રહ્યો હતો. શું બાળક કે શું યુવાન કે શું વૃદ્ધ ? શું સ્ત્રી કે શું પુરુષ ? ગાંધીજીની આગેવાની હેઠળ અમે સૌ ભારતની આઝાદીની અહિંસક લડાઈમાં જોડાયેલા હતા. ગાંધીજીની એક હાકલ પડતી અને લોકો પોતાનાં કામ, ધંધો, ઘર છોડીને આઝાદીની લડાઈમાં જોડાઈ જતા. ભારતની માતા, બહેનો-દીકરીઓને પણ ગાંધીજીએ એ જ રીતે હાંકલ કરી. હું અને મારા જેવી ઘણી બહેનો આ હાંકલ સાંભળી અંગ્રેજો સામેની અહિંસક લડાઈમાં જોડાઈ ગયા. ગાંધીજીની અહિંસક લડાઈ એટલે સામી છાતીએ ગોળી ખાવાની તૈયારી !”
આજે હિંદુ( હિંદુ માં પણ જાતી ભેદ) , મુસ્લિમ, પ્રાંતભેદ( મરાઠી, ગુજરાતી કે પંજાબી) કે રાજકારણ ની જુદી જુદી પાર્ટિ ઑ ના એટલા ભેદભાવ અને લડાઈ માં એ પણ ભુલી ગયા કે આ અહીંસક લડાઈ માં આપણા પોતાના જ માતા-પિતા,દાદા-દાદિ કે પરદાદા અને પરદાદિ એ જીવ ને જોખમ માં નાખ્યા હતા. ભલે એ હીંદુ કે મુસ્લિમ હતા.
આખા દેશમાં ગરીબાઈ અને ભ્રષ્ટાચારમાં જે વધારો થઈ રહ્યો છે એની અસર ગાંધી મુલ્યોને લાગી ગઈ છે.
તેનાં અનેક કારણોમાં થી એક મને એ લાગ્યું છે કે આઝાદી પછી……ધીરે ધીરે ભારતીય રાજકારણ બુઢ્ઢાઓ નાં બખડજંતર જેવું થઈ ગયું છે. ભારતીય લોકશાહી બુઢ્ઢા અને ખખડી ગયેલાં ડાઘુઓ નાં હાથમાં છે.
Very nice and emptional article.
અહિંસા અને બકરી ઇદ (આ પરસ્પર વિરોધી વિચાર નથી છતા લોકોની માન્ય્તા અલગ છે અને એક સંપ્રદાય પોતાને સાચો માને અને પોતાના વિચારો જ ખરા છે એમ માને ત્યારે અથડામણ થાય છે)
ટૂંકમા મને લાગે છે આપણે બધા ટોળાની જેમ વર્તીએ છીએ અને એવા ઘણા ટોળા છે.
આપણે પોતે પણ ઘણા અલગ માન્ય્તા વાળા ટોળાના “મેમ્બર” છીએ
ખૂબ જ સુંદર. ગઈકાલે જ ‘રંગ દે બસંતી’ જોયું અને શહીદોની યાદ તાજી થઈ.
We need a new education system from the ground up, to raise a generation that will make India a ‘developed’ country or close to a ‘first world’ nation. May God help us by giving us few more Narendra Modis, Ambanis and Narayan Murthys.
મૃદુલાબેનના પ્રથમ વાક્યે (દરેક વ્યક્તિનાં જીવનમાં કોઈ ને કોઈ પ્રકારે ગાંધીજીનો પ્રભાવ તો રહ્યો હોય જ છે.) મને પ્રતિભાવ આપવા પ્રેર્યો છે. મારો જન્મ સ્વાતંત્ર્યના સવા વર્ષ પહેલાં થયો. અમારી શાળામાં પણ એક ગાંધીસેનાની જેણે દાંડીકૂચ અને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો તેમણે સ્વાનુભવ પર બે કલાક વક્તવ્ય આપ્યું હતું જે આચાર્ય સહિત બધાએ રસથી માણ્યું હતું. ગાંધીજીએ શારીરિક યાતનાઓ દક્ષિણ-આફ્રીકામાં વધુ વેઠી હતી. હિંદુસ્તાનમાં તે વધુ ગાંધીસેનાનીઓના ભાગે આવી હતી.. મીઠાના સત્યાગ્રહમાં પણ મીઠું ઉપાડ્યા પછી હાથ પર લાઠીના જોરદાર ફટકા પડ્યા હતા. અત્યારે કયા નેતાના આહ્વાન પર જનતા યાતના સહેવા તૈયાર છે?
આ અકળ જગતમાં કોઇ ત્યાગ, સમર્પણ અને સ્વદમનના પંથે અને કોઇ ભોગ, વિલાસ, પરદમન અને ઇન્દ્રિયસુખને પંથે જાય છે. બન્ને વર્ગને તેમના જીવન દરમ્યાન કર્મોનું ફળ મળતું હોય તેમ સ્પષ્ટપણે તો દેખાતું નથી.. ઘણાં શાસ્ત્રો કહે છે કે ઇશ્વર હિસાબ રાખે છે તે કેમ ચુક્તે કરતાં હશે તે અગમ્ય વિષય છે.
અદભુત્……..