પદ્યપુષ્પ – સંકલિત
[1] ગઝલ – અલ્પેશ કળસરિયા
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે યુવાસર્જક શ્રી અલ્પેશભાઈનો (રાજુલા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે alpesh9427511573@yahoo.in અથવા આ નંબર પર +91 9427511573 સંપર્ક કરી શકો છો.]
તારી વાતોમાં છે એ લ્હાવ ગઝલ
તારા ચ્હેરાનાં હાવભાવ ગઝલ
પ્રેરણા છે અહીંના કણ-કણમાં
હો ગજુ ત્યાં સુધી બનાવ ગઝલ !
સાધના એ જ એની સાચી છે,
જિંદગી સમજીને વિતાવ ગઝલ !
આ દિવાળીમાં ગોખ સૂનાં કાં ?
ઘીનાં દીવા શી ઝગમગાવ ગઝલ !
અર્થનાં રંગ પૂર તર્ક વડે,
શબ્દની ફ્રેમમાં મઢાવ ગઝલ !
.
[2] માનો પ્રેમ – ધીરજલાલ શાહ
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે 89 વર્ષીય વડીલ મુરબ્બી શ્રી ધીરજલાલભાઈનો (સુગરલેન્ડ, ટેક્સાસ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +1 281 242 8454 પર સંપર્ક કરી શકો છો.]
બાપ-દીકરાને તેના ભલા માટે લડે
તોયે માને દુ:ખ થાય.
દીકરો માંદો પડે તો મા
દવાખાને દોડાદોડ કરે.
દીકરો ના ખાય તો
મા પણ ના ખાય.
ટાઢ હોય તો મા રાતે
ઊઠી ઊઠીને ઓઢાડે.
ભીનું કર્યું હોય તો મા સૂકે સુવાડે
અને પોતાને ભીને સુવાડે.
દીકરો શાળાએથી મોડો આવે
તોયે માને દુ:ખ થાય.
દીકરો મોડે સુધી ભણે
તોયે માને દુ:ખ થાય.
પણ દીકરો પરણે એટલે
મા પોતે જ છૂટી થાય, દૂર જાય –
રખેને ! માનો પ્રેમ
પત્ની પરના પ્રેમને અવરોધે !
Print This Article
·
Save this article As PDF
સુંદર કૃતિઓ.
૧/ “આ દિવાળીમાં ગોખ સૂનાં કાં ?
ઘીનાં દીવા શી ઝગમગાવ ગઝલ !” સાચે જ ગઝલ કે સાહિત્ય આપણી જીંદગીની દિવાળીને ઝગમગાવે છે.
૨/ મા ના પ્રેમની તોલે તો કોઇ ન આવે … કારણકે મા સાથે લોહીનો સંબંધ છે ….
મજાની ગઝલ..ને આગળ…
ગઝલ થાય જો વીજ ગડગડાટ સંગ
અંધારી રાત થઈ સજાવ ગઝલ
સુંદર ગઝલ માટે અભિનંદન
રમેશ પટેલ(આકાશદીપ)
રચનામાં વિચાર સારા છે, પણ એમાં છંદ ના જળવાતો હોય તો ગઝલ કહેવાય કે? જાણકારો ખુલાસો કરે તો જાણવા મળે.
હૈયાનો હાર બની, મનમાં ગૂંજે એ ગઝલ.
સુરનો શણગાર સજી, મલકતી મહાલે ગઝલ.
ભાઈશ્રી અલ્પેશ,
અભિનંદન.
ફોરમતા રહો.
આભાર.
ખુબજ સરસ રચના,મઝેદાર કલ્પન અને એટલી જ સરસ રજૂઆત,ખાસ
આ શેર ખૂબ જ ગમ્યો-
સાધના એ જ એની સાચી છે,
જિંદગી સમજીને વિતાવ ગઝલ !
-રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ (સુરત )