દરિયાની માછલી – ઝવેરચંદ મેઘાણી

દરિયાના બેટમાં રે’તી
પ્રભુનું નામ લેતી
હું દરિયાની માછલી.

મને બારણે કાઢવી નો’તી
હું દરિયાની માછલી.

જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી
મરજો પ્રીત્યુના તોડનારા….. હું દરિયાની માછલી…

દરિયાનાં નીર મને પાતાળે ગોતશે
આભ લગી મારશે ઉછાળા….. હું દરિયાની માછલી….

તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે
ચંદ્ર કોને પાશે અજવાળાં….. હું દરિયાની માછલી…..

છીપલીની છાતીએથી કોણ હવે ઝીલશે
મોં ઉઘાડી મોતીડાં રૂપાળાં…. હું દરિયાની માછલી…..

દરિયાના દેશથી વિછોડી
દુનિયા શું શીદ જોડી
હું દરિયાની માછલી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગાંધીજીનો મારા જીવનમાં અનુભવ – મૃદુલા ગણાત્રા
બાલમૂર્તિ – સં. જયંતભાઈ શુકલ Next »   

2 પ્રતિભાવો : દરિયાની માછલી – ઝવેરચંદ મેઘાણી

 1. RAKESH says:

  ખુબ જ સરસ પણ મને ભજન વધારે ગમે માટે કોઇ ભજન કહેશો.

  આભર

 2. Hemal Patel says:

  અ ક્રુતિ મને બહુ જ પ્સન્દ અવિ
  દરિયાની માછલી મઅ એક સ્ત્રિ નઅ મન નિ કલ્પનઓ ઉલ્લેખ થયો હોવ નો અનુભવ થય

  હેમલ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.