પ્રશ્નોત્તરી – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિશ્વરજી

[ સદવિચાર પરિવાર દ્વારા પ્રકાશિત થતા ‘સુવિચાર’ સામાયિકના ‘કન્યા કૌમાર્યરક્ષા વિશેષાંક’માંથી સાભાર.]

[1]
પૂ. મહારાજ સાહેબ,

સ્ત્રી-સ્વાતંત્ર્યનો આ યુગ છે. ક્ષેત્ર ચાહે બજારનું છે કે વેપારનું છે, શિક્ષાનું છે કે રમતગમતનું છે, નોકરીનું છે કે કૉલેજનું છે, હવાઈ સફરનું છે કે જમીન સફરનું છે, એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રીએ પગપેસારો ન કર્યો હોય અને સફળતાનાં શિખરો સર કર્યાં ન હોય અને એ છતાંય પુરુષવર્ગ આજેય સ્ત્રીઓનું શોષણ કરવાનું જાણે કે મિશન લઈને બેઠો હોય એવું સતત દેખાઈ રહ્યું છે. શું ક્યારેય પુરુષવર્ગના આ વિકૃત માનસમાં પરિવર્તન જોવા નહીં મળે ?
લિ. કૃપા.

જવાબ :
કૃપા,
‘સ્ત્રી-સ્વાતંત્ર્ય’ને બદલે જ્યાં સુધી ‘સ્ત્રી-સદભાવ’નો યુગ શરૂ નહીં થાય ત્યાં સુધી સ્ત્રી ચાહે એવરેસ્ટના શિખર પર પહોંચી જાય કે ચન્દ્ર (?) પર પહોંચી જાય, લશ્કરના સેનાધિપતિપદે પહોંચી જાય કે આ દેશના વડાપ્રધાન પદે બિરાજિત થઈ જાય, પુરુષવર્ગ તરફથી થતાં સ્ત્રીના શોષણમાં કોઈ જ ફરક પડવાનો નથી.
એક વાત તને કરું ?
જેઓએ પણ ‘સ્ત્રી-સ્વાતંત્ર્ય’નો નારો ગજવ્યો છે એમને કદાચ આ હકીકતની ખબર નહીં હોય કે અહીં સ્ત્રીને વ્યક્તિ માનવામાં નથી આવતી, વસ્તુ જ માનવામાં આવે છે. વસ્તુનો માણસ ઉપભોગ કરે છે, ઉપયોગ કરે છે પણ ઉપાસના તો નથી જ કરતો ને ? બસ, એ જ ન્યાયે સ્ત્રી આજે ઉપયોગની અને ઉપભોગની વસ્તુ બની ગઈ છે.

જાહેરાત ચાહે ગાડીની કરવી છે કે ઘડિયાળની કરવી છે, ફ્રિજની કરવી છે કે ટૂથપેસ્ટની કરવી છે, સાબુની કરવી છે કે દંતમંજનની કરવી છે, પેન્સિલની કરવી છે કે પેનની કરવી છે; બસ બધે જ સ્ત્રીને હાજર કરી દો અને સ્ત્રી પણ આધેડ નહીં, પ્રૌઢા કે વૃદ્ધા નહીં, યુવાન દેખાય એવી જ ! એ યુવાન સ્ત્રી પણ મર્યાદાસભર વસ્ત્રોમાં નહીં પણ ઉદ્દભટ (ઉત્તેજક) વસ્ત્રોમાં હોય તેને જ ! શું દર્શાવે છે આ ? એ જ કે સ્ત્રી એ ઉપયોગની જ વસ્તુ ગણવામાં આવે છે. જ્યાં પણ તમારા સ્વાર્થને પુષ્ટ કરવા એનો ઉપયોગ થઈ શકતો હોય ત્યાં ઉપયોગ કરી લો. એમ કરવા જતાં એક વાર હજારો, લાખો નહીં પણ કરોડો રૂપિયા વેરવા પડતા હોય તો વેરી દો, એને બજારમાં ફરતી કરવી હોય તો કરી દો, એને કુટુંબથી વિખૂટી પાડવી હોય તો પાડી દો, એના બાળકથી એને દૂર રાખી દેવી પડતી હોય તો રાખી દો, પણ એનો-એના શરીરનો-એના રૂપનો પૂરેપૂરો ઉપયોગ કરી જ લો !!

કૃપા, વાત અહીં જ પૂરી થઈ જતી નથી. ઉપયોગ કરી લીધા પછી તક મળે તો એનો ઉપભોગ પણ કરી લેવા સુધી પુરુષવર્ગ આગળ વધી ચૂક્યો છે. કંપનીઓમાં નોકરી કરી રહેલ સ્ત્રી પણ પુરુષની વાસનાની શિકાર બની રહી છે તો સ્કૂલોમાં ભણી રહેલ કિશોરીઓ પણ હવસખોર શિક્ષકોની હવસનો શિકાર બની રહી છે. પિકચરમાં અંગોપાંગ પ્રદર્શિત કરી રહેલ અભિનેત્રીઓ તો લંપટ અને લબાડ અભિનેતાઓ દ્વારા ભોગવાઈ રહી છે જ, પણ મજૂરીકામ કરી રહેલ ગરીબ યુવતીઓ પણ એના ‘બોસ’ની હવસનો શિકાર બનવાથી મુક્ત રહી શકતી નથી. અને આમાં સૌથી વધુ દુ:ખદ એ છે કે સ્ત્રી પણ ખુદ પતનની કહો તો પતનની અને વિનાશની કહો તો આ ગર્તામાં કૂદી પડવા જાણે કે શણગાર સજીને ઊભી રહી છે. જે પરિબળો એના સંસ્કારો માટે ‘હોળી’નું પ્રતિનિધિત્વ ધરાવી રહ્યાં છે એ પરિબળોમાં એ ‘દિવાળી’નાં દર્શન કરી રહી છે.

શું કહું તને ?
કોકનું ખૂન થતું હોય તો એને તો ઉગારી શકાય પણ જેને આપઘાત જ કરવો છે એને તો કોઈ જ ઉગારી ન શકે. સ્ત્રીઓનું શોષણ કરી રહેલ પુરુષવર્ગને તો પડકારી શકાય પણ સામે જ ચડીને પુરુષવર્ગના શોષણની શિકાર બનવા તૈયાર થઈ ચૂકેલ સ્ત્રીઓને તો ન જ બચાવી શકાય ! હું શું કહેવા માગું છું એ તું સમજી જ ગઈ હોઈશ.

[2]
પૂ. મહારાજ સાહેબ,

એક બાજુ જાલિમ મંદી છે, બીજી બાજુ મોંઘવારી પણ માઝા મૂકી રહી છે. પપ્પાની એકલાની આવક પર ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ સ્થિતિમાં મારે નોકરી કરવી જ પડે તેમ છે. પણ મેં સાંભળ્યું છે કે મારા જેવી યુવાનવયે પહોંચેલી યુવતીઓએ નોકરી ન કરવી જોઈએ એવો આપનો અભિપ્રાય છે. હું જાણવા માગું છું આપની પાસે કે મારે શું કરવું જોઈએ ?
લિ. નૈના.

જવાબ :
નૈના,
કેટલાંક કુટુંબોને મોંઘવારી ‘મોજશોખ’ કરવામાં નડતી હોય છે. ગાડી લાવવી છે પણ પૈસા નથી. ફલૅટમાં આકર્ષક ફર્નિચર બનાવવું છે પણ પૈસા નથી. નવો મોબાઈલ લેવો છે પણ પૈસા નથી. ફેશનેબલ વસ્ત્રો ખરીદવાં છે પણ પૈસા નથી. જ્યારે કેટલાંક કુટુંબો એવાં છે જેઓને મોંઘવારી ‘સગવડ’માં નડે છે. સ્કૂટરની સગવડ હોય તો સમયસર બજારમાં પહોંચી શકાય તેમ છે પણ સ્કૂટર ખરીદવાના પૈસા નથી. ઘરમાં બે સોફાસેટ હોય તો મહેમાનોની આગતા-સ્વાગતા સારી રીતે થઈ શકે તેમ છે પણ અત્યારે સોફાસેટને ખરીદી શકાય એટલા પૈસાની વ્યવસ્થા નથી. બે રૂમને બદલે ત્રણ રૂમનો ફલૅટ હોય તો પરિવારના સભ્યો સારી રીતે રહી શકે તેમ છે પણ અત્યારે ત્રણ રૂમનો ફલૅટ ખરીદી શકાય એટલા પૈસા નથી. પણ કેટલાંક કુટુંબો તો એવાં છે જેઓને મોંઘવારી ‘જરૂરિયાત’માં નડી રહી છે. દૂધ એ ઘરની જરૂરિયાત છે પણ એનાય પૈસા નથી. ગૅસનો બાટલો એ રસોડાની જરૂરિયાત છે પણ એનાય પૈસા નથી. શાકભાજી અને ઘઉં, બાળકોની સ્કૂલની ફી અને દવા – આ તમામની જરૂરિયાત છે પણ એનાય પૈસા નથી.

મારે તને પૂછવું છે કે તારા પરિવારને મોંઘવારી નડી રહી છે એ વાત સાચી પણ ક્યા ક્ષેત્રમાં ? શોખના ક્ષેત્રમાં ? સગવડના ક્ષેત્રમાં ? કે જરૂરિયાતના ક્ષેત્રમાં ?

જો શોખના ક્ષેત્રમાં જ મોંઘવારી નડી રહી હોય તો તારે નોકરી કરવા જવાની જરૂર નથી કારણ કે આ દેશનાં કરોડો માણસો એવાં છે કે જેઓ વગર મોજશોખે ય પોતાના જીવનને મસ્તીથી ચલાવી રહ્યાં છે. જો સગવડના ક્ષેત્રમાં મોંઘવારી નડી રહી હોય તો એક વાત તો એ છે કે થોડીક અગવડો વેઠવી પડતી હોય તો એ વેઠી લઈનેય તારા પપ્પાની આવકમાં ઘર ચલાવતાં શીખી લેવું જોઈએ અને બીજી વાત એ છે કે પરિવારમાં ચાલતા બિનજરૂરી કેટલાક ખર્ચાઓ પર જો કાપ મૂકી શકાતો હોય તો એ મૂકી દેવા જેવો છે. એનાથી આપોઆપ મર્યાદિત આવકમાં ઘરખર્ચ મજેથી ચાલી જશે. પણ, જરૂરિયાતના ક્ષેત્રમાં જ જો કુટુંબને મોંઘવારી નડી રહી હોય અને એના કારણે તારે નોકરી કરવી પડે તેમ હોય તો ય નોકરીનું ક્ષેત્ર અને નોકરીનું સ્થળ તારે એવું પસંદ કરવું રહ્યું કે જ્યાં તારા સદાચાર-સંસ્કારો અને શીલ પર કોઈ જ ખતરો ન હોય.

નૈના,
સંપત્તિના નુકશાનને તો ભરપાઈ કરી શકાય છે. શરીરના નુકશાનને ભરપાઈ કરી લેવામાં ય બહુ વાંધો નથી આવતો પણ શીલ-સદાચાર અને સંસ્કારોના નુકશાનને ભરપાઈ કરી લેવામાં તો નવનેજાં પાણી ઊતરી જાય છે. અલબત્ત, આજના ઉપભોક્તાવાદના આ યુગમાં શીલ-સદાચાર અને સંસ્કારોની કોઈ બજાર કિંમત નથી એનો મને બરાબર ખ્યાલ છે અને એ છતાં પણ હું તને યાદ કરાવવા માગું છું કે બજાર કિંમત (market value) વેશ્યાની હોય છે, માતાની નથી હોતી ! માતા ગંદી, ગોબરી હોય, લઘર-વઘર કપડાંમાં હોય તો ય એ પૂજ્ય જ છે. જ્યારે વેશ્યા રૂપાળી હોય, આકર્ષક હોય, સુંદર વસ્ત્રોમાં હોય તો ય એ ત્યાજ્ય જ છે. જગતના વિલાસી જીવોને આંખ સામે રાખીને તારા જીવનની વ્યવસ્થા તું નક્કી ન કરતી. વિવેકી જીવોને જ આંખ સામે રાખજે. ફાવી જઈશ.

[3]
પૂ. મહારાજ સાહેબ,

જે ઘરમાં હું પરણીને આવી છું એ ઘરમાં સંપત્તિ અમાપ છે. સગવડો ભરપૂર છે, સામગ્રીઓ ચિક્કાર છે. નોકર-ચાકરોની સંખ્યા પણ સારા પ્રમાણમાં કહી શકાય એટલી છે અને એટલે જ સંયુક્ત કુટુંબ હોવા છતાં ઘરનાં કામો એટલાં પહોંચતાં નથી. સમય ખૂબ સારો એવો મળી રહ્યો છે. અલબત્ત, અન્ય કામો કરતાં મારી પાસે સમય સારો એવો બચે છે. આ બચી રહેલો સમય હું ટી.વી. જોવામાં, ઈન્ટરનેટ પર બેસવામાં અને વૅબસાઈટો ખોલતી રહેવામાં પસાર કરી રહી છું. મુશ્કેલી આમાં એ સર્જાઈ છે કે મારાં બંને બાળકો – કે જેમાં એકની ઉંમર 10 વર્ષની છે અને બીજાની ઉંમર 6 વર્ષની છે – તેમને પણ ટી.વી. વગેરેનો નશો લાગી ગયો છે. જમે છે પણ તેઓ ટી.વી.ની પાસે જ અને સૂએ છે પણ તેઓ ટી.વી. જોતાં જોતાં જ. મને ડર લાગી રહ્યો છે કે તેઓનું ભાવિ આ રસ્તે બરબાદ તો નહીં થઈ જાય ને ? આપ જ મને કંઈક એવું માર્ગદર્શન આપો કે જેના સહારે હું બંને બાળકોના જીવનને ગલત માર્ગે જતાં અટકાવી શકું !!
લિ. તૃપ્તિ

જવાબ :
તૃપ્તિ,
બંને બાળકોના જીવનને ગલત માર્ગે જતાં અટકાવવા અંગે તું માર્ગદર્શન માંગી રહી છે પણ તને નથી લાગતું કે તારું ખુદનું જીવન જ ગલત માર્ગ પર આગળ ધપી રહ્યું છે ? દિવસનો મોટા ભાગનો સમય તું ટી.વી, ઈન્ટરનેટ અને વૅબસાઈટો પર પસાર કરી રહી છે અને છતાં તને એવું નથી લાગતું કે તારે પોતે જ ગલત પરિબળો પર નિયંત્રણ મૂકી દેવા જેવું છે ?
એક મહત્વની વાત કરું તને ?
વિજ્ઞાને આ જગતના ચરણે બે પ્રકારનાં સાધનોની ભેટ (?) ધરી છે. સમયને બચાવનારાં સાધનોની અને સમયને પસાર કરવાનાં સાધનોની. હીટર-ગીઝર-કૂકર-ઘરઘંટી-વૉશિંગ મશીન વગેરે સાધનો જો સમય બચાવી રહ્યાં છે તો ટી.વી, ઈન્ટરનેટ, વિડીયો, વૅબસાઈટ, મોબાઈલ વગેરે સાધનોના માધ્યમે માણસ સમય પસાર કરી રહ્યો છે. આમાં ખરી મુશ્કેલી એ સર્જાઈ છે કે સમયને બચાવનારાં સાધનો ઘરમાં વસાવીને માણસે સમય તો ખૂબ બચાવી લીધો છે પણ બચેલા એ સમયને ટી.વી., ઈન્ટરનેટ, વિડીયો વગેરેના ચરણે મૂકી દઈને માણસ અને એમાંય ખાસ કરીને યુવાપેઢી, શેતાન બનવાના માર્ગ તરફ આગળ ધપી રહી છે.

હું તને જ પૂછું છું.
ટી.વી. પર તું શું જોઈ રહી છે ? ઈન્ટરનેટ પર બેસીને તું શું કરી રહી છે ? અંત:કરણની સાક્ષીએ તું કહી શકે તેમ છે ખરી કે આ બધાયના ઉપયોગ દ્વારા તેં તારી જાણકારીને સમ્યક જ બનાવી છે ? તારા મનની નિર્દોષતામાં વધારો જ કર્યો છે ? અંત:કરણને પવિત્ર રાખવાની દિશામાં તું આગળ ધપી રહી છે ? હું ખાતરી સાથે કહું છું કે આ તમામ પ્રશ્નોનો તારો જવાબ ‘ના’માં તો હશે જ પણ તારો જવાબ આ પણ હશે કે આ બધાં સાધનોના માધ્યમે ‘મારા બોધને મેં મલિન જ બનાવ્યો છે મારા મનને મેં કલુષિત જ બનાવ્યું છે. મારા અંત:કરણની પવિત્રતાને મેં ઠેબે જ ચડાવી દીધી છે.’

તૃપ્તિ,
બાળકોને સન્માર્ગ પર ટકાવી રાખવાની વાત તું પછી કરજે. પહેલાં તું સન્માર્ગ પર આવી જા. સમયને સમ્યકના ચરણે (એટલે કે યોગ્ય વાંચન વગેરે સદપ્રવૃત્તિઓ) ધરી દેવા દ્વારા તું ‘રામ’ બની જાય તો બહુ સારંુ છે પણ એ હકીકત તારી પહોંચ બહાર હોય તો ગોદડું ઓઢીને તું સૂઈ જઈને ‘કુંભકર્ણ’ ભલે બની જા પણ શેતાનના ચરણે (એટલે અયોગ્ય ઉપયોગ) સમય ધરી દઈને તું ‘રાવણ’ બની જવાના માર્ગ પર કદમ માંડવાના તો બંધ જ કરી દે. અને છેલ્લી વાત. તારાં બંને બાળકોને તારે ઉપદેશ આપવાની જરૂર નથી. એમને માટે તારે ઉદાહરણરૂપ બની જવાની જરૂર છે. હું શું કહેવા માગું છું એ તું સમજી ગઈ હોઈશ.

[4]
પૂ. મહારાજ સાહેબ,

સંપૂર્ણ સમાજમાં સ્ત્રીને પુરુષ કરતાં નીચું સ્થાન જ આપવામાં આવતું હોય એવું આપને નથી લાગતું ? શું સત્તામાં કે શું બજારમાં, શું સેનામાં કે શું શિક્ષણમાં, શું કંપનીઓમાં કે શું ઑફિસમાં, સર્વત્ર આધિપત્ય તો પુરુષનું જ ! શા માટે આવો ભેદભાવ ? શા માટે આવો પક્ષપાત ? મને પોતાને એમ લાગે છે કે સ્ત્રીઓએ પોતે જ આગળ આવીને પુરુષોના આ આધિપત્યને પડકારવાની જરૂર છે. આપ આ અંગે શું કહો છો ?
લિ. નિધિ.

જવાબ :
નિધિ,
એક વાતનો તું જવાબ આપીશ ? શરીરમાં મસ્તકનું સ્થાન જો ઉપર છે અને પગનું સ્થાન જો નીચે છે તો એનો અર્થ તું શું એમ કહીશ કે કુદરતે શરીરની આવી રચના કરીને પગને અન્યાય કર્યો છે ? ના… મસ્તકનું કાર્ય જો અલગ છે તો પગનું કાર્ય પણ અલગ છે. મસ્તકનું કાર્ય જો આયોજન બનાવવાનું છે તો પગનું કાર્ય એ આયોજનને અમલી બનાવવાનું છે. મસ્તક જો વિચારી શકે છે તો પગ ચાલી શકે છે. મસ્તક જો શરીરને સુરક્ષિત રાખી શકે છે તો પગ શરીરને સક્રિય રાખી શકે છે. આનો અર્થ ? એ જ કે મસ્તકે પગના સ્થાને આવી જવાની જરૂર નથી તો પગે મસ્તકનું સ્થાન પડાવી લેવા માટેની બેવકૂફી કરવાની જરૂર નથી.

તેં જે પૂછાવ્યું છે એનો આ જ જવાબ છે. સમાજમાં પુરુષનું સ્થાન તને કદાચ ‘મસ્તક’નું પ્રતિનિધિત્વ ધરાવતું હોવાનું લાગી રહ્યું હોય અને સ્ત્રીનું સ્થાન તને ‘પગ’નું પ્રતિનિધિત્વ ધરાવતું હોવાનું લાગી રહ્યું હોય તો એમાં નથી તો તારે કોઈ અકળામણ અનુભવવાની જરૂર કે નથી તો એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર. સંપત્તિ અર્જિત કરવાની જવાબદારી ભલે રહી પુરુષ પાસે. એ જવાબદારી પોતાના શિરે લઈ લઈને, સંબંધને ટકાવી રાખવાની પોતાના શિરે રહેલ જવાબદારીમાંથી સ્ત્રીએ ફારગતિ લઈ લેવાની કોઈ જ જરૂર નથી. વાંચી તો છે ને તેં આ પંક્તિ ? ‘કાગડો જ્યારે પોતાની સ્વાભાવિક ચાલ છોડીને હંસની ચાલ ચાલવા જાય છે ત્યારે હંસની ચાલને તો એ પોતાની બનાવી શકતો નથી પણ પોતાની સ્વાભાવિક ચાલ પણ ગુમાવી બેસે છે.’

નિધિ, આજે આ જ તો બની રહ્યું છે. પુરુષની સમોવડી બનવા ઘરની બહાર નીકળી ગયેલ સ્ત્રી બજારમાં તો પોતાનું આધિપત્ય જમાવી શકી નથી પરંતુ વરસોથી ઘરમાં રહેલ પોતાનું આધિપત્ય પણ ગુમાવી બેઠી છે. બાળકને એ સમય અને સંસ્કારો આપી શકતી નથી, પતિને પોતાના હાથની બનાવેલ રસોઈ એ જમાડી શકતી નથી, પરિવારના સભ્યો વચ્ચે ઊભા થતા સંઘર્ષોનું લાગણીના માધ્યમે એ સમાધાન કરી શકતી નથી, પોતાની ઉપસ્થિતિ માત્રથી ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ એ સર્જી શકતી નથી.
શું કહું તને ?
ગુલાબ એ ગુલાબ છે અને મોગરો એ મોગરો છે. બસ, એ જ ન્યાયે પુરુષ એ પુરુષ છે અને સ્ત્રી એ સ્ત્રી છે. નથી તો પુરુષે સ્ત્રીના અધિકારોમાં હસ્તક્ષેપ કરવા જેવો કે નથી તો સ્ત્રીએ પુરુષોનાં ક્ષેત્રોમાં ચંચુપાત કરવા જેવો. પુરુષ લગ્ન કરીને સાસરે રહેવા ન ચાલ્યો જાય એમાં જો એનું ગૌરવ છે તો લગ્ન કરીને સ્ત્રી પિયરમાં ન રહી જાય એમાં એનું ગૌરવ છે. રસોડામાં દાખલ થઈ જઈને પુરુષ રસોઈ કરવા ન બેસી જાય એ જો એના માટે ઉચિત છે તો બજારમાં જઈને સ્ત્રી સોદાઓ કરવામાં વ્યસ્ત ન બની જાય એ એના માટે ઉચિત છે.

નિધિ,
શું શરીરમાં કે શું સમાજમાં, શું સંસ્થામાં કે શું બજારમાં – વિષમતા ક્યારેય સંઘર્ષનું કારણ બનતી નથી. સંઘર્ષ તો ત્યારે જ ઊભો થઈ જાય છે કે જ્યારે વિરોધિતા ઊભી થઈ જાય છે. પુરુષના શરીર અને સ્ત્રીના શરીર વચ્ચે વિષમતા છે ને ? એની ચિંતા ન કરીશ. વિરોધિતા ઊભી ન થઈ જાય એનું ધ્યાન રાખજે. સંવાદિતા જળવાઈને જ રહેશે.

[તંત્રી નોંધ : સાહિત્યમાં એક શબ્દ છે ‘વાંચન વિવેક’ જેનો અર્થ થાય છે વાંચનની પરિપક્વ સ્થિતિ. વાંચનની પરિપક્વતા ક્યારે કહેવાય ? જ્યારે આપણા રોજના વિચારોની વિરુદ્ધ પ્રકારનું કંઈક વાંચવા મળે તો પણ આપણે તેની પર સ્વસ્થ ચિત્તે વિચાર કરવાની ધીરજ કેળવી શકીએ. એવું જરૂરી નથી કે દુનિયાનું બધા જ પ્રકારનું વાંચન આપણા વિચારોને અનુરૂપ હોય. એ સાથે એ પણ જરૂરી નથી કે દુનિયાના બધા જ વિચારોને આપણે આ જ ક્ષણે સમજી શકીએ. ઘણી બાબતોને સમજતાં દિવસો અને વર્ષો વીતતાં હોય છે. જીવનમાં ધીરજ અને વિવેક કેળવવાના સો લેખ વાંચ્યા પછી જો કોઈ સાવ અલગ પ્રકારનો લેખ વાંચીને આપણું મન હાલકડોલક થઈ જાય તો સમજવું કે પેલા સો લેખો પર હજુ જોઈએ એવું ચિંતન આપણે કરી શકયા નથી. દુનિયામાં બધું જ આપણા વિચારો પ્રમાણેનું નથી હોતું એ વાસ્તવિકતા છે. કોઈ પણ કૃતિમાંથી આપણને અનુરૂપ ઉમદા વિચારોનું ચયન આપણે જાતે કરવાનું હોય છે. જે વિચારો સાથે અનુકૂલન ન સાધી શકાય તેના પર મનની બારીઓ ખુલ્લી રાખીને શાંતિથી ચિંતન કરવાનું રહે છે; અને તેમ કરતાં જે વિચારો આપણી ચેતનાને અનુકૂળ ન લાગે તેને સહજતાથી છોડીને આગળ વધવાનું હોય છે – આ છે ‘વાંચન વિવેક’.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મૃત્યુ મરી ગયું રે લોલ ! – મીરા ભટ્ટ
જ્યાં જ્યાં નજર મારી ઠરે – જ્યોતીન્દ્ર દવે Next »   

36 પ્રતિભાવો : પ્રશ્નોત્તરી – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિશ્વરજી

 1. Hardik says:

  Mrugeshbhai,

  Khub j saras sankalan. Hoon miss karu choon aa atma ne sambandit vyakhyan.
  Khub j saras. Aabhar aa lekh maate.

  Regards,
  Hardik

 2. કલ્પેશ says:

  મૃગેશભાઇ,

  આ સામાયિક ક્યાથી મળી શકે? લવાજમ? સંપર્ક સ્થાન/નંબર?

  પહેલી વાત વિષે જ મારી બહેન જોડે કાલે વાત થઇ હતી.

  મારા મતે સ્ત્રીઓએ પોતાનુ ક્ષેત્ર વધારવાની જરુર છે. સ્ત્રીઓ ફક્ત સારા ચહેરા અને શરીર સૌંદર્ય સુધી સિમિત ન રહે અને જાહેર માધ્યમોમા સ્ત્રીઓ પોતાને આગળ લાવે અને પોતાની પ્રતિભાનુ દર્શન કરાવે તો?

  દા.ત કિરણ બેદી

  જો માધ્યમોમા સ્ત્રીઓને અપાતો સમય જોઇએ તો વધુ સમય અભિનેત્રીઓ/મૉડેલ્સ એ બધાને આપવામા આવે છે. શુ બાકી બધી સ્ત્રીઓ ગણવા લાયક છે જ નહી?

  અને સ્ત્રી સ્વાતંત્ર મારા મતે ત્યારે જ શક્ય છે જ્યારે સ્ત્રીઓના બીજા બધા ગુણો ઉપર આવી જાય અને માત્ર સૌંદર્ય વડે સ્ત્રીઓની ગણના ન થાય.

 3. Manisha says:

  Hello Mrugeshbhai,

  Thanks for ” TANTRI NONDTH” this should be appeared in FRONT PAGE it self, 🙂

  Keep it Up,

  Regards
  Manisha

 4. Jagat Dave says:

  આ લેખ બાબતે સ્ત્રીઓ નાં અભિપ્રાયો જાણવા વધુ રસપ્રદ રહેશે.
  મારા મતે સંસ્ક્રુતિનું અમેરીકન મોડેલ બેઠે બેઠું અપનાવી ને આપણે ભુલ કરી રહ્યા છીએ. ભારતીય-પણું તેમાં ખુટે છે. જેમ કે ટીવી ધારાવાહિકો માં પાત્રો ભારતીય પરીધાનો માં સજ્જ હોય અને કથાવસ્તુ અમેરીકન સોપ-ઓપેરામાં થી ઉઠાવાયેલી હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. ફિલ્મોમાં થી તો ભારતીયતા જાણે ખલાસ થઈ ગઈ હોય તેમ લાગે છે. (ખાસ કરી ને સ્ત્રી પાત્રોનું નિરુપણ જે રીતે થાય છે)

  મારો કહેવાનો અર્થ એવો નથી કે પ્રાચીન સમય માં આપણે સરી પડીએ…..પણ એવું કશુંક કે જેમાં ભારતીયતા છલકે છતાં તે વૈશ્વિક અપીલ ધરાવતું હોય. જેમ કે, ગુરુદત્ત, વ્હી. શાંતારમ, બિમલ રોય, ઋષિદા ની ફિલ્મો……ખાસ કરીને તેનાં સ્ત્રી પાત્રો. (આ લેખ સ્ત્રીઓ ને અનુલક્ષીને છે માટે)

  લેખકશ્રીનાં સ્ત્રીઓ બાબતનાં બીજા અભિપ્રાયો તંત્રીશ્રી ની તા. ક. પ્રમાણે વાંચકોનાં ‘વાંચન વિવેક’ પર છોડી દેવા વધુ યોગ્ય છે.

 5. જય પટેલ says:

  સૌથી પહેલાં તો શ્રી મૃગેશભાઈની વાંચન વિવેક પર તંત્રી નોંધ ગમી.

  વાંચન વિવેકની પરાકાષ્ઠા ત્યારે પહોંચે જ્યારે આપણે…
  Agree to disagree respectfully…ભાષાની મર્યાદા જાળવીને..!!
  વિચારોના વૃંદાવનમાં જેમ જેમ વિચરણ કરતા જઈએ તેમ તેમ ધૃણાનાં વાદળો
  આપોઆપ વિખરાવાનાં શરૂ થાય અને પછી…
  સ્થિતઃપ્રજ્ઞ સ્થિતી વેંત છેટી લાગે.

  આપણા વિચારો સાથે બધા જ સંમત હોય તે વિચારવું પણ અપરિપકવતાની નિશાની છે.

  મહારાજ સાહેબની પ્રશ્વોત્તરી બુધ્ધિગમ્ય રહી.
  સ્ત્રી સ્વાતંત્રય ત્યારે જ આપણે સિધ્ધ કરી શકીએ જ્યારે આપણે કન્યા કેળવણીને સાચા અર્થમાં
  મુલવીને સિધ્ધ કરીએ અને હા..આપણે નસીબવાળા છીએ કે શ્રી નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી માટે
  આહલેક જગાવી છે.

  ધન્ય ધન્ય ધરા ગૂર્જર.

 6. dhiraj thakkar says:

  great article!!!

  100% agreed with him.

  salute to maharaj saheb,

  he is just great author as well as great psychologist !!!

  want to meet him personally

 7. dhiraj thakkar says:

  વાસંતી ફુલ આપનુ શુ માનવુ છે?

  નટવરભાઈ તમે શુ માનો છો?

 8. trupti says:

  Great Article.
  1. If the woman gives the chance, no man are ‘sadh-sant’ or Ram that, they will not grab the opportunity. The way the girls today are dressing themselves reveling their body, why only man, the women notice it also. I often see many girls on the road and even in my office, the way these young girls are dressing. They wear low west jeans, from which even their underpants are peeping out. Who is responsible for this? Why, parents are having blind eyes towards this? Why can’t they stop their daughter from wearing reveling dresses? Maximum untoward incidents are happening due to some of these reasons.
  2. This is very debatable point. In my view, it is not only necessary for a woman to go out and work only in case of financial difficulties. In my view, if the woman is educated, and if all the other condition in the house is favorable, there is nothing wrong in for woman to go out and work. As by doing this, she is making use of her education and saving the national loss, as professional/ educated woman even after taking high level education, not utilizing in the proper manner, is a national loss in my opinion.
  3. Mother is the first and the best teacher in the world. Children generally follow what their mother is doing and very rarely try to follow their fathers in terms of the discipline and observations.
  4. Frankly speaking, I have nothing to comment on

 9. ચાર બહેનોએ પુછેલા ચાર પ્રશ્નો અને મહારાજ સાહેબે આપેલા ઉત્તરો વાંચ્યા.

  પ્રશ્નોત્તરી દ્વારા માર્ગદર્શન મેળવવાની આ રીત સૈકાઓથી ચાલી આવે છે. માનવ મન જ્યારે મુંજાય , પોતાની , સમાજની કે દેશ – દુનિયાની વર્તમાન પરિસ્થિતિથી જ્યારે અકળાય અને તેને પોતાને પોતાની મેળે જ્યારે કોઈ સમાધાન ન મળે ત્યારે તેના સમાધાન માટે તે જે કોઈ મહાનુભાવ મળે તેને પ્રશ્નો પુછવા લાગે છે અને છેવટે જ્યારે તેને પોતાને સમાધાન થાય તેવો ઉકેલ મળે ત્યારે જ તેનું મન શાંત થાય છે. દિર્ઘ કાળથી ચાલી આવતી આવી પ્રશ્નોત્તરી દ્વારા મનનું સમાધાન મેળવવાની આ રીત જ્યાં સુધી ગુંચવણ ભરેલું આ જગત અને ગુંચવાડાથી ભરપુર એવું આપણું મન અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી ચાલતી જ રહેશે.

  આવી જ એક અનન્ય પ્રશ્નોત્તરી દ્વારા વિશ્વએ અદભુત જ્ઞાન સંગ્રહ શ્રીમદ ભગવદ ગીતા રૂપે પ્રાપ્ત કર્યો છે. મારી ખાતરી છે કે જીવનની ઘણી ખરી ગૂંચ આ ગીતારુપી અદભુત જ્ઞાનસંગ્રહને સમજવાથી ઉકલી જાય તેમ છે.

  વળી અપણો દેશ ભા-રત એટલે કે જે જ્ઞાનમાં નિરંતર રત રહેનાર દેશ તરીકે ઑળખાય છે ત્યાં આવા પ્રકારની પ્રશ્નોત્તરી ચાલ્રતી રહે અને તેમાંથી સહુ કોઈ પોતાની પ્રકૃતિ અનુસાર સાર ગ્રહણ કરી લે તો તે આ પ્રકારના સાહિત્ય પાછળ ખર્ચાયેલ સમયનો સદુપયોગ ગણાશે.

 10. Bhavi shah says:

  મહારાજ સાહેબ ના લખેલા પુસ્તક ” હૈયાની વાત ” મા આ પ્રકાર ની બીજી પ્રશ્નોતરી મળી રહેશે, જે દરેક સ્ત્રિ એ અચૂક એક વખત વાંચવ જેવુ છે. અને યુવાન દીકરીઓ ના માતા-પિતા એ પણ.

 11. nayan panchal says:

  મૃગેશભાઈએ જો તંત્રીનોંધ ન મૂકી હોત તો આ લેખ પર પણ વિવાદ થઈ જાત. આ જ વિષય પર મહારાજ સાહેબનુ “સાવધાન ! એ રસ્તે ખતરો છે” પુસ્તક બહેનોને ઉદ્દેશીને લખાયેલું છે. આજના સમયમાં આ પ્રકારનુ લખાણ જૂનવાણી લાગે એવુ બની શકે. પુસ્તકમાંથી જે લેવા જેવુ લાગે તેટલુ લઈ લેવુ, મહારાજ સાહેબની ભાવના તો બહેનોને સાવધ કરવાની જ છે, કે જેથી એકવાર ભૂલ થઈ ગયા પછી પસ્તાવુ ન પડે.

  હું જૈન નથી પરંતુ મહારાજ સાહેબના પુસ્તકો મારા ફેવરિટ છે. જન્મથી લઈને મૃત્યુ સુધીના દરેક અવસ્થા પર મદદરૂપ બનતા તેમના પુસ્તકો ઉપયોગી મિત્ર બની રહે છે. તેમને મળવાનુ તો થયુ નથી, જ્યા હોય ત્યા તેમને શત શત વંદન.

  કરૂણતા એ છે કે મને તેમના ઘણા પુસ્તકો બુકસ્ટોર્શ માંથી નહીં પરંતુ પસ્તીવાળાને ત્યાથી મળી રહે છે.

  ખૂબ આભાર,
  નયન

 12. Jagat Dave says:

  લેખકશ્રી ના વિચારો જરુર થોડા નિરાશાત્મક, નકારાત્મક અને થોડા જુનવાણી લાગે છે પરંતુ જો બધા જ વાચકો તેમાં થી તેમને જરુરી એવું નવનીત તારવી લેતાં હોય તો…..તેવો વાંચન-વિવેક ખુબ જ આવકાર્ય છે.

  રહી વિવાદ ની વાત તો………વિવાદ નો સંવાદ જો વાચક પોતે જ પોતાના મન સાથે કરી લે તો તેનાથી ઉત્તમ બીજુ શું ??????? કદાચ એવા ઉન્ન્ત સમાજ માં આવી સલાહો પણ લેખકશ્રી ને ન આપવી પડે……..ને પ્રશ્નોનું સમાધાન આપોઆપ જ થઈ જાય. “submit comment” નું બટન જ ન દાબવું પડે……વાંચન-વિવેકની વિભાવના કાંઈક આવું જ કહી રહી છે.

 13. Sakhi says:

  very nice artical

  Murgeshbhai where I can get book ” હૈયાની વાત ”

 14. pamaka says:

  OUR POLITICION HAS MUST READ THIS ARTICAL WHO ARE PLAY ROAL TO MAKE 30 % RESURVE FOR LEDISE IN POLYTIC BUT THEY HAVE KEEP RESPECT OF WOMEN.& IT IS NOT IMPORTANT WHO IS RULE THE NATION BUT HOW ? RULE THE NATION. 30 % RESURVE IS NOT SOLUTION OF TO KEEP RESPECT OF WOMEN . BUT??????????

 15. vandanaibhatt says:

  કહેવાતી ભણેલ સ્ત્રીઓને જ જ્યાં સમજાતું નથી કે ક્યાં અને કેવી રીતે એની અસ્મિતા ઉપર પ્રહાર થૈ રહ્યા છે.પોતાના હક્ક શું
  છે એની જ ખબર નથી ત્યાં એની સામે અવાઝ ઉઠાવવાની વાત ક્યાં થી આવે? હજારો વર્ષ્ થી ઘરમાં ભરી દેવામાં આવેલી સ્ત્રીઓ,સતત અપમાનિત થતી સ્ત્રીઓ……બુધ્ધિ બેર ન મારી જાય તો શું થાય? અને બાકી હતું તે મલ્ટીનેશનલ કંપનીઓએ પુરું કર્યું સ્ત્રીને કોમોડીટી બનાવી દીધી.આપણી શિક્ષણ પધ્ધતિ એ આપણે સૌને મોડર્ન બનાવવાને બદલે વેસ્ટર્ન બનાવી દીધઆ.સામ્પ્રદાયિક વાડાબંધીમાં રાચતો સમાજ ધર્મ અને સંસ્ક્રુતિનો અર્થજ ભુલી ગયો!!!!!!!!!

 16. Ami Patel says:

  in the second question, where Naina has asked a question, I could read that “maharaj saheb prefers that young woman should not work out.”

  The answer from from maharaj saheb is really good, but when maharaj saheb himself, being a man, says , young woman should not work out, it shows the mentality of the society.

  Instead, being an educated , a woman should learn how to be respected in the society and work. Darek stree jo matra potani jat ne j unchi lavshe to aakho samaj aavi jase. I agree that it is not possible in many families, especially poor families, where stree nu nokar thi vadhu koi sthan nathi.

  Stree ane purush to sansar rath na be paida chhe, aa vat jyare stree ane purush banne sachi rite samjata thase tyare samaj saro hase.

 17. Milin Shah says:

  I liked the last answer the most. I am not agree with all the answers though but I am fully agree with the last answer. By nature there are certain roles a man and a woman have to play to run the cycle of the nature. Trying to run into one another’s role always goes contrary to the nature and that causes the disturbance.

 18. Veena Dave, USA says:

  ખુબ સર લેખ્ તંત્રીનોધ સરસ્.

 19. Veena Dave, USA says:

  સરસ્.

 20. ઈન્દ્રેશ વદન says:

  Maharaj can be the holiest of the holiest and all that. But, Looks like he still lives in 18th century where women should not be allowed to go to work. They should stay inside the home and do all the chores. Wherever they will go to work, will be molested by boss or other male co-workers.

  A lady puts a simple question whether she should work or not, and his answer includes words like ‘pr0stitue’. What’s wrong with him?

  He even goes to the standard where he compares women with the ‘feet’, and men with the ‘head’. Did he get an idea from ‘aurat pair ki juti’ ?

  As editor said, it might take months to understand some obscure meaning, but how long does it take to understand one should not use inappropriate analogies or words?

 21. kalpanadesai says:

  Lekh ane tantri-nondh ekdum saras.
  Avarnavar sadvicharni jyot jalavta rahesho.
  Ghanivar ek vakya pan jivan ne badali nankhava purtun hoy chhe.
  Thanks

 22. Megha Kinkhabwala says:

  જરુરિયાત અને સગવડ વચ્ચે બારીક ભેદરેખા છે અને તેની વ્યાખ્યા પણ વૈયક્તિક છે. સ્ત્રી એ ઘર નો ઉમ્બરો ઓળંગી ને બહાર કામ કરવુ જોઇએ નહિ એ પ્રશ્ન મારી દ્રષ્ટિ એ વૈયક્તિક છે.

  સંતાનો પાસેથી અપેક્ષા રાખતા પહેલા માતા પિતા એ પોતાના આચરણ વિષે સજાગ થવાની જરુર છે એ મહારાજ સાહેબે અસરકારક રીતે સમજાવ્યુ.

  છેલ્લા જવાબ સાથે સંમત થઈ શકાય એમ નથી પણ મ્રુગેશભાઈ એ કહ્યુ એમ ‘વાંચન વિવેક’ જાળવી ને no comments. 🙂

 23. Payal says:

  After careful reading of the article and the editor’s note I respectfuuly disagree with the advice given to the young woman about working outside the house. As a working woman/mom I can understand the dilema some parents may have about their daughters working. But in the end they must trust their daughters. Sure it is a cruel and tough world out there but hiding inside the house out of fear that something bad might happen is not the solution. Instead to join the work force with utmost respect and confidence in ones self seems to be the answer. In most cases if a woman shows no tolerance towards any disrespect, she will ultimately set a valuble example. Our young women needs solid role models to look upto unlike sleazy pop stars and actresses.

  • trupti says:

   Payal,

   I fully agree with you. By hiding the girl child in side the four walls; what are we trying to prove? and achieve? Are we really protecting them? One should be fearless and should be capable to fight against all odds. In present time where many parents are having single girl child including me, and if we do not train them to be brave and fearless, then what will happen to them in future when we would be no more. Instead we have to train them in such a manner that they will be in position to stand on their feet and move around freely in the cruel society.

   સ્ત્રીઓ નુ શોષણ સદિ ઓ થી એક નહિ તો બીજિ રિતે થતુ આવ્યુ છે, પણ આજે તે દરેક ક્ષેત્ર મા આગળ છે. જે સ્ત્રી શક્તિ ના દર્શન કરાવે છે. આપણા પુરાણો સદિ ઓ પહેલા તે વખત ના સમય પ્રમાણે લખાયા હતા, અને આજ નો જમાનો જુદો છે, તો સમયો પ્રમાણે ચાલવુ તો રહ્યુ જ. પણ સાથે મા-બાપ ની પણ ફરજ છે કે તેઓ તેમના સન્તાનો ને આપણી સન્સ્ક્રુતિ અને સ્ભયતા પ્રમાણૅ ઉછેરે.

 24. rajnichheda says:

  ખુબ સર લેખ્

 25. Ashish Dave says:

  Very difficult to agree…

  Ashish Dave
  Sunnyvale, California

 26. hiral says:

  મૃગેશભાઈએ જો તંત્રીનોંધ ન મૂકી હોત તો આ લેખ પર પણ વિવાદ થઈ જાત.

  Also, It is my own experience that because of such books and vyakhyan, sadhviji maharaj saheb and other devotees start harrasing (unknowingly) young mind /needy girl those who are in struggling phase. (do they need to surrender that they are poor and needy that is why earning?…)

  Why can’t we think that, daughters also has dreams for their parents. they also can do hard work and gain achievements with their ability in respectful fields. (why we should think that only poor daughters allow to work to help their parents…..as per maharaj ji)feelings and passion for respectful position is not that easy….it requires support and appreciation from society not such comment like maharaj saheb is explaining here. which demotivate parents and their daughter where in they are already in lack of confidence in difficult phase of life…

  if someone know that girl is needy and working…..chances are more she will be used. better, have self respect and gain the knowledge and make her feet strong in the respectful field and earn money. (no matter from which background)

  I am agree with Ami’s comment.
  The answer from from maharaj saheb is really good, but when maharaj saheb himself, being a man, says , young woman should not work out, it shows the mentality of the society.

  Instead, being an educated , a woman should learn how to be respected in the society and work. Darek stree jo matra potani jat ne j unchi lavshe to aakho samaj aavi jase. I agree that it is not possible in many families, especially poor families, where stree nu nokar thi vadhu koi sthan nathi.

  Stree ane purush to sansar rath na be paida chhe, aa vat jyare stree ane purush banne sachi rite samjata thase tyare samaj saro hase.

 27. viraj patel says:

  ખુબ જ સર્ર્સ

 28. govind shah says:

  Maharj Saheb has very carefully & beautifully analysed status & dignity of woman & roll woman has to play. she is complement to each other & not competitior.

 29. Alap says:

  Respected Maharaj,…

  I’m so sorry I’m not agree with you.
  According to my point of view ladies should go to job, it is not compulsory but it is depended on their wish.
  But all the males are not like “Sex Starved” animals. Ladies should also pay attention on their home’s responsibility as well as on their job (If she works), & if require male should also pay attention at home if their wife works. Both of them are equally responsible for development of virtues in their child… As well as woman can work if she wish to.

  Thanking you…

 30. navin shah says:

  Reading to such a good article, i feel all the books /articles should be put on website especially for the persons residing
  out of india. Most of the people/students in usa and other countries are wasting their time im internet/t.v serials.
  They have ample time to read good books but sometimes the only limitation is language.I hope, some solution to this problem will come out.But it is an excellent article !

 31. laser says:

  બહુજ સરસ…………………..લેખ………આખો ખોલિ નાખનારો…………..આચાર્ય સાહેબે સુન્દર વાત કરિ..ઍમને સમાજ નિ કાળિ બાજુ દેખાડિ ચે…. સન્તો નુ કામ એ જ હોઇ ચે……..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.