બ્રાયન ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ મોતીચારો શ્રેણીના પુસ્તક-4 ‘અમૃતનો ઓડકાર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ.સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com]

શિયાળાનો એ અત્યંત ઠંડો દિવસ હતો. અમેરિકાના એક હાઈવે પર સાઈડપાર્કિંગમાં પોતાની વૈભવશાળી કાર ઊભી રાખીને એક વૃદ્ધ સ્ત્રી કોઈની મદદની રાહ જોતી હતી. ફૂલ સ્પીડમાં જતી ઢગલાબંધ ગાડીઓ સામે એણે હાથ હલાવી જોયો હતો, પરંતુ ઠંડી સાંજનો ઝાંખો પ્રકાશ અને અત્યંત ઝડપ તેમ જ વરસતા બરફના કારણે કોઈનું ધ્યાન એના પર નહોતું પડતું અને કદાચ કોઈકનું ધ્યાન પડ્યું હશે તો પણ કોઈ ઊભું નહોતું રહ્યું. એ અમીર માજીના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે ઊપસી આવી હતી.

એ માજી નિરાશ થઈને પોતાની કારમાં પાછાં બેસવા જતાં હતાં એ જ વખતે એક જૂની અને ખખડધજ કાર એમની કારની પાછળ આવીને ઊભી રહી ગઈ. એમાંથી સાવ લઘરવઘર લાગતો એક ગરીબ હબસી ડ્રાઈવર ઊતર્યો. પેલા પૈસાદાર માજીને બીક લાગી. કાળા માણસો ઘણી વખત આવી એકલી સ્ત્રીઓને લૂંટી લેતા હોય છે અને અમુક કિસ્સામાં મારી પણ નાખતા હોય છે એ વાતનો માજીને બરાબર ખ્યાલ હતો. એટલે એમને વધારે બીક લાગતી હતી. એ માણસ એમની પાસે આવ્યો. ભય અને ઠંડી બંનેની ભેગી અસરથી માજીના હાથપગ ધ્રૂજવા લાગ્યા. પેલો કાળો માણસ એ માજીનાં ડરને જાણી ગયો. અત્યંત નરમાશથી એ બોલ્યો, ‘મૅમ ! ગભરાશો નહીં. હું તમને મદદ કરવા માટે આવ્યો છું. તમને એકલાં અટૂલાં અહીં હાઈવે પર ઊભેલા જોયા એટલે હું સમજી ગયો હતો કે તમારી કારમાં કંઈક પ્રોબ્લેમ થયો લાગે છે. મારું નામ બ્રાયન છે. હું પૂછી શકું કે તમારી કારમાં શું તકલીફ ઊભી થઈ છે ?’

બ્રાયનના વિવેકી અવાજ અને શિષ્ટ વ્યવહારથી માજીની બીક થોડીક ઓછી થઈ. એમને એ સારો માણસ લાગ્યો. એમણે કહ્યું, ‘કંઈ વધારે પ્રોબ્લેમ નથી ભાઈ. ફક્ત ડાબી તરફનું આગળનું ટાયર બેસી ગયું છે અને હું એ વ્હીલ બદલી શકું તેમ નથી.’ બ્રાયને જોયું તો કારની ડાબી તરફનું આગળનું વ્હીલ બેસી ગયું હતું, પરંતુ એક વૃદ્ધ સ્ત્રી માટે તો એ પણ એક અઘરું કામ જ હતું. બ્રાયને એમની ડીકીમાંથી જૅક તેમજ પાના-પક્કડ કાઢ્યા. પછી માજીને કહ્યું, ‘માજી ! તમે એક કામ કરો. ગાડીમાં બેસી જાઓ. ત્યાં તમને ઠંડી ઓછી લાગશે.’ માજી ગાડીમાં બેસી ગયાં. બ્રાયને વ્હીલ બદલવાનું શરૂ કર્યું.

પેલા માજીની બીક હવે સાવ જતી રહી હતી. કોઈ અજાણ્યો માણસ પોતાને મદદ કરી રહ્યો હતો અને પોતે ગાડી બંધ કરીને બેઠાં હતાં એ એમને યોગ્ય ન લાગ્યું. એમણે બારીનો કાચ ઉતારીને બ્રાયન સાથે વાત શરૂ કરી, ‘ભાઈ ! હું તમારો આભાર કઈ રીતે માનું ? જો તમે ન ઊભા રહ્યા હોત તો આજે રાત્રે આવા નિર્જન હાઈવે પર હું શું કરત ? એકાદ કલાકમાં તો સાવ અંધારું પણ થઈ જશે.’
‘માજી ! મુશ્કેલીમાં ફસાયેલાને મદદ કરવાની આપણી ફરજ છે અને હું ફક્ત એટલું જ કરી રહ્યો છું જે મારે આ સમયે કરવું જોઈએ. તમે કઈ તરફ જઈ રહ્યાં છો ?’ વ્હીલ બદલતા બ્રાયને કહ્યું.
‘હું સેંટ લૂઈ જઈ રહી છું. ત્યાં જ રહું છું.’ માજીએ જવાબ આપ્યો. પછી પૂછ્યું : ‘ભાઈ બ્રાયન ! તમે કામ શું કરો છો ?’
કારના વ્હીલનો છેલ્લો બોલ્ટ ફીટ કરીને બ્રાયન ઊભો થયો. એની આંખમાં આંસુ આવી ગયાં. ડીકીમાં પંક્ચર થયેલું વ્હીલ અને જેક વગેરે મૂકતા એ બોલ્યો, ‘સાવ બેકાર છું ! છેલ્લા બે મહિનાથી મારી પાસે કોઈ કામ નથી.’ એટલું કહી એ પોતાની કાર તરફ જવા રવાના થયો.

અચાનક જ પેલા માજી પોતાની કારમાંથી ઊતરીને એની પાસે આવ્યાં પર્સમાંથી થોડાક ડૉલર્સ કાઢી એને આપવા લાગ્યા, પરંતુ બ્રાયને એ લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. પોતાની ગાડીનો દરવાજો ખોલતા એણે એટલું કહ્યું કે કોઈ પણ દુ:ખી વ્યક્તિ દેખાય તો માજીએ એને મદદ કરવી. હા ! એ વખતે બ્રાયનને એ યાદ કરી લે તો પણ વાંધો નહીં ! એ પોતાની ગાડીમાં બેસી ગયો. માજીએ પોતાની ગાડી તરફ જતાં પૂછ્યું, ‘ભાઈ બ્રાયન ! આગળ નજીકમાં કોઈ રેસ્ટોરંટ હશે ખરું ? તમે અહીંના લાગો છો એટલે પૂછું છું.’
‘હા માજી ! અહીંથી થોડાક કિલોમીટર્સ આગળ જશો એટલે એક નાનકડું ટાઉન આવશે. ત્યાં હાઈવે પર એક રેસ્ટોરંટ છે. હું પણ એ જ ટાઉનમાં રહું છું. ચાલો, આવજો !’ બ્રાયને વિદાય લેતા કહ્યું. એનો અદ્દભુત વ્યવહાર જોઈને માજી આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી વાર એમ જ પોતાની કારમાં બેઠાં રહ્યાં. પછી ધીમે ધીમે એમણે પણ પ્રયાણ કર્યું.

થોડાક કિલોમીટર્સ દૂર ગયા પછી રોડસાઈડમાં જ એક રેસ્ટોરંટ એમણે જોયું. એમણે ગાડી પાર્ક કરી અને અંદર ગયા. રેસ્ટોરંટ સાવ નાનકડું જ હતું અને એટલું બધું સારું પણ નહોતું. પરંતુ થોડીક પેટપૂજા માટે ચાલશે એવું વિચારી એમણે પોતાની જગ્યા લીધી. આમેય આટલી મોડી સાંજે અને એ ઉંમરે સારા રેસ્ટોરંટની શોધમાં ભટકવાનું એમને યોગ્ય ન લાગ્યું.
‘હેલ્લો મૅમ ! ગુડ ઈવનિંગ ! હું તમારી શું સેવા કરી શકું ? શું લેવાનું પસંદ કરશો ?’ એક પ્રેમાળ અવાજે એમને વિચારોમાંથી બહાર લાવી દીધા. માજીએ જોયું તો એક વેઈટ્રેસ એમનો ઑર્ડર લેવા માટે ઊભી હતી. એ થાકેલી લાગતી હતી, પરંતુ પ્રેમાળ હાસ્ય સાથે પૂછી રહી હતી. માજીના ભીના વાળ લૂછવા માટે એણે નેપ્કીન આપ્યો. પાણી મૂક્યું. માજી જોઈ રહ્યાં. એ વેઈટ્રેસને પૂરા મહિના જતા હતા. પ્રેગ્નન્સીના છેલ્લા મહિનાઓમાં પણ એ કામ કરી રહી હતી. એ પણ આવા ફાલતું રેસ્ટોરંટનું થકવી નાખતું કામ એને કરવું પડતું. માજીને થયું કે એ સ્ત્રીની આર્થિક હાલત કેટલી ખરાબ હશે કે આવા છેલ્લા દિવસોમાં પણ એ આવું દોડાદોડી અને શ્રમવાળું કામ તે કરી રહી હતી. આ બધું વિચારતા એમણે પોતાનો ઑર્ડર નોંધાવ્યો. થોડી વારમાં એમણે મંગાવેલ વાનગી પેલી વેઈટ્રેસ મૂકી ગઈ.

જમવાનું પતાવીને માજીએ બિલ મગાવ્યું. બિલ ફક્ત થોડા ડૉલર્સ જ થયું હતું છતાં માજીએ 100 ડૉલરની નોટ મૂકી. વેઈટ્રેસ છુટ્ટા પૈસા લેવા ગઈ. એટલી વારમાં જ હળવેથી એ માજી ત્યાંથી રવાના થઈ ગયાં. વેઈટ્રેસ છુટ્ટા લઈને પાછી આવી ત્યારે માજી ત્યાં નહોતાં. પ્લૅટ પાસે બીજી એક 100 ડૉલરની નોટ પડી હતી. બાજુમાં પડેલા પેપર નેપ્કીન પર લખેલું હતું કે, ‘ડિયર ! આ બધા જ પૈસા તારી ટીપના છે. તારે મને કંઈ જ પાછું આપવાનું રહેતું નથી. હું પણ થોડાક કલાકો પહેલા મુશ્કેલીમાં હતી ત્યારે કોઈકે મને નિ:સ્વાર્થ મદદ કરી હતી. એ વ્યક્તિના કહેવા મુજબ હું તને મદદ કરી રહી છું. આપણે બધાએ બીજાને મદદરૂપ થવાની આ ભાવનાને અને નિ:સ્વાર્થ પ્રેમની આ સરવાણીને જીવંત અને વહેતી રાખવી જોઈએ !’ વેઈટ્રેસની આંખમાં આંસુ આવી ગયાં. પંદર દિવસ પછી જ એની ડિલિવરી થવાની હતી. આવનાર બાળક માટે જરૂરી ચીજવસ્તુઓ, કપડાં વગેરે લેવા માટે જાણે ભગવાને જ મદદ મોકલી હોય એવું એને લાગ્યું.

સાંજનું થકવી નાખતું કામ પતાવી, બધા ટેબલ સાફ કરી ઘરે જતી વખતે એ વેઈટ્રેસને સતત એ જ વિચાર આવતો હતો કે પેલા માજીને કઈ રીતે અંદાજ આવી ગયો હશે કે પોતે ખૂબ જ આર્થિક મુશ્કેલીમાં છે ? આમ તો એને આખી ઘટના એક ચમત્કાર જેવી જ લાગતી હતી. ઘરે પહોંચી આ બધા વિચારોમાં જ એણે પથારીમાં લંબાવ્યું. પોતાના પતિના મોં પર પણ અત્યંત ચિંતાઓ લીંપાયેલ જોઈને એણે એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ‘બધું જ ઠીક થઈ જશે. તું જરાય ચિંતા કરતો નહીં. ભગવાને આપણાં માટે પૈસાની વ્યવસ્થા કરી દીધી છે, બ્રાયન !’

બ્રાયન આશ્ચર્ય અને રાહતભરી નજરે પોતાની પત્ની સામે જોઈ રહ્યો !

[કુલ પાન : 87. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : http://gujaratibestseller.com/ અથવા આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506572.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાલો દાદાજીના દેશમાં – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’
પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ Next »   

31 પ્રતિભાવો : બ્રાયન ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. Uday Trivedi says:

  ખુબ સુંદર ભાવવાહી પ્રસંગ…
  આ પ્રસંગ વાંચીને મને Pay It Forward ની યાદ આવી ગઈ.

  What if a person helps you and doesn’t want any help in return ? What if that person asks you not to help him/her but to help three other persons ? What if that person asks you to ask the person you help to help three more persons, to pay it forward ? What if that person is a perfect stranger to you ?

  pay it forward is used to describe the concept of asking that a good work be repaid by having it done to others instead. This idea was first created by Catherine Ryan Hyde, author of novel Pay It Forward, which was later on used to make Warner Brothers movie.

 2. Hardik says:

  સરસ લેખ.. આ અમેરિકા સાચુ છે જે હિસ્ટરી બુક મા છે.

 3. Divyam Antani says:

  ખુબ ખુબ સરસ લેખ આવા પ્રેરના દાયક લેખ થી સવાર સુધરી જાય. આભાર.

 4. કલ્પેશ says:

  મારા અમેરિકા રહેવાસ અને પ્રવાસ દરમ્યાન મને આવો અનુભવ થયો છે.

  હુ ભારત આવવા માટે ત્યાના એરપોર્ટ પર જ્વા ટ્રેન સ્ટેશને જઇ રહ્યો હતો. ૨ ભારે બેગ (જેના પૈડા બગડી ગયા હતા), પીઠ પર ભારે બેકપેક એકલે હાથે લઇ જઇ રહ્યો હતો.

  ટિકીટ કાઢી, મશીનમા નાખી, દરવાજો ખુલ્યો. બેગ સાથે નિકળવાનો પ્રયાસ કર્યો. એક બેગ ગઇ અને હુ બીજી બેગ જોડે રહી ગયો, દરવાજો સમય (થોડી સેક્ંડથી) બંધ થયો. એક સ્ત્રી આ બધુ જોઇ રહી હતી. સ્ટેશન નિરિક્ષક ત્યાથી થોડી મિનિટ માટે કશે ગઇ હતી.

  આ સ્ત્રીએ મને કહ્યુ કે હુ તને જોઇ રહી હતી, તારી પાસે ટિકીટ છે. એટલે તુ આ બીજા દરવાજામાથી આવી જા. એણે મારી બીજી બેગ ઉપાડી લીધી અને બાજુમા દિવાલને ટેકે મૂકી દીધી.

  પછી હુ એસ્કેલેટર તરફ આગળ વધ્યો જે બંધ હતુ, લિફ્ટ પાસે વધ્યો ત્યા બીજી બે છોકરીઓ ઊભી હતી, જેઓએ મને પૂછ્યુ કે તેઓ મને મદદ કરી શકે છે બ્ન્ને બેગ ઉપાડવામા. મે એમનો આભાર માગ્યો અને સ્મિત સાથે આવજો કહ્યુ.

  અને ભારતના કેટલાક અજાણ્યા લોકો (ગુજરાતના, આંધ્ર પ્રદેશના, તમિલનાડુના) જેઓ ખૂબ મદદરુપ થયા છે અને સારા મિત્રો બન્યા છે. ઘણી ખોટી માન્ય્તાઓ દૂર થઇ છે.

  માત્ર એક જ વાત કહી શકુ – લોકોને માઠા અનુભવો પણ થાય છે, અમેરિકામા અને ભારતમા પણ.
  પણ એક આવો સારો અનુભવ પણ ઘણો મોટો છે.
  અને સામાન્ય, રોજિંદા જીવનના માણસો તમને જીવનના મહત્વના પાઠ શિખવાડે છે.

  કોઇપણ દેશ મહાન આવા “સામાન્ય, રોજિંદા જીવનના માણસો”ના નાના પણ અસામાન્ય કાર્યોથી થાય છે.
  અને અમેરિકા મહાન આવા લોકોથી છે. અને ભારત પણ.

  • કલ્પેશ says:

   અમેરિકાએ મને “Instant gratification” માટે વિચારતો કર્યો.

   તમે મોંઢામા મિઠાઇ મૂકો અને જે અનુભવ થાય તેવો અનુભવ કોઇને મદદરુપ થયા પછી થઇ શકે.
   જરુર છે આવી તકને જોવાની અને પકડી લેવાની.

 5. Payal says:

  Really inspiring story. Kalpeshbhai your personal experience also enhances it. This happened to a starbucks coffee shop drive through. Early one morning a very nice lady paid for her coffee and said she will also pay for the car behind her (a complete stranger). When that car pulled up the waitress told them that thier coffee was paid for. The people in the car were pleasantly surpised and said that they will pay for the coffee for the car behind them!! This went on for 28 cars until there were no more cars.. Amazing.. things like this still happen during kalyug times. Gives you some hope for humanity.

 6. ખુબ જ સુંદર હ્રદયસ્પર્શી પ્રસંગ.

  કોઇ ના માટે કરેલું નાનું કામ પણ એળે નથી જતુ.

 7. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ. મજા આવી ગઈ.

 8. trupti says:

  Very nice story and good to know the experiences of Kalpesh and Payal.

  I too had good experience in USA as well as India. During our trip to South India, we wanted to go to Kodai, we left Ooty and spent two days Konnur, from Konnur we went to Coimbature, stayed there for a day. The local people guided us over there how to reach Kodai. We were told to take a bus from Coimbature to Palani and from there we would get a bus to Kodai. AS usual, in the South, the language is a big problem. Neither we can speak their local language, nor can they understand Hindi and in some remote place even English. We reached the Palni bus stop, but the board was written in the local language, which we were not able to read. With little difficulty, we could explain a villager about our destination where we wanted to go. He could not speak our language, but with the sign language, he guided us properly and helped us in boarding the correct bus. From his look, he was poor as he was not even wearing the chapplas in his lag, but he helped us without any expectation. This incident happened nearly 15 years back, but still it as fresh as ever in our mind until date.

  During my visit to USA, I had to take a flight from JFK to Mumbai with my father and daughter. My mummy and sister were to travel on the same day from JFK to St. Louis where my brother was staying. My flight was at 9.30 p.m and my mom’s flight was at 6.30 p.m. As there was gap of 3 hours between our flights, I thought first I will help my mom and sister to board their flight and then we can go for our security check. When we reached the Airline counter, we were informed that the flight going to St. Louis is cancelled due to bad whether. We tried to accommodate them in any other flight, but no flight for St.Louis was available on that day. We were running pillar to post to find out about the next possible flight. Finally, we were given accommodation in the next day 8.00 a.m. flight. In this process, three extra hours we had between the two flights been vanished in no time. As the flight was cancelled due to bad weather, the airline was not giving the hotel accommodation. We got worried, as they were two ladies. We called up my brother and he said he would book a hotel near the airport for them. However, my mom and my sister were little bit jittery in going to the hotel and coming back the next day. The airport authority was not allowing them to stay at the airport too. Finally, we approached the airlines and described our problem and they issued the security pass and allowed them to stay at the airport-waiting lounge. It was our time to under go security check for our flight to Mumbai; we were very much worried about my mom and sis. especially my dad. Literally, tears came out of his eyes. When we reached the waiting lounge after the security check, we were narrating the incident to our fellow passengers, who were mostly Indians and specially Gujaratis. One of the fellow passengers guided me to the ground staff of the airline and asked me to speak to him and narrate the problem to him, as that ground staff was an Indian. I met that ground staff, narrated the incident to him, and worry of my father. He consoled us and took the names of my people and also told us not to worry and assured us to help my people at the airport. We were little bit relived by his consolence. At our time, we boarded our flight, after some time one another ground staff came to me and gave the message sent by my sis. that they are all right and that gentleman has arranged for them at the airport and provided them with the blankets. We were amazed as the action was taken in no time and we were not given only worldly consolence but that gentleman acted also and that to so fast!.

 9. Hiral Mody says:

  its amazing to know that people really want to help. i have numerous incidences which confirms that people and almighty are always there to help you out. You just need to carry out your work. You will never no when someone has worked a lot to help you.

  May god help all those who need the help

  Please let me know if you need any help

 10. dhiraj says:

  જોરદાર

 11. kunjan says:

  નીતી વાન માણસ ને ભગવાન કોય ને કોય રીતે મદદ કરે જ છે. કર ભલા તો હો ભલા.

 12. Jagat Dave says:

  કોઈ શક્તિ છે જેણે આ વ્યવસ્થા ગોઠવી છે અને તે આ બધું જોઈ/સંભાળી રહી છે…….મદદ કરતાં જાવ અને ભુલતાં જાવ……જો તમે યાદ રાખશો અને સામે એવી જ અપેક્ષા રાખશો તો તેનો હિસાબ પછી ‘ઉપરવાળો’ નહી રાખે……એને થશે કે આતો મારા કરતાં પણ વધારે ‘હોશિયાર’ છે…તો પછી તેને મારી શી જરુર?

  એક બે રસપ્રદ કિસ્સાઓ પણ યાદ આવે છે. સમય મળશે તો જરુર અહીં લખીશ.

 13. nayan panchal says:

  વીજળીવાળા સાહેબનો અતિસુંદર લેખ. વાચકમિત્રોના અનુભવો પણ એટલા જ પ્રેરણાદાયક.

  કર ભલા તો હો ભલા.

  ખૂબ આભાર,
  નયન

 14. માનનિય ડો. વીજળીવાળાનો ‘બ્રાયન’ તો જાણે ‘વીજળી’નો ઝબકાર!

  આજની બગડતી જતી પરિસ્થિતીમાં જ્યારે આવા ‘બ્રાયન’ ને મળવાનું થાય ત્યારે લાગે છે કે માનવતા મરી નથી ગઈ. મને તો આવા ઘણા અનુભવો થયા છે કે ન ધારેલ દિશામાં જાણે એક વીજળીનો ચમકારો થઈ જાય.

  || कर भला तो होगा भला ||

  આ એક સિધ્ધ થયેલ સુત્ર છે. અપનાવી જોયું છે અને અનુભવ્યું છે.

  આપણાથી કોઈનું ભલું ન થાય તો વાંધો નહિં, પણ આપણે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કદી ચાહીને બુરૂં ન કરવું.

 15. HARISH says:

  it is the law of nature…but now a days we are forget it……

 16. Veena Dave, USA says:

  વાહ, ખુબ સરસ્.

 17. rajnichheda says:

  વાહ, ખુબ સરસ્
  ખૂબ આભાર,

 18. જિજ્ઞા ભાવસાર says:

  આ વાર્તા અંગ્રેજી માં વાચી છે. છતાં ઉત્તમ માણસાઈ ના ઉદાહરણ ની વાત વાંચી આનંદ જ થાય છે.

 19. Prutha says:

  ખુબ જ સુન્દર અને પ્રેરણાદાયેી લેખ….

 20. Pravin Shah says:

  ખુબ જ સરસ. દરેક વ્યક્તિએ બિજા ને મદદરુપ થવાનુ શિખવુ જોઇએ

 21. Prashant raja says:

  અ અતિ સુન્દેર અને રદય્સ્પર્શિ. સમન્ય રિતે હુ ભાગ્યેજ પ્રતિભવ આપુ ચ્હુ

 22. jigeeta says:

  આશા રાખિએ કે આવિ ભ્હાવ્ના આખ્હા વિસ્શ્વ મા પ્રસ્રે.

 23. Kalpesh Sathwara says:

  કુછ ઔર ભી સાઁસે લેને કો મજબૂર સા હો જાતા હુ મૈ
  જબ ઇતને બડે જંગલ મે ઇન્સાન કિ ખૂશ્બૂ આતી હૈ

 24. જિજ્ઞેશ શનિશ્વરા says:

  અત્યંત લાગણીસભર લેખ. કલ્પેશભાઈનો શેર સ્પર્શી ગયો.

 25. Harish S. Joshi says:

  બસ આવુ સરસ વન્ચ્યા પચિ અએત્લુજ કહેવુ ગમેઃ-

  જ્યોત સે જ્યોત જલાતે ચલો,પ્રેમ કિ ગન્ગા બહાતે ચલો,
  રાહ મે આયે જો દિન્-દુખિ,સબ્કો ગલે લગાતે ચલો……..અને આવુ જો ના કરિ શકિયે તો…….તો બસ અએ વુ લાગે કે……..

  ક્યા કરેગા પ્યાર તુ ઇન્સાન સે,ક્યા કરેગા પ્યાર તુ ઇમાન સે,
  જન્મ લેક્રર ગોદ મે ઇન્સાન કિ,કર સકા ન પ્યાર તુ ઇન્સાન સે !…………જિવન મા સારા ” ઇન્સાન “( બ્રાયન્ બનો

  દોક્તર વિજ્લિવાલા સુન્દર લેખ માતે આભાર્.” વેલ દન્”

 26. Renish says:

  ખુબ સુન્દર

 27. Jasmin Rupani says:

  થોડા વર્ષો પહેલા આ વાર્તા ઈ મેઈલ માં કોઈ એ મોકલાવેલ. ત્યારે પણ બહુ ગમી હતી અને અત્યારે તેનું ગુજરાતી રૂપાંતર વાંચી ને પણ ગમ્યું.

 28. tilumati says:

  ખુજ સરસ વાત છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.