માબાપને લાગણી ભરેલી વિનંતી – ભરત એસ. ભૂપતાણી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

આજની યુવા અને કિશોરવયની પેઢી પોતાની રીતે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે અને સફળતાનાં શિખરો પણ પ્રાપ્ત કરે છે ! પણ બીજી બાજુ આ યુવા પેઢીમાંથી આજના વાતાવરણમાં મોટા ભાગના લપસણી બાજુ સરકતા સરકતા બરબાદી, નશાખોરી કે ચોરી અને ગુંડાગીરી તરફ આગળ વધે છે. નથી મા-બાપને ખબર પડતી કે નથી ખુદ યુવા-પેઢીને ખબર. જો તમારું સંતાન મુગ્ધાવસ્થામાં પસાર થતું હોય અને તમે બન્ને કારોબારમાં ખૂબ જ વ્યસ્ત હો તો આ સત્યઘટના તમને ચેતવણી આપે છે…

અમારી સોસાયટીમાં નોકરી કરતું યુગલ રહે છે. તેમને એક નેહા નામની સરસ હસમુખી છોકરી છે. નજીકની સ્કૂલમાં ભણે છે. રજા હોય તો તે કુટુંબ પિકનિક પર, હૉટલ અને પિકચરોમાં સાથે જાય અને બધા આનંદ કરે. પણ મુગ્ધાવસ્થા લીસ્સા સાપ જેવી છે. ક્યારે ડંસી જાય અને તેનું ઝેર ચઢે તેની ખબર પણ ન પડે. ધીમે ધીમે નેહા પણ તેની બહેનપણીઓના વર્તુળમાં ખેંચાવા લાગી. નવમા ધોરણમાં આવી. તેનામાં ઘણો ફેરફાર થવા લાગ્યો. હવે મા-બાપ કરતાં મિત્રો વહાલા લાગવા માંડ્યા. અભ્યાસને સ્થાને પાર્ટીઓ અને સ્કૂલ તેમજ કલાસમાંથી ચોરીછૂપી બહાર જવાનું વધવા માંડ્યું. બધાની જેમ નેહાને પણ બૉય-ફ્રેન્ડ મળી ગયો અને મિત્રોના વર્તુળમાંથી હવે તે બન્ને અલગ અલગ જગ્યાએ ફરવા લાગ્યાં.

આ તરફ મોંઘવારીમાં બે છેડા મેળવવા તેઓ કામ કરતાં. અને ઘરે નેહા ચાલાકીપૂર્વક ટ્યુશન કલાસ તેમજ સ્કૂલના ભણતરની વાત કરતી. સ્કૂલમાં પણ રિઝલ્ટ બગડવા લાગ્યું અને હવે તો નેહામાં સાહસ આવી ગયું કે તે જ રિઝલ્ટમાં મા-બાપની સહી કરવા લાગી હતી. મા-બાપ તેની ભણવાની કહેવાતી લગન અને મહેનત જોઈ હરખાતાં. તેના સુંદર સ્વપ્નાઓ જોતાં હતાં, પણ એક દિવસ સ્કૂલમાંથી તેમના ઘરે ફોન આવ્યો અને તેમણે હકીકત જાણી ત્યારે તેમને ચક્કર આવવા લાગ્યા કે નેહાનું સ્કૂલમાં હાજરી તેમજ પરિશ્રમનું પરિણામ ખૂબ જ નિરાશાજનક હતું. મા-બાપના ભરોસાને તોડતી ઘણી બાબતો તેમને અકળાવતી ગઈ. એક ધનિક નબીરાના ચક્રવ્યૂહમાં તે ફસાઈ ગઈ હતી. તેને એક વાર તેના ‘ફ્રેન્ડ’ સાથે પકડી પાડી, પણ શરમ અને આકર્ષણ બન્ને એકબીજાની વિરુદ્ધમાં જાય છે. બીજા મા-બાપોની જેમ જ તેને મારવાનું, સમજાવાનું અને લાગણીના હથિયારો વાપરી જોયાં અને નેહાએ પોતે હવે ભૂલ નહિ કરેનું વચન આપી નિયમિત હોવાનો દેખાડો કર્યો અને જ્યારે પણ મોકો મળે ત્યારે તેના પ્રેમીની કારમાં દૂર દૂર હોટલોમાં જવાનું ચાલુ રાખ્યું.

એક વખત તેમના પ્રેમની નાજુક-શારીરિક ક્ષણોને મોબાઈલના વીડિયો કલીપિંગમાં તેના પ્રેમીએ ઉતારી લીધી અને હવે તેના પ્રેમીએ અસલી સ્વરૂપ બતાવ્યું અને તેને તે બતાવી ધમકાવવા લાગ્યો અને એક કૉલગર્લની જેમ તેના વર્તુળમાં તે મોકલવા લાગ્યો. મા-બાપને છેતરવાનો તેને ખૂબ જ પસ્તાવો થયો, પણ કોઈ રસ્તો મળતો નહોતો. બરબાદીના રસ્તે પરાણે આગળ ધપતી નેહાના ગુલાબી સ્વપ્નાઓ પર હકીકતનો ઍસિડ ફરી વળતાં પ્રેમનો રૂપાળો ચહેરો બેવફાઈથી બેડોળ બની ગયો. અંતે તેની બેનપણીને મળી બધી વાત જણાવી. તેની બેનપણી તો એસએસસીની પરીક્ષાની તૈયારી કરતી હતી. નેહાએ રડતાં રડતાં કહ્યું, ‘મરતાં પહેલાં તને મળીને થોડોક ભાર ઓછો થયો…..’ આ તરફ તેની બેનપણીએ સમયસૂચકતા વાપરી તેનાં મા-બાપને જાણ કરી. તેનાં મા-બાપ તો આઘાતમાં સરી પડ્યાં, પણ નેહાને ઘરે લઈ આવ્યાં.

લાગવગવાળો અને પૈસાદાર નેહાનો પ્રેમી ધમકાવવા લાગ્યો. કંટાળી અને હતાશ થઈ એક થોડાક ઓળખીતા પોલીસ ઑફિસરને વાત કરી અને થોડા સમય માટે બહારગામ જતાં રહ્યાં. આ કુટુંબ સાથે મારો ઘર જેવો સંબંધ અને આ ઘટનાના દરેક તબક્કાનો હું સાક્ષી અને ક્યારેક સલાહકાર પણ રહ્યો છું. નાનપણની ઢીંગલી જેવી નેહાને રમાડવા જઈએ ત્યારે મારા મોટા પેટ પર મુક્કા મારતી ને બોલતી : ‘અંકલ ! હું મોટી થઈને ડૉકટર બનીને તમારા પેટને સીધું કરી દઈશ…’ અને આજની નેહા…..

વાચકમિત્રો ! આ લખતાં લખતાં મારા હાથ ધ્રૂજે છે અને આંખમાં આંસુ આવી જાય છે. તેને જોઈએ તો લાગે એક જીવતી જાગતી માત્ર સત્તર વર્ષની લાશ…. જો તમે આ ઉંમરનાં સંતાનોના વાલીઓ હો તો મારી તમને આજીજી છે કે પ્લીઝ ! તમારાં સંતાનો પર નજર રાખજો. તેમના મોબાઈલ, અભ્યાસનું લૉકર ચેક કરજો અને તેની સ્કૂલ કે કૉલેજમાં અચાનક જઈ તપાસ કરજો. મિત્રવર્તુળને ચકાસશો તો જ તમારું સંતાન જાણે-અજાણે આ લપસણી દુનિયામાં નહિ જાય… નહિતર એક મા-બાપની ફરજ ચૂક્યાનો વસવસો આખી જિંદગી રહેશે….!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મધપુડો – સંકલિત
ગીતાબોધ – ગાંધીજી Next »   

40 પ્રતિભાવો : માબાપને લાગણી ભરેલી વિનંતી – ભરત એસ. ભૂપતાણી

 1. “પ્લીઝ ! તમારાં સંતાનો પર નજર રાખજો. તેમના મોબાઈલ, અભ્યાસનું લૉકર ચેક કરજો અને તેની સ્કૂલ કે કૉલેજમાં અચાનક જઈ તપાસ કરજો. મિત્રવર્તુળને ચકાસશો તો જ તમારું સંતાન જાણે-અજાણે આ લપસણી દુનિયામાં નહિ જાય…”
  શું આનાથી સંતાન સુધરી જશે? આને મળતો કિસ્સો મારી જાણમાં છે. વડોદરાની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને ભણતી એક યુવતી આજ રીતે એક છોકરાની ચુંગાળમાં ફસાઇ હતી. તેની રૂમ પાર્ટનરોએ ખુબ સમજાવી તોપણ માની નહિ. છોકરો તેનો ઉપરના લેખમાં બતાવ્યા મુજબ જ ગેરલાભ ઉઠાવવા લાગ્યો.રૂમ પાર્ટનરે વડોદરાની એક સ્ત્રી-સંસ્થાને વાત જણાવી. સંસ્થાના કાર્યકરોએ વચ્ચે પડી તે છોકરીને છોડાવી. તેના મા-બાપને બોલાવી માહિતગાર કર્યા.તે યુવતીએ પણ પ્રતિજ્ઞાઓ કરી વિ. વિ. સ્ત્રી-સંસ્થાના કાર્યકરોએ થોડો વખત યુવતીથી અજાણ્યા પીછો કરી તેને સંરક્ષણ પુરું પાડ્યું. આમ વર્ષ પસાર થઇ ગયું.પરીક્ષા પુરી થઇ તેને બીજે દિવસે તે યુવતી તે જ છોકરા સાથે ભાગી ગઇ !
  શું મા-બાપે સંતાનો ઉપર વિશ્વાસ ના મુકવો?
  આજના યુવા-માનસને સમજવામાં કંઇ ભૂલ થઇ રહી છે ?
  Does policing our children help ?
  સમસ્યા ચોક્કસ ગંભીર છે, અને તેનું સમાધાન અટપટું તેમજ અઘરૂં છે.વ્યક્તિએ વ્યક્તિએ ઉપાય અલગ અલગ હોઇ શકે.

  • Krunal Choksi, NC, USA says:

   Dear sir,

   I think, the only solution for this is to have a friendly communication with kids. My parents always had given enough time to me and always encourage me to talk out any problem/confusion to them. Perhaps we need attention/feelings/love (!!!) at that age which working parents fail to provide sometimes. And at that time we go to our friends and talk to them about all the problems/questions/confusions we have. Perhaps, this leads to the situation if the friends you believe in or put your trust on are as immature as you are.

   This is my own thinking/view point. Yet I agree with you that it is a quite scary and gross situation and may have different solutions depending on one’s situation/condition.

   Sincerely,
   Krunal

   • Ashish Dave says:

    100% agreed… Keep open communication with kids from the very early age.

    Ashish Dave
    Sunnyvale, California

   • જિજ્ઞેશ શનિશ્વરા says:

    હુ આપની સાથે સહમત છુ, કૃણાલભાઈ.
    આ ઉંમર એવી છે, કે ત્યારે આપણી વાત જેને સાચી લાગતી હોય (ભલે તે ખોટી હોય), તે બધા આપણને વહાલાં લાગે છે. મા-બાપને આપણે કાંઈ કહી નથી શકતા, અને મિત્ર-વર્તુળમાં જે આપણા તરફ સહાનુભુતિ દર્શાવે છે, તેના તરફ મન ઢળે છે, અને જો તે વિજાતીય જાતિનું પાત્ર હોય તો પ્રેમમાં પડી જવાય છે. સારા-ખોટાંનું કશું ભાન રહેતું નથી.

    સહન મોટા ભાગે દીકરીને જ કરવાનું આવે છે.
    પણ આ પરિસ્થિતિ બહુ ભયંકર છે.

 2. kunjan says:

  મા-બાપે સંતાનો ઉપર વિશ્વાસ મુકવો, પણ સંતાનો ની મિત્ર વર્તુળ ની મહીતી તો રાખી ને તેને ખરાબ સંગત થી તો બચાવી લેવાય

 3. PINAKIN PATEL. SAUDI AREBIA says:

  yes, every parents must take care, do not take it as granted.
  good, real story,

 4. જય પટેલ says:

  સામાજિક ચેતનાની મશાલ જગાવતી સત્યઘટના.

  બાળકના ઘડતરમાં ઘરનું વાતાવરણ અગત્યનો ભાગ ભજવે છે.
  બાળકને ઘરમાં પ્રેમ…હૂંફ મળી રહે તો બહારના પરિબળો બેઅસર બની રહે.

  વક્ર દ્રષ્ટિ.
  કૂમળા છોડને વાળો તેમ વળે.

 5. સંતાનો પર નજર રાખવા કરતા તેમની સાથે જો મૈત્રીભર્યો વ્યવહાર રાખવામાં આવે તો આવી ગંભીર સમસ્યાઓ ઘટાડી શકાય છે. ક્યારેક માતા-પિતા તરીકે માતા-પિતા વધુ પડતી નજર રાખે છે ને પછી ક્યારેક એ દબાવી રાખેલી સ્પ્રિંગ વધુ જોર સાથે મોકો મળતા ઉછળે છે.

  માતા-પિતા તરફથી જો પ્રેમ, સમય અને સમજણ મળે તો સમસ્યા ઉભી થતી નથી.

 6. yatish says:

  Sad…but true also to some extent.. one cannot say that a coin has only one side…

  yatish

 7. Jagat Dave says:

  સાંપ્રત સમયમાં…..ખાસ કરીને નોકરી કરતાં મા-બાપનાં કુટુંબમાં…..ક્યારેક સમયનાં અભાવનાં કારણે…..કયારેક પૈસા પાછળની ઘેલછા ને કારણે………ક્યારેક દંપતિની આપસની સમજણ ના અભાવે…….બાળકનાં ઉછેરમાં ખામી રહી જતી જોવા મળે છે અને સાથે સાથે સમાજીક મુલ્યો પણ બહુ ઝડપથી બદલાતાં જાય છે…….અને આ બધા વચ્ચે બાળકનો યોગ્ય ઉછેર, તલવારની ધાર પર ચાલવા જેવો થઈ ગયો છે.

  મારા માનવા મુજબ જો બાળક સમજણું થાય અને પ્રાથમિક શિક્ષણ લે તે દરમ્યાન મુલ્યોનાં ધડતર બાબત પર વધુ ભાર આપવામાં આવે તો ઘણી સમસ્યાઓ હલ થઈ શકે છે. કારણકે બાળક સારા-નરસાનો વિવેક તે ઉમરમાં જ શિખે છે અને તે પરિપક્વ થયા બાદ પણ તેનાં સુશુપ્ત મનમાં બીજ સ્વરુપે ધરબાઈ ને પડ્યા રહે છે. ઉદાહરણ તરીકે ગાંધીજીનાં બાળપણનાં સંસ્કારોએ તેમને અણીના સમયે કુમાર્ગે જતાં બચાવી લીધા અને તેટલું જ નહી તેમને મહાત્મા બનાવવામાં પાયાનું કામ કર્યું. એવું જ અન્ય મહાનુભાવો નાં બાળપણને જોતાં ખ્યાલ આવે છે. એવી જ રીતે જે લોકો એ ઝુલ્મની દુનિયામાં કુખ્યાત થયા છે તેનાં પાછળ પણ કાંઈક બાળપણનાં કડવા અનુભવો જ કારણરુપ હોય છે.

  મારા અંગત અનુભવો પણ કાંઈક એવાં જ છે. મે એવા ઘણાં વિદ્યાર્થીઓ જોયાં છે જે માર્ક શીટમાં અવ્વલ અને ઈતર પ્રવ્રુતિઓમાં પણ અવ્વલ રહેતાં હતાં પણ……ધડતરમાં ક્યાંક કચાશ રહી જવા પામી હશે કે તેઓ જીવનનાં/ કારકિર્દીનાં ખરાં સમયે ગોથું ખાઈ ગયાં અથવા ભટકી ગયાં.

  આપણે સૌએ ભેગા મળીને બાળપણને જ ગુંગળાવવાનું શરુ કર્યું છે.

 8. Veena Dave, USA says:

  સંતાનને યોગ્ય ઉમરે સારા-નરસાની સમજ આપીએ. પૈસા વિષે સાચી સમજ આપીએ, સારા મિત્રો બાબત સમજાવિએ અને મા-બાપ જ ઉદાહરણરુપ જીવન જીવે એ ઉપયોગી બનશે.
  અમેરિકાના હસ્તિનાપુરમા રહેતા કુટુમ્બની દિકરીના લગ્ન માટે એક છોકરા સાથે વાત ચાલતી હતી. એકવખત છોકરાએ એ દિકરીને ફોન કર્યો પછી પુછ્યુ શુ કરે છે? છોકરીએ જવાબ આપ્યો કે અમે બધા સાથે બેસીને ‘ચલતી કા નામ ગાડી’ મુવી જોઇ રહ્યા છીએ. આ બાબત એ છોકરાએ તેના મા-બાપને જણાવી. આવી બાબતો વ્યક્તિ અને કુટુબ વિષે ઘણુ કહી દે..

 9. Vaishali Maheshwari says:

  Very sad true story.

  I agree completely with Hiral Vyas “Vasantiful”‘s comments.

  Thank you Author for sharing this story with us.

 10. Divyesh says:

  ખુબ જ સમજવા જેવો લેખ હતો … દરેક મા-બાpએ કળજિ તો લેવિ જ જોઇએ.. pન pરેમ થિ.. pરેમ થિ જે કામ થાય તે સારુ જ થાય્… ખુબ જ આભાર ….

 11. trupti says:

  Mrugeshbhai,

  Thank you very much for publishing this article on your site. I had sent the scanned copy of the article to your email address, which was published in Janamaboomi Pravasi. I do not know whether this is published after my request or may be it was in you mind to publish, but due to present time situation, this was required to be published on web site so that maximum people can read this wonderful article and understand.
  The parents should not be watchdog but at the same time should not turn their back from their responsibility. Working woman is the demand of the present time but at the same time, it is parents responsibility to test check the activity of the children.
  Mobile is certainly the present day’s necessity but the same should be given and used as a facility and should not allowed to become an addiction to the children. Same way, the internet access needs also to be closely monitored. Preferably the computer should be kept in the open area so that, the parent can keep a eye on the children seating on the net and can certainly view which site the children are visiting. The parents should block certain site.

 12. Chintan says:

  લેખમા રજુ કરેલા વિચારો યોગ્ય છે.
  જો આજના સમયમા માતાપિતા અને સંતાનો વચ્ચે મુક્ત સંવાદ થાય, ઘર મા એવુ નિખાલસ વાતાવરણ રચાય તો હજુ પણ મોડુ નથી થયુ. એકબીજા પ્રત્યે મૈત્રિપુર્ણ વ્યવહાર એક આદર્શ કુટુંબનિર્માણની સાચી શરુઆત બની શકે છે.

 13. dhiraj says:

  ખુબ સરસ લેખ

  હું college ma professor છુ. અને મને ખબર છે students ના મોબાઈલ ચેક કરો તો ખબર પડે કે કેવા કેવા photos and video હોય છે?

  જાગો વાલી જાગો

  • શ્રી ધીરજભાઇ,
   માફ કરશો પણ કદાચ વડિલોની આ જ મનોસ્થિતિ વાર્તામાં દર્શાવેલ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. કોલેજકાળમાં મેં પણ “બ્લ્યુ ફિલ્મ” જોઇ હતી. યૌવનની સ્વાભાવિક ઊર્મિઓને સમજવાની અસમર્થતા કે અણગમો.

   • dhiraj says:

    વડિલ
    શુ તમારા સંતાન “બ્લ્યુ ફિલ્મ” જોતાહોય તે તમને ખબર પડે તો તમને ગમે?

    • nayan panchal says:

     આ દિવાળી પર વડીલો પોતાના સંતાનોને હોંશે હોંશે BLUE ફિલ્મ જોવા લઈ ગયા હતા, એ પણ થિયેટરમાં…

    • મારા સંતાનોને યોગ્ય સમયે જરુરી જાણકારી આપી છે. આને લીધે તેઓને અમારાથી કાંઇ છુપાવવું નથી પડ્યું.
     સંતાનો સાથે બની શકે તેટલા ખુલ્લા દિલના સંબંધ કેળવવાથી ઓછા પ્રશ્નો ઊભા થાય

 14. sheelaben says:

  દુ;ખ થાય પન સાચુ લક્ષમન રેખા દોરવિ જરુરિ

 15. ઈન્દ્રેશ વદન says:

  ઈન્ટરનેટ અને એસ.એમ.એસ ના યુગમાં આ બધુ ન થાય તો જ નવાઈ.
  દરેક વખતે મા-બાપનો વાંક કાઢવો પણ ઉચિત નથી. એક જ ઘરના બે સંતાનો તદ્દન અલગ-અલગ હોઈ શકે છે (એક ચોર બીજો પોલીસ?).

  તમે પોતે જીવનમાં જે બન્યા છો, તેમાં તમારા પેરન્ટસનો જ સિંહફાળો છે. પરંતુ શું તમે ૧૦૦% જશ તેમને આપશો અને પોતે કશું જ નથી કર્યુ એમ કહેશો?

  સારી કેળવણી દરેક મા-બાપ આપે જ છે, પરંતુ એને કેટલી ગ્રહણ કરવી તે સંતાનો ના હાથ માં છે. તેઓ કેવા કલ્ચરમાં રહે છે તેના પર પણ નિર્ભર છે.

  અમેરિકાનિવાસીઓ સંમત થશે કે, અહી તેર-ચૌદ વર્ષે જ વ્યક્તિને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોય છે. અમેરિકામાં બોય/ગર્લફ્રેન્ડ નો અર્થ ઈન્ડીયા કરતા ઘણો બધો અલગ છે. અને આ સમયમાં જેને વિજાતીય મિત્ર ના હોય તેમના માટે અલગ શંકા સેવાય છે.. ‘દોસ્તાના’ anyone?

  વાર્તામાં દર્શાવેલો કિસ્સો વીસ-પચ્ચીસ વર્ષ પહેલા પણ બનતો હતો અને હજુ પણ બને છે. ફક્ત અત્યારે એની સંખ્યા વધી છે અને નવી ટેકનોલોજીએ એ સરળ બનાવ્યું છે.

 16. Ami Patel says:

  I think one good solution is to have friendly and frank discussion with your kids on subject like this, smoking, drugs etc. . They are not bad at all. If you discuss what is good and what is bad like friends, they are always ready to take your advise. You need to teach them how to think and how to make decisions in life.

  • trupti says:

   Amiben,

   I agree with you. However, every time it is not possible to make the children understand, I mean, you try to convey what you want to convey, you tell them the consequences of the things, they will listen, but the teen age is the age, where they have lots of fantasy in their mind, and they think from the heart and not the mind. They will listen to everything what you are saying, but will sometime do what they want to do. Every parent tries (though there are some exceptions) to make their children understand and try to give the quality time at least not the quantity time but children of this age does not understand.

   I would like to give an example. I have a daughter aged 13 years. We stay at Vile-Parle and she goes to school at Juhu Scheme. Morning she is dropped at school by my hubby, and then he goes to work. I am also working. My parents are staying just two building away. The distance between the school and my residence is 30 minutes walking and by richaw 10 minutes, depending on traffic. Evening she leaves at 3.30 p.m. either of my parents goes to pick her up, as the school bus take long time as it drops various children at different locations. As she is 13, she feels she can come alone from the school and many times argues with me that why I do not allow her to come alone. My hubby and my parents as well as I make her understand and tell her what is going on around. We also tell her that, we trust her but we are worried and feel protected about her. My hubby gives whole lots of examples what he has seen, read and what his friend’s family had undergone when his friend’s brother got missing from the school picnic and how and when that boy was found.
   The world is not good as it looks like and not bad either but we have to be careful.
   There is a good saying in our Gujarati:
   ચેતતા રહેવુ અને ચોર કોઈ ને કહેવા નહી.
   The only solution is, not to create wall between the children and parents, and be friendly and share all the experience, which you may have gone through when you were young, as we all have passed through this phase of life.

   • Sanjay says:

    Trupti ben,
    From last 7 years i am out of our country, and i observed same condition every where.
    So for us we have to take care for our self just like our “Gujrati Kahevat” what ever u had mention.

    Good discussion.

    Thanks.

 17. Mitali says:

  આ તો આજની કડવી સચ્ચાઈ છે.

 18. Ashish Dave says:

  Trust your kids but at the same time be vigilant…

  Ashish Dave
  Sunnyvale, California

  • trupti says:

   Ashishbhai,

   You rightly said, Trust your kids but at the same time be vigilant…

   I would like to quote one incident here in this context:

   At present there is summer vacation in the school, since my daughter is in class IX (ICSE Board), there is no vacation in the coaching classes she is attending.

   One day she asked my permission for not attending the class, (she had Chemistry test on that particular day and this is her most unlike subject), which I refused to give. The class was in between 4 to 5 p.m. She carries her mobile, since the class is close by she travels on her own. My office leaves at 5 p.m. I was trying to contact her since from 5 p.m. bust her mobile was switched off. Continuously I was trying her but I could not contact her. Her class is little off the way to my regular routine. I was getting jittery about her not reachable on cell and I thought she might have bunked the class and gone some where else, hence, I decided to go to her coaching class, considering she must be still in the class as the mobile was switched off ( they have to switch off the cell during the class). When I reached there at 5.30 p.m, I met her Chemistry teacher and she informed me that she just left. I confessed the whole episode to the teacher, and said, what I was thinking, immediately she and her hubby who is teaching her Biology, disagreed to my apprehension, and said that my child will never do that. to that I also agree, and said that, “I trust my child but, the teen age is a very crucial age, and do not know what they will do.”

 19. nayan panchal says:

  આજે એવો સમય આવી ગયો છે કે સંતાનોને જો તમે કશુ કરતા અટકાવવા માંગશો તો તે શક્ય જ નથી. ટેકનોલોજીએ તેમની સામે ઘણા બધા વિકલ્પો ખૂલા મૂકી દીધા છે. સંતાનોને દરેક વસ્તુના સારા-નરસા પાસાથી માહિતગાર કરો, તેમનામાં એટલી સમજ કેળવવા દો કે તેઓ યોગ્ય પસંદગી કરવા લાયક બની શકે, પરંતુ પસંદગી તો તેમને જ કરવા દો.

  નયન

 20. PRAFUL SHAH says:

  DEAR FRIENDS:-

  AS YOU ALL KNOW, IN THIS RAT RACE LIFE, PARENTS CAN ELECT TO CHOOSE FOR SAFETY AND SECURITY; ALSO GOD HELP TO THOSE WHO HELPS THEM SELVES, BUT STILL THERE WILL BE NO OUT COME, IF YOU ARE GENTLEMEN THE WORLD IS NOT AND THOSE WHO ARE WAITING TO TAKE BENEFIT OUT OF THE CHANCE THEY ACHIEVE, THEY ARE NOT GOING TO LOSS, UNLESS , THEY HAVE ANY FEAR OF SAMAJ OR GOVT OR GOD. I HOPE ONLY GOVT. WE ELECT OR GOD CAN HELP US. AN ORDINARY PEOPLE, WHEN ONCE ELECT HIS GOVT. AND IF HE IS NOT SAFE , WHAT HE CAN DO? HE HAS ANY WORD OR WEAPON IN GOVT. i CAN’T UNDERSTAND, PRAYER FOR HIS (God) MERCY, OR WE SHOULD UNDERSTAND IT IS HIS WILL………THIS IS OUR DEMOCRACY, AND WE HAVE TO DEPEND ON OUR ELECTED GOVT. MINISTRIES , JUDGES OF SUPREM COURT OR AT LAST PRESIDENT OF INDIA.
  OTHERWISE PRAY TO YOUR GOD OR SURRENDER AS ,IT IS A GOD’S WILL……..PRAFUL SHAH

 21. hiral says:

  સંતાનને યોગ્ય ઉમરે સારા-નરસાની સમજ આપીએ. પૈસા વિષે સાચી સમજ આપીએ, સારા મિત્રો બાબત સમજાવિએ અને મા-બાપ જ ઉદાહરણરુપ જીવન જીવે એ ઉપયોગી બનશે.

  I think my mother was always smart mother without scolding according to our age, she used to tell her own life example and her good friends examples..and smartly put some negative incidents….if later we ask, why are you sharing all these with us? ( we were under assumption, she don’t know about few things especially when if we hide something from her, she never care to ask us directly she will tell) you can take right decision in tough situation if you know how your paretns behaved in similer situations.

  rest it is your life…but it is our duty to guide you and make you aware…

  I agree, friendly communication with teen age children can solve many problems.. children need time, care , love and patient hearing.

 22. Rupa says:

  i have 2 lovely daughters.one is 6 yrs. old and one is 2 yrs, but reading this article and the comments will surely help me to raise them up, taking care of them and try my best to be friendly with them and spent quality time ………… i am a housewife and do not work so that i can spend more time with my daughters, lend them a helping hand whenever they need me and listen to all their silly stuffs……..i can only say that as parents we need to be very cautious in every manner………and take real good care of our kids,

 23. જિજ્ઞેશ શનિશ્વરા says:

  વેલ,
  બધાની કોમેન્ટ્સ બહુ સરસ રહી.. વચ્ચે વાત થોડી આડે પાટે ચડી ગઈ (બ્લ્યુ ફિલ્મવાળી). આમાં એની તો કોઈ વાત જ નથી આવતી.
  બ્લ્યુ ફિલ્મ જોવી સારી વાત નથી. પણ મને એ કહો કે કોણે નહી જોઈ હોય? આજના યુગમાં બાળકોને કઈકઈ બાબતોમાં રોકી શકશો? વિજાતીય આકર્ષણને આપણે લોકો નોર્મલી કેમ લઈ નથી શકતાં (અઘરું છે, પણ જરુરી છે.)

  દરેક મા-બાપને બાળઉછેરની થિયરી ખબર છે,પણ તેનો અમલ બહુ કઠિન છે.
  બાળકને કેટલું કડક રહેવું કે કેટલું ઢીલું મુકવું તે બે વચ્ચે બહુ પાતળી રેખા છે.

 24. Ashish Shah says:

  Hmm, I am 24 years old boy but nt frm the this generation..I am forward and success n my life but not have did any kind of activities tht hurts my parents though i faced many bad situations and also i have many chances to do that…

  i just want to say k yaar apni zindagi par apna karta wadhare haq apna ma – baap no che to kewi rite apne apni againest jai ne kai deside kari sake…

  bus ek vinanti che to every girls k we guys don’t have to suffer in any way..sahan tamare j karwu pade che to jyare pan j paglu bharo e sachu che k khotu e tame decide nai karo tamara ma – baap ne karwa de jo…

  With regards…

  Ashish Shah
  Elite Infoway

 25. Bhargav Patel says:

  Yes This article is very true and very important for all parents…

  The thing “Character” is very important in everyone’s life. But some people do not understand importance of it and play with it like toy. Teen ages and attraction has very good bond so teenagers fall in dream world and do some serious mistakes which are not good and not accepted by our society.

  The best way I think is just give knowledge of what is true and what is wrong , what to do and what not to do, tell them about our great religion, our culture , our nation, tell some fact about outer world and how some blood suckers spoiled life of innocent girls in teenagers from the early ages. Live with them as a friend , if they found friend in parents than they talk with them openly and this bad time never come in them life.

  Thanks & Regards,
  Bhargav (GuRu) Patel

 26. manish pandya says:

  આ તો આજની કડવી સચ્ચાઈ kvi kone?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.