Archive for December, 2009

શાલિનીનો હસબન્ડ અને હું – વિનોદ ગાંધી

[સાવ અનોખી શૈલીમાં સુંદર ગૂંથણીપૂર્વક લખાયેલી અને અંત સુધી જકડી રાખે એવી આ વાર્તા, જલારામદીપ સામાયિક (દીપોત્સવી અંક)માંથી સાભાર લેવામાં આવી છે.] પ્રિય શ્રોતા, સાંભળ. મારે તને મારા જીવનની કેટલીક વાતો કહેવી છે. તને એમ થતું હશે કે મારે તને જ એ વાતો કેમ કહેવી છે, તો સાંભળ, તું સામે બેઠો છે એટલે મારે તને […]

સંસ્કારનો ઈજારો કોનો ? – વનલતા મહેતા

[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-09માંથી સાભાર.] સમાજકલ્યાણનાં અનેક કાર્યોમાં હું કાર્યરત રહેતી તેમાં પછાત વર્ગની સ્ત્રીઓને થતા અન્યાયના અનેક પ્રશ્નો ઉકેલવા પડતા. મજૂર વર્ગના સાંસારિક ઝઘડા, મુસીબતોની ગૂંચ ઉકેલવાનો સામનો કરવો પડતો. તેથી જ મારા ઘરની સામે બંધાઈ રહેલા ‘ટાવર’ના બાંધકામમાં કામ કરતા મજૂરોનું હું અવલોકન કરતી. આજુબાજુની ફૂટપાથ પર કંતાનના ગાભાથી ઓપતા એમના વૈભવશાળી ફલૅટ, તેમની […]

ઑલ ઈઝ વૅલ – મૃગેશ શાહ

આ દુનિયામાં વ્યસન પછીની બીજા નંબરની ગુલામી કદાચ ડિગ્રીઓની છે એમ કહી શકાય. વ્યસનનો નશો તો ક્યારેક ઊતરે છે અને માણસને સાચી પરિસ્થિતિનું ભાન થાય છે. પરંતુ ડિગ્રીઓ મેળવવાનો નશો એવો છે કે તે પેઢી દર પેઢી કાયમ બની રહે છે. ટનલની જેમ દરેક જણ એમાંથી પસાર થતા રહે છે. સંજોગોવશાત જો કોઈ વ્યક્તિ ભણી […]

કવિતાનો સૂર્ય (રવીન્દ્રચરિત) – મહેશ દવે

[ કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરના સમગ્ર જીવનપ્રવાહને આવરી લેતું જીવનચરિત્રાત્મક પુસ્તક ‘કવિતાનો સૂર્યમાંથી’ એક પ્રકરણનો કેટલોક અંશ સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી મહેશભાઈ દવેનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427606956. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] રવીન્દ્રનાથ હવે બાવીસ વર્ષના […]

પરાણે સંગીતનો શોખ અપનાવનાર…. – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] આપણે કોઈ વર્તમાનપત્ર કે સામયિકમાં નિયમિત રીતે કશુંક લખતા હોઈએ તો ઘણા એમ માની બેસે છે કે આ લેખક સર્વજ્ઞ હશે, એને ઘણા ઘણા વિષયોની જાણકારી હશે. સાહિત્ય-સંગીતકલાનો ત્રિવેણીસંગમ લેખકમાં વહેતો હશે ! અને એટલે જ શહેરની એક સંસ્થાના મંત્રી જ્યારે સંસ્થા દ્વારા આયોજિત સંગીત-સ્પર્ધાના નિર્ણાયક થવા વિનંતી કરવા આવ્યા ત્યારે […]

ચિંતનામૃત – ડૉ. વિક્રમ પટેલ

[રીડગુજરાતીને આ લેખો મોકલવા માટે ડૉ. વિક્રમભાઈનો (વલસાડ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925043670 અથવા આ સરનામે vikram2342001@yahoo.com સંપર્ક કરી શકો છો.] [1] વાત્સલ્ય ગાયના ગર્ભમાં રહેલું વાછરડું જ્યારે બહાર આવે ત્યારે ગંદકીથી લપેટાયેલું હોય છે. ગાય તેને પોતાની જીભથી સ્વચ્છ કરે છે. આ સંસારને જેવા વાછરડાની જરૂર છે એવું ચોખ્ખું […]

પ્રસાદ – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી

[ઉત્તમ જીવનપ્રેરક લેખોનો સંચય એટલે ‘પ્રસાદ’. આ પુસ્તક જાણીતા શિષ્ટ સામાયિક ‘જનકલ્યાણ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. સામાયિકના આજીવન સભ્યોને તે વિનામૂલ્યે મોકલવામાં આવ્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] વિશ્વાસ – રંભાબેન ગાંધી એક આરબની પાસે મજાનો ઘોડો હતો. સુંદર ઘોડો. પાણીદાર ઘોડો. એ ઘોડો લઈ લેવાની ઈચ્છા એકબીજા માનવીના […]

આખરી નિર્ણય – સંજય ચૌહાણ

[ ટૂંકીવાર્તાના તાજેતરમાં પ્રકાશિત થયેલા શ્રી સંજયભાઈ ચૌહાણના પુસ્તક ‘એના શહેરની એકલતા’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] આરતી ઊઠી. ઘડિયાળમાં જોયું તો સાત વાગી ગયા હતા. રાત્રે વિચારોમાં ને વિચારોમાં એ મોડે સુધી જાગી હતી. આમ તો મમ્મી વહેલી ઉઠાડી દેતી, પણ આજે કેમ ન ઉઠાડી ? આરતી વિચારોમાં પડી. રસોડામાં […]

નથી હોતા…. – સાહિલ

ભરમ હોવા છતાં દ્રશ્યો બધાં ખોટા નથી હોતા. અરીસાથી પ્રતિબિંબો ભલે મોટા નથી હોતા. ગગનના વ્યાપના વિસ્તાર છે પર કલ્પનાથી પણ નયનને આવરી લે એવાં મસમોટા નથી હોતા. ગણતરીમાં તમે ખાઈ ગયાં છો થાપ કૈં ચોક્કસ, જો સરવૈયા પ્રણયના હોય તો તોટા નથી હોતા. નિરાંતે જ્યાંજરા લંબાવીને ભૂતકાળ વાગોળે, બધાંની પાસે એવા યાદના ઓટા નથી […]

નો’તી ખબર – દેવદાસ શાહ ‘અમીર’

ડાળ આ વિશ્વાસની તૂટી જશે નો’તી ખબર, રાહબર મારા મને લૂંટી જશે નો’તી ખબર. વાસ્તવિકતા આખરે તો વાસ્તવિકતા હોય છે, કલ્પનાના મહેલ સૌ તૂટી જશે નો’તી ખબર. એક સરવાળો કર્યો તો બાદબાકી થઈ ગઈ, વય વધે તો આયખું ખૂટી જશે નો’તી ખબર. વેદનાની વાડ ઠેકી દોસ્તો મારા બધા, લાગણીનાં ફૂલને ચૂંટી જશે નો’તી ખબર. ઠાલવ્યું’તું […]

તમારું ધ્યાન દોરું છું – નીતિન વડગામા

વિચારો એક-બે વાળી, તમારું ધ્યાન દોરું છું, બધાં એ બીજ ફણગાવી, તમારું ધ્યાન દોરું છું. તમારા હાથમાં તો છે, તમારા દુ:ખનું ઓસડ, હસીને હાથ લંબાવી, તમારું ધ્યાન દોરું છું. તમારું સ્થાન સાચું ચીંધવા, આ પ્હાડની સાથે, તમારી જાત સરખાવી, તમારું ધ્યાન દોરું છું. નથી સારું ભટકવું, કારણોની શોધમાં કાયમ, અકારણ વ્હાલ વરસાવી, તમારું ધ્યાન દોરું […]

આપણું તો એવું – રમણીક સોમેશ્વર

આપણું તો કાયમનું એવું, ધોધમાર વરસાદે કોરાકટ રહીએ, ને ભીંજવતું નાનકડું નેવું, આપણું તો કાયમનું એવું. ઘેરાતી રાત હોય ત્યારે વિચારોની લાગે લંગાર રાતપાળી, બોલવાનું હોય ત્યારે ઝાકળની જેમ,, હાળા ઊડે, દઈ જાય હાથતાળી, હવે કહેવું તો બીજું શું કહેવું ? આપણું તો કાયમનું એવું. પાંચ-સાત પેનનો ઠઠારો કરીને, પછી હાથમાં લો કાગળની થોકડી. શબ્દોની […]

રાજમાન રાજેશ્રી શ્રી બાધાપ્રસાદ – ડૉ. નલિની ગણાત્રા

[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી હાસ્યલેખ સાભાર. ડૉ. નલિનીબેન (અમદાવાદ) વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર છે અને અમદાવાદની આર્યુવેદિક કૉલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નલિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428351120. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] બાધા એટલે ભગવાનને […]

અર્વાચીન અગસ્ત્ય – ભરત ના. ભટ્ટ

[આદરણીય લોકશિક્ષક અને કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ વિશે તેમના સમકાલીન મહાનુભાવો – જેવા કે સ્વામી આનંદ, કિશોરલાલ મશરૂવાળા, કાકાસાહેબ કાલેલકર વગેરે એ લખેલા સુંદર લેખોનું તેમના પુત્ર શ્રી ભરતભાઈ ભટ્ટે સંપાદન કરીને તેને પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા છે. આ પુસ્તકમાં તેમના જીવનપ્રસંગો અને જીવનઝાંખીનો પણ સમાવેશ થાય છે. આ પુસ્તકમાંથી માણીએ નાનાભાઈના સ્વલિખિત બે પ્રકરણો. પુસ્તકપ્રાપ્તિની […]

કર્મનો માર્ગ – જ્યોતિ થાનકી

[‘ચાલો ભગવાનને મળવા જઈએ’ પુસ્તકમાંથી સાભાર.] કર્મ કેવાં હોવાં જોઈએ ? સાધના માટે કોઈ વિશિષ્ટ કર્મોની આવશ્યકતા નથી. જે કંઈ કર્મો કરવાના છે, એ બધાં જ સાધનાના ભાગ રૂપે બની શકે છે. આધ્યાત્મિક દષ્ટિએ કાર્યોમાં કોઈ ભેદ નથી. કોઈ કામ નાનું નથી કે કોઈ કામ મોટું નથી. જોડા સીવવા કે જાજરૂ સાફ કરવું એ હલકું […]

બાળકોનો ઉછેર – પ્રો. એચ. એમ. ત્રિવેદી

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] બાળઉછેરની વાતો તો ખૂબ થાય છે, પરંતુ બહુ ઓછા મા-બાપ બાળકોની જવાબદારી કેમ વહન કરવી તેનાં રહસ્યો જાણે છે. આ કામ સરળ નથી, પરંતુ તે એટલું બધું અઘરું પણ નથી. જો તમે ધારો તો તમારાં બાળકોને ઉત્તમ માનવી બનાવી શકો છો. પ્રસ્તુત છે થોડાંક રહસ્યો. તમે બાળકોને કુદરતી વાતાવરણમાં હસતાં ફરતાં અને […]

ચાર પેનોની વાત – અભિમન્યુ આચાર્ય

[ ધોરણ-10માં અભ્યાસ કરતાં પંદર વર્ષીય અભિમન્યુની એક વાર્તા આપણે ‘વાર્તા-ઉત્સવ’ પુસ્તકમાં માણી હતી. તાજેતરમાં ‘ગૂર્જર પ્રકાશન’ દ્વારા એ જ પ્રકારના ‘હાસ્ય-ઉત્સવ’ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે જેમાં માત્ર નવોદિત સર્જકોની બે-બે એમ કુલ 55 કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકનું સંપાદન શ્રી રોહિતભાઈ શાહે કર્યું છે. આ પુસ્તકમાં પણ અભિમન્યુની બે કૃતિઓ સ્થાન […]

હું, પપ્પુ અને વડાપાઉં – કીર્તિ પરીખ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે કીર્તિબેનનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kirtidasp@rediffmail.com અથવા આ નંબર પર +971 50 1364530 સંપર્ક કરી શકો છો. ] આપણાં દેશમાં લાખો લોકો રોજ પોતાના રોજગાર માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. જીવનનો ખૂબ મોટો સમય તેઓ ટ્રેનમાં જ પસાર કરતાં હોય છે. તેથી જ ટ્રેન સાથે […]

બરફમાં જ્વાળામુખી – મહેશ દવે

[ લોખંડી પુરુષ સરદાર પટેલની જીવનકથાના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બરફમાં જ્વાળામુખી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી મહેશભાઈ દવેનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427606956. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] નેતાનાં લક્ષણ નિશાળમાંથી લાક્ષણિક ભારતવાસી તરીકે મોટા થવું […]

પ્રભાતનું કિરણ – સંકલિત

[1] આવડત – મુનિ દવે અંગ્રેજીમાં બે શબ્દો છે. Capacity અને Capability – ક્ષમતા અને ક્ષમતાનો ઉપયોગ કરવાની આવડત. Capacity એટલે Physical Space in a Vessel to contain something (liquid, solid or gas). Capability એટલે ability to use capacity પાણીની ટાંકીની નિશ્ચિત Capacity (ક્ષમતા) હોય. અમુક લિટર પાણી જ સમાય. એવું જ અનાજની કોઠીનું કે […]

જસ્ટ, એક મિનિટ – રાજુ અંધારિયા

[સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં પ્રગટ થતી શ્રી રાજુભાઈ અંધારિયાની કૉલમ ‘જસ્ટ એક મિનિટ….’ લેખોના આ સંગ્રહમાં પ્રેરણાત્મક અને સર્જનાત્મક દષ્ટાંતો દ્વારા વાચકો ખૂબ જ ટૂંકા સમયના વાંચન દ્વારા જીવનનું મોટું ભાથું મેળવી શકે એવી રસપ્રદ વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ લેખકનો આ સરનામે rajooandharia@gmail.com અથવા આ નંબર પર +91 9426711556 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક […]

પ્રેમથી થાય પરિવર્તન – અવંતિકા ગુણવંત

[દામ્પત્યજીવનની વિવિધ સમસ્યાઓનું સુંદર સમાધાન મળી રહે તેવા અનુપમ લેખોનો સંચય ‘કુર્યાત સદા મંગલમ’ પુસ્તકમાં થયો છે. ‘જનકલ્યાણ’ સામાયિકમાં નિયમિતરૂપે પ્રકાશિત થતા આ લેખો સંગ્રહિત થઈને તાજેતરમાં પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે. સામાયિકના આજીવન સભ્યોને તે વિનામૂલ્યે મોકલવામાં આવ્યું છે. અવંતિકાબેનનો આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505. પુસ્તક પ્રાપ્તિની વિગત […]

ભોગીકાકાનું ક્રિકેટ – નિર્મિશ ઠાકર

[‘બાળ હાસ્યગીત’ – ‘ટમટમ’ સામાયિકમાંથી સાભાર.] વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ ભાવનગરના ભોગીકાકા, રમવા દોડ્યા છે ક્રિકેટ આજે પહેલી મારું ફોર કહીને કાકા કાઢે જોર બેટ ફેરવે ચારે કોર ભારે ચાલી શોરબકોર વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ ફાસ્ટ બોલથી લાગે કંપ શ્વાસ તો જાણે ચાલે પંપ બોલ પડ્યો કે માર્યો જંપ […]

આવો ! – મકરન્દ દવે

આવો ! અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને વીંધો અમને વ્હાલા, આરંપાર: આવો, રે આવો હો જીવણ, આમના. અમે રે સૂના ઘરનું જાળિયું, તમે તાતા તેજના અવતાર; ભેદીને ભીડેલા ભોગળ-આગળા, ભરો લખ લખ અદીઠા અંબાર: આવો, રે આવો હો જીવણ, આમના. અમે રે ઊધઈ-ખાધું ઈંધણું તમે ધગધગ ધૂણીના અંગાર: […]

મળવાનું રાખો – નરેન્દ્ર કે. શાહ

એકબીજાને મળવાનું રાખો બાળકો તમે રમવાનું રાખો. જિંદગી તમે કેવી રીતે જીવ્યા ? વ્હેલી તકે હસવાનું રાખો. કદી ન જૂઓ દોષ બીજાના સત્યમાં તમે ભળવાનું રાખો. દુશ્મનો પણ છોભીલા થાશે, હંમેશાં જતું કરવાનું રાખો. વસંત જતાં પાનખર આવી, નિરાંતે તમે જીવવાનું રાખો. જીવનની આખરી અવસ્થાએ ઘડપણમાં ભજવાનું રાખો.

Copy Protected by Chetan's WP-Copyprotect.