પ્રતિરચનાઓ – રતિલાલ બોરીસાગર

[ સ્વ. મનોજ ખંડેરિયા, ‘બેફામ’ સાહેબ તથા ‘ઘાયલ’ સાહેબના સુપ્રસિદ્ધ શૅર પરથી રચેલી કેટલીક પ્રતિરચનાઓ રીડગુજરાતીને મોકલવા માટે હાસ્યલેખક શ્રી રતિલાલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9925111301. અહીં સૌ પ્રથમ મૂળ શૅર અને ત્યારબાદ તે શૅરની પ્રતિરચના પ્રસ્તુત કરવામાં આવી છે.]

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

યુનિફોર્મ પે’રવા બેસું તો વરસોનાં વરસ લાગે
દફતર ખોલવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે ગાઈડો મળી પરીક્ષાની કને જાવા
મગજ લઈ ઝૂઝવા બેસું તો વરસોનાં વરસ લાગે

****

‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

‘સાગર’ તોય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો ભણતરનો માર્ગ છે ઘરથી સ્કૂલ સુધી.

****

તને કોણે કહી દીધું મરણની બાદ મુક્તિ છે !
રહે છે કેદ એની એ ફકત દીવાલ બદલે છે.

તને કોણે કહી દીધું બારમા બાદ મુક્તિ છે !
રહે છે કેદ એની એ ફક્ત દીવાલ બદલે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પૌરુષી માતૃત્વ – મીરા ભટ્ટ
વિદેશી વહેમના વમળો – મલય ભટ્ટ Next »   

11 પ્રતિભાવો : પ્રતિરચનાઓ – રતિલાલ બોરીસાગર

 1. અહો આશ્ચર્યમ !
  વાંચીને લેપટોપના નીચેના જમણા ખૂણે નજર ગઇ, આજે પહેલી એપ્રિલ તો નથીને ?
  સાથે સવાલ ઉઠ્યો, હાસ્યલેખનો પ્રતિલેખ લખાતો હશે?

 2. Akash says:

  ફક્ત દિવાલ બદલે છે… વાહ વાહ .. ખુબ જ સરસ રચનાઓ.

 3. ‘તને કોણે કહી કીધું બારમાં યાર મુક્તિ છે !
  રહે છે કેફ એની એ ફક્ત શીશો જ બદલે છે.’

 4. Veena Dave. USA says:

  very funny.

 5. Vaishali Maheshwari says:

  Nice one.
  Enjoyed reading it.

  Thank you Mr. Ratilal Borisagar.

 6. nayan panchal says:

  રતિલાલજીનુ એક નવુ સ્વરૂપ, એટલુ જ સરસ.

  આભાર.

 7. Darsht says:

  તને કોણે કહી દીધું પરીક્ષા બાદ મુક્તિ છે !
  રહે છે કેદ એની એ ફક્ત ધોરણ બદલે છે!!

 8. hiral says:

  તને કોણે કહી દીધું બારમા બાદ મુક્તિ છે !
  રહે છે કેદ એની એ ફક્ત દીવાલ બદલે છે.

  100% agree

 9. Rachana says:

  very funny…
  મને સદભાગ્ય કે ગાઈડો મળી પરીક્ષાની કને જાવા
  મગજ લઈ ઝૂઝવા બેસું તો વરસોનાં વરસ લાગે

 10. vaishali shah says:

  i know ratibhai . A fabulous creation of a fabulous person .

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.