વિદેશી વહેમના વમળો – મલય ભટ્ટ

[ ફલોરિડા (અમેરિકા) ખાતે રહેતા શ્રી મલયભાઈની એક સુંદર કૃતિ ‘વિદેશી ભડલી વાક્યો’ આપણે અગાઉ માણી હતી. આજે માણીએ તેમની એ જ પ્રકારની વિવિધ પ્રકારના વહેમો પર આધારિત વિશિષ્ટ કૃતિ. અભ્યાસે મલયભાઈએ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને હાલમાં ટેકનિકલ પ્રોજેક્ટ મેનેજર તરીકે ફલોરિડાની એક કંપનીમાં કાર્યરત છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે malay_bhatt@hotmail.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

પરીક્ષા આપવા જતાં પહેલાં પોળના નાકેથી ગાય દોડાવીને ધરાર શુકન કરાવતા ભારતીય ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંઓ તથા અમેરિકામાં બહાર જતાં છીંક આવે તો પાછા ફરી, પાણી પીધાં પછી જ બહાર નીકળતાં બધાં એન.આર.આઈ. ને મારા રામ રામ.

હા, આ હાઈ-ટૅક હિંચકે હિલોળા લેતું પાશ્ચાત્ય જગત પણ વહેમનાં વાદળોથી બચ્યું નથી. વિદેશી વહેમોની વાતમાં Friday the 13th જીસસના જમાનાથી અશુભ મનાતો રહ્યો છે. આજના અવકાશવિજ્ઞાનના યુગમાં ઍપોલો-૧૩ની દુર્ઘટના પછી ૧૩ ના આંકડાનો વહેમ વધારે મજબૂત બન્યો છે. આ ઉપરાંત આજે પાશ્ચાત્ય જગતમાં અનેક વહેમો અને માન્યતાઓ પ્રચલિત છે. પ્રાચીન રોમમાં ૧૭ ના આંકડાને અશુભ માનવામાં આવતો કારણકે ૧૭ માટેના રોમન અંકો XVII ને ફેરબદલ કરવાથી VIXI (વીક્સી) શબ્દ બને છે જેનો અર્થ થાય ‘મારું જીવન સમાપ્ત થયું’ – જેથી રોમનપ્રજાને ૧૭ના અંકમાં મોતનો સંદેશો દેખાતો ! આપણી જેમ પાશ્ચાત્ય જગતમાં પણ ૧૧નો આંક શુકનિયાળ મનાય છે. શૂન્યતાને પાર કરીને સર્જનનું પ્રતિક ગણાતાં અંક ૧ જ્યારે બેવડાઈને લખાય ત્યારે બને છે ૧૧ અને તેથી તેનું મહત્વ વધી જાય છે. જો ૧૧ નો અંક અનાયસે નજરે પડે, દા.ત. ઘડિયાળમાં ૧૧:૦૦ અથવા ૧૧:૧૧, તો અમેરિકનો તેને શુભ સંકેત સમજે છે.

છીંક આવે ત્યારે ‘God bless you’ કહેવાનો રિવાજ યુરોપમાં સદીઓથી ચાલ્યો આવે છે. છઠ્ઠી સદીમાં યુરોપમાં ઘણાં દેશોમાં એવો વહેમ હતો કે છીંક વાટે તમારો આત્મા શરીરની બહાર ફેંકાઈ જવાની શક્યતા છે. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે યુરોપ પ્લેગના પંજામાં જકડાયું ત્યારે પોપ દ્વારા ફરમાન જારી કરાયું હતું કે કોઈને છીંક આવે તો તેના સ્વાસ્થ્ય માટે ‘God bless you’ એમ કહેવું. આપણે ત્યાં બિલાડી આડી ઉતરે તો અપશુકન મનાય છે અને એમાંયે જો કાળી બિલાડી હોય તો તો ખલ્લાસ ! એમ યુરોપમાં કાળી બિલાડીને ડાકણની સાથીદાર માનવામાં આવતી. ઈતિહાસ નોંધે છે કે નૅપોલિયન અને હિટલર જેવા ખેરખાંઓ પણ કાળી બિલાડીથી બહુ ડરતાં. પરંતુ આજે સ્કૉટ્લેન્ડમાં કાળી બિલાડી ઘરનાં પગથીએ બેસે તેને અને ઈટાલીમાં બિલાડીની છીંકને શુભ શુકન મનાય છે ! ઈંગ્લેન્ડમાં તો આજે પણ કાળુડી બિલ્લીવાળાં શુભેચ્છાના ગ્રિટીંગ-કાર્ડ્સ અને બર્થ-ડે કાર્ડ્સ બહુ પ્રચલિત છે, બોલો ! છે તમારી હિંમત કોઈને કાળી બિલ્લીવાળું બર્થ-ડે કાર્ડ મોકલવાની ?

મોરપીંછ ધારણ કરેલા મુરલીમનોહર કનૈયાના દર્શન કરીને આપણે ધન્યતા અનુભવીએ છીએ પણ ઈંગ્લેન્ડમાં એ જ મોરપીંછ બહુ અશુભ મનાય છે. મોરપીંછની મધ્યમાં જે સુંદર રંગભરી આકૃતિ રચાય છે તેમાં બ્રિટિશ પ્રજા ‘શેતાનની આંખ’ જુએ છે. અરે, મોર અને મોરપીંછ તો સમજ્યા પણ ચકલી અને સસલાં જેવાં ગભરું જીવો પણ ઈંગ્લેન્ડમાં અપશુકનિયાળ મનાય છે. ચકલી યમદૂત અને સસલું ડાકણનો અવતાર ! આજે પણ મહિનાની પહેલી તારીખે ડાકણના કોપથી બચવા માટે સફેદ સસલાનું નામ ત્રણ વાર ઉચ્ચારવામાં આવે છે ! આપણે ત્યાં લોકો બુધવારે પ્રવાસે જતાં અચકાય છે તેમ આયર્લેન્ડમાં લોકો શનિવારે પ્રવાસ કરવાનું ટાળે છે. જેમ આપણાં ઘણાં ભાઈઓ મંગળવારે અને શનિવારે દાઢી નથી કરતાં તેમ યુરોપિયનો રવિવારે નખ નથી કાપતા અને જીસસને શુક્રવારે ક્રૉસ પર ચડાવ્યા હોવાથી શુક્રવારે ખીલી ઠોકવાનું ટાળે છે. આ ઉપરાંત પાશ્ચાત્ય પ્રજા આજે પણ આયનો તૂટવો, ઘરની અંદર છત્રી ખોલવી, દિવાલે ટેકવેલી નિસરણી નીચેથી પસાર થવું, અને અકસ્માતે મીઠું ઢોળાવાને અશુભ માને છે. આપણે ત્યાં જેમ અશુભ તત્વોનો સામનો કરવાં લીંબુ-મરચાં ટીંગાડવાનો રિવાજ છે તેમ પાશ્ચાત્ય જગતમાં ઘરનાં બારણે ઘોડા-નાળ જડાય છે.

આપણાં ઘણાં કુટુંબોમાં બહેનો માને છે કે ઘરમાં રાત્રે સંજવારી કાઢવાથી ઘરમાંથી સુખ-સમૃદ્ધિ બહાર જતી રહેશે તેમ ફ્રેન્ચ, સ્પૅનીશ, અને મેક્સીકન સ્ત્રીઓ એમના પર્સને જમીન પર મૂકવાનું ટાળે છે કારણ કે એમ કરવાથી ધન જમીનમાં શોષાઈ જશે અને દરિદ્ર થઈ જવાશે એવો એમને ડર છે ! જર્મન સ્ત્રીઓ ચમચીનું પડવું અને મૅક્સીકન સ્ત્રીઓ ટોર્ટીયા (આપણી રોટલી જેવી વાનગી)નું પડવું એ વણનોતર્યા મહેમાનોના આગમનનો સંકેત માને છે. ઈંગ્લેન્ડમાં પ્રજા ભુલથી પણ બ્રૅડનો લાટો ઊંધો ન મુકાઇ જાય એનું ધ્યાન રાખે છે. જો એમ થાય તો કુટુંબ ખાવા-પીવાથી ટળી જાય એવો વહેમ છે. જર્મન પબમાં લોકો ‘સ્ટામિશ’ પર ત્રણ ટકોરા મારીને નવાગંતુકનું અભિવાદન કરે છે અને લગભગ બધાં પાશ્ચાત્ય દેશોમાં મહત્વની ચર્ચા કરતાં પહેલાં લોકો ‘Knock on woods’ એમ કહે છે તેનું રહસ્ય એક વહેમમાં છુપાયેલું છે. લાકડું અને ખાસ કરીને ‘Oak wood’ પવિત્ર માનવામાં આવે છે અને શેતાની તત્વો લાકડાંથી ડરીને દૂર રહે છે. આથી અગત્યની બાબતોથી અશુભ તત્વોની બૂરી નજર દૂર રાખવી હોય તો ટકોરાબંધ લાકડું હાથવગું હોય તો ફેર પડે ને, ભાઈ ?

જગતનાં દરેક કલ્ચરમાં બાળકનો જન્મ એ આનંદનો પ્રસંગ છે. આપણે ત્યાં બાળકને કાજળનું ટીલું કરવાનો રિવાજ છે કે જેથી તેને કોઇની બુરી નજર ન લાગે. આ ‘બુરી નજર’ના કોન્સેપ્ટ પર આપણો એકલાનો જ ઠેકો નથી હોં, ભાઈ ! ઈંગ્લેન્ડમાં એ ‘Evil eye’, ઈટાલીમાં ‘Malocchio’ અને મૅક્સીકોમાં ‘Maal de Ojo’ તરીકે ઓળખાય છે. દેખાવડા બાળક પર જાણ્યે-અજાણ્યે પણ તમારી બૂરી નજર ન લાગી જાય એ માટે તમારે બાળક ને માથે હાથ ફેરવવો જોઇએ, નહીંતર બાળક માંદુ પડે. મેક્સીકોમાં બાળકને બૂરી નજરથી બચાવવા સોના અને ચાંદીના તાવીજ, લાલ રંગના મણકાવાળો દોરો ઈત્યાદિ પહેરાવવાના રિવાજ છે. બૂરી નજર લાગ્યા પછી તેના મારણ માટે જેમ આપણે ત્યાં અનેક ટૂચકાઓ છે તેમ પાશ્ચાત્ય પ્રજામાં પણ ચર્ચના ‘Holy water’ થી માંડીને સિસિલીયન ભૂવાઓના સડેલા ઈંડાના પ્રયોગો જેવા ભાતભાતના ઉપાયો જોવા મળે છે.

આપણે ત્યાં હેડકી આવે તો કોઈ તમને યાદ કરે છે એમ કહીયે, અરે એના પર તો ‘મન્ને આવૈ હિચકી…’ જેવા ગીતો પણ રચાયા છે તો અમેરિકનોને કાનમાં ઝણઝણાટી થાય તો એ જાણે કોઈ તેના વિશે ખણખોદ કરી રહ્યું લાગે છે. આપણી હથેળીમાં ચળ આવે તો કોઈને બે-ચાર ઠોકી દેવાનું મન થાય પણ અમેરિકનો હાથની ચળને ડૉલરીયા વહેવારનો સંકેત ગણે ! એમાંયે જમણાં હાથની ચળ એટલે આવક અને ડાબા હાથની ચળ એટલે ખર્ચ નક્કી ! પણ જો અમેરીકન નાક પર ચળ આવી તો ભ’ઈને કોઇની જોડે હાથોહાથની જામશે એમ જાણવું ! આ ઉપરાંત આંખ, કાન, હાથ, પગ વગેરે અંગો વિશે ઘણાં વહેમો અને માન્યતાઓ છે.

દેશ હોય કે વિદેશ, ભણેલાં હોય કે અભણ, કેટલાંક લોકો વહેમોને સજ્જડ વળગી રહે છે તો કેટલાંક એને નોન-સેન્સ કહેતાં ફરે છે પણ મજાની વાત એ છે કે એ જ પાછાં ‘ચાલો ને કરી જોઇયે જરા, એમાં આપણું શું જાય છે’ એમ માની ને એ જ વહેમોને છાના અનુસરે પણ છે ! કદાચ આ બધાં વહેમોના મૂળમાં માનવીની ‘Survival instinct’ અને ‘Fear of unknown’ જેવી ભાવનાઓ વચ્ચે ક્યાંક સંતુલન શોધવાની વૃત્તિ તો નહીં હોય ને ? તમે શું માનો છો ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રતિરચનાઓ – રતિલાલ બોરીસાગર
આ કોણે બનાવ્યો ચરખો – રવિ સાહેબ Next »   

30 પ્રતિભાવો : વિદેશી વહેમના વમળો – મલય ભટ્ટ

 1. ખુબ જ સરસ માહિતીપ્રદ લેખ.

  આ વાંચીને હું આઠમાં કે નવમાં ધોરણમાં અંગ્રેજીમાં ભણતીતી તે પાઠ ‘superstition’ યાદ આવી ગયો.

 2. Akash says:

  મને આજે સરદિ થૈ ગૈ છે, પન આવ્તિ કાલે પરિક્શા છે તેથિ આજે તો બધા વહેમો મર મતે નકમ જ જવના.. ઃ)..સરસ માહિતિ..

 3. Manisha says:

  મલયભઈ .. મજા પડી… .. facing all these things in routine…

 4. Nilesh says:

  મલયભાઈ, ખુબ જ સુક્ષમ અવલોકન… વિદેશી વહેમ વિશે વિગતે જાણવા મળ્યું

 5. Balkrishna A. Shah says:

  પોતાને આધુનિક માનતી પાશ્ચિમની પ્રજાના વહેમો વાચવાની મઝા પડી.

 6. Jagat Dave says:

  અહીં અમારે કતાર (ગલ્ફ્) માં બિલાડીઓ બહું જ……..આપણે ભારતમાં જેમ કુતરાઓ જોવા મળે છે તેમ જ……એવું કહેવાય છે કે મુસ્લિમ સમુદાય તેને શુભ માને છે…….અહીં લોકો ને બિલાડીઓ રોજ ‘આડી’ ઉતરે છે………પણ લોકોની ઘટમાળ ચાલ્યા કરે છે……..ભારતીય લોકો પણ અહીં બહું છે પણ કયારેય કોઈને બિલાડી ‘આડી’ ઉતરે તો ઉભો રહી જતાં જોયા નથી.

  સમગ્ર વિશ્વ હવે ધીરે ધીરે વિગ્યાનીક અભિગમ બહોળા પ્રમાણમાં અપનાવી રહ્યું છે……તે સારો સંકેત છે.

  જો કે વડોદરામાં ચાર રસ્તાઓ પર્ ‘ટોટકા’ ઓ વધારે પ્રમાણ માં જોવા મળે છે. અને એ જ વડોદરાની મેડિકલ હોસ્ટેલ નાં વિદ્યાર્થીઓ ને ચાર રસ્તાં પર મુકેલાં નાળીયેર અને પેંડાઓ નો પ્રસાદ ખાતાં – વ્હેંચતા જોયા છે.

 7. rajnichheda says:

  વાચવાની મઝા પડી.

 8. hardik says:

  some more and some common
  1) left and right eye twitching
  2) If you blow out all the candles on your birthday cake with the first puff you will get your wish.
  3) A dog howling at night when someone in the house is sick is a bad omen
  4) For good luck throughout the year, wear new clothes on Easter for us diwali
  5) FRIDAY THE 13TH is bad

  13 saga

  Many airports skip the 13th gate.

  Airplanes have no 13th aisle.

  Hospitals and hotels regularly have no room number 13.

  Italians omit the number 13 from their national lottery.

  On streets in Florence, Italy, the house between number 12 and 14 is addressed as 12 and a half.

  Many cities do not have a 13th Street or a 13th Avenue

  In France, socialites known as the quatorziens (fourteeners) once made themselves available as 14th guests to keep a dinner party from an unlucky fate.

  Many triskaideka phobes, as those who fear the unlucky integer are known, point to the ill-fated mission to the moon, Apollo 13.

  If you have 13 letters in your name, you will have the devil’s luck . Jack the Ripper, Charles Manson, Jeffrey Dahmer, Theodore Bundy and Albert De Salvo all have 13 letters in their names.

  • trupti says:

   હાર્દિક ભાઈ,

   થોડી વધુ કહેવતો અને માન્યતા ઓ અહી પ્રસ્તુત કરવા બદલ તમારો ખુબ આભર. મે ધણી વાર જોયુ છે અને કર્યુ પણે છે, જયારે પોતાના અગત અને ચહિતા વ્યક્તિ ની કોઈ વાત બહુ ગમી હોય કે પોતાના બાળક નો વિકાસ જોઈ ને હરખાઈ જવાય અને કોઈ ની આગળ વખાણ થઈ જાય તો તરત જ બોલી દેવા નુ, ” touch wood”. આમ કરવા નુ કારણ કદાચ આપણી ચહેતી વ્યક્તિ ને આપણી નજર ના લાગી જાય.

   • hardik says:

    touch wood tamne yaad che..

    even my director aged 55,Phd and MBA, white man says touch wood..i asked you believe in this?
    he said yeah and asked what about you, i said touch wood i am not alone in this group.

    I wrote in detail about my director just to prove a point, there’s nothing wrong if u have some superstitions really if it makes you happy or safe. After all we all are human and no human likes to have pain. And pain comes coz we have fear.

    cheers,
    hardik

 9. parthiv Desai says:

  મલય ભાઈ તમારુ સનસોધન ખરે ખર ઉમદા છે.

 10. Rajendra Namjoshi,Surat says:

  મલયભાઈ,
  ખુબજ રોચક માહિતી સુન્દર શૈલીમા વાચવાની મઝા પડી ગઈ.વહેમો અને માન્યતાઓ લગભગ્ દરેસંસ્ક્ર મળે જ છે.તમારા લેખમાં એ વિશેની ખુબજ સારી જાણકારી મળી.,રસપ્રદ વાતો બદલ અભિનન્દન.

  -રાજેન્દ્ર નામજોશી- વૈશાલી વકીલ, સુરત

 11. Veena Dave. USA says:

  મલયભાઈ,
  મઝાનો લેખ. આભાર.

 12. Vaishali Maheshwari says:

  Interesting article to read about the prevailing superstitions.
  Very minute observations.

  Thank you Mr. Malay Bhatt for sharing this with us…

 13. જય પટેલ says:

  શુભ – અશુભ માન્યતાઓનું અવનવું….મઝા પડી.

  શ્રી મલયભાઈ
  મેકસિકન વાનગી ટોટીંયા ( રોટલી જેવી વાનગી ) કે ટોર્ટિલા ( Tortilla ) ?
  આ ટોર્ટિલા રોટલી જેવી હોય છે જે ટાકો બનાવવા ઉપયોગ થાય છે.

  ટોર્ટિલાનો બીજો ગુજરાતી ઉપાય….
  ( જેમ સાંજની રોટલીનો નિકાલ બીજા દિવસની સવારે ખાખરા રૂપે થાય છે )
  ટોર્ટિલાને ચોળાફળી જેવી પટ્ટીની જેમ કાપીને તળો અને તેની ઉપર ચાટ મસાલો
  અથવા મરચું-મીઠું અને ઉપર સહેજ સંચર નાખીને માણો.
  કૉલસ્ટરોલની સમસ્યા હોય તો ટોર્ટિલાને ખાખરાની જેમ શેકીને પણ માણી શકાય.

 14. Devina says:

  knock on woods je ahinya touch wood tarike janitu che ano raaj janine maja padi

 15. nayan panchal says:

  સરસ મજાનો લેખ.

  ઘણી બધી જાણીતી હસ્તીઓ પણ અંધશ્રદ્ધા કે વહેમમા માને છે. હું પોતે પણ શનિવારે દાઢી કરવાનુ ટાળુ છું, કારણ ખબર નથી.

  આભાર,
  નયન

  • Jagat Dave says:

   નયનભાઈ,

   અને હું શનિવારે જ ખાસ વાળ કપાવા જાવ છું……કારણ હજામ સરસ ચંપી કરી આપે છે……ભીડ લગભગ નહી જેવી હોય છે. આમ લોકોના વ્હેમનો હું ‘ફાયદો’ ઉઠાવું છુ.

   તમે પણ દાઢી કરી જુવો……વાંધો નહી આવે…….વધુ સ્માર્ટ લાગશો તે નફામાં 🙂

  • trupti says:

   નયન ભાઈ,

   મારા પતિદેવ પણ શનિવારે દાઢિ નથી કરતા, પણ મારા અનુમાન મુજબ વાળ કપાવવા તો જાય છે!!!!!!!!!!!!

   • Gopal Shah says:

    તૃપતિ બેન,
    હુ જ્યારે નાનો હતો (૧૧ – ૧૨ વરસ નો) ત્યારે મારા પિતાશ્રિ પણ કેતા કે શનિવારે દાઢિ ના કરાય, એ તો હનુમાન દાદાનો વાર છે… તો હુ કેતો કેમ હનુમાન દાદા ને ચોખ્ખાઈ નથિ ગમતિ? એ દાઢિ રાખે એટલે આપડે પન રાખવા નિ? એ દિવસ પછિ કોઇ દિવસ મને દાઢિ નુ નથિ કીધુ.

    • trupti says:

     ગોપાલ ભાઈ,

     એમતો અમારી મમ્મી અમે જયારે નાના હતા ત્યારે બુધવારે માથુ ધોવા ની ના પાડતી કારણ જેને ભાઈ હોય તેને બુધવારે માથુ ના ધોવાય!!!!!!! મને લોજિક સમજાતુ નહી. હવે તો વાળ નાના હોવા ને કારણે હુ દરરોજ વાળ ધોઉ છુ……….

     • nayan panchal says:

      હું પોતે પણ પહેલા જે કહે તેનાથી ઉંધુ જ કરતો હતો, જેમ કે રાત્રે નખ કાપવા, શનિવારે દાઢી કરવી-વાળ કપાવવા વગેરે… પછી કોઈક એવી વ્યક્તિએ કીધુ કે શનિવારે દાઢી ન કરો. મને થયુ કે જો હું માનીશ તો બહુ મોટો ફરક પડી નથી જવાનો… કોઈક શનિવારે નછૂટકે કરવી પડે તો કરી લઉં છું…

      googleના ઉપયોગથી નીચેની માહિતી મળી છેઃ
      Why one should not shave on Saturday?

      In olden days, keeping a beard and matted hair was considered to be a symbol of the conduct of Sages (Rishidharma), that is, celibacy. Saturday is the day of Maruti who is an observer of the vow of celibacy of Lord Shiva. There is a predominance of the Maruti Principle frequencies in the Universe on Saturdays. Therefore in order to respect this Principle and to remind oneself of Rishidharma, that is ‘I have to win over carnal desires in spite of being in family life,’ one should not shave on Saturday. All these rules come under ritualistic worship done through the medium of the body.

     • Gopal Shah says:

      નયન ભાઈ,
      દાઢિ રાખવા થિ અને શનિવાર કરવા થિ કોઇ સાધુ નથિ થૈજતુ. શનિવાર કરતા પહેલા – હુનુમાનજિ નિ જેમ રામ ભક્ત બનવુ પડે અને શિવ નિ જેમ મહાયોગિ જેવા થવુ પડે… In old days that was the purpose of keeping long hair and beard – one is above thses world’s offering and is only in touch with the suprim being (Shree Ram, Shree Krishna or Shivaji).

     • nayan panchal says:

      ગોપાલભાઈ,

      હું ક્યાં કહુ છું કે દાઢી રાખવાથી સાધુ બની જવાય છે. આપણી ઘણી બધી માન્યતાઓ symbolic છે. જે રિવાજો છે તેની પાછળનુ કારણ જાણીએ તો તે રિવાજ કેમ ચાલુ થયો હશે તે કદાચ સમજાય. શ્રાવણ મહિનાના માહત્મય પાછળ પણ આવુ જ કોઈક કારણ લાગે છે.

 16. Mitali says:

  Very Interesting, i knew some of these but i learn about few new once hear. I personally think that its nothing wrong, becuse these things are made in past from people as survival tools, I am not sure either its the truth or not because I have experience that sometimes on Friday the 13th very good things has happend to me and other times I had bad things happend to me on Friday the 13th, so i am not sure either to believe it or not. As far as i can tell that all the caucasions whom i work with strongly believe in friday the 13th. 🙂

 17. Ashish Dave says:

  Malaybhai,

  Your first paragraph reminded me of Lalitbhai Lad. He always started one of his columns (ahia badha all right che) exactly the way you did (probably word to word). But then the tone of your article changed completely. (I am glad)

  By the way a good collection of information. I do not believe in any of these because I believe in myself and my creator.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.