- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

આ કોણે બનાવ્યો ચરખો – રવિ સાહેબ

આ કોણે બનાવ્યો ચરખો ?
એના ઘડનારાને ઓળખો

બોલે બોલાવે સબ ઘટ બોલે,
જ્યાં જોઉં ત્યાં સરખો…
દેવળ દેવળ દે હુકારા
પારખ થઈને પરખો…… આ કોણે….

પંચ તત્વકો બન્યો પૂતળો,
ખેલ દેખીને નીરખો….
પવન પૂતળી રમે ગગનમાં,
નૂરતે સૂરતે નીરખો;…….. આ કોણે….

ધૂળના ઢગલામાં જ્યોત જલત હૈ,
અંધાર મીટ્યો નહીં અદરકો;
એ અજવાળે અગમ સૂઝે છે,
ભેદ મિલે ઉસ ઘરકો;………. આ કોણે…..

કહે ‘રવિદાસ’ સદગુરુ સાચા,
મેં ગુલામ કરી ઘરકો;
આ ચરખાની આશા મેં કરજો,
ચરખો નહીં રહે સરખો……… આ કોણે…..