નવસર્જકોની કૃતિઓ – સંકલિત

[1] વાવાઝોડું – હરેશ કાનાણી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી હરેશભાઈનો (ગીરગઢડા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : hareshkanani2@gmail.com ]

એક
દિવસ
તું અને હું
જંગલમાં ગયાં હતાં
અને
એક વૃક્ષના થડમાં
તે મારું નામ કોતર્યું
ને મે તારું
તને ને મને ગમે તેવું.
પછી સમયની લહેર સાથે
આપણે આગળ જવા લાગ્યાં.
ઘણી વખત એ જ થડ પાસે જઈને તે નામને ઘૂંટતા.
અચાનક એક દિવસ…
આપણી બંને વચ્ચે મોટું વાવાઝોડું આવી ગયું,
અને આપણે મૂળસોતા ઊખડી ગયાં !!
પરંતુ –
આ વાવાઝોડાંની અસર
પેલાં વૃક્ષના થડમાં કોતરેલા
નામને થઈ હશે ?

[2] જીવનકથા – દિલીપ શાહ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી દિલીપભાઈનો (ન્યુયોર્ક) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : diliprshah45@yahoo.com ]

શબ્દોની ચઢી હાંફ,
વાક્યો પડ્યા લથડી
ફકરા બેઠાં બાંકડે
થીજેલા આંસુએ કર્યા ડોકિયાં
નિસાસાએ ફૂંક્યો શંખ
આશ્વાસને લંબાવ્યો હાથ
પીડાએ બાંધ્યા તોરણ
હતાશાએ પૂરી રંગોળી.
બસ,
ચાલ…..
આજે લખી નાખું
અનુભવથી સમૃદ્ધ
એક
વૃદ્ધની
જીવનકથા.

[3] તો કોડ શા માટે – ધીરજલાલ શાહ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે 89 વર્ષીય વડીલ મુરબ્બી શ્રી ધીરજલાલભાઈનો (સુગરલેન્ડ, ટેક્સાસ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +1 281 242 8454 પર સંપર્ક કરી શકો છો.]

ભર વસંતે, ભર બપોરે,
ભર્યા ભાદર ઘરમાં
ચકલો અને ચકલી
ઝઘડી પડ્યાં.
માળો પીંખાઈ ગયો
અને બચ્ચાં નીચે પડ્યાં.
તે લાચાર થઈને
બાપડાં બનીને
માબાપ સામે જોતાં હતાં
અને સ્વગત બોલતાં હતાં,
‘જો ઝઘડવું જ હતું
તો માબાપ થવાના કોડ
શા માટે કર્યા ?’

[4] ગઝલ – અમિત ત્રિવેદી

[રીડગુજરાતીને આ ગઝલ મોકલવા માટે શ્રી અમિતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : amit.vadodara@gmail.com ]

રંગોથી ભરી દે છે તે હું જાણું છું
આંખોમાં સપના આંજીને છલકાવું છું

અંધારી રાતે ચાંદ સમી તું આવે છે
ને રોજ સવારે સૂરજ થઈ હું જાગું છું

તારું મૌન અકળ આવીને જો ઝંખીને-
અડકે ને, તો વીણા થઈને હું વાગું છું

જન્માક્ષરમાં તું માને કે ના માને પણ-
બારે ખાને રંગોળી હું રંગાવું છું

ખાલીપો તોડીને જાણે મીરાં બોલી-
કૃષ્ણ તણી મારી શ્રધ્ધા ને હું માણું છું

હોંકારો આપીને તું ક્યાં પાછી ચાલી ?
હું દરવાજો ખાલી ખાલી અટકાવું છું

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આ કોણે બનાવ્યો ચરખો – રવિ સાહેબ
કાઠિયાણીનો રોટલો – જોરાવરસિંહ જાદવ Next »   

11 પ્રતિભાવો : નવસર્જકોની કૃતિઓ – સંકલિત

 1. Jagat Dave says:

  અંતિમ બે કૃતિઓ ખુબ ગમી.

  89 વર્ષીય ધીરજલાલભાઈ ને વંદન અને અભિનંદન.

 2. aarohi says:

  હરિશભાઇ અને ધિરજભાઇ ની કવિતા બહુ ગમી. દિલિપભાઇ ની કવિતા પણ સરસ હતી.

 3. Veena Dave. USA says:

  સરસ. મા. ધીરજલાલે તો અહિનો આબેહુબ ચિતાર આ પંક્તિઓમા આપ્યો છે.

 4. ખૂબ સરસ કૃતિઓ, ચારેચાર….

  નવસર્જકો ખરેખર નવીન છે, એક અનોખી તાજગી આ કૃતિઓમાં આપોઆપ દેખાઈ આવે., સર્જકોને ખૂબ અભિનંદન

 5. trupti says:

  વડિલ શ્રી ધીરજલાલ ની ક્રુતિ ખુબજ સરસ અને આજના સમય ને ચિતાર આપતી ક્રુતિ.

 6. dhiraj says:

  વડિલ શ્રી ધીરજલાલ શાહ ની અછાંદસ સુંદર છે.

  બાળ માનસ ના અભ્યાસુ માટે ઉપીયોગી..
  આભાર.

 7. vijay says:

  aaj koi aam j mane radave 6 potani vaat badha ne batave 6 shun kahu hun aa yaado mane hasave 6

 8. Payal says:

  Simply beautiful.

 9. Balkrishna A. Shah says:

  મુર્બ્બીશ્રી ધીરજભાઈના ચકલા ચકલીમાં માણસ જાત પર મીઠો કટાક્શ છે. અને તે સવેળાનો છે.
  મુરબ્બીશ્રીને અભિનંદન

 10. nayan panchal says:

  સુંદર રચનાઓ,

  આભાર. નયન

 11. Darshit says:

  ધીરજદાદા નો કટાક્ષ ખૂબ ગમ્યો ભાઈ, નાની નાની વાત મા ઝગડતા અને છૂટાછેદડા ની વાતો કરતા couples એક વાર વાંચી લે ભાઈ,

  Thanks દાદા, લખતા રહેજો

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.